________________
૫૪ ]
[ યાગસાર–પ્રવચન : ૧૮
ભાગવાસના વેપાર વગેરે અશુભરાગ હોય, ને કોઈક ક્ષણે નિર્વિકલ્પ ધ્યાનમાં અતીન્દ્રિય આનંદને અનુભવતા હોય; –પણ તે ત્રણેય વખતે દૃષ્ટિમાં પેાતાના શુદ્ધ આત્મા એકસરખા જ વર્તે છે. શુભ કે અશુભ રાગ વખતે તે દૃષ્ટિ કાંઈ મેલી થઈ ગઈ એમ નથી. તેને સ્વાનુભવપૂર્વક આત્મસ્વભાવનુ' જે પરમ માહાત્મ્ય આવ્યુ છે તે કયારેય [ અશુભરાગ વખતેય ] ખસતું નથી. આ રાગ કે વિષયે તે કોઈ મારું વિશ્રામસ્થાન નથી, મારુ` વિશ્રામ-ધામ ને ઠરવાનું સ્થાન મારે। આનંદક આત્મા જ છે.—
11
હું અન ́ત ગુણુનેા દરિયા છુ..... હુ જ્ઞાન—આન ંદથી ભરિયે। છુ.... અનત શાંતિના સાગર છુ..... વીય સ્વભાવે પૂરા છું..
ગૃહસ્થપણામાં રહેલ ધર્મીજીવ પણ આવા પોતાના આત્માને શ્રદ્ધા-જ્ઞાનમાં ગ્રતુણ કરીને અનુભવી શકે છે. તે ગૃહસ્થ નિરંતર જિનપદને હૃદયમાં ધ્યાવે છે. જિનેશ્વર જેવા શુદ્ધઆત્મા લક્ષમાં લીધા છે, એટલે તેની પૂર્ણતાને પામેલા જિનેશના ચિન્તનમાં તેનુ ચિત્ત લાગેલુ' છે; તેને શ્રદ્ધા-જ્ઞાનની નિમળતા, તથા અન`તાનુબ'ધી કષાયેાના અભાવરૂપ જેટલી શુદ્ધપરિણતિ થઈ છે, તે કાયમ વતે છે; એટલેા મેાક્ષમા તેને સદાય ચાલુ છે, તેથી અલ્પકાળે તે મેાક્ષને પામશે જ. દેહ છૂટે ને ભવપલટો થાય ત્યારે પણ તે સમાધિભાવ રાખે છે, ચૈતન્યના શ્રદ્ધા-જ્ઞાનને છોડતા નથી, પરભવમાંય તે આરાધનાને સાથે લઈ જાય છે; એ રીતે અખંડ આરાધના વડે તે ધર્માંત્મા લઘુકાળમાં નિર્વાણને પામે છે.
—સમ્યક્ત્વની આરાધનાના આવા મહિમા જાણીને ગૃહસ્થાએ પણ તેની આરાધના [ ૧૮ ]
કર્તવ્ય છે.
Jain Education International
=
હું સ્વચ્છ – વીતરાગી ધામ છુ... હું પ્રભુતાથી પૂરા પરમેશ્વર છુ.....
a
આનદુના ધામમાં શાક શા સુખના ધામમાં દુ:ખ શા? જ્ઞાનના ધામમાં અજ્ઞાન શા મુક્તિના ધામમાં મુંઝવણ શી?
રે ચૈતન્યહસ!
For Private & Personal Use Only
www.jainelibrary.org