________________
આત્મસંબોધન ]
{ ૫૯ પ્રશ્ન –વીતરાગ ભગવાનને તે રાગ નથી, અમને તે રાગ છે, એટલે અમે તે રોગના કર્તા છીએ? - ઉત્તર –અરે ભાઈ શુદ્ધચૈતન્યરૂપે તારા આત્માને દેખ...તો તેમાં રાગનું કર્તાપણું છે જ નહિ; અને તેને દેખનારા શ્રદ્ધા-જ્ઞાનમાં પણ રાગનું કર્તુત્વ નથી, તે વીતરાગ છે. મોક્ષને સાધક....સર્વજ્ઞભગવાનનો ભક્ત કહે છે કે પ્રભો! આપ તે રાગથી જુદા થયા, ને અમે રાગમાં એકપણે કેમ રહીએ? જેમ આપે રાગને જુદો કર્યો તેમ અમે પણ અમારા સ્વભાવથી રાગને જુદો જ રાખશું. હે ધર્મ–જિનેશ્વર ! અમને આપના જેવા સ્વભાવને રંગ લાગે છે, તેમાં હવે ભંગ નહીં પડે. આપના જેવા સ્વભાવને સ્વીકાર કર્યા પછી હવે રાગને કેણ કરે ? ને કમને કેણ બાંધે? ધર્મના રંગમાં હવે વચ્ચે બીજો કોઈ ભાવ અમારા ચિત્તમાં આવવા નહીં દઈ એ. સ્વભાવની અખંડ શ્રદ્ધાના રંગથી અમે મોક્ષને સાધશું. અમે તીર્થકરોના કૂળના છીએ, ને તીર્થકરોના કૂળની આ ટેક છે.
જુઓ તે ખરાવીતરાગી સન્તના આ સિંહનાદ!...આત્માને અંદરથી ઊંચે કરી ઘે છે કે “હું પરમાત્મા છું.’ સિહનું એક બચ્ચું ભૂલું પડીને બકરાના ટોળામાં પેસી ગયું ને પોતાને બકરું સમજીને વર્તવા લાગ્યું. બીજા એક અનુભવી
સિહે તેને દેખ્યું ને તેને જગાડવા સિંહનાદ કર્યો. સિંહની ત્રાડ સાંભળતાં જ બકરાં તે ભાગ્યા, પણ સિંહનું બચ્ચું ત્યાં જ ઊભું રહ્યું. ત્યારે બીજા સિંહ નજીક આવીને કહ્યું બેટા, તું બેં-બેં કરનારું બકરું નથી, તું તે મહાપરાક્રમી સિંહ છે...દેખ, મારે સિંહનાદ સાંભળીને બકરાં તે ભયથી ભાગ્યા, પણ તને બીક કેમ ન લાગી?કેમ કે તું સિંહ છે, તું મારી જાતને છે.
જે જોઈ...આ સ્વચ્છ પાણીમાં દેખwતારું મોઢું કોના જેવું છે? સિંહ જેવું છે કે બકરા જેવું છે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org