________________
આત્મસંબોધન ]
[ પ૭ કરીને આત્મા નિવણને પામે છે. બધાય તીર્થંકરભગવંતે આ જ માગે નિર્વાણ પામ્યા છે, ને મુમુક્ષુઓને આ જ માર્ગ ઉપદે છે. નિર્વાણને આ એક જ માર્ગ છે, બીજો માર્ગ નથી
ભાઈ, પહેલાં તું આવા સત્ય માર્ગને નિશ્ચય તે કર...તે તે માર્ગે ચાલતાં તારા ભવના નીવેડા આવશે.ને તું મેક્ષને પામીશ. અહીં તે કહે છે કે આવા શુદ્ધાત્માના ધ્યાનવડે એક ક્ષણમાં જ પરમપદને લાભ થાય છે. મુમુક્ષુને માટે શુદ્ધાત્મા સિવાય આ સંસારમાં બીજું કાંઈ પ્રિય નથી, બીજું કાંઈ ચિન્તન કરવા જેવું નથી. મફતને પરની ચિન્તા કરી કરીને અનંતકાળ બહુ દુઃખી થયે...રે જીવ! હવે તે તું તારી દયા કરને દુઃખમાંથી તારા આત્માને છોડાવવા પ્રીતિપૂર્વક જ્ઞાનસ્વરૂપ આત્મામાં ચિત્તને જોડ.–
“આમાં સદા પ્રીતિવંત બન, આમાં સદા સંતુષ્ટ ને
આનાથી બને તું તૃપ્ત, તુજને સુખ અહો ઉત્તમ થશે.” બાપુ, ભવદુઃખમાં આત્મા તરફડી રહ્યો છે, તેને ઉગારવા ઉલ્લસિત વીર્યવડે આ સુખના રસ્તા લે.... ભાઈ! વીતરાગમાર્ગી સંતે કરુણાથી તને આ રસ્તો બતાવે છે. આના સિવાય બીજે કયાંય શરણ નથી, બીજે કયાંય શાંતિ નથી.
નિગોદમાંથી નીકળીને જેની પ્રાપ્તિ ચિંતામણિ સમાન કહેલ છે એવી આ ત્રણપર્યાય, તે ઉત્કૃષ્ટ કાળ ૨૦૦૦ સાગરથી વધુ નથી રહેતી. એટલા કાળની અંદર છવ કાં તે મોક્ષ પામી જાય,નહીંતર પછી નિગોદમાં એકેન્દ્રિયમાં ચાલ્યો જાય. મેક્ષમાંથી તે ફરીને પાછા આવવાનું અશકય છે, ને નિગોદમાંથી નીકળીને ફરીથી ત્રસ થવું તે ઘણું દુર્લભ છે. ત્યાં બે ઘડીમાં તે હજાર વખત જન્મે છે ને મરે છે, ત્યાંનું દુઃખ કપનાતીત છે.—એવા ઘોર દુખેથી કાયમ માટે છૂટી જવાનો આ અવસર તને મળ્યા છે. માટે હે ભાઈ! તું ચિત્તમાંથી વિષય-કવાને દૂર કરીને, આત્માના પરમ પ્રેમથી તેને જ ચિંતનમાં ને ધ્યાનમાં ચિત્તને જેડ. આવું ચિન્તન ને આત્માનો અનુભવ ગૃહસ્થ પણ કરી શકે છે.
અજ્ઞાની રાગના–કષાયના ધ્યાન વડે ચેતન્યની વિરાધના કરીને એકેન્દ્રિયપામર થાય છે; જ્ઞાની રાગથી જુદા શુદ્ધાત્માના ધ્યાન વડે અતીન્દ્રિય-પરમાત્મા થઈ જાય છે.
ગુરુદેવ કરુણરસથી કહે છેઃ અરે બાપુ! તું આ પરિભ્રમણના પંથમાં કયાં પડ્યો! તારા આત્મામાં પરિભ્રમણનો અંત કરીને ક્ષણમાં પરમાત્મા થવાની તાકાત છે. તેને તું સંભાળ...તને અતીન્દ્રિય આનંદની પ્રાપ્તિ થશે, ને પછી મુનિ થઈને તેના ધ્યાનમાં
આ. ૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org