________________
૩૮ ]
[ગસાર-પ્રવચન : ૧૫ મોક્ષસુખની લાલસા હોય તેવા જીવને સંબોધન કરે છે....કે હે ભાઈ! જ્યાંસુધી તું પિતાના આત્માને નહિ જાણ ત્યાંસુધી તને મોક્ષસુખ નહીં મળે; પુણ્યરાગ વડે પણ મેક્ષસુખ નહીં સધાય. અહો, સુખને ભંડાર શુદ્ધ ચૈતન્ય ભગવાન, અંદરમાં ઊંડેઊંડે, રાગથી પાર બિરાજે છે. તેમાં નજર કર...તેને જોતાં જ તને મોક્ષસુખને સ્વાદ આવશે ને તારા ભવદુઃખને અંત આવશે. જે રાગથી તું સંસારમાં રખડ્યો તેનાથી જુદા ચૈતન્યસ્વભાવને જાણ–તે સંસારથી છૂટીશ. અતીન્દ્રિય આનંદથી ભરપૂર ચૈતન્યસ્વભાવ. જેમાં રાગ કશું પણ નથી, તેને તે વિશ્વાસ કરે નહિ, ને પુણ્યનોરાગને વિશ્વાસ કરે કે “આનાથી મને મુક્તિ મળશે – તે તે જીવ પુણ્ય કરીને સંસારમાં જ રખડશે, પુણ્યથી કાંઈ તેને મુક્તિ નહીં મળે.
– પુણ્યવડે અત્યારે મેક્ષ ભલે ન થાય, પણ ભવિષ્યમાં તે થશે?
હે ભાઈ! અત્યારે કે ભવિષ્યમાં જ્યારે પણ મોક્ષ થશે ત્યારે સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્રરૂપ વીતરાગભાવવડે જ મોક્ષ થશે, પુણ્યવડે નહીં થાય. પુષ્યનેય અભાવ થાય ત્યારે મેક્ષ થાય છે ને પુણ્યથી જુદા આત્માને જાણે ત્યારે મોક્ષમાર્ગ શરૂ થાય છે. મોક્ષમાર્ગની શરૂઆત પણ પુણ્ય વડે થતી નથી, રાગ વગરના શુદ્ધોપગ વડે જ મોક્ષમાર્ગની શરૂઆત થાય છે.
–વ્યવહારમોક્ષમાર્ગને નિશ્ચયને સાધક કહ્યો છે ને?
–ત્યાં અજ્ઞાનીની કે એકલા રાગની વાત નથી, ત્યાં તે જ્ઞાનીની વાત છે; જ્ઞાનને અંશે શુદ્ધતા સહિત વ્યવહાર હોય છે તેને સાધન કહ્યું છે, એકલા રાગને સાધન નથી કહ્યું, સમ્યદૃષ્ટિનેય જેટલા શુભ પરિણામ છે તે તે બંધનું જ કારણ છે, તે કાંઈ મોક્ષનું કારણ નથી.
અજ્ઞાની પણ પુણ્ય તે કરે છે ને સંસારમાં અહમિન્દ્ર પણ થાય છે, પણ પિતાના ચૈતન્યતત્ત્વને વિશ્વાસ કરતું નથીતે ખોટા રસ્તે ચડી ગયો છે. મેક્ષને બદલે સંસારના રસ્તે ચડી ગયે....તેને સમજાવે છે કે અરે ભાઈ! તારે સંસારમાંથી બહાર નીકળવું હોય તે એ રાગના રસ્તેથી તું પાછો વળ. રાગથી ધર્મ કેમ થાય? ધર્મ તે વીતરાગભાવ છે; રાગ તે અધર્મ છે, સંસાર છે, દુઃખ છે, મુનિજને વ્રત-સમિતિના શુભવિકલ્પનેય ટાળવા માંગે છે ને વીતરાગપણે સ્વરૂપમાં ઠરવા ચાહે છે.માટે તું પણ પુણ્યને મેક્ષનું કારણ ન જાણુ અણુમાત્ર રાગ રહે ત્યાં સુધી મેક્ષ નથી પમાડે. પુણ્ય-પાપથી પાર ચૈતન્યતત્વને જાણુ.તે જ મોક્ષનું કારણ છે.....એમ હવેના દેહામાં કહેશે. [૧૫] છે તેથી ન કર રાગ જરીયે ક્યાંય પણ મોક્ષેચ્છએ;
વીતરાગ થઈને એ રીતે તે ભવ્ય ભવસાગર તરે. હું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org