________________
[ ૪૧
આત્મસંબોધન |
દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધા ત્યારે જ સાચી થશે કે જ્યારે અંતર્મુખ થઈને તું પોતાના શુદ્ધાત્માની શ્રદ્ધા કરીશ. શુદ્ધાત્માના જ્ઞાન વગર દેવગુરુશાસ્ત્રની સાચી ઓળખાણ કે શ્રદ્ધા થતી નથી. દેવગુરુ શાસ્ત્ર તે એમ ફરમાવે છે કે નિજ આત્માનું અવલોકન તે જ મેક્ષનું કારણ છે, રાગ મોક્ષનું કારણ નથી; –તેનાથી ઊલટું તું એમ માન કે રાગ મોક્ષનું કારણ છે, – તે દેવ-ગુરુ-શાસ્ત્રને કયાં માન્યા?
પ્રભો! તે પોતે પોતામાં પૂરો, આનંદથી ભરેલો ભગવાન....તારે બીજા સામે જોવાની જરૂર ક્યાં છે? તારે પરવસ્તુની તે જરૂર નથી, ને પરની સામે જોવાની જરૂર નથી; એક-એકલે પોતાના સ્વતત્વની સન્મુખ દૃષ્ટિ કરીને અનુભવ કરતાં સમ્યગ્દર્શન ને મહા આનંદ થાય છે. આવું આત્મદર્શન તે જ નિશ્ચયથી મોક્ષને હેતુ છે.
–આવું આત્મદર્શન કેમ થાય?' તો કહે છે કે પર સન્મુખ રહીને શુદ્ધાત્માનું દર્શન નથી થતું, પર સન્મુખતા છોડીને અતરમાં તારું પોતાનું શુદ્ધ જ્ઞાયક તત્ત્વ મહા કિંમતી વિદ્યમાન છે તેને પરમ મહિમા અને અત્યંત રસ જાગે ત્યારે પરિણામ સ્વસમ્મુખ થઈને પરમ આત્માનું દર્શન થાય છે. –આ જ સમ્યગ્દર્શન છે, આ જ મોક્ષમાર્ગ છે, આ જ પંચપરમેષ્ટીપદમાં ભળવાને ઉપાય છે, ને આ જ ઉપાયથી મોક્ષપુરીના દરવાજા ખુલે છે.
“હે સ્વામી! તમે તે એક આત્માને જ જાણવાનું કહ્યું...ને તેને જ મોક્ષમાર્ગ કહ્યો, પરંતુ શાસ્ત્રોમાં તે ગુણસ્થાન-માર્ગણાસ્થાન વગેરેનું ઘણું વર્ણન આવે છે –તેનું શું?” તેને ખુલાસે કરે છે –
मग्गरण-गुरपठारगइ कहिया विवहारेण वि दठ्ठि। रिणच्छय-गइ अप्पा मुगहि जिम पावहु परमेठ्ठि ॥१७॥
ગુણસ્થાનક ને માર્ગણા, કહે દષ્ટિ વ્યવહાર
નિશ્ચય આતમજ્ઞાન છે પરમેષ્ઠી પદકાર. (૧૭) વ્યવહારનયની દષ્ટિથી જ જીવને ચૌદગુણસ્થાન, માર્ગણાસ્થાન વગેરે રૂપ કહેવામાં આવે છે, તે અશુદ્ધતા છે, તેના આશ્રયે પરમેષ્ઠીપદ પમાતું નથી. નિશ્ચયનયથી શુદ્ધ એક જ્ઞાયકભાવ-માત્ર જીવ છે, તેને જાણવાથી જ પરમેષ્ઠીપદ પમાય છે. નિશ્ચય-આત્માનું જ્ઞાન તે જ પરમેષ્ટીપદને પ્રાપ્ત કરાવે છે. તેને તું જાણુ....જેથી તું પરમાત્મપદને પામીશ.
જુઓ, એક દોહામાં નિશ્ચય-વ્યવહારને ખુલાસો કરી નાંખ્યો. નિશ્ચયથી એક જ્ઞાયકભાવરૂપ પરમતત્વ આત્મા છે, તે સદાય એકરૂપ અનુભવાય છે, સ્વસમ્મુખ થઈને
આ. ૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org