________________
૫૦ ]
[ યાગસાર-પ્રવચન : ૧૮
તે ગૃહસ્થ પણ મેાક્ષમાગ માં ધીમે ધીમે ચાલી રહ્યો છે, “મુનિવરો ઝડપથી ચાલી રહ્યા છે.
“ અમે તે ગૃહસ્થ....અમારે કાંઈ મેાક્ષમાગ હાય ! મેક્ષમાર્ગ તે ઘરખાર-ત્યાગી વનવાસી મુનિને જ હાય' એમ ન માની લેવું. કેમકે આત્મદર્શીન વડે મેાક્ષના દરવાજા શ્રાવક–ગૃહસ્થ પણ ખોલી શકે છે ને મેાક્ષસુખના થોડોક સ્વાદ ચાખી શકે છે. હા, એટલુ* વિશેષ કે મુનિ ઉગ્રપણે સ્વરૂપના પુરુષાથથી વાર વાર નિર્વિકલ્પ થઈ ને અતીન્દ્રિય આનંદને પ્રચુરપણે અનુભવતા થકા શીવ્રપણે મેક્ષનું ઉત્કૃષ્ટ સાધન કરે છે. ગૃહસ્થને એટલુ' ઉગ્ર મેાક્ષસાધન નથી હોતુ, તાપણુ આત્માનું ઉપાદેયપણું જાણીને અને રાગાદિનુ હેયપણું જાણીને તે મેાક્ષનું સાધન કરે છે. બહારમાં ઘર-વેપાર વગેરે સંબધી રાગપ્રવ્રુત્તિ હોવા છતાં અંતરની દૃષ્ટિમાં તે તે સદા જિનેશપદને ધ્યાવે છે, શુદ્ધ આત્મા જ તેની દૃષ્ટિમાં બિરાજી રહ્યો છે, તેમાં બીજાને કોઈ ને સ્થાન નથી.
પરમ ચૈતન્યસ્વરૂપ જે પેાતામાં વિદ્યમાન જ છે, તેને ગૃહસ્થ કેમ ન જાણી શકે? પોતાના સ્વરૂપને પાતે ઉપાદેય કરીને તેને અનુભવ કેમ ન કરી શકે ? –સંસારથી ભયભીત હોય તે જરૂર કરી શકે. ઘણા જીવાએ આવે અનુભવ કર્યાં છે.
આવા આત્માને ઉપાદેય કરવા માટે, એટલે કે તેના અનુભવ કરવા માટે રાગ કાંઈ સાધન નથી, રાગ તે આત્માના સ્વભાવથી દૂર છે, બહાર છે, તે સાધન નથી. પેાતાને પરમ ચૈતન્યસ્વભાવ નજીક છે, પેાતામાં જ છે, તે જ પેાતાના અનુભવનુ’ સાધન છે.— આ જ હું છું' એમ સ્વસન્મુખ થઈને [ વિકલ્પ વગર ] જાણવું—માનવુ તે જ તેને ઉપાદેય કર્યું. કહેવાય છે. ગૃહસ્થ પણ આમ કરી શકે છે કેમકે તેને આત્મા કયાંય ચાહ્યા ગયા નથી. પહેલાં ઊંધી ષ્ટિમાં તે દૂર હતા, હવે આ તદૃષ્ટિમાં તેને સમીપ કર્યાં કે આ હું...!' આવા સ્વાનુભવનું સાધન પણ આત્મા પોતે જ છે. સાધનરૂપ સમ્યક્ત્વાદિ પર્યાય પ્રગટી તે પેાતાના સ્વભાવની સમીપમાંથી જ પ્રગટી છે, રાગમાંથી કે પરમાંથી તે નથી આવી.
હું. જ્ઞાનના રિયે। છું ને સુખથી રિયા ....મારે શુદ્ધ આત્મા જ જગતમાં સૌથી કિંમતી ચીજ છે” એમ જાણે તેા તેની સન્મુખ થઈને તેમાં ઉપાદેયબુદ્ધિ કરેને ખીજા બધામાંથી ઉપાદેયબુદ્ધિ છૂટી જાય. તે સ્વભાવમાં તન્મય પરિણતિ તે જ તેનુ‘ ઉપાદેયપણુ છે, ને રાગાદિ પરભાવમાં તન્મયબુદ્ધિ ન થવી એ જ તેનું હેયપણુ છે. ધી ગૃહસ્થ આવા હૈય–ઉપાદેયના વિવેકપૂર્વક જિનપદને સદા ધ્યાવે છે, ને ભેદજ્ઞાનના બળે મેાક્ષને અલ્પકાળમાં સાધે છે. આત્મદર્શનના બળે મેાક્ષના દરવાજા તેને ખુલ્લી ગયા છે. ગૃહસ્થપણામાં હજી રાગાદિ ભાવે છે, પણ તેને તે મેક્ષના સાધન તરીકે નથી સ્વીકારતા, તે રાગાદિ ભાવાને પેાતાના સ્વભાવથી દૂર રાખે છે....તેનાથી ડરે છે, ને શ્રદ્ધાજ્ઞાનમાં પેાતાના શુદ્ધસ્વભાવને જ નજીક રાખ્યા છે....એક ક્ષણુ પણ તેનાથી જુદેષ્ઠ પડતા નથી; આ રીતે, રાગ વખતેય વીતરાગસમાધિની એક ધારા તેને વતે છે....જે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org