________________
૪૮ ]
[ ગસાર-પ્રવચન : ૧૮ ચક્રવર્તી હોય કે ગરીબ હોય, તિર્યંચ હોય, અરે નારકી પણ હોય,– છતાં તેની પાસેય ભગવાન આત્મા તે અંદર બેઠે છે ને?–પિતાના શુદ્ધ આત્માને અંતઃદૃષ્ટિથી દેખીને મેક્ષના માર્ગમાં તે પણ ચાલી શકે છે. તે જાણે છે કે – જે શુદ્ધ-ચૈતન્ય વસ્તુ મારામાં પડી છે તે જ મારે ઉપાદેય છે, ને જે વિષય-કષાયે છે તે ઉપાદેય નથી, હેય છે.– આવા હેય-ઉપાદેયના સાચા જ્ઞાન વડે ગૃહસ્થ પણ નિવણમાર્ગને પથિક છે, મેક્ષનો સાધક છે.
“–પણ અત્યારે તે પંચમકાળ છે ને!”
અરે ભાઈ! પંચમકાળમાં થયેલા મુનિનું આ કથન છે; ને પંચમકાળમાંય ગૃહસ્થને પણ આવું નિશ્ચય આત્મદર્શન થાય છે. વેપાર-ધંધા રાજ-પાટ કે રાગ –એ તે બધું આત્માના દર્શનથી બહાર રહી જાય છે, અને તે પરરૂપે જાણે છે. હેય સમજે છે, નિજરૂપ નથી માનત, ઉપાદેય નથી માનતે, તેમાં સુખબુદ્ધિ નથી કરતે; સ્વભાવમાંથી આવેલા અતીન્દ્રિયસુખને જ ઉપાદેય સમજે છે. –આવા હેય-ઉપાદેયના વિવેકવડે તે ગૃહસ્થ પણ મોક્ષના માર્ગમાં છે. ખરેખર તે “ગૃહ-સ્થ” નથી પણ “માર્ગ–સ્થ” છે. “પૃદોષ મોક્ષમાળ ..” –એ સમન્તભદ્રસ્વામીનું વચન છે.
તે ધર્માત્માને માટે પં. બનારસીદાસજીએ “Jથ હૈ... ચર્તા હૈ” એમ કહ્યું છે, કેમકે, ગૃહસ્થપણું તે તેની દૃષ્ટિમાંથી છૂટી ગયું છે, તેનાથી તે ઉદાસીન છે, ને મુનિ પણું હજી પ્રગટ્યું નથી, માટે તે “નથી ગૃહસ્થ કે નથી સાધુ.” -અમે તે ચૈતન્યસ્વરૂપે પૂર્ણ પરમાત્મા છીએ –એમ તે ધમી નિરંતર દેખે છે ને ક્યારેક-ક્યારેક શુદ્ધોપગી થઈને તે નિર્વિકલ્પ અનુભવ કરી યે છે. આવા સમ્યકત્વ ધારક ધર્માત્માને કુંદકુંદપ્રભુએ ધન્ય કહ્યો છે...મેક્ષને સાધવામાં તે શૂરવીર છે. તે અલ્પકાળમાં જ મુનિ થઈને મોક્ષને સાધી લેશે.
શ્રાવકે શું કરવું?’ –તો કહે છે કે શુદ્ધ સમ્યકત્વને ધારણ કરીને ધ્યાનમાં નિરંતર થાવવું; તે સમ્યકત્વના પરિણમનવડે જ શુદ્ધતા વધતાં વધતાં આઠે કર્મોને ક્ષય થઈને સિદ્ધપદ પમાય છે.
–આને અર્થ એમ નથી કે ગૃહસ્થપણામાં રહીને કેવળજ્ઞાન ને મોક્ષ પમાય છે! –ગૃહસ્થપણુમાં આત્મજ્ઞાન થાય પણ કેવળજ્ઞાન ન થાય; ગૃહસ્થને મેક્ષમાર્ગ હોય છે પણ સાક્ષાત્ મેક્ષ નથી. કેવળજ્ઞાન અને મેક્ષ તે પછી ગૃહસ્થપણું છોડીને, મુનિ થઈ શુદ્ધોપાગમાં લીન થાય ત્યારે જ થાય છે –એમ સમજવું. તીર્થકર જેવા પુરુષે પણ ચારિત્રદશા અંગીકાર કર્યા પછી જ કેવળજ્ઞાન પામે છે, તેમાં અપવાદ હોતું નથી.
ધર્મ -ગૃહસ્થને કેવળજ્ઞાન હોતું નથી પણ નિશ્ચય આત્મજ્ઞાન વડે તે કેવળજ્ઞાનના સાધક છે....કેવળજ્ઞાનને બોલાવે છે. મુનિઓની જેમ તેના શ્રદ્ધા-જ્ઞાનમાં પણ પરમાત્મા વસ્યા છે. આ રીતે જ્ઞાની-ગૃહસ્થનું જીવન પણ “કથંચિત્ મુનિ જેવું' છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org