________________
આત્મસંબોધન ]
- ૪૯ મોક્ષમાર્ગ મુનિઓના મનમાં “ભગવાન” વસે છે, રાગાદિ કષાયે એમના મનમાં વસતા નથી, દેહની ક્રિયાઓ એમના જ્ઞાનમાં વસતી નથી. હે ભવ્ય! તારે જે મુનિ જેવું જીવન જીવવું હોય તે તારા જ્ઞાનમાં શુદ્ધ આત્માને વસાવ ને રાગાદિ કષાયોને જ્ઞાનમાંથી બહાર કાઢી નાંખ.
મુનિઓના જ્ઞાનમાં વસેલે સુખસમુદ્ર ભગવાન આત્મા, તે વિષયસુખમાં રત જીને સર્વથા દુર્લભ છે. જેના મનમાં વિષયે વસે તેના મનમાં પરમાત્માને વાસ ક્યાંથી હોય? મુનિવરોની જેમ સાધક ધમાંત્મા-ગૃહસ્થ પણ પોતાના અંતરમાં શુદ્ધાત્માને વસાવ્યું છે ને રામાદિ પરભાવને જ્ઞાનમાંથી બહાર કાઢી નાંખ્યા છે. ઘરમાં રહેલા ધર્માત્માના મનમાં-રુચિમાં-જ્ઞાનમાં ઘર નથી વસ્યું પણ ચૈતન્યભગવાન વસ્યા છે. અહા, એ ધર્માત્માને તે ભગવાનના ઘરના તેડા આવ્યા છે....ભગવાન એને મેક્ષમાં બેલાવે છે...પિતાના હૃદયમાં ભગવાનને વસાવીને તે સિદ્ધપદ તરફ ચાલ્યા જાય છે.
મુતિ ધર્મ
શ્રાવક ધમ
ING
–આવું જીવન તે ધર્મોનું જીવન છે. બાકી જેના હૃદયમાં વિષય-કષાયે વસે છે, જેના અંતરમાં રાગની ને પુણ્યની અભિલાષા વરસે છે તેના હૃદયમાં ભગવાન–શુદ્ધ આત્મા વચ્ચે નથી, એટલે કે તે ભગવાનના માર્ગમાં આવ્યું નથી, વિષય-કષાયથી લેપાયેલું એનું જીવન તે સાચું જીવન નથી. હૃદયપલટો કરીને, શ્રદ્ધા-જ્ઞાન ચેખાં કરીને તેમાં
જ્યાં પરમાત્મ-તત્વને વસાવ્યું ત્યાં જીવન આખું ઊજળું થઈ જાય છે, સુખને સમુદ્ર અંતરમાં ઊછળવા માંડે છે. –આવું ઊજળું જીવન ધર્મી જીવે છે. તે જ ખરું જીવન છે. “તારું જીવન ખરું....તારું જીવન!”
જુઓ, ગૃહસ્થને એકલા વિષય-કષાયના પાપભાવે જ હોય છે –એમ નથી, તેને દેવદર્શન-પૂજ–સ્વાધ્યાય-દયા–દાન વગેરે પુણ્યના ભાવો પણ વિશેષ હોય છે, તીવ્ર અન્યાય અભક્ષ્ય વગેરે તે તેને હોતાં જ નથી, પણ તે અશુભ કે શુભ બધાય પરભાવથી પાર મારે શુદ્ધઆત્મા જ મારે ઉપાદેય છે –એમ તે જાણે છે, ને તે શુદ્ધ આત્માના આશ્રયથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org