________________
૪૦ ]
[ ગસાર-પ્રવચન : ૧૬ પિતાને સંબોધન કર્યું છે (આત્મસંબંધન કાજ... ); અને બીજુ-જેણે પિતાના ઉપગને આત્મસ્વરૂપમાં જે છે તે “યેગી” છે એટલે સમ્યગ્દષ્ટિ જીવ એગી છે. -ભલે તે અવ્રતી-ગૃહસ્થ હોય, પણ ચિદાનંદસ્વભાવની દષ્ટિમાં તેને આખા સંસાર પ્રત્યે વૈરાગ્ય વતે છે, એક ચૈતન્યમાં જ તેનું ચિત્ત લાગ્યું છે...ભગવાન આત્માના અતીન્દ્રિય આનંદનું તેને દર્શન થયું છે એટલે મોક્ષના દરવાજા ખુલી ગયા છે....મોક્ષના આનંદને સ્વાદ તેના અનુભવમાં આવી ગયે છે, એટલે બીજે ક્યાંય સુખ તે માનતા નથી. આવા સમ્યગ્દર્શનને પ્રધાન કરીને તેને જ મોક્ષનું કારણ કહ્યું, તેમાં બીજા રાગાદિ પરભાવને નિષેધ છે, પણ ચેતનના સર્વે ગુણેને રસ તે તેમાં અભેદપણે આવી જાય છે. “જ્યાં ચેતન ત્યાં સર્વગુણ –આત્માના અનંતગુણને રસ સ્વાનુભવમાં સમાઈ જાય છે.–
गुण अनंत के रस सबै अनुभवरसके मांही।
तातें अनुभव सारिखो दूजो कोउ नाहीं ॥ ભાઈ, તું શાંત અને ધીરે થઈને આ વાત સમજ. અંતરના શુદ્ધસ્વભાવ સાથે એકતા કરીને અનુભવ કરતાં તું મોક્ષમાર્ગમાં દાખલ થઈશ. પહેલાં રાગાદિ બાહ્ય ભારૂપે જ પોતાનું અસ્તિત્વ સ્વીકારતા ત્યારે જીવ બહિરાત્મા હતે; હવે રાગરહિત અનંત ચૈતન્યગુણના પિંડમાં ઉપગ જોડીને પિતાના અસ્તિત્વને અંતરમાં સ્વીકાર્યું એટલે તે જીવ અંતરાત્મા થયે, ને તેમાં જ રમણતા વડે અલ્પકાળમાં તે પરમાત્મા થશે.-આ મેક્ષપુરીમાં પ્રવેશવાને રસ્તે છે.
સીમધરભગવાન, મહાવીરભગવાન વગેરે સર્વે તીર્થકરો આવા મોક્ષમાર્ગને સાધીને સર્વજ્ઞ પરમાત્મા થયા છે; અનંત સિદ્ધ ભગવંતેએ આ જ રીતે મોક્ષમાર્ગ સાધીને સિદ્ધપદ પ્રાપ્ત કર્યું છે; ગણધરાદિ સંતમુનિજને આવા જ મેક્ષમાર્ગને સાધી રહ્યા છે. તે તીર્થકરો તથા ગણધરાદિ સંતે એ આ જ એક મેક્ષમાર્ગ બતાવ્યું છે. આ સિવાય બીજું કાંઈ પણ મેક્ષનું સત્ય કારણ જરાય નથી. હે ગી! આવા મેક્ષમાર્ગને તું જાણ.
જુઓ, આ વીતરાગનો માર્ગ જગતને સાંભળવા મળય મેં છે. જે તારે ભગવાનના કહેલા આવા મેક્ષમાર્ગને માન હોય, આ મેક્ષમાર્ગમાં આવવું હોય તે અન્ય ન કિંચિત્ માન”-બીજે કઈ માર્ગ માનીશ નહિ.
શુભરાગમાં મોક્ષમાર્ગ જરાક તે હશે ને!”—તે કહે છે કે ના. ભગવાને જે માર્ગ કહ્યો તેનાથી વિરુદ્ધ રાગાદિને જો તું મોક્ષમાર્ગ માને તે તે ભગવાનની વાત
ક્યાં માની? જો તારે ભગવાનને ખરેખર માનવા હોય તે તું ભગવાને કહેલા વીતરાગીમોક્ષમાર્ગને સ્વસમ્મુખ થઈને જાણ...ને રાગાદિ પરસમુખી કેઈ પણ ભાવને મોક્ષમાર્ગ ન માન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org