________________
આત્મસંબોધન |
[ ૩૭ આત્માને જાણ્યા વિના ઘણું પુણ્ય કરવાથી પણ મેક્ષ નથી માત
अह पुणु अप्पा णवि मुरणहि पुण्णु जि करहि असेस ।। तो वि ण पावहि सिद्धि-सुहु पुणु संसारु भमेस ।।१५॥ નિજ-રૂપને નથી જાણતો, પુણ્ય કરે છે. અશેષ,
ભમે તોય સંસારમાં શિવસુખ પામે ન લેશ. ૧૫ બંધ-મોક્ષના કારણોને જાણવાનું કહ્યું, ત્યાં કોઈને એમ થાય કે પુણ્ય તે ભિક્ષનું કારણ હશે?–તે કરતાં કરતાં તે મેક્ષ પમાશે! તેને ખુલાસો કરતાં આ દોહામાં સ્પષ્ટ કહે છે કે-ના ભાઈ! પુણ્ય કદી મોક્ષનું કારણ થતું નથી. અશેષ-પુણ્ય એટલે મિથ્યાષ્ટિપણામાં થઈ શકે તે બધાય પુણ્ય કરવા છતાં જીવને મોક્ષ ન થયે; આત્મજ્ઞાન વગરને તે સંસારમાં જ ભમે. આત્મજ્ઞાન જ મોક્ષનું કારણ છે. પિતાના નિજસ્વરૂપને જાણ્યા વગર અશેષ-પુણ્ય, ઘણાં પુણ્ય પણ જીવને મોક્ષસુખ જરાય આપી શકતા નથી. અરે, તે પુણ્યથી સમ્યકત્વ પણ નથી થતું ત્યાં મેક્ષની શી વાત! મેક્ષ અને મોક્ષમાર્ગ એ બંને પુણ્યથી જુદી જાતનાં છે, રાગ વગરનાં છે..
આત્મજ્ઞાન વગર વ્રત મહાવ્રત પાળીને અનંતવાર સ્વર્ગમાં ગયે તેપણ અજ્ઞાની જીવ લેશમાત્ર સુખ ન પામે. પુણ્યના ફળમાં શું પામે?...કે સંસાર ને સંસાર. પુણ્ય પણ જીવને સંસારમાં જ લઈ જાય છે, કાંઈ મોક્ષમાં નથી લઈ જતું. મોક્ષમાં તે સમ્યગ્દર્શન લઈ જાય છે. માટે હે જીવ! તું પુણ્યને કે તેના ફળને મહિમા છોડીને આત્માને ઓળખ.
कैवल्यसुस्यस्पृहाणां विविक्तमात्मानमधाभिधास्ये
જેને સ્વર્ગસુખની ને ઇન્દ્રિયભેગોની લાલસા હોય તેને માટે આ વાત નથી, આ તે જેને સંસારને ભય હોય, જેનું ચિત્ત વિષયેથી ઉદાસ થયું હોય ને જેને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org