________________
આત્મસંબંધન |
[ ૩૫ પ્રશ્નઃ–પૈસા દેવાથી મોક્ષ નથી થતો, પણ પુષ્ય તે થાય?
ઉત્તર:–ના પ્રથમ તે પૈસા આવવા-જવાની ક્રિયા જીવની નથી, પણ જડની છે. તે વખતે જીવના ભાવ અનુસાર તેને પુણ્ય પાપનું બંધન થાય છે. [ લાંચ દેવા કોઈ લાખ રૂપિયા આપતો હોય ત્યાં રૂપિયા આપવા છતાં તેને પાપ બંધાય છે. ] શુભભાવથી દાન કરે તો પણ પુણ્ય બંધાય છે તે પાપ કે પુણ્ય બંને, જીવને મોક્ષનું કારણ થતા નથી –એમ જાણવું. મક્ષ તે પોતાના સ્વસમુખ વીતરાગ પરિણામથી જ થાય છે.
હે જીવ! આ રીતે જિનવચન પ્રમાણે તું બંધ મેક્ષના કારણેને બરાબર જાણ..... બંને ભાવોને જુદા ઓળખ. (૧) બંધના કારણરૂપ પરસન્મુખ પરિણામ અને (૨) મેક્ષના કારણરૂપ સ્વસમુખ પરિણામ-એ બંનેનું ભેદજ્ઞાન કરીને, તું એક્ષપરિણામ તરફ વળ...ને બંધભાવોથી છૂટો પડી જા.-જેથી અલ્પકાળમાં તું મોક્ષને પામીશ.
જુઓ, આ મોક્ષની રીત.
જન્મ-મરણનાં દુઃખેથી જેને છૂટવું હોય ને મેક્ષસુખ પામવું હોય તેને માટે આ વાત છે. અનાદિકાળથી એક પછી એક ભવ કરીને ચારેગતિમાં દુઃખના ધેકા ખાય છે, બે ભવ વચ્ચે કયાંય આંતરે કે વિસામે નથી, વિભાવ કરીને ભવ કરે છે ને નવા-નવા શરીર ધારણ કરે છે,–તે કાંઈ જીવનું સ્વરૂપ નથી, અનંતા શરીર આવ્યા ને ચાલ્યા ગયા; જીવ સાથે એકેય રહ્યું નહિ; છતાં જીવ તેમાં પિતાપણું માનીને હેરાન થયેલ છે.
ટૂંકા દેહામાં વેગીન્દુદેવે બહુ સારી વાત સમજાવી છે.
અશુભ તેમજ શુભભાવે ધમાંત્માનેય સમ્યગ્દર્શનની સાથે હોય છે, રાગરૂપ બંધધારા ને ધર્મરૂપ મોક્ષધારા બંને ધારા સાધકને એકસાથે ચાલે છે, પણ શુદ્ધતાના સામર્થ્ય વડે તે બંધધારાને તેડને જાય છે, ને અલ્પકાળમાં મેક્ષને સાધી લે છે. તેને બંને ધારા હોવા છતાં, તેમાં નિશ્ચયરત્નત્રયરૂપ શુદ્ધભાવની જે ધારા છે તે તે એકલા મોક્ષનું જ કારણ થાય છે, તેને કેઈ અંશ બંધનું કારણ થતું નથી, ને રાગાદિને કઈ અંશ મોક્ષનું કારણ થતો નથી. બંને ધારા જુદી છે.–તેનું દષ્ટાંત:
ભાવનગરના રાજવી ભાવસિંહજીના કુંવરનું મૃત્યુ થતાં, છૂપા વેશે જોગીદાસ-ખુમાણ નામને “બહારવટિયે” ખરખરો કરવા માટે ભાવનગર આવ્યો.... આવીને પિક મૂકી. તેના અવાજથી રાજા તેને ઓળખી ગયા ને માથે હાથ મૂકી કહ્યું : “ખમૈયા કરે...જોગીદાસ!” લોકે એકદમ બોલી ઊઠયા–“અરે, આ તે બહારવટિયે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org