________________
|
૩૬ ]
[ ગસાર-પ્રવચનઃ ૧૪ ....એને પકડે..........મારે.... ત્યારે ભાવસિંહજી દરબાર કહે છે : ભાઈઓ ! આ જોગીદાસ અત્યારે “બહારવટે નથી આવ્યા, અત્યારે તે તે આપણું દુઃખમાં “ભાગીદાર” થવા આવ્યા છે...એને પકડાય નહીં.–જુઓ, આ ખાનદાનીને વિવેક. તેમ સમ્યગ્દષ્ટિજોગીને જેટલા રાગદ્વેષ છે તે તે બહારવટિયા જેવા છે, –મોક્ષને લૂંટનારા છે–પણ તેને કારણે કાંઈ તેના સમ્યગ્દર્શનાદિ શુદ્ધભાવેને બંધનું કારણ ન મનાય; તે ભાવે તે બહારવટાથી જુદા છે–સ્વજન છે,-સુખના ભાગીદાર છે, મેક્ષના સાધક છે.
રત્નત્રયને કોઈ અંશ બંધનું કારણ થાય નહીં. * રાગને કેઈ અંશ મોક્ષનું કારણ થાય નહીં. * રત્નત્રયરૂપ શુદ્ધભાવ તે મોક્ષનું જ કારણ છે.
* રાગાદિ અશુદ્ધભાવે તે બંધનું જ કારણ છે. –આમ ભગવાને કહ્યું છે માટે હે જીવ! તું તારા આત્મામાં બંધ-મક્ષના ભાવેને બરાબર જાણ; જાણીને બંધના કારણરૂપ અશુદ્ધભાવેને છેડને મોક્ષના કારણરૂપ શુદ્ધભાવેને આદર.જેથી તું મેક્ષ પામીશ.
આત્માને જાણ્યા વગર ઘણું પુણ્ય કરવાથી પણ મોક્ષ પાસે નથી–એમ હવે કહેશે.
*
*
મુમુક્ષુ જીવ દુનિયામાં ગમે ત્યાં હોય તે પોતાના આત્મહિતના ધ્યેયને
કદી ઢીલું કરતો નથી. ચૈતન્યસ્વરૂપની સ્વાનુભૂતિમાં રમતાં જ્ઞાનીઓને દેખીને મુમુક્ષુને સ્વાનુભવની
પ્રેરણા જાગે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org