________________
આત્મસંબોધન 1.
[ ૧૯ પરમાત્મપણું પ્રગટી જાય છે. આ રીતે એક જીવનું બહિરાત્મપણું “અનાદિ–સાંત” છે, અંતરાત્મપણું “સાદિ–સાંત” છે ને પરમાત્મપણું “સાદિ-અનંત છેઆત્મા “અનાદિઅનંત' છે. તે બહિરાભપણું, અંતરાત્મપણું ને પરમાત્માપણું–એ ત્રણે એક જીવને એક સાથે નથી હોતાં, ક્રમથી હોય છે.
ચિતન્યથી બાહ્ય એવા દેહાદિરૂપે કે ક્રોધાદિરૂપે જે પિતાને માને છે તે બહિરાત્મા છે, પિતાના અંતરમાં ક્રોધાદિથી રહિત ને દેહાદિથી ભિન્ન એવા પરમ આત્મસ્વરૂપને જે જાણે છે તે અંતરાત્મા છે, અને પિતાની પૂર્ણ પરમાત્મદશારૂપે પરિણમ્યા તે પરમાત્મા છે.–આ ત્રણેનું સ્વરૂપ હવેના ત્રણ દોહામાં બતાવશે....તે જાણીને શું કરવું?-કે અંતરાત્મા થઈને પરમાત્મસ્વરૂપે આત્માને દયાવજે ને બહિરાત્મપણાને છેડજે. હે જીવ! બહિરાત્મપણું હોવા છતાં, તેને છોડીને અંતરાત્મા તથા પરમાત્મા થવાની તારામાં તાકાત છે, તેથી કહ્યું કે ત્રણ પ્રકાર જાણીને બહિરાત્મપણું છોડ...ને અંતરાત્મ-ભાવથી પરમાત્મસ્વરૂપને ધ્યાવીને પરમાત્મા થા! હવે અનુક્રમે ત્રણ દેહામાં તે ત્રણેનું સ્વરૂપ કહે છે–
[ બહિરાત્મા....સંસારમાં ભમે છે ] मिच्छादसण-मोहियउ परु अप्पा ण मुणेइ ।
सो बहिरप्पा जिण-भणिउ पुण संसार भमेइ ।। ७ ।। મિથ્યામતિથી મહી જન જાણે નહીં પરમાત્મ, તે બહિરાતમ જિન કહે, તે ભમતો સંસાર. (૭)
[ અંતરાત્મા........ ભવને પાર કરે છે ! जो परियारणइ अप्पु परु जो पर भाव चएइ । सो पंडिउ अप्पु मुणहु सो संसारु मुएइ ॥८॥ પરમાત્માને જાણીને, ત્યાગ કરે પરભાવ, તે આત્મા પંડિત ખરો, પ્રગટ લહે ભવપાર. (૮)
[ પરમાત્માનાં અનેક ગુણવાચક નામ છે रिणम्मलु रिपक्कलु सुद्ध जिणु विण्हु बुद्ध सिव संतु ।
सो परमप्पा जिण-भणिर एहउ जाणि णिभंतु ॥६॥ નિર્મળ, નિકલ, જિનેન્દ્ર, શિવ, શુદ્ધ, વિષ્ણુ, બુદ્ધ, શાંત, તે પરમાત્મા જિન કહે, જાણે થઈ નિ બ્રાન્ત. (૯)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org