________________
૨૦ ]
[ યેાગસાર-પ્રવચન : ૭-૮–૯ બહારમાં અમુક ક્રિયા કરે અથવા ન કરે તેના ઉપરથી કાંઈ અહિરાત્માનું કે અંતરાત્માનું માપ થઈ શકતું નથી. અંદરમાં તેને આત્મબુદ્ધિ કયાં વર્તે છે તેના અભિપ્રાય ઉપરથી માપ છે. જે પેાતાના પરમાત્મસ્વરૂપને જાણતા નથી ને મિથ્યાબુદ્ધિથી મોહિત થઈ ને દેહાર્દિકને જ નિજરૂપ માને છે તેને જિનભગવાને અહિરાત્મા કહ્યો છે ને તે જીવ ફરીફરીને સ'સારમાં જ રખડે છે.
પંડિત આત્મા એટલે કે અંતરાત્મા તે પેાતાના પરમ આત્મતત્ત્વને જાણે છે ને ક્રોધાદિ પરભાવાને હેાડે છે, તે જીવ સંસારને છેડીને અલ્પકાળમાં જ મેાક્ષને પામે છે. મુક્ત થયેલા તે સજ્ઞપરમાત્માને અરિહંત, સિદ્ધ અથવા શુ, બુદ્ધ, જિન વગેરે અનેક ગુણવાચક નામથી કહી શકાય છે.આમ જિનવરદેવે કહ્યું છે, તેને હે જીવ! તું ભ્રાન્તિ રહિત જાણુ.
અંદરમાં પેાતાના આનદમૂર્તિ આત્મસ્વભાવના ઉલ્લાસ છોડીને, બહારના કોઈપણ રાગાગ્નિભાવેામાં ઉલસિત-વીય થઈને તેમાં સુખબુદ્ધિ કરે તે બહિરાત્મા છે. અંતરમાં ચૈતન્યના અતીન્દ્રિય આનંદને જે નથી જાણતા તેને જ રાગમાં ને બહારના વિષયામાં વિસ્મયતા થાય છે કે આહાહાહા.... ! ’—એમ મહારમાં પુણ્ય-પાપના ફળમાં રાજી થનારા જીવ અહિરાત્મા છે, ને તે સ'સારમાં દુઃખી થાય છે.—એમ દુઃખદાયક જાણીને તે અહિરામપણાને છેડો...ને પરમાત્મસ્વરૂપના ધ્યાન વડે અંતરાત્મપણું પ્રગટ કરો.
C
અંતરના સ્વભાવને અનુભવનારા સમ્યગ્દષ્ટિ જીવ ચક્રવર્તીના રાજવૈભવની વચે પણ અંતરાત્મા છે, તેની અનુભૂતિમાં સર્વે પરભાવાના ત્યાગ છે. બાહ્યમાં ત્યાગ ભલે ન દેખાય પણ અંદરમાં રાગ અને ચૈતન્યની ભિન્નતાના વિવેકથી તેના જ્ઞાનમાં બધાય પરભાવા સાથેનુ એકત્વ છૂટી ગયુ છે. અને પરમાત્માને નહિં જાણનારા અજ્ઞાની બહિરાભા, મહારમાં ભલે ત્યાગી હેય, છતાં અંતરમાં તેને રાગાદિ પરભાવા સાથે એકવબુદ્ધિ પડી છે, તેમાં સર્વે પરભાવાનુ ગ્રહણ છે, તેને એય પરભાવને ત્યાગ નથી. અંતરાત્મા જાણે છે કે હું જ્ઞાયકભાવ છું; એક રજકણથી માંડીને સર્વાંસિદ્ધિને વૈભવ તે બધાય મારાથી બાહ્ય છે, તેમાં આત્માને
ૐ ભવ્ય ! તું નિઃશંકપણે 'તરમાં પરથી ને કઈ લાભ-નુકશાન નથી.આમ જાણીને
શુદ્ધઆત્માને ગ્રહણ કરીને અતરાત્મા થા..ને અંતરમાં પરમાત્માનું ધ્યાન કર. એમ કરવાથી ભવદુઃખથી છૂટીને તું પોતે પરમાત્મા થઈ જઈશ.
અરેરે, ‘હું જ્ઞાનસ્વરૂપ છું' એમ પોતાના ખરા અસ્તિત્વને અજ્ઞાની જાણતા નથી, ને પેાતાના અસ્તિત્વને અહારમાં માને છે. અંદર અન ́તગુણથી ભરપૂર પોતાની ચૈતન્યસત્તાનું સામ્રાજ્ય છે, તે સુખથી ભરેલું છે, તેને ભૂલીને અજ્ઞાની ખહારના જડ–વૈભવના સામ્રાજ્યના સ્વામી થવા જાય છે ને મિથ્યામાહથી દુઃખી થઈને સ'સારમાં રખડે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org