________________
૨૪ ]
( ગસાર–પ્રવચન : ૭-૮-૯ મોક્ષમાર્ગના બધા ખુલાસા થઈ જાય, ને પરમાં કબુદ્ધિ વગેરે બધી બ્રમણ છૂટી જાય,
યુઃ– તે જ પરમાત્મા સર્વજ્ઞ, સ્વ-પર બધા તત્ત્વોને અનેકાન્તસ્વરૂપે બધે છે – જાણે છે તેથી બુદ્ધ છે. વસ્તુને એકાંત ક્ષણિક માને કે એકાંત નિત્ય માને, અનેકાન્તસ્વરૂપ ન જાણે છે તે ખરેખર બુદ્ધ નથી પણ અબુધ-અજ્ઞાની છે. સર્વજ્ઞ પરમાત્મા જ પરમબુદ્ધ બોધ સ્વરૂપ છે, તેમને જ સમસ્ત પદાર્થોને સાચે બેધ છે.
શિવ-શાંતઃ–તે જ સર્વજ્ઞપરમાત્મા શિવ એટલે કલ્યાણરૂપ છે, ને પરમ શાંત છે, કષાયનો કઈકેલાહલ તેમનામાં નથી, અકષાયપણે વીતરાગી શાંતરસની પૂર્ણ ધાર તેમનામાં વહે છે. જો કે અરિહંત પરમાત્માને તે દેહ પણ એકદમ શાંતમુદ્રાવાળો હોય છે – જાણે ઉપશમરસ વરસતો હોય !–પણ અહીં દેહની વાત નથી, અહીં તે આત્મા પોતે પરમાત્મદશા પામે તેની શાંતિની વાત છે. અહા, પરમાત્માની શાંતિની શી વાત ! જ્યાં સમ્યગ્દર્શનમાંય અપૂર્વ શાંતરસ વેદાય છે ત્યાં કેવળી–પરમાત્માના પૂર્ણ શાંતરસનું તે શું કહેવું ! '
ભાઈ, પરમાત્મા થવા માટે તું આવા પરમાત્માને ઓળખ ! તારો સ્વભાવ પણ આવો જ છે. પરમાત્માની આવી વ્યાખ્યા અનેકાન્તમય જૈનમાર્ગ સિવાય બીજે ક્યાંય હોતી નથી. આત્મા સ્વતંત્ર વસ્તુ છે, તે ત્રિકાળી ટકે પણ છે ને પર્યાયમાં પલટે પણ છે, તેથી તે બહિરાત્મપણાથી છૂટીને અંતરાત્મા ને પરમાત્મા થઈ શકે છે.–આવા દ્રવ્યપર્યાયરૂપ સ્વતંત્ર આત્માને સ્વીકાર હોય ત્યાં જ આત્માનું ત્રિવિધપણું બની શકે છે, બીજા એકાંતમતમાં બની શકતું નથી. જિનદેવે કહેલા આવા વસ્તુસ્વરૂપને નિ:શક જાણીને હે ભવ્ય! બહિરાત્મપણને તું શીધ્ર છેડ, અંતરાત્મા થઈને પરમાત્માને ધ્યાવ.... એટલે તને પણ તારા સ્વભાવમાંથી આવું પરમાત્મપણું પ્રગટ થશે.
અહીંની જેમ જ સમાધિશતકમાં પૂજ્યપાદસ્વામીએ પણ ત્રિવિધ આત્માનું વર્ણન કર્યું છે, ને “પરમાત્મા ”નાં અનેક નામે છઠ્ઠા કલેકમાં કહ્યા છે, તેમાં તે પરમાત્માને અવ્યય, પરમેષ્ટિ, પરાત્મા, ઈશ્વર વગેરે કહ્યું છે. તે પરમાત્મા પિતાના કેવળજ્ઞાનાદિ અનંત ચતુષ્ટયથી કદી ચુત થતા નથી, અથવા મોક્ષપદ છેડીને ફરીને કદી ભવમાં આવતા નથી માટે “અવ્યય” છે. પોતાના પરમસ્વરૂપમાં સ્થિર થયા હોવાથી તેઓ
પરમેષ્ટિ” છે, તેઓ જ “પરાત્મા” = પર–આત્મા = ઉત્કૃષ્ટ આત્મા છે; પોતાના જ્ઞાન આનંદરૂપ જે અનંતગુણવૈભવ તેના ઈશ-સ્વામી હોવાથી “ઈશ્વર’–પરમેશ્વર છે.
સમય” એટલે બધા પદાર્થો, તેમાં શ્રેષ્ઠ-સારભૂત હોવાથી તેઓ જ “સમયસાર” છે.– આવા ગુણસૂચક નામોથી “પરમાત્મા’ ઓળખાય છે.
સિદ્ધપરમાત્માને તે દેહ જ હોતો નથી; અરિહંત પરમાત્માને સંગરૂપે શરીર હોય તોપણ ખેરાક-પાણી, ભૂખ-તરસ, મળ-મૂત્ર કે રેગાદિ હોતાં નથીતેમને તે ચૈતન્યના અનંત-અતીન્દ્રિય આનંદનું જ ભેજન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org