________________
[ રેગસાર–પ્રવચન : ૧૨
• ૩૦ 1 સંસારની તેમજ મોક્ષની બંને વાત બતાવી દીધી છે.
જ્ઞાન-દર્શન–આનંદને પિંડ શુદ્ધ આત્મા હું છું એમ પહેલાં પરભાવથી છૂટું સ્વતત્ત્વ લક્ષણ લે–દષ્ટિમાં થે, તે તેમાં ઉપગની એકાગ્રતા વડે, પરભાવથી સર્વથા રહિત . એવા પરમપદને પામે. શુદ્ધતાના ઘોલનમાં વચ્ચે રાગાદિ કરવાનું ન આવે.
કેઈ કહે છે કે , શુદ્ધ આત્માને જાણી લઈએ. પણ પછી શું કરવું?
–અરે ભાઈ! આત્માનું સ્વરૂપ જાણ્યા પછી એ પૂછવું નહીં પડે. તરસ તે લાગી છે, હાથમાં પાણીને ખ્યાલ આવ્યા,-હવે શું કરવું?–એમ કાંઈ પૂછવું પડે ? ગટગટ પીવા જ માંડે ને તરસ મટાડે....તેમ જીવ મેક્ષને અર્થ થયો, આત્માને જિજ્ઞાસુ થયે, ને જ્ઞાનીજનો પાસેથી આત્માનું સ્વરૂપ જાણીને તેની અપૂર્વશાંતિને અનુભવ કર્યો.. શાંતિને દરિયે પોતામાં પ્રાપ્ત થયે....પછી પૂછવું નથી પડતું કે હવે શું કરવું? એ તે અંતરમાં એકાગ્ર થઈને શાંતરસનું પાન કરતાં-કરતે, પરભાવને છેડીને પરમાત્મા થઈ જાય છે.
–આત્માને જાણ્યા પછી તે શુભરાગ કરવાનું આવશે ને ? તે કહે છે કે ને...પછી પણ રાગને છોડવાનું ને વિતરાગતા જ કરવાનું આવશે. વચ્ચે રાગ આવશે તો તે હેયપણે આવશે, ચૈતન્યથી ભિન્નપણે આવશે. જ્ઞાની તેમાં રોકાશે નહિ, તેને મેક્ષનું સાધન માનશે નહિ; શુદ્ધાત્માના શેલનને જ સાધન બનાવીને તેના વડે રાગને તેડીને મોક્ષને સાધશે.
આત્મા ચૈતન્યસ્વરૂપ છે, તેને સ્વભાવ સ્વ-પરપ્રકાશક છે; આવા આત્માને જાણનાર ધર્મજીવ પોતાના શુદ્ધ આત્માને તે સ્વપણે પ્રકાશે છે; ને રાગાદિ સમસ્ત પરભાવોને પરપણે પ્રકાશે છે, તેને સ્વતત્વમાં એકમેક કરતા નથી.–આવા ભેદજ્ઞાન વડે નિજરૂપને જ નિજરૂપે જાણતાં મોક્ષ પમાય છે; ને દેહાદિ પરને નિજરૂપ માનતાં ભવભ્રમણ થાય છે.—બંને માર્ગ બતાવ્યા....તારે મેક્ષના માર્ગે આવવું હોય તે નિજરૂપને નિજ જાણ; પરને પરરૂપ જાણ.
આત્મા જડને પ્રકાશે ખરે પણ પિતે જડ ન થાય; આત્મા રાગને પ્રકાશે ખરો પણ પિતે રાગ ન થાય; કેમકે તેમને પરપણે જાણે છે. અને ચૈતન્યસ્વરૂપને સ્વઘરપણે પ્રકાશીને તેમાં તન્મય થઈને વસે છે. શરીર કે રાગ તે કાંઈ આત્માને વસવાનું ઘર નથી, તે તે પરઘર છે. પરઘરમાં રહેવું તે સંસાર છે; તેને છેડીને શુદ્ધાત્માના સ્વઘરમાં વસવાની ને મોક્ષ પામવાની આ વાત છે. ભવભ્રમણથી થાકી ગયેલા જીવને માટે આ “આત્મસંબોધન” છે; અરે જીવ! આત્માને ભૂલીને તું ઘણું-ઘણું ભવમાં રખડયો...બહુ દુઃખી થયોહવે બસ ! હવે તે તેનાથી છૂટવાને આ અવસર છે. માટે તારામાં રહેલા પરમતત્ત્વને જાણી લે...જેથી તારું આ ભવભ્રમણ છૂટી જાય.
[૧૨]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org