________________
આમ બોધન ]
[ ૩૧
* આત્મજ્ઞાન સહિત તપ વડે શીધ્ર પરમપદ-પ્રાપ્તિ જ
इच्छा रहियउ तव करहि अप्पा अप्पु मुणेहि ।
तो लहु पावइ परम-गई फुडु संसारु ण एहि ॥१३॥ વિણ પછી શુચિ–તપ કરે, જાણે નિજરૂપ આપ;
રાવર પાર્મ પરમપદ, તપે ન ફરી ભવ-તાપ. ૧૩. પ્રથમ તે જે આત્માને આત્મારૂપે જાણે, પછી તેના જ ચિંતનમાં ઉપયોગ એકાગ્ર થતાં બહારની કઈ શુભાશુભ ઇચ્છા જ ન રહે, તે ઈચ્છા વગરનો તપ છે, તેમાં ચૈતન્યની વીતરાગતાને પ્રતાપ છે, આવો તપ કરનાર જીવ ભવના તાપમાં તપતા નથી, તે શીધ્ર પરમપદને પામી જાય છે.
જુઓ, આ મોક્ષ માટે તપ! આત્માના જ્ઞાન વગર આ સમ્યક્ તપ હોતે નથી. એ જીવ તે કષાયમાં તપે છે, ચૈતન્યની શાંતિમાં ઠરતું નથી. આત્મજ્ઞાનથી જીવ નિર્વાણ પામે છે એમ ૧૨ મી ગાથામાં કહ્યું-અને જે તે જ્ઞાનની સાથે સ્વરૂપમાં એકાગ્રતારૂપ તપ હોય તે તે “શીઘ્ર” નિવણને પામે છે....એમ કહીને અહીં ચારિત્રવંત મુનિવરોની વિશેષતા બતાવી છે–તેઓ તે જ ભવે પણ મોક્ષને પામે છે.
ઈચ્છા વગરને-રાગ વગરને શુદ્ધ આત્મા જાયે હેય, રાગને દુઃખરૂપ જાણ્યો હોય ને રાગ વગરના ચૈતન્યમાં સુખ છે એમ અનુભવ્યું હોય,–તે તેમાં એકાગ્ર થઈને ઈચ્છાને નિરોધ કરે ને?—પણ રાગમાં ને ઈચ્છામાં જ જેને સુખ લાગતું હોય, એનાથી જુદા આત્માનું ભાન પણ જેને ન હોય, તે ઈચ્છાને નિષેધ ક્યાંથી કરે? ને ઈચ્છાનિરોધ વગરને તપ તે મોક્ષનું કારણ કેમ થાય? અજ્ઞાની ગમે તેટલા વ્રત–તપ–ઉપવાસાદિ કરે પણ તે માનું કારણ થતું નથી, ને તેને ભગવાને સાચે તપ કહ્યો નથી.
ચિતન્યના પ્રતાપરૂપ સાચે તપ તે તે નિર્જરા અને મોક્ષનું કારણ થાય છે....તે તપમાં આત્મા શોભી ઊઠે છે, તેમાં કલેશ કે દુ:ખનું વેદન નથી, તેમાં તે પરમ શાંતિનું વદન વધી જાય છે. અરેરે, અજ્ઞાનીજનો આવા તપનું સ્વરૂપ ઓળખતા નથી, ને બહારમાં તપ માની ભે છે, અથવા તપને મહાકણરૂપ સમજે છે. તપમાં તે ઉપગની શુદ્ધતા છે શુદ્ધસ્વરૂપમાં ચરવું..એકાગ્ર થવું. લીન થવું શુદ્ધતામાં આત્માનું પ્રતાપવું
તે જૈનધર્મને તપ છે; ને જ્યાં આવી શુદ્ધતારૂપ તપ હેય ત્યાં એવી મહાન શાંતિ થાય છે કે બહારના વિષયોની ઈચ્છા સહેજે અટકી જાય છે. આવા તપ વડે તુરત જ ભવને અંત આવી જાય છે.
પરથી ખસવું ને સ્વમાં વસવું એનું નામ તપ. પરથી જુદું પિતાનું સ્વ-રૂપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org