________________
આત્મસંબોધન |
[ ૨૫ પરમાત્મા–ભગવાન બધા નું જ્ઞાન કરે છે, પણ પિતે પુણ્ય-પાપના ફળમાં કોઈ જીવોને સ્વર્ગમાં કે નરકમાં મોકલતા નથી. તેમના કેવળજ્ઞાનરૂપ ચોપડામાં ત્રણકાળની બધી નેંધ છે, પણ કોઈનું કર્તાપણું કે રાગદ્વેષ નથી. કયે જીવ ક્યારે સમ્યગ્દર્શન કે કેવળજ્ઞાન પામશે, કયારે મોક્ષ પામશે, તે બધું તે પરમાત્માના જ્ઞાનમાં લખાયેલું–સ્પષ્ટ જણાયેલું છે. જેણે પરમાત્મા થવું હોય તેણે આવા પરમાત્માની ઓળખાણ કરવી ને તેવા જ પરમાત્મસ્વરૂપે પિતાના આત્માને ધાવવો....જેથી આત્મા પોતે અલ્પકાળમાં પરમાત્મપદને પામશે ને ભવદુઃખથી છૂટશે.
આ રીતે ત્રણ પ્રકારના આત્માનું સ્વરૂપ કહ્યું: હવે બહિરાત્મપણાનું ફળ તથા , અંતરાત્મપણાનું ફળ શું છે, તે બે દેહામાં બતાવશે.
[ ૬-૭-૮-૯ ]
વીતરાગી મોક્ષમાગને પડકાર કરતાં તે કહે છે કે અરે, રાગને ધર્મ માનનારા કાયરો ! તમે ચૈતન્યના વીતરાગ માગે નહિ ચડી શકો. ચેતન્યને સાધવાનો સ્વાધીન પુરુષાર્થ તમે નહિ પ્રગટાવી શકે. સ્વાધીન ચૈતન્યને તમારો પુરુષાર્થ ક્યાં ગયે? તમે ધર્મ કરવા નીકળ્યા છે, તે ચૈતન્યશક્તિની વીરતા તમારામાં પ્રગટ કરો, એ વીતરાગી વીરતા વડે જ મોક્ષમાર્ગ સધાશે.
અહે, વીતરાગી સંતની આવી હાક સાંભળીને કે ન જાગે? રાગના બંધન તોડીને વીતરાગી વીરમાર્ગમાં કેણ ન આવે !
અા
૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org