________________
આત્મસંબંધન ]
[ ૨૩ નિકલ પરમાત્મા’ કહેવાય છે, જ્ઞાન જ તેમનું શરીર છે, જડ શરીરને સંગ તેમને નથી. અથવા “કલ” એટલે કલુષતા-પાપ, તેનાથી રહિત હોવાથી પરમાત્મા “નિષ્કલ” છે.
શુદ્ધ –તે પરમાત્મા દ્રવ્યકર્મ–ભાવકર્મ-કર્મથી રહિત “શુદ્ધ” છે, બીજા કેઈન સંગ વગર, એકલા છે; એકલા હોવાથી શુદ્ધ છે, પરિપૂર્ણ છે. દ્રવ્યથી–ગુણથી–પર્યાયથી સર્વ પ્રકારે શુદ્ધ છે. તેમને ઓળખતાં આત્માનું શુદ્ધસ્વરૂપ ઓળખાય છે. તેથી કહ્યું કે પરમાત્મસ્વરૂપને ધ્યાવીને અંતરાત્મા થા.
વિન–મિથ્યાત્વ-ધાદિ ભાવે આત્માનું અહિત કરનારા હોવાથી શત્રુ છે, પરમાત્માએ વીતરાગભાવ વડે તેને જીતી લીધા હોવાથી તેઓ જિન છે. આ સિવાય બહારમાં કોઈ દુર્જનને કે રાક્ષસ વગેરેને મારે, કે ભક્તોને સહાય કરે—એવા રાગ-દ્વેષનાં કામ ભગવાન પરમાત્માને હેતાં નથી. પરમાત્મા તે ક્રોધાદિને જીતીને વીતરાગ થયા છે. મિથ્યાત્વાદિને જીતવાની અપેક્ષાએ તે સમ્યગ્દષ્ટિને ચોથા ગુણસ્થાનથી પણ “જિન” કહેવાય છે, એવા જિનોમાં શ્રેષ્ઠ હોવાથી પરમાત્મા જિનવર છે.
સિદ્ધ-અરિહંતા–પિતાના કેવળજ્ઞાનાદિ પ્રજનને સાધી લીધું હોવાથી તેઓ જ “સિદ્ધ” છે, તથા ઘાતકર્મોને ઘાત કર્યો હોવાથી તેઓ “અરિહંત' છે.
વિણ:–વિષ્ણુ એટલે સર્વમાં વ્યાપનારા; અહીં જૈનના વિષ્ણુની વાત છે. કઈ રીતે? સર્વજ્ઞ પરમાત્માનું જ્ઞાન સમસ્ત વિશ્વને જાણી લે છે તે અપેક્ષાએ ઉપચારથી તેમને સર્વમાં વ્યાપક અર્થાત્ વિષ્ણુ કહેવામાં આવે છે.
ત્રણકાળ-ત્રણલેકમાં કેઈપણ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ બાકી નથી કે જેને પરમાત્માનું જ્ઞાન જાણતું ન હોય. આ અપેક્ષાએ સ્તુતિમાં એમ કહેવાય છે કે હે ભગવાન! જગતના જડ કે ચેતન કેઈ પદાર્થ આપની સર્વજ્ઞતાની આણને લેપતા નથી, તે માટે કાંઈ તેમને ત્રાસ કે ભય આપવું પડતું નથી કે “મેં આમ જાણ્યું છે માટે તારે આમ પરિણમવું જ પડશે !” ભય કે ત્રાસ વગર, ભગવાને જેમ જાણ્યું તેમ જ પદાર્થો પરિણમે છે. સમ્યકત્વાદિ કાર્યમાં પુરુષાર્થ વગેરે અનેક કારણો એકસાથે ભગવાને જોયા છે. આવા સર્વજ્ઞસ્વભાવને સ્વીકાર પોતાના જ્ઞાનસ્વભાવની સન્મુખતાપૂર્વક જ થાય છે; રાગવડે કે રાગની સામે જોઈને તેને ખરે સ્વીકાર થઈ શકતું નથી. રાગથી ભિન્ન થયેલી જ્ઞાનપર્યાયમાં જ સર્વજ્ઞસ્વભાવને સ્વીકાર કરવાની તાકાત છે. આ રીતે “જ્ઞ–સ્વભાવી” ભગવાનનો નિર્ણય કરવામાં મેક્ષને અપૂર્વ સ્વસમ્મુખ પુરુષાર્થ આવી જાય છે. જે પરમાં કાંઈપણ ફેરફાર કરવાનું માને છે તે સર્વને માનતું નથી. જ્યાં સર્વને સ્વીકાર કર્યો ત્યાં પોતે પરનો અકર્તા થયે; –આવા વિતરાગી-જ્ઞાનભાવરૂપ પુરુષાર્થપૂર્વક તેને મોક્ષમાર્ગ શરૂ થઈ ગયે. જુઓ, સર્વજ્ઞ–પરમાત્માની ઓળખાણમાં આ બધા ગભર ન્યાયે આવી જાય છે. સર્વજ્ઞ–પરમાત્મા કેવા હોય તે ઓળખે તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org