________________
આત્મસંબોધન ]
' ૨૧ તેને સ તો કરુણાથી સંબોધે છે કે ભાઈ ! તું આવા બહિરામભાવને છોડને અંતરમાં તારા પરમ આત્મવૈભવને જે.
આત્મા ઇન્દ્રિથી ભિન્ન, અતીન્દ્રિય જ્ઞાનસ્વરૂપ છે, તેને બદલે ઈન્દ્રિયજ્ઞાનને પિતાનો સ્વભાવ માનીને, ઈન્દ્રિયવિષયમાં અટક્યો, તે પણ બાહ્યદષ્ટિવાળ-બહિરાત્મા છે, તેની બુદ્ધિ મોહથી બેહોશ થઈ ગઈ છે, તે બહારમાં જ્યાં-ત્યાં સુખ માનતે થક, દારૂડિયાની જેમ મિથ્યાત્વના દારૂથી મૂર્હિત થઈને, જ્યાં-ત્યાં પારકી ચેષ્ટાને પિતાની માને છે. પરમાત્માને પિંડલે અખંડ આત્મસ્વભાવ પોતે જ છે–તેને ભૂલીને કર્મજનિત ચેષ્ટાઓને–મનુષ્યપર્યાય તથા ક્રોધાદિક વિભાવોને તે પોતાનું સ્વરૂપ માનીને, તેમાં જ મોહિત થયે છે ને તેને લીધે સંસાર ભ્રમણના ભયાનક દુબે ભોગવી રહ્યો છે. તે દુઃખથી તું ભયભીત થયે હો તે હે જીવ ! અંતરમાં પોતાના પરમાત્મસ્વરૂપને તું દેખ....ને અંતરાત્મા થઈને તું પરમાત્માના પંથમાં આવી જા....મેક્ષમાર્ગમાં દાખલ થઈ જ...આમ ભગવાન જિનદેવ કહે છે.
આત્માના અનુભવ સહિતનું આવું અંતરાત્મપણું ચોથા ગુણસ્થાનથી શરૂ થાય છે; ત્યાં તેને અનંતાનુબંધી કષાયના અભાવરૂપ સ્વરૂપાચરણ અથવા “સમ્યક્ત્વ–આચરણ” વર્તતું હોય છે. ઉત્કૃષ્ટ અંતરાત્મપણું બારમા ગુણસ્થાને હોય છે, ત્યાં પૂર્ણ વીતરાગતા છે. પછી તે જીવ અંતમુહૂર્તમાં જ કેવળજ્ઞાન પ્રગટાવી સર્વજ્ઞ–પરમાતમાં થાય છે ને સંસારથી છૂટી જાય છે.
અંતરાત્માએ પોતાના અંતસ્વભાવને જાણીને તેને આશ્રય કર્યો છે ને પરદ્રવ્યને પિતાથી બાહ્ય જાણીને તેને આશ્રય છોડ્યો છે. તે આત્મા ભેદજ્ઞાની છે, તે પંડિત છે, શૂરવીર છે, જિનેશ્વરને લઘુનંદન છે, મોક્ષના માર્ગમાં છે, ને તે ભવસાગર તરી જાય છે. અંતરમાં સ્વભાવ અને પરભાવને જુદા જાવે તેમાં બધું આવી ગયુંતે જીવ અંતરાત્મા થઈ ગયે ને મોક્ષમાર્ગમાં આવી ગયે–તે ધન્ય છે.
જેણે પિતાના પરમાત્મસ્વભાવને સ્વાનુભવવડે ગ્રહણ કરી લીધે ને પરભાવોને ભિન્ન કર્યો, તેણે જિનવાણીના ૧૨ અંગને સાર ગ્રહણ કરી લીધે; કેમકે જિનવાણીમાં ભગવાને જે કાંઈ ઉપદેશ દીધો છે તે આત્માના શુદ્ધસ્વભાવના ગ્રહણ માટે અને પર ભાવના ત્યાગ માટે જ દીધું છે. જ્ઞાનસ્વરૂપ ભગવાન આત્મા આખો જ્યાં પ્રત્યક્ષ સ્વસવેદનમાં આવી ગયો ત્યાં જિનવાણીનું કોઈ રહસ્ય તેને બાકી ન રહ્યું સ્વાનુભવમાં તેણે આત્માના સ્વભાવને તાગ લઈ લીધો. તે જ ખરો પંડિત-અંતરાત્મા છે, અપકાળમાં ભવનો નાશ કરીને તે પરમાત્મા થઈ જશે.
જેને કોઈ પણ બાહ્યવિષયમાં, રાગમાં, પુણ્યમાં કે પુણ્યફળમાં સુખબુદ્ધિ છે, તેને બહારમાં લગેટી માત્રને પણ પરિગ્રહ ન હોય તે પણ, તે જીવ બહિરાત્મા છે, તેના અભિપ્રાયમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org