________________
આત્મસંબોધન ]
[ ૧૭ હોય ને તેનાથી છૂટવા ચાહતે હો તે, વ્યવહારના આશ્રયે જેટલા પરભાવ થાય છે તે બધાયમાં લાભની બુદ્ધિ છેડી દે, તેમને દુઃખરૂપ જાણ. આ રીતે પરભાવોને ત્યાગ ને શુદ્ધાત્મ-ચિંતનમાં એકાગ્રતા થતાં જે વીતરાગી-સમભાવ થાય છે તે જ ભગવાન મહાવીરે કરેલી ને કહેલી સામાયિક છે. સામાયિક કહો કે શુદ્ધાત્માનું ચિંતન કહી,–તે મોક્ષનું કારણ છે.
ભાઈ તું પોતે નિર્મળગુણોથી ભરેલે ભગવાન, પિતાનું ધ્યાન કર.-તેમાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર ત્રણેય આવી ગયા. તે જ સંવર-નિર્જરા છે, તેમાં રાગ નથી એટલે આસવ-બંધ નથી; તેમાં મિથ્યાત્વાદિ પરભાવ છૂટયા તે જ પ્રત્યાખ્યાન થયું.-આ રીતે શુદ્ધાત્મચિંતન તે જ મોક્ષસુખને ઉપાય છે. શુદ્ધાત્માનું ચિંતન તે કારણ છે ને મોક્ષસુખની પ્રાપ્તિ તેનું કાર્ય છે, તે બંને રાગ વગરની છે ને પોતામાં જ સમાય છે.
મને ભૂમિકા પ્રમાણે રાગ આવે, પણ તે જાણે છે કે શુભ રાગ પણ નિરર્થક છે, કેમકે તે રાગ વડે નથી બહારનું કામ થતું, કે નથી અંદર આત્મામાં જવાતું.આમ સર્વે બાહ્યભાવને નિરર્થક સમજીને તેનાથી ભિન્ન શુદ્ધાત્માને ધ્યાવે તે મોક્ષનું કારણ છે.
શુદ્ધ આત્મા કે?—કે પુણ્ય-પાપ વિનાને; એક સમયની પર્યાય જેવડાય નહિ સચ્ચિદાનંદ સ્વસત્તાથી પરિપૂર્ણ, કેવળજ્ઞાનની શક્તિથી ભરેલે, ભગવાન પૂર્ણાનંદી-પ્રભુ.... આવા આત્માનું અંતર્મુખ અવલોકન કરીને, તેને ધ્યાનમાં ધ્યાવતાં તે નિર્મળપણે પરિણમીને આનંદ સહિત અનુભવમાં આવે છે, એટલે આત્મા ભવદુઃખથી છટીને મોક્ષસુખને પામે છે.
–....આ મોક્ષનો માર્ગ ! [ ૪-૫]
બહિરાત્મા, અંતરાત્મા, પરમાત્માનું સ્વરૂપ, તે જાણીને બહિરાત્મભાવ છોડ, અંતરાત્મા થા, પરમાત્માને ધ્યાવ.
ભવદુઃખથી ભયભીત જીવને દુઃખથી છૂટવા ને મેલસુખ પામવા માટે શુદ્ધાત્માનું ચિંતન કરવાનું કહ્યું ત્યાં પ્રશ્ન થાય છે કે આત્મા કેટલા પ્રકારનાં છે– કે જેમાંથી શુદ્ધ આત્માનું ચિંતન કરવાનું કહે છે?
તેના ઉત્તરમાં કહે છે કે સાંભળ! આત્મા ત્રણ પ્રકારનાં છે– આ. ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org