________________
૧૬ ]
[ સાર--પ્રવચન : ૪–૫ ભાઈ --માન, રાગ-દ્વેષ વગેરે બધા પરભાવ વગર રહી શકે એવું તારું તત્ત્વ છે, માટે બધાય પરભાનું લક્ષ છોડીને આનંદમય શુદ્ધસ્વભાવને લક્ષમાં લે તેને ધ્યાવતાં જ તને મેક્ષસુખને અનુભવ થશે....ને તારા ભવદુખ છુટી જશે.
આ તે અંદરના અતીન્દ્રિયસ્વભાવની વાતું છે...એમાં રાગની જરાય ભેળસેળ પાલવે તેમ નથી. આવા સ્વભાવના જ્ઞાન વગર બીજી કોઈ રીતે સુખ થાય તેમ નથી.
અહા, જેને દેવગતિમાંય ચેન નથી પડતું, પુણ્યમાં ને સ્વર્ગના વિભવમાંય જેને સુખ નથી લાગતું....તે જીવ સંતે પાસે આવીને ધા નાખે છે કે પ્રભો! આ ભવદુઃખથી મારે કેમ છૂટવું? આ જીવ હવે ક્યા રાગમાં અટકશે? જે પરભાવમાં એને દુઃખ લાગ્યું તે તરફ હવે કેમ જાશે ?—જેમ કેઈ ખેડૂત બળદને નાક વીંધીને નાથવા, કે ખસી કરાવવા લુહારવાસમાં લઈ ગયે; બળદને ભયંકર પીડા થઈ થડા દિવસ પછી તે બળદ બેવાઈ ગયે; ત્યારે ખેડૂત તેને ગત–ગત લુહારવામાં આવ્યો ને લુહારને પૂછ્યું-“ભાઈ, મારે બળદિયે અહીં આવ્યો છે –કેમકે થડા દિવસ પહેલાં હું તેને અહીં નાથવા લઈ આવે એટલે કદાચ ફરીને તે અહીં આવ્યું હોય ! ”
લુહારે કહ્યું : અરે ભાઈ! એ તે કાંઈ ફરીને અહીં આવે? જયાં એને ભયંકર પીડા થઈ તે બાજુ હવે એ ન આવે.—એ તે કેઈકના ખેતરમાં ચરતે હશે. તેમ જ મુમુક્ષુ જીવ સંસાર દુઃખથી ખરેખર ભયભીત થયેલ છે તે ફરીને અવતારમાં આવવા નથી માંગતે ત્યાંથી આઘો ભાગે છે એટલે કે ઉપગને ત્યાંથી પાછો વાળીને શુદ્ધાત્માના ચિંતનમાં જોડે છે. જ્યાં ખરેખર દુઃખ લાગે ત્યાં જીવ જાય નહિ; તે તે પરભાવથી પાછા વળીને ચૈતન્ય તરફ જ આવે કે જ્યાં આનંદને ચારો ચરવા મળે છે. “સંસારમાં જેને કયાંય ન ગમે તે આત્મામાં જ ગમાડે....” ને તેમાં તેને આત્માના સાચા સુખનું વેદના થાય એ જ મોક્ષને માર્ગ છે.
જુઓ, બહુ ટૂંકામાં, સરળ રીતે મોક્ષને માર્ગ બતાવી દીધું છે.
અરે જીવ! શું તને પરભામાં કે વિષયોમાં સુખ લાગે છે?—તે તને ભવદુઃખને ભય નથી ને મેક્ષસુખને પ્રેમ નથી. જે ભવને ભય હેય તે સંસારમાં ક્યાંય (શુભરાગમાં–પુણ્યમાં કે વૈભવમાં પણ) ચિત્ત ઠરે નહિ; તે જીવ સર્વે પર ભાન પ્રેમ છેડીને આત્માને પ્રેમ કરે ને તેને શુદ્ધપણે ધ્યાવે. પરભાવ રાખીને મેક્ષ કેમ સધાય? રાગવડે શુદ્ધતા કદી ન પમાય માટે તેને છોડ, તેમાં હિતબુદ્ધિ છોડ. જેનાથી કેઈપણ કર્મ બંધાય (–ભલે તે તીર્થંકરપ્રકૃતિ હોય તે પણ) તે પરભાવ છે ને તેને છોડીને શુદ્ધાત્માના ધ્યેયે જ મેક્ષસુખ પમાય છે.
અરે, જે રાગને એક કણ પણ રહી જશે તે માટે બે ભવ કરવા પડશે ને ગર્ભ–જન્મનાં ૬ બે સહન કરવા પડશે”—આમ હે જીવ! તને જે દુઃખને ભય લાગે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org