________________
૧0
આઠ દૃષ્ટિની સજઝાય (૨) જો વાદળ વિનાની રાત્રિ હોય તો કંઈક અંશમાત્રથી જ
દેખાય છે. (૩) જો વાદળથી છવાયેલો દિવસ હોય તો તેનાથી પણ કંઈક
વધુ સ્પષ્ટ જણાય છે. (૪) જો વાદળ વિનાનો દિવસ હોય તો તેથી પણ વધારે સ્પષ્ટ દેખાય છે.
આ ચારે સ્થાનોમાં જોનારા જો બાળકો હોય તો શેય વસ્તુ તેઓને જેવી જણાય છે તેના કરતાં જોનારા પુરુષો યુવાન અથવા વૃદ્ધ હોય તો વધુ સ્પષ્ટ દેખે છે. તથા ઉપરોક્ત ચારે સ્થાનોમાં જોનારાની આંખ ખામી વાળી (વિકલ = ઝામર અથવા મોતીયા વાળી) હોય તો જે દેખાય, તેના કરતાં ખામી વિનાની આંખ હોય તો અત્યન્ત સ્પષ્ટ જણાય છે. આ પ્રમાણે ઘટ-પટ આદિ એક સરખા સમાન શેયમાં પણ દેખનારાના ભેદથી, દેખવાના સાધનના ભેદથી, દેખવાના કાળના ભેદથી અને દેખવાની રીતભાતના ભેદથી હીનાધિપણે અતિશય ભિન્ન ભિન્ન રીતે જેમ વસ્તુઓ જણાય છે, તેવી જ રીતે આ જીવ અનન્ત જ્ઞાનનો સ્વામી હોવા છતાં જ્ઞાનાવરણીય આદિ કર્મોથી તે ગુણ અવરોયેલો છે. તેથી તેની હીનાધિકપણે ક્ષયોપશમની માત્રાથી અને મોહનીયકર્મની હીનાધિકપણે ચિત્ર-વિચિત્રતાથી સમાન દૃશ્યને દેખવામાં પણ ફરક પડે છે, તેથી સામાન્ય દૃષ્ટિના પણ આવા અનેક ભેદો થાય છે.
આત્મા આદિ તત્ત્વો કોઈને એકાન્ત નિત્ય દેખાય છે. કોઈને એકાન્ત અનિત્ય દેખાય છે. કોઈને પંચભૂતાત્મક આત્મા જણાય છે. કોઈને સ્વતંત્ર આત્મા દ્રવ્ય જણાય છે. આ પ્રમાણે દૃષ્ટિદોષથી જ દશ્ય વસ્તુ ભિન્ન ભિન્ન જણાય છે. અને તેમાં જ
છે. કોઈને પણ
દષ્ટિદોષથી લઈને સ્વતંત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org