________________
પાંચમી સ્થિરા દૃષ્ટિ
મિત્રા, તારા, બલા અને દીપ્રા આ ચાર દૃષ્ટિઓથી આ આત્માનો આધ્યાત્મિક વિકાસ ઘણો સારો થયો છે. મિથ્યાત્વ દશા ઓગળી ગઈ છે. મુક્તિ-મુક્તિમાર્ગ-સર્વજ્ઞ-અને સર્વજ્ઞની દેશના રુચિ ગઈ છે. સાંસારિક ભાવો તરફ તખ઼લોહપદન્યાસની જેમ અણગમો પ્રગટ થયો છે. સાંસારિક બધા જ સુખદાયક સંજોગો કાળાન્તરે અવશ્ય વિયોગવાળા જ છે. અને વિયોગકાળે અતિશય દુ:ખદાયી જ છે. તેથી મોક્ષની રુચિ લાગી ગઈ છે. મોક્ષે જવાની ભારે તાલાવેલી પ્રગટ થઈ છે. કુતર્ક કદાગ્રહ આદિ અનાદિની મોહની ચાલ ત્યજીને આ આત્મા સરળ સમજુ અને આત્મહિતનો સાચો અર્થી બન્યો છે. નિર્ધ્વસ પરિણામ ત્યજીને કોમળ, દયાળુ, દાક્ષિણ્યતા અને ઉદારતા આદિ ગુણોવાળો બન્યો છે.
–
સાચું તત્ત્વજ્ઞાન જાણવાની જિજ્ઞાસા, તત્ત્વ સાંભળવાની ઇચ્છારૂપ શુશ્રુષા અને સદ્ગુરુજી પાસે સાચા તત્ત્વનું શ્રવણ પ્રાપ્ત કર્યું છે. તેનાથી મોક્ષપ્રાપ્તિની રઢ લાગી છે. પરંતુ તેનો માર્ગ હજુ હાથમાં આવ્યો નથી. તત્ત્વશ્રવણ ચોથી દૃષ્ટિમાં આવ્યું હોવાથી આ જીવને એ ખ્યાલ આવ્યો છે કે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્રથી જ મુક્તિની પ્રાપ્તિ થાય છે. મુક્તિના ઉપાયભૂત તે સાધનસામગ્રી પ્રાપ્ત કરવાની તાલાવેલી લાગી છે.
જે આત્માને જે સાધ્ય સાધવું હોય, તેના સાધનોનું પરિપૂર્ણ અને યથાર્થ જ્ઞાન હોય, પરંતુ તે સાધન, સામગ્રીની અપ્રાપ્તિ હોય તો તે આત્માને ઘણું જ દુઃખ હોય છે. આ વાત સ્વાભાવિક છે. તેવી જ રીતે આ મુમુક્ષુ આત્માને મુક્તિ સાધવા માટેના ઉપાયભૂત સમ્યગ્દર્શનાદિ સ્વરૂપ રત્નત્રયી પ્રાપ્ત ન થઇ હોવાથી અપાર દુઃખ વર્તે છે. આ દુ:ખ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org