________________
૨ ૨૫
આઠમી પરા દૃષ્ટિ
तात्त्विकः पक्षपातश्च, भावशून्या च या क्रिया । अनयोरन्तरं ज्ञेयं, भानुखद्योतयोरिव ॥ २२३॥ खद्योतकस्य यत्तेजस्तदल्पं च विनाशि च । विपरीतमिदं भानोरिति, भाव्यमिदं बुधैः ॥ २२४॥
અર્થ - તાત્વિક એવો પક્ષપાત અને ભાવશૂન્ય એવી જે ક્રિયા આ બન્નેની વચ્ચે સૂર્ય અને આગીયાની જેમ અંતર જાણવું. ર૨૩/
આગીયાનું જે તેજ છે. તે અલ્પ છે અને વિનાશી છે. પરંતુ સૂર્યનું તેજ તેનાથી વિપરીત છે. આ હકીકત પંડિત પુરુષોએ વિચારવી. |ર ૨૪ો
આ પ્રમાણે કુલયોગી અને પ્રવૃત્તચોગી આત્માઓ જ તાત્ત્વિક પક્ષપાતવાળા હોવાથી આવા ગ્રંથો ભણવાના અધિકારી છે. તેથી તેવા આત્માઓને જ આવા ગ્રંથોનું શ્રવણ કરાવજો. પરંતુ કદાગ્રહી, અજ્ઞાની અને અહંકારી આત્માઓને અમૃતના પાનતુલ્ય આવા યોગના મહાગ્રંથો આપવા યોગ્ય નથી. કારણકે તેથી તેઓનું અહિત થવાનો સંભવ છે. ૬ ગુહ્યભાવ એ તેહને કહીએ, જેહશું અંતર ભાંજે છા જેહશું ચિત્ત પટંતર હોવે, તેહશું ગુહ્ય ન છાજે છા યોગ્ય અયોગ્ય વિભાગ અલહતો કરશે મોટી વાતો છી ખમશે તે પંડિત પરિષદમાં, મુષ્ટિપ્રહારને લાતો જાકા
ગાથાર્થ - આ યોગ શાસ્ત્રોના ભાવો અતિશય ગૂઢ છે. ગુહ્ય ભાવો છે. તેથી તેઓને જ કહેજો કે જેઓના હૃદયનું ઉપદેશકથી જે અંતર હતું. તે ભાંગી ગયું હોય, જેઓના ચિત્ત ઉપર મોહનાં પડળો (આવરણો) હોય છે. તેઓની સામે ગુહ્યભાવ કહેવા તે શોભતા નથી, જે ઉપદેશક યોગ્ય-અયોગ્ય જીવોનો વિભાગ કરવાનો વિવેક રાખતો નથી અને યોગના
આ. ૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org