________________
૨૨૪
આઠ દૃષ્ટિની સઝાય જાણવાનો, સાંભળવાનો, અને શક્ય તેટલા આચરણનો પક્ષપાત છે. તેઓના હૈયામાં આ યોગધર્મની પ્રીતિ જામી ગઈ છે. તેથી યોગના ગ્રંથો સાંભળવાથી અને સંભળાવવાથી અવશ્ય તેઓનું હિત (કલ્યાણ) થવું સંભવિત છે. તથા પોતાના કલ્યાણની અપેક્ષા હોવાથી અવિધિ દોષ દૂર કરી વિધિ પ્રાપ્ત કરવા પૂર્વક શુદ્ધિ મેળવવાનો પણ પક્ષપાત છે. તેથી તેઓમાં શ્રવણ અને શુદ્ધિનો પક્ષપાત હોવાથી યોગની દૃષ્ટિઓના વર્ણનને સમજાવતા આવા આવા ગ્રંથોથી તેઓનું અવશ્ય હિત થશે જ. એમ સમજીને અમે આ યોગની આઠદષ્ટિની સઝાયની રચના કરી છે.
પ્રશ્ન - તત્ત્વશ્રવણનો પક્ષપાત માત્ર જ હોય અને તેવા પ્રકારનું આચરણ ન હોય તો શું કલ્યાણ થાય ?
ઉત્તર - હા. ક્રિયા રહિત કેવળ શુદ્ધભાવ, અને શુદ્ધભાવથી શૂન્ય એવી ક્રિયા માત્ર, આ બન્નેમાં કેટલું અંતર છે ? તેની ખબર છે ? તે સમજવા માટે એક ઉદાહરણ સમજાવે છે કે આકાશમાં ઝળહળતો સૂર્ય અને માત્ર રાત્રિમાં અને તે પણ અંધકારમાં નહીવત્ ચમક્તો એવો ખજુઓ, આ બન્નેમાં જેટલું અંતર છે. એટલું જ અંતર ઉપરોક્ત બન્નેમાં છે. સૂર્યના પ્રકાશની સામે આગીયાના પ્રકાશની કોઈ કિંમત નથી. તેવી રીતે ક્રિયા રહિત શુદ્ધભાવની સામે ભાવશૂન્ય ક્રિયાની કોઈ કિંમત નથી. ક્રિયાશૂન્ય ભાવ અને ભાવશૂન્ય ક્રિયા આ બન્નેમાં આટલું મોટું અંતર છે. તે મુમુક્ષુ સાધકે બરાબર લક્ષ્યમાં લેવું જોઈએ.
* સૂર્યના તેજ જેવા તાત્વિક પક્ષપાતવાળા જીવો જ આવા ગ્રંથો ભણવાના અને - સાંભળવાના અધિકારી છે. પરંતુ ભાવશૂન્ય ક્રિયામાત્રના આગ્રહી, અતત્ત્વમાં તત્ત્વબુદ્ધિ કરી કદાગ્રહી અને અહંકારી બની કલેશ કરનારા જીવો આવા ગ્રંથો ભણવાના અનધિકારી છે. શ્રી યોગદષ્ટિસમુચ્ચયમાં પણ કહ્યું છે કે -
Jain Education. International
For Private & Personal Use Only
www.jainelibrary.org