________________
૨૨૨
આઠ દૃષ્ટિની સજઝાય અને ફલાવંચક એમ ત્રણમાંથી પ્રથમ યોગાવંચકને આ આત્માઓ પામેલા છે. અને શેષ બે અવંચક્યોગને પામવાની ઇચ્છાવાળા છે. આ રીતે અહિંસાદિ યોગનાં અંગો, ઇચ્છા આદિ તેના ભેદો, અને અવંચકત્રય ઇત્યાદિ યોગોનું ચક્ર (સમુહ) તેઓમાં પ્રવર્તવા માંડે છે. તેથી તેઓને પ્રવૃત્તચક્રયોગી કહેવાય છે. જો કે આ પદોના અર્થ પહેલી ઢાળમાં આવ્યા છે. તો પણ ગ્રંથકારશ્રી અતિશય સંક્ષિપ્ત પણે માર્મિક રીતે આ જ ગાથાની છેલ્લી પંક્તિમાં ઈચ્છા આદિ ચારેના અર્થો સમજાવે છે.
(૧) ઇચ્છાયમ-શુદ્ધ રુચે શુદ્ધ એવી રુચિ, પ્રીતિ, અર્થાત્ અહિંસાદિ પાંચ પ્રકારના યમધર્મો ઉપર, તથા તે પાંચ પ્રકારના યમધર્મોનું પાલન કરનારા મહાત્માઓ ઉપર હાર્દિક પ્રીતિ, તેઓની કથાઓ ઉપર પણ પ્રેમ, અને તેવા ગુણો મેળવવાની નિરાશસભાવે તીવ્ર ઇચ્છા તે ઇચ્છાયમ.
(૨) પ્રવૃત્તિયમ - પાળે - અહિંસા આદિ પાંચે ય ધર્મોનું યથાર્થ પાલન, વિષય અને કષાયોની વાસનાને છોડીને આત્માના ઉપકાર અર્થે જે પાલન તે પ્રવૃત્તિમ.
(૩) સ્થિરતાયમ - અતિચાર ટાળે - પ્રતિદિન અહિંસાદિ યમધર્મોનું આચરણ કરતાં કરતાં અભ્યસ્ત વિષય થઈ જવાથી અતિચારાદિ દોષોને ટાળીને નિર્દોષ રીતે કરાતી તે પ્રવૃત્તિને સ્થિરતાયમ કહેવાય છે.
(૪) સિદ્ધિયમ - ફળ પરિણામેજી - નિર્દોષ પ્રવૃત્તિ નિરંતર કરતાં કરતાં તે પ્રવૃત્તિના ફળનું પોતાનામાં પરિણામ આવવું. પોતે તે પ્રવૃત્તિમાંથી યથાર્થ પરિપક્વ થઈને બહાર આવે તેને સિદ્ધિયમ કહેવાય છે. પ્રાપ્ત થયેલી આ સિદ્ધિ બીજામાં પણ સંપાદન કરી શકાય એવી નક્કર ગુણની જે પ્રાપ્તિ તે સિદ્ધિયમ કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org