________________
આઠમી પરા દૃષ્ટિ
૨૨૭ જો શ્રોતાવર્ગ ભવાભિનંદી જ હોય, મોહને પરતંત્ર જ હોય, યોગકથા ઉપરના પ્રેમ-બહુમાનાદિથી રહિત હોય તેવા આત્માઓ કે જેઓના ચિત્ત ઉપર મોહરાજાનાં ઘણાં ઘણાં પડલો પડેલાં છે. તેના જ કારણે ઉપદેશક ગુરુ વૈરાગી અને શ્રોતા રાગી, ઉપદેશક યોગથાપ્રિય અને શ્રોતા યોગકથા પ્રત્યે અપ્રિય, ઉપદેશક યોગી અને શ્રોતા ભોગી, ઉપદેશક મુમુક્ષુ અને શ્રોતા ભવસુખરાગી, ઈત્યાદિ રીતે ઉપદેશક અને શ્રોતાવર્ગ વચ્ચે જો અંતર હોય તો ઉપદેશક એવા ગુરુ ભગવન્તોએ કહેલી યોગધર્મની વાતો શ્રોતાના હૈયા સુધી પહોંચતી નથી. ઉપદેશક ઉપદેશ આપવાનું કામ કરે અને શ્રોતા તે વિષય ઉપર પ્રેમ ન હોવાથી અન્ય કોઈ વિષયમાં જ લીન હોય. ત્યાં વાત કરવાની મઝા ન આવે. લોકમાં પણ આ વાત પ્રસિદ્ધ છે કે “જ્યાં મનમેળ હોય ત્યાં જ કોઈ પણ વાત કરવાની મઝા આવે.”
જ્યાં મનમેળ ન હોય ત્યાં વાતે વાતે વાંધા ઊભા થાય. તેવા શ્રોતાઓ કુતર્કો લગાવે, પોતાના મનમાન્યા અર્થો કલ્પીને ગુરુજીની વાતને ઉડાવવાના પ્રયત્નો કરે. ગુરુજીને પણ તત્ત્વ સમજાવવું એ માથાના દુખાવા રૂપ થઈ જાય. આવું મિથ્યાત્વમોહાદિ કર્મોનું પાલ
જ્યારે શ્રોતાના ચિત્ત ઉપર હોય અને તેના કારણે ગુરુ અને શિષ્યની વચ્ચે અંતર ભાંગ્યું ન હોય, પરંતુ સાચે જ અંતર હોય તો આવા રત્નચિંતામણિ તુલ્ય ગ્રંથો તેવા આત્માઓને ન ભણાવવા.
૧. દૂધ પુષ્ટિકારક છે. શક્તિવર્ધક છે. તેનું સેવન કરવાથી શરીર બલિષ્ઠ બને. પરંતુ જેની હોજરી કામ ન કરતી હોય, સંઘયણી આદિનો રોગ થયો હોય, તો પેય અને પુષ્ટિકારક એવું પણ દૂધ અપાતું નથી. તથા આવા આત્માને જે દૂધ નથી અપાતું તે પણ તેના હિતની બુદ્ધિથી જ, નહીં કે દ્વેષબુદ્ધિથી.
૨. પરમાન ઘણું શ્રેષ્ઠ અન્ન છે. પુષ્ટિકારક છે. પરંતુ તે આહારને પચાવવા અસમર્થ પુરુષને પરમાન અપાતું નથી.
|
બને. પરંતુ જો
પય અને ૫
અપાતું
Jah Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org