________________
આઠમી પરા દૃષ્ટિ
૨૨૯ કારણે અપયશ અને નિંદા પણ વહોરવી પડે. ઘણી વખત “ખોટી વસ્તુ એટલી બધી વ્યાપ્ત બની જાય છે કે સાચી વસ્તુ હવે ખોટી લાગતી હોય છે.” તેથી જ અયોગ્યને આવા પ્રકારની ઉંચી વાતો વાળા ગ્રંથો આપવાથી આપનારને જ ગચ્છ બહાર મુકવા રૂપ મુષ્ટિપ્રહાર, અને અપયશ તથા આલોચના આપવા રૂપી લાતોના પ્રહાર સહન કરવાના દિવસો આવે છે માટે યોગ્ય-અયોગ્યનો ભેદ કરીને યોગ્યને જ આવા ગ્રંથો આપવા, અને અયોગ્યને ન આપવા. જેથી આપનારને મુષ્ટિપ્રહાર અને લાત ન ખાવી પડે. તથા અયોગ્ય એવા તે આત્માનું પણ વધારે અહિત ન થાય. Iછી સભા ત્રણ શ્રોતા ગુણ અવગુણ નંદીસૂત્રે દીસે છા તે જાણી એ ગ્રંથ યોગ્યને, દેજો સુગુણ જગશેજી લોક પૂરજો નિજ નિજ ઇચ્છા, યોગભાવ ગુણ રયજી શ્રી નયવિજય વિબુધપયસેવક, વાચક યશને વયણેજીટા
ગાથાર્થ-શ્રોતાઓની સભા ત્રણ પ્રકારની હોય છે, તેના ગુણઅવગુણનું વર્ણન શ્રી નંદીસૂત્રમાં કર્યું છે. તે બરાબર જોઈને યોગ્ય આત્માઓને જ ઉત્તમ એવા ગુણગરિષ્ઠ પુરુષોએ આવા ગ્રંથો આપવા.
પંડિત શ્રીનવિજયજી મહારાજ સાહેબના ચરણકમલના ઉપાસક શ્રી યશોવિજયજી મહારાજાનાં વચનો રૂપે લખાયેલા આ જે જે યોગ સંબંધી પદાર્થો છે તે રૂપી ગુણરત્નોને પ્રાપ્ત કરીને ઉત્તમ આત્માઓ પોતપોતાની (આત્મકલ્યાણ સાધવાની) ઇચ્છાને પૂર્ણ કરનારા થાઓ..ટો.
વિવેચન “યોગ્ય આત્માને જ આવા ગ્રંથો ભણાવવા પરંતુ અયોગ્યને ન ભણાવવા.” આ વિષય ઉપર ગ્રંથકારશ્રી યશોવિજયજી મ. સા. નંદીસૂત્રની સાક્ષી આપે છે. નંદીસૂત્રમાં તત્ત્વ સાંભળનારા શ્રોતાઓની સભા ત્રણ પ્રકારની કહી છે. (૧) જ્ઞાયક, (૨) અજ્ઞાયક, અને (૩) દુર્વિદગ્ધ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org