Book Title: Ath Drushtini Sazzay
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 247
________________ ૨૩) આઠ દૃષ્ટિની સઝાય જ્ઞાયક - દૂધ અને પાણી મિશ્ર થયાં હોય તો જેમ તેને રાજહંસ જુદાં પાડે છે, તેમ જે શ્રોતાઓ ગુણ-અવગુણનો વિવેક કરી શકે, વક્તાએ કહેલી વાતમાંથી ગુણકારી તત્ત્વને ગ્રહણ કરે, અને જે તત્ત્વ પોતાને લાભકારી નથી એમ સમજાયું છે. તેને અલાભદાયી સમજીને ત્યજી શકે. એમ ગુણ-અવગુણનો ભેદ કરી શકે તે જ્ઞાયક શ્રોતા કહેવાય છે. અજ્ઞાયક - હરણીયાંઓના બચ્ચાની જેમ જે શ્રોતાઓ અતિશય મુગ્ધ છે. ભોળા છે. ભદ્રિક છે. સાચા-ખોટાનો વિવેક કરવામાં અસમર્થ છે. તેવા અજ્ઞાનીઓની જે સભા તે અજ્ઞાયક શ્રોતા કહેવાય છે. દુર્વિદગ્ધ - વસ્તુસ્થિતિ ન સમજાઈ હોય, તે પણ સમજાઈ ગઈ છે. એમ માને, અને અડધું જ ભણ્યા હોય તો પણ બધું જ આવડે છે એમ માનીને ડંફાસ ઘણી કરે, અહંકાર ઘણો કરે, ઉપદેશકની વાત સામે ખોટા તર્કો - કુતર્કો કરે, ઉપદેશકની આ વાત બરાબર નથી. હું તમને બરાબર આ અર્થો સમજાવીશ. એવું જે કહે તે દુર્વિદગ્ધ શ્રોતા કહેવાય છે. નંદીસૂત્રમાં આ પ્રમાણે ત્રણ પ્રકારની સભા કહી છે. તેથી જો યોગ્ય અને અયોગ્ય એમ બન્નેને બધા ગ્રંથો ભણાવાતા હોત તો આ ત્રણ ભેદોનું કથન વ્યર્થ જ થાય. તેથી નંદીસૂત્રના પાઠની સાક્ષી સમજીને ગુણ-અવગુણોનો ભેદ કરે એવા જ્ઞાયક સભાઓના શ્રોતાઓને જ આવા ગ્રંથો આપજો. અને અજ્ઞાયક તથા દુર્વિદગ્ધ નામની બીજી અને ત્રીજી સભાના શ્રોતાઓને આવા ગ્રંથો ન ભણાવજો. અયોગ્યને જો ગુરુ ભણાવે તો તે ગ્રંથ ભણાવનારને આવા ગ્રંથોની અવજ્ઞા કર્યાનું મહાપાપ લાગે. શ્રી યોગદષ્ટિસમુચ્ચયમાં કહ્યું છે કે अवज्ञह कृताल्पापि, यदनाय जायते । अतस्तत्परिहारार्थं, न पुनर्भावदोषतः ॥ २२७॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258