________________
આઠમી પરા દૃષ્ટિ
૨૩૧ અર્થ - આવા મહાગ્રંથો ઉપર કરેલી અલ્પ પણ અવજ્ઞા મહા-અનર્થ માટે થાય છે. આ કારણથી તે અવજ્ઞાના પરિવાર માટે જ અમે અયોગ્યને સૂત્રદાનનો નિષેધ કહીએ છીએ. પરંતુ હૃદયમાં કોઈ પણ પ્રકારના શ્રેષભાવના દોષથી નિષેધ કરતા નથી.
આ આઠદષ્ટિની સજઝાય પૂજ્યપાદ મહામહોપાધ્યાય ન્યાયાચાર્ય ન્યાયવિશારદ શ્રી યશોવિજયજી મહારાજશ્રીએ બનાવી છે. તેઓ પૂજ્યપાદ પંડિતવર્ય શ્રી વિજયજી મહારાજશ્રીના ચરણકમળના ઉપાસક (શિષ્યો હતા. તેઓ અન્તમાં જણાવે છે કે આ સજઝાયમાં લખેલા યોગના ભાવોને અતિશય સુંદર રીતે જાણીને તેના દ્વારા ગુણો રૂપી રત્નો મેળવીને આ સંસારના જીવો પોતપોતાના મનોવાંછિતોને પામજો.
અનેક ગ્રંથોના રચયિતા યાકિનીમહારાસૂનુ એવા હુલામણા નામથી પ્રસિદ્ધિ પામેલા શ્રીહરિભદ્રસૂરીશ્વરજી મહારાજશ્રીએ યોગના વિષયને સમજાવતા ચાર ગ્રંથો બનાવ્યા છે. તેમાંના “શ્રી યોગદૃષ્ટિસમુચ્ચય” નામના ૨૨૮ ગાથાવાળા ત્રીજા ગ્રંથમાં આ આઠે દષ્ટિઓનું વર્ણન અતિશય વિસ્તારથી આપેલું છે. તેનું અવલંબન લઈને સંસ્કૃત - પ્રાકૃત ભાષાના અનભિજ્ઞ જીવોના ઉપકાર માટે મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજશ્રીએ યોગદષ્ટિની આઠ સજઝાયો સરળ રીતે ગુજરાતી ભાષામાં કાવ્યરૂપે બનાવી છે. ગુજરાતી ભાષામાં યોગના મહાન વિષયોને આવરી લેતી આ સક્ઝાય બનાવીને તેઓશ્રીએ આપણા ઉપર અનહદ ઉપકાર કર્યો છે. તેઓશ્રીને લાખો લાખો વંદન.
આ પ્રમાણે આઠદૃષ્ટિની સજઝાય ઉપર લખાયેલું આ ગુજરાતી વિવેચન
જ...મા....૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org