Book Title: Ath Drushtini Sazzay
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
Catalog link: https://jainqq.org/explore/001188/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાચાર્ય - ન્યાયવિશારદ મહોપાધ્યાય પૂ. શ્રી યશોવિજયજી મહારાજ સાહેબ વિરચિત Its (ાળી ) ૧ મિગ ) lah સમાધિ આસોંગ Hokor ધ્યાના રોગ પ્રતિપત્તિ | પ્રવૃત્તિ જિજ્ઞાસા ઉદ્વેગ Hello શુશ્રુષા ક્ષેપ મીમાંસાં (Bierzole laall - આસન bliotek pojina labis SMS શs પ્રત્યાહાર araj n)) શ3 | / Hellelaik INોર છે ? અનુવાદક ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા Page #2 -------------------------------------------------------------------------- ________________ TD । नमोत्थुणं समणस्स भगवओ महावीरस्स ન્યાયાચાર્ય-ન્યાયવિશારદ-મહામહોપાધ્યાય પરમ પૂજ્ય શ્રી યશોવિજયજી મ. સા. વિરચિત શ્રી આઠ દષ્ટિની સજ્ઝાય : વિવેચક : ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા TU; : HSIRIS : શ્રી જૈન ધર્મ પ્રસારણ ટ્રસ્ટ ૭૦૨, રામસા ટાવર્સ, ગંગા-જમના એપાર્ટમેન્ટ પાસે, અડાજણ પાટીયા, સુરત-૩૯૫ ૦૦૯. ( INDIA ) ફોન : ૨૬૮૮૯૪૩ Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક જૈન ધર્મ પ્રસારણ ટ્રસ્ટ ૭૦૨, રામસા ટાવર્સ, ગંગા-જમના એપાર્ટમેન્ટ પાસે, અડાજણ પાટીયા, સુરત-૩૯૫ ૦૦૯. (INDIA) ફોન : ૨૬૮૮૯૪૩ ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા : સરસ્વતી પુસ્તક ભંડાર ૭૦૨, રામસા ટાવર્સ, પુસ્તકોના વેપારી ગંગા-જમના એપાર્ટમેન્ટ પાસે, હાથીખાના-રતનપોળ અડાજણ પાટીયા, સુરત-૯. અમદવાદ-૩૮૦ ૦૦૧. (INDIA) ગુજરાત (INDIA) ફોન : ૨૬૮૮૯૪૩ પ્રાપ્તિ ફોન : ૫૩૫૬૬૯૨ સુઘોષા કાર્યાલય સ્થાન, શ્રી યશોવિજયજી જૈન શેખનો પાડો, રિલીફ રોડ, સંસ્કૃત પાઠશાળા ઝવેરીવાડની સામે, સ્ટેશન રોડ, રંગમહોલના નાકે, અમદાવાદ-૩૮૦ ૦૦૧. મહેસાણા. ફોન : ૫૧૩૨૭ INDIA (ઉત્તર ગુજરાત) ફોન : ૨૧૩૧૪૧૮ ( INDIA ) સેવંતીલાલ વી. જૈન ૨૦, મહાજન ગલી, ઝવેરી બજાર, મુંબઈ. ફોન : ૨૪૧૨૪૪૫ શ્રી જૈન પ્રકાશન મંદિર ૩૦૯૪, ખત્રીની ખડકી, દોશીવાડાની પોળ, અમદાવાદ. ફોન : પ૩પ૬૮૦૬ વિક્રમ સંવત ૨૦૫૯ ઈસ્વીસન ૨૦૦૩ વીર સંવત-૨પર૯ દ્વિતીય આવૃત્તિ કિંમત : રૂા. ૫૦-૦૦ કમ્પોઝ-પ્રિન્ટીંગ-બાઇન્ડીંગ ભરત ગ્રાફીક્સ ન્યુમાર્કેટ, પાંજરાપોળ, રિલીફરોડ, અમદાવાદ-૧, ફોનઃ ૨૧૩૪૧૭૬, ૨૧ર૪૭૨૩ Page #4 -------------------------------------------------------------------------- ________________ કરવાના સર્વે આત્માઓ અનાદિકાલીન મોહનિદ્રામાં સુતેલા છે. મોહ અને અજ્ઞાનની પરતંત્રતાથી સંસારના સુખોમાં મગ્ન છે. પરંતુ સંસારનાં પાંચે ઇન્દ્રિયોનાં વિષયસુખો પરિણામે અનેકવિધ દુ:ખોને આપનારાં જ છે તે તે સુખો મેળવવામાં પણ દુઃખ, મળેલાને સાચવવામાં પણ દુઃખ, અને છતાં વિયોગ થાય ત્યારે અપાર દુઃખો છે. સુખકાળે પણ અનેક ઉપાધિઓથી ભરપૂર એ સુખો છે. તેથી પરમકૃપાળુ વીતરાગ ભગવંતોએ આવા માયામય અને ભ્રમજાળ સ્વરૂપ સાંસારિક સુખોમાંથી પ્રીતિ ઘટાડીને અનંત જ્ઞાન - અનંત દર્શન અને અનંત ચારિત્રાદિ આત્મીય ગુણોના સ્વાધીન અને સર્વથા દુઃખ મુક્ત એવા આત્મિક સુખ તરફની પ્રીતિ કરાવવા માટે ધર્મદેશના આપી છે. તે ધર્મદેશનાથી ઘણા જીવો સંસાર તર્યા છે. અને વર્તમાનકાલે પણ સંસાર તરે છે. ' પરમાત્માની તે ધર્મદેશનાને પૂર્વના આચાર્યોએ જુદા જુદા ગ્રંથોમાં અનેક પ્રકારે ગુંથી છે. તે આચાર્યોમાં લગભગ છઠ્ઠા સૈકામાં થયેલા, ૧૪૪૪ ગ્રંથોના રચયિતા, યાકિની નામનાં સાધ્વીજી મ. સાહેબથી પ્રતિબોધ પામેલા અને જૈન શાસનની દીક્ષા ગ્રહણ કરી મહાપ્રભાવક થયેલા એવા આચાર્યશ્રી હરિભદ્રસૂરીશ્વરજી મ.સા. થયા. કે જેઓએ યોગના વિષય ઉપર યોગવિંશિકા, યોગશતક, યોગદષ્ટિસમુચ્ચય અને યોગબિંદુ નામના ચાર મહાગ્રંથો બનાવ્યા છે. પાતંજલ ઋષિ, ગોપેન્દ્ર મુનિ આદિ અનેક ઇતરદર્શનના યોગાચાર્યો પ્રત્યે પણ હાર્દિક બહુમાનપૂર્વક તેઓના ગ્રંથોનો પણ અભ્યાસ કરીને નવનીત સ્વરૂપે આ ગ્રંથો બનાવ્યા છે. તે ચારે ગ્રંથોમાં શ્રી યોગદષ્ટિસમુચ્ચય ગ્રંથ ૨૨૮ ગાથાનો છે જેમાં યોગધર્મની આઠ દૃષ્ટિઓનું સંસ્કૃત ભાષામાં પદ્યબદ્ધ કાવ્યરૂપે સુંદર વર્ણન કરેલ છે. આ આત્માને ક્રમશઃ મોક્ષની સાથે જે જોડે તે યોગ. એવી યોગની વ્યાખ્યા કરીને આઠ દૃષ્ટિઓ સમજાવતાં તેમાં ઘણા વિષયો સમજાવ્યા છે. તેના ઉપર સ્વોપજ્ઞ સંસ્કૃત ટીકા પણ પોતે જ બનાવી છે. સારી રીતે સમજાય તેવો સવિસ્તર ભાવાનુવાદ કરીને અમે ત્રણ વર્ષ પૂર્વે (વિ. સંવત ૨૦૫૬) પ્રકાશિત કર્યો છે. Page #5 -------------------------------------------------------------------------- ________________ આ જ આઠ દૃષ્ટિઓનું વર્ણન સમજાવવા માટે ગુજરાતી ભાષામાં કાવ્ય સ્વરૂપે ત્રણસો વર્ષ પૂર્વે થયેલા ન્યાયાચાર્ય ન્યાયવિશારદ મહામહોપાધ્યાય ૫. શ્રી યશોવિજયજી મહારાજ સાહેબે આઠ દૃષ્ટિની સક્ઝાય બનાવી છે. આઠ દૃષ્ટિઓની આઠ ઢાળરૂપે જુદા જુદા રાગે ગાઈ શકાય તેવી સુંદર આ સઝાયની રચના કરી છે. આ સક્ઝાય પૂજ્ય આચાર્યદેવ શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મ. સાહેબ રચિત શ્રી યોગદષ્ટિસમુચ્ચય ગ્રન્થના આધારે બનાવી છે. ગુજરાતી ભાષામાં આવાં ઉંચા તત્ત્વો સમજાવવા અને આ બાલ-ગોપાલ જીવોનો ઉપકાર થાય તેવા ઉમદા આશયથી આ સક્ઝાય બનાવી છે. સંક્ષેપમાં સંસાર તરફ આ આત્માની જે દૃષ્ટિ હોય છે તે ઓઘદૃષ્ટિ કહેવાય છે. અને આત્માની શુદ્ધિ કરીને મુક્તિ પ્રાપ્ત કરવા તરફ જે દૃષ્ટિ થાય છે તે યોગદષ્ટિ કહેવાય છે. ક્રમશઃ વિકાસ પામતી એવી દષ્ટિના આઠ ભેદ પાડવામાં આવ્યા છે. (૧) મિત્રા દૃષ્ટિ - જ્યારથી ધર્મ તરફનો અને મુક્તિ તરફનો અનાદિકાલીન એવો દ્વેષ ઘટે છે અને પ્રીતિ થાય છે. આત્મશુદ્ધિ કરવાનું લક્ષ્ય બંધાય છે. ત્યારથી યોગનો પ્રારંભ થયો સમજવો. મુક્તિ પ્રત્યે અષભાવ થવાથી તેને બતાવનારા પરમાત્મા પ્રત્યે, સદ્ગુરુ પ્રત્યે જે શુદ્ધ પ્રણામ કરવામાં આવે, ભિન્ન ભિન્ન સ્તુતિઓ દ્વારા નમસ્કાર કરવામાં આવે, કાયાથી વંદના કરવામાં આવે તે પ્રથમ મિત્રા દૃષ્ટિ જાણવી. આ દૃષ્ટિના પ્રતાપે સંસાર ઉપર ઉદ્વેગ આવે, અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એવાં વ્રતો આ જીવ પાળે, મુનિ મહાત્માઓને ઔષધાદિનું દાન આપે. આગમો ઉપર બહુમાન રાખી શાસ્ત્રો લખાવે, છપાવે, પ્રભાવના કરે, મૃતની વાચના દ્વારા હૃદયના ભાવો વૃદ્ધિ પામે, યોગની તથા યોગીઓની કથા સાંભળી શરીર રોમાંચિત થાય. શુદ્ધદેવ શુદ્ધગુરુ અને શુદ્ધધર્મની ગવેષણા કરતાં તેની પ્રાપ્તિ થાય એટલે આદ્ય અવંચકભાવ (યોગાવંચક ભાવ) ની પ્રાપ્તિ થાય. સંસારના ત્યાગી , વૈરાગી અને શુદ્ધ ધર્મના ઉપદેશક એવા ગુરુનો યોગ થતાં તેઓના સદુપદેશથી વંદન - નમસ્કારાદિની ક્રિયા પણ શુદ્ધ કરે. Page #6 -------------------------------------------------------------------------- ________________ તે બીજો ક્રિયાવંચકયોગ અને તેથી શુદ્ધધર્મની પ્રાપ્તિ થવા રૂપ અવંચક ફળની પ્રાપ્તિ એટલે ફલાવંચકયોગ પ્રાપ્ત થાય છે. આ જીવની આ દશા જે દૃષ્ટિકાળે થાય છે. તે પ્રથમ મિત્રાદૃષ્ટિ છે. આ દૃષ્ટિના પ્રભાવે કંઈક અંશે તત્ત્વજ્ઞાન પ્રાપ્ત થાય છે કે જે તૃણના પ્રકાશ સમાન હોય છે. તથા પાંચ યમ ધર્મની પ્રાપ્તિ, મુક્તિ તરફ અદ્વેષ, અને ધર્મક્રિયામાં ખેદ(થાકપરિશ્રમ) નો અભાવ થાય છે. ચરમાવર્તમાં જીવ આવે ત્યારે જ આવી દૃષ્ટિ આવે છે. ગાઢ મિથ્યાત્વકાલે આવતી નથી. ચ૨માવર્તમાં પણ બહુ બહુ ભાવમલક્ષય થાય છે અને મિથ્યાત્વનું જોર મંદ પડે છે ત્યારે જ આ દૃષ્ટિ આવે છે. ૫ (૨) તારાદૃષ્ટિ :- મિત્રા દૃષ્ટિના સતત અભ્યાસથી ધર્મ તરફની સવિશેષ જે દૃષ્ટિ તે આ બીજી તારાદૃષ્ટિ છે. અહીં મુક્તિ પ્રત્યેનો પ્રેમ વધે છે. ધર્મ આચરણ કરવાની વિશેષ ભાવના થાય છે. તત્ત્વજ્ઞાન પણ કંઈક વધારે વધે છે. અહીં છાણાંના અગ્નિના પ્રકાશ સમાન બોધ હોય છે. જૈનદર્શન પ્રમાણે સાધુને આશ્રયી પિંડ વિશુદ્ધિ આદિ અને શ્રાવકને આશ્રયી ગુણવ્રત શિક્ષાવ્રત રૂપ નિયમો આવે છે. જ્યારે અન્યદર્શનો પ્રમાણે શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઇશ્વરધ્યાન એવા પાંચ નિયમો આ જીવમાં આવે છે. પરમાત્માએ પ્રકાશેલા તત્ત્વને જાણવાની જિજ્ઞાસા ગુણ પ્રગટ થાય છે. ધર્મ અનુષ્ઠાન આચરતાં આચરતાં ઉદ્વેગ - કંટાળો લાગતો નથી. ફરી ફરી તે તે ક્રિયા કરવાનું મન થાય છે. પોતે વાસ્તવિક તત્ત્વનો હજુ અજાણ છે. એમ સમજાતાં કોઈ પણ જાતનો આગ્રહ-કદાગ્રહ આ જીવ રાખતો નથી. સાચું અને હિતકારી તત્ત્વ જાણવા ઝંખે છે. - યોગની અને યોગીઓની કથા ઉપર ઘણો ઘણો પ્રેમ વધે છે. તેની વાત સાંભળતાં દેહ રોમાંચિત થાય છે. પોતાના આત્માનું અહિત થાય તેવું અને ન શોભે તેવું અનુચિત આચરણ આચરતો નથી. આ આત્માના એવા સુંદર પરિણામ થાય છે કે તપેલું સોનું જેમ વાળીએ તેમ વળે છે. તેની જેમ આ આત્માને જેમ સમજાવીએ તેમ સમજવા અને સ્વીકારવા તૈયાર થઈ જાય છે. વાળ્યો વળે જિમ હેમ” પોતાનામાં ગુણોની હાનિ દેખતો છતો ગુણવાન મહાત્માઓનો ઘણો વિનય કરે, ભવ(સંસાર) સંબંધી ભયોથી Page #7 -------------------------------------------------------------------------- ________________ ૬ ત્રાસી ગયો હોય, મન ઉઠી ગયું હોય તેમ ભવને દુઃખોની ખાણ માને, આ બધો બીજી દૃષ્ટિનો પ્રતાપ છે. મારામાં બુદ્ધિ થોડી છે. શાસ્ત્રો ઘણાં છે અને તે પણ દુર્બોધ છે. મારું આયુષ્ય પણ અલ્પ છે. એટલે બધુ સમજી શકાય કે જાણી શકાય તેમ નથી. વળી અતીન્દ્રિયભાવો તો મારા અલ્પજ્ઞાનથી જાણી શકાય તેમ છે જ નહીં. તેથી “શિષ્ટ પુરુષો'' (આપ્તપુરુષો જ્ઞાની મહાત્માઓ) જે કંઈ કહે તેને મારે પ્રમાણ માનવું જોઈએ. આવી ઉત્તમ બુદ્ધિ આ દૃષ્ટિમાં આવે છે. (૩) બલા દૃષ્ટિ મિત્રા અને તારા દૃષ્ટિના નિરંતર સેવનથી મિથ્યાત્વદશા ઓગળતાં ઓગળતાં મુક્તિનો રાગ વધે છે. તત્ત્વજ્ઞાન પણ વધે છે જે કાષ્ઠના અગ્નિના પ્રકાશ સમાન પૂર્વેની બે દૃષ્ટિ કરતાં અધિક હોય છે. ધર્મ આચરણ અપૂર્વભાવથી કરે છે એટલે મનને બીજે ચાલ્યા જવા રૂપ ક્ષેપ દોષ લાગતો નથી. અને ચાલુ ધર્માનુષ્ઠાનમાં સ્થિરતાપૂર્વક પ્રવર્તે છે તેથી આસન અંગની પ્રાપ્તિ થાય છે. તત્ત્વ જાણવાની જિજ્ઞાસા પૂર્વે હતી, હવે તેની રઢ લાગતાં સાચા અને સારા જ્ઞાની ગીતાર્થ મળે તો તત્ત્વ સાંભળવાની ઇચ્છા(શુશ્રૂષા) ગુણ આવે છે. આ સર્વે ભાવો આ ત્રીજી દૃષ્ટિમાં આવે છે. - આ શુશ્રૂષાગુણ બોધપ્રવાહ મેળવવા માટે કૂવામાં રહેલી પાણીની સરવાણી તુલ્ય છે. જ્યાં સરવાણી ન હોય ત્યાં કૂપખનન નિરર્થક છે. તેમ જ્યાં શુશ્રુષા ન હોય ત્યાં શાસ્રશ્રવણ વ્યર્થ છે. શુશ્રુષા ગુણના પ્રતાપે શ્રવણ કરતાં મન આનંદ પામે, શરીર હર્ષિત અને પ્રસન્ન થાય. શુશ્રુષા વિનાનું શ્રવણ વ્હેરા આગળ ગાયન ગાવા તુલ્ય નિરર્થક છે. આવી ધર્મ ઉપરની રુચિના કારણે ધર્મની આચરણામાં આવતાં વિઘ્નો પણ ટળી જાય છે. અને આ આત્મા ધર્મકાર્યો કરીને યશસ્વી થાય છે. આ સઘળી અવસ્થા આ ત્રીજી દૃષ્ટિમાં આવે છે. (૪) દીપ્રાદેષ્ટિ - પૂર્વની ત્રણ દૃષ્ટિઓના પ્રતાપે મિથ્યાત્વ અતિશય મંદ થવાથી તત્ત્વદષ્ટિ વિકસે છે. દીપકના પ્રકાશની સમાન બોધ થાય છે. Page #8 -------------------------------------------------------------------------- ________________ ઉત્થાનદોષનો ત્યાગ અને પ્રાણાયામ નામના યોગાંગની પ્રાપ્તિ થાય છે. મોહના ઉદયજન્ય બાહ્યભાવોને રેચ લાગવારૂપ રેચકભાવ પ્રાણાયામ, મોહના ક્ષયોપશમ રૂપ આન્તરભાવોને પૂરવા સ્વરૂપ પૂરકભાવ પ્રાણાયામ, અને આજસુધીની આવેલી શુદ્ધિને સાચવી રાખવા રૂપ કુંભકભાવ પ્રાણાયામ આ દૃષ્ટિમાં પ્રગટ થાય છે. ધર્મ ઉપર એટલો બધો પ્રેમ ગાઢ થઈ જાય છે કે ધર્મ ખાતર પ્રાણ ત્યજે છે પરંતુ પ્રાણો ખાતર ધર્મ ત્યજતો નથી. એવો આ ચોથી દૃષ્ટિનો મર્મ(પ્રભાવ) છે. આ આત્મામાં જે જે યોગનાં બીજ વવાયાં છે. તેને તત્ત્વશ્રવણ કરવા રૂપી મધુર જલથી સિંચન કરવા દ્વારા તેનો પ્રરોહ થાય તેમ વર્તે છે. ખારા પાણીના સિંચનરૂપ સાંસારિકવૃત્તિઓનો આ જીવ ત્યાગ કરે છે અને આવું કલ્યાણકારી તત્ત્વ સમજાવનારા ગુરુજીની સવિશેષ ભક્તિ કરે છે. પાપો ઉપરની ધૃણા ઘણી છે. એટલે કોઈ પણ પાપ પ્રવૃત્તિ કરવી પડે તો તે તપેલા લોઢા ઉપર પગ મુકવા બરાબર છે. એમ સમજીને જાણે છેલ્લી જ પાપ પ્રવૃત્તિ હોય તેમ વર્તે છે. આ ચોથી દૃષ્ટિનો પ્રતાપ છે. અનાદિકાળથી આ જીવને અવેદ્યસંવેદ્યપદ જ વર્તે છે. તેથી જ તે જીવ ભવાભિનંદી કહેવાય છે. આ પદ વજ જેવું કઠણ છે. તે આ ત્રણ દૃષ્ટિઓ દ્વારા શિથિલ થતાં થતાં આ ચોથી દષ્ટિથી ભેદતું જાય છે. જેથી પાંચમી દૃષ્ટિમાં વેદ્યસંવેદ્યપદ આવશે. મુક્તિના કારણોને બરાબર મુક્તિનાં કારણી તરીકે જાણે છે અને સંસારનાં કારણોને બરાબર સંસારનાં કારણો તરીકે જાણે છે. એવા સ્થાનને વેદ્યસંવેદ્યપદ કહેવાય છે. આ પદ ન આવે ત્યાં સુધી જીવ ભવાભિનંદી કહેવાય છે. ભવાભિનંદી જીવ લોભી, કૃપણ, દયાપાત્ર, માયાવી, માત્સર્યયુક્ત, ભયયુક્ત, નિષ્ફળકાર્યારંભી અને અજ્ઞાની એમ મુખ્ય આઠ દોષોવાળો હોય છે. ભવાભિનંદી જીવમાં રહેલું આવું કઠોર જે અવેદ્યસંવેદ્યપદ છે. તે સજ્જન પુરૂષોની (સાધુપુરુષોની) સંગતિથી (સત્સંગથી) અને આગમશાસ્ત્રોના અભ્યાસથી જીતી શકાય છે. જ્યારે આ પદ જીતાય છે, ત્યારે જ્ઞાનીઓના વચનો ઉપર અતિશય પ્રેમ અને વિશ્વાસ બેસી જાય છે. જેથી કુતર્કો Page #9 -------------------------------------------------------------------------- ________________ ८ કરવાનું સુઝતું જ નથી. આગમ ઉ૫૨ અને આગમની વાણી ભાખનારા સર્વજ્ઞ પરમાત્મા પ્રત્યે શ્રદ્ધા-પ્રીતિ અને વિશ્વાસ વધે છે. સર્વજ્ઞની વાણી કદાપિ દ્વિધા હોતી નથી. તેથી સર્વજ્ઞ સર્વે પુરુષો એક (સમાન) છે એવી પ્રતીતિ થાય છે. ક્રિયા પ્રત્યે અતિશય આદર, અને ક્રિયામાં અતિશય પ્રીતિ, વિઘ્નોનો નાશ, લક્ષ્મીની પ્રાપ્તિ, તત્ત્વ જાણવાની જિજ્ઞાસા, બુધપુરુષોની સેવા, આ છ સદનુષ્ઠાનનાં લક્ષણો છે. જે અહીં આવું ઉત્તમ સદનુષ્ઠાન પ્રાપ્ત થાય છે. પૌદ્ગલિક સુખો અકારાં ભયંકર લાગે છે. મુક્તિમાર્ગ જ એક ઉપાદેય જણાય છે. આવા ભાવો આ દૃષ્ટિમાં આવે છે. મિથ્યાત્વનો ઉદય ઓગળતો જાય છે. ગ્રન્થિભેદ કરીને આ આત્મા સમ્યક્ત્વ પ્રાપ્તિના કિનારે આવી પહોંચે છે. આ જ કાળે આવેલા મિથ્યાત્વ ગુણસ્થાનકને સાચુ ગુણસ્થાનક કહેવાય છે. (૫) સ્થિરા દૃષ્ટિ પ્રથમની ચારદષ્ટિકાલે મિથ્યાત્વ ગુણસ્થાનક છે. અને તે પણ મંદ મંદ થતું જાય છે. એમ કરતાં ગ્રંથિભેદ થવાથી મિથ્યાત્વનો ઉદય અટકી જવાથી આ જીવને સમ્યક્ત્વ ગુણની પ્રાપ્તિ થાય છે. સમ્યક્ત્વ ગુણ આવે ત્યારે સ્થિરા દૃષ્ટિના પ્રભાવથી વેદ્યસંવેદ્યપદ આવે છે. બંધહેતુ અને મુક્તિહેતુનો સાચો સમ્યબોધ થાય છે. બંધહેતુઓ હેય છે. અને મુક્તિહેતુ ઉપાદેય છે. એવી બુદ્ધિ અને પ્રવૃત્તિ શરૂ થાય છે. સંસાર ઉપર નિર્વેદ અને વૈરાગ્ય ફાલ્યાંફુલ્યાં થાય છે. જેનાથી સંસારની કોઈપણ પ્રવૃત્તિ બાળકોને રમવાના ધૂળના ઘર જેવી ભાસે છે. અહીં સમ્યજ્ઞાન હોવાથી પોતાની પાંચે ઇન્દ્રિયોને વિષયોની પ્રાપ્તિ થવા છતાં વિષયો દ્વારા કરાયેલા વિકારો થતા નથી. વિકારોને જીતે છે. તેથી જ “પ્રત્યાહાર” નામનું યોગનું અંગ પ્રવર્તે છે. જ્ઞાનની મગ્નતા વધે છે. જ્ઞાનમગ્ન આ આત્મા સંસારનું કોઈ પણ કાર્ય આવી પડે તો કરે છે પરંતુ તે અસાર લાગે છે. તેના ઉપાયો પણ સેવવા પડે છે અને સેવે છે. પરંતુ મન તેમાં રજિત થતું નથી. પાપના ઉદયથી આવેલું દુ:ખ તો દુઃખરૂપ છે અને દુઃખરૂપ લાગે છે. પરંતુ પુણ્યના ઉદયથી આવેલું સુખ પણ અસારતા, ક્ષણિકતા, સંયોગવિયોગિતા આદિ વિવિધ Page #10 -------------------------------------------------------------------------- ________________ ઉપાધિઓવાળું હોવાથી દુઃખરૂપ જ ભાસે છે. એટલું જ નહીં પરંતુ પુણ્ય બાંધવાના આશયથી ધર્મકાર્યો કર્યા હોય, તેવા ધર્મજનિત પુણ્યના ઉદયથી મળેલું સુખ પણ સંસારની રસિકતા કરાવનારૂ હોવાથી મનમાં દાહ કરે છે. જેમ ચંદન ભલે શીતળ છે. તો પણ તજ્જન્ય અગ્નિ અવશ્ય દાહ જ કરે છે. તેમ ધર્મ એ હિતકારી છે. પરંતુ તજ્જન્ય પુણ્યોદય દ્વારા મળેલું સંસાર સુખ બાધક છે. એમ સમજી મન તેમાં રાચતું નથી. અલિપ્તદશા જ રહે છે. આ દૃષ્ટિમાં રત્નની પ્રભા જેવો સ્થિર અને અવિનાશી એવો તત્ત્વબોધ હોય છે. સાચો બોધ થવાથી ભ્રમ ટળી જાય છે. એટલે બ્રાન્તિદોષ હોતો નથી. ઇન્દ્રિયો દ્વારા વિષયવિકારો ન થવારૂપ પ્રત્યાહાર યોગાંગ હોય છે. સમ્યકત્વ ગુણના પ્રતાપે આ જીવ આ દૃષ્ટિમાં કંઈક તત્ત્વજ્ઞ બને છે. એટલે કે અજ્ઞાની હોવાથી જે ઢોર જેવો(પશુસમાન) હતો, તે હવે ડાહ્યો સમજુ જાણે દેવ રૂપ પામ્યો હોય તેવો થાય છે. આ દૃષ્ટિ ચોથા અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકે હોય છે. (૬) કાન્તાદષ્ટિ - સમ્યકત્વગુણ, વેદ્યસંવેદ્યપદ અને સ્થિરાદષ્ટિ ઇત્યાદિક ઉત્તમભાવોથી ધીરે ધીરે આ જીવ છઠ્ઠી કાન્તા દૃષ્ટિમાં આવવાની તૈયારી કરે છે. કાન્તાદૃષ્ટિ આવતાં પૂર્વે આ આત્મા સર્વ પ્રવૃત્તિઓમાં અચપલ(સ્થિરતાવાળો) બને છે. શારીરિક અને માનસિક રોગ રહિત થાય છે. હિતકારી અને પરિમિત ભોજનથી શારીરિક રોગ રહિત અને મોહનીયના ક્ષયોપશમની અધિકતાથી માનસિક રોગરહિત બને છે. ઝાડા અને પેશાબની (વડી નીતિ અને લઘુનીતિની) માત્રા અલ્પ થાય છે. કારણ કે સ્વાધ્યાય - ધ્યાન આદિની નિરંતર વિશેષ પ્રવૃત્તિથી પાચનક્રિયા સતેજ બને છે. આહારાદિ બરાબર પચી જવાના કારણે મુખ ઉપર કાન્તિ - પ્રસન્નતા, શરીરની સુગંધ, અને કંઠનો સ્વર વગેરે સુખકારી હોય છે. તથા કાન્તાદષ્ટિ આવતાં પૂર્વે આ આત્મા ધીરતા, પ્રભાવકતા, ઈષ્ટનો લાભ, અને જનપ્રિયતા આદિ ગુણવાળો થાય છે. સુખ-દુઃખ, હર્ષશોક, પ્રીતિ-અપ્રીતિ, લાભ-અલાભ, માન-અપમાન આદિ દ્વન્દ્રોના પ્રસંગોને સારી રીતે જીતનારો (તેવા સમયે સમભાવ રાખનારો) થાય છે. જીવનમાંથી શક્ય એટલા દોષોનો ત્યાગ અને ગુણોની પ્રાપ્તિ દ્વારા પરમ તૃપ્તિ, વૈરાદિનો Page #11 -------------------------------------------------------------------------- ________________ ૧૦ નાશ, ઉચિત આચરણનું સેવન, વિશિષ્ટ કોટિની સમતા અને ધર્મની પુષ્ટિ કરે એવી ઋતંભરા બુદ્ધિ ઇત્યાદિ ભાવો આ કાન્તાદષ્ટિના પૂર્વકાલમાં જ તેની ભૂમિકારૂપે પ્રાપ્ત થાય છે. સૂર્યોદય પહેલાં જેમ અરુણોદય થાય તેમ ઉંચાભાવો પૂર્વકાલથી જ શરૂ થાય છે. - ત્યારબાદ આવેલી છઠ્ઠી દૃષ્ટિમાં દૂર દૂર ક્ષેત્રવર્તી અને સર્વક્ષેત્રમાં વ્યાત એવા તારાના પ્રકાશના જેવો તત્ત્વબોધ બોધ હોય છે. ઉત્તમ તત્ત્વોનો અભ્યાસ થવાથી તેના મનન-ચિંતન રૂપ મીમાંસા)ણ અહીં પ્રગટે છે. પ્રાપ્ત થયેલા તત્ત્વને ધારી રાખવાની (અવિસ્મૃતિરૂપે) પરમ ધારણા નામનું યોગ અંગ પ્રગટ થાય છે. અને આ સમ્યગ્રુતના એવા રસાસ્વાદનો અનુભવ થાય છે કે અન્ય (મિથ્યાદૃષ્ટિઓ) ના શ્રુતનો પરિચય કરવાનું મન પણ થતું જ નથી. જેમ સતી સ્ત્રીનું મન ઘરકામ કરવા છતાં પોતાના પતિમાં જ હોય છે, તેમ આ દૃષ્ટિવાળા જીવનું મન સંસારનાં સઘળાં કામ કરવા છતાં સમદ્યુતના અભ્યાસમાં જ હોય છે. આ દૃષ્ટિના ઉત્તમ જ્ઞાનબળના જોરે ધર્મકાર્યોમાં આવતાં સર્વે વિપ્નો ટળી જાય છે. ભોગોની અંદર મન રાચતું ન હોવાથી ભોગો ભવહેતુ બનતા નથી. વિષયો અનુભવવા છતાં તે પ્રવૃત્તિ-નિવૃત્તિ મન વિનાની હોવાથી ગુણ-દોષ કરનારી થતી નથી. જેમ ઝાંઝવાના જળને આ માયાવી પાણી છે. સાચું પાણી નથી એમ જાણતો માનવી જુસ્સાભેર તેની અંદર થઈને ચાલ્યો જાય છે. ડરતો નથી કે ડામાડોળ થતો નથી. તેવી રીતે આ દૃષ્ટિમાં આવેલો જીવ સંસારની સઘળી પ્રવૃત્તિ માયામય જળ જેવી માયારૂપ જ છે. તાત્ત્વિક સુખરૂપ નથી એમ સમજતો આ આત્મા તેમાં અંજાયા વિના નિર્ભયપણે વેગપૂર્વક ચાલ્યો જાય છે. પુણ્યોદયજન્ય સુખ ભોગવીને માત્ર સમાપ્ત કરે છે. પરંતુ ભોગસુખથી ભય પામતો નથી. ભવસુખને જુઠા જાણતો આ જ્ઞાની સંસાર સાગર તરી જાય છે. આ દૃષ્ટિ પાંચમા છઠ્ઠા અને સાતમા ગુણઠાણે હોય છે. (૭) પ્રભાષ્ટિ - હવે તો આ આત્માએ મોહનીય અને જ્ઞાનાવરણીયન ક્ષયોપશમ ઘણો સાધ્યો છે. તેથી તત્ત્વનો બોધ સૂર્યની પ્રભા સમાન તેજવંત હોય છે. તત્ત્વોની મીમાંસા કરીને સાચા લાગેલા તત્ત્વોનો સ્વીકાર કરવા સ્વરૂપ Page #12 -------------------------------------------------------------------------- ________________ ૧૧ “તત્ત્વપ્રતિપત્તિ” નામનો ગુણ પ્રગટ થાય છે. નિરંતર સ્વાધ્યાય અને અભ્યાસના કારણે ધ્યાન જ વધુપ્રિય હોય છે. ધર્મ અનુષ્ઠાનો પ્રત્યે અતિશય આદરમાન હોવાથી તેમાં સ્કૂલના કરવા રૂપ ભાવરોગ અને હિત-મિત આહાર હોવાથી દ્રવ્યરોગ સંભવતા નથી. રોગ દોષનો ત્યાગ હોય છે. પરાધીનતા એ દુઃખનું અને સ્વાધીનતા એ સુખનું લક્ષણ છે. સંસારનાં તમામ સુખ પૌગલિક સાધનોની અને પૂર્વબદ્ધપુણ્યોદયની પરાધીનતાવાળાં હોવાથી દુઃખ જ છે. અને મુક્તિનું સુખ પુદ્ગલોની અને પૂર્વબદ્ધ કર્મોની પરાધીનતા રહિત કેવળ આત્માને જ સ્વાધીન હોવાથી સુખરૂપ છે. આ આત્મગુણોનું સુખ અનુભવમાત્રથી જ સમજાય તેવું છે. જેમ શહેરવાસીનું ભૌતિક સુખ ગ્રામ્યજન જાણતો નથી. તેમ જ્ઞાનાદિગુણોની રમણતા રૂપ ધ્યાનનું સુખ અનુભવ વિના જાણી શકાતું નથી. આ દૃષ્ટિમાં અસંગક્રિયા(નિરાલંબનાનુષ્ઠાન) આવે છે. આ અવસ્થાને જ અન્ય અન્ય દર્શનકારો વિસભાગસંતતિ, શાન્તવાહિતા શિવમાર્ગ અને ધ્રુવનામ આદિ કહે છે. આ દૃષ્ટિ સાતમા આઠમા આદિ ગુણઠાણે આવે છે. (૮) પરાષ્ટિ - આ છેલ્લી દૃષ્ટિ છે. આત્માની અત્યન્ત નિર્મળદશા અહીં પ્રગટ થાય છે. ક્ષપકશ્રેણી, કેવળજ્ઞાનાદિ ગુણો, ક્ષાયિકભાવ અને અયોગી ગુણસ્થાનક આ દૃષ્ટિમાં આવે છે. ચંદ્રમાની ચાંદની જેવો શીતળ પવિત્ર અને જગતના જીવોને આલ્હાદકારી નિર્મળબોધ અહીં પ્રગટે છે. લયોપશમભાવ ત્યજીને ક્ષાયિકભાવ પ્રગટ થાય છે. આપ સ્વભાવમાં જ વર્તે છે. મિત્રા દૃષ્ટિથી સામાન્ય અને સ્થિરા દૃષ્ટિથી સવિશેષ જે ધર્મ પ્રવૃત્તિ પ્રારંભેલી તે અહીં પૂર્ણ(સમાપ્ત) થાય છે. ધર્મ કરવાના આશયથી હવે પ્રવૃત્તિ હોતી નથી. પરંતુ સહજભાવે જ આપસ્વભાવમાં પ્રવર્તન હોય છે. મોહનીયાદિનો ઉદય ન હોવાથી નિરતિચાર પ્રવૃત્તિ હોય છે. પર્વત ઉપર ચઢેલાને જેમ ચઢવાની ક્રિયા કરવાની હોતી નથી તેમ અહીં જે કાર્ય-કર્તવ્ય હતું તે સમાપ્ત થવાથી કૃતકૃત્ય બને છે. કંઈ કરવાનું બાકી નથી. ચંદન જેમ સ્વાભાવિક સુગંધી છે તેમ અહીં સ્વાભાવિકપણે જ ક્ષમા આદિ ગુણો હોય છે. ધર્મક્રિયામાં પણ આસંગ (આસક્તિ) દોષ Page #13 -------------------------------------------------------------------------- ________________ ૧૨ હોતો નથી. જેમ રત્નો પારખવાની કળાનો અભ્યાસ કરવાના સમય કરતાં લેવડ-દેવડનો વ્યાપાર કરતાં રત્નો જોવાની દૃષ્ટિ જુદી જ હોય છે તેમ પૂર્વદૃષ્ટિઓના કાલમાં ધર્મ માટે અભ્યાસ કાલ હતો. અને આ દૃષ્ટિમાં અભ્યસ્ત કાલ છે. આ દૃષ્ટિમાં ક્ષપકશ્રેણી દ્વારા ક્ષીણદોષ વાળા થયેલા આ મહામુનિ કેવળ જ્ઞાનાદિ સર્વલબ્ધિઓના ભોક્તા બને છે. કંઈ સ્વાર્થ ન હોવા છતાં કેવળ ૫૨ના ઉપકારને કરતા આ યોગીઓ અનુક્રમે અયોગી ગુણસ્થાનક પામે છે. આત્માના સર્વ શત્રુઓનો નાશ થાય છે. શારીરિક-માનસિક સર્વ રોગોનો નાશ થાય છે. સર્વ સાધકદશાની તમન્નાઓ સમાપ્ત થાય છે. સંસારની સર્વ સુખ સામગ્રી કરતાં અનંતગુણ સુખ સ્વગુણોની રમણતાનું હોય છે. છતાં અત્યન્ત નિઃસ્પૃહ હોય છે. ક્ષપકશ્રેણીમાં ધર્મસભ્યાસ યોગ પ્રાપ્ત કરીને યોગસન્યાસ યોગ પામી અયોગી થઈ મુક્તિગામી થાય છે. આ પ્રમાણે આઠ દૃષ્ટિઓનું વર્ણન આ સજ્ઝાયમાં છે. જ્યારે આ સજ્ઝાય રાગના લયથી ગાવામાં આવે છે અને તેના અર્થો આવડતા હોય છે. ત્યારે પોતાના આત્માની વર્તમાન પરિસ્થિતિ અને આ સજ્ઝાયમાં કહેલા ભાવો જોતાં મનમાં લાગી આવતાં આંખમાંથી દડ દડ આંસુની ધારા વહ્યા વિના રહેતી નથી. અવિરતપણે અશ્રુધારા ચાલે છે. આત્માને એવી ચોટ લાગે છે કે મારા આત્માનું શું થશે ? પરમ પૂજ્ય યશોવિજયજી મ. સ.નો જન્મ મહેસાણા જિલ્લાના નોડા ગામમાં થયેલો, તેમની માતાને ભક્તામર સાંભળીને અન્નપાણી લેવાનો નિયમ હતો. વર્ષાઋતુના કારણે ગુરુજીના ઉપાશ્રયે ન જઈ શકવાથી ઉપવાસો થયા. બાળકે માતાને પ્રશ્ન કરતાં માતાએ પોતાના નિયમની વાત બાળકને કહી. બાળક દરરોજ માતા સાથે આંગળીના ટેકે ચાલીને ભક્તામર સાંભળવા ગુરુ પાસે જતો હતો, તેથી તેને તે ભક્તામર કંઠસ્થ થયું હતું. બાળકે કહ્યું, માતા ! હું તમને ભક્તામર સંભળાવું. માતા અતિશય રાજી થયાં. બાળક પાસે ભક્તામર સાંભળીને પારણું કર્યું. વરસાદ અટકતાં ગુરુ પાસે વંદનાર્થે માતા અને બાળક ગયાં. ગુરુજીએ નિયમ પાળવા - Page #14 -------------------------------------------------------------------------- ________________ ૧૩ ન પાળવા માટેનો પ્રશ્ન કર્યો. માતાએ કહ્યું કે આ બાળકે મને ભક્તામર સંભળાવ્યું છે. દરરોજ મારી સાથે આવે છે. તેથી તેને કંઠસ્થ થઈ ગયું છે. આ સાંભળી ગુરુજી પ્રસન્ન થયા, આવો બાળક જો દીક્ષિત થાય તો જૈનશાસનની મહાપ્રભાવના કરે. એમ સમજી આ બાળકને દીક્ષા અપાવવા ગુરુજીએ તેની માતા સમક્ષ ઇચ્છા વ્યક્ત કરી. માતા-પિતાનું મન તુરત માન્યું નહીં. કાલાન્તરે તે બાળક તથા તેમના ભાઈ એમ બન્ને અતિશય વૈરાગી હોવાથી પાટણમાં ગુરુજી પાસે આવ્યા. ગુરુજીનું નામ “પૂ. નયવિજયજી મ. સા.” હતું. બન્ને ભાઈઓએ માતા-પિતાને સમજાવીને તેઓની સમ્મતિપૂર્વક પાટણમાં દીક્ષા લીધી. શાસ્ત્રોનો અભ્યાસ કર્યો. સૂક્ષ્મબુદ્ધિ હોવાથી અલ્પકાળમાં ઘણું શ્રુત પામ્યા. ન્યાય વ્યાકરણ - ધાર્મિક આદિ શાસ્ત્રોમાં નિપુણ અને વિદ્વાન થયા. અમદાવાદમાં અવધાન કર્યા. યુવાવસ્થા આવતાં છટાદાર ભાષાથી જોશીલી શૈલીમાં વ્યાખ્યાન દ્વારા જ્ઞાનગંગા વહેવરાવી. તેઓની તીક્ષ્ણ બુદ્ધિ જોઈને અમદાવાદના શ્રેષ્ઠવર્ય શ્રી ધનજી શુરાએ ગુરુ મહારાજને વિનંતિ કરી કે આ મહાત્માને કાશી મોકલી ન્યાય શાસ્ત્રોનો અભ્યાસ કરાવો. ગુરુજીએ એ કાર્ય ઘણા અર્થથી સાધ્ય છે અન્યથા શક્ય નથી, એમ કહ્યું ત્યારે શ્રી ધનજી શુરાએ તમામ જવાબદારી ઉપાડી. શ્રી યશોવિજયજી મ. સાહેબે કાશીમાં બ્રાહ્મણોની સાથે વિપુલ ન્યાય શાસ્ત્રોનો અભ્યાસ કર્યો. મહાન તાર્કિક અને સમર્થવીર પુરુષ જેવા નીડર આ મહાત્મા હતા. ત્યાંના બ્રાહ્મણ પંડિતો જે વાદીને ન જીતી શક્યા. તે વાદીને પૂ. શ્રી યશોવિજયજીએ વાદવિવાદમાં જીતી લીધો. જેથી અતિશય ખુશ થયેલા ત્યાંના બ્રાહ્મણ પંડિતોએ પૂ. યશોવિજયજીને ન્યાયાચાર્ય અને ન્યાયવિશારદનાં બીરુદ આપ્યાં. આ યશોવિજય મ. સા. તર્કશાસ્ત્રમાં નિપુણ, વાદવિવાદમાં નિપુણ, ધર્મસાહિત્યમાં નિપુણ, તથા યથાર્થ સત્ય હકિકત કહેવામાં નીડર, અને અપરાભવનીય પ્રભાવવાળા હતા. તેઓએ સંસ્કૃત - પ્રાકૃત - મારવાડી અને ગુજરાતી ભાષામાં કાવ્યરૂપે ઘણું ઘણું સાહિત્ય રચ્યું છે. તેઓએ શ્રી Page #15 -------------------------------------------------------------------------- ________________ - ૧૪ હરિભદ્રસૂરીશ્વરજી મ. સા.ના ગ્રંથોનું વધારે અવગાહન કરેલું હોય એમ જણાય છે. તેથી તેઓશ્રી ઉપર અત્યન્ત આદરભાવ પૂ. શ્રી યશોવિજયજી મ. શ્રીને હતો - આ કારણે “લઘુહરિભદ્રસૂરિજી”ના સુંદર હુલામણા નામે આ મહાત્મા જૈનશાસનમાં પ્રસિદ્ધિ પામ્યા છે. પૂ. યશોવિજયજી મ. સાહેબે અનેક ગ્રન્યો બનાવ્યા છે. આજે ઘણા અનુપલબ્ધ પણ છે. કમ્મપયડિ અને શાસ્ત્રવાર્તા સમુચ્ચય ઉપર મહાન ટીકાઓ બનાવી છે. ગુજરાતીમાં દ્રવ્યગુણ પર્યાયનો રાસ એવો બનાવ્યો છે કે જે ગુજરાતી ઉપર સંસ્કૃત ટીકા રચાઈ છે. સામાન્ય નિયમ એવો છે કે સંસ્કૃતનું ગુજરાતી અનુવાદ રૂપ પુસ્તક બને છે. પરંતુ ગુજરાતી ઉપર સંસ્કૃત પુસ્તક આ મહાત્માની જ કૃતિ ઉપર જ બન્યું છે. ૧૨૫-૧૫૦ અને ૩૫૦ ગાથાનાં ઉત્તમભાવવાહી સ્તવનો સીમંધરસ્વામીને વિનંતિ કરવા રૂપે એવાં બનાવ્યાં છે કે જાણે તેમાં આગમોના અર્થો ઉતાર્યા હોય. ૧૨૫ ગાથામાં નિશ્ચય-વ્યવહાર નયનું વર્ણન છે. ૧૫૦ ગાથાના સ્તવનમાં મૂર્તિપૂજાનું વર્ણન છે. ૩૫૦ ગાથાના સ્તવનમાં સાધુતામાં કાળના નામે ગમે તેમ ચલાવનારા ઉપર સયુક્તિક પ્રત્યુત્તરો છે. આ સ્તવનો બહાર પડતાં તેઓશ્રી ઉપર પણ ઘણાં વિઘ્નો આવેલાં. જેઓના પક્ષોનું આ મહાત્માની રચનામાં ખંડન આવેલું છે. તેઓ આ મહાત્મા ઉપર રોપાયમાન થયેલા. અનેક ઉપસર્ગો પણ કરેલા છતાં સત્ય કહેવામાં નીડર આ મહાત્માએ શાસનની પ્રભાવના ચાલુ જ રાખેલી. તેઓશ્રીએ જ યોગદષ્ટિ સમુચ્ચય ગ્રંથના આધારે ગુજરાતી ભાષામાં આ સજઝાય બનાવી છે. આ સઝાયનું નામ છે. “શ્રી આઠ દૃષ્ટિની સઝાય.” તાર્કિક શિરોમણિ - સૂરિપંદર પૂ. આ. દેવશ્રી હરિભદ્રસૂરીશ્વરજી મ. સાહેબે બનાવેલા ૨૨૮ ગાથાના “શ્રી યોગદષ્ટિ સમુચ્ચય” નામના ગ્રંથનું (સ્વોપજ્ઞ ટીકા સહિતનું) છેલ્લા બે-ત્રણ વર્ષ ઘણો જ પુરુષાર્થ કરીને ગુજરાતી ભાષાન્તર(ભાવાનુવાદ રૂપે) અમે તૈયાર કર્યું છે. તથા પ્રકાશિત કર્યું છે. તેથી અમારા હૃદયમાં એવી પણ એક ઇચ્છા થઈ કે જો શ્રી યોગદૃષ્ટિ સમુચ્ચયનું ગુજરાતી ભાષાન્તર સુંદર તૈયાર થયું છે. તો તેના ઉપરથી બનાવેલી અને સમાન વિષયવાળી પૂ. શ્રી યશોવિજયજી મ. શ્રીની Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧૫ બનાવેલી “આઠ દૃષ્ટિની સજઝાય”ના અર્થ પણ લખીને પ્રકાશિત કરીએ કે જેથી સંસ્કૃતાદિ ભાષા ન જાણનારા ચતુર્વિધ સંઘના નાના મોટા બાળજીવોનો પણ ઉપકાર થશે અને અમારે તેટલો વધારે સ્વાધ્યાય થશે. જેથી અમારો પણ ઉપકાર થશે. એમ સમજીને આ સઝાયના અર્થ તૈયાર કર્યા છે. અને પ્રકાશિત કરી શ્રી ચતુર્વિધ સંઘના કરકમળમાં સમર્પિત કરીએ છીએ. શ્રી યોગદષ્ટિ સમુચ્ચય ગ્રંથનું મેટર પૂ. આ. શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મ. સા.ના શિષ્યરત્ન પૂ. શ્રી કલ્યાણબોધિવિજયજી મ. સાહેબે, તથા પૂ. આ. શ્રી શીલચંદ્રસૂરીશ્વરજી મ. સાહેબે તથા પૂ. આ. ભ. શ્રી ગુણરત્નસૂરીશ્વરજી મ. સા. ના શિષ્યરત્ન પૂ. શ્રી રશ્મિરત્નવિજયજી મ. સાહેબ તથા પૂ. આ. મ શ્રી જયંતસેનસૂરીશ્વરજી મ. સાહેબે જોઈ આપેલું. આ મહાત્મા પુરુષો સંઘનાં નાનાં-મોટાં અનેક કામોમાં અને જવાબદારીઓમાં ગુંથાયેલા હોવા છતાં સારો એવો સમય લઈ ધ્યાનપૂર્વક આ મેટર તેઓ સર્વેએ જોઈ આપ્યું છે, તે બદલ તે સર્વ ઉપકારી મહાપુરુષોએ મારા ઉપર ઘણી લાગણી બતાવી છે તે બદલ તેઓનો હું ઘણો ઋણી છું. તે શ્રી યોગદષ્ટિસમુચ્ચયના મેટર ઉપરથી જ આ સઝાયના અર્થો લખ્યા છે. તેથી જ સ્થાને સ્થાને શ્રી યોગદષ્ટિ સમુચ્ચય નામના ગ્રંથની ગાથાઓની સાક્ષી આપી છે. - શ્રી યોગદષ્ટિસમુચ્ચય અને આઠદૃષ્ટિની સઝાય આ બન્ને ગંભીર – સૂક્ષ્મ અર્થ ભરપૂર ગ્રંથો છે. ઘણો જ ઉપયોગ રાખીને અર્થો લખ્યા છે. અર્થો અને પદો ખોલવા યથામતિ પ્રયત્ન કર્યો છે. અમારી પાઠશાળામાં અભ્યાસ કરતાં મહામેધાવી પૂ. સાધ્વીજી મહારાજ સાહેબોએ પણ આ અર્થલેખનમાં કોઈ કોઈ પદોના અર્થમાં સહાયતા કરી છે. છતાં જે કંઈ ભૂલચૂક થઈ હોય તેની સંઘસમક્ષ ક્ષમાયાચના કરું . અને કોઇપણ ક્ષતિ જણાય તો વેળાસર અમને જણાવવા કૃપા કરશો કે જેથી નવી આવૃત્તિમાં સુધારો થઈ શકે. પં શ્રી રતિભાઈએ પૂફરીડીંગ કાળજીપૂર્વક કર્યું છે. તથા પ્રિન્ટીંગ ભરત ગ્રાફીક્સ પણ સુંદર કરી આપ્યું છે. આ સર્વેનો આભાર માનું છું. લિ. ૭૦૨, રામસા ટાવર્સ, ગંગા-જમના એપાર્ટમેન્ટ પાસે, અડાજણ પાટીયા, સુરત-૯. (INDIA) ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા ફોન : ૨૬૮૮૯૪૩ Page #17 -------------------------------------------------------------------------- ________________ : દ્વિતીય આવૃત્તિની છે કરાવવા ક ઉs, મને જણાવતાં ઘણો જ આનંદ થાય છે કે વિક્રમ સંવત ૨૦૫માં અપ્રકાશિત કરેલી “શ્રી આઠ દૃષ્ટિની સઝાય”ની માં પ્રથમ આવૃત્તિની સર્વે કોપીઓ માત્ર બે વર્ષ જેવા ટૂંકા ગાળામાં જ સમાપ્ત થઈ ગઈ છે. અધ્યાત્મી આત્માઓને આ ગ્રંથ અતિશય રૂચિકર લાગ્યો છે. ચારે બાજુથી આ પુસ્તકની વારંવાર માંગણીઓ આવ્યા જ કરે છે. યોગદષ્ટિ સમુચ્ચયમાં પૂજ્યપાદ હરિભદ્રસૂરિજી મહારાજશ્રીએ જણાવેલી આઠ દષ્ટિઓનું વર્ણન આ સઝાયમાં પૂજય ઉપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજશ્રીએ એવું સુંદર કર્યું છે કે ગુજરાતીમાં કાવ્યરૂપે ગાયા જ કરીએ, બસ ગાયા જ કરીએ. તેનો લય પૂર્ણ થતો જ નથી. આ કારણે મુમુક્ષુ આત્માઓની સતત માંગણીને ધ્યાનમાં રાખીને અમે આ બીજી આવૃત્તિ પ્રકાશિત કરવા ભાગ્યશાળી બન્યા છીએ. આશા છે ઉત્તમ આત્માઓ આ ગ્રંથનું વધારેમાં વધારે પઠન-પાઠન કરે તથા પોતાના નીકટતમ પ્રિયવર્ગને આત્મકલ્યાણકારક આવા ગ્રંથના વાંચનની પ્રેરણા કરે અને તેના દ્વારા સ્વ-પર ઉપકાર કરી આત્મહિત સાધી આત્માના અનંત ચતુષ્ટયને પ્રાપ્ત કરી સાદિ અનંત સુખના ભોક્તા બને. ૭૦૨, રામસા ટાવર્સ, ગંગા-જમના એપાર્ટમેન્ટ પાસે, અડાજણ પાટીયા, સુરત-૯. (INDIA) ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા ફોન : ૨૬૮૮૯૪૩ Page #18 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથાય નમઃ एँ सरस्वत्यै नमः પૂર્વ ભૂમિકા સારમાં વર્તતા સર્વે પણ જીવો સદાકાળ સુખના અભિલાષક છે. અને દુઃખના મુમુક્ષુ છે. સુખ બે પ્રકારનું છે. (૧) ઈન્દ્રિયજન્ય ભોગસુખ કે જે અનેક ઉપાધિઓવાળું છે, અંતે વિનાશ પામનારૂં છે, ઘણા કલેશને કરાવનારૂં છે, અતિશય આસક્તિ વધારનારું છે અને તેથી નરકાદિ દુર્ગતિમાં લઈ જનારું છે. તેથી જ આ સુખને ઈન્દ્રજાળ, પત્તાનો મહેલ અને ઝાંઝવાના જળની સાથે સરખાવવામાં આવે છે. બ્રમાત્મક સુખ કહેવાય છે. તેને કામપુરુષાર્થ મનાય છે. (૨) બીજું સુખ છે આત્માને કર્મ અને શરીરના બંધનમાંથી તથા તત્સંબંધી અનેક બંધનોમાંથી મુક્ત કરાવી સ્વગુણોની રમણતાના આનંદનું સુખ. કે જે સુખ નિરુપાધિક છે. અનંત કાળ રહેવાવાળું છે. કુલેશ અને કર્મબંધથી સર્વથા મુક્ત છે આસક્તિ રહિત અને સ્વાધીન એવું સુખ છે. તેથી જ આ સુખને યથાર્થ સુખ કહેવાય છે. તેને સમજાવવા કોઈની પણ ઉપમા ન હોવાથી અનુપમ છે અને સ્વ-અનુભવથી જ ગમ્ય છે. આ સુખને શાસ્ત્રોમાં મોક્ષપુરુષાર્થ કહેલ છે. સંસારવર્તી જીવોમાં જે જીવોની દૃષ્ટિ (હૃદયગત આશય) કામપુરુષાર્થ(ભોગસુખો) તરફ છે તેઓને તે સુખ મેળવવા માટે તેના ઉપાયભૂત અર્થોપાર્જનના અનેક વ્યવસાયો કરવા પડે છે. તે વ્યવસાયને અર્થપુરુષાર્થ કહેવાય છે. અને સદ્ગુરુનો યોગ થવાથી તથા પોતાની તથા પ્રકારની ભવ્યતા પાકવાથી જે જીવોની દૃષ્ટિ બદલ ઈ છે. ભોગસુખોને અસાર, તુચ્છ, નાશવંત અને બંધનભૂત આ, ૧ Page #19 -------------------------------------------------------------------------- ________________ આઠ દૃષ્ટિની સઝાય જાણીને મન તેમાંથી ઉભગી ગયું છે. અને મુક્તિ પ્રાપ્ત કરવા તરફ જેની દૃષ્ટિ વળી છે તે જીવોને મુક્તિ સુખ મેળવવા માટે તેના ઉપાયભૂત જે જે પ્રયત્નો કરવા પડે છે તે વ્યવસાયને “ધર્મપુરુષાર્થ” કહેવાય છે. આ પ્રમાણે ચાર પ્રકારના પુરુષાર્થમાંથી કામ અને મોક્ષ એ બે પુરુષાર્થ સાધ્ય છે. અને તેના ઉપાયભૂત અર્થ અને ધર્મ આ બે પુરુષાર્થ સાધનસ્વરૂપ છે. અર્થ ઉપાર્જનથી કામસુખ પ્રાપ્ત થાય છે અને ધર્મ ઉપાર્જનથી મોક્ષસુખ પ્રાપ્ત છે. કામસુખના અર્થી (તે તરફની દૃષ્ટિવાળા) જીવો સતત અર્થ ઉપાર્જનના જ વ્યવસાયમાં વ્યસ્ત રહે છે અને મોક્ષસુખના અર્થી (તે તરફની દૃષ્ટિવાળા) જીવો સતત ધર્મ ઉપાર્જનના વ્યવસાયમાં જ વ્યસ્ત રહે છે. કામસુખ મેળવવાની દૃષ્ટિને શાસ્ત્રોમાં “ઓઘદૃષ્ટિ” કહેવાય છે અને મોક્ષસુખ મેળવવાની દૃષ્ટિને શાસ્ત્રોમાં “યોગદૃષ્ટિ” કહેવાય છે. અનાદિકાલથી મોહના સંસ્કાર દઢ થયેલા હોવાથી કામસુખો તરફની દૃષ્ટિ સર્વે જીવોની સહજ હોય છે. શીખવાડવી પડતી નથી. તેવી દષ્ટિવાળા જીવોને ભવાભિનંદી જીવો કહેવાય છે. પરંતુ મોક્ષસુખ તરફની જે દૃષ્ટિ છે તે મોહના નાશવાળી હોવાથી અતિશય ઘણા પ્રયત્ન પણ દુર્લભ અને દુષ્કર છે, માટે વારંવાર સમજાવવી પડે છે. આવી દૃષ્ટિવાળા જીવોને “મુમુક્ષુ”જીવ કહેવામાં આવે છે. અનંત ઉપકારી તીર્થકર ભગવન્તો કૃતકૃત્ય હોવા છતાં પરમ કરુણાના સાગર હોવાથી સંસારી જીવોને મોહનિદ્રાનો ત્યાગ કરાવી મુક્તિસુખ તરફ લઈ જાય એવી યોગની દૃષ્ટિ કરાવતો ધર્મનો ઉપદેશ તેઓએ આપ્યો છે. ગણધરભગવંત આદિ મહાત્મા પુરુષોએ એ ઉપદેશ શાસ્ત્રારૂઢ કર્યો છે. ત્યાર પછીના પૂર્વાચાર્ય મહાત્માઓએ તે ઉપદેશ આગમમાંથી જાણીને ભાવિના અલ્પબુદ્ધિવાળા જીવોના ઉપકાર માટે વિવિધ શાસ્ત્રો દ્વારા તેનો વિસ્તાર કર્યો છે. Page #20 -------------------------------------------------------------------------- ________________ પૂર્વ ભૂમિકા અનાદિકાલીન આ જીવની ભોગસુખ તરફની દૃષ્ટિ છોડાવી મુક્તિસુખ તરફની દૃષ્ટિ કરાવવી એ જ સંસારી જીવ ઉપર તેઓનો મહાઉપકાર છે. મોક્ષે યોગનન્ યોગ:' આ આત્માને મોક્ષની સાથે જોડી આપે એવો જે ધર્મપરિણામ તે યોગ કહેવાય છે. તે તરફની (ધર્મ પરિણામ તરફની) જે દૃષ્ટિ તે યોગદષ્ટિ કહેવાય છે. જીવે જીવે ભિન્ન ભિન્ન આવા પ્રકારની યોગની દૃષ્ટિ (હૃદયગત અભિપ્રાય-આશય વિશેષ) હોવાથી અનેક દૃષ્ટિઓ છે. તેનો સંક્ષેપથી આઠમાં સમાવેશ કર્યો છે. સંસ્કૃત-પ્રાકૃત ભાષામાં અનેક પ્રકારના ગદ્ય-પદ્ય મહાગ્રન્થોની રચના કરી જગતના જીવોનો ઉપકાર કરનારા પૂ. સિદ્ધસેનદિવાકરસૂરિજી, ઉમાસ્વાતિજી, જિનભદ્રગણિક્ષમાશ્રમણજી, શ્રી હરિભદ્રસૂરિજી, કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજી, શ્રી વાદિદેવસૂરિજી આદિ અનેક મહાન પ્રભાવક આચાર્યો ભૂતકાળમાં થયા. તેમાં “યાકિનીમહત્તરાસૂનુના હુલામણા નામથી સુવિખ્યાત તાર્કિકસમ્રાટુ સૂરિપુરન્દર આચાર્યદેવ શ્રી હરિભદ્રસૂરીશ્વરજી થયા કે જેઓ ૧૪૪૪ અદ્ભુત ગ્રન્થોના કર્તા છે. તેઓએ “યોગદષ્ટિ સમુચ્ચય” નામનો યોગની આઠ દૃષ્ટિને સમજાવતો સંસ્કૃત ભાષામાં પદ્યબદ્ધ મહાગ્રન્થ બનાવ્યો છે. તે ગ્રન્થને અનુસારે જૈનશાસનમાં મુમુક્ષુ મહાત્માઓમાં આ આઠ દૃષ્ટિઓ જાણવાનો, ભણવાનો અને તેને અનુસારે જીવનને કલ્યાણના માર્ગે વાળવાનો ઉત્સાહ સવિશેષ વૃદ્ધિ પામ્યો છે. આ ગ્રંથ મહા-ઉપકારક હોવા છતાં સંસ્કૃત ભાષામાં હોવાથી તથા ટીકા પણ સંસ્કૃત હોવાથી સંસ્કૃત ભાષાના અલ્પજ્ઞ અને અજ્ઞાની પરંતુ મુમુક્ષુ ભાવવાળા જીવોને તેનાથી જોઈએ તેટલો ઉપકાર સંભવિત નથી. એમ સમજીને ગુજરાતી સાહિત્યરચના કરવામાં સમર્થ વિદ્વાન અને ઉપાધ્યાયજી તથા Page #21 -------------------------------------------------------------------------- ________________ આઠ દૃષ્ટિની સજ્ઝાય લઘુહરિભદ્રસૂરિજી આદિ હુલામણા ઉપનામોથી વિશ્વવિખ્યાત પૂજ્ય શ્રી યશોવિજયજી મહારાજશ્રીએ સંસ્કૃત પ્રાકૃત ભાષાના સર્વથા અજાણ એવા ગ્રામ્ય જીવો અને નાગરિક જીવોના ઉપકાર માટે સરળ ગુજરાતી ભાષામાં “સજ્ઝાયના રાગ રૂપે” ગાથાચ્છન્દ પણે આ જ આઠ દૃષ્ટિઓના સારને જણાવતી યોગદૃષ્ટિ સમુચ્ચય ગ્રન્થના આધારે એક સુંદર સજ્ઝાય”ની રચના કરી છે. આ સજ્ઝાય ગુજરાતીમાં હોવાથી અને યોગની આઠે દૃષ્ટિઓને સુંદર શૈલીમાં સમજાવતી હોવાથી જૈન સમાજમાં અતિશય પ્રિય બની છે. આ સાયની ઉપર સત્સંગ, સ્વાધ્યાય અને વ્યાખ્યાન શ્રેણીઓ ચાલે છે તેથી તેના અર્થો સરળ ભાષામાં લખવાની અને યથાશક્તિ તેના ગૂઢાર્થ સમજાવવાની હૈયામાં ભાવના જાગી. - “યોગદૃષ્ટિ સમુચ્ચય" નામના મૂળ ગ્રંથનું અને તેની ટીકાનું વિવેચન આ વર્ષે લખાતું હોવાથી તેની સાથે સાથે આ સજ્ઝાયના અર્થ પણ એક સરખો સમાન વિષય હોવાથી લખવા સરળ પડે એમ સમજીને સજ્ઝાયના અર્થ પણ લખીએ છીએ. આત્મિક વિકાસક્રમને અનુલક્ષીને ચૌદ ગુણસ્થાનકોનો જે ક્રમ શાસ્ત્રોમાં વર્ણવેલો છે, તેને જ ધ્યાનમાં રાખીને આ દૃષ્ટિઓ વર્ણવેલી છે. આ આઠ દૃષ્ટિઓ સમજાવવા દ્વારા અલ્પજ્ઞ આત્માઓને સન્માર્ગની સન્મુખ વાળવાનો સાચો માર્ગ બતાવેલ છે. આ સજ્ઝાયનું નિરંતર પરિશીલન કરવાથી મુમુક્ષુ આત્માઓમાં સંવેગ-નિર્વેદ, અનુકંપા આદિ ગુણોની વૃદ્ધિ થતાં મુમુક્ષુભાવની પુષ્ટિમાં સુંદર એક આલંબન રૂપ બને છે. સાંસારિક કોઈ પણ કાર્ય કરતી વખતે હૃદયમાં આ સજ્ઝાયની ગાથાઓનો ગુંજારવ જો ચાલુ હોય તો અતિશય અલિપ્તતા આપે છે. આવા પ્રકારના ઉપકારક મહાગ્રન્થોની રચના કરનાર ઉપકારી મહાપુરુષોને હૃદયના ભાવપૂર્વક વંદના કરીને આપણે હવે આ સજ્ઝાયના અર્થ વિચારીએ Page #22 -------------------------------------------------------------------------- ________________ नमोत्थु णं समणस्स भगवओ महावीरस्स ન્યાયવિશારદ-ન્યાયાચાર્ય મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી મ. સા. વિરચિત આઠ દૃષ્ટિની સઝાય (પ્રથમ મિત્રા દૃષ્ટિ) ઢાળ પહેલી શિવ સુખ કારણ ઉપદિશી, યોગ તણી અડદિટ્ટી રે ! તે ગુણ થણી જિન વીરનો, કરશું ધર્મની પુટ્ટી રે ૫/૧૫ વીર જિનેસર દેશના. ગાથાર્થ - મુક્તિસુખનું કારણ બને એવી યોગની આઠ દૃષ્ટિઓ શ્રી મહાવીર પ્રભુએ જણાવી છે. આ સક્ઝાયમાં શ્રી વીર જિનેશ્વરના તે “હિતોપદેશક” નામના ગુણની સ્તુતિ કરતાં કરતાં અમે (સ્વ-પરમાં) ધર્મની પુષ્ટિ કરીશું. ના વિવેચન - દૃષ્ટિ એટલે સમજણ, બોધ, જ્ઞાન, આશય, અભિપ્રાય. આ પર્યાયવાચી શબ્દો દૃષ્ટિને જણાવનારા છે. જે જીવની જે બાજુ દષ્ટિ વળે છે તે બાજુ તેનું વર્તન, વાણી અને વિચાર પ્રવર્તે છે. જે જીવોને ઈન્દ્રિયજન્ય સુખો જ ભોગવવા જેવાં અને આનંદોતુ મનાય છે, તે જીવોનું વર્તન આદિ સર્વે તે તરફ જ હોય છે. તેવી દૃષ્ટિથી જીવ મુક્તિ પ્રાપ્ત કરી શકતો નથી પરંતુ રાગ-દ્વેષ અને અજ્ઞાન આદિ દોષો દ્વારા પાપકર્મ બાંધી સંસારમાં જ રખડે છે તેથી તેવી દૃષ્ટિને યોગની દૃષ્ટિ કહેવાતી નથી પરંતુ Page #23 -------------------------------------------------------------------------- ________________ આઠ દૃષ્ટિની સજઝાય ઓઘદૃષ્ટિ (સામાન્યદૃષ્ટિ = મોહલી દૃષ્ટિ) કહેવાય છે. તેવી દૃષ્ટિવાળા જીવોને “ભવાભિનંદી” જીવો કહેવાય છે. જે જીવોને ઇન્દ્રિયજન્ય સંસાર સુખ અસાર તુચ્છ, હેય, દુઃખદાયી અને અનંતસંસાર પરિભ્રમણનો હેતુ લાગ્યું છે અને તેથી સંસારમાંથી જેનું મન કંઈક અંશે પણ ઉભગી ગયું છે. અને આ બંધનમાંથી છુટીને મુક્તિ તરફ જવા માટેની મીટ(દષ્ટિ) મંડાણી છે તે દૃષ્ટિ તે જીવને કાળાન્તરે પણ મોક્ષની સાથે જોડનાર હોવાથી યોગની દૃષ્ટિ કહેવાય છે અને આવી દૃષ્ટિવાળા જીવોને “મુમુક્ષુ” જીવ કહેવાય છે. આવા પ્રકારની આ યોગની દૃષ્ટિના સંક્ષેપે આઠ ભેદ છે. (૧) મિત્રા, (૨) તારા, (૩) બલા, (૪) દિપ્ર, (૫) સ્થિરા, (૬) કાન્તા, (૭) પ્રભા, (૮) પરા. આ આઠે દૃષ્ટિઓ આ આત્માને મુક્તિની સાથે જોડનાર હોવાથી “યોગની દૃષ્ટિ કહેવાય છે. આ આઠ દૃષ્ટિમાં અંતિમ છેલ્લી “પરા” દૃષ્ટિ મુક્તિનું તુરત જ કારણ બને છે. તેના કરતાં પ્રભા દૃષ્ટિ અધિક કાલે, કાન્તાદષ્ટિ અધિકતરકાલે એમ ક્રમશઃ આઠ દૃષ્ટિ પરંપરાએ પણ મુક્તિનું કારણ બને છે. જેમ અમદાવાદથી મુંબઈ તરફ જતી ટ્રેનને મુંબઈ જ પહોંચવાનું છે. પરંતુ બોરીવલી સ્ટેશન તુરત મુંબઈ પહોંચાડે છે. તેના કરતાં પાલઘર સ્ટેશન થોડાક વધુ કાલે મુંબઈ પહોંચાડે છે તેના કરતાં વાપી, વલસાડ, સુરત, ભરૂચ, વડોદરા અને નડીયાદ વધારે વધારે કાલે મુંબઈ પહોંચાડે છે. પરંતુ ઉપરોક્ત સર્વે સ્ટેશનોમાં રહેલી ટ્રેન અલ્પકાળે અથવા અધિકકાળે પણ અવશ્ય મુંબઈ પહોંચાડે જ છે. કારણ કે તે દરેકની દૃષ્ટિ(ગતિ) તે તરફ જ છે. તેવી રીતે આ આઠે દૃષ્ટિઓમાં વર્તતા જીવો કોઈ અલ્પકાળે અને કોઈ અધિકકાળે Page #24 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ મિત્રા દૃષ્ટિ પણ મોક્ષે જાય છે. કારણ કે આ આઠે દૃષ્ટિઓ જે મુક્તિ તરફના પ્રયાણવાળી છે તેથી જ ગાથામાં કહ્યું છે કે “શિવસુખકારણ” = મુક્તિ સુખના કારણભૂત એવી આ આઠ દૃષ્ટિ મહાવીર પ્રભુએ આગમમાં ઉપદેશેલી છે. પરા નામની આઠમી દૃષ્ટિ મુક્તિનું અનંતર(સાક્ષા) કારણ છે. અને પ્રભા - કાન્તા - સ્થિરાદિ દૃષ્ટિઓ ક્રમશઃ અધિક અધિકકાળે પરંપરાએ મુક્તિનું કારણ છે. એમ અનંતરપણે અને પરંપરાપણે આ દૃષ્ટિઓ શિવસુખનું કારણ છે. જો આ જીવની એકવાર દૃષ્ટિ સુધરી જાય તો તેના સઘળા વ્યવહારો આપોઆપ સુધરી જાય છે. અંદરની દૃષ્ટિ સુધરવી એટલે “સાધ્યશુદ્ધિ” થવી. તે નિશ્ચય છે અને તે સાધ્યની સિદ્ધિ માટે સાધનશુદ્ધિ તે વ્યવહાર છે. એને જ પરિણતિ અને પ્રવૃત્તિ કહેવાય છે. પરિણતિ જો નિર્મળ થાય તો બાહ્ય પ્રવૃત્તિ આપોઆપ જ બાધક કારણો વિના નિર્મળ થાય જ છે. માટે પરિણતિને સુધારવા સારૂ આ આઠ દૃષ્ટિઓનો ઉપદેશ છે. મહાવીર પ્રભુ સર્વજ્ઞ વીતરાગ તીર્થંકર દેવ હોવાથી અનંત અનંત ગુણોના ભંડાર છે. તેમના અનંતગુણો ઈન્દ્ર, બૃહસ્પતિ કે શ્રુતકેવલીઓ પણ પૂર્ણતયા ગાઈ શકતા નથી તો આપણા જેવા સામાન્ય માનવીની વાત કરવી જ શું ? તેથી તેઓના અનંતગુણોમાંથી તેઓએ કરેલો “પરને હિતોપદેશ” એ ગુણને આ સઝાયમાં અમે ગાઈશું “તે ગુણ થણી જિન વીરનો” કૃતકૃત્ય હોવા છતાં, તે જ ભાવે નિયમો મુક્તિગામી હોવા છતાં, કોઈ પણ જાતના સ્વાર્થ વિના ઉત્તમ એવી આ આઠદષ્ટિઓનો અમને વીરપરમાત્માએ જે ઉપદેશ આપ્યો, જે જાણીને અનેક જીવો સન્માર્ગને સન્મુખ થયા છે અને આત્મકલ્યાણ સાધ્યું છે અને Page #25 -------------------------------------------------------------------------- ________________ આઠ દૃષ્ટિની સઝાય સાધે છે તે “હિતોપદેશ” નામનો ગુણ ગાતાં ગાતાં અમારામાં અને સઝાય ભણનારા અને સાંભળનારા એવા પરમાં પણ અમે ધર્મની પુષ્ટિ = ધર્મભાવનાની ઋદ્ધિ-વૃદ્ધિ કરીશું. આ ગાથામાં આ દૃષ્ટિઓને “શિવસુખનું કારણ કહી છે. તેથી શિવ(એટલે મુક્તિ) પણ અવશ્ય છે જ, અને તેમાં સુખ પણ અવશ્ય છે જ. આ પદો લખીને આનાથી ઉલટું માનનારા અન્યદર્શનોનો ભંગભાવે પ્રતિક્ષેપ કર્યો છે. (૧) નૈયાયિક અને વૈશેષિક મુક્તિ માને છે પરંતુ તેમાં જ્ઞાનગુણનો અને અનંતસુખનો નાશ માને છે. અર્થાત્ જ્ઞાન અને સુખનો અભાવ માને છે. મુક્તિમાં જ્ઞાન અને સુખ હોતું નથી તેમ માને છે. (૨) બૌદ્ધ દર્શન બુઝાઈ ગયેલા દીપકની જેમ આત્મદ્રવ્યની સર્વથા સમાપ્તિ થઈ જવી તેને મુક્તિ માને છે. (૩) સાંખ્ય દર્શન આત્મા નિત્યમાત્ર માને છે. ફક્ત પ્રકૃતિના વિયોગને જ મુક્તિ માને છે. આત્મા તો સદા સ્વતઃ શુદ્ધ જ છે એમ માને છે. (૪) જૈનદર્શનકાર આત્માની કર્મરહિત અવસ્થા તે મુક્તિ માને છે અને તેમાં અનંતજ્ઞાન અને અનંતસુખ પ્રગટ હોય છે. એમ માને છે. આ સંસારમાં સર્વે જીવો અનાદિકાળથી જન્મ-મરણાદિના દુઃખોને અનુભવતા અનુભવતા રખડે છે. શાસ્ત્રાનુસારે અનંત પુદ્ગલ પરાવર્તનકાળ ગયો છે અને જાય છે, તેમાંથી જ્યારે મુક્તિએ જવાનો કાળ પાકે છે એટલે કે “તથાભવ્યતા” પાકે છે અને માત્ર એક પુદ્ગલ પરાવર્તન જેટલો જ કાળ અર્થાત્ ચરમાવર્ત જેટલો Page #26 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ મિત્રા દૃષ્ટિ કાળ બાકી રહે છે અને તે ચરમાવર્તમાં પણ ઘણો કાળ ગયે છતે બહુ ભાવમલ(મોહની તીવ્રતા) દૂર થયે છતે યોગની આ દૃષ્ટિ શરૂ થાય છે. તે પહેલાં તો સંસાર, સંસારના સુખો અને સંસારના સંબંધો જ સારા લાગે છે. આત્મા કે આત્મસ્વરૂપની જાણકારી પણ હોતી નથી. તેને ઓઘદૃષ્ટિ કહેવાય છે. અનાદિકાલીન ઓઘદૃષ્ટિ હોવા છતાં જેમ જેમ તથાભવ્યતા પાકવાનો કાળ નજીક નજીક આવે છે તેમ તેમ તે ઓઘદૃષ્ટિ પણ બદલાતી જાય છે. અર્થાત્ ઓઘ દૃષ્ટિ પણ મંદ, મંદતર, મંદતમ થતાં થતાં યોગ દૃષ્ટિને અભિમુખ થતી જાય છે. તેથી આ ઓઘ દૃષ્ટિ પણ તરતમભાવે અનેક પ્રકારની છે. તે ઓઘદૃષ્ટિની(સામાન્ય દૃષ્ટિની) તરતમતા ઉદાહરણ સાથે સમજાવે છે - સઘન અઘન દિન રયણીમાં, બાળ વિકલ ને અનેરા રે ! અર્થ જુએ જિમ જુજુઆ, તિમ ઓઘ નજરના ફેરા રેરા વીર જિનેસર દેશના. ગાથાર્થ - મેઘસહિત, મેઘરહિત, દિવસ, રાત્રિ, બાળક અને ખામીવાળી ચહ્યું હોય કે તેનાથી અન્ય (યુવાન હોય કે ખામી રહિત ચક્ષુ) હોય, તો તે જેમ જુદા જુદા અર્થ જુએ છે તેમ ઓઘ નજરવાળા જીવોની દૃષ્ટિમાં ફરક(તફાવત - ભિન્નતા) હોય છે. મારા વિવેચન - દૃષ્ટિના ભેદને સમજાવવા માટે એક સુંદર ઉદાહરણ આપે છે. ધારો કે આપણી આંખ સામે જ જોવા લાયક “ઘટ-પટ-સ્ત્રી-પુરુષ” આદિ પદાર્થો છે. તેને જોનારા સામે ખુરશી ઉપર બેઠા છે. પરંતુ (૧) જો વાદળથી છવાયેલી અમાવાસ્યાની રાત્રિ હોય તો ઘણું જ આછું-પાતળું દેખાય છે. Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧0 આઠ દૃષ્ટિની સજઝાય (૨) જો વાદળ વિનાની રાત્રિ હોય તો કંઈક અંશમાત્રથી જ દેખાય છે. (૩) જો વાદળથી છવાયેલો દિવસ હોય તો તેનાથી પણ કંઈક વધુ સ્પષ્ટ જણાય છે. (૪) જો વાદળ વિનાનો દિવસ હોય તો તેથી પણ વધારે સ્પષ્ટ દેખાય છે. આ ચારે સ્થાનોમાં જોનારા જો બાળકો હોય તો શેય વસ્તુ તેઓને જેવી જણાય છે તેના કરતાં જોનારા પુરુષો યુવાન અથવા વૃદ્ધ હોય તો વધુ સ્પષ્ટ દેખે છે. તથા ઉપરોક્ત ચારે સ્થાનોમાં જોનારાની આંખ ખામી વાળી (વિકલ = ઝામર અથવા મોતીયા વાળી) હોય તો જે દેખાય, તેના કરતાં ખામી વિનાની આંખ હોય તો અત્યન્ત સ્પષ્ટ જણાય છે. આ પ્રમાણે ઘટ-પટ આદિ એક સરખા સમાન શેયમાં પણ દેખનારાના ભેદથી, દેખવાના સાધનના ભેદથી, દેખવાના કાળના ભેદથી અને દેખવાની રીતભાતના ભેદથી હીનાધિપણે અતિશય ભિન્ન ભિન્ન રીતે જેમ વસ્તુઓ જણાય છે, તેવી જ રીતે આ જીવ અનન્ત જ્ઞાનનો સ્વામી હોવા છતાં જ્ઞાનાવરણીય આદિ કર્મોથી તે ગુણ અવરોયેલો છે. તેથી તેની હીનાધિકપણે ક્ષયોપશમની માત્રાથી અને મોહનીયકર્મની હીનાધિકપણે ચિત્ર-વિચિત્રતાથી સમાન દૃશ્યને દેખવામાં પણ ફરક પડે છે, તેથી સામાન્ય દૃષ્ટિના પણ આવા અનેક ભેદો થાય છે. આત્મા આદિ તત્ત્વો કોઈને એકાન્ત નિત્ય દેખાય છે. કોઈને એકાન્ત અનિત્ય દેખાય છે. કોઈને પંચભૂતાત્મક આત્મા જણાય છે. કોઈને સ્વતંત્ર આત્મા દ્રવ્ય જણાય છે. આ પ્રમાણે દૃષ્ટિદોષથી જ દશ્ય વસ્તુ ભિન્ન ભિન્ન જણાય છે. અને તેમાં જ છે. કોઈને પણ દષ્ટિદોષથી લઈને સ્વતંત્ર Page #28 -------------------------------------------------------------------------- ________________ ૧૧ પ્રથમ મિત્રા દૃષ્ટિ બદ્ધ આગ્રહી થવાથી = એકાન્તવાદ સ્વીકારવાથી જુદાં જુદાં દર્શનો થયાં છે. આ જ હકીકત આગળ ઉપર સ્પષ્ટ કરે છે - દર્શન જે હુઆ જુજુઆ, તે ઓઘ નજરને ફરે રે ! ભેદ સ્થિરાદિક દૃષ્ટિમાં, સમકિત દૃષ્ટિને હરે રે Iણા વીર જિનેસર દેશના. ગાથાર્થ – ભિન્ન ભિન્ન દર્શનો જે પ્રવર્તી છે તે સામાન્યપણે દૃષ્ટિ દૃષ્ટિના ફરક માત્રથી થયાં છે. પરંતુ સ્થિરાદિ પાછળની ચાર દૃષ્ટિમાં આવેલા સમ્યગ્દષ્ટિ આત્માને તે ફરક આશ્ચર્યકારી(નિરર્થક) લાગે છે. ફll વિવેચન - અનંત ઉપકારી પરમાત્મા તીર્થકર ભગવન્તોએ અનંત અખંડ કેવલજ્ઞાનાદિ ગુણો આવિર્ભત કરીને નિત્યાનિત્ય, ભિન્નભિન્ન, સદસત્ ઇત્યાદિ ઉભયાત્મકભાવે જગતનું સ્વરૂપ જેવું છે તેવું યથાર્થ જોઈને યથાર્થ ઉપદેશ્ય છે. જગતના યથાર્થ સૂક્ષ્મસ્થૂલ સ્વરૂપને જોવામાં કે ઉપદેશ આપવામાં ક્યાંય પણ કંઈ પણ બાધા નથી. યથાર્થ જ્ઞાતા, યથાર્થ ઉપદેશક અને યથાર્થ હિતકારક એવા આ મહાનું લોકોત્તર પુરુષો છે. પરંતુ તે વાણીને અનંતરપણે કે પરંપરાએ સાંભળનારા કોઈક કોઈક જીવોમાં અને સર્વથા નહી સાંભળનારા સર્વે જીવોમાં અનાદિકાલીન મિથ્યાત્વમોહના ઉદયના કારણે અવેદ્યસંવેદ્ય પદના પ્રતાપે વસ્તુના સ્વરૂપને જોવા જોવામાં = જાણવા જાણવામાં દૃષ્ટિનો ફરક પડે છે. પ્રત્યેક વસ્તુમાં અનંત અનંત ધર્માત્મક સ્વરૂપ હોવા છતાં જે અંશ તરફ બદ્ધદષ્ટિ વાળા થઈ જાય છે તે જ એક અંશને વસ્તુનું સ્વરૂપ કહેતા એવા તેઓ જુદા જુદા દર્શનકાર (દષ્ટિના દોષવાળા) બન્યા છે. જે આત્માઓને સદ્ગુરુનો યોગ(ભાવથી) પ્રાપ્ત થયો નથી Page #29 -------------------------------------------------------------------------- ________________ ૧૨ આઠ દૃષ્ટિની સજ્ઝાય તેઓને યોગાવંચકતા” પણ હજુ પ્રાપ્ત થઈ નથી. તેથી તેના વિના વસ્તુતત્ત્વનું સ્વરૂપ જાણવામાં મનમાની કલ્પનાઓ પ્રમાણે દોડે છે. આ કારણે તેઓ વડે જોવાયેલી અને પ્રરૂપણા કરાયેલી વસ્તુમાં તથા તેના સ્વરૂપમાં જે ભેદ પ્રવર્તે છે. આ જ જુદાં જુદાં દર્શનો છે. આવા પ્રકારનો આ દૃષ્ટિદોષ ઓઘદૃષ્ટિ કાળે તીવ્ર હોય છે અને મિત્રાદિ પ્રથમની ચાર દૃષ્ટિઓમાં મંદ મંદપણે પ્રવર્તે છે. પરંતુ સ્થિરાદિ પાછળની ચાર દૃષ્ટિઓમાં આવેલા આત્માઓને આવો દૃષ્ટિદોષ પ્રવર્તતો નથી. સમ્યક્ત્વવાળા હોવાથી અને વેદ્યસંવેદ્યપદનો પ્રભાવ હોવાથી તીર્થંકર પરમાત્માની વાણીના આલંબને વસ્તુતત્ત્વને જોવામાં, જાણવામાં અને માનવામાં કોઈ પણ જાતનો ફરક હોતો નથી. દૃષ્ટિદોષ સંભવતો જ નથી. સ્થિરાદિ ચાર દૃષ્ટિઓમાં દૃષ્ટિના ભેદ પરસ્પર સાધનાની અધિક અધિક તરતમતાને આભારી છે. સ્થિરાદિ ચાર દૃષ્ટિમાં વર્તતા સમ્યગ્દષ્ટિ આત્માઓને તો ભિન્ન-ભિન્ન દર્શનકારોની વસ્તુતત્ત્વના સ્વરૂપ પરત્વે ભિન્ન ભિન્ન દૃષ્ટિઓ જોઈને અતિશય આશ્ચર્ય થાય છે અને હૃદયમાં તેઓ પ્રત્યે ભાવ કરુણા આવે છે. હાથીના પગ, સૂંઢ, કાન, પુંછડું અને પેટ વગેરે જુદા જુદા અવયવો હાથમાં આવવાથી આખો હાથી આવો જ છે એમ કહેનારા અને તેના કારણે પરસ્પર વાદવિવાદ કરનારા છ અંધપુરુષોને જોઈને દેખતા માણસને જેમ આશ્ચર્ય થાય, હૃદયમાં તેઓ ઉપર કરુણા વરસે અને પરસ્પરનો વાદવિવાદ શમાવે તેવી વાણી પ્રકાશે, તેવી જ સતે ઓઘદૃષ્ટિ આદિમાં રહેલા આવા મિથ્યાર્દષ્ટિ જીવોની જુદી જુદી કદાગ્રહવાળી દૃષ્ટિઓ જોઈને અને દૃષ્ટિઓ દ્વારા કહેવાયેલા ભિન્ન ભિન્ન મતાગ્રહ વાળા સ્વરૂપને જોઈને સ્થિરાદિ દૃષ્ટિઓમાં આવેલા સમ્યગ્દષ્ટિ આત્માઓને અત્યન્ત આશ્ચર્ય થાય છે. અને પરમ Page #30 -------------------------------------------------------------------------- ________________ ૧૩ પ્રથમ મિત્રા દૃષ્ટિ ભાવ કરુણા ઉપજે છે. દષ્ટિદોષનો કેવો પ્રતાપ છે ? જે પરસ્પર વિવાદ સર્જે છે. સમકિતવંતને આ વિવાદ નિરર્થક જણાય છે. અને પોતાની આત્મસાધના કરવામાં વધારે સાવધ રહે છે. ૩ દર્શન સકળના નય ગ્રહે, આપ રહે નિજ ભાવે રે | હિતકારી જનને સંજીવની, ચારો તેહ ચરાવે રે I૪ll. વીર જિનેસર દેશના. ગાથાર્થ - સ્થિરાદિ દૃષ્ટિવાળા આત્માઓ સર્વે દર્શનોના સિદ્ધાન્તને (આશયને - નયને) જાણે છે. તે ભિન્ન ભિન્ન સિદ્ધાન્ત જાણવા છતાં પોતે પોતાના (માનેલા અનેકાન્ત) સ્વરૂપમાં સ્થિર રહે છે. અને તે તે દર્શનકારોનું હિત થાય એવી વાણી પ્રકાશવા રૂ૫ “સંજીવની” ચારો ચરાવે છે જો વિવેચન - સ્થિરા આદિ પાછળની ચાર દૃષ્ટિઓ સમક્તિવંત જીવને જ આવે છે. ત્યાં વેદ્યસંવેદ્યપદ પ્રાપ્ત થાય છે. તેના પ્રભાવથી પરમાત્માના વચનોના આલંબને આ જીવને વસ્તુતત્ત્વનો યથાર્થબોધ થાય છે, તેથી સર્વે નયોને તે યથાર્થપણે સમજે છે અને જાણે છે. તથા બૌદ્ધ, સાંખ્ય, નૈયાયિક અને વેદાન્ત આદિ ભિન્ન-ભિન્ન દર્શનકારો ક્યા ક્યા નયની પ્રધાનતા દ્વારા શું એકાન્ત માને છે? તે અન્ય દર્શનકારોની સર્વે દૃષ્ટિઓને (કહેવાના આશયને) જાણે છે સાંભળે છે અને સમજે છે. પરંતુ તે સર્વે દૃષ્ટિઓ માત્ર એક એક નયની પ્રધાનતાવાળી હોવાથી એકાન્તરૂપ છે, મિથ્થારૂપ છે. એમ જાણીને તેમાં અલ્પ માત્રાએ પણ ન અંજાતાં પોતે સમજેલી વીતરાગસર્વજ્ઞ પરમાત્મા કથિત અને કાન્તવાદની (સ્યાદ્વાદની) દૃષ્ટિને જરા પણ ભુલ્યા વિના તે પોતાના ભાવમાં (અનેકાન્તદષ્ટિ પ્રમાણે પદાર્થોનું સ્વરૂપ સમજવામાં) સ્થિર રહે છે. Page #31 -------------------------------------------------------------------------- ________________ ૧૪ આઠ દૃષ્ટિની સઝાય અનેક દર્શનકારોની પોતપોતાના કદાગ્રહથી ઉત્પન્ન થયેલી અકાટ્ય અનેક યુક્તિઓ સાંભળવા અને જાણવા છતાં પોતાની યથાર્થ માન્યતામાં જ આ જીવ સ્થિર રહે છે પરંતુ અલ્પ માત્રાએ પણ સ્થિરતા ગુમાવતો નથી કે દર્શનાત્તરોની માન્યતામાં અંજાતો નથી. આવા પ્રકારના મિથ્યાત્વના ઉદયવાળા પોતપોતાની માનેલી એકાન્ત દૃષ્ટિમાં મગ્ન એવા કદાગ્રહી અન્ય દર્શનકારોને જોઈને તેઓ ઉપર માધ્યસ્થ ભાવ રાખી હૃદયમાં ભાવ કરુણા લાવીને સમકિતવંત એવો સ્થિરાદિ દૃષ્ટિવાળો આ જીવ તે જીવોનું આ લોક અને પરલોક સંબંધી “હિત” થાય અર્થાત્ કલ્યાણ થાય તેવો હિતકારી ઉપદેશ તે જનને (તે દર્શનકારોને) સમજાવે છે. પ્રશ્ન - તે અન્ય દર્શનકારોને જો પરમાત્માનાં વચનો ગમતાં જ નથી, મિથ્યાત્વનો ઉદય હોવાથી જિનવાણી પ્રત્યે અંતર્લેષ જ વર્તે છે. તો પછી હિતકારી ઉપદેશ તે જીવોને આપવાની શું જરૂર? ઉત્તર-“ચારી સંજીવની ચારા”ના ન્યાયે આ સમકિતવંત જીવ તેઓને હિતોપદેશ આપે છે. ચારી સંજીવની ચારાનો ન્યાય આ પ્રમાણે છે. કોઈ એક સ્ત્રી પોતાનો પતિ પોતાને આધીન રહે એવા આશયથી પોતાની સખી એવી કોઈ પરિવ્રાજિકાને તેનો ઉપાય પૂછે છે. તે પરિવ્રાજિકા કોઈ મંત્રાધિષ્ઠિત ચૂર્ણ આપે છે, તેના પાનથી તે સ્ત્રીનો પતિ બળદ બની જાય છે. પતિ બળદ બનવાથી સ્ત્રીને આધીન તો થયો, પરંતુ સ્ત્રીને પસ્તાવાનો પાર ન રહ્યો. હવે આ બળદ બળદ મટીને ફરીથી પુરુષ થાય એવી ઈચ્છા રાખીને તે સ્ત્રી બળદને પ્રતિદિન ઘાસચારો ચરાવવા ખેતરોમાં લઈ જાય છે. અને સંધ્યા સમયે ઘરે આવે છે. આમ બળદને ખેતરોનો ઘાસચારો ચરાવતાં ચરાવતાં કેટલોક સમય ગયો. Page #32 -------------------------------------------------------------------------- ________________ ૧૫ પ્રથમ મિત્રા દૃષ્ટિ એક વખત તે સ્ત્રી તે બળદને ઘાસચારો ચરાવી એક વૃક્ષની નીચે થાકી છતી બેઠી છે. અને બળદ ઘાસચારો વાગોળે છે. એવામાં તે જ વૃક્ષ ઉપર આકાશમાર્ગે ઉડતું એક વિદ્યાધર યુગલ આવીને આરામ માટે બેઠું છે. વિદ્યાધર એવાં પતિ-પત્નીએ વાર્તાલાપ ચાલુ કર્યો. એવામાં તે વિદ્યાધર પુરુષની દૃષ્ટિ બળદ ઉપર પડી. અને બળદને જોઈને પોતાની પત્નીને કહ્યું કે નીચે જે આ બળદ ઘાસચારો વાગોળે છે તે વાસ્તવિક બળદ નથી. પરંતુ પુરુષ છે. મંત્રાધિષ્ઠિત ચૂર્ણથી તે બળદ બનેલો છે. તેની પત્નીએ પૂછ્યું કે શું કોઈ ઉપાયથી આ ફરીથી પુરુષ થઈ શકે? વિદ્યાધરે કહ્યું કે હા, આ જ ખેતરમાં સંજીવની નામની એક ઔષધિ છે. તે જો આ બળદને ખવરાવવામાં આવે તો આ બળદ પુનઃ પુરુષ થઈ શકે છે. આટલી વાર્તા કરીને તે વિદ્યાધર યુગલ તો ઉડી ગયું. પરંતુ નીચે બેઠેલી આ સ્ત્રીએ તે વાર્તા બરાબર ધ્યાનથી સાંભળી. તેને સમજાયું કે આ બળદને જો સંજીવની ઔષધિ ખવરાવવામાં આવે તો તે બળદ પુનઃ પુરુષ થઈ શકે છે. અને તે ઔષધિ આ જ ખેતરમાં છે. પરંતુ હું જાણતી નથી કે તે ઔષધી કેવી છે ? અને ક્યાં છે ? બહુ વિચારના અંતે મનમાં નક્કી કર્યું કે આ ખેતરનું તમામ ઘાસ બળદને ખવરાવું. તેમાં જ્યારે સંજીવની ઔષધિ તેના ખાવામાં આવી જશે ત્યારે જરૂર તે પુરુષ થશે. આવો નિર્ણય કરીને તેણીએ તે બળદને ક્રમશઃ બધું જ ઘાસ ખવરાવવાની શરૂઆત કરી. સમય જતાં જ્યારે સંજીવની ઔષધિ બળદના ચારામાં આવી ત્યારે તે બળદ સંજીવનીના પ્રભાવથી પુનઃ પુરુષ થયો. આ વાર્તામાંથી નીચે મુજબના મુદા ધ્યાનમાં રાખવા જેવા છે કે તે બળદને પુરુષ બનાવવા માટે ખરેખર “સંજીવની” ઔષધી માત્ર જ ચરાવવાની હતી. ચારો(ઘાસ) ચરાવવાની જરૂર Page #33 -------------------------------------------------------------------------- ________________ આઠ દૃષ્ટિની સઝાય હતી નહીં. પરંતુ સંજીવની ઔષધી ચરાવવા માટે ઘાસચારો ચરાવવામાં આવ્યો છે. તેવી રીતે મિથ્યાત્વમાં રહેલા અન્ય દર્શનીઓને સમ્યકત્વ પમાડવા દ્વારા આત્મહિત કરાવવા માટે “અનેકાતવાદ” સમજાવવાનો હોવા છતાં પણ પ્રાથમિક ભૂમિકામાં તેઓ સન્માર્ગની સન્મુખ થાય. મિથ્યાત્વ પાતળું પડે અને કાળાન્તરે પણ સાચો રસ્તો પામે તેવો “હિતોપદેશ” સ્થિરાદિ દૃષ્ટિવાળો જીવ આ દર્શનકારોને આપે છે. હૃદયમાં ભાવ કરુણા કરીને આ ભૂમિકાએ હિતોપદેશ જ આપે છે. બીજો મુદો એ છે કે ઘાસ ખાનારા બળદને ઘાસ અને સંજીવનીના ભેદનો કોઈ ખ્યાલ નથી. ઘાસ સમજીને જ બધું ખાય છે. તો પણ સંજીવનમાં એવો પ્રભાવ છે કે તે પેટમાં જતાંની સાથે જ બળદ અણસમજુ હોવા છતાં પુરુષ થઈ જ જાય છે. તેવી રીતે સમકિતવંત વડે અપાતા હિતોપદેશના પ્રભાવની અન્ય દર્શનકારોને કંઈ પણ ખબર ન હોવા છતાં હિતોપદેશમાં કાલાન્તરે આવતા અનેકાન્તવાદની દૃષ્ટિનો પ્રભાવ જ એવો છે કે તે દર્શનકારો આપોઆપ જ સમક્તિવંત બની જાય છે. આ કારણથી સ્થિરાદિ દૃષ્ટિવાળો પુરુષ ઓઘાદિ દષ્ટિવાળા પુરુષોને મધ્યસ્થભાવે હૃદયમાં કરુણા આણીને ચારી સંજીવની ચારાના ન્યાય હિતોપદેશ આપે છે. અને તેઓનું કલ્યાણ થાય તેવા પ્રયત્ન કરે છે. જો અહીં એક પ્રશ્ન થવો સંભવિત છે કે સ્થિરાદિ ચાર દૃષ્ટિમાં વર્તતા જીવો પણ તુરત તે જ ભવે મુક્તિપદ પામે એવું કંઈ બનતું નથી. માનવ ભવમાં આત્મસાધના કરતાં કરતાં જ્યાં સુધી મુક્તિપદ પ્રાપ્ત ન થાય ત્યાં સુધીમાં વચ્ચે વચ્ચે દેવના ભવો પણ કરવા જ પડે છે. શ્રેણિક મહારાજા આદિની જેમ કોઈકને નરકનો Page #34 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ મિત્રા દૃષ્ટિ ભવ પણ કરવો પડે છે. તે કાળે આ જીવોને આત્મસાધનામાં વ્યાઘાત થયો હોય તેમ જણાય છે. આવા પ્રકારની સાધનામાં વ્યાઘાતના બળે તે જીવોએ પ્રારંભેલું મુક્તિ તરફનું જે પ્રયાણ છે તે પ્રયાણ અટકી પડ્યું છે એમ મનાય કે નહીં ? આ પ્રશ્નોનોખુલાસો કરતાં કહે છે કે - દૃષ્ટિ થિરાદિક ચારમાં, મુગતિપ્રયાણ ન ભાંજે રે । રયણીશયન જિમ શ્રમ હરે, સુર નર સુખતિમ છાજે રેપ વીર જિનેસર દેશના. ગાથાર્થ - સ્થિરાદિક ચાર દૃષ્ટિમાં મુક્તિપ્રયાણ અટકતું નથી. પરંતુ ગ્રામાન્તરના દીર્ઘ પંથને કાપવામાં રાત્રિશયન જેમ શારીરિક પરિશ્રમને દૂર કરે છે તેમ મુક્તિ પ્રયાણમાં દેવ-મનુષ્યોના ભવોનું સુખ શોભે છે. પા વિવેચન - સ્થિરા, કાન્તા, પ્રભા અને પરા આ પ્રમાણે અન્તિમ ચાર દૃષ્ટિમાં વર્તતા મહાત્માઓ અતિશય નિર્મળ અને પવિત્ર આશયવાળા છે. તેથી દિન-પ્રતિદિન તેઓ મુક્તિમાર્ગ સાધી રહ્યા છે. તેઓનું મુક્તિપ્રયાણ અખંડ અને અવિરત ચાલુ જ છે. તેઓની તથાભવ્યતાનો પરિપાક” ભિન્ન ભિન્ન હોય છે. કોઈ જીવ અલ્પકાળમાં મુક્તિ સાધે છે અને કોઈ કોઈ જીવો થોડા થોડા દીર્ઘ-દીર્ઘકાળે પણ મુક્તિ સાધે છે. જે જીવોને થોડા થોડા દીર્ઘકાળે મુક્તિ થવાની છે તેઓને ત્યાં સુધીના કાળમાં વચ્ચે વચ્ચે દેવ-મનુષ્યના ભવો પણ કરવા પડે છે. ચાલુ મનુષ્યના ભવમાં જે આત્મસાધના આરંભી છે તેમાં સમ્યકત્વગુણ, દેશવિરતિગુણ અને સર્વવિરતિગુણ તથા તેના સંબંધી બીજા પણ અનેક ગુણોની પ્રાપ્તિ થઈ છે. પરંતુ કાળ વિલંબ હોવાથી વચ્ચે વચ્ચે દેવ-મનુષ્યના ભવો કરવા પડે છે. તે ભવોમાં અવિરતિ થવાથી દેશવરતિ આ. ૨ ૧૭ Page #35 -------------------------------------------------------------------------- ________________ આઠ દૃષ્ટિની સાય સર્વવિરતિ તથા તે સંબંધી ગુણોમાં વ્યાઘાત થાય છે. ફરીથી ગુણો તિરોભૂત થઈ જાય છે. તેથી ઘડીભર એમ લાગી જાય છે કે આરંભેલું “મુક્તિપ્રયાણ” જાણે ભાંગી પડ્યું. પરંતુ હકીકત તેમ બનતી નથી તે ઉદાહરણ સાથે સમજાવે છે. ૧૮ કોઈ એક ગામથી બીજે ગામ પગપાળા ચાલીને ત્યાં પહોંચવાનું કાર્ય કોઈ પુરુષે જ્યારે આરંભ્યું હોય, ત્યારે વચ્ચે વચ્ચે વિશ્રામ લેવામાં આવે, રાત્રિ પડે ત્યારે શયન કરવામાં આવે, તો પણ તે આરંભેલું પ્રયાણ ભાંગ્યું કહેવાય નહીં, પરંતુ વચ્ચે કરાતો વિશ્રામ અને રાત્રિશયન શારીરિક પરિશ્રમને જેમ દૂર કરે છે અને નવા પ્રયાણ માટે બળ અને ઉત્સાહ પ્રેરે છે, તેવી રીતે ચાલુ મનુષ્યભવમાં આરંભેલી સાધના અને મુક્તિપ્રયાણ ભવાન્તરમાં જાય ત્યારે ભાંગતું નથી, પરંતુ સાધના સાધતાં સાધતાં અને પ્રયાણ કરતાં કરતાં લાગેલા થાકને(પરિશ્રમને) દૂર કરવા રૂપ છે. ચાલુ ભવ પુરો થતાં જ આ જીવ તે પછીના ભવમાં વધેલા બળ અને ઉત્સાહ વડે વધુ વેગપૂર્વક સાધના કરે છે. માટે તે જીવનું મુક્તિ પ્રયાણ ભાંગતું નથી. મુક્તિ પ્રયાણ અખંડ જ રહે છે. દેવના ભવ પામવા છતાં તેના સુખોમાં આ જીવ અલિપ્ત જ રહે છે. . પ્રાયઃ ઔદયિક ભાવે જ ભોગવે છે. તેથી બંધાયેલા શ્રેષ્ઠ પુણ્યાનુબંધી પુણ્ય દ્વારા આ જીવ પછી પછીના ભવમાં ઉચ્ચકોટિની સાધનાની સામગ્રી પામે છે. તેથી પ્રયાણ ભાંગતું નથી. આ પ્રમાણે યોગની દૃષ્ટિઓનું વર્ણન કરતાં પહેલાં પ્રાસંગિક કેટલુંક વર્ણન પૂ. ઉપાધ્યાયજી મ. શ્રીએ સમજાવ્યું. હવે ક્રમશઃ એક એક યોગની દૃષ્ટિનું વર્ણન સમજાવે છે. ઓઘષ્ટિમાંથી નીકળીને યોગની દૃષ્ટિ તરફ વળવા માટેની આ ઉત્તમ સજ્ઝાય છે. પા Page #36 -------------------------------------------------------------------------- ________________ ૧૯ પ્રથમ મિત્રા દૃષ્ટિ (૧) મિત્રા દૃષ્ટિ એહ પ્રસંગથી મેં કહ્યું, પ્રથમ દૃષ્ટિ હવે કહીએ રે | જિહાં મિત્રા તિહાં બોધ જે, તૃણ અનિશ્યો લહીએરાદા વીર જિનેસર દેશના. ગાથાર્થ - ઉપરોક્ત બધી હકીકત મેં પ્રસંગથી કહી છે. હવે પ્રથમ દૃષ્ટિ સમજાવીએ છીએ. જ્યાં મિત્રા દૃષ્ટિ છે ત્યાં બોધ(જ્ઞાનદશા) તૃણના અગ્નિ સમાન હોય છે. ||૬| ' વિવેચન - સંસારાભિમુખ જે દષ્ટિ, ભવનાં સુખો તરફનો જે આનંદ, તેની પ્રાપ્તિ માટેનું જ જે લક્ષ્ય, અતત્ત્વને (અસારને) જ તત્ત્વ(સાર) સમજી તે તરફના જ જે પ્રયાસો તેને જૈનશાસ્ત્રોમાં ઓઘદૃષ્ટિ કહેવાય છે. આ ઓઘદૃષ્ટિકાલે જીવમાં મિથ્યાત્વમોહના ઉદયનું બળ વધારે હોય છે. તેથી જ હેયમાં ઉપાદેયબુદ્ધિ અને ઉપાદેયમાં હેય બુદ્ધિ થાય છે. સંસારનાં સુખો માત્ર જ મેળવવા માટે અને દુઃખો દૂર કરવા માટે જ દોડાદોડી કરે છે. આત્મતત્ત્વનું લક્ષ્ય બીલકુલ હોતું નથી. આ બધો મોહના ઉદયનો પ્રતાપ છે. મોહનું સામ્રાજ્ય અતિતીવ્ર છે. એમ કરતાં કરતાં જયારે આ જીવનો સંસાર એક પુલ પરાવર્ત માત્ર જ રહે છે અને મુક્તિએ જવાની યોગ્યતા (ભવ્યતા) જે અનાદિકાલથી અંદર પડેલી છે તે કંઈક અંશે પાકતાં (તથાભવ્યતાનો પરિપાક થતાં) આ જીવનું મિથ્યાત્વ શિથિલ થવા માંડે છે. આ મિથ્યાત્વ મંદ થવામાં બાહ્ય કારણરૂપે સદ્દગુરુનો યોગ, સત્સંગ, અનુકૂળ ભવની પ્રાપ્તિ આદિ છે. પરંતુ આન્તરિક કારણ “તથાભવ્યતાનો પરિપાક” છે. બાહ્ય અને અભ્યત્તર ઉપરોક્ત કારણોનો યોગ થતાં આ જીવ ચરમાવર્તમાં આવે છે. ત્યાં પણ બહુભાવમલ (મોહનીય કર્મનો પાવર) જેમ જેમ ક્ષીણ થતો જાય છે, તેમ તેમ આ જીવ સંસારાભિમુખને Page #37 -------------------------------------------------------------------------- ________________ ૨૦ આઠ દૃષ્ટિની સજ્ઝાય બદલે મોક્ષાભિમુખ બને છે. અર્થાત્ “યુ ટર્ન” લે છે. “યુ ટર્ન” લેવો એટલે દૃષ્ટિ બદલવી. અહીંથી આત્મવિકાસનો પ્રારંભ થાય છે બદલાયેલી આ સૃષ્ટિને યોગની દૃષ્ટિ કહેવાય છે. આત્મા ધીરે ધીરે મુક્તિના માર્ગ ઉપર ચાલે અને કાળાન્તરે મુક્તિની સાથે જોડાય એવી જે દૃષ્ટિ તે યોગની દૃષ્ટિ છે. લૌકિક યા લોકોત્તર એવો પણ ધર્મ કરવાની અને આત્માને સંસારમાંથી તારવાની જે ભાવના થઈ તે જ દૃષ્ટિ છે અને તે દૃષ્ટિ મોક્ષમાં લઈ જનાર હોવાથી યોગની દૃષ્ટિ કહેવાય છે આવી ક્રમશઃ વિકાસવાળી અનેક દૃષ્ટિઓ છે. પરંતુ મહાત્મા પુરુષોએ તે તમામ દૃષ્ટિઓનો આઠમાં સમાવેશ કર્યો છે. તે આઠ દૃષ્ટિઓમાંથી હવે પ્રથમ મિત્રા નામની દૃષ્ટિનું વર્ણન અહીંથી શરૂ કરે છે. આ પ્રસંગે આઠે દૃષ્ટિઓનાં નામ તેના અર્થો તથા તેનું સંક્ષિપ્ત સ્વરૂપ આ પ્રમાણે છે. (૧) મિત્રા દૃષ્ટિ મિત્રના જેવી જે દૃષ્ટિ તે મિત્રા, જે આપણું હિત ઇચ્છે અને યથાશક્તિ હિત કરે તે મિત્ર, જ્યારથી આ આત્માની દૃષ્ટિ (વિચારધારા- હૃદયગત આશયધારા) પોતાના આત્માનું હિત-કલ્યાણ કરવાની ભાવનાવાળી શરૂ થાય છે, ત્યારથી તે દૃષ્ટિને મિત્રા દૃષ્ટિ કહેવાય છે. અનાદિકાળથી મોહોદયની તીવ્રતાના કારણે આ જીવ વિષયસુખોમાં અને કષાયોની તીવ્રતામાં એવો વર્તો છે અને હિંસા જુઠ ચોરી આદિ મહા પાપોમાં એવો વ્યસ્ત બન્યો છે કે તેણે મારા આત્માનું પરભવમાં શું થશે? તેની ચિંતા-વિચારણા કરી જ નથી. તે તરફ દૃષ્ટિ જ દોડાવી નથી અને તેથી ભવોભવમાં અહિત જ કર્યું છે. તેના કારણે નરક અને નિગોદાદિનાં દુ:ખો પામ્યો છે. તેમાંથી જ્યારે દૃષ્ટિ બદલાય અને કંઈક પણ ધર્મકાર્ય કરી આત્માનું હિત-કલ્યાણ કરવાની દૃષ્ટિ આવે ત્યારે તેને મિત્રા (મિત્ર જેવી) દૃષ્ટિ કહેવાય છે. - Page #38 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ મિત્રા દૃષ્ટિ ૨૧ તથા બીજો અર્થ એવો પણ છે કે જગતના જીવો ઉપર મૈત્રી ભાવ પ્રગટે, જડ વસ્તુઓ પ્રત્યે જેમ પ્રેમ છે તેમ તેને બદલે જીવમાત્ર ઉપર પ્રેમ વરસે, તેની સાથે આત્મીયતા આવે એવી જે દૃષ્ટિ તે મિત્રાદૃષ્ટિ. દાખલા તરીકે (૧) મજુરી કરતા મજુર પાસે તે સુખે ઉંચકી શકે અને ઉતારી શકે તેટલો જ ભાર ઉંચકાવવો. પરંતુ લોભે વધુ ભાર ન ઉચકાવવો. કારણ કે એ પણ જીવ છે. તેને વધારે દુ:ખ કેમ અપાય ? આવો પ્રેમ. તથા (૨) ગાડે જોડેલા બળદોને સહજ વહન થાય તેનાથી વધારે ભાર કેમ ઊપડાવાય ? એવો જીવપ્રેમ. (૩) આપણે ત્યાં કામ કરતા સેવકો ભુખ્યા હોય તો તેને જમાડ્યા વિના આપણાથી કેમ ભોજન કરાય ? એવો જીવપ્રેમ. (૪) ગરીબ માણસો પાસે તેની ગરીબાઈનો લાભ લઈને આપણે વધુ કામ કેમ કરાવાય? એવો જીવપ્રેમ. (૫) બુદ્ધિજીવી માણસો પાસે પગાર આપીએ તેના કરતાં વધુ કામ આપણાથી કેમ કરાવાય? ઇત્યાદિ રૂપે જીવોની સાથે પ્રેમ. આવા પ્રકારની મિત્રતા જ્યારથી દૃષ્ટિમાં આવે ત્યારથી સમજવું કે આ મિત્રાદૃષ્ટિ કહેવાય. આ ર્દષ્ટિકાળે આત્માના હિતનું જ્ઞાન છે, પરંતુ હજુ તે જ્ઞાન શરૂ જ થતું હોઈ અતિશય અલ્પ-મંદ છે. તેથી શાસ્ત્રકાર મહારાજા ઉપમા આપીને સમજાવે છે કે “જિહાં મિત્રા તિહાં બોધ જે, તૃણ અગ્નિશ્યો લહીએ રે' જ્યાં મિત્રાદૃષ્ટિ શરૂ થાય છે ત્યાં બોધ(જ્ઞાનદશા) ઘાસના અગ્નિતુલ્ય હોય છે. જેમ- ઘાસનો અગ્નિ પ્રગટ થતાંની સાથે જ બુઝાઈ જાય છે અને તેનું ઘણું તેજ હોતું નથી તેમ મિત્રા દૃષ્ટિ કાળે થયેલું આત્મહિતના લક્ષ્યવાળું જ્ઞાન નિસ્તેજ અને ક્ષણમાત્રજીવી જ હોય છે. આ દૃષ્ટિકાળથી અંશે અંશે વૈરાગ્યના કંઈક સંસ્કારોનો પ્રારંભ થાય છે. તૃણનો અગ્નિ જો કે અતિશય મંદ પ્રકાશ આપે છે અને Page #39 -------------------------------------------------------------------------- ________________ ૨૨ - આઠ દૃષ્ટિની સઝાય ક્ષણ બે ક્ષણ જીવી જ માત્ર હોય છે. તો પણ ગાઢ અંધારી રાત્રિના કાળે મહા ભયંકર અટવીમાં ભૂલા પડેલા માનવીને આ અલ્પ પ્રકાશ પણ રસ્તો ચિંધનાર બને છે. ભયંકર અટવી અને ગાઢ અંધકારના કારણે ક્યાં જવું ? અને કઈ દિશામાં જવું ? તે કંઈ પણ સૂઝતું નથી ત્યાં આવો પ્રકાશ પણ ઈષ્ટ સ્થાન તરફ જવાના માર્ગને અલ્પાંશે પણ ચિંધનાર થાય છે. અતિશય થાકેલા, ઉગી બનેલા, અને અનેક ભયોથી આકુળ-વ્યાકુળ બનેલા, અને પોતાના સ્થાને જવાની ઉત્સુકતા વાળાને આ અલ્પ પ્રકાશ પણ માર્ગ બતાવશે એવી આશાએ શ્રમ, ઉદ્વેગને ત્યજીને ચારે દિશામાં ઈષ્ટસ્થાન તરફનો માર્ગ દેખવા પ્રયત્ન કરે છે અને તે દિશામાં આગળ વધે છે. તેવી જ રીતે સાંસારિક ભાવોનો તીવ્ર મોહ અને ગાઢ અજ્ઞાનદશા રૂપ ભયંકર અંધકાર વાળા આ સંસાર રૂપી અટવીમાં જન્મ-મરણ, જરા-રોગ અને શોકાદિ અનુભવતાં અનુભવતાં અહીં તહીં અથડાવાના અને ટીચાવાના કારણે થાકેલા, ઉગી બનેલા અને વિવિધ ભયોથી ત્રસ્ત બનેલા અને નિર્ભય, શાન્ત સ્થાને પહોંચવાને ઉત્સુક બનેલા આ જીવને “અલ્પ પણ આ જ્ઞાનપ્રકાશ” માર્ગ પ્રાપ્તિ થવાની આશારૂપી કિરણ માટે એક આશ્વાસનરૂપ બને છે. અંધકારની ગાઢતમ અવસ્થામાં આ અલ્પ પ્રકાશ પણ ઘણું કામ કરી જાય છે. ત્યારબાદ તો આ જીવ સાચો માર્ગ કોઈ મહાત્મા મને બતાવે એવી આશાથી સગુરુની શોધમાં જ આગળ વધે છે. ૬ વ્રત પણ યમ બહાં સંપજે, ખેદ નહીં શુભ કાજે રે ! દ્વેષ નહીં વળી અવરશું, એહ ગુણ અંગ વિરાજે રે વીર જિનેસર દેશના. ગાથાર્થ - આ દૃષ્ટિમાં પાંચ વ્રતો રૂપ યમ પ્રાપ્ત થાય છે. ઉત્તમ ધર્મ કાર્યોમાં ખેદ-થાક-પરિશ્રમ લાગતાં નથી. અને ઇતર Page #40 -------------------------------------------------------------------------- ________________ ૨૩ પ્રથમ મિત્રા દૃષ્ટિ પ્રવૃત્તિઓ પ્રત્યે “અદ્વેષ” ગુણ પ્રગટ થાય છે. એમ કુલ ત્રણ ગુણો અહીં હોય છે. છા ' વિવેચન - ગાઢ અંધકાર વાળી મહા ભયંકર અટવીમાં ભુલા પડેલા માનવીને તૃણના અગ્નિ થકી પણ કંઈક અંશે માર્ગદર્શન થવાથી તેના બધા ભાવો બદલાઈ જાય છે. જે થાક લાગેલો હતો તેને બદલે ચાલવાનો વેગ આવે છે. જે ઉદ્વેગ (હતાશ) થયો હતો, તેને બદલે ચાલવાનો ઉત્સાહ આવે છે. ભયોથી જે ત્રસ્ત હતો, તેને બદલે નિર્ભયસ્થાને પહોંચવાની આશા બંધાય છે. તેવી રીતે મિત્રા દૃષ્ટિમાં આવેલા અલ્પ એવા પણ જ્ઞાન પ્રકાશના બળે ધર્મ માર્ગનાં-યોગદશાનાં બીજનું આરોપણ થાય છે. ધર્મનાં કાર્યો કરવા માટે મન અધીરું બને છે. આત્મહિતનો માર્ગ કંઈક અંશે દેખાવાથી તેની પ્રાપ્તિ માટે આગળ વધવામાં થાકને બદલે વેગ, ઉદ્વેગને બદલે ઉત્સાહ ઇત્યાદિ ગુણો આવવાથી જીવનનો વળાંક બદલાય છે. આ જ યોગદશાનો પ્રારંભ છે. નાના-મોટા-નોકર-મજુરપશુ-પક્ષી એમ સર્વ જીવો પ્રત્યે પ્રેમ પ્રગટ થાય. મૈત્રીભાવ આવે. તેને જીવાડવાનો, તેના કામમાં સાથ આપવાનો અને દુઃખ ન આપવાનો જે ભાવ આવે તેવા પ્રકારના હૈયાનો જે આશય છે તે મિત્રાદષ્ટિ જાણવી. યમની પ્રાપ્તિ - યોગદશાની પ્રાપ્તિનાં શાસ્ત્રોમાં આઠ અંગ કહેલ છે. (૧) યમ, (૨) નિયમ, (૩) આસન, (૪) પ્રાણાયામ, (૫) પ્રત્યાહાર, (૬) ધારણા, (૭) ધ્યાન અને (૮) સમાધિ. એક એક દૃષ્ટિમાં એક એક અંગની પ્રાપ્તિ થાય છે. જેથી આઠમી દૃષ્ટિમાં પૂર્ણ યોગની પ્રાપ્તિ થાય છે. અનાદિકાલીન મોહદશા અને અજ્ઞાનદશાના કારણે આ જીવ હિંસા, અસત્ય, Page #41 -------------------------------------------------------------------------- ________________ ૨૪ આઠ દૃષ્ટિની સજ્ઝાય ચૌર્ય, અબ્રહ્મ અને પરિગ્રહ આ પાંચ પાપોમાં જ વ્યસ્ત છે. સ્વાર્થ ખાતર આ પાંચ પાપો આચરવામાં કોઈ ભય રાખ્યો નથી. પરંતુ તૃણના અગ્નિના પ્રકાશ તુલ્ય એવા આ જ્ઞાનપ્રકાશના બળે તેમાં પાપ અને તેના ફળરૂપે નરકાદિ દુર્ગતિની પ્રાપ્તિ જ દેખાતી હોવાથી શક્તિ અનુસારે તે પાપોમાંથી અટકવા ઇચ્છે છે. સાધુજીવનનાં મહાવ્રતો અને શ્રાવકજીવનનાં અણુવ્રતોની અપેક્ષાએ અતિશય અલ્પપ્રમાણમાં પણ અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મત્વ અને અપરિગ્રહતા રૂપ પાંચ યમધર્મની પ્રાપ્તિ થાય છે. અહીંથી દયાના અંકુરા શરૂ થાય છે. (૧) મેઘકુમારના જીવે હાથીના ભવમાં પોતાના શરીરની અતિશય વેદના સહન કરીને પણ સસલાના જીવની રક્ષા કરી. (૨) શાન્તિનાથ ભગવાનના જીવે મેઘરથ રાજાના ભવમાં પોતાના પ્રાણના ભોગે પણ પારેવાની રક્ષા કરી. (૩) હરિશ્ચન્દ્ર રાજાએ પોતાના પુત્રના જ અગ્નિસંસ્કાર માટે પોતાની જ પત્નીને મૂલ્ય વિના કાષ્ઠ ન આપવા રૂપે અચૌર્યતા અને સત્યતા પાળી. (૪) સીતાજીએ રાવણને ત્યાં પરવશતામાં રહેવા છતાં બ્રહ્મચર્યતાની સીમાને ન ઓળંગી. ઇત્યાદિ ઉદાહરણોની જેમ આર્યપુરુષોના સંસ્કારના મૂલબીજરૂપ અલ્પાંશે અહિંસા આદિ પાંચ યમધર્મો આ જીવમાં આવે છે જે કાળાન્તરે ફાલ્યા-ફૂલ્યા થતાં અણુવ્રત અને મહાવ્રતરૂપ શ્રાવક અને સાધુજીવનના વ્રતોનું કારણ બને છે. જે પહેલાં હોંશે હોંશે હિંસા કરતો હતો તે હવે નાના જીવની પણ હિંસા કરતાં ખચકાય છે. જયણા પાળવાના ભાવ જાગે છે. વિના કારણે વાતે વાતે જુઠું બોલતો હતો તે મારાથી આમ જુઠ ન બોલાય, હૈયાના Page #42 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ મિત્રા દૃષ્ટિ ૨૫ અને હોઠના જુદા ભાવ ન રખાય. તેમ કરવાથી પાપ લાગે એમ ડરે છે. બીજાની વસ્તુ તેની રજા વિના આપણાથી કેમ લેવાય ? લઈએ તો આપણું જીવન કલંકિત થાય. આપણે ચોર કહેવાઈએ. આજે નાની વસ્તુ લઈએ તો કાલે મોટી વસ્તુ લેવાનું મન થાય. આ સારો માર્ગ નથી. એવા વિચારો આવે. પરસ્ત્રી પ્રત્યે (સ્ત્રીને આશ્રયી પરપુરુષ પ્રત્યે) કામવાસનાના ભાવથી જોવાય જ કેમ? જોઈએ તો પણ પાપ લાગે તો પછી વ્યવહાર તો થાય જ કેમ? રાવણ આદિ જે જીવો આવું કરવા ગયા તે અકાળે મૃત્યુ અને અપયશ પામ્યા. ઘણી વસ્તુઓની મમતા અને સંગ્રહ આ જીવને આકુળ-વ્યાકુળ બનાવે છે. ચિંતાતુર અને સતત અસંતોષી જ રાખે છે. તેથી ઘણા પરિગ્રહ વડે મારે સર્યું. આવા વિચારો કરીને આ આત્મા અહિંસા- સત્ય- અચૌર્ય- બ્રહ્મચર્ય અને અપરિગ્રહ રૂપ પાંચ યમધર્મોને આ દૃષ્ટિકાળે પ્રાપ્ત કરે છે. તેવા પ્રકારની અહિંસા આદિમાં વર્તવાના ભાવ જાગે છે. કારણ કે હવે દૃષ્ટિ બદલાઈ છે. ખેદ દોષનો ત્યાગ-આજ સુધી આ જીવ મોહની તીવ્રતાના કારણે શુભ કાર્યોમાં ખાસ પ્રવૃત્તિ કરતો જ ન હતો. અને કદાચ કોઈ સંજોગોને લીધે શુભકાર્યમાં પ્રવૃત્તિ કરવી પડે તો તેમાં ખેદ-અરુચિ જ થતી હતી. પરંતુ તૃણતુલ્ય જ્ઞાનપ્રકાશના બળે હવે હિંસા આદિ પાપોમાં ભય લાગ્યો છે. આવાં પાપો બાંધીને હું ઘણું રખડ્યો છું. મને કોઈ દુઃખ આપે તો ગમતું નથી, તો પછી મેં ભૂતકાળમાં ઘણાને દુઃખ આપ્યું છે. ઘણાના મનને પીડા ઉપજાવી છે અરેરે ! હવે મારું શું થશે ? હવે કંઈક ધર્મકાર્ય કરું. કંઈક પાપ- પ્રક્ષાલનનું કાર્ય કરું. એમ વિચારી શુભ ધર્મકાર્યમાં હોંશે હોંશે જોડાય છે. જેથી તે તે ધર્મકાર્ય કરવામાં ખેદ-થાક-પરિશ્રમ જણાતો નથી. Page #43 -------------------------------------------------------------------------- ________________ ૨૬ આઠ દૃષ્ટિની સઝાય અદ્વેષ ગુણની પ્રાપ્તિ - ભોગ તરફની જે દૃષ્ટિ હતી તે બદલાઈને આત્મલક્ષી બનવાથી અનાદિકાળથી મુક્તિ પ્રત્યે જે કેષ- અણગમો- અરુચિ-અભાવ પ્રવર્તતો હતો તે પણ બદલાઈ જાય છે. અને અદ્વેષભાવ = પ્રીતિભાવ પેદા થાય છે. મુક્તિ તરફ અદ્વેષભાવ- પ્રીતિભાવ આવે છે એટલે મુક્તિ માટેના ઉપાયભૂત ધર્મકાર્યો અને ધાર્મિક કથાઓ તથા ધર્મસંબંધી વ્યાખ્યાન આદિમાં પણ અષભાવ- પ્રીતિભાવ આપોઆપ જ આવે છે. “જેને જે સાધ્ય ગમે, તેને તેના ઉપાયો પણ ગમે જ' એવો જાય છે. જેમ-જેને ધન ગમે તેને ધનના ઉપાયભૂત નોકરીધંધો આદિ ગમે જ. જેને ક્રિકેટ ગમે, તેને ક્રિકેટની ચર્ચા પણ ગમે જ. જેને ભોગસુખો ગમે, તેને ભોગસુખના ઉપાયભૂત પાંચ ઇન્દ્રિયોના વિષયો પણ ગમે જ. તેવી રીતે જ્યારથી આ આત્માને મુક્તિસુખ ગમે છે ત્યારથી મુક્તિના ઉપાયભૂત ધર્મકાર્યો પણ ગમે જ છે, તેથી તે કાર્યો વિષેનો દ્વેષ ચાલ્યો જાય છે. તથા “મુક્તિ પ્રત્યે અષ(પ્રીતિ)ભાવ થયો હોવાથી મુક્તિના કાર્યમાં વિધ્ધ કરનારા - વિઘાતક ભાવો ઉપર પણ અદ્વેષ જ પ્રવર્તે છે. કારણ કે જો વિઘાતક આદિ અન્ય ભાવો ઉપર જો હૃદયમાં હું દ્વેષ રાખીશ તો તે દ્વેષના કારણે મનમાં સતત સંક્લેશ અને આકુળ-વ્યાકુળતા વધશે. મુક્તિમાર્ગની સાધના કરતાં પણ તે વિઘાતકભાવને નુકશાન કરવાના જ ભાવો આવશે. આવા અશુદ્ધ ભાવો આવવાથી મારી સાધના દુષિત અને નિષ્ફળ જશે. તેથી હું વિઘાતક એવા અપરભાવો ઉપર પણ દ્વેષ ત્યજી દઉં. એમ સમજીને અપરભાવો ઉપર પણ અદ્વેષભાવ હૃદયમાં રાખે છે. તેથી જ ગાથામાં કહ્યું છે કે-“ષ નહી વળી અવરશું” અપરપદાર્થો ઉપર પણ આ જીવ અદ્વેષભાવ વાળો Page #44 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ મિત્રા દૃષ્ટિ ૨૭ થાય છે. આ પ્રમાણે આ દૃષ્ટિમાં વર્તતા જીવના અંગમાં આ અદ્વેષ ગુણ પ્રવર્તે છે. છો યોગનાં બીજ ઇહાં લહે, જિનવર શુદ્ધ પ્રણામો રે ભાવાચારજ સેવના, ભવ ઉદ્વેગ સુઠામો રે Iટા વીર જિનેસર દેશના. ગાથાર્થ - આ મિત્રા દૃષ્ટિમાં વર્તતો જીવ (૧) જિનેશ્વર પરમાત્માને શુદ્ધ પ્રણામ, ભાવાચાર્ય મહાત્માઓની સેવા, અને સુંદર એવો ભવ-ઉગ ઇત્યાદિ યોગનાં બીજ પ્રાપ્ત કરે છે. પેટા વિવેચન - હજુ યોગની દૃષ્ટિનો પ્રારંભ છે. આ જીવ નવા નિશાળીયા જેવો છે. મોહને આધીન થયેલા આ જીવમાં ઓઘ દૃષ્ટિના સંસ્કાર ભવોભવના હોવાથી ગાઢ અને મજબૂત છે. યોગ દશાની તો ભૂમિકા શરૂ જ થતી હોવાથી તે વિષયમાં આ જીવ કાચો છે. વાસ્તવિક યોગ દશા તો સમ્યકત્વ - દેશવિરતિ અને પ્રમત્તસંયત આદિ ગુણસ્થાનકો આવશે ત્યારે આવવાની છે. પરંતુ પ્રયાણ તે તરફનું હોવાથી આગળ પ્રાપ્ત થનારા યોગના બીજ આ દૃષ્ટિથી શરૂ થાય છે. ખેતરમાં બીજ વાવ્યું હશે તો કાળાન્તરે ફાલ્યુ-ફૂલ્ય મહાવૃક્ષ થશે જ. તેવી જ રીતે યોગનાં બીજ આવ્યાં હશે તો કાળ પાકતાં મહાયોગદશા આ જીવમાં ખીલી ઉઠશે. જેના પ્રતાપે અલ્પકાળમાત્રમાં જ મુક્તિપદ પ્રાપ્ત થાય છે. તે “યોગબીજ” આ પ્રમાણે છે. (૧) જિનેશ્વરને કરાતો શુદ્ધ પ્રણામ = મુક્તિ ઉપરનો ષ ચાલ્યો ગયો છે. પ્રતિભાવ પ્રગટ્યો છે. તેથી મુક્તિમાર્ગનો ઉપદેશ આપનારા, તે તરફ હિત હોવાથી આંગળી ચિંધનારા વીતરાગ પરમાત્મા અને તેમની આજ્ઞા પ્રમાણે જ વર્તનારા ભાવ સાધુ-સંતો (આચાર્યાદિ) આ જીવને ખૂબ જ ગમી ગયા છે. તેથી Page #45 -------------------------------------------------------------------------- ________________ ૨૮ આઠ દૃષ્ટિની સજ્ઝાય હૃદયના ભાવપૂર્વક પ્રણામ આદિ કરે છે. પરમાત્મા પ્રત્યે પૂજ્યભાવ અને બહુમાનના ભાવવાળું કુશળ ચિત્ત રાખે છે. વચનથી ઉત્તમ ભાવવાહી અર્થવાળા શ્લોકો બોલવા દ્વારા નમસ્કાર કરે છે અને કાયાથી મુદ્રાઓ સાચવવા પૂર્વક પંચાંગ પ્રણામ આદિ કરે છે. અહીં મૂળ ગાથામાં “શુદ્ધ” પ્રણામ કરે છે. એ પદમાં શુદ્ધ પદનો પ્રયોગ એટલા માટે કરેલ છે કે આ પરમાત્મા વીતરાગ છે. તેઓશ્રી વીતરાગતાનો જ ઉપદેશ વસાવનારા છે. તેથી તેઓને પ્રણામ કરતી વખતે રાગ-દ્વેષ આદિવાળા મલીનભાવો કેમ રખાય ? માટે ઇહલોક કે પરલોકના સાંસારિક સુખભાવોની આશંસા ત્યજીને આ જીવ પ્રણામાદિ કરે છે. જે રાગ-દ્વેષ અને અજ્ઞાન વિનાના હોય છે તે જ સાચા દેવ છે. કારણ કે જે રાગ-દ્વેષવાળા હોય, તેને જો દેવ મનાતા હોય તો આ સંસારમાં સર્વે જીવો રાગ-દ્વેષવાળા તો છે જ, તેથી સર્વે જીવો દેવ કહેવરાવવા જોઇએ. પરંતુ તેમ કહેવાતું નથી. માટે જે વીતરાગ પરમાત્મા હોય તે જ સાચા દેવ છે. મારે પણ મારા આત્માની મલીનતા ટાળીને તેવો જ વીતરાગ બનાવવો છે. તેથી તેવા વીતરાગ પરમાત્માના વીતરાગ ભાવને લક્ષ્યમાં રાખીને પ્રણામાદિ કરવા એ જ આત્મકલ્યાણનું કારણ બનશે. એમ સમજે છે. આવાં ઉપરોક્ત તથા હવે પછીની ગાથામાં કહેવાશે તે યોગબીજ અ જીવની તથાભવ્યતા પાકે ત્યારે અને માત્ર એક પુદ્ગલ પરાવર્ત જ સંસાર બાકી રહે ત્યારે જ આવે છે. અર્થાત્ ચ૨માવર્તકાળે જ આવે છે. ઘાસ-દૂધ-દહીં-માખણ અને ઘી ક્રમશઃ થતાં હોવા છતાં ઘીના ચીકાશ-સ્વાદ આદિ ભાવો તેના નિકટના માખણ પર્યાયમાં જેવા દેખાય છે તેવા ઘાસ આદિ દૂરત૨ કાળવર્તી પર્યાયોમાં દેખાતા નથી. તેમ અહીં સમજવું. Page #46 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ મિત્રા દૃષ્ટિ ૨૯ (૨) તથા ભાવાચાર્ય (પરમાત્માની આજ્ઞા પ્રમાણે વર્તનારાભાવથી ઉત્તમ આચારો પાળતા અને પળાવતા એવા આચાર્યોની હૃદયના ભાવપૂર્વક સેવા-ભક્તિ અને વૈયાવચ્ચ કરે છે. આ જ વ્યક્તિઓ મારા આત્માનું હિત કરનારી છે. તેમના સદુપદેશાદિથી જ મારા આત્માનું કલ્યાણ થવાનું છે. આવા ઉપકારીઓની શું સેવા કરી લઉં ? ઇત્યાદિ ઉત્તમ વિચારો પૂર્વક આચાર્યોની સેવાભક્તિ-વૈયાવચ્ચ-ઔષધદાન-વસ્ત્ર-પાત્ર-આહારાદિનું દાન, ઈત્યાદિ સેવા કરે છે. આ સંસારમાં અનેકવિધ જીવો છે. તેમાં કોઈ કોઈ જીવો બીજાને દુઃખ આપનારા છે. અને કોઈ કોઈ જીવો બીજાને સુખ આપનારા છે. પરંતુ તેઓ જે સુખ આપી શકે છે, તે સુખ ક્ષણભંગુર-અસાર-તુચ્છ અને પરાધીન છે. જેથી વાસ્તવિક સુખ જ નથી. પારમાર્થિક અનંતકાળ સુધી રહેનાર અને સ્વાધીન સુખ આત્માની પરમશુદ્ધદશાની પ્રાપ્તિમાં જ છે, તેની પ્રાપ્તિ આવા ગીતાર્થ સંવેગ પાક્ષિક આચાર્યોના વ્યાખ્યાનશ્રવણ અને પરિચયથી જ સાધ્ય છે. તેથી શક્ય બને તેટલી તેઓની સેવા કરી લઉં. (3) ભવો ગ = તથાભવ્યત્વ પાકવાથી, મુક્તિ પ્રત્યે અદ્વેષ ભાવ પ્રગટ થવાથી, સતત સાધુસંતોના પરિચયથી, વારંવાર વ્યાખ્યાન શ્રવણથી અને નિરંતર જ્ઞાનાભ્યાસથી આ ભવ ઉપરએટલે સંસાર ઉપર નિર્વેદ ભાવ હૃદયમાં પ્રગટે છે. અને આ પ્રમાણે વિચારો કરે છે કે- (૧) આ જીવલોક ઇન્દ્રજાલતુલ્ય અસાર-તુચ્છ છે. (૨) પાંચ ઇન્દ્રિયોના વિષયો વિષતુલ્ય છે. (૩) સંસારમાં આવતું દુઃખ વજના જેવું કઠણ છે. (૪) પ્રિય લોકોના (સગાં-વહાલાંના) સમાગમો ચંચળ- નાશવંત છે. (૫) સંપત્તિ વિજળીના ચમકારાની જેમ અસ્થિર છે. (૬) પ્રમાદ ભયંકર છે અને મહાદુર્ગતિનો હેતુ છે. (૭) મનુષ્યભવ-આર્યકુલ આદિ અતિ Page #47 -------------------------------------------------------------------------- ________________ ૩૦ આઠ દૃષ્ટિની સજ્ઝાય દુષ્કર છે. (૮) મૃત્યુ દિનપ્રતિદિન સન્મુખ આવી રહ્યું છે. (૯) આપત્તિકાલે કોઈ સાચું શરણ નથી. માટે મારે ધર્મસાધન જ કરવું ઉચિત છે. અન્ય પ્રયોજનો વડે મારે સર્યું. આ ધર્મસાધનમાં જયત્ન કરૂં. અહીં ઉપેક્ષા કરવી સારી નથી. આ દેવ-ગુરુનો યોગ ફરીથી મળવો દુષ્કર છે. આવા પ્રકારનો સંસાર ઉપર નિર્વેદભાવ હૃદયમાં વર્તે છે. જો કે આ ગાથામાં (૧) જિનેશ્વરને શુદ્ધ પ્રણામ, (૨) ભાવાચાર્યની સેવા, (૩) અને ભવ-ઉદ્વેગ એમ ત્રણ જ યોગબીજ જણાવ્યાં છે. તો પણ અન્ય ગ્રંથોના આધારે બીજાં પણ યોગબીજ અહીં પ્રાપ્ત થાય છે. તે આ પ્રમાણે - (૪) સંશુદ્ધ ચિત્ત = મનની અતિશય નિર્મળતાપવિત્રતા, એટલે કે પરમાત્માદિ ઉપકારક ભાવો ઉપર અત્યન્ત ઉપાદેય બુદ્ધિ, આહાર-ભય-મૈથુન-પરિગ્રહ આદિ મોહજન્ય સંજ્ઞાઓનો ચિત્તમાંથી ત્યાગ, અને સાંસારિક સુખોની કામનારહિત ચિત્ત આવા ત્રણ ગુણોવાળું જે ચિત્ત તે સંશુદ્ધ ચિત્ત આ દૃષ્ટિવાળાને હોય છે. ટા દ્રવ્ય અભિગ્રહ પાળવા, ઔષધ પ્રમુખને દાને રે। આદર આગમ આશરી, લિખનાદિક બહુમાને રે ।।૯।। વીર જિનેસર દેશના. ગાથાર્થ - દ્રવ્યથી અભિગ્રહો પાળવાનું, સાધુસંતોને ઔષધ વગેરેનું દાન કરવાનું, આગમોને આશ્રયી આદરમાન, અને બહુમાનપૂર્વક આગમો લખાવવાનું કામ. વગેરે યોગબીજ આ જીવને હોય છે. ૯।। Page #48 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ મિત્રા દૃષ્ટિ વિવેચન યોગબીજની પ્રાપ્તિ થાય છે તે ગ્રંથકારશ્રી જણાવે છે (૫) દ્રવ્યથી અભિગ્રહોનું પાલન સાધુસંતોના સતત સહવાસ, પરિચય અને ઉપદેશશ્રવણ દ્વારા હૃદયમાં સંસાર ઉપર ઉદ્વેગ પ્રગટ થયેલો છે. પરંતુ સંસાર ત્યજી સર્વવિરતિભાવ ધારણ કરે તેવો તીવ્ર વૈરાગ્ય હજુ પ્રગટ્યો નથી. પરંતુ હૈયામાં ત્યાગ તરફની પ્રીતિ થયેલી છે. તેથી આહાર, વિગઈ, વગેરેના ત્યાગનો, રાત્રિભોજનના ત્યાગનો, અભક્ષ્ય-અનંતકાયના ત્યાગનો, તથા છુટા-છવાયા નાના-મોટા અભિગ્રહો લેવા-પાળવાનો યથાશક્તિ નિયમ આ દૃષ્ટિવાળા જીવમાં આવે છે. પરંતુ આ જીવે હજુ ગ્રન્થિભેદ કર્યો નથી. સમ્યક્ત્વાદિ વિશિષ્ટ ગુણ-પ્રાપ્તિ કરી નથી. તેથી આ અભિગ્રહોનું ગ્રહણ અને પાલન દ્રવ્યથી કહેવાય છે. ભાવથી અભિગ્રહોનું ગ્રહણ-પાલન સમ્યક્ત્વ-પ્રાપ્તિ પછી થાય છે. આ રીતે યથાશક્તિ પણ નિયમો, અભિગ્રહો અને પચ્ચક્ખાણોનું દ્રવ્યથી ગ્રહણ અને પાલન અહીં આવે છે. ૩૧ આ દૃષ્ટિમાં વર્તતા જીવને અન્ય પણ જે = (૬) ઔષધ પ્રમુખનું દાન = સર્વ વિરતિધર મહાત્માઓ પ્રત્યે હાર્દિક પૂજ્યભાવ - પ્રેમભાવ પ્રગટ થયો છે. મુક્તિ પ્રત્યેનો અદ્વેષ આવ્યો હોવાથી તેના ઉપાયભૂત સાધુ-સંતો, અને તેઓ તરફથી થતો ધર્મોપદેશ અતિશય રુચિ ગયો છે. તેના પ્રભાવથી ચિત્ત ત્યાગી મહાત્મા પ્રત્યે આકર્ષાયેલું છે. આ જ મારા આત્માનું કલ્યાણ કરનારા છે. એવું સમજાયું છે. તેથી તેઓને ઔષધ પ્રમુખનું ભાવથી (હૃદયના પ્રેમ પૂર્વક) દાન કરે છે. વસ્ત્ર-પાત્ર-ઔષધ-વસતિ અને આહાર તથા ઉપયોગી ઉપકરણો આદિનું દાન કરી કૃતાર્થ થવા ઈચ્છે છે. પછી તે સાધુ મહાત્મા ગમે તે સમુદાયના હોય, ગમે તે ગચ્છના હોય કે ગમે તે સંપ્રદાયના હોય. પરંતુ સંસારના ત્યાગી-વૈરાગી હોય અને Page #49 -------------------------------------------------------------------------- ________________ ૩૨ આઠ દૃષ્ટિની સઝાય પરમાત્માની આજ્ઞાને અનુસરનારા હોય, તેઓ પ્રત્યે આવા દાનના ભાવો આ જીવને અહીં પ્રવર્તે છે. () આદરપૂર્વક આગમોનું લેખનાદિ : સાધુ-સંતો પણ ભૂતકાળમાં પરમાત્માએ પ્રકાશિત કરેલી વાણી દ્વારા અમારો અને સકલ વિશ્વનો ઉપકાર કરે છે. અને તે વાણી ગણધરભગવંતોએ આગમગ્રંથોમાં ફૂલની માળાની જેમ ગુંથી છે. અને ત્યાર પછીના મહાન આચાર્યોએ એ આગમ ગ્રંથોમાં ગુંથાયેલી વાણીને પ્રાકરણિક ગ્રંથરચના દ્વારા સકલ લોકભોગ્ય અને સકલ વિશ્વવ્યાપ્ત બનાવી છે. તેથી આ આગમગ્રંથો અને તેના ઉપર રચાયેલા પ્રાકરણિકગ્રંથો વિશ્વવ્યાપી સર્વજીવોને ઘણા કાળ સુધી ઉપકારક બન્યા છે. બને છે અને બનશે. માટે હું તેનો વધારે ને વધારે પ્રચાર-પ્રસારણ કરું. એમ મનમાં સમજીને આ ગ્રંથો પ્રત્યે અત્યંત પૂજ્યભાવ-ઉપકારકભાવ- અહોભાવ હૃદયમાં રાખીને માન- બહુમાનસન્માન અને આદરપૂર્વક તે ગ્રંથોને લહીઓ પાસે લખાવવાનું, યોગ્ય આત્માઓમાં પ્રભાવના કરવાનું કામ આ જીવ કરે છે. જ્ઞાન ગંગાનો પ્રવાહ વહેવરાવવાનો ભાવ જાગે છે. અધ્યયન કરનાર - કરાવનાર આત્માઓને અનેક રીતે સહાયક થાય છે. પૂર્વબદ્ધ પુણ્યોદયથી પ્રાપ્ત એવી પોતાની લક્ષ્મીનો આ ગ્રંથોના લેખન-પ્રકાશન-પ્રભાવના આદિ કાર્યોમાં અને પઠન-પાઠન કરનારા ભાગ્યશાળી આત્માઓને સહાયક થવામાં ઉપયોગ કરે છે. તે તરફની ભાવના હૃદયમાં જામતી જ જાય છે. આ આત્માની એક દષ્ટિ માત્ર બદલાય તેમાં તો જીવનની આખી લાઈન બદલાઈ જાય છે. જે આત્મા પહેલાં અર્થ અને કામભોગનાં મેગેઝીનો વાંચતો હતો તે હવે પાક્ષિક અને માસિક ધાર્મિક પરિપત્રો વાંચતો થઈ જાય છે. ભોગ તરફ લક્ષ્મીનો ઉપયોગ કરવાને બદલે સાધુસંતોની સેવામાં અને Page #50 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ મિત્રા દૃષ્ટિ ૩૩ જ્ઞાનગંગા ફેલાવવામાં તે લક્ષ્મીનો ઉપયોગ કરે છે. બચતના સમયમાં ગામગપાટાં મારવાને બદલે આધ્યાત્મિક ગ્રંથોનું વાંચન અને સંતોનો પરિચય તથા સહવાસ કરે છે. ઇત્યાદિ રીતે જીવનનૌકા સંસારરૂપી સાગરના કિનારા ભણી ચલાવે છે. Tel લેખન પૂજન આપવું, શ્રુતવાંચન ઉદ્ગાહો રે । ભાવવિસ્તાર સજ્ઝાયથી, ચિંતન ભાવન ચાહો રે ।।૧૦ વીર જિનેસર દેશના. ગાથાર્થ લેખન, પૂજન, દાન, શ્રુતવાચના, એકાગ્રચિત્તે સ્વાધ્યાય દ્વારા ભાવોનો વિસ્તાર જાણવાનો પ્રયત્ન, તથા તેનું ચિંતન અને મનન આ આત્મા ચાહે છે (ઇચ્છે છે). ।।૧૦। વિવેચન પરમાત્માની વાણી જ મને અને સમસ્ત જગતના જીવોને તારનાર છે. આ વાત હૈયે બરાબર ઠસી ગઈ છે. તેથી આગમોને લખે છે. લખાવે છે. ઉંચા બાજોઠ ઉપર સુંદર વસ્ત્ર પાથરી તેના ઉપર ગ્રંથો મુકે છે. તેને ભાવથી વંદના- નમસ્કાર અને સ્તુતિ આદિ કરવા વડે પૂજના કરે છે. પૂજ્યભાવ હૃદયગત કરીને પૂજે છે. આવા ગ્રંથો હું લખાવીને, ખરીદી લાવીને પણ સાધુસંતોને આપું કે જેનાથી તેઓ વ્યવસ્થિત અને સુંદર સાંગોપાંગ અભ્યાસ કરીને મને અને સમસ્ત જીવોને પરમાત્માની વાણી પ્રસારિત કરે. આવા વિચારો કરી આગમ આદિના ગ્રંથો સાધુસંતોને આપે છે. વારંવાર વ્યાખ્યાનશ્રવણ, આગમોના અર્થનું શ્રવણ અને અધ્યાત્મશાસ્ત્રોનું પૂજ્યભાવપૂર્વક સતત એકાગ્ર ચિત્તે શ્રવણ કરે છે. · શ્રવણ કર્યા પછી ઘેર જઈને પણ તેનો સતત સ્વાધ્યાય કરે છે. તેના અભ્યાસી જીવો સાથે વર્ગો ગોઠવીને સ્વાધ્યાયમાં લયલીન થઈ જાય છે. સ્વાધ્યાય અને ધર્મશ્રવણ દ્વારા પ્રાપ્ત થયેલા આ. ૩ Page #51 -------------------------------------------------------------------------- ________________ ૩૪ આઠ દૃષ્ટિની સજઝાય આગમજ્ઞાનનું નિરંતર ચિંતન-મનન કરે છે. ઉત્તમ તાત્ત્વિક ભાવોના ચિંતન-મનનની ઝંખના રાખે છે. આ કલિકાલમાં પરમાત્માની મૂર્તિ અને પરમાત્માનું આગમ આ બે ઉપકારક ભાવો છે. એમ સમજીને આગમગ્રંથો ઉપર ઘણો જ ભાવ થઈ આવે છે. તેથી તેની લેખન-પૂજના આદિ દ્વારા સેવા ભક્તિમાં લયલીન બને છે. (૧૦) બીજ કથા ભલી સાંભળી, રોમાંચિત હુએ દેહ રે | એહ અવંચક યોગથી, લહીએ ધરમ સનેહ રે I૧ ૧ વીર જિનેસર દેશના. ગાથાર્થ - યોગબીજની કથા સાંભળીને શરીર રોમાંચિત થાય છે અને આવા પ્રકારના આ યોગાવંચકભાવથી ધર્મનો પરમ સ્નેહ આ જીવ પ્રાપ્ત કરે છે. ll૧૧/ વિવેચન - જે આત્માઓને જેનો રસ હોય છે તે આત્માને તે વિષયસંબંધી કથા-વાર્તા સાંભળીને શરીર રોમાંચિત એટલે કે હર્ષિત થાય છે. જેમ કે ક્રિકેટના રસિક જીવોને ગમે તેવા તાપમાં રોડ ઉપર પણ કોઈની દુકાનના ટીવી ઉપર ચાલતી ક્રિકેટ જોવામાં પણ ઘણો જ આનંદ હોય છે. જોવા ન મળે તો પણ તેની કોમેન્ટ્રી સાંભળવાનો અને તેમાં પણ પોતાના દેશના રમનારાઓના વધારે રન થતા સંભળાય તો નાચી ઊઠે છે. ચુંટણીના રસિક જીવોને કોણ ક્યાં ચુંટાવા ઊભો છે ? કોને કેટલા વોટ આવ્યા ? કોણ હાર્યું ? અને કોણ જીત્યું ? ઇત્યાદિ વાતોમાં જ બહુ રસ હોય છે. રેડીયા ઉપર અને ટીવી પ્રસારણ ઉપર અપાતા સમાચારોમાં તે લયલીન થઈ જાય છે. અને પોતાના ઈષ્ટ માણસોની મતગણતરી આગળ ચાલતી હોય તો રાજી રાજી થઈ જાય છે. આ બધાં દશ્ય અનુભવ સિદ્ધ છે. Page #52 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ મિત્રા દૃષ્ટિ ૩૫ તેવી જ રીતે આત્માના કલ્યાણ તરફની દૃષ્ટિ શરૂ થઈ હોવાથી ઉપરની ગાથા ૮, ૯, ૧૦ માં કહેલાં યોગબીજની કથા-વાર્તા સાંભળીને શરીર રોમાંચિત થઈ જાય છે. રોમે રોમે હર્ષ વ્યાપી જાય છે. પુનઃ પુનઃ તે કથાઓ સાંભળવાનો રસ લાગે છે. જ્યાં જ્યાં યોગધર્મનો વાર્તાલાપ થતો હોય છે ત્યાં આ આત્મા હોંશપૂર્વક દોડી જાય છે. અધ્યાત્મ અને વૈરાગ્યની કથાને સાંભળવાનો પ્રેમ લાગી જાય છે. યોગબીજની પ્રાપ્તિનું પણ આ બીજ છે. તેથી જ આચાર-વિચાર અને વાણીથી પરમ પવિત્ર પંચમહાવ્રતધારી, સંસારના પૂર્ણતયા ત્યાગી અને સંવેગ-નિર્વેદ પરિણામવાળા મહાત્માઓનો જ સતત પરિચય અને સહવાસ રાખે છે. તેઓ પણ આ જીવ ઉપ૨ ભાવ કરુણા કરી તે જીવનું હિત થાય તેવી વૈરાગ્યવાહિની પવિત્રદેશના ફરમાવે છે. આ ગુરુ-શિષ્યનો યોગકાળાન્તરે અવશ્ય તે જીવને ધર્મક્રિયામાં યુંજન કરવા દ્વારા મુક્તિફળ આપનાર જ બને છે. એમ અવ—ફળહેતુ હોવાથી આ યોગ તે અવંચક યોગ કહેવાય છે. આત્માને હિતની સાધનામાં ન છેતરનારો આ યોગ છે. તે યોગ દિન-પ્રતિદિન વૃદ્ધિ પામતાં ધર્મનો પણ સ્નેહ આ જીવમાં વધતો જ જાય છે. અનાયાસે આ જીવ સહસા ધર્મકાર્યમાં ગુંથાઈ જ જાય છે. કેવો આ યોગનો પ્રભાવ છે ? એક વાર અંશતઃ પણ આ દશા શરૂ થાય તો પણ જીવનો બેડો પાર થાય છે. અવંચક યોગની પ્રાપ્તિ આ જીવને ઉંચા ગુણસ્થાનકે લઈ જાય છે ।।૧૧। સદ્ગુરુ યોગ વંદનક્રિયા, તેહથી ફળ હોએ જેહો રે । યોગક્રિયાફળભેદથી, ત્રિવિધ અવંચક એહો રે ।।૧૨। વીર જિનેસર દેશના. Page #53 -------------------------------------------------------------------------- ________________ આઠ દૃષ્ટિની સજ્ઝાય ગાથાર્થ ઉત્તમ ગુરુનો યોગ, તેઓને કરાતી વંદનાદિ ક્રિયા, અને તેનાથી કર્મક્ષય સ્વરૂપ ફળ, એમ યોગ, ક્રિયા અને ફળના ભેદથી ત્રણ પ્રકારનો આ અવંચક યોગ છે. ૧૨ ૩૬ વિવેચન અનાદિ એવા આ સંસારમાં આ જીવ કર્મની પરતંત્રતાના કારણે નરક-નિગોદ-એકેન્દ્રિય અને વિકલેન્દ્રિય આદિ ભવોમાં ભટક્યા જ કરે છે. એક એક શરીરમાં જે નિગોદની અંદર અનંતા અનંતા જીવો ખીચોખીચ ભર્યા છે. મનુષ્યભવમાં વધુમાં વધુ પણ સંખ્યાતા જ જીવો હોઈ શકે છે. અનંત, અનંત જીવોમાંથી સંખ્યાતા જીવરાશિ વાળા ભવમાં આવવું કેટલું દુષ્કર કહેવાય ? વળી જે ભવોમાં ઉપર આવવાના એટલા બધા ઉપાયો પ્રાપ્ય નથી. એવાં કોઈ વિશિષ્ટ આલંબનો નથી. ત્યાંથી માનવભવની પ્રાપ્તિની અતિશય દુર્લભતા જૈન શાસ્ત્રોમાં દશ દૃષ્ટાન્તો દ્વારા સમજાવેલી છે. સારાંશ કે અનેકવિધ ભવોની વચ્ચે માનવભવનો યોગ” દુર્લભતર છે. - ધારો કે અતિદુષ્કર પણ માનવભવ મળી ચૂક્યો. પરંતુ અનાર્ય દેશમાં જન્મ થયો. કસાઇ-વાઘરી અને ચંડાલ આદિને ત્યાં જન્મ થયો. આવો જન્મ શું કામનો ? ધર્મકાર્ય કરી આત્માની ઉન્નતિ કરવાને બદલે હિંસા આદિ પાપો કરી જ્યાં અવનતિ થવાના યોગો ઘણા છે. તેવા માનવભવથી પણ આ જીવને શું લાભ ? માટે માનવભવના યોગમાં પણ અનાર્ય કરતાં આર્યદેશ, આર્યકૂલ અને આર્યઘરમાં જન્મ થવાનો યોગ મહાદુર્લભ છે. તેવા આર્યદેશ- આર્યકૂલ અને આર્યઘરમાં ધારો કે જન્મ થયો. પરંતુ ધર્મના સંસ્કારો જ ન ગમે, કેવળ અર્થ-કામની જ વાસનાઓ આવે, તેને ઉચિત જ આ જીવ આચરણ કરે. તેની જ વાતોમાં રસ ધરાવે તો આર્યદેશાદિ પણ શું કામના ? તેથી આર્યદેશાદિ મળવા છતાં ધર્મ તરફની રુચિ-પ્રીતિ મળવી દુષ્કર છે. Page #54 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ મિત્રા દૃષ્ટિ ૩૭ ધારો કે માનવભવ- આર્યદેશાદિ-અને ધર્મકાર્યની રુચિ મળી. પરંતુ ધર્મ સમજાવનારા સદ્ગુરુને બદલે કુગુરુ મળ્યા, અને તેઓને જ સદ્ગુરુ માનીને તેઓની વાણીને જ અમૃત માનીને પીધી. તેઓના ઉપદેશ પ્રમાણે વર્ત્યા. તો આ આત્માને કેટલું બધું નુકશાન થાય ? અનંત પુણ્યાઈએ મળેલી આ સર્વ સામગ્રી કુગુરુના યોગે એક ક્ષણવાર માત્રમાં જ હારી જવાય છે. ઘાસની ગંજી ઘણી હોય તો પણ એક અગ્નિનો કણીઓ તેને બાળી નાખે છે. તેમ પુણ્યાઈ જન્મ પ્રાપ્ત થયેલી આ સર્વ સામગ્રી કુગુરુના યોગથી આત્માને દુર્ગતિમાં લઈ જનારી છે. તેથી આવા કુગુરુનો યોગ તે પંચકયોગ કહેવાય છે. માટે આત્માનું અલ્પ પણ અહિત ન થાય, અને હિતકલ્યાણ જ થાય એવા સદ્ગુરુ આદિનો જે યોગ થવો તે અતિ દુર્લભ છે. આ પ્રથમ અવંચકયોગ કહેવાય છે. સાચી દિશા બતાવનારા, સાચું જીવન જીવનારા અને પરોપકાર પરાયણ પરમવૈરાગી ગુરુનો યોગ થવો એ કલ્યાણપ્રાપ્તિનું પ્રથમ પગથીયું છે. ત્યારબાદ તેવા સદ્ગુરુનો યોગ થયા પછી તેઓમાં સદ્ગુરુપણાની બુદ્ધિ થવી અને તેવી બુદ્ધિ થવા પૂર્વક બહુમાનાદિ ભાવયુક્ત તેઓને વંદન-નમન-સ્તુતિ-અને સેવા-વૈયાવચ્ચ આદિ ક્રિયા કરવી તે બીજો ક્રિયાપંચક યોગ કહેવાય છે. નાના અણસમજુ બાળકને અથવા ગાંડપણવાળા મોટા માણસને પાંચસો રૂપીયાની નોટ મળી હોય પરંતુ તેઓ અણસમજુ અને ગાંડપણવાળા હોવાથી પાંચસોની નોટને પાંચસો રૂપીયાની નોટ તરીકે જાણતા જ નથી. તેથી આવી કિંમતી નોટ મળવા છતાં તલભ્ય લાભો તે જીવો મેળવી શકતા નથી અને પસ્તીના ભાવમાં તેનો ઉપયોગ કરે છે. તેવી રીતે સદ્ગુરુ મળવા છતાં આપણી પોતાની બુદ્ધિમાં “સદ્ગુરુ” તરીકે સ્વીકાર્યા ન હોય, તે ભાવે તેઓનો સંબંધ ન કર્યો હોય તો પણ કર્મક્ષય રૂપ લાભ મળતો નથી. માટે સદ્ગુરુ પ્રાપ્ત થવા જેમ દુર્લભ છે, Page #55 -------------------------------------------------------------------------- ________________ ૩૮ આઠ દૃષ્ટિની સઝાય તેમ તેવા ગુરુને સદ્ગુરુ તરીકે હૈયામાં વસાવવા એ વાત તેનાથી પણ દુર્લભતર છે. હૈયામાં તેઓ પ્રત્યે સદ્ગુરુપણાની બુદ્ધિ આવી જાય અને આવા મહાત્માથી મારું કલ્યાણ છે એમ સમજીને તેઓને વંદનાદિ જે કંઈ પરિચર્યા કરાય તે અવશ્ય કર્મક્ષય કરાવનારી જ ક્રિયા છે. આત્માને છેતરનારી ક્રિયા નથી. તેથી આ બીજા નંબરનો ક્રિયાવંચક યોગ છે. જ્યાં યોગ(મિલનજો અવંચક હોય અને તેની સાથેની ક્રિયા જો અવંચક હોય તો તજ્જન્યફળ તો અવશ્ય અવંચક જ હોય છે. કારણ કે પોતાના નિયત ફળને આપે તેને જ અવંચક યોગ અને અવંચક ક્રિયા કહેવાય છે. જો પોતાના નિયત ફળને ન આપે તો તે વધ્ધ યોગ અને વષ્ય ક્રિયા જ બને છે. જેમ ધનુષ્યમાં બાણ બરાબર ચડાવ્યું હોય, અને લક્ષ્ય ભણી બાણ છોડવાની ક્રિયા જો યથાર્થ - અવિપરીત કરી હોય તો લક્ષ્ય પ્રાપ્તિ રૂપ ફળ તો અવશ્ય આવે જ. તેમાં કંઈ પણ સંદેહ નથી જ. તેવી જ રીતે યોગાવંચકતા અને ક્રિયાવંચકતા જો છે તો તેનાથી લભ્યફળ અવશ્ય પ્રાપ્ત થતું જ હોવાથી ફળાવંચકતા પણ આવે જ છે. આ પ્રમાણે (૧) યોગાવંચક, (૨) ક્રિયાવંચક અને (૩) ફળાવંચક એમ ત્રણ પ્રકારના આ અવંચક ભાવો જાણવા. આ મિત્રાદષ્ટિમાં આવેલા જીવને સદ્ગુરુનો યોગ થયો તે યોગાવંચકતા. અને તેઓને સ પણે ઓળખી વંદનાદિ જે ક્રિયા કરે છે તે ક્રિયાવંચકતા. અને તેના દ્વારા ઉપર-ઉપરની દૃષ્ટિઓમાં આત્માનું જે ઊર્ધ્વગમન થાય તે ફળાવંચકતા. એમ જાણવું. ||૧૨|| ચાહે ચકોર તે ચંદ્રને, મધુકર માલતી ભોગી રે ! તિમ ભવિ સહજ ગુણે હોયે, ઉત્તમનિમિત્ત સંયોગીરા૧૩ વીર જિનેસર દેશના. Page #56 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ મિત્રા દૃષ્ટિ ૩૯ ગાથાર્થ - ચકોર પક્ષી જેમ ચંદ્રને ઇચ્છે. અને ભમરો જેમ માલતી પુષ્પને ઇચ્છે, તેવી રીતે ભવ્યજીવ સ્વાભાવિક ગુણે કરીને ઉત્તમ નિમિત્તોના સંયોગોને પ્રાપ્ત કરે છે. |૧૩ વિવેચન - આ દૃષ્ટિમાં આવેલા જીવને ધર્મ પ્રત્યે ઉત્કટ ઇચ્છા પ્રવર્તતી હોય છે. તે વાત સમજાવવા સુંદર બે ઉદાહરણ આપે છે. અને આ બન્ને ઉદાહરણો જગત્મસિદ્ધ છે. ચકોર નામનું પક્ષી ચંદ્રના ઉદયને અતિશય ઉત્કટપણે ઝંખે છે. તથા મધુકર (ભમરો) સદા માલતીના ફૂલને સુગંધના વ્યસનના કારણે અત્યન્ત ઇચ્છે છે. તેવી રીતે મિત્રાદષ્ટિમાં આવેલો આ ઉત્તમ આત્મા પોતાનામાં પ્રગટેલા સ્વાભાવિક ધર્મપ્રેમ નામના ગુણ વડે ધર્મપ્રાપ્તિના ઉપાયભૂત એવા નિમિત્ત-સંયોગોને તીવ્ર ઇચ્છાથી ચાહે છે. અને દિન-પ્રતિદિન તેવા સંજોગો મળ્યા જ કરે એમ ઈચ્છે છે. આ સંસાર ચક્રમાં ભવોભવમાં અર્થ-કામનાં સાધનો છેડ્યાં છે અને મળ્યાં પણ છે. તેનાથી આસક્તિપૂર્વક તેનો ઉપયોગ કરીને આ જીવે કર્મો જ બાંધ્યાં છે. કોઈ ભવ એવો ગયો નથી કે જ્યાં હીનાધિકપણે પણ અર્થકામનાં નિમિત્તો ન મળ્યાં હોય. આવા પ્રકારનાં નિમિત્તો મળવા છતાં પણ તેનાથી આ આત્માનું કંઈપણ કલ્યાણ થયું નથી. ધર્મના ઉપાયો અને નિમિત્તો મળવાં જ અતિશય દુષ્કર છે. અર્થ અને કામના પ્રસંગો આ જીવને અનાદિસંસ્કારના જોરે વિના સમજાવે પણ આવડી જાય છે. તે ભાવો સમજાવવા પડતા નથી. પરંતુ ધર્મના ઉપાયો સમજાવવા જ પડે છે. અને સમજાવવા છતાં પણ બુદ્ધિમાં તુરત ઉતરતા નથી. મોહની માયાજાળમાંથી તે ધર્મપ્રાપ્તિના ઉપાયો જ આ જીવને મુકાવનાર છે. તેથી સદ્ગુરુનો નિરંતર સંયોગ, ધર્મશ્રવણ, દેવ-ગુરુનો વંદન-પ્રણામ. યથાશક્તિ તપ, સ્વાધ્યાય, Page #57 -------------------------------------------------------------------------- ________________ ૪૦ આઠ દૃષ્ટિની સઝાય સત્સંગ, આવાં નિમિત્તો મને કેમ મળે ? મળે તો તેનો નિરંતર સંયોગ કેમ રહે? તેનો પ્રેમ મને વધારે કેમ દઢ થાય? ગાઢ અનુબંધવાળા સંબંધો કેમ બને ? એવી ધર્મના ઉપાયોની તીવ્ર ઇચ્છા આ જીવ કરે છે I૧૩ એહ અવંચક યોગ તે, પ્રગટે ચરમાવર્તી રે ! સાધુને સિદ્ધ દશા સમું, બીજનું ચિત્ત પ્રવર્તી રે ૧૪ો વીર જિનેસર દેશના. ગાથાર્થ – આ અવંચકયોગ જીવને શરમાવર્તમાં પ્રગટ થાય છે. સાધુમહાત્માઓને આ યોગબીજવાળું ચિત્ત જાણે આત્મદશા સિદ્ધ થઈ ચૂકી છે. તેવું અર્થાત્ સિદ્ધદશા=પ્રાપ્તદશા સમાન હોય છે |૧૪| વિવેચન :- આ સંસાર અનાદિનો છે. દરેક જીવોએ આ સંસારમાં અનંત પુદ્ગલ પરાવર્તો પસાર કર્યા છે. અને જો સમ્યકત્વાદિ ગુણો ન પામે તો હજુ પણ તેટલાં જ પુદ્ગલ પરાવર્તી સુધી રખડવાનું છે. પુદ્ગલ પરાવર્ત જૈન શાસ્ત્રમાં દ્રવ્યક્ષેત્ર-કાળ અને ભાવથી ચાર પ્રકારે જણાવ્યા છે. તેના પણ સૂક્ષ્મ અને બાદર એમ બે બે ભેદો ગણતાં આઠ પ્રકાર છે. તેનું વર્ણન ગ્રન્થાન્તરથી જાણી લેવું. પરંતુ ચૌદ રાજલોકવર્તી સંપૂર્ણ લોકાકાશના પ્રત્યેક આકાશપ્રદેશો એક જીવ મૃત્યુ દ્વારા ક્રમશઃ સ્પર્શ કરવા વડે સમાપ્ત કરે તેને એક સૂક્ષ્મ ક્ષેત્ર પુદ્ગલ પરાવર્ત કહેવાય છે. આવા પ્રકારના એક પુદ્ગલ પરાવર્તમાં અનંત ઉત્સર્પિણી-અનંત અવસર્પિણી કાળ થાય છે. આ સંસારમાં જન્મ-મરણ-રોગ-શોક આદિ અનેક દુઃખો અનુભવવા દ્વારા આ જીવે આવા પ્રકારનાં અનંત પુદ્ગલ પરાવર્ત પસાર કર્યા છે. તેમાંથી જ્યારે માત્ર એક પુદ્ગલ પરાવર્ત જેટલો જ સંસાર બાકી Page #58 -------------------------------------------------------------------------- ________________ ૪૧ પ્રથમ મિત્રા દૃષ્ટિ રહે છે. અર્થાત્ ચરમાવર્તિમાં આ જીવ આવે છે ત્યારે જ ઉપરોક્ત યોગબીજ પ્રાપ્ત થાય છે. જે જે જીવ ચરાવમાં આવે છે તે સર્વેને યોગબીજ પ્રાપ્ત થાય એવો નિયમ નથી. કારણ કે ચરમાવર્તિમાં આવ્યા પછી પણ બહુ ભાવમલનો (મોહનીયના ઉદયજન્ય વિકારોનો) ક્ષય થાય છે. ત્યારે જ આ યોગબીજ આવે છે. યોગદષ્ટિ સમુચ્ચયમાં કહ્યું છે કે एतद्भावमले क्षीणे, प्रभूते जायते नृणाम् । करोत्यव्यक्तचैतन्यो, महत्कार्यं न यत्क्वचित् ॥ ३०॥ જેમ અવ્યક્ત ચૈતન્યવાળો આત્મા મોટું કાર્ય કરી શકતો નથી. તેમ બહુ ભાવમલ હોતે છતે આ જીવ યોગબીજ પામતો નથી. પરંતુ બહુ ભાવમલ ક્ષીણ થયે છતે મનુષ્યોને આ યોગબીજ આવે છે. જ્યારે યોગબીજ પ્રવર્તે છે ત્યારે નિયમ ચરમાવર્ત જ હોય છે. જ્યારે ચરમાવર્તમાં આવ્યા પછી ઘણો ઘણો ભાવમલ ક્ષય થાય છે. ત્યારે આ જીવમાં યોગદશાની ભૂમિકા સ્વરૂપ આવા પ્રકારના ગુણો પ્રગટે છે. (૧) દુઃખી જીવો ઉપર અત્યન્ત કરુણાભાવ વર્તે છે. શારીરિક અને આર્થિક આદિ દુઃખોથી પીડાતા જીવો ઉપર દુઃખ દૂર કરવાની ભાવના અને પ્રયત્નપૂર્વકની કરુણા વર્તે છે. અને મોહની આધીનતાના બળે વિકારોથી પીડાતા જીવોને વૈરાગ્યવાહિની ધર્મદેશના દ્વારા ભાવદુઃખથી મુક્ત કરાવવા સ્વરૂપ ભાવકરુણા વર્તે છે. (૨) ગુણી પુરુષો ઉપર અદ્વેષભાવપ્રતિભાવ પ્રવર્તે છે. (૩) પોતાની ભૂમિકા પ્રમાણે ઉચિત આચરણાયુક્ત આ જીવ બને છે. મિત્રાદષ્ટિમાં આવેલા જીવને પણ આ યોગબીજ પ્રવર્તે છે અને ઉત્તમ સાધુ મહાત્મા યોગી પુરુષને પણ આ યોગબીજ Page #59 -------------------------------------------------------------------------- ________________ ૪૨ આઠ દૃષ્ટિની સઝાય પ્રવર્તે છે. પરંતુ સાધુ મહાત્માને જાણે યોગદશા સિદ્ધ-પ્રાપ્ત થઈ છે તેવું અર્થાત્ સિદ્ધદશાના સરખું (પ્રાપ્ત યોગીદશાના સરખું) યોગબીજવાળું ચિત્ત પ્રવર્તે છે. ઘટ બનાવવા માટે લાવેલી માટી, અને ઘડાપણે પરિણામ પામતી માટીમાં માટીપણે કંઈ તફાવત નથી. પરંતુ એક ભાવિ સાધ્યમાનદશા સ્વરૂપ છે. અને એક વર્તમાન સાધ્યદશાસ્વરૂપ છે. આ પ્રમાણે ચરમાવર્તી જીવમાં ભાવિ સાધ્યમાન દશા સ્વરૂપ યોગબીજવાળું ચિત્ત પ્રવર્તે છે. અને સાધુને વર્તમાન સાધ્યમાન દશા સ્વરૂપ યોગબીજવાળું ચિત્ત હોવાથી જાણે સિદ્ધ થઈ ચૂકયા સમાન આ યોગબીજવાળું ચિત્ત પ્રવર્તે છે. આ રીતે બન્ને દશામાં આવેલ યોગબીજ અત્તે યોગીદશા પ્રાપ્ત કરાવનારાં બને છે. ૧૪ કરણ અપૂર્વના નિકટથી, જે પહેલું ગુણઠાણું રે ! મુખ્યપણે તે ઈહાં હોએ, સુજસ વિલાસનું ટાણું રે II૧પો | વીર જિનેસર દેશના છે ગાથાર્થ “અપૂર્વકરણની નિકટદશા આવવાથી પહેલા ગુણસ્થાનકને જે ગુણસ્થાનક કહેવાય છે. તે મુખ્યતાએ અહીં પ્રાપ્ત થાય છે. અને આ દશા જીવને “ઉત્તમ યશ આપવાના” સમય સમાન છે. ૧પી વિવેચન :-“જિનેશ્વર પરમાત્માને શુદ્ધ પ્રણામ કરવો” ઇત્યાદિ ગાથા ૮થી કહેલાં યોગદશાના મૂળબીજભૂત તત્ત્વો આ આત્માને શરમાવર્તના કાળમાં બહુ ભાવમલ ક્ષીણ થયે છતે પ્રાપ્ત થાય છે. કારણકે આત્માની શુદ્ધદશાનો પ્રતિબંધ કરનાર જો કોઈ તત્ત્વ હોય તો તે મોહાધીનતા અને અજ્ઞાનતા સ્વરૂપ ભાવમલ છે. તથાભવ્યત્વના પરિપાકથી આ જીવન ભાવમલ ઓગળતો જાય Page #60 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ મિત્રા દૃષ્ટિ ૪૩ છે. તેનાથી સદ્ગુરુ આદિ ઉત્તમ નિમિત્તોનો સંયોગ થાય છે. ત્યારબાદ સદ્ગુરુ તરીકેની તેઓની ઓળખાણ થાય છે. અને સત્પ્રણામાદિ પ્રાપ્ત થાય છે. તેના દ્વારા અવંચકત્રયની પ્રાપ્તિ થાય છે. આ સર્વે ભાવોની પ્રાપ્તિ આ જીવને મિથ્યાર્દષ્ટિ ગુણસ્થાનકે આવતું જે અપૂર્વકરણ છે. તેની નિકટતાના કાળે થાય છે. જેમ જેમ આ આત્મા ગ્રન્થિભેદના કાળની સમીપ આવે છે. તેમ તેમ ઉપરોક્ત ગુણો આ જીવમાં પ્રગટ થાય છે. અને આ આત્મા ગુણોનું સ્થાન – ગુણોનું ભાજન બને છે. તે કારણથી જૈનશાસ્ત્રોમાં મિથ્યાદૃષ્ટિ નામના પહેલા ગુણસ્થાનકે જે ગુણસ્થાનક એવું નામ આપ્યું છે. તે નામ સાચેસાચ અહીં જ સાર્થક બને છે. અત્યાર સુધી તો આ જીવ ગાઢ મિથ્યાત્વી હતો, અનંતાનુબંધી કષાયોની તીવ્રતાવાળો હતો. એટલે વાસ્તવિકપણે ગુણો તો આવૃત્ત જ હતા, પ્રગટ હતા જ નહીં, છતાં ગુણસ્થાનકમાં સર્વ જીવોનો સમાવેશ કરવાના આશયથી અપ્રગટ એવા પણ સત્તાગત જે ગુણો છે તેને આશ્રયી ઉપચારમાત્રથી ગુણસ્થાનક કહેવાતું હતું. પરંતુ હવે મિત્રાદૃષ્ટિને અનુરૂપ, ભાવિમાં વિશિષ્ટ યોગદશાની પ્રાપ્તિના બીજભૂત ગુણો પ્રગટ થયા હોવાથી આ દશામાં જે ગુણસ્થાનક કહેવાય છે. તે મુખ્યતાએ એટલે કે ઉપચાર વિના વાસ્તવિકપણે કહેવાય છે. મિથ્યાર્દષ્ટિગુણસ્થાનકનું ગુણસ્થાનક એવું જે નામ પ્રવર્તે છે તે આ દશામાં આવેલા જીવને આશ્રયી યથાર્થતાને પામે છે. આ પ્રમાણે આ જીવની આત્મગુણોના વિકાસની આ યાત્રા શરૂ થઇ છે. હવે આ જીવ મોક્ષમાર્ગનો પથિક કહેવાય છે. મિત્રાદષ્ટિમાં આવેલા જીવને ગ્રંથિની સાચી ઓળખાણ થાય છે. રાગ-દ્વેષની આ ગ્રંથિ મારા આત્માનો સાચો શત્રુ છે. એમ શત્રુભાવે તેની સાચી ઓળખાણ થાય છે. શત્રુની શત્રુભાવે ઓળખાણ થઇ હોય તો તેનું Page #61 -------------------------------------------------------------------------- ________________ ૪૪ આઠ દૃષ્ટિની સઝાય ઉચ્છેદન કરવાનું કાર્ય સરળ થાય છે. અનાદિની ગૂઢ અને ઘનીભૂત એવી આ ગ્રંથિનો છેદ હવે નિકટના કાળમાં જ કરવાનો છે. તેનો અદમ્ય ઉત્સાહ આ જીવમાં આ કાળે પ્રવર્તે છે. - મિત્રાષ્ટિનો સાર :૧) જગતના સર્વ જીવો પ્રત્યે મૈત્રીભાવ-અદ્વેષભાવ અહીં પ્રવર્તે છે. ૨) તૃણના અગ્નિ સમાન જ્ઞાનદશા મંદ-મંદ પ્રકાશવાળી પ્રગટે છે. ૩) યથાશક્તિ મહાવ્રત અને અણુવ્રત સ્વરૂપ પાંચ યમધર્મની પ્રાપ્તિ થાય છે. ૪) ધર્માનુષ્ઠાનોમાં ખેદ દોષનો ત્યાગ અને અષગુણની પ્રાપ્તિ થાય છે. ૫) નીચે મુજબ યોગદશાના મૂલ બીજભૂત એવાં “યોગબીજ” પ્રાપ્ત થાય છે. A વીતરાગ પરમાત્માને વિષે કુશળ ચિત્ત, ગુણોની સ્તુતિ ગાવા રૂપ નમસ્કાર, કાયાથી પ્રણામ કરવા રૂપ મન-વચન અને કાયાથી શુદ્ધ ભક્તિ. B ભાવયોગી, ધર્મતત્ત્વના દાતા, પરમ ઉપકારી એવા ભાવાચાર્યોની સેવા-ભક્તિ-વૈયાવચ્ચ- શુદ્ધ મન-વચન-કાયાથી પ્રણામાદિ. સંસારી ભાવો પ્રત્યે સહજપણે જ નિર્વેદ (વૈરાગ્ય) અર્થાત્ ભવનિર્વેદ. D દ્રવ્ય અભિગ્રહોનું પાલન. જીવનમાં યથાશક્તિ બાહ્યત્યાગ. E લેખન-વાંચન અને પ્રસારણ દ્વારા સાસ્ત્રોની આરાધના. - યોગીની અને યોગબીજની કથા પ્રત્યે અતિશય પ્રેમ, તેના પ્રત્યે આદરભાવ. Page #62 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ મિત્રા દૃષ્ટિ ૪૫ ૬) અતિશયપણે ભાવમલનો હાસ, ચરમપુદ્ગલપરાવર્તમાં પ્રવેશ. ૭) તથાભવ્યત્વનો પરિપાક, માર્ગાભિમુખતાદિની પ્રાપ્તિ. દુ:ખી જીવો ઉપર અત્યન્ત કરુણા, ગુણવાન જીવો પ્રત્યે અષ અને સર્વત્ર ઔચિત્યતાપૂર્વકનું આચરણ. ૯) સદ્ગુરુના યોગથી યોગાવંચક, ક્રિયાવંચક અને ફલાવંચકતાની પ્રાપ્તિ. ૧૦) અવંચકત્રયની પ્રાપ્તિથી શુભ નિમિત્તનો સંયોગ અને તેનાથી સવિશેષપણે ભાવમલની અલ્પતા. ૧૧) અપૂર્વકરણની નિકટતા, ગ્રંથિદેશ તરફગમન, ગ્રંથિની શત્રુભાવે ઓળખાણ. ૧૨) મિથ્યાદૃષ્ટિગુણસ્થાનક નામની સાર્થકતા. મિત્રાદષ્ટિ સમાપ્ત Page #63 -------------------------------------------------------------------------- ________________ બીજી તારા દૃષ્ટિ) સંસારના સુખો એ જ જીવનનો સાર છે. તેના માટે જ સતત પ્રયત્નશીલ રહેવું. સારું સારું ખાવું-પીવું, હરવું ફરવું, પહેરવું-ઓઢવું અને મોજ-મજા જ કરવી. એવી આ જીવની અનાદિકાળની જે દૃષ્ટિ હતી તે ઓઘદૃષ્ટિ કહેવાય છે. આ જીવ જ્યારથી ચરમાવર્તિમાં આવ્યો, મોક્ષગમનનો કાળ કંઈક નજીક આવ્યો તથાભવ્યત્વનો પરિપાક થયો. ત્યારથી આ જીવની દૃષ્ટિ બદલાઇ છે. તેને આ સંસારનાં સુખો ક્ષણિક-નાશવંત અને અસાર દેખાય છે. આત્મા જેવું એક તત્ત્વ છે. જે નિત્ય-ધ્રુવ તત્ત્વ છે. અત્યારે કર્મોથી આવૃત છે. એટલે દુઃખી-સુખી થાય છે. પરંતુ જો ધર્મની આરાધના કરવામાં આવે તો કર્મોનો ક્ષય કરી શકાય છે. અને આત્માનું યથાર્થ શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત કરી શકાય છે. હું પણ કંઈક ધર્મ આરાધના કરી આત્માનું સુખ મેળવું. આવી દષ્ટિ બદલાય છે. તેને યોગની દૃષ્ટિ કહેવાય છે. કારણ કે આવી દૃષ્ટિ જ આ જીવને કાળાન્તરે પણ મોક્ષની સાથે મુંજન કરનાર છે. તેથી તે યોગદૃષ્ટિ છે. તેના આઠ ભેદ છે. તે આઠ ભેદમાંથી પ્રથમ મિત્રાદેષ્ટિ સમજાવી. કે જેમાં સંસારના ભોગો તરફની જ માત્ર જે પ્રિયતા હતી તે ઢીલી થાય છે. આત્માના ગુણોના વિકાસની દૃષ્ટિ ઉઘડે છે. મિત્રની જેમ આ દૃષ્ટિ આત્માને આત્મહિત તરફ પ્રયાણ કરવાની મનમાં જ શિખામણ આપે છે. સૂચના કરે છે. જેનાથી આ જીવનો પંથ કાપવાનો યુ ટર્ન બદલાય છે. આ આત્મા જે ભોગરસિક જ હતો તે કંઈક અંશે આત્મગુણ રસિક બને છે અને તેના ઉપાયો તરફ જોડાય છે. તેથી તે થોડા કાળાન્તરે કહેવાય છે. સંસારના જ ભેદમાંથી Page #64 -------------------------------------------------------------------------- ________________ બીજી તારા દૃષ્ટિ ૪૭ આ મિત્રા દૃષ્ટિ દ્વારા કંઈક અંશે ધર્મપ્રાપ્તિનાં માટે યોગબીજ આ આત્મામાં રોપાયા પછી ધર્મ તરફ વળેલી આ દષ્ટિ વધુ તીવ્ર બને છે. તેને બીજી તારાદષ્ટિ કહેવાય છે. તે તારાદેષ્ટિનું વર્ણન પૂ. ઉપાધ્યાયજી મ. શ્રી હવે કરે છે. ઢાળ - બીજી - દર્શન તારા દૃષ્ટિમાં મનમોહન મરે, ગોમય અગ્નિ સમાન મનO શૌચ સંતોષનેતપભલું મન૦, સઝાયઈશ્વરધ્યાન મનેol11 ગાથાર્થ - તારા નામની બીજી દૃષ્ટિમાં (બોધ-જ્ઞાન) ગોમયના (છાણાંના) અગ્નિસમાન હોય છે. તથા શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વરધ્યાન એમ પાંચ નિયમરૂપ બીજું યોગાંગ પ્રવર્તે છે. [૧] વિવેચન - દૃષ્ટિનો જેમ જેમ વિકાસ થાય છે, તેમ તેમ દર્શન (એટલે જ્ઞાન-સમજણ) આત્મા તરફનું નિર્મળ બનતું જ જાય છે. અનાદિકાળથી આ જીવ મોહના ઉદયની અને અજ્ઞાનતાની પરાધીનતાના કારણે આત્માની શુદ્ધદશા તરફના લક્ષ્યની અપેક્ષાએ ગાઢ અંધકારમાં હતો. તેમાંથી મિત્રાદષ્ટિ આવતાં તૃણના અગ્નિના પ્રકાશ સમાન કંઈક બોધ મળ્યો. આત્મા જેવા તત્ત્વની અને તેની શુદ્ધ દશા પ્રાપ્ત કરવાના ઉપાયોની કંઈક ઝાંખી થઈ. પરંતુ તે તૃણનો અગ્નિ અતિશય અલ્પકાળસ્થાયી અને અત્યન્ત નિર્બળ હોય છે. વિજળીના ચમકારાની જેમ પ્રગટ્યો, ન પ્રગટ્યો અને બુઝાઈ જાય છે. તેમ મિત્રાદષ્ટિમાં આત્મતત્ત્વનું જે જ્ઞાન થયું તે પણ આવું જ અલ્પ કાળ રહેનારું અને નિર્બળ હોય છે. થાય, થાય, અને ચાલ્યું જાય છે. પરંતુ આ બીજી તારાદષ્ટિમાં તે દર્શન (જ્ઞાન-સમજણ) તેના કરતાં કંઈક વધારે સ્થિર બને છે. તે હકીકતને ઉપમાથી સમજાવે છે Page #65 -------------------------------------------------------------------------- ________________ ૪૮ આઠ દૃષ્ટિની સઝાય કે તારાદષ્ટિમાં આ દર્શન (આત્મતત્વનો બોધ-જ્ઞાન) ગોમયના એટલે કે છાણાંના અગ્નિના પ્રકાશ સમાન હોય છે. ઘાસના અગ્નિ કરતાં છાણાંનો અગ્નિ કંઈક વધુ કાળ રહેનારો અને કંઈક વધુ પ્રકાશ આપનારો હોય છે. તેમ તારા દૃષ્ટિમાં આત્મા તરફના લક્ષ્યનો બોધ વધુ કાળ રહેનારો અને કંઈક વધુ સતેજ હોય છે. મિત્રો અને તારા આ બન્ને દૃષ્ટિમાં મુમુક્ષુ આત્માને આત્મશુદ્ધિના લક્ષ્યનું જ્ઞાન તૃણ અને ગોમયના અગ્નિના પ્રકાશ સમાન ભલે અતિશય અલ્પ અને નિર્બળ છે, તો પણ તે અતિશય કિંમતી છે અને આત્માર્થી જીવોને ઘણો જ આનંદ આપનારું છે. જેમ શારીરિક કોઈ અગમ્ય રોગથી અતિશય પીડાતા અને રોગના નિદાન વિનાની જુદી જુદી ઘણા પ્રકારની ચિકિત્સા કરવા દ્વારા હતાશ થયેલા રોગીને સાચું રોગનિદાન કોઈ વૈદ્ય પાસેથી થાય તો જે આનંદ થાય છે. તથા સર્વથા ગાઢ અંધકારમાં મધ્યરાત્રિમાં ભયંકર અટવીમાં ભૂલા પડેલાને એકાદ તેજનું કિરણ મળવાથી જે આનંદ થાય છે તે શબ્દોથી અવર્ણનીય છે. અનુભવનાર જ જાણે છે. આ વાત સર્વ પ્રાણીને અનુભવસિદ્ધ છે. તેમ ગાઢ મોહનિદ્રામાં અને અજ્ઞાન દશામાં અટવાયેલા જીવને આત્મતત્ત્વના લક્ષ્યરૂપ અલ્પ પ્રકાશ મળતાં પણ તેવો જ આનંદ થાય છે. આપણો આ જીવ સંસારમાં કેમ રખડે છે ? જન્મ-મરણની પરંપરામાં કેમ અટવાયો છે ? રોગ-શોક-ભય અને કલેશનાં અપાર દુઃખો કેમ ભોગવવાં પડે છે ? તેનું નિદાન-કારણ શું ? તેનો ખ્યાલ આજ સુધી ન હતો. આ બન્ને દૃષ્ટિઓ આવતાં જ આ દુઃખના નિદાનનું (કારણનું) જ્ઞાન થયું. શરીરમાં આત્મા નામનું એક અખંડ-અનંત ચેતનામય જીવદ્રવ્ય છે. કર્મોથી તે ચૈતન્ય Page #66 -------------------------------------------------------------------------- ________________ બીજી તારા દૃષ્ટિ ૪૯ અવરાયેલું છે. જો ધર્મપુરુષાર્થ કરવામાં આવે તો આ કર્મો તોડી શકાય છે. અને આ આત્માની શુદ્ધ દશા પ્રાપ્ત કરી શકાય છે. આવો પ્રકાશ-આવું દર્શન-આવું જ્ઞાન આ બન્ને દૃષ્ટિમાં ક્રમશઃ વિકસિતપણે થાય છે. જે તૃણ અને ગોમયના અગ્નિના પ્રકાશથી સમજાવાય છે. શરીરના રોગનું સાચું નિદાન થવાથી આ જીવમાં બે પ્રક્રિયા અવશ્ય શરૂ થાય છે. એક તો સાચું નિદાન કરનારા સાચા હિતેચ્છુ વૈદ્ય ઉપર અતિશય પ્રેમ-બહુમાન અને વધારે પરિચય કરવાની તમન્ના, અને બીજી પ્રક્રિયા તેઓએ જણાવેલા રોગ નાશક ઔષધનું સેવન. આ બે પ્રક્રિયા સહજપણે જ આવે છે. તેવી રીતે આ બન્ને દૃષ્ટિમાં સંસારની રખડપટ્ટીનું અને અપાર દુઃખનું કારણ શું? તેનું દર્શન-જ્ઞાન યોગી-અધ્યાત્મી અને ગીતાર્થ એવા ગુરુદેવો પાસેથી થાય છે. આ જ્ઞાન થવાથી આપોઆપ આવી સાચી દૃષ્ટિ ખોલનારા ગુરુદેવો પ્રત્યે ભક્તિ - પ્રેમ - બહુમાન અને પૂજ્યભાવ પ્રગટે છે તથા વધારે ને વધારે પરિચય અને સહવાસ કરવાની તમન્ના થાય છે. તેઓએ કહેલા માર્ગે ચાલવાનું અને કર્મોના નાશક એવા ઔષધનું સેવન કરવાનું શરૂ કરે છે. જેમ ગાઢ અંધકારમય અટવીમાં પ્રાપ્ત થયેલા અલ્પ પ્રકાશથી પણ માર્ગ દેખાવાથી ઉત્સાહપૂર્વક પંથ કાપવાનું શરૂ કરે છે, તેમ આ જીવ પણ ઉત્સાહિત થયો છતો જ્ઞાની ગુરુએ બતાવેલા આત્મસાધનાના માર્ગમાં ઉત્સાહપૂર્વક આગળ વધે છે. આ જીવ સતત જ્ઞાની ગીતાર્થોના પરિચયમાં અને સહવાસમાં જ વર્તે છે. ઘરના વ્યવસાયથી જ્યારે જ્યારે નિવૃત્ત થાય ત્યારે ત્યારે આડા-અવળાં ગામ-ગપાટાં મારવાની પદ્ધતિને ભૂલી જઈને આત્મકલ્યાણની-ધર્મની અને તત્ત્વની ચર્ચાવિચારણા કરે છે આ પ્રમાણે યોગી-જ્ઞાની ગીતાર્થોનો સહવાસ આ. ૪. Page #67 -------------------------------------------------------------------------- ________________ ૫૦ આઠ દૃષ્ટિની સઝાય વધવાથી આ જીવનું દર્શન(જ્ઞાન) મિત્રાદષ્ટિ કરતાં તારાદષ્ટિમાં વધારે કાળ રહેનારું અને વધારે પ્રબળ બને છે. તેથી ગોમયના અગ્નિની ઉપમા બરાબર ઘટે છે. આ રીતે મુમુક્ષુ એવા આ સાધક આત્માની આત્મલક્ષ્ય ભણી દૃષ્ટિ તીવ્ર બને છે. જ્યારે મિત્રાદષ્ટિમાં આ જીવ આવ્યો ત્યારે અહિંસા - સત્ય-અચૌર્ય- બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એમ પાંચ પ્રકારના યમધર્મની પ્રાપ્તિ થવાથી આ આત્માનું બાહ્યજીવન પણ સારું થાય છે. અલ્પ આશ્રવવાળું અને પરિમિત પાપ પ્રવૃત્તિવાળું જીવન બની જાય છે. અને તેનો અભ્યાસ વધતાં વધતાં આ તારા દૃષ્ટિ આવતાં પાંચ યમ ધર્મની પુષ્ટિ અને વૃદ્ધિ કરે તેવા પાંચ નિયમો રૂ૫ બીજું યોગનું અંગ પ્રાપ્ત થાય છે. આ નિયમો યમધર્મની પુષ્ટિ-વૃદ્ધિ કરનારા છે. જૈનદર્શનની દૃષ્ટિએ સાધુ જીવનમાં પાંચ મહાવ્રતો તે યમ, અને પિંડવિશુદ્ધિ આદિ ઉત્તરગુણો તે નિયમ કહેવાય છે. તથા શ્રાવક જીવનને આશ્રયી પાંચ અણુવ્રત તે યમ અને ત્રણ ગુણવ્રત તથા ચાર શિક્ષાવ્રત તે નિયમ કહેવાય છે. જેનાથી મૂળ ગુણ સ્વરૂપ યમધર્મ પુષ્ટિ અને વૃદ્ધિ પામે તે નિયમ કહેવાય છે. પરંતુ સાંખ્યદર્શન આદિ અન્યદર્શનકારોના મતે નીચે મુજબ પાંચ નિયમ કહેવાય છે. (૧) શૌચ, (૨) સંતોષ, (૩) તપ, (૪) સ્વાધ્યાય અને (૫) ઈશ્વરધ્યાન. તેનું કંઈક સ્વરૂપ આ પ્રમાણે છે. (૧) શૌચ - મનની પવિત્રતા એ શૌચ છે. અહિંસા સત્ય આદિ પાંચ પ્રકારના યમધર્મથી બાહ્ય જીવન તો પવિત્ર થાય છે. પરંતુ મનના પરિણામની શુદ્ધિ વિના તે બાહ્યજીવનની પવિત્રતા યથાર્થ ફળદાયક થતી નથી. બાહ્યાચાર માત્રથી જે વ્રતોનું પાલન કરવામાં આવે છે તે પાલન ઘણીવાર માન-મોભા માટે, પોતાની Page #68 -------------------------------------------------------------------------- ________________ બીજી તારા દૃષ્ટિ ૫૧ પ્રતિષ્ઠા વધારવા માટે અથવા કોઈપણ પ્રકારના પૌગલિક સુખના સ્વાર્થ માટે થતું હોય છે. તેથી મનના પરિણામની નિર્મળતા પ્રાપ્ત કરવી આવશ્યક છે. વચન અને કાયાની શુદ્ધિ ઘણી વખત પ્રાપ્ત કરવી શક્ય છે. પરંતુ મનના પરિણામ નિર્મળ કરવા અત્યન્ત દુષ્કર છે. મનની પરિણતિ જો નિર્મળ થઈ જાય તો વચન અને કાયાની પ્રવૃત્તિ આપોઆપ સુંદર બને જ છે. તેથી મનની પરિણતિ નિર્મળ થવી તે અત્યંતર શૌચ એ પ્રથમ નિયમ છે. મિત્રાદષ્ટિમાં પ્રવૃત્તિ નિર્મળ થઈ છે. તેનાથી આ તારાદષ્ટિમાં મનની પરિણતિ નિર્મળ થાય છે. મન વધારે વૈરાગ્યભીનું અને સંવેગ પરિણામથી પરિણત થાય છે. આ મુમુક્ષુ આત્માને મુક્તિના ઉપાયો તરફ અને સાચો રાહ દેખાડનાર ગુરુવર્ગ તરફ સવિશેષ માનસિકભાવ પ્રગટે છે. વારંવાર તેઓ તરફ જ મન ખેંચાયેલું રહે છે. સતત તેઓનો સહવાસ-જિનવાણીશ્રવણ અને શાસ્ત્રોના અભ્યાસ તરફ મન આકર્ષાયેલું રહે છે. જેથી મનના વિકારો અને વાસનાઓ શિથિલ થાય છે. આ શૌચધર્મ છે. (૨) સંતોષ - શૌચધર્મમનની પવિત્રતા)નું કારણ સંતોષધર્મ છે. અનાદિકાળથી આપણો આ જીવ સંસારના ભૌતિક સુખોનો અત્યન્ત રસિક છે. તેથી તે સુખો મેળવવા માટે ઘણાં ઘણાં પાપો કર્યા છે અને કરે છે. તેથી મન પણ તે પાપકાર્યોમાં જ મસ્ત રહે છે. સંસારસુખનો લોભ એટલો મોટો છે તે અકલ્પનીય પાપો કરાવે છે. તેથી મન આકુળ-વ્યાકુળ અને સંકલ્પ-વિકલ્પોવાળું જ રહે છે. તેથી મનની નિર્મળતા જો પ્રાપ્ત કરવી હોય તો સંતોષગુણ મેળવવો જ જોઈએ. આ તારાદષ્ટિમાં આવેલા જીવનો દૃષ્ટિવિકાસ થવાથી જે કાળે જે વસ્તુ મળી હોય, તે કાળે તે વસ્તુથી સંતોષ માની જીવ ચલાવી લે છે. પરંતુ મનને મલીન થવા દેતો નથી. Page #69 -------------------------------------------------------------------------- ________________ પર આઠ દૃષ્ટિની સઝાય કર્મના ઉદયથી પ્રાપ્ત થયેલી સુખી સ્થિતિમાં આ જીવ રાચતો નથી અને દુઃખી સ્થિતિમાં દીન બની જતો નથી. ગુરુદેવોના પરિચય અને સહવાસથી સંસારસુખ ઉપરનો રાગ મોળો પડી ગયો છે. સુખની લાલસા ઘટી ગઈ છે. સુખ એ પરિણામે દુઃખ જ આપનારું છે. અને કોઈપણ એક પ્રકારનું સુખ અનેક ઉપાધિઓથી ઘેરાયેલું છે. આવી સમજણ ગુરુઓ પાસેથી આ દૃષ્ટિમાં આ જીવને મળી છે. સંસારસુખની ભયંકરતાનો સાચો ખ્યાલ આવી ગયો છે માટે જેમ બને તેમ આ સંસારસુખના ભોગમાંથી અને આસક્તિમાંથી છુટવાનું જ આ જીવને મન થાય છે. આ કારણે ગમે તેવા પ્રતિકૂળ સંજોગોમાં પણ સંતોષપ્રધાન જીવન આ જીવ હોંશથી જીવે છે. તેથી તેનું મન પવિત્ર રહે છે. આવા પ્રકારનો સંતોષગુણ અને તેના કારણે શૌચગુણ આ દષ્ટિમાં જીવને પ્રગટે છે. (૩) તપ-શૌચ માટે જેમ સંતોષની જરૂર છે. તેમ સંતોષ માટે તપ ગુણ જીવનમાં લાવવો આવશ્યક છે. તપ બે પ્રકારનો છે. (૧) બાહ્યતપ, (૨) અભ્યન્તર તપ, જે તપ શરીરને તપાવે, લોકો જોઈ શકે, તપસ્વી તરીકે લોકો માન આપે, આહારાદિ પૌદ્ગલિક ભાવોનો ત્યાગ જેમાં હોય તે બાહ્યતપ કહેવાય છે. અને આન્તરિક કલેશ-માન-માયાના ત્યાગરૂપ જે તપ છે. જે તપ આત્માને તપાવે છે. જે તપ લોકો જોઈ શક્તા નથી. જે તપથી લોકો તપસ્વી કહેતા નથી તે તપને અભ્યત્તર તપ કહેવાય છે. અહીં પ્રધાનપણે બાહ્યતપ સમજવાનો છે. સંતોષપૂર્વક જીવન જીવવું હોય તો દુઃખો વેઠવાં જ પડે છે. અનુકૂળતાઓ બધા પ્રકારની ન મળવાથી પ્રતિકૂળતાઓ સહન કરવાની ટેવ પાડવી જ પડે છે. તે માટે તપધર્મનું સેવન ઉત્તમ ઉપાય છે. મોહની પરાધીનતાથી આ જીવે ઘણાં દુઃખો વેક્યાં છે. પરંતુ સંતોષગુણ મેળવવા માટે બુદ્ધિપૂર્વક www.jainėlibrary.org Page #70 -------------------------------------------------------------------------- ________________ બીજી તારા દૃષ્ટિ ૫૩ સમજી-વિચારીને દુ:ખો વેઠવાનું બળ ગુરુગમ દ્વારા આ તપધર્મથી જ આવે છે. જીવનની જરૂરિયાતો ઘટાડ્યા વિના સંતોષગુણ ન આવે અને જરૂરિયાતો ઘટાડવા તપધર્મનું આસેવન આવશ્યક છે. વસ્તુની અપ્રાપ્તિ થઈ હોય ત્યારે તો ત્યાગી છીએ જ, પરંતુ વસ્તુ ઘરમાં હોવા છતાં તેના ઉપરની મૂર્છા ઓછી કરીને જિનેશ્વર પરમાત્માની આજ્ઞા અનુસાર તેનો ત્યાગ કરીએ, એ જ સાચો તપ છે. આવો તપ વારંવા૨ ગુરુ વર્ગના વ્યાખ્યાનશ્રવણ અને સહવાસથી આવે છે. તે જ ભવે મોક્ષે જનારા મહાત્માઓ પણ કર્મક્ષય માટે આ તપધર્મ આચરે છે. શ્રી તીર્થંકર પરમાત્મા મહાવીરદેવે સાડાબાર વર્ષ સુધી ઘોર તપશ્ચર્યા કરી હતી, તો મારે તો કર્મ ખપાવવા માટે તપધર્મ આચરવો જ જોઈએ, એવું આ બીજી દૃષ્ટિમાં આવેલા જીવને સમજાય છે. શૌચ-સંતોષ અને તપધર્મ આ ત્રણ નિયમો જીવનમાં આવ્યા પછી સ્વાધ્યાયગુણ પ્રાપ્ત કરવો આવશ્યક છે. જૈનશાસ્ત્રોનું ગુરુદેવો પાસે વારંવાર અધ્યયન કરવું તે સ્વાધ્યાય કહેવાય છે આ સ્વાધ્યાયથી યથાર્થ તત્ત્વજ્ઞાન પ્રગટે છે. મન અને જીવન અતિશય નિર્મળ થાય છે. નિરંતર સ્વાધ્યાય રમણતાના કારણે માનસિક વિકારો-વાસનાઓ અને ક્લેશો નિર્મળ થઈ જાય છે. આ સ્વાધ્યાયના પાંચ ભેદ છે. (૧) વાચના, (૨) પૃચ્છના, (૩) પરાવર્તના, (૪) અનુપ્રેક્ષા, (૫) ધર્મકથા. (૧) ગીતાર્થ-યોગી મહાત્માઓ પાસે શાસ્ત્ર અધ્યયન કરવું તે વાચના. (૨) અર્થશ્રવણ કરતાં ઉત્પન્ન થયેલી શંકાઓ પુછવી તે પૃચ્છના. સૂત્ર અને અર્થનું વિસ્મરણ ન થાય તે માટે વારંવાર અભ્યાસ કરવો તે (3) પરાવર્તના. Page #71 -------------------------------------------------------------------------- ________________ ૫૪ આઠ દૃષ્ટિની સઝાય (૪) સૂત્ર અને અર્થ સંબંધી વિશિષ્ટ ચિંતન-મનન કરવું તે અનુપ્રેક્ષા. (૫) યોગ્ય આત્માઓની સમક્ષ ધર્મની પ્રરૂપણા કરવી તે ધર્મકથા. - ગુરુવર્ગ પ્રત્યે પ્રેમ જાગ્યો છે. તેઓએ જ ધર્મનાં બીજ આ જીવમાં રોપ્યાં છે તેના કારણે આ જીવ ધર્મગુરુઓ પ્રત્યે આકર્ષાયો છે. તેઓ પાસેથી જૈનશાસ્ત્રોનો સતત અભ્યાસ આ જીવ કરે છે. પાંચ પ્રકારના ઉપરોક્ત સ્વાધ્યાય દ્વારા અનાદિનું જામી ચૂકેલું અજ્ઞાન આ જીવ દૂર કરે છે. અજ્ઞાનની ભયંકરતા હવે આ જીવને સમજાય છે. મુમુક્ષુ જીવની આત્મદષ્ટિ કંઈક અંશે વધારે ખુલી છે તેથી અજ્ઞાન જ સર્વ દોષોનું મૂળ ભાસે છે. તેને જ દૂર કરવા નિરંતર પ્રયાસ કરે છે. હવે તે જીવને સમજાય છે કે દુઃખ કરતાં પણ અજ્ઞાન વધુ દુઃખદાયી છે. પ્રાપ્ત થયેલું દુઃખ ક્ષણવાર પૂરતું જ દુઃખ આપે છે. પરંતુ અજ્ઞાન (તેનાથી કરાયેલાં પાપો દ્વારા) અનંતકાળ દુઃખ આપે છે. આવી સમજ આ દૃષ્ટિમાં ગુરુગમથી આ સાધકજીવને આવે છે, તેથી સતત સ્વાધ્યાય-મગ્ન જ વર્તે છે. સ્વાધ્યાયની મગ્નતાથી આવું તત્ત્વ બતાવનારા મૂળભૂત તત્ત્વસ્વરૂપ વીતરાગ દેવ ઉપર(અર્થાત્ ઈશ્વર ઉપર) પરમ પ્રેમ-બહુમાન પ્રગટે છે. () ઈશ્વરધ્યાન -આ કારણે સ્વાધ્યાય દ્વારા આ જીવ 'ઈશ્વરના ધ્યાનમાં મગ્ન બને છે. સદ્ગુરુ પાસે સાચું તત્ત્વ સમજાતાં પરમાત્માની ઉપકારિતા મગજમાં આવતાં ઈશ્વર સમર્પણતા આ જીવમાં પ્રગટે છે. પરમાત્માના આ શાસનની પ્રાપ્તિ મહારત્નનિધિ સમાન છે. ફરી ફરી પ્રાપ્ત થવી અતિશય દુર્લભ છે. આ પરમાત્માનું શાસન જ સંસારથી તારનાર છે. એમ સમજીને ગુરુજીએ બતાવેલા માર્ગે પરમાત્માની આજ્ઞામાં લયલીન આ જીવ બને છે. આ પ્રમાણે તારાદષ્ટિમાં ગોમય-અગ્નિના પ્રકાશ સમાન જ્ઞાન અને શૌચાદિ પાંચ પ્રકારના નિયમો સ્વરૂપ યોગ અંગની પ્રાપ્તિ થાય Page #72 -------------------------------------------------------------------------- ________________ ૫૫ ભાવો અને પાંચ પ્રકારના શ્રવણની ચિ. અન્ય એક યોગ બીજી તારા દૃષ્ટિ છે. આત્માની શુદ્ધિ તરફનું લક્ષ્ય બંધાયું હોવાથી અને તે તરફ દૃષ્ટિ ઢળી હોવાથી તેવા યોગીઓની કથા પ્રત્યે પ્રેમ, યોગીઓ તરફ બહુમાન, તેઓ પાસેથી તત્ત્વશ્રવણની રુચિ, દેવ-ગુરુ પ્રત્યે સમર્પણભાવ, શૌચ આદિ પાંચ પ્રકારના સ્વાધ્યાયાદિ ગુણોની રુચિ, ઇત્યાદિ શુભ ભાવો આ દૃષ્ટિમાં જીવને પ્રાપ્ત થાય છે ના. નિયમ પંચ ઈહાં સંપજે, મન9 નહી કિરિયા ઉદ્વેગ. મનવા જિજ્ઞાસા ગુણતત્ત્વની, મન પણ નહી નિજહઠ ટેક.મન મારા ગાથાર્થ - આ તારાદષ્ટિમાં ઉપરોક્ત પાંચ નિયમ પ્રાપ્ત થાય છે. ક્રિયા તરફ ઉગભાવ હોતો નથી, યથાર્થતત્ત્વને જાણવાનો જિજ્ઞાસાગુણ પ્રગટે છે. અને પોતાની માન્યતાનો હઠાગ્રહ બીલકુલ હોતો નથી. રા વિવેચન - આ તારા દૃષ્ટિમાં ઉપરોક્ત શૌચ-સંતોષ-તપસ્વાધ્યાય અને ઈશ્વરધ્યાન એમ પાંચ પ્રકારના નિયમો આ જીવને પ્રાપ્ત થાય છે. તથા પહેલી મિત્રાદષ્ટિમાં ખેદદોષનો ત્યાગ જેમ આવે છે, તેમ બીજી દૃષ્ટિમાં ઉદ્વેગ દોષનો જીવનમાં ત્યાગ પ્રાપ્ત થાય છે. જેથી ધર્મક્રિયા આચરવામાં ઉગ થતો નથી. ખેદ એટલે ધર્મક્રિયા કરવાની ઇચ્છા ન થવી, ક્રિયાઓ તરફ રુચિ જ ન થવી. અને ઉદ્વેગ એટલે પ્રારંભેલી ક્રિયામાં કંટાળો-થાક-તિરસ્કાર થવો તે. ખેદ નામનો દોષ ધર્મક્રિયા આરંભ્યા પૂર્વે હોય છે. અને ઉગ નામનો દોષ ધર્મક્રિયા આરંભ્યા પછી હોય છે, ખેદ હોય ત્યાં ઉગ અવશ્ય હોય જ છે. પરંતુ ઉગ હોય ત્યાં ખેદ હોય પણ ખરો અને ન પણ હોય. પ્રથમ એવી મિત્રા દૃષ્ટિ આવ્યા પહેલાં ધર્મક્રિયાઓ ગમતી જ ન હોવાથી ખેદ અને ઉગ એમ બન્ને દોષો હતા, પરંતુ મિત્રા દૃષ્ટિ આવતાં ધર્મક્રિયાઓ કરવાની ઈચ્છા પ્રગટે છે. ક્રિયાઓ કરવાની રુચિ થાય છે, પરંતુ અભ્યાસ ન હોવાથી ધર્મક્રિયાઓમાં કંટાળો આવી જાય છે. અથવા Page #73 -------------------------------------------------------------------------- ________________ ૫૬ આઠ દૃષ્ટિની સજ્ઝાય કોઈની પરવશતાથી ધર્મક્રિયામાં જોડાયા હોય તો પણ યોગદૃષ્ટિ પ્રાપ્ત થયેલી હોવાથી તે ધર્મક્રિયામાં ઇચ્છા-પ્રીતિ પ્રગટ થઇ જાય છે. પરંતુ લાંબોકાળ ચાલવાથી અથવા તેવા પ્રકારનો ક્રિયાનો અનુભવ ન હોવાથી કંટાળી જવાય થાકી જવાય એવું બને છે. પરંતુ બીજી તારા દૃષ્ટિમાં આ જીવ આવે ત્યારે પોતાને જ હોંશ વિશેષ હોવાથી, તે તે ધર્મક્રિયાની હાર્દિક રુચિ વિશેષ હોવાથી કંટાળો કે તિરસ્કાર થતાં નથી. આ રીતે બીજી દૃષ્ટિમાં આ જીવને ધર્મક્રિયાઓમાં ખેદ અને ઉદ્વેગ એમ બન્ને દોષો હોતા નથી પરંતુ અખેદ અને અનુદ્વેગ હોય છે. - આ ધર્મક્રિયાઓ પંચેન્દ્રિયના ભવમાં, માનવના ભવમાં, જૈનમૂળમાં, અને સંસ્કારી ઘરોમાં જ શક્ય છે. આત્માનું હિત-કલ્યાણ કરનારી આ ધર્મક્રિયાઓ છે. તેથી કંઈક કંઈક મુશ્કેલીઓ પણ આવે, તેનો સામનો પણ કરવો પડે, આવા સમયે જો ઉદ્વેગ કરીએ તો આત્મસાધના ફરી શક્ય જ ક્યાંથી બને ? આ ભવ, આ કૂળ અને આ ઘર પૂર્ણ થતાં જ હાથમાં આવેલી બાજી પૂર્ણ થઈ જ જવાની, આવો ખ્યાલ આ દૃષ્ટિવાળા જીવને આવે છે. તેથી અલ્પ પણ ઉદ્વેગ પામ્યા વિના ધર્મક્રિયાઓ આચરે છે. તથા તે ક્રિયાઓના પ્રેમને લીધે તેનું રહસ્ય જાણવા જિજ્ઞાસાગુણ પ્રગટે છે. પ્રથમ દૃષ્ટિકાળે આ જીવને મુક્તિ તરફ અદ્વેષ ગુણ પ્રગટ્યો છે. અને આ બીજી સૃષ્ટિમાં તત્ત્વ જાણવાની, મુક્તિનું સ્વરૂપ જાણવાની, અને મુક્તિના ઉપાયભૂત રત્નત્રયીની સાધના જાણવાની જિજ્ઞાસા વિશેષ પ્રબળ બને છે. આ કારણથી ગુરુવર્ગનો સંપર્ક વધે છે. વ્યાખ્યાનશ્રવણ વધે છે. જ્ઞાની અને વૈરાગી ગુરુવર્ગની શોધમાં આ જીવ પ્રવર્તે છે. સામાન્યપણે જે વિષય તરફ દ્વેષ અને ઉદ્વેગ હોય છે તે વિષય પ્રત્યે જિજ્ઞાસા થતી નથી. અને જે વિષય પ્રત્યે દ્વેષ અને ઉદ્વેગ નાશ પામી જાય છે તે વિષય પ્રત્યે Page #74 -------------------------------------------------------------------------- ________________ બીજી તારા દૃષ્ટિ ૫૭ અધૂરો - નહીંવત્ વધુ તીવ્ર જિજ્ઞાસા પ્રવર્તે છે. તેમ અહીં મુક્તિ પ્રત્યે અદ્વેષ અને અનુદ્વેગ હોવાથી તત્ત્વજિજ્ઞાસા તીવ્ર બને છે. જ્યાં જ્યાં જ્ઞાનીઓનો યોગ. મળે ત્યાં ત્યાં ધર્મશ્રવણ કરવાની ઇચ્છા પ્રબળ બને છે. આ રીતે તત્ત્વજિજ્ઞાસા વધતાં અને જેમ જેમ તત્ત્વ સમજાય તેમ તેમ પરમાનંદ અનુભવતાં પોતાને પોતાનો અભ્યાસ અને અનુભવ આવી તત્ત્વની બાબતમાં અપૂર્ણ જણાતાં પોતાના મનમાન્યા આગ્રહો કદાગ્રહો અને હઠાગ્રહો હૃદયમાંથી ચાલ્યા જાય છે. અને જ્ઞાની ગીતાર્થોના ચરણોમાં વધારેને વધારે સમર્પિત ભાવવાળો આ જીવ બને છે. અનાદિકાળથી “સરસ્વતી” આ જીવને પોતાની જ વધારે જણાય છે. તેથી તત્ત્વની બાબતમાં આ જીવ અપૂર્ણ સર્વથા અજાણ હોવા છતાં મિથ્યાત્વમોહના ઉદયને લીધે પોતાની જાતને પૂર્ણ માની બેસે છે. તેથી શક્તિસંપન્ન જ્ઞાનીઓ વાસ્તવિક તત્ત્વ સમજાવે તો પણ પોતાના હઠાગ્રહને આ જીવ મોહની તીવ્રતાના કારણે મુકતો નથી. તારા દૃષ્ટિ આવતાં મોહ મંદ થવાથી આ મુમુક્ષુ આત્માઓ જ્યારે જ્યારે સમર્થ ગુરુઓનો યોગ સાંપડે છે ત્યારે ત્યારે જિજ્ઞાસા પ્રબળ બની હોવાથી પોતાની અપૂર્ણતા મનમાં સ્વીકારી લઈ હઠાગ્રહ ત્યજી દે છે. અને આત્મકલ્યાણના ઉપાયો અને પરમાર્થતત્ત્વ તે તે ગુરુ પાસેથી મેળવે છે. - - જેમ ભૂખ હોય તો જ ભોજન રુચે, તેમ જિજ્ઞાસા હોય તો જ તત્ત્વજ્ઞાન રુચે, માટે જિજ્ઞાસા એ તત્ત્વજ્ઞાનનું મૂળ છે. અને હઠાગ્રહ એ તત્ત્વજ્ઞાનનું પ્રતિબંધક છે. આ જીવ મંદ મિથ્યાત્વી થવાથી જિજ્ઞાસાની પ્રબળતાએ હઠાગ્રહરૂપ પ્રતિબંધકને દૂર કરી તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ રૂપ કાર્ય સાધે છે. આ પ્રમાણે (૧) ક્રિયા કરવામાં ઉદ્વેગનો અભાવ, (૨) તત્ત્વ જાણવાની જિજ્ઞાસા, અને (૩) પોતાના હઠાગ્રહનો ત્યાગ, આ ત્રણ ગુણો આ દૃષ્ટિમાં Page #75 -------------------------------------------------------------------------- ________________ ૫૮ આઠ દૃષ્ટિની સઝાય આવનારા જીવમાં પ્રગટે છે. લોકોત્તર એવા જૈનધર્મની આરાધના કરનારા સાધક આત્મામાં આ ત્રણ ગુણ હોવા જરૂરી છે. આ ગુણો વિના સાચી તત્ત્વપ્રાપ્તિ થતી નથી. પોતાનો હઠાગ્રહ જોરમાં હોય છે ત્યારે સાચું તત્ત્વ સમજાવનારા ગુરુ ગમતા નથી. પરંતુ પોતાના હઠાગ્રહને પોષે તેવી વાત કરનારા ગુરુ પાસે જ જાય છે. અને તેવા અગીતાર્થ ગુરુને ગીતાર્થ ગુરુ માની લઈ તેમનું નામ વટાવી પોતાના હઠાગ્રહમાં જ મજબૂત થયો છતો મોહબ્ધ બને છે. હઠાગ્રહ રાખીને જિજ્ઞાસા દર્શાવવી એ એક પ્રકારનો દંભ જ છે. આવી ભાવનાથી જીવનું કલ્યાણ થતું નથી. આગ્રહમુક્ત અવસ્થા વિના સાચી જિજ્ઞાસા આવતી નથી. અને સાચી જિજ્ઞાસા વિના તત્ત્વજ્ઞાન થતું નથી. તેના વિના આત્મકલ્યાણ સાધી શકાતું નથી. એમ સમજી ઉત્તમ આરાધક આત્માઓએ હઠાગ્રહ-કદાગ્રહ ત્યજીને જ્ઞાની ગીતાના શરણમાં જવું એ જ સાચો કલ્યાણનો માર્ગ છે. આ જ વાત ગ્રંથકાર વધારે સ્પષ્ટપણે હવે પછીની ગાથામાં સમજાવે છે. રા. એહ દૃષ્ટિ હોય વરતતા, મન, યોગકથા બહુ પ્રેમ મનવા અનુચિતતેહન આચરે, મન વાળ્યો વળેજિમહેમામનાર ગાથાર્થ - આ તારા દૃષ્ટિમાં આત્માને “યોગ” સંબંધી કથાઓ પ્રત્યે અતિશય પ્રેમ વર્તે છે. અનુચિત આચરણ આ આત્મા આચરતો નથી. તથા ગુરુવર્ગ દ્વારા તત્ત્વમાર્ગ સમજાતાં “સુવર્ણ”ની જેમ વાળ્યો વળે છે. all વિવેચન - આ દૃષ્ટિમાં આવનારા આત્માને તત્ત્વ જાણવાની જિજ્ઞાસા વધી છે. આત્મકલ્યાણ સાધવાની ભૂખ લાગી છે. સંસાર પ્રત્યેનો રાગ-પ્રેમ મંદ પડ્યો છે. મોક્ષ તરફનો પંથ કાપવાની તાલાવેલી લાગી છે. એટલે જ્યાં જ્યાં જ્ઞાની ગુરુનો યોગ સાંપડે છે ત્યાં ત્યાં હૃદયના ભાવપૂર્વક જાય છે. યોગધર્મની (આત્માને Page #76 -------------------------------------------------------------------------- ________________ ૫૯ બીજી તારા દૃષ્ટિ મોક્ષની સાથે જોડે તેવા ઉત્તમ ઉપાયોની) કથાઓ જ્યાં ચાલતી હોય ત્યાં સાંભળવામાં - અને હૃદયમાં ધારવામાં અતિશય પ્રેમ વર્તે છે. પ્રેમ અને બહુમાનપૂર્વક યોગકથા સાંભળવાની જિજ્ઞાસા ધરાવે છે. તેથી ઉત્તમ યોગકથા સંભળાવનારા યોગીઓ પ્રત્યે પણ અતિશય પ્રેમ-બહુમાન વર્તે છે. યોગીઓનો પરિચય વધારે છે. સહવાસ વધારે ગાઢ બનાવે છે. પંચ મહાવ્રતધારી, સંસારના ત્યાગી, જિનેશ્વર પરમાત્માની આજ્ઞાનુસારે વર્તનારા સાધુ-સાધ્વીજી મહારાજ સાહેબો પ્રત્યે અનન્ય ભક્તિભાવ હૃદયમાં રાખી તેઓની સેવા - વૈયાવચ્ચ આદિ કાર્યોમાં ઉલ્લાસપૂર્વક ભાગ લે છે. જેમ ધનના અર્થન અર્થની પ્રાપ્તિ ક્યાં થાય ? કેમ થાય? - કઈ વસ્તુના ભાવો ક્યાં વધ્યા ? ક્યાં ઘટ્યા ? ઈત્યાદિ કથાઓમાં રસ હોય છે. કામના અર્થને વિષયભોગોની કથાઓમાં જ વધુ રસ હોય છે. તેવી જ રીતે આ મુમુક્ષુ સાધક આત્માને “યોગની કથાઓમાં જ અતિશય રસ હોય છે. આ કારણથી યોગની કથાવાર્તા વધારે સાંભળવા મળે તેના ઉપાયોની ગવેષણામાં સતત વર્તે છે. તથા ગુરુવર્ગોના સતત પરિચય અને સહવાસથી આત્મા મોહની મંદતાવાળો બન્યો છે. તેથી પોતાને ન છાજે તેવું વર્તન આ જીવ કરતો નથી. વળી જો ભૂલથી પણ કોઈ અનુચિત આચરણ સેવાઈ જશે તો યોગીમહાત્માઓ મને અયોગ્ય - અપાત્ર સમજી યોગકથાના શ્રવણથી દૂર રાખશે અને જો એમ થશે તો હું ભવ હારી જઈશ. એવા ભયથી પણ “અનુચિત આચરણનો ત્યાગ કરે છે” અનાદિકાળથી મોહની પરાધીનતાના કારણે આ જીવ અનુચિત આચરણ કરતો જ હતો. પરંતુ યોગદશાનો પ્રેમ લાગવાથી તેનું જ લક્ષ્ય બંધાવાથી બધી જ કુટેવો છૂટી જાય છે. જેમ બાલ્યાવસ્થામાં વર્તતો પુરુષ રમત રમવામાં ઘણો સમય ગાળે છે. ટીવી જોવામાં, હરવા-ફરવામાં, મિત્રોની સાથે ગામગપાટા મારવામાં Page #77 -------------------------------------------------------------------------- ________________ ૬૦ આઠ દૃષ્ટિની સઝાય સમય ગાળે છે. મોડુ ઉઠવાનું, વહેલું સુવાનું, તથા આળસુ જીવન જીવવાનું ઇત્યાદિ હોય છે. પરંતુ પચીસેક વર્ષનો યુવાન થતાં અને કોઈપણ જાતની સારી કમાણીવાળો ધંધો હાથ લાગતાં ઉપરનું બધું જ આચરણ છોડી દે છે. રમત-ગમત, ટીવી જોવાનું, હરવાફરવાનું, મિત્રો સાથે વાતો કરવાનું, મોડુ ઉઠવાનું, વેળાસર સુવાનું, ઇત્યાદિ સર્વે કુટેવો(અનુચિત આચરણ) હવે આચરતો નથી. ઘર અને ધંધાના વ્યવસાય વિનાનો સમસ્ત સમય યોગદશાની પ્રાપ્તિના ઉપાયોમાં જ પસાર કરે છે. ધર્મના રંગથી રંગાઈ જાય છે. હૈયું અતિશય સ્વચ્છ બની જાય છે. માયા-માન-દંભ અને સ્પૃહા વિનાનો થઈ ગુરુવર્ગની દોરવણી પ્રમાણે નમ્રવૃત્તિવાળો થઈ જાય છે. અનુચિત આચરણના ત્યાગથી આ આત્મા એટલો બધો સરળ બની જાય છે કે યોગી મહાત્માઓને આ સાધકને સન્માર્ગે વાળવાનું ખૂબ સરળ થઈ જાય છે. યોગી મહાત્માઓ તે સાધકના કલ્યાણ માટે તેને જેમ વાળે તેમ વળી જાય, પરંતુ દલીલ કે કુતર્ક કરતો નથી. તેવો આ આત્મા મુમુક્ષુ બને છે. આ જ વાત એક ઉપમાથી સમજાવે છે કે “વાળ્યો વળે જિમ હેમ” અગ્નિમાં તપાવેલા લોઢા કરતાં અગ્નિમાં તપાવેલું સોનું વાળવું તથા તેના ઉપર ઘાટ કરવા ઘણા સરળ બને છે. તપાવેલું તે સોનું જેમ વાળો તેમ વળે છે તેવી જ રીતે આ મુમુક્ષુ આત્માને યોગી મહાત્માઓ જેમ ધર્મ સમજાવે, ધર્મના જેવા જેવા સંસ્કારો આપે, તેવી તેવી રીતે આ આત્મા ઘડાતો જાય છે. વળતો(નમતો- યોગી મહાત્માની વાત) સ્વીકારતો થઈ જાય છે. આવા પ્રકારની નમ્ર મનોવૃત્તિ થવાથી યોગીમહાત્માઓ આ સાધકને તત્ત્વ સમજાવવામાં સફળ થાય છે. દિન-પ્રતિદિન યથાર્થ તત્ત્વ સમજવાથી સાધ્ય સાધવા પ્રત્યે કરેલા પ્રયાણનો આનંદ અને ધર્મ માર્ગે વાળનારા ગુરુવર્ગ પ્રત્યે પ્રેમભક્તિ-વિનય અને બહુમાનાદિ ઉત્તમ ભાવોની વૃદ્ધિ થાય છે. આ Page #78 -------------------------------------------------------------------------- ________________ બીજી તારા દૃષ્ટિ પ્રમાણે આ દૃષ્ટિના પ્રભાવે આ જીવમાં આવા આવા ઉત્તમ ગુણોનો આવિર્ભાવ થાય છે. આવા વિનય અધિક ગુણીનો કરે, મન, દેખે નિજ ગુણ હાણ, મનવા ત્રાસ ધરે ભવ ભય થકી,મન ભવ માને દુઃખખાણ મનOાજા ગાથાર્થ - આ સાધક જીવ ગુણવાન આત્માઓનો ઘણો વિનય કરે છે. પોતાના ગુણોની ન્યૂનતા દેખે છે. સંસારના ભયો થકી મનમાં ત્રાસ ધારણ કરે છે. અને “આ ભવને દુઃખોની ખાણ માને છે. જો વિવેચન - યોગીજનોનો સતત પરિચય, સહવાસ, અને ઉપદેશ દ્વારા આ દૃષ્ટિમાં આવેલો આ આત્મા તપાવેલું સુવર્ણ જેમ વળે તેમ વાળી શકાય એટલો બધો નરમ- અને સરળ બની જાય છે. આત્મકલ્યાણનું સાચું તત્ત્વ જાણવાની પૂરેપૂરી ભૂખ લાગે છે. અને તે ભૂખ આ યોગીજનોથી જ પૂરાશે એમ જાણતો છતો હૃદયના બહુમાનપૂર્વક તે યોગીજનોનો ઘણો જ વિનય કરે છે. તેઓ જ્યારે બહારથી આવે ત્યારે સામા જવું, દેખતાંની સાથે જ બે હાથ જોડવા, તેઓને સુખ-સાતા. પૂછવી, તેઓની પાછળ પાછળ ચાલવું, આસન પાથરી આપવું, તેના ઉપર “પધારો” એમ કહેવું, તેઓ બેઠા પછી બેસવું, જાય ત્યારે વોળાવા જવું, બેઠા હોય ત્યારે શરીરસેવા કરવી, ઇત્યાદિ ઘણો વિનય કરે છે. હૈયું ધર્મના રાગથી ભીંજાઈ ચુક્યું છે. ગુણીજનો પ્રત્યે આન્તરિક બહુમાન પ્રગટ્યું છે. તે મહાત્માઓ ગુણીજન છે. એમ સમજાયું છે. આ સાધુઓ જ પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ અને પંચાચારના સાચા પાલક છે. અનેક ગુણોના ભંડાર છે. એમ સમજાય છે. યોગીજનોને ગુણવાન જાણવાથી પોતાની જાતમાં ગુણોની બહુ હાનિ દેખાય છે. આજ સુધી મોહના ઉદયથી પોતાની જાતને ડાહી ડાહી અને અતિશય વિશિષ્ટ આ જીવ માનતો હતો. મારામાં ક. ૪ોર Page #79 -------------------------------------------------------------------------- ________________ દર આઠ દૃષ્ટિની સજ્ઝાય કોઈ દોષ નથી એવું અભિમાન રાખતો હતો-તે બધું ભૂલી જાય છે. ક્ષમા-નમ્રતા-સરળતા-સંતોષ-ત્યાગ-તપ-વૈરાગ્ય આ બધા આત્મકલ્યાણકારક ગુણોની હાનિ(ન્યૂનતા) જ પોતાની જાતમાં હવે દેખાય છે. યોગીજનો પાસેથી આવા ગુણો મેળવવા તલસે છે. યોગીજનો પણ પ્રસન્નતાપૂર્વક આ જીવની પાત્રતા જોઈને ઉત્તમ શાસ્ત્રજ્ઞાનનું પ્રદાન કરે છે કે જેના દ્વારા આ જીવમાં સારા અને ઘણા ગુણો આવે, જેમ ધનથી ધનની વૃદ્ધિ થાય, તેમ ગુણોથી ગુણોની વૃદ્ધિ થાય, દિન-પ્રતિદિન ઘણા ગુણો આ જીવમાં આવતાં ગુણસ્થાનકોની શ્રેણી ચઢતાં મુક્તિ તરફનો પંથ તુરત કપાય છે. અનાદિકાળથી અજ્ઞાન અને મોહની પરતંત્રતાના કારણે આ જીવ વક્ર-અભિમાની કુતર્કવાદી હતો- અને સંસારસુખરસિક હતો, તેના કારણે આ આત્મામાં આવા ગુણો આવતા ન હતા. “સંસારસુખની આસક્તિ" એ જ ગુણપ્રાપ્તિમાં અને મુક્તિપંથના પ્રયાણમાં પ્રતિબંધક હતી, ગુણીના સંયોગથી કદાચ કોઈ ગુણ આવ્યો હોય તો પણ વિજળીના ચમકારાની જેમ તુરત નષ્ટ થઈ જતો. આ વાત હવે તે સાધક આત્માને પણ બરાબર સમજાય છે. “સંસાર સુખની આસક્તિ" મારે છોડવી જ જોઈએ, તે આસક્તિ અતિશય ભયંકર છે. ઘણાં અકર્તવ્યો કરાવે છે. ઘણું અનુચિત આચરણ કરાવે છે. ઘણાં પાપકાર્યો કરાવે છે. ચિત્તને અતિશય ક્લેશવાળું કરાવે છે. સુખ થોડું અને દુ:ખ ઝાઝું એવો આ સંસાર છે. સંસારનું કોઈપણ સુખ અનેક ઉપાધિઓથી ઘેરાયેલું જ છે. એમ સમજી હૃદયમાં તે ભવના સુખ ઉપર ત્રાસ- તિરસ્કાર(નાખુશીભાવ) ઉપજે છે. સુખ ઉપર આસક્તિ જ હૃદયમાંથી ઉઠી જાય છે. જેથી સંસારનાં સુખો તેને લલચાવી શકતાં નથી. કારણ કે જેમ માણસ સર્પ દેખીને ભય પામેછે, સિંહ દેખીને ભય પામે છે. આ પ્રાણીઓ પ્રાણનાશક છે. એમ સમજી ભયભીત થયો છતો Page #80 -------------------------------------------------------------------------- ________________ બીજી તારા દૃષ્ટિ તેનાથી આ જીવ દૂર ભાગે છે. તેમ સંસારનાં ભોગ સુખો પણ આસક્તિ દ્વારા કર્મબંધ કરાવવા વડે ભવોભવમાં ભટકાવનારાં છે. એમ સમજી તેનાથી ભયભીત થયો છતો આ જીવ દૂર ભાગે છે. યોગીજનો પાસેથી જ્ઞાન મળ્યું છે. વીતરાગ પરમાત્માનું શાસન હૈયે વસ્યું છે. તેથી શાસ્ત્રોમાં કહેલા ભાવો દૃષ્ટિ સામે પ્રત્યક્ષ તરવરે છે. પૂર્વબદ્ધ પાપના ઉદયથી આવતું દુઃખ તો દુ:ખ છે જ, પરંતુ સંસારનું સુખ પણ દુઃખરૂપ જ છે. કારણ કે સંસારના સર્વે સુખોનું મૂળ કારણ કંચન(ધન) અને કામિની(સ્ત્રી) છે. ધન ઉપાર્જનમાં પણ ઘણાં દુ:ખો વેઠવાં પડે છે. અનેક સાહસો કરવાં પડે છે. ધન પ્રાપ્ત થયા પછી પણ તેના સંરક્ષણમાં અને કોઈ ભાગ ન પડાવે તેનાં દુઃખો મનને સતાવતાં જ હોય છે. અને ધનના વિયોગકાલે તો અતિશય દુઃખો અનુભવસિદ્ધ છે. તેવી જ રીતે સ્ત્રીસંબંધી સુખ પણ અનેક બંધનોનું કારણ છે. સંયોગવિયોગમાં વિવિધ પ્રકારના માનસિક કલેશોનું કારણ છે. અકાલે પત્નીવિયોગ, પતિ વિયોગ અને પુત્રાદિનો વિયોગ થતાં અપાર દુઃખો આ સંસારમાં પ્રત્યક્ષ જોવા મળે જ છે. તેથી આ સંસારનાં દુઃખો અને સુખો એમ બન્ને દુઃખરૂપ જ હોવાથી આ દૃષ્ટિમાં આવેલા જીવને આ સંસાર “અનંત દુઃખોની ખાણ” જ દેખાય છે. અનંતજ્ઞાનીઓએ શાસ્ત્રોમાં સંસારનું જે વર્ણન કર્યું છે તે તાદશ થાય છે. આયુષ્ય વિજળીના ચમકારા જેવું ક્ષણિક લાગે છે. સુખના સંજોગો મેઘઘટાની જેમ નાશવંત દેખાય છે. ઘર વગેરે સામગ્રી પત્તાંના મહેલની જેમ ભાંગી જનારી જ દેખાય છે. શાસ્ત્રોનાં વચનો ઉપર અપાર પ્રેમ અને શ્રદ્ધા ઉત્પન્ન થાય છે. પૂર્વાપર અબાધિત એવાં જૈન શાસ્ત્રોનું અધ્યયન ગમી જાય છે. સંવેગ અને વૈરાગ્યના રંગથી રંગાયેલા આ જીવને સંસારનો રસ જ ઊડી જાય છે. ભવનો ભય ઘણો લાગી જાય છે અને સંસારને દુઃખોની ખાણ સમજી તેમાંથી નીકળવા જ ઈચ્છે છે. જો Page #81 -------------------------------------------------------------------------- ________________ ૬૪ આઠ દૃષ્ટિની સઝાય શાસ્ત્ર ઘણાં મતિ થોડલી, મન, શિષ્ટ કહે તે પ્રમાણમાં મનસ્વી સુયશ લહે એ ભાવથી, મન, ન કરે જુઠ ડહાણ, મન૦ પો. ગાથાર્થ - શાસ્ત્રો ઘણાં છે અને આપણામાં બુદ્ધિ અલ્પ છે. માટે શિષ્ટ પુરુષો જે કહે તે જ પ્રમાણ છે. એમ માને છે. આવા ભાવથી આ જીવ જગતમાં સારા યશને પામે છે. પરંતુ ખોટાં જુઠાણાં અને આડંબર કરતો નથી. Ifપા વિવેચન - આ દૃષ્ટિમાં આવેલા અને વૈરાગ્યવાસિત આ જીવને યોગીજનોના સતત પરિચયથી પરમાત્માની વાણી ગમી છે. આગમશાસ્ત્રો ઉપર ઘણું જ બહુમાન છે. વારંવાર તેનું શ્રવણ અને પરિશીલન કરવા આ જીવ ઝંખે છે. પરંતુ શાસ્ત્રવચનોનો વિસ્તાર અતિબહુ છે. તે વચનો જુદા જુદા વિષયોવાળાં છે. સંસ્કૃત-પ્રાકૃત આદિ દુર્ગમ ભાષાઓમાં નિબદ્ધ છે. તર્ક અને ન્યાયની જટિલ રચનાવાળાં છે. તે સમજવા જેટલી બુદ્ધિ મારી પાસે નથી. “મતિ થોડલી” અતિશય અલ્પ બુદ્ધિ છે. આવા પ્રસંગે વીતરાગ પરમાત્માની વાણીના પરમાર્થને જાણનારા અને તેને અનુસાર સમજાવનારા શિષ્ટ પુરુષો જે કહે છે તેને પ્રમાણ માનીને તેને અનુસરવામાં જ મારું આત્મહિત છે. ઘણાં શાસ્ત્રો વાંચવા માટેનું દીર્ઘ આયુષ્ય, વિશાળ મતિ, અને તીણ મેધા ન હોવાથી જેઓએ આ શાસ્ત્રો વાંચ્યાં છે. અને તેના સાર રૂપે આપણને જે ઉપદેશ આપ્યો છે. તે ઉપદેશ જ સાંભળીને મારે મારા આત્માના “કલ્યાણસાધક કાર્યોમાં વેળાસર જોડાઈ જવું જોઈએ. જે પરમાત્માએ કેવલજ્ઞાન અને કેવલદર્શન દ્વારા વિશ્વના સમસ્ત ભાવો જોયા છે અને જોઈને યથાર્થ રીતે પ્રકાશ્યા છે, તેવા મહાજ્ઞાનીઓના વચનોમાં વિશ્વાસ રાખીને ચાલવાથી જ યોગમાર્ગનું સેવન શક્ય બને છે. આ પ્રમાણે અનંતજ્ઞાનીઓને અને તેઓના માર્ગે ચાલનારા ગુરુવર્ગને તથા આગમશાસ્ત્રોને અતિશય પૂજ્યભાવથી Page #82 -------------------------------------------------------------------------- ________________ બીજી તારા દૃષ્ટિ ૬૫ સેવે છે. પોતાની મતિની ન્યૂનતા સમજીને તેઓના જ વચનોને અનુસરે છે. હૃદયમાં આવા પ્રકારના ઉચ્ચકોટિના ભાવો આવવાથી જીવન અને મન પવિત્ર બને છે. તેથી જગતમાં આવા વિવેકી અને વિનયી આત્માઓ સારા યશને પામે છે. તેની ઇજ્જત-આબરૂ વધે છે. માન-મોભો અને પ્રતિષ્ઠાની સુવાસ ચારે બાજુ વિસ્તરે છે. આ આત્મા પણ ધર્મમય પરિણતિયુક્ત દૃષ્ટિવાળો બન્યો હોવાથી નિરર્થક ખોટાં જુઠાણાં આચરતો નથી. અને ગંભીર બનવાથી પોતાનામાં વિદ્યમાન ગુણો પણ ગાતો નથી તો પછી ન હોય એવા ગુણો દુનીયામાં ગાઈને ખોટી ડંફાસ મારવાનું સંભવતું નથી. અને તેવા પ્રકારનું અભિમાન-અહંકાર પણ આ જીવ આચરતો નથી. અહીં ગ્રંથકારે “સુયશ'' શબ્દ વાપરીને પોતાનું શ્રી યશોવિજયજી એવું નામાભિધાન પણ સૂચવ્યું છે. એમ જાણવું. આ પાંચમી ગાથામાં ગ્રંથકારે કહેલો ભાવ પૂ. શ્રી હરિભદ્રસૂરીજી મ. શ્રીએ યોગદૃષ્ટિ ગાથા ૪૭-૪૮માં કહેલા ભાવ પ્રમાણે કહ્યો છે. દુઃસ્વરૂપો ભવ: સર્વ, કચ્છેરોગ્ય ત: થમ્ ?! चित्रा सतां प्रवृत्तिश्च साशेषा ज्ञायते कथम् ? ॥४७॥ नास्माकं महती प्रज्ञा, सुमहान् शास्त्रविस्तरः । शिष्टाः प्रमाणमिह, तदित्यस्यां मन्यते सदा ॥ ४८ ॥ " અર્થ - આ સંસાર સર્વથા દુ:ખસ્વરૂપ જ છે. તેનો ઉચ્છેદ કેમ થાય અને શાનાથી થાય ? સત્પુરુષોની પ્રવૃત્તિ ચિત્ર-વિચિત્ર હોય છે. તે સઘળી પ્રવૃત્તિ કેવી રીતે જાણી શકાય ? અમારી એટલી વિશાળ બુદ્ધિ નથી. અને શાસ્ત્રવિસ્તાર ઘણો છે. તેથી આ દૃષ્ટિમાં આવેલ આત્મા શિષ્ટ પુરુષો કહે તે જ પ્રમાણ છે. એમ માને છે. II૪૭-૪૮૫ આ પ્રમાણે અહીં તારાદૃષ્ટિનું વર્ણન સમાપ્ત થાય છે. પ આ. પ Page #83 -------------------------------------------------------------------------- ________________ આઠ દૃષ્ટિની સઝાય તારાદેષ્ટિનો સાર આ પ્રમાણે છે. (૧) દર્શન(જ્ઞાન) છાણાંના અગ્નિકણના પ્રકાશતુલ્ય હોય છે. શૌચ-સંતોષ-તપ- સ્વાધ્યાય અને ઈશ્વરધ્યાન એ પાંચ નિયમો આવે છે. | ઉગ નામના બીજા નંબરના ચિત્તના દોષનો ત્યાગ થાય છે. તત્ત્વ જાણવાની ઇચ્છારૂપ “જિજ્ઞાસા” નામના ગુણની પ્રાપ્તિ થાય છે. (૫) યોગની અને યોગીઓની કથાઓ પ્રત્યે અતિશય પ્રેમ વર્તે છે. યોગી મહાત્માઓ પ્રત્યે હાર્દિક યથાર્થ બહુમાનભાવ, તેઓની યથાશક્તિ વૈયાવચ્ચ-સેવા-ભક્તિના ભાવ જન્મે છે. અનુચિત આચરણનો ત્યાગ, અને ઉચિત આચરણનું સેવન. (૮) ગુણવાન મહાત્માઓ પ્રત્યે અધિક વિનય. (૯) પોતાનામાં ગુણોની હીનતાનું દર્શન, (૧૦) સંસારનાં સુખો ઉપાધિઓ અને દુઃખોથી ભરપૂર દેખીને ભવભયથી ત્રાસ વર્ત. (૧૧) સંસાર એ દુઃખોની ખાણ લાગે, તેમાંથી છુટવાની તીવ્ર ઇચ્છા સેવે. (૧૨) શાસ્ત્રો ઘણાં છે અને મતિ થોડી છે. એવું ભાન થાય. (૧૩) તેથી શિષ્ટોના વચનને અતિશય પ્રમાણભૂત માનીને પ્રવૃત્તિ કરે. તારા દૃષ્ટિ સમાપ્ત (૭). Page #84 -------------------------------------------------------------------------- ________________ ત્રીજી બલા દૃષ્ટિ પહેલી મિત્રા અને બીજી તારા દૃષ્ટિનું વર્ણન કરીને હવે ગ્રંથકારશ્રી ત્રીજી બલા દૃષ્ટિનું વર્ણન કરે છે . ત્રીજી દૃષ્ટિ બલા કહી જી, કાષ્ઠ અગ્નિસમ બોધા ક્ષેપ નહી આસન સથે જી શ્રવણ સમીહા શોધા રે જિનજી, ધન ધન તુજ ઉપદેશ. ||૧|| ગાથાર્થ ત્રીજી સૃષ્ટિનું નામ બલા દૃષ્ટિ છે. તેમાં બોધ કાષ્ઠના અગ્નિ સમાન હોય છે. ક્ષેપ દોષ હોતો નથી, આસન નામનું . યોગનું અંગ હોય છે. અને તત્ત્વ સાંભળવાની ઇચ્છારૂપ ગુણની પ્રાપ્તિ થાય છે. હે જિનેશ્વર દેવ ! તમારા ઉપદેશને ધન્ય છે. ધન્ય છે. III - = વિવેચન – એક એક દૃષ્ટિમાં બોધની ઉપમા, દોષનો ત્યાગ, ગુણની પ્રાપ્તિ, અને યોગના અંગની પ્રાપ્તિ આ ચાર બાબતો સમજાવવામાં આવે છે. તેને અનુસારે અહીં બલા દૃષ્ટિમાં પણ આ ગાથામાં આ ચાર બાબતો ગ્રંથકારશ્રી સમજાવે છે. Ex (૧) બોધ - આ ત્રીજી દૃષ્ટિમાં આવેલા જીવનો બોધ(જ્ઞાન) કાષ્ઠના અગ્નિ સમાન હોય છે. કાષ્ઠનો અગ્નિ તૃણઅગ્નિકણ અને ગોમય અગ્નિકણ કરતાં વધુ લાંબો કાળ રહેનારો અને તે બન્ને કરતાં તીવ્ર પ્રકાશવાળો હોય છે. બીજી દૃષ્ટિમાં યોગીજનોના સતત પરિચય, સહવાસ અને યોગકથાના પ્રેમ આદિ કારણો વડે બોધની વધુ સ્થિરતા અને પ્રબળતા થવાની ભૂમિકા ત્યાં બંધાઈ છે. તેથી આ ત્રીજી દૃષ્ટિમાં બોધ કાષ્ઠના અગ્નિસમાન હોય છે. આ બોધ કંઈક દીર્ઘકાળ ચાલે છે. તત્ત્વ તરફની સમજણ આ આત્મામાં જામતી જાય છે. તેના સંસ્કારો પણ પ્રબળ બનતા જાય છે. જેથી જલ્દી જલ્દી નાશ પામતા નથી પણ સ્થિર થાય છે. Page #85 -------------------------------------------------------------------------- ________________ ૬૮ દેષ્ટિમાં આવેલ આઠ દૃષ્ટિની સઝાય (ર) પદોષત્યાગ - ક્ષેપ એટલે વિલંબ થવો. વારંવાર યોગીજનો પાસેથી યોગધર્મનું માહાત્મ સાંભળ્યું હોવાથી અને તેના પ્રત્યે ચિત્ત આકર્ષાયેલું હોવાથી યોગધર્મની પ્રાપ્તિના કારણભૂત એવી ધર્મક્રિયાઓ આદરવામાં આ જીવ વિલંબ (લેપ) કરતો નથી. જ્યાં ખેદ અને ઉદ્વેગ હોય ત્યાં રુચિ ન હોવાથી તે કાર્ય કરવામાં આ જીવ વિલંબ કરે છે. અથવા ખેદ અને ઉગ ચાલ્યા ગયા હોય તો પણ અનાદિકાલના મોહના સંસ્કારોની પ્રબળતાના કારણે મંદોત્સાહતાના લીધે પણ આદરેલા કાર્યમાં વિલંબ થાય છે. અથવા જે ધર્માનુષ્ઠાન આચર્યું હોય તે કરતાં કરતાં તેનાથી અતિરિક્ત બીજા ધર્મકાર્યાદિમાં ચિત્ત ચાલ્યું જવાથી પણ અધિકૃતધર્મસ્થાનમાં વિલંબ થવાનો સંભવ છે. પરંતુ આ ત્રીજી દૃષ્ટિમાં આવેલા જીવને મોહની મંદતા વધુ થઈ હોવાથી, યોગમાર્ગની સાધનાનો રસ લાગ્યો હોવાથી અને જ્ઞાની મહાત્માઓના વચનો ઉપર અતિશય પ્રેમ અને વિશ્વાસ પ્રગટ્યો હોવાથી આદરેલી ધર્મક્રિયાઓ કરવામાં આ જીવ જરા પણ વિલંબ કરતો નથી. આદરેલું ધર્માનુષ્ઠાન શાસ્ત્રોક્ત વિધિ મુજબ કરે છે. અને વિના વિલંબ કરે છે. જે કાળે જે કાર્ય આદરે છે તે કાળે તે કાર્યમાં જ દત્તચિત્ત થઈને વર્તે છે. અન્ય કાર્યમાં ચિત્ત નાખતો નથી તેથી પણ આ જીવ અધિકૃત ધર્મસ્થાન આચરવામાં વિલંબ કરતો નથી. (૩) આસન યોગાગ - આસન એટલે ધીરજ અથવા સ્થિરતા, યોગનાં કુલ આઠ અંગો છે. યમ અને નિયમ બન્ને અંગો પહેલી - બીજી દૃષ્ટિમાં આવ્યા પછી આ ત્રીજી દૃષ્ટિમાં “આસન” નામનું ત્રીજું અંગ આવે છે. આ દષ્ટિવાળા આત્માએ જે ધર્મકાર્ય આદર્યું છે તેમાં પ્રેમ-વિશ્વાસ અને કલ્યાણની બુદ્ધિ હોવાથી ખૂબ જ સ્થિરતા(ધીરજીપૂર્વક આ કાર્ય કરે છે. જરા પણ ઉતાવળ કરતો નથી. વૈરાગ્ય વધ્યો છે. સંસારાભિમુખતા ઘટી છે. કર્મો થવાથી અને શાને 18 હોવાથી, યોગ Page #86 -------------------------------------------------------------------------- ________________ ૬૯ ત્રીજી બલા દૃષ્ટિ ખપાવી તુરત મુક્તિગામી થવું છે. તે કાર્ય ધર્મક્રિયાના આરાધન વિના શક્ય નથી. આવું સમજીને આ આત્મા આદરેલા ધર્મકાર્યમાં ધીરજપૂર્વક વિધિયુક્ત અનુષ્ઠાન કરે છે. તે કાળે અન્ય અનુષ્ઠાનમાં ચિત્ત પણ થાપતો નથી. આ રીતે સ્વીકૃતકાર્યમાં સ્થિરતારૂપ આસન અંગ આ જીવને પ્રાપ્ત થાય છે. આસન એટલે સ્થિરતા. (૪) શ્રવણસમીહા - શ્રવણ એટલે તત્ત્વવાર્તા સાંભળવાની, સમીહા એટલે તીવ્ર ઉત્કંઠા. અનાદિકાળથી અજ્ઞાન અને મોહને આધીન એવા આ જીવનું ગુણસ્થાનકોમાં ઊધ્વરોહણ કેમ થાય ? પૂર્વબદ્ધ કર્મોનો નાશ કેવી રીતે થાય? સંસારની વિડંબનાઓમાંથી કેમ છુટાય ? આ મનુષ્યભવ, જૈન ધર્મ, પુનઃ મળવો અતિદુષ્કર છે. સદ્ગનો સમાગમ મહાપુણ્યોદયથી જ મળે છે. તેમની પાસેથી પરમાત્માએ કહેલું સાચું તત્ત્વ હું જલ્દી જલ્દી જાણે. એવા પ્રકારની તત્ત્વવાર્તા સાંભળવાની તીવ્ર ઉત્કંઠા આ દૃષ્ટિકાળે જીવમાં વર્તે છે. બીજી દષ્ટિમાં તત્ત્વ જાણવાની જિજ્ઞાસા હતી, ત્રીજી દૃષ્ટિમાં તત્ત્વ સાંભળવાની ઈચ્છા(શુશ્રુષા) તીવ્ર બને છે. જિજ્ઞાસા હોય તો જ શુશ્રુષા આવે છે. જિજ્ઞાસાપૂર્વકની શુશ્રુષા આવવાથી આ જીવ તેવા પ્રકારના સદ્ગુરુની શોધમાં પ્રવર્તે છે. આ પ્રમાણે તત્ત્વનું વ્યાખ્યાન સાંભળવાની આ જીવને તીવ્ર તાલાવેલી લાગે છે - શુશ્રુષા તીવ્ર હોવાથી જ્યારે તત્ત્વશ્રવણનો યોગ આવશે ત્યારે અનિર્વચનીય આનંદ આ જીવમાં પ્રવર્તશે. આ પ્રમાણે (૧) બોધ કાષ્ઠ અગ્નિ સમાન, (૨) ક્ષેપદોષનો ત્યાગ, (૩) આસન નામના યોગાંગની પ્રાપ્તિ, (૪) શ્રવણસમીઠા(શુશ્રુષા) ગુણની પ્રાપ્તિ આ ગાળામાં સમજાવ્યાં. |૧ તરુણ સુખી સ્ત્રી પરિવર્યો છે, જેમ ચાહે સુરગીત | સાંભળવા તેમતત્ત્વનેજી,એદૃષ્ટિ સુવિનીતા જિનજીવારા Page #87 -------------------------------------------------------------------------- ________________ આઠ દૃષ્ટિની સજ્ઝાય ગાથાર્થ યુવાન, ધનવાન, અને પરિણીત પુરુષ દેવોના ગાયનને સાંભળવા જેટલા ભાવથી ચાહે છે, તેટલા જ ભાવથી સુવિનીત એવો આ દૃષ્ટિવાળો જીવ તત્ત્વ સાંભળવા ઇચ્છે છે. રા ૭૦ વિવેચન ઉપરની ગાથામાં જે શુશ્રુષા ગુણની પ્રાપ્તિ સમજાવી છે. તે જ વાત ગ્રંથકારશ્રી આ ગાથામાં ઉદાહરણ આપીને વધારે સ્પષ્ટ સમજાવતાં કહે છે કે - - કોઈ એક પુરુષ પરિપૂર્ણ યુવાવસ્થામાં છે. ધન-ધાન્યાદિથી ઘણો જ સુખી છે. નવો જ વિવાહિત થયેલો છે. એટલે કે સ્ત્રીથી યુક્ત છે. સંગીત કળા જાણવામાં ઘણો ચતુર છે. ત્યાં આકાશમાંથી ગાન્ધર્વ જાતિના દેવો ગાયન ગાવા આવ્યા છે. દેવ-દેવીઓનું નૃત્ય અને સંગીત ગોઠવાયું છે. તેવા સ્થાનમાં તે યુવાન પુરુષ જેટલા હોંશથી ઉત્સાહથી તે સંગીત સાંભળવા જાય તેના કરતાં પણ વધુ રાગે ધર્મતત્ત્વ સાંભળવાની તીવ્ર ઇચ્છા આ સાધક મુમુક્ષુ આત્માને વર્તે છે. આશય એવો છે કે ભોગી જીવ ભોગના સાધનભૂત યુવાવસ્થા, ધન, સ્ત્રી, ચતુરાઈ અને દેવોનું સંગીત વગેરે મળ્યે છતે શ્રોત્રેન્દ્રિયજન્ય સુખને અનુભવવામાં જેવો લયલીન થાય છે. તેવી રીતે યોગી આત્માઓ યોગદશાના સ્વરૂપને સાંભળવામાં અતિશય રસ ધરાવે છે. આવી તીવ્ર ઉત્કંઠાને “શુદ્ધ શ્રવણ સમીહા” કહેવાય છે. યોગકથા અને ધર્મતત્ત્વ સાંભળવાની આ શુશ્રુષા ત્રીજી બલા દૃષ્ટિમાં આવે છે. આ ઉત્કટ શુશ્રુષા ગુણવાળો સાધક આત્મા અતિશય વિનયવાળો હોય છે. કારણ કે યોગી મહાત્માઓ પાસેથી આ સાધક આત્માને યોગકથા સાંભળવી છે. જાણવી છે. ગુરુઓના વિનય વિના વિદ્યા પ્રાપ્ત થતી નથી. તેથી આ સાધક આત્મા સુંદર વિનયવાળો અર્થાત્ સુવિનીત થઈ જાય છે. ઉત્કટ શુશ્રુષા અને ઉચ્ચકોટિના વિનય ગુણ વડે આ સાધક આત્મા યોગી Page #88 -------------------------------------------------------------------------- ________________ ત્રીજી બલા દૃષ્ટિ મહાત્માઓ પાસેથી નિર્મળ બોધ પ્રાપ્ત કરવા માટેનું યોગ્ય પાત્ર બની જાય છે. યોગી મહાત્માઓ પણ તેના શુશ્રુષા અને વિનય ગુણ વડે પ્રસન્ન થયા છતા શ્રુતજ્ઞાન આપવાની નદી વહેવરાવે છે. આ જ વાત ગ્રંથકાર હવે પછીની ગાથામાં સમજાવે છે. પુરા સરી એ બોધ પ્રવાહની જી, એ વિણ શ્રત થલકૂપ / શ્રવણસીહા તે કિસીજી, શયિત સુણે જિમ ભૂપરે ! જિનજીવે છે ૩ ગાથાર્થ - આ શુશ્રુષા એ બોધપ્રવાહ માટે પાણીની સરવાણી(નીક)તુલ્ય છે. આ શુશ્રુષા વિના સાંભળવું તે સ્થળ ઉપર ખાડો કરવા સમાન છે. જેમ રાજા શયન કરતી વખતે કથા સાંભળે તેની જેમ જે શ્રવણસીહા હોય તેનો અર્થ શું ? અર્થાત્ તે શ્રવણસીહ નિરર્થક છે. ફા વિવેચન - યોગમાર્ગને સાંભળવાની-જાણવાની જે તીવ્ર તમન્ના તે શુશ્રુષા ગુણ છે. આ ગુણ કુવામાં પાણી આવવા માટેની જે સરવાણી-સેર-નીક હોય છે તેના તુલ્ય છે. જેમ સરવાણી દ્વારા કુવામાં, પાણીનો પ્રવાહ આવ્યા જ કરે છે. તેમ આ ઉત્કટ શુશ્રુષા ગુણ દ્વારા જ્ઞાનપ્રવાહ (બોધપ્રવાહ) આ સાધક જીવમાં આવ્યા જ કરે છે. સરવાણી દ્વારા જે કુવામાં પાણીનો પ્રવાહ નિરન્તર ચાલુ હોય છે તે કૂવામાંથી આખુ ગામ સતત પાણી ભરે તો પણ પાણી ખુટતું નથી. તેવી રીતે ઉત્કટ શુશ્રુષા ગુણ દ્વારા જ્ઞાનપ્રવાહ આ મુમુક્ષુ આત્મામાં આવ્યા જ કરે છે. ચિત્ત વૈરાગ્યમય જ રહે છે. જીવન ધર્માચરણમય જ રહે છે. આત્મતત્ત્વના ચિંતન-મનનમાં જ સમય પસાર થાય છે. તેનો જ્ઞાનપ્રવાહનો ધોધ અટકતો નથી. ચાલુ જ રહે છે. શુશ્રુષા ગુણ વિના શરમાશરમીથી, લોક-લજ્જાથી, કે જવું પડતું હોય એટલે વ્યાખ્યાન આદિ સાંભળવા જઈએ તો તેનાથી Page #89 -------------------------------------------------------------------------- ________________ આઠ દૃષ્ટિની સજ્ઝાય જ્ઞાનપ્રવાહ આવતો નથી. જેમ જ્યાં પાણીનો યોગ નથી એવી સુકી ભૂમિ ઉપર કૂવો ખોદીએ તો તે કૂવામાં સરવાણી જ ન હોવાથી પાણીપ્રવાહ આવતો જ નથી. કૂવો ભરાતો જ નથી. તેવી રીતે શુશ્રુષા વિના તત્ત્વશ્રવણ પણ જ્ઞાનપ્રવાહ આપનારૂં બનતું નથી. કારણ કે તત્ત્વશ્રવણ ક૨વામાં પોતાનું મન ન હોવાથી તે બીજા જ કાર્યોમાં ભટકતું હોય છે. અડધું સંભળાય, અડધું ન સંભળાય, આજુબાજુવાળા લોકોથી વાતો કરાય. ઇત્યાદિ રીતે કાળનિર્ગમન થાય, પરંતુ જ્ઞાનપ્રવાહનો લાભ થતો નથી. આ જ વાત એક ઉપમા આપીને ગ્રન્થકાર સમજાવે છે કે મન અન્યત્ર ૭૨ ઘણા રાજા-મહારાજાઓમાં એવી ટેવ હોય છે કે તે જ્યારે નિદ્રા ઇચ્છે ત્યારે તેના કોઈ સેવકને સુંદર રસિલી વાર્તા સંભળાવવાનું કહે. તે સેવક પણ પોતાની અદ્ભુત વાક્ચાતુર્યની શૈલીપૂર્વક કથા ચલાવે. જે સાંભળતાં સાંભળતાં રાજા સૂઈ જાય. નિદ્રાવસ્થામાં પણ સેવક વડે કહેવાતી કથા શિયત (સૂતેલો) એવો તે રાજા સાંભળે. તેનાથી શું બોધ થાય ? અર્થાત્ કંઈ જ બોધ ન થાય. કારણ કે કોઈ પણ વિષય જાણવા માટે કથા કરવાનું સેવકને કહ્યું નથી. પરંતુ નિદ્રા સારી આવે તે માટે જ રાજાએ સેવકને કથા કરવાનું કહ્યું હતું. તેવી જ રીતે શુશ્રુષા ગુણ વિના તત્ત્વશ્રવણાદિની જે ક્રિયા કરવામાં આવે તેનાથી જ્ઞાનપ્રવાહ આ જીવમાં આવતો નથી. માત્ર લોકવ્યવહાર જ સચવાય છે. તેથી આવી શ્રવણસમીહા તે કેવી ? અર્થાત્ શું કામની ? આત્માને સાધનામાં આવી શ્રવણસમીહા ઉપકારી થતી નથી. - પૂ. હરિભદ્રસૂરિજી મ.શ્રીએ યોગદૃષ્ટિ સમુચ્ચયમાં પણ કહ્યું છે કે बोधाम्भ: स्त्रोतसश्चैषा, सिरातुल्या सतां मता । अभावेऽस्याः श्रुतं व्यर्थमसिरावनिकूपवत् ॥ ५३ ॥ Page #90 -------------------------------------------------------------------------- ________________ ત્રીજી બલા દૃષ્ટિ અર્થ - આ શુશ્રુષા જ્ઞાનરૂપી જળપ્રવાહ માટે સરવાણી તુલ્ય મનાયેલી છે. આ શુશ્રુષા ગુણ વિના તત્ત્વ સાંભળવું તે સરવાણી વિનાના કૂપની જેમ વ્યર્થ છે. એપિકા આ ઉપરથી સમજાશે કે ધર્મતત્ત્વ સાંભળવામાં કેટલી તીવ્ર શુશ્રુષા હોવી જરૂરી છે. શુક્રૂષાગુણ ઉત્તમગુરુની શોધ કરાવે છે. તેઓનો સંપર્ક અને સહવાસ વધારે છે. અને તેના દ્વારા સાધક એવા આ આત્મામાં નિરન્તર જ્ઞાનપ્રવાહ આવ્યા જ કરે છે અને આ આત્મા કલ્યાણના માર્ગે શીધ્ર વિકાસ પામતો જ રહે છે. રૂા. થયા અને તે કરે છે Lall મન રીઝે તન ઉલ્લસેજી, રીઝે બુઝે એકતાન | તે ઇચ્છા વિણ ગુણકથાજી, બહેરા આગળ ગાન. જિનજીવ જો ગાથાર્થ - શુશ્રુષાપૂર્વકના શ્રવણથી મન આનંદ પામે છે. શરીર રોમાંચિત થાય છે. બોધની સાથે આત્મા એકતાન(લયલીન) બને છે. સાંભળવાની ઇચ્છા વિના ગુણોની કથા સંભળાવવી એ બહેરા આગળ ગાયન સમાન છે. જો વિવેચન - જ્યારે જીવમાં વૈરાગ્ય વધે છે. મોક્ષાભિલાષ તીવ્ર બને છે. આત્મતત્ત્વ અને એના કલ્યાણના માર્ગો જાણવાની સાચી ભૂખ લાગે છે. દિન-પ્રતિદિન સંસાર અકળામણભર્યો લાગે છે. સદ્ગુરુઓનો સંયોગ અતિશય દુષ્કર દેખાય છે. ત્યારે આ જીવને ધર્મતત્ત્વ(યોગમાર્ગ) જાણવાની અને સાંભળવાની ઇચ્છા ઉત્કટ બને છે. આવા પ્રકારની ઉત્કટ કોટિની જિજ્ઞાસા અને શુશ્રુષા ગુણપૂર્વક આ સાધક આત્મા ઉત્તમજ્ઞાની ગીતાર્થ એવા સદ્ગુરુ પાસે યોગકથાનું શ્રવણ કરે છે. ત્યારે તેનું મન અત્યન્ત આનંદમાં ગરકાવ થઈ જાય છે. હૃદયમાં પ્રગટ થયેલા આનંદની અંદર મન નાચી ઉઠે છે. મન અત્યન્ત હર્ષઘેલું બને છે. તથા શરીર Page #91 -------------------------------------------------------------------------- ________________ ૭૪ આઠ દૃષ્ટિની સક્ઝાય અતિશય પ્રફુલ્લિત થાય છે. રોમેરોમમાં ઉલ્લાસ વ્યાપે છે. ગુરુજી દ્વારા સમજાવાતા એક એક શબ્દમાં હર્ષની છોળો ઉછળે છે. મનના આનંદની સાથે અને શરીરના રોમાંચની સાથે સદ્ગુરુજીની પાસેથી તત્ત્વ સાંભળતાં સાંભળતાં આ આત્મામાં વિશિષ્ટ એવો બોધ (તત્ત્વજ્ઞાન) પ્રાપ્ત થાય છે. મોહની નિદ્રામાંથી આત્મા જાગે છે. સવિશેષ ધર્મ આરાધનામાં આગળ વધવા વિચારો કરે છે. પ્રાપ્ત થતા તત્ત્વજ્ઞાનની સાથે એકતાન (લયલીન - તન્મય) થઈ જાય છે. તે કાલે આ આત્મા તત્ત્વશ્રવણમાં એવો એક લીન થાય છે કે સંસારની સર્વે સંવેદનાઓ ઘડીભર માટે ભૂલી જાય છે. એવી ઇચ્છા ઉત્કટ બને છે કે ગુરુજી હજુ વધારે કાળ સંભળાવ્યા જ કરે તો કેવું સારું ? ફરી ફરી આવું તત્ત્વ સાંભળવાનો અને જાણવાનો અવસર આવવો અત્યન્ત દુષ્કર છે. જેથી તત્ત્વ સાંભળવાની ઘેલછામાં ગણાય તેવી તીવ્ર ઈચ્છા જાગે છે. તત્ત્વ સાંભળવાની તીવ્ર શુશ્રુષા જેઓને ન હોય તેવા શ્રોતાઓને યોગકથાનું જે શ્રવણ કરાવવું તે બહેરા માણસ આગળ ગીત ગાવા સમાન છે. જેમ બહેરા પુરુષની આગળ ગીત ગાવું નિરર્થક છે. ફળદાયક થતું નથી. તેવી રીતે શુશ્રુષા વિના તત્ત્વવાર્તા પણ નિરર્થક જ છે. તેથી શ્રોતાને સાચી તત્ત્વ સાંભળવાની ઇચ્છા હોય તો જ ઉપદેશકોએ શ્રોતાઓને તત્ત્વ સંભળાવવું જોઈએ. જે શ્રોતાની ઇચ્છા નથી અથવા જે શ્રોતા ઉંચુ તત્ત્વ સાંભળવાનું પાત્ર નથી. જેનામાં એવી બુદ્ધિ હજુ પ્રગટી નથી, તેવા શ્રોતા સમક્ષ યોગકથાનું શ્રવણ ફળદાયક થતું નથી. અનિચ્છાવાળા અથવા અપાત્ર અથવા અલ્પબુદ્ધિવાળાને ઉંચી કોટિનું ધર્મતત્ત્વ સંભળાવવાથી ધર્મતત્ત્વની કિંમત ઘટે છે. હીરાના હાર તેવા પ્રકારના યોગ્ય જીવોને જ પહેરવા અપાય છે. સામાન્ય માણસોને અપાતા નથી. Page #92 -------------------------------------------------------------------------- ________________ ત્રીજી બલા દૃષ્ટિ ૭૫ આ ત્રીજી દૃષ્ટિ આવે ત્યારે જ તત્ત્વશ્રવણ કરવા માટેની સાચી યોગ્યતા પ્રગટે છે. તીવ્ર ઇચ્છા પ્રગટે છે. આવા પ્રકારની યોગ્યતા અને તીવ્ર ઇચ્છાવાળા મુમુક્ષુ આત્માઓ યોગમાર્ગના સાચા જ્ઞાતા અને અનુભવી એવા સદ્ગુરુ ભગવન્તની પાસે નિરન્તર ધર્મશ્રવણની પ્રાપ્તિ થાય અને આધ્યાત્મિક જ્ઞાનમાં અને ભાવનામાં વધારો થાય તે માટે નિરન્તર પ્રયત્નશીલ રહે છે. જીવનમાંથી શક્ય બની શકે તેટલા અનાચારો(અયોગ્ય આચારો)થી દૂર રહે છે તથા સદ્ગુરુના નિરન્તર સંપર્કથી અને ઉચિત આચારોમાં જ વર્તવાથી પોતાને યોગ્ય ધર્મની પ્રવૃત્તિ કરવામાં કોઈપણ જાતનાં વિઘો (અંતરાયો - મુશ્કેલીઓ) આ સાધક આત્માને આવતાં નથી. આ જ વાત ગ્રંથકારમહર્ષિ આગળ ગાથામાં જણાવે છે. ૪૫ વિઘન ઇહાં પ્રાયે નહીં જી, ધર્મ હેતુમાં કોય । અનાચાર પરિહારથીજી, સુયશ મહોદય હોયરે । જિનજી૦ પા ગાથાર્થ - ધર્મના હેતુભૂત કાર્યો કરવામાં આ જીવને પ્રાયઃ કોઈ વિઘ્નો આવતાં નથી અને અનુચિત આચારોના ત્યાગથી સારો યશ આપનારો એવો મહોદય પ્રાપ્ત થાય છે. [૫] વિવેચન ભાવાર્થ સ્પષ્ટ સમજાય તેવો છે કે આ સાધક આત્માની દૃષ્ટિ બદલાતી જાય છે. ભવાભિનંદીપણામાંથી મોક્ષાર્થીપણા તરફ ઢળી રહી છે. તેના કારણે ત્રીજી બલા દૃષ્ટિમાં આવતાં મોક્ષાર્થીપણું તીવ્ર બને છે. અનુચિત આચારો જીવનમાંથી નીકળી જાય છે. ખોટા માણસોનો સહવાસ અને તેવું વાંચન આદિ નીકળી જાય છે. આ જીવ ઉચિત આચરણવાળો, સાધુસંતો અને સજ્જનોનો સહવાસી બને છે. તેના પ્રતાપે સંવેગ અને વૈરાગ્ય વધારે મજબૂત થાય છે. ઘરસંસારના વ્યવહારો આચરે છે, પરંતુ અલિપ્તતા વધતી Page #93 -------------------------------------------------------------------------- ________________ આઠ દૃષ્ટિની સઝાય જાય છે. જેથી દોષિત આચરણ ન હોવાથી ધર્મકાર્યો કરવામાં કે ધર્મના ઉપાયભૂત યોગકથાના શ્રવણાદિના સંજોગો પ્રાપ્ત કરવામાં પ્રાયઃ કોઈ વિઘ્ન આવતું નથી. સામાન્યપણે પૂર્વબદ્ધ કર્મોના ઉદયથી કોઈ પણ સારું કામ કરવું હોય તો સજ્જન આત્માઓને સદા વિઘ્નો આવવાનો સંભવ છે. કારણ કે તે આત્મા પ્રકૃતિએ સજ્જન બન્યો છે. તેને સજ્જનતા સાચવવી છે. પોતાની મર્યાદાનું ઉલ્લંઘન કરવું નથી. સીમામાં રહેવું છે. એટલે વિઘ્નો આવે અને આવેલાં વિઘ્નો તે વિMોરૂપ બને, પરંતુ આ દૃષ્ટિમાં આવેલા સાધક આત્માને કંઈક વિકાસ પામેલા યોગધર્મના પ્રભાવે આ વિઘ્નો પ્રાયઃ આવતાં નથી. અને કદાચ વિઘ્નો આવે છે તો તે વિઘ્નો વિષ્ણોરૂપ લાગતાં નથી. છતાં અતિશય તીવ્ર કર્મના ઉદયવાળાને વિપ્નો આવે પણ છે એટલે જ “પ્રાય:” શબ્દનો ઉલ્લેખ કર્યો છે. વિપ્નો ન જ આવે એવો નિયમ નથી. આ રીતે બલા દૃષ્ટિવાળા આત્માને ધર્મના ઉપાયો જાણવામાં, તેનું સ્વરૂપ સાંભળવામાં, સમજવામાં અને શક્તિ અનુસાર જીવનમાં અપનાવવામાં વિના વિઘ્ન સુંદર તત્ત્વની પ્રાપ્તિ થવાથી અને તે તે ઉપાયોમાં પોતે હિંમતભેર આગળ વધતો હોવાથી જગતમાં તેના જીવનની અને તેના વિચારોની તથા વચનોની સારી છાપ પડે છે. તેના પ્રત્યે લોકોનો વિશ્વાસ વધે છે. તે આધ્યાત્મિક પ્રતિષ્ઠિત નાગરિકપણાનો સારો યશ પ્રાપ્ત કરે છે. અને સંવેગ-વૈરાગ્ય - તથા નિર્વેદ આદિ ગુણોનો વિકાસ થતાં ક્ષમા - નમ્રતા - સરળતા અને સંતોષાદિ ઉત્તમ ભાવો વૃદ્ધિ પામતાં આ આત્મા મહોદયને પામે છે. ઉત્તમ કલ્યાણ કરનારા માર્ગને પામે છે. કલ્યાણનો સાચો રસ્તો હાથમાં આવી જાય છે. જે આત્માની ઉન્નતિ કરવા સ્વરૂપ મહોદય પમાડનારો બને છે. અહીં “સુયશ” શબ્દમાં ગ્રન્થકાર મહર્ષિએ ગર્ભિતપણે પોતાનું નામ પણ સૂચવ્યું છે. પી. Page #94 -------------------------------------------------------------------------- ________________ ત્રીજી બલા દૃષ્ટિ બલા દૃષ્ટિનો સાર આ પ્રમાણે છે. (૧) કાષ્ઠના અગ્નિ સંબંધી પ્રકાશતુલ્ય દર્શન(બોધ-જ્ઞાન) હોય છે. (૨) યોગનું ત્રીજું અંગ “આસન” (સ્થિરતા) આ કાળે આવે છે. ખોટી ખોટી તૃષ્ણાઓના અભાવથી કોઈપણ વિવક્ષિત ધર્માનુષ્ઠાનના સેવનમાં સુખપૂર્વક “આસન” લગાવે છે. (૩) યથોચિત આચરણ કરાતાં સર્વ ધર્મ અનુષ્ઠાનોમાં અત્વરાપૂર્વક ગમનાગમન કરે છે. 66 (૪) અપાયોના પરિહારથી સર્વ કાર્યો પ્રણિધાન(એકાગ્રતા)પૂર્વક કરે છે. (૫) તત્ત્વ સાંભળવાની બભૂક્ષા તીવ્ર બને છે. ઉત્કટ શુશ્રૂષાગુણ આવે છે. (૬) આ શુશ્રુષા તત્ત્વજ્ઞાનરૂપી જળપ્રવાહ પ્રાપ્ત કરવા માટે સરવાણીતુલ્ય છે. સરવાણી વિનાની ભૂમિમાં ફૂપખનન નિરર્થક છે તેમ શુશ્રૂષાગુણ વિના તત્ત્વશ્રવણ પણ નિરર્થક છે. બહેરા આગળ ગાયન ગાવા તુલ્ય છે. (૭) ઉત્કટ શુશ્રૂષાના પ્રભાવે સોપક્રમી તીવ્ર કર્મોનો ક્ષય થાય છે. જેથી ઉત્તમ બોધની પ્રાપ્તિ થાય છે. અને યોગધર્મની પ્રાપ્તિમાં આવનારાં વિઘ્નોનો પણ અભાવ થાય છે. (૮) ક્ષેપ નામના ત્રીજા ચિત્તદોષનો અહીં ત્યાગ થાય છે. તેનાથી યોગધર્મના સેવન માટેનું કૌશલ્ય પ્રાપ્ત થાય છે. આધ્યાત્મિક વિકાસ સરળ બને છે. (૯) અનુચિત આચરણનો જીવનમાંથી ત્યાગ થાય છે. ઉચિત જ આચરણમાં ટેવાઈ જાય છે. જેથી ધર્માનુષ્ઠાનનું આચરણ કરવું વધુ શક્ય બને છે. (૧૦) જીવન બદલાઈ જાય છે. ભોગમાર્ગ તરફ વળેલું આ જીવન યોગમાર્ગ તરફ વધારે ઢળે છે. જેથી સારો એવો યશ ચોતરફ પથરાય છે. માન-પ્રતિષ્ઠા અને લોકવિશ્વાસ વધે છે. (૧૧) જેનાથી આ સાધક આત્મા “મહોદય”ને પામે છે. કલ્યાણકારી માર્ગ ઉપર ચઢે છે. સાચો આત્મતત્ત્વસાધક રસ્તો હાથ લાગે છે. આત્માની પરિણતિ અતિશય નિર્મળ બનતી જાય છે. બલા દૃષ્ટિ સમાપ્ત Page #95 -------------------------------------------------------------------------- ________________ ચોથી દીપ્રા દૃષ્ટિ યોગદૃષ્ટિ ચોથી કહી જી, દીપ્રા તિહાં ન ઉત્થાન. પ્રાણાયામ તે ભાવથીજી, દીપ પ્રભાસમ શાન મનમોહન જિનજી, મીઠી તાહરી વાણ ||૧|| ગાથાર્થ - શાસ્ત્રોમાં યોગધર્મની ચોથી દૃષ્ટિ દીપ્રા કહી છે. ત્યાં ઉત્થાન દોષનો ત્યાગ, ભાવપ્રાણાયામ અંગની પ્રાપ્તિ, અને દીપકની પ્રભા સમાન જ્ઞાનગુણ,(તથા તત્ત્વશ્રવણગુણની પ્રાપ્તિ) અહીં થાય છે. ॥૧॥ વિવેચન - હવે આપણે ચોથી દૃષ્ટિની વિચારણા કરીશું. પાંચમી સ્થિરા દૃષ્ટિથી જીવને યથાર્થ યોગધર્મની પ્રાપ્તિ થશે. તેની ભૂમિકારૂપે (પાયાની મજબૂતાઈ રૂપે) પ્રથમની આ ચાર દૃષ્ટિઓ છે. એટલે ચોથી દૃષ્ટિમાં યોગધર્મની પ્રાપ્તિનો પાયો(ભૂમિકા) બરાબર મજબૂત થતી જાય છે. આ દૃષ્ટિ મિથ્યાત્વ ગુણસ્થાનકના અન્તિમકાળમાં અને સમ્યક્ત્વ પ્રાપ્તિના પૂર્વકાળમાં આવે છે તેથી આ સૃષ્ટિ સમજવી અતિશય આવશ્યક છે . આ દૃષ્ટિમાં (૧) બોધ (જ્ઞાન) દીપકની પ્રભાતુલ્ય હોય છે. (૨) ચિત્તના આઠ દોષોમાંથી ઉત્થાન દોષનો ત્યાગ હોય છે. (૩) પ્રાણાયામ નામના ત્રીજા યોગ અંગની પ્રાપ્તિ થાય છે. અને (૪) સદ્ગુરુ પાસે તત્ત્વશ્રવણનો યોગ પ્રાપ્ત થાય છે. તેનું કંઈક વર્ણન આ પ્રમાણે (૧) દીપકપ્રભા સમ બોધ - અહીં સર્વત્ર, દૃષ્ટિ એટલે બોધ, દૃષ્ટિ એટલે દર્શન. દૃષ્ટિ એટલે જ્ઞાન એવો અર્થ લેવાનો છે. પ્રથમની ત્રણ દૃષ્ટિ કરતાં આ દૃષ્ટિમાં જીવને તત્ત્વનો બોધ દીપકની પ્રભા જેવો હોય છે. તેથી જ આ દૃષ્ટિનું નામ દીપ્રાર્દષ્ટિ Page #96 -------------------------------------------------------------------------- ________________ ચોથી દીપ્રા દૃષ્ટિ ૭૯ રાખેલ છે. પ્રથમની ત્રણ દૃષ્ટિમાં બોધ તૃણના અગ્નિતુલ્ય, છાણાંના અગ્નિતુલ્ય અને કાષ્ઠના અગ્નિતુલ્ય હતો. જે બોધ એટલો બધો સ્થિર અને સબળ ન હતો. પરંતુ અસ્થિર અને દુર્બળ હતો. જ્યારે આ ચોથી દૃષ્ટિમાં આવેલો બોધ દીપકના પ્રકાશ જેવો હોવાથી વધારે કાળ રહેનારો છે માટે સ્થિર છે અને સૂક્ષ્મ વસ્તુઓનું પણ દિગ્દર્શન કરાવનાર છે, માટે સબળ છે. અત્યાર સુધી જે રીતે આપણે અજ્ઞાનતાના કારણે સંસારમાં પરિભ્રમણ કર્યું છે તેનો સ્પષ્ટ ખ્યાલ આ દૃષ્ટિ કાળે જીવને આવી જાય છે. પરિભ્રમણનાં કારણોના સાચા ખ્યાલની સાધકને તાતી જરૂર છે. કારણ કે તેના જ્ઞાન વિના કરાયેલી સાધના દિશાવિહીન બની જાય છે. કોઈ રોગી પુરુષ રોગ દૂર કરવા માટે ચિકિત્સા કરાવે. પરંતુ કયો રોગ છે? શાનાથી થયો છે ? તેને દૂર કરવાના ઉપાયો શું ? ઈત્યાદિ રોગનિદાનનું ઘણું મહત્ત્વ છે. રોગનિદાન વિનાની ચિકિત્સા ફળદાયક થતી નથી. આ હકીકત સર્વવ્યક્તિઓને અનુભવસિદ્ધ છે. તેવી રીતે ભવભ્રમણનું નિદાન જાણવું એ યોગસાધનામાં અતિઆવશ્યક છે. મારો આ આત્મા કયા કયા કારણોથી સંસારમાં ભવભ્રમણ કરે છે? તેનો બોધ આ ચોથી દૃષ્ટિમાં જીવને થાય છે તેથી આ દૃષ્ટિ દીપકના પ્રકાશની તુલ્ય પ્રકાશાત્મક અર્થાત્ જ્ઞાનાત્મક છે. આત્મજાગૃતિ ખીલવે છે. ભવભ્રમણના કારણભૂત મિથ્યાત્વ આદિ દોષોને દૂર કરવાનો પ્રબળ પુરુષાર્થ આદરે છે. શત્રુને શત્રુ તરીકે પિછાણે છે. તેને ટાળવા યોગધર્મ આચરવા માટે તન અને મનને મજબૂત કરે છે. (૨) ઉત્થાનદોષત્યાગ - ઉત્થાન એટલે ચિત્તનું ઉડી જવું. ચિત્તનું ઉભગી જવું. આચરેલા ધર્માનુષ્ઠાનમાં ચિત્તની અસ્થિરતા, તે ઉત્થાન દોષ છે. આત્માના શત્રુઓને મૂળથી દૂર કરવા જ છે. તો તેની સામે તેના પ્રતિપક્ષી એવા “યોગધર્મ”નું બળ વધારવું લવે છે. ભાત્મક અને તેથી આ જ Page #97 -------------------------------------------------------------------------- ________________ ૮0 આઠ દૃષ્ટિની સજઝાય આવશ્યક છે. યોગધર્મનું બળ વધારવામાં મેદ-ઉદ્વેગ-ક્ષેપ અને ઉત્થાન વગેરે ચિત્તના દોષો પ્રતિબંધક છે. તેમાંના પ્રથમના ત્રણ દોષો પ્રથમની ત્રણ દૃષ્ટિમાં આ સાધક આત્માએ દૂર કર્યા છે. હવે ચોથો દોષ જે ઉત્થાન છે તેને અહીં દૂર કરે છે. આદરેલી સાધનામાં ચિત્તને સ્થિર કરે છે. અસ્થિરતા દૂર કરે છે. જો અસ્થિરતા આવે એટલે કે સાધનામાંથી ચિત્ત ઉભગી જાય તો આજસુધી મેળવેલી સિદ્ધિ હારી જવાય, દૂર કરેલા સર્વે દોષો જીવનમાં પાછા આવે. આ મોટી નુકશાની વહોરવી પડે, તેથી દૂર કરેલા દોષો ફરી ન આવે અને પ્રાપ્ત કરેલી સિદ્ધિ હારી ન જવાય તે માટે આ સાધક આત્મા સાવધાન થઈ જાય છે. પ્રાપ્ત સાધનામાં સ્થિર બની જાય છે. ઉત્થાન દોષ છોડી દે છે. (ઉત્થાન = આચરેલી તે તે ક્રિયામાંથી ચિત્તનું ઉઠી જવું.) સ્થિરા આદિ પાછળની ચાર દષ્ટિઓમાં યોગધર્મની જે સિદ્ધિ પ્રાપ્ત થાય છે. તેની અપેક્ષાએ મિત્રા આદિ પ્રથમની ચાર દૃષ્ટિમાં નહીવત્ (અર્થાત્ અલ્પ) સિદ્ધિ પ્રાપ્ત થઈ હોવા છતાં પણ અનાદિના પસાર થયેલા ભૂતકાળને આશ્રયી જો વિચારીશું તો સમજાશે કે મિત્રાદિ પ્રથમની ચાર દૃષ્ટિમાં પણ આ સાધક જીવે ખૂબ જ સુંદર સિદ્ધિ મેળવી છે. આવી મેળવેલી સિદ્ધિ ગુમાવવાનું મુમુક્ષુ જીવને પાલવે નહીં. આ પ્રમાણે સમજીને આ સાધક આત્મા “ઉત્થાન”(અસ્થિરતા) દોષનો ત્યાગ કરે છે. અને મોક્ષપ્રાપ્તિને અનુકૂળ ધર્મસાધનામાં સાવધાન થઈ જાય છે, સ્થિર બની જાય છે. (૩) ભાવપ્રાણાયામની પ્રાપ્તિ - રેચક, પૂરક અને કુંભક એમ ત્રણ જાતનો પ્રાણાયામ કહેવાય છે. જેમ શરીરમાં શ્વાસ આદિને બહાર કાઢવાની જે ક્રિયા તે રેચક, નવો શ્વાસ શરીરમાં ઉમેરવો તે પૂરક અને આવેલા શ્વાસને ઘડામાં જળની જેમ ભરવો તે કુંભક. આ ત્રણ દ્રવ્ય પ્રાણાયામ છે. તેમ અહીં (૧) આત્મામાં આવેલા Page #98 -------------------------------------------------------------------------- ________________ ચોથી દીપ્રા દૃષ્ટિ ૮૧ મોહના ભાવો દૂર કરવા તે રેચક, (૨) ક્ષાયોપથમિક અને ક્ષાયિક ગુણો પૂરવા તે પૂરક, અને (૩) પ્રાપ્ત ગુણોને સાચવી રાખવા તે કુંભક એમ ત્રણ પ્રકારનો ભાવ પ્રાણાયામ. આ દશામાં જીવને આવે છે. આ ભાવપ્રાણાયામનું વિશેષ વર્ણન હવે પછીની બીજી ગાથામાં આવે જ છે. તેથી અહીં વધુ વર્ણન લખતા નથી. (૪) તત્ત્વશ્રવણ - સદ્ગુરુ પાસે યોગધર્મનું સ્વરૂપ સાંભળવું. પ્રથમની ત્રણ દૃષ્ટિમાં અનુક્રમે અદ્વેષ - જિજ્ઞાસા - અને શુશ્રુષા ગુણ આવ્યો હતો. હવે અહીં શ્રવણ ગુણ પ્રાપ્ત થાય છે. યોગ ધર્મનો એવો પ્રેમ લાગે છે કે તત્ત્વશ્રવણ કરવામાં આ આત્મા અત્યન્ત લીન થઈ જાય છે. તત્ત્વશ્રવણ દ્વારા જ્ઞાનપ્રવાહ નિરંતર આ સાધક આત્મામાં વૃદ્ધિ પામ્યા જ કરે છે. આ ગુણનું વર્ણન પણ આગળ ગાથા ચોથીમાં આવે જ છે. આ પ્રમાણે આ ચોથી દૃષ્ટિમાં ચારે ભાવો સમજવા. (૧) બાહ્યભાવ રેચક ઇહા જી, પૂરક અંતર ભાવ. કુંભક થિરતા ગુણે કરીજી, પ્રાણાયામ સ્વભાવ. મનમોહન- રા ગાથાર્થ - આ દૃષ્ટિકાળે બાહ્યભાવોનો રેચક પ્રાણાયામ, અંતરભાવોનો પૂરક પ્રાણાયામ, અને સ્થિરતા ગુણ રૂપે કુંભક પ્રાણાયામ. એમ ત્રણ પ્રકારના પ્રાણાયામ નામના યોગના અંગના સ્વભાવો જાણવા. મેરા વિવેચન - સાધક એવો આ આત્મા ત્રીજી દૃષ્ટિના અન્તકાળે ઉત્કટ એવા શુશ્રુષા ગુણ દ્વારા આત્મકલ્યાણની પ્રાપ્તિ માટે સુંદર એવો બોધ પામ્યો છે. તેની પીઠિકા મજબૂત બની છે. આત્મતત્ત્વ અને તેના ગુણો શું ? તે આ જીવે કંઈક જાણ્યું છે. તથા પૌગોલિક ભાવો અને તે ભાવો પ્રત્યેની આસક્તિ (મમતા) કે જે આ. ૬ Page #99 -------------------------------------------------------------------------- ________________ ૮ ૨ આઠ દૃષ્ટિની સઝાય “બાહ્યભાવ” કહેવાય છે. તે બાહ્યભાવો આ જીવને અનંત જન્મમરણવાળા ભવભ્રમણમાં રખડાવનાર છે. તેના ત્યાગ વિના આત્મકલ્યાણ શક્ય જ નથી. એવું બરાબર સમજાઈ ચૂક્યું છે. તેથી ચોથી દૃષ્ટિમાં આવતાંની સાથે જ પૌદ્ગલિક સુખના ભાવો અને તેના પ્રત્યેની આસક્તિરૂપે બાહ્યભાવો આ જીવ પોતાની પ્રકૃતિમાંથી જ દૂર કરવાનો પ્રયત્ન આદરે છે. જે રેચક ભાવ પ્રાણાયામ કહેવાય છે. જેમ શરીરમાં રહેલા મલીન શ્વાસને બહાર કઢાય છે. અથવા શરીરમાં જામ થયેલા મલને એરંડીયાના તેલ આદિનો રેચ (ઝુલાબ) લઈને પણ બહાર કઢાય છે. તેને દ્રવ્યરેચક કહેવાય છે. કારણ કે મલીન શ્વાસ અને જામ થયેલ મલ દ્રવ્ય સ્વરૂપ (પદાર્થ સ્વરૂપ) છે. અને શરીરને બગાડનાર છે. તેની જેમ આ આત્મામાં અનાદિકાલીન મોહના પારdયથી જે જે અનાત્મદશાના” ભાવો છે તે સર્વે ભાવો બાહ્યભાવો - પરભાવદશાના ભાવો છે. આ સર્વે આત્માની અશુભ પરિણતિપરિણામ સ્વરૂપ હોવાથી ભાવાત્મક છે. દ્રવ્યાત્મક નથી. સદ્ગુરુ પાસેથી મળતા જ્ઞાન દ્વારા આ સાધક આત્મા પોતાના આત્મામાં રહેલા આ ભાવાત્મક મલોને રેચ(જુલાબ) લગાડે છે. તેથી તેને રેચક નામનો સૌથી પ્રથમ ભાવ પ્રાણાયામ કહેવાય છે. આ મલો આત્માનું અહિત કરનાર છે. આ જીવ અનાદિકાળથી પગલિક સુખના સારા-નરસા ભાવમાં રમ્યા કર્યો છે. મનગમતી ઈષ્ટ વસ્તુઓનો સંયોગ થતાં રાગદશામાં અને અણગમતા ભાવો મળતાં દ્વેષભાવમાં પરિણામ પામ્યો છે. જેનાથી જન્મ-મરણની પરંપરા વધારી છે. હવે તે અશુભ ભાવોને ત્યજે છે. આ રેચક ભાવ પ્રાણાયામ છે. જેમ જેમ બાહ્યભાવોનો રેચ લાગે છે. અશુભભાવો આ આત્મામાંથી દૂર થાય છે. તેમ તેમ આ આત્માને આત્માના ભાવો Page #100 -------------------------------------------------------------------------- ________________ ચોથી દીપ્રા દૃષ્ટિ ૮૩ -આત્મતત્ત્વની વિચારણા. હું કર્મોના બંધનથી કેમ છૂટું ? મારા ગુણોને કેમ મેળવું ? એવી ઉત્તમ વિચારણાઓ તથા તદનુસાર પ્રવર્તન પોતાનામાં પૂરે છે. લાવે છે. તેને પૂરકભાવપ્રાણાયામ કહેવાય છે. જેમ શરીરમાંથી મલીન શ્વાસને દૂર કરી શુદ્ધ શ્વાસ પૂરાય છે. જામ થયેલા મલને દૂર કરી પુષ્ટિકારક અન્ન ઉમેરાય છે. તેમ મોહ અને અજ્ઞાનજન્ય અશુભભાવોને દૂર કરી સ્વભાવદશાની રમણતારૂપ ઉત્તમભાવો આ આત્મામાં પૂરાય છે. આ ગુણ આવવાથી બાહ્યભાવોની વિમુખતા અને આત્મિકભાવોની સન્મુખતા વધે છે. મારે મારા આત્માને ગુણીયલ બનાવવા અને આવેલા ગુણોની સ્થિરતા મેળવવા માટે ક્રોધ-માન-માયા-લોભ-દંભ-આસક્તિ-સ્પૃહા - તૃષ્ણા - રાગ -દ્વેષ - આદિ દુર્ગુણો રૂપ બાહ્યભાવ મારે છોડવો જ જોઈએ, પૌગલિક સુખનો અને સુખના ઉપાયોનો રાગ મારામાં ઉપરોક્ત બાહ્યભાવો લાવે છે. માટે તેને ત્યજીને ક્ષમા-નમ્રતા-સરળતા-સંતોષનિષ્કપટવૃત્તિ-વૈરાગ્ય આદિ ઉત્તમ ગુણોરૂપ અભ્યત્તરભાવનું મારા આત્મામાં પૂરણ કરું કે જેથી પ્રાપ્તગુણોની સ્થિરતા વધે. આ પ્રમાણે ઉત્તમ ભાવોનું આત્મામાં લાવવું ઉમેરવું તે પૂરક ભાવ પ્રાણાયામ. જેમ ઘડામાં ભરાયેલું જલ ઘડો પકવેલો અને મજબૂત હોવાથી તેમાં સ્થિર રહે છે. નીકળી જતું નથી. તેની જેમ શરીરમાં શુદ્ધ શ્વાસને ભરી રાખવો, સ્થિર કરવો તે કુંભક દ્રવ્ય પ્રાણાયામ. એ જ પ્રમાણે આ આત્મામાં આજ સુધી સાધેલી સાધનાને(સિદ્ધિને) અને પ્રાપ્ત કરેલા ગુણોને બરાબર સ્થિર કરવા. સદ્ગના સંયોગે અને તેઓએ આપેલ ધર્મદેશનાના શ્રવણ દ્વારા આ આત્માને પણ પકવેલા ઘડા જેવો મજબૂત બનાવી તેમાં ગુણોને(ઉત્તમ ભાવોને) સ્થિર કરવા તે કુંભક ભાવ પ્રાણાયામ. આત્માની જ્યારે દૃષ્ટિ ઉઘડે છે. સંસાર કારમો ઝેર જેવો લાગે છે. ચારે તરફ અનેક ઉપાધિઓથી દુ:ખોની જ પરંપરા દેખાય Page #101 -------------------------------------------------------------------------- ________________ ૮૪ આઠ દૃષ્ટિની સાય છે. ક્ષણિક સુખ અને અપાર દુ:ખ જ દૃષ્ટિગોચર થાય છે. ત્યારે દુર્ગુણોને દૂર કરવારૂપ રેચક, સદ્ગુણોને મેળવવારૂપ પૂરક, અને પ્રાપ્ત થયેલા ગુણોને સ્થિર કરવા રૂપ કુંભક એમ ત્રણ પ્રકારના પ્રાણાયામ રૂપ યોગદશાનું ચોથું અંગ આ જીવમાં આવે છે. આવી દશા આવતાં જીવને આત્મકલ્યાણ માટે ધર્મતત્ત્વનું મહત્ત્વ સમજાય છે. આત્માની શુદ્ધ દશા જો મેળવવી હશે તો જીવનમાં ધર્મતત્ત્વ અંગે અંગે વ્યાપ્ત કરવું જ પડશે. તે જ તત્ત્વ આ સંસારથી બચાવનાર છે. એમ સમજી તેના પ્રત્યે અપાર પ્રેમ ઉદ્ભવે છે. આ જ વાત ગ્રંથકારશ્રી આગળની ગાથામાં વ્યક્ત કરે છે. ૨ ધર્મ અર્થે ઈહાં પ્રાણનેજી, છાંડે પણ નહીં ધર્મ. પ્રાણ અર્થે સંકટ પડેજી, જુઓ એ દૃષ્ટિનો મર્મ. મનમોહન૦ ગા ગાથાર્થ આ દૃષ્ટિમાં આવેલો આત્મા ધર્મ માટે પ્રાણને ત્યજે છે. પરંતુ ગમે તેવું સંકટ પડે તો પણ પ્રાણના અર્થે ધર્મને ત્યજતો નથી. - આ દૃષ્ટિનો પ્રભાવ કેવો છે ? તે તમે જુઓ. ।।૩।। વિવેચન ભાવ પ્રાણાયામના પ્રભાવે આત્મામાં જ્ઞાનાદિ ગુણો સ્થિરતાને પામે છે. સદ્ગુરુ પાસે નિરંતર તત્ત્વશ્રવણ કરતાં વસ્તુનો સારાસારરૂપ પરમાર્થ સમજાય છે. હિતાહિત, હેયોપાદેય અને કર્તવ્યાકર્તવ્યનો વિવેક વધારે જાગૃત થાય છે. તેનાથી જીવનમાં ધર્મની આવશ્યકતા દૃઢ થાય છે. હૃદયમાં ધર્મતત્ત્વની દૃઢ પ્રાપ્તિ વિના આત્મકલ્યાણ શક્ય નથી એવો મજબૂત પક્ષપાત ધર્મ પ્રત્યેનો જામી જાય છે. તેના કારણે ધર્મ માટે જરૂર પડે તો પ્રાણોનો પણ ત્યાગ કરે છે. પરંતુ ગમે તેવું સંકટ આવે તો પણ પ્રાણોની રક્ષા માટે આ જીવ ધર્મનો ત્યાગ કરતો નથી. Page #102 -------------------------------------------------------------------------- ________________ ચોથી દીપ્રા દૃષ્ટિ ૮૫ સમ્યકત્વ પ્રાપ્ત કરવા પૂર્વે જીવની ભૂમિકા આટલી બધી મજબૂત બની જાય છે તે આ ચોથી દૃષ્ટિનો પ્રભાવ છે. મુક્તિ તરફ એવી મીટ મંડાણી છે કે મિથ્યાત્વને ઓગળે જ છુટકો છે. આ પ્રમાણે અંદરના મલને દૂર કરતાં કરતાં થયેલા ક્રમિક વિકાસથી આ આત્મા યોગની સિદ્ધિ સુધી પહોંચી શકે છે. ક્રમિક વાસ્તવિક વિકાસ સાધ્યા વિના જેઓ આગળ ધપે છે તેઓ અંતે ફળપ્રાપ્તિ કરી શકતા નથી. પ્રાણ કરતાં પણ ધર્મ અધિક છે” પ્રાણ એક ભવ પૂરતું જીવન આપનાર છે. જ્યારે ધર્મ સર્વથા ભવો સમાપ્ત કરી ફરી જન્મમરણ જ ન કરવું પડે તેવી સ્થિતિ આપે છે. આ વાસ્તવિક પરિસ્થિતિનો પાકો ખ્યાલ આપવાનું કામ આ દષ્ટિ કરાવે છે. પ્રથમ ગુણસ્થાનકમાં સંભવતી વધુમાં વધુ વિશુદ્ધિની પરાકાષ્ઠાવાળી આ ચોથી દૃષ્ટિ છે. પ્રાણ કરતાં ધર્મની અધિકતા જો મનમાં જામી ન હોય તો આગળ આવનારી દૃષ્ટિઓ પ્રાપ્ત કરવી અતિ દુષ્કર છે. કારણ કે તે દૃષ્ટિઓમાં તો પ્રાણાન્ત કરાવે એવાં કષ્ટો આવે તો પણ ધર્મનો-ગૃહીત પ્રતિજ્ઞાનો ત્યાગ કર્યા વિના કષ્ટ સહન કરવાની યોગ્યતા પ્રાપ્ત કરવાની હોય છે. આટલી બધી ધીરજ અને ધર્મમાં સ્થિરતા જ્ઞાન દ્વારા આવે છે. અને આવા પ્રકારના અપૂર્વ આધ્યાત્મિક જ્ઞાનપ્રાપ્તિનું પરમપ્રધાન કારણ જો કોઈ હોય તો તે સગુનો યોગ છે. આ નિમિત્તકારણ છે. અને ઉપાદાનરૂપે તત્ત્વશુશ્રુષા અને તત્ત્વશ્રવણ છે. તત્ત્વશ્રવણના અચિન્ય પ્રભાવથી જ્ઞાનપ્રવાહવિવેકબુદ્ધિ અને વૈરાગ્યવૃદ્ધિ આ જીવમાં અવશ્ય થાય છે. ઉપરોક્ત ગુણોના પ્રવાહે પ્રથમ દૃષ્ટિકાળે આ જીવમાં જે યોગનાં બીજ વાવેલાં, તે હવે આ દૃષ્ટિકાળે ઉગવા લાગે છે. અર્થાત્ તેનામાંથી અંકુરા ફુટે છે. એટલે કે “યોગબીજનો પ્રરોહ” થાય છે. આ જ વાત ગ્રંથકાર મહર્ષિ હવે પછીની ગાથામાં જણાવે છે. તેવા Page #103 -------------------------------------------------------------------------- ________________ ૮૬ આઠ દૃષ્ટિની સજઝાય તત્ત્વશ્રવણ મધુરોદકેજી, ઇહાં હોય બીજ પ્રરોહ. ખાર ઉદક સમ ભવ ત્યજેજી, ગુરુ ભગતિ અદ્રોહ. મનમોહન) જા. ગાથાર્થ - આ દૃષ્ટિકાલે આ જીવમાં તત્ત્વશ્રવણ સ્વરૂપ મધુર પાણીના સિંચનથી યોગબીજનો પ્રરોહ થાય છે. અને ખારા પાણી સમાન ભવભાવનો આ જીવ ત્યાગ કરે છે તથા ગુરુની ભક્તિ કરવામાં અદ્રોહભાવ આવે છે. ૧૪ વિવેચન - જ્યારથી આ સાધક આત્મામાં સંસારસુખ તરફની ઓઘદૃષ્ટિ મંદ પડી અને મુક્તિસુખ પ્રાપ્ત કરવા માટેની તેની ઝંખના રૂપ યોગદષ્ટિ શરૂ થઈ ત્યારથી પહેલી મિત્રા દૃષ્ટિના પ્રારંભથી જ પહેલી ઢાળની ગાથા આઠ આદિમાં કહેલાં જિનેશ્વરને શુદ્ધ પ્રણામ, ભાવાચાર્યની સેવા અને ભવઉદ્વેગ આદિ યોગનાં બીજ આ જીવમાં પ્રાપ્ત થયેલાં. પરંતુ વાવેલા કોઈપણ ધાન્યના બીજને મીઠા પાણીનો(અને ખાતર-હવા-પ્રકાશ આદિનો) સંયોગ મળે તો તુરત ઉગવા લાગે છે. જે ફળપ્રાપ્તિનું નિકટતમ કારણ બને. પણ જો ખારા પાણીનો સંયોગ થાય તો ખાતર આદિ આપવા છતાં તે બીજ અંકુરાને ઉગાડતું નથી. તેવી જ રીતે આ ચોથી દૃષ્ટિમાં તત્ત્વશ્રવણરૂપી મધુર પાણીનો સંયોગ થવાથી પ્રાપ્ત થયેલાં તે બીજનો હવે પ્રરોહ(ઉગવાપણું -અંકુરા મુકવાપણું) શરૂ થાય છે. અર્થાત્ જિનેશ્વરના પ્રામાદિ જે બીજ આ આત્મામાં અંશતઃ આવ્યાં હતાં તે હવે અતિશય ઉચ્ચકોટિના ભક્તિભાવપૂર્વકનાં ફાલ્યાંફૂલ્યાં થાય છે. અને અનેકગુણોને લાવનારાં બને છે. શરીર અને આત્માના ભેદને જણાવનારું, સંવેગ અને વૈરાગ્યના પરિણામને વધારનારું, શ્રેષ્ઠ જિજ્ઞાસાપૂર્વકનું, સદ્ગુની પાસેથી ભાવપૂર્વકનું તત્ત્વશ્રવણ એ મીઠા પાણીનો પ્રવાહ છે. આ જ્ઞાન પ્રવાહ યોગબીજનો અવશ્ય પ્રરોહ કરે છે. અનાદિકાળથી આ જીવે અતત્ત્વનું Page #104 -------------------------------------------------------------------------- ________________ ચોથી દીપ્રા દૃષ્ટિ જ શ્રવણ કર્યું છે. સંસારનાં સુખો કેમ મળે ? તેના ઉપાયો શું? એવા પ્રકારના ભોગસુખનું જ તથા મિથ્યાદર્શનના ઉલટા તત્ત્વોનું જ શ્રવણ કર્યું છે. તેવા પ્રકારના અતત્ત્વશ્રવણરૂપી ખારા પાણીનો જ આજ સુધી સંયોગ કર્યો હતો. એટલે જ ભવભ્રમણા મટતી ન હતી અને યોગ તરફની દૃષ્ટિ આવતી ન હતી. તથા યોગના બીજનો પ્રરોહ થતો ન હતો. આ દૃષ્ટિ આવતાં જ પુણ્યના ઉદયથી મળેલો સુખીઓ સંસાર પણ ભવભ્રમણા જ કરાવનારો લાગે છે. તેથી અસાર છે. તુચ્છ છે. એવો ખ્યાલ આવી જાય છે. તેથી ખારા પાણીની સમાન એવું ભવસંબંધી અતત્ત્વશ્રવણ આ જીવ આ દૃષ્ટિકાળે ત્યજી દે છે. જેનાથી ભવની પરંપરા વધે, આત્મા તરફના સુખથી ઉલટી બુદ્ધિ કરાવે એવા અતત્ત્વનું જ શ્રવણ અહીંથી ત્યજી દે છે. જેથી પ્રાપ્ત થયેલા ગુણોથી લપસવાનું ન બને. તથા તત્ત્વશ્રવણરૂપી મધુર પાણી પીવાનો એવો તો ચટકો લાગે છે કે પીધા જ કરું, પીધા જ કરું, ગમે તેટલું તત્ત્વશ્રવણ કરે તો પણ તેના સંબંધી તૃપ્તિ ન થાય. તૃષ્ણાનો છેદ ન થાય. આના કારણે જ આવા પ્રકારનું ઉચ્ચકોટિનું તત્ત્વ સમજાવનારા આ આત્માના સાચા હિતેચ્છુ, નિઃસ્પૃહભાવે પરજીવોનું કલ્યાણ કરનારા, જૈનશાસનના તત્ત્વજ્ઞાનના ભંડાર, અનેક પ્રકારના ગુણસમૂહથી ગુફિત એવા સદ્ગુરુ પ્રત્યે હાર્દિક બહુમાન - પ્રેમ - ભક્તિ - વૈયાવચ્ચ આદિ ગુણો આ સાધક આત્મામાં એવા જન્મે છે કે જે શબ્દથી વર્ણવી ન શકાય. પંચ મહાવ્રતધારી, પંચ આચારના યથાર્થ પાલક, જિનેશ્વર પરમાત્માની આજ્ઞા પ્રમાણે ગામાનુગામ વિચરનારા, ફલેટબંગલો અથવા ઘર આદિ કોઈ નિત્ય સ્થાન નહી રાખનારા એવા સાધુઓને જ પૂજનીય માને, સાચા સંત માને, તેઓની ભક્તિ કરવામાં અદ્રોહભાવ હૈયામાં પ્રગટે, આજ સુધી અતત્ત્વશ્રવણના Page #105 -------------------------------------------------------------------------- ________________ ૮૮ આઠ દૃષ્ટિની સક્ઝાય કારણે સાધુમહાત્મા પ્રત્યે દ્રોહ(અણગમો) પ્રવર્તતો હતો, ગુણોમાં દોષપણાની બુદ્ધિ થતી હતી તે પરિસ્થિતિ બદલાઈ જાય છે. આ ત્યાગી વૈરાગી અને ગીતાર્થ એવા સાધુ મહાત્મા જ ભવથી નિસ્તાર કરનારા જણાય છે. તેઓની કોઈપણ પ્રકારની ભક્તિ કરવામાં આંખ આડા કાન કરવાની કુબુદ્ધિ હવે સુઝતી જ નથી. તત્ત્વશ્રવણના પ્રતાપે પોતાના ભૂતકાળ અને વર્તમાનકાળના જીવનની વચ્ચેનો મોટો તફાવત આ સાધક આત્માને જણાય છે. ભૂતકાળમાં વીતાવેલું અજ્ઞાન અને દોષમૂલક દયાપાત્ર જીવન ક્યાં? અને વર્તમાનમાં પ્રાપ્ત થયેલું જ્ઞાન અને ગુણમૂલક જીવન ક્યાં ? આ જીવનદોરી બદલનારા જો કોઈ મહાત્મા હોય તો તત્ત્વશ્રવણ કરાવનારા આ સાધુ મહાત્મા જ છે. આવો ચમત્કાર જીવનમાં સર્જનાર પણ આ જ મહાત્મા છે. તે સાધુ મહાત્મા જ સાચા સદ્ગુરુ છે. આટલા જ કારણે નવકારમંત્રમાં અરિહંત પરમાત્મા અને સિદ્ધ પરમાત્મા પછી આચાર્ય-ઉપાધ્યાય અને સાધુ સ્વરૂપ સંસારના સર્વથા ત્યાગીનું જ સ્થાન આવે છે. સંસારીનું સ્થાન આવતું નથી. આ કાલે ચારે તરફ ભૌતિક સુખોની, તેના ઉપાયોની, અને ટીવી આદિ સાધનો દ્વારા તેના પ્રચારની બોલબાલા ચાલે છે. છતાં આ જ વિષમકાળમાં દર વર્ષે પૂર્વના વર્ષો કરતાં સંસારનો ત્યાગ કરી સાધુ થનારાની સંખ્યા વધતી જ રહી છે. આ વાત લોકપ્રસિદ્ધ છે. સમસ્ત કુટુંબો દીક્ષા લેતાં હોય એવું પણ નજરે નિહાળાય છે. આ સમસ્ત પ્રતાપ તત્ત્વશ્રવણનો જ છે. ભૌતિકની સામે આધ્યાત્મિક બળ આ આત્મામાં આવે એવી વૈરાગ્યવાહિની દેશના આપનારા આ સાધુ મહાત્માઓનો જ આ પ્રતાપ છે. આવું સમજીને આ સાધક આત્મા સાધુ પ્રત્યેની ભક્તિ આદિમાં દ્રોહ વિનાનો બને છે. સગુનો યોગ, તત્ત્વ જાણવાની જિજ્ઞાસા, તથા તત્ત્વશ્રવણ Page #106 -------------------------------------------------------------------------- ________________ ચોથી દીપ્રા દૃષ્ટિ ૮૯ ઇત્યાદિ અનુકૂળ સંજોગો હોવા છતાં તેના દ્વારા પ્રાપ્ત થતું જ્ઞાન સ્થૂલબોધવાળું હોય છે. સૂક્ષ્મબોધવાળું હોતું નથી. કારણ કે હજુ ગુણસ્થાનક મિથ્યાત્વ છે. ભલે મિથ્યાત્વની ઘણી મંદતા થઈ ગઈ છે. તો પણ સમ્યક્ત્વ ગુણ આવ્યા વિના અર્થ સંબંધી સૂક્ષ્મબોધ થતો નથી. આ જ વાત હવે પછીની ગાથામાં સમજાવે છે. સૂક્ષ્મબોધ તો પણ ઇહાં જી, સમકિત વિણ નવિ હોય. વેદ્યસંવેદ્યપદે કહ્યો જી. તે ન અવેધે જોય. મનમોહન૦ IN ગાથાર્થ - આ દીપ્રા દૃષ્ટિમાં આવેલ આત્માને સમ્યક્ત્વ ન હોવાથી સૂક્ષ્મબોધ સંભવતો નથી. કારણ કે તે સૂક્ષ્મબોધ વેદ્યસંવેદ્યપદમાં જ આવે છે. અવેદ્યસંવેદ્ય પદમાં તે સૂક્ષ્મબોધ જોવાતો નથી. પા વિવેચન આ ચોથી દીપ્રા દૃષ્ટિ છે. સાધક આત્માએ મિત્રા-તારા-બલા એમ ત્રણ દૃષ્ટિઓ પસાર કરી છે. અનાદિની ઓઘદૃષ્ટિ તો ચાલી જ ગઈ છે. પરંતુ યોગની પણ ત્રણ દૃષ્ટિ પસાર કરી ઘણું ઘણું અપ્રાપ્તપૂર્વ એવું આધ્યાત્મિક બળ પ્રાપ્ત કર્યું છે. મિથ્યાત્વ ઘણું ઘણું મંદ થઈ ચૂક્યું છે. અપુનર્બન્ધક અને ગ્રન્થિદેશની પ્રાપ્તિ આદિ ઉચ્ચકોટિની સિદ્ધિઓ આ સાધક આત્માએ હાંસલ કરી છે. સદ્ગુરુની પાસે નિરંતર તત્ત્વશ્રવણ દ્વારા આત્મા કોમળ બનાવ્યો છે. વૈરાગ્યવાસિત બનાવ્યો છે. સમ્યક્ત્વ પ્રાપ્ત થવાની તૈયારીમાં છે. મિથ્યાત્વદશા ઘણી ઘણી ઓગળી ગઈ છે. સુંદર તત્ત્વજ્ઞાન પ્રાપ્ત કર્યું છે. તથાપિ સૂક્ષ્મબોધ હજુ આ જીવને થતો નથી. સ્થૂલબોધ જ થાય છે. ઉપરછલ્લો ધર્મ સમજાય છે. ઘણું ઊંડાણ આવી શકતું નથી. કારણ કે ઊંડાણવાળો સૂક્ષ્મબોધ Page #107 -------------------------------------------------------------------------- ________________ આઠ દૃષ્ટિની સજ્ઝાય ૯૦ તે વેદ્યસંવેદ્યપદ કાળે જ થાય છે. અને વેદ્યસંવેદ્યપદ સમ્યક્ત્વકાળે જ આવે છે. મિથ્યાત્વદશામાં આ આત્માને હજુ અવેદ્યસંવેદ્યપદ વર્તે છે. તેથી અવેદ્યસંવેદ્યપદકાળે ઊંડાણવાળો સૂક્ષ્મ બોધ થતો નથી. વેદ્યસંવેદ્યપદ અને અવેદ્યસંવેદ્યપદનો અર્થ આગળ ગાથાઓમાં આવે જ છે. આત્મા ભવાભિનન્દીને બદલે મુક્તિસુખનો સાચો અર્થી બન્યો છે. પોતાના આત્માનું કલ્યાણ કરવાની તમન્ના જાગી છે. તત્ત્વજિજ્ઞાસા-તત્ત્વશ્રવણ અને સંતપુરુષોનો સહવાસ પરિચય દ્વારા સૂક્ષ્મબોધ મેળવવાની ઉત્કંઠા તીવ્ર બની છે. પરંતુ વેદ્યસંવેદ્યપદ પ્રાપ્ત કર્યા વિના અથવા અવેદ્યસંવેદ્યપદની વિદ્યમાનતામાં સૂક્ષ્મબોધ આવતો નથી. આવું જાણવાથી સાધક એવા આ આત્માને વેદ્યસંવેદ્યપદ પ્રાપ્ત કરવાની અભિલાષા અને તેના માટેનો પ્રયત્ન વધે છે. મિથ્યાત્વદશા હવે અકારી લાગે છે. હૃદયમાં તેનો ડંખ થયા જ કરે છે. તેને ત્યજી સમ્યક્ત્વ અને વેદ્યસંવેદ્ય પદની પ્રાપ્તિ માટેના ઉપાયો સદ્ગુરુ પાસેથી સવિશેષ જાણે છે. ઉત્તમ સંતપુરુષોનો સહવાસ આ સાધક આત્મા વધારે છે. “રાગ અને દ્વેષ” આત્માના વાસ્તવિક શત્રુ છે. તેનો પાયો અનાદિના કારણે આ આત્મામાં ઘણો ઊંડો છે. મજબૂત છે. તેને હચમચાવ્યા વિના આત્મકલ્યાણ શક્ય નથી. આ રાગ-દ્વેષ એક પ્રકારની ગાંઠસ્વરૂપ છે. તેને છેદે જ છુટકો છે. ઇત્યાદિ ઉમદા વિચારોથી આ આત્મા પલ્લવિત થાય છે. વિચારો ઉમદા હોવાથી વર્તન પણ ઘણું ઉમદા(ગુણીયલ) બનાવવાનો સતત પ્રયત્ન વધારે છે. વેદ્યસંવેદ્યપદનો પ્રભાવ જ કોઈ અદ્ભુત છે. એવું ગુરુમુખથી અને શાસ્ત્રો દ્વારા જાણવાથી તેને સમજવાનો અને મેળવવાનો પ્રેમ લાગે છે. રઢ લાગે છે. ગુરુજી પણ તેના ઉપર કૃપા કરીને સમજાવે છે. 11411 Page #108 -------------------------------------------------------------------------- ________________ ચોથી દીપ્રા દૃષ્ટિ ૯૧ વેદ્ય બંધ શિવ હેતુ છે જી, સંવેદન તસ નાણ. નય નિક્ષેપે અતિભલું જી, વેદ્ય સંવેદ્ય પ્રમાણ. મનમોહનO IFા ગાથાર્થ - બંધનાં અને મુક્તિનાં જે કારણો છે તે “વેદ્ય” કહેવાય છે. તે બન્નેનું જે જ્ઞાન છે તેને સંવેદન કહેવાય છે. નય અને નિક્ષેપાઓ પૂર્વક વેદ્યભાવોનું અતિશય ભલું એવું જે જ્ઞાન તે વેદ્યસંવેદ્યપદ છે. એમ તમે પ્રમાણપૂર્વક જાણી. II૬ll વિવેચન - આ આત્મા મોહની પરાધીનતાના કારણે અનાદિકાળથી સંસારના સુખોનો અતિશય રાગી અને દુઃખોનો અત્યન્ત કેવી છે. તેના કારણે જ સુખનાં સાધનોનું અને દુ:ખનાં સાધનોનું જ્ઞાન ઓછી મહેનતે સહેલાઈથી પ્રાપ્ત થાય છે. સુખદુઃખ, અનુકૂળ-પ્રતિકૂળ, સગવડતા-અગવડતા, મિત્ર-શત્રુ, આ બધા ભાવો વિના ઉપદેશે આ જીવને સમજાઈ જ જાય છે. સમજવા પ્રયત્ન કરવો પડતો નથી. પરંતુ સંસારની જન્મ-મરણાદિ દુ:ખોની ખાણોમાંથી ઉગારનાર જે તત્ત્વજ્ઞાન છે તે જ સાચું “વેદ્ય' જાણવા યોગ્ય છે. તેને જ અહીં “વેદ્ય” તરીકે સમજાવે છે. કર્મબંધનાં કારણો શું ? અને કર્મોના ક્ષય દ્વારા પ્રાપ્ત થનારી મુક્તિનાં કારણો શું ? અર્થાત્ બંધ અને શિવનાં જે જે કારણો છે તે જ આત્માર્થી જીવોને સાચેસાચ જાણવા યોગ્ય છે. જેથી બંધકારણોને છોડીને શિવકારણોને આદરી શકે. માટે બંધ અને શિવનાં કારણો તે વેદ્ય સમજવાં. તેનું શાસ્ત્રોને અનુસારે નય અને નિક્ષેપાઓ સાથે જે સૂક્ષ્મજ્ઞાન થાય છે તે જ્ઞાનને વેદ્યસંવેદ્ય કહેવાય છે. આવા પ્રકારનું જ્ઞાન જે સ્થાનમાં થાય છે તે સ્થાનને પદ કહેવાય. એટલે બંધ અને શિવનાં કારણોનું નય તથા નિક્ષેપાઓ પૂર્વક યથાર્થ જ્ઞાન જે સ્થાનમાં થાય છે તે સ્થાનને “વેદ્યસંવેદ્ય પદ” કહેવાય છે. Page #109 -------------------------------------------------------------------------- ________________ આઠ દૃષ્ટિની સઝાય - યોગદષ્ટિ સમુચ્ચય નામના ગ્રંથમાં પૂ. શ્રી હરિભદ્રસૂરિજીએ કહ્યું છે કે - वेद्यं संवेद्यते यस्मिन्नपायादिनिबन्धनम्। तथाऽप्रवृत्तिबुद्धयाऽपि, स्याद्यागमविशुद्धया॥७३॥ तत्पदं साध्ववस्थानाद्भिन्नग्रन्थ्यादिलक्षणम्। अन्वर्थयोगतस्तन्त्रे, वेद्यसंवेद्यमुच्यते ॥४॥ અર્થ - શ્રી આદિ(સ્ત્રી અને ધન વગેરે) અપાયાદિનું (દુઃખનું) જ કારણ છે. માટે તેમાં પ્રવર્તવા જેવું નથી. એ પ્રમાણે આગમના અભ્યાસથી નિર્મળ થયેલી એવી બુદ્ધિપૂર્વક વેદ્ય વસ્તુ જ્યાં સમજાય છે ત્યાં સારી રીતે આત્મા ઉપાદેયમાં સ્થિર અને હેયમાં અસ્થિર રહેતો હોવાથી તેવા પ્રકારના ભિન્નગ્રન્થિ આદિના લક્ષણવાળા પદને શાસ્ત્રોમાં વેદ્યસંવેદ્યપદ કહેવાય છે. ૭૩-૭૪ો. આ સંસારમાં અતિશય રાગના પાત્ર તરીકે ગણાતાં સ્ત્રી અને ધન આદિ (સ્ત્રીને આશ્રયી પુરુષ અને ધન આદિ)દુઃખનાં જ કારણ છે. તેની પ્રાપ્તિ માટે પણ અનેક પ્રકારનાં સાહસ-મુશ્કેલીઓસંકટોકુલેશો-કડવાશ અને માનસિક મુંઝવણો વહોરવી પડે છે. પ્રાપ્ત થયા પછી તેઓનાં મન સાચવવાં, ઇચ્છાએ કે અનિચ્છાએ પણ તેઓને અનુકૂળ વર્તવું જ પડે છે. તેથી એક જાતનું મહાબંધન મનમાં લાગે છે. અનુકૂળ વર્તવા છતાં સગવડતા - અગવડતા પડતાં ક્ષણમાં ખુશી અને ક્ષણમાં નાખુશી, ક્ષણમાં રાગ, ક્ષણમાં રીસ, કજીયા-કડવાશ, ઈષ્ટવિરહ-અનિષ્ટ સંયોગ, ઇત્યાદિ દુઃખોથી જ ભરેલો આ સંસાર છે. તેના વિયોગકાળે તેનાથી પણ અપાર દુઃખ આ જીવને લાગે છે. આવું સુંદર જ્ઞાન જ્યારે આગમાનુસારી બુદ્ધિથી થાય છે. તથા તે સ્ત્રી અને ધનાદિ અપાયનાં કારણ હોવાથી તેમાં પ્રવર્તવા જેવું નથી. તે દુઃખદાયી જ છે. ત્યજવા જેવું જ છે. એવા પ્રકારનું જે સ્થાનમાં સમજાય છે. તથા મુક્તિ Page #110 -------------------------------------------------------------------------- ________________ ચોથી દીપ્રા દૃષ્ટિ ૯૩ જ સાચા સુખનું સ્થાન છે. જ્યાં પરદ્રવ્યોનાં બંધનો નથી, જન્મમરણાદિની વ્યાધિ નથી. કોઈપણ જાતની વૈરવૃત્તિ કે પ્રેમવૃત્તિ નથી. અને તે મુક્તિના ઉપાયો તરીકે રત્નત્રયીની આરાધના, સત્પુરુષોનો સમાગમ, સત્શાસ્ત્રોનું વાંચન, ઉત્તમ પ્રકારનો જ્ઞાનયોગ અને તેને અનુસારે કરાતો ક્રિયાયોગ આ સર્વે શિવસુખનાં કારણો છે. આ પ્રમાણે બંધનાં અને શિવનાં કારણોનું શાસ્ત્રાનુસારે જ્ઞાન, તથા બંધનાં કારણોમાં અપ્રવૃત્તિની બુદ્ધિ અને શિવનાં કારણોમાં પ્રવૃત્તિની બુદ્ધિપૂર્વક કરાતું ઉચ્ચકોટિનું જે જ્ઞાન તે “વેદ્યસંવેધ’ કહેવાય છે. આવા પ્રકારનું ઉત્તમ જ્ઞાન જે સ્થાનમાં મેળવાય તે સ્થાન એટલે કે જ્યારે ગ્રન્થિભેદ થાય, અનિવૃત્તિકરણ કરી સમ્યક્ત્વ પ્રાપ્ત કરાય. ત્યારે જ તેવા પ્રકારનું જ્ઞાન મેળવાય છે માટે તે સ્થાનને વેધસંવેદ્યપદ' કહેવાય છે. આ ાન પણ “નય-નિક્ષેપા પૂર્વકનું અતિભલું” હોવું જોઈએ. આ વાત કંઈક સ્પષ્ટપણે સમજીએ કોઈપણ વસ્તુના સ્વરૂપને વિચારવા-સમજવા માટે બે જાતની દૃષ્ટિ હોય છે. દ્રવ્યદૃષ્ટિ અને પર્યાયદષ્ટિ, જેમ કે પાંચ-દસ તોલા સોનામાંથી હાર-કુંડલ-કંકણ અથવા અન્ય કોઈ અલંકાર ક્રમશઃ બનાવીએ તો તેમાં સુવર્ણ તેનું તે જ રહે છે એવી જે દૃષ્ટિ તે દ્રવ્યદૃષ્ટિ છે. અને આ કુંડલ છે, આ કંકણ છે, એવી અલંકાર તરફની જે દૃષ્ટિ તે પર્યાયદષ્ટિ છે. તે બન્ને દૃષ્ટિને બે નય કહેવાય છે. દ્રવ્યદૃષ્ટિને દ્રવ્યાર્થિકનય અને પર્યાયદષ્ટિને પર્યાયાર્થિકનય કહેવાય છે. નય એટલે દૃષ્ટિ અભિપ્રાય આશય. દ્રવ્યદૃષ્ટિએ આ જગત નિત્ય છે. એકરૂપ છે. અભિન્ન છે. અને પર્યાયદૃષ્ટિએ આ જગત અનિત્ય છે. ભિન્ન-ભિન્નરૂપે છે. અને અનેકતાવાળું છે. દ્રવ્યદૃષ્ટિના (દ્રવ્યાર્થિકનયના) ત્રણ, અને પર્યાયદૃષ્ટિના (પર્યાયાર્થિકનયના) ચાર ભેદ છે. કુલ ૩+૪=૭ નો છે. - Page #111 -------------------------------------------------------------------------- ________________ આઠ દૃષ્ટિની સજ્ઝાય (૧) નૈગમ, (૨) સંગ્રહ, (૩) વ્યવહાર, (૪) ૠજુસૂત્ર, (૫) શબ્દ, (૬) સમભિરૂઢ અને (૭) એવંભૂત. એમ કુલ ૭ નયો છે. તેના સંક્ષેપમાં અર્થ આ પ્રમાણે છે - ૯૪ 6. (૧) નૈગમનય - જે વસ્તુમાં વસ્તુનું વાસ્તવિક સ્વરૂપ ન હોય પરંતુ કાર્યકારણ આદિ સંબંધોને લીધે આરોપ - ઉપચાર કરાય, કલ્પના કરાય તે નૈગમનય, જેમ નદીના કાંઠાને નદી કહેવી, વરસતા વરસાદને સોનું વરસે છે'' એમ કહેવું, પ્રભુની પ્રતિમામાં પ્રભુપણું માનવું, હાથીના પુતળાને હાથી કહેવો, ‘‘આ રસ્તો ક્યાં જાય છે ?'' એમ બોલવું તે સર્વે ઔપચારિક વાક્યો હોવાથી નૈગમનય કહેવાય છે. તત્ત્વાર્થની ટીકામાં ૩૫ચારવદુતો વ્યવહાર: એમ પણ કહ્યું છે તે નૈગમનય વ્યવહારમાં પણ સમાય છે. તે દૃષ્ટિએ જાણવું. (૨) સંગ્રહનય - સંગ્રહ કરવાની, એકીકરણ કરવાની જે બુદ્ધિ, અભેદદર્શક જે અભિપ્રાય તે. જેમ કે ત્રસ હોય કે સ્થાવર હોય, એકેન્દ્રિય હોય કે પંચેન્દ્રિય હોય, પરંતુ સર્વે જીવો સમાન છે એવી બુદ્ધિ, હરિજન હોય કે સવર્ણ હોય પરંતુ સર્વે માનવ સમાન છે. એવો અભિપ્રાય તે સંગ્રહનય, એકીકરણવાળી અભેદ તરફ ઢળેલી જે દૃષ્ટિ તે સંગ્રહનય. (૩) વ્યવહારનય પૃથક્કરણ કરવાવાળી જે દૃષ્ટિ તે, ભેદગ્રાહી જે આશય તે વ્યવહારનય, જેમ કે જીવોના બે ભેદ-ત્રસ અને સ્થાવર, માનવના ચાર ભેદ બ્રાહ્મણ-ક્ષત્રિય-વૈશ્ય અને શૂદ્ર. આ પ્રમાણે ભેદગ્રાહક જે દૃષ્ટિ તે વ્યવહારનય, આ નય કોઈપણ વસ્તુના નજીકના ભૂત-ભાવિ અને વર્તમાન એમ ત્રણે કાળને માન્ય રાખે છે. જેમ કે શેઠના છોકરાને પણ શેઠ કહે. રાજાના છોકરાને પણ રાજા કહે, પ્રધાનપણેથી મુદત પૂરી થવાથી ઉતરી ગયેલાને (માજી પ્રધાનને) પણ પ્રધાન કહે. ગર્ભકાલાદિથી તીર્થંકર પ્રભુને તીર્થંકર સમજે. ઇત્યાદિ. Page #112 -------------------------------------------------------------------------- ________________ 1 sl. ચોથી દીપ્રા દૃષ્ટિ ૯૫ ' (૪) ઋજુસૂત્રનય - વર્તમાનકાળને જ પ્રધાનપણે દેખે, ભૂત-ભાવિને જે ગૌણ કરે છે, જે શેઠપણે વર્તતા હોય તેને શેઠ સમજે, જેનો રાજ્યાભિષેક થયો હોય તેને રાજા સમજે, તીર્થકર પ્રભુ કેવલી થાય ત્યારે જ તીર્થકર કહેવાય. ઈત્યાદિ રીતે વર્તમાનને જ પ્રધાનપણે ગણે. - તથા પોતાની વસ્તુને જ પોતાની માને, પરાયી વસ્તુને પોતાની ન માને તે પણ ઋજુસૂત્રનય. જેમ કે પોતાના પિતા પાસે, પોતાના ભાઈ પાસે અથવા પોતાના પુત્ર પાસે ઘણું ધન હોય તો પણ તેનાથી પોતાને ધનવાન જે ન સમજે, પરંતુ પોતાની માલિકીના પોતાના ધનથી પોતાને ધનવાન સમજે એવો જે અભિપ્રાય તે ઋજુસૂત્રનય. (૫) શબ્દનય - શબ્દને મુખ્ય કરીને જે વાત કરે તે. શબ્દના લિંગ-વચન અને જાતિ પ્રમાણે જે અર્થનો ભેદ કરે તે. જેમ કે વર્તમાન ચોવીસીમાં ૨૪ તીર્થકર ભગવન્તો થયા હોવા છતાં ૨૩ તીર્થકર ભગવન્તો થયા અને એક મલ્લિનાથપ્રભુ તીર્થકરી થયા એમ જે લિંગભેદ આદિ સમજે તે. (૬) સમભિરૂઢનય - શબ્દની વ્યુત્પત્તિ પ્રમાણે થતા અર્થને જે સમજે, તેને જ પ્રધાન કરે છે, જેમ વન પતિ રૂતિ : અને મુવં પતતિ મૂ: જે રાજા હોવા છતાં મનુષ્યોનું જ પ્રધાનપણે રક્ષણ કરે(અને ભૂમિને જતી કરે) તે નૃપ કહેવાય, અને જે ભૂમિનું જ પ્રધાનપણે રક્ષણ કરે(પરંતુ મનુષ્યોના રક્ષણને ગૌણ કરે) તે ભૂપ કહેવાય. (૭) એવંતભૂતનય - શબ્દના અર્થ પ્રમાણે ક્રિયાપરિણત અર્થને જે સ્વીકારે છે. નૃપને પણ નૃપ ત્યારે કહેવાય કે જ્યારે પોતે લડાઈમાં ઉતરીને મનુષ્યોનું રક્ષણ કરતો હોય તો, ભૂપને Page #113 -------------------------------------------------------------------------- ________________ ૯૬ આઠ દૃષ્ટિની સઝાય ભૂપ ત્યારે કહેવાય કે જ્યારે પોતે લડાઈમાં ઉતરીને ભૂમિનું રક્ષણ કરતો હોય ત્યારે. ઈત્યાદિ. આ પ્રમાણે સમજનારા આત્માના જેટલા ભિન્ન ભિન્ન આશય વિશેષો છે. તેટલા નાયો છે. એટલે નયો અપાર છે. છતાં ઉપરોક્ત સાતમાં તે સર્વેનો સમાવેશ થાય છે. હવે નિક્ષેપા એટલે પણ વસ્તુને સમજવા માટેના જે પ્રકારો - રસ્તાઓ તેને નિપા કહેવાય છે. તેના ચાર ભેદ છે. (૧) નામ, (૨) સ્થાપના, (૩) દ્રવ્ય, (૪) ભાવ. આ ચારનું સ્વરૂપ આ પ્રમાણે છે. (૧) નામ - કોઈપણ વસ્તુને ઓળખવા માટે, આદાનપ્રદાન કરવા માટે તેનું પાડેલું જે નામ, તે નામ પણ વસ્તુનું સ્વરૂપ છે. જેમ કોઈ છોકરાનું પાડેલું “દેવેન્દ્ર” એવું જે નામ તે નામ માત્રથી દેવેન્દ્ર છે. અથવા જે સાચો દેવેન્દ્ર છે તેનું પણ દેવેન્દ્ર એવું જે નામ છે તે નામનિક્ષેપ કહેવાય છે. | (૨) સ્થાપના - એટલે આકૃતિ - ચિત્ર - પ્રતિબિંબ. જેમકે દેવલોકમાં દેવોનો જે ઇદ્ર છે. તેનું ચિત્ર, તેની આકૃતિ, તેનું પુતળું વગેરે. (૩) દ્રવ્ય - ભાવનિક્ષેપાની આગળ-પાછળની જે અવસ્થા તે દ્રવ્ય. જેમકે દેવેન્દ્રપણાના ભવની પૂર્વનો ભવ અથવા પછીનો ભવ કે જેમાં તે દ્રવ્ય દેવેન્દ્ર કહેવાય છે. દ્રવ્યનો અર્થ ભાવની પૂર્વાપર અવસ્થા. (૪) ભાવ - જે વસ્તુનું જેવું સ્વરૂપ છે. તેવા સ્વરૂપમાં વસ્તુનું વર્તવું. જેમ કે સાચેસાચ જે દેવ પોતે ઇંદ્રપણાને પામ્યો હોય, ઇન્દ્રપણાને શોભાવતો હોય તે ભાવથી દેવેન્દ્ર કહેવાય છે. આ પ્રમાણે પ્રત્યેક વસ્તુઓ પરત્વે નય અને નિક્ષેપાઓની સમજપૂર્વકનું સાપેક્ષતા પૂર્વકનું (એકાન્ત આગ્રહ વિનાનું) જે ઉત્કટ Page #114 -------------------------------------------------------------------------- ________________ ચોથી દીપ્રા દૃષ્ટિ જ્ઞાન તે “સૂમબોધ” કહેવાય છે. આવા પ્રકારનો અનેકાન્તવાદના વિષયવાળો સૂક્ષ્મબોધ “વેદ્યસંવેદ્યપદ” માં જ આવે છે. કર્મબંધ અને સંસારવર્ધક કારણોને હેયપણે જાણીને તેમાં અપ્રવર્તન કરવાની બુદ્ધિપૂર્વક થયેલું આગમાનુસારી જે જ્ઞાન, તથા શિવપદ(મુક્તિ)નાં કારણોને ઉપાદેયપણે જાણીને તેમાં પ્રવર્તન કરવાની બુદ્ધિપૂર્વક થયેલું આગમાનુસારી જે જ્ઞાન તે “વેદ્યસંવેદ્યપદ” છે. આ પદ જ આત્માને કલ્યાણ કરાવનારૂં છે. આત્માને ઊભા રહેવા માટેનું આ જ સાચું સ્થાન છે, તેથી તેને જ યથાર્થ “પદ” (પગ મુકવાની જગ્યા) કહેવાય છે. મિથ્યાત્વ ગુણસ્થાનકના અન્તિમકાળમાં જીવને આવા પ્રકારના વેદસંવેદ્ય પદને પામવાની તીવ્ર ઉત્કંઠા જાગે છે. અને પોતે અનાદિકાળથી જે અવેદ્યસંવેદ્યપદમાં રહેલો છે. તેના પ્રત્યે ભારોભાર ખેદતિરસ્કાર અને ત્યજવાની ભાવનાનું જોર વધે છે. આવા ઉત્કટ પરિણામોની ધારાના બળે જ આ જીવ અનાદિની ગૂઢ અને દુર્ભેદ્ય એવી પણ રાગ-દ્વેષની ગ્રન્થિનો ભેદ કરે છે. આ બળ જ આત્માને સમ્યત્વ પ્રાપ્ત કરવાની ભૂમિકા સર્જ છે. યોગદષ્ટિ સમુચ્ચયમાં પૂ. શ્રી હરિભદ્રસૂરિજીએ કહ્યું છે કે अवेद्यसंवेद्यपदमपदं परमार्थतः। पदं तु वेद्यसंवेद्यपदमेव हि योगिनाम् ॥७२॥ અર્થ - અવેદ્યસંવેદ્યપદ એ પરમાર્થથી અપદ છે. અને વેદ્યસંવેદ્યપદ એ યોગી આત્માઓને માટે પદ છે. (અર્થાત્ પગ મુકવાની-ઉભા રહેવાની જગ્યા છે.) II૬ / વેદ્યસંવેદ્ય પદ ક્યારે આવે ? શાનાથી આવે ? અને તે આવે ત્યારે આ જીવની પાપપ્રવૃત્તિ કેવી હોય ? આ ત્રણે બાબતો આગળ આવતી ગાથામાં જણાવે છે. આ. ૭ Page #115 -------------------------------------------------------------------------- ________________ ૯૮ આઠ દૃષ્ટિની સઝાય તે પદ ગ્રન્વિવિભેદથી જી, છેહલી પાપપ્રવૃત્તિ તસલોહ પદ ધૃતિ સમીજી, તિહાં હોય અને નિવૃત્તિ | મનમોહન પાછા ગાથાર્થ - આ વેદ્યસંવેદ્યપદ ગ્રન્થિભેદ કરવાથી આવે છે. તેમાં પાપપ્રવૃત્તિ અન્તિમ જ હોય છે. અને તે પણ તપેલા લોઢા ઉપર પગ મૂકવા તુલ્ય કરે છે. અને અન્ત તે પાપની પણ નિવૃત્તિ (અભાવ) થાય છે. છા વિવેચન - આ વેદ્યસંવેદ્યપદની પ્રાપ્તિ ગ્રન્થિભેદથી સાધક આત્માને પ્રાપ્ત થાય છે. અનાદિકાળથી આ આત્મા સંસારસુખોનો ખૂબ જ રસિક છે. અને દુઃખોનો વૈષક છે. તેના કારણે સુખો ઉપર અને સુખના ઉપાયો ઉપર ખૂબ જ રાગ વર્તે છે. અને દુઃખો ઉપર તથા દુઃખના ઉપાયો ઉપર અતિશય દ્વેષ વર્તે છે. દુઃખમય એવા આ સંસારમાં દુઃખપ્રાપ્તિની કોઈની પણ અલ્પમાત્રાએ પણ ઇચ્છા ન હોવા છતાં પહાડ જેટલાં દુઃખો દરેકને આવી પડતાં નજરે નિહાળાય છે. સુખ કદાપિ કોઈનું કાયમ ટકતું નથી. અને કોઈ પણ પ્રકારનું સુખ અનેક ઉપાધિઓ વાળું જ હોય છે. ઉપાધિઓથી મુક્ત હોતું જ નથી. તથાપિ સુખનો રાગ અને દુઃખનો દ્વેષ આ આત્માને અંધ બનાવે છે. આ અજ્ઞાન જ ભવભ્રમણાનું કારણ બને છે. આ દૃષ્ટિમાં આવનારા મુમુક્ષુ સાધક આત્માની આંખ ખુલે છે. આત્મા જાગે છે. તત્ત્વશ્રવણના પ્રતાપે સાચું જ્ઞાન પ્રાપ્ત થાય છે. આ આત્માને હવે સંસારના સુખનો અને સુખના સાધનોનો રાગ મોળો પડે છે. ઘટી જાય છે. હવ-પ્રહત થઈ જાય છે. તેના બદલે મુક્તિના સુખનો રાગ તીવ્ર બને છે. સંસારનાં બંધનોમાંથી છુટવાની તીવ્ર ઇચ્છા વર્તે છે. દુઃખ અને દુઃખના ઉપાયો ઉપરનો દ્વેષ ઘટી જાય છે. જેમ દુઃખ ઉપર દ્વેષ ઘટે છે, તેમ સંસારનાં સુખો ઉપર Page #116 -------------------------------------------------------------------------- ________________ ચોથી દીપ્રા દૃષ્ટિ અને સુખના ઉપાયો ઉપર પ્રીતિ પણ ઘટી જ જાય છે. આ સુખનો રાગ જ મને સંસારમાં ડૂબાડે છે. એવું સાચું ભાન થાય છે. દૃષ્ટિ ઉઘડવાથી સાચું ભાન અને વૈરાગ્ય થવાથી સુખ-દુઃખ ઉપરના રાગદ્વેષને બદલે મુક્તિસુખનો રાગ અને સંસારસુખનો દ્વેષ વર્તે છે. આ પ્રમાણે સંસારસુખ દુઃખ ઉપરની અનાદિની રાગદ્વેષની ગાંઠ અહીં ભેદાય છે. પ્રથમની ત્રણ દૃષ્ટિઓના અભ્યાર્સ દ્વારા આ ગ્રન્થિ એ ગ્રન્થિ છે એમ ઓળખાય છે. જ્યારે આ ચોથી દૃષ્ટિ દ્વારા તેનો ભેદ કરાય છે. જેમ એક સોપારી ગાંઠરૂપ હોવાથી ખાઈ શકાતી નથી. પરંતુ તેનો ચૂરો કરવાથી તે સુખે સુખે ખવાય છે. તેવી રીતે રાગ-દ્વેષની આ ગાંઠ ભેદાવાથી હવે જીવને પાંચમી દૃષ્ટિ શરૂ થતાં જ સમ્યક્ત્વની અને વેદ્યસંવેદ્યપદની પ્રાપ્તિ થાય છે. તેની પ્રાપ્તિ માટેની આ સાધક આત્માની ભૂમિકા અતિશય મજબૂત થઈ જાય છે-પાયો ઘણો મજબૂત થઇ ગયો છે. 22 ગ્રન્થિભેદ થવાથી અને સમ્યક્ત્વ તથા વેદ્યસંવેદ્યપદ અતિશય આસન્ન હોવાથી તેમજ વિવેકબુદ્ધિ વિશેષ વિકસિત થયેલ હોવાથી આ આત્મા પાપપ્રવૃત્તિ આદરતો નથી. પાપપ્રવૃત્તિ ત્યજતો જ જાય છે અને ધર્મપ્રવૃત્તિ આદરતો જ જાય છે. કાચ કોઈ પૂર્વબદ્ધ કર્મનો ઉદય તીવ્ર હોય અને તેની પરાધીનતાથી કોઈ પાપપ્રવૃત્તિ આ જીવને કદાચ કરવી જ પડે તો પણ તે પ્રવૃત્તિ અન્તિમ છે. છેલ્લી છે. હવે પછી આવી પ્રવૃત્તિ નથી જ કરવાની, એમ સમજીને હૃદયના ભાવ વિના આચરે છે. એટલું જ નહીં પરંતુ પાપનો ડર એટલો બધો . આ આત્મામાં વ્યાપી ગયો છે કે સાધક આત્માને જે કોઈ સાંસારિક જવાબદારીઓના પ્રતિબંધને કારણે પાપપ્રવૃત્તિ કરવી પડે છે તે પણ તપેલા લોઢા ઉપર પગ મૂકવા તુલ્ય લાગે છે. સારાંશ કે તપેલા લોઢા ઉપર પગ મૂકવો જ પડે તેવા સંજોગો ઊભા થાય તો તે કાળે લોઢા ઉપર પગ મૂક્યો ન મૂક્યો Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ અને આ રીતે પાપ વરિ કરતી વખ આઠ દૃષ્ટિની સઝાય અને તુરત ઉપાડી લે છે. મૂકે છે ત્યારે પણ વેદનાના કારણે રડે છે. એવી રીતે પાપ પ્રવૃત્તિ કરી ન કરી અને તેમાંથી તુરત નિવૃત્તિ કરે છે અને તે પાપપ્રવૃત્તિ કરતી વખતે પણ અત્તરવેદનાથી આ જીવ રડે છે. ગ્રંથભેદ થયા પછી આ જીવને પાપનો પસ્તાવો, પાપનો ડર, અને પાપથી દૂર જ રહેવાની એવી ઉમદા બુદ્ધિ પ્રગટે છે કે કદાચ પાપપ્રવૃત્તિ કરવી જ પડે તો તે પ્રવૃત્તિ તતલોહપદન્યાસસમવૃત્તિ હોય છે. આ કારણે જ આ પાપપ્રવૃત્તિ અન્તિમ જાણવી. આ પ્રવૃત્તિ પછી પાપપ્રવૃત્તિની નિવૃત્તિ(અભાવ) જ થાય છે. સર્પની સાથેનો સહવાસ કેવો છે ? તેનું એકવાર સાચું ભાન થાય તે આત્મા કદાપિ સર્પની સાથે રહેવાનો કે રમવાનો શું પ્રયત્ન કરે ? અર્થાત્ પ્રયત્ન ન જ કરે. તેવી જ રીતે આ મુમુક્ષુ આત્માને પાપો એ સર્પથી પણ વધુ ભયંકર લાગ્યાં છે. તેથી પાપ પ્રવૃત્તિ સર્વથા બંધ થાય છે. એકવાર પણ પાપના સ્વરૂપનો અને પાપના વિપાકનો ખ્યાલ આવે છે તે આત્મા જીવનમાં પાપ કરવાનો કદાપિ વિચાર કરતો નથી. આ વાત સહેજે સમજાય તેમ છે. અત્યાર સુધીના સંસારના સુખની આસક્તિ જ એવી હતી કે પાપનો વિપાક અનેકવાર અનુભવ્યો હોવા છતાં પણ ફરી ફરી તેવા પાપની પ્રવૃત્તિ કરાવ્યા જ કરતી હતી. પરંતુ ગ્રન્થિભેદ થવાના કારણે પાપપ્રવૃત્તિનો વિપાક ભયંકર લાગ્યો છે. તHલોહ ઉપર એકવાર પગ મૂકવાનો પ્રસંગ આવ્યો હોય અને પોતે જાતે તેનો અનુભવ કર્યો હોય તો તે જીવ ફરીથી તે તHલોહ ઉપર પગ મૂકવાનો દિવસ આવે તેવી પ્રવૃત્તિ શું કરે ? અર્થાત્ ન જ કરે. તેવી રીતે આ જીવને પાપ પ્રવૃત્તિનો વિપાક અતિશય દુઃખદાયી તરીકે સાલે છે તેથી અલ્પ પણ પાપપ્રવૃત્તિ આ જીવ આચરતો Page #118 -------------------------------------------------------------------------- ________________ ચોથી દીપ્રા દૃષ્ટિ ૧૦૧ નથી. પાપમય પરિણામને બદલે આ જીવના ધર્મમય પરિણામ થઈ જાય છે. કષાયો અને વિષયવાસનાઓનું જોર મંદ પડી જાય છે. અને પરિણામની ધારા નિર્મળ બની જાય છે. તેના પ્રતાપે મિથ્યાત્વ મોહનીય કર્મની સ્થિતિ અંતઃકોડાકોડી સાગરોપમથી વધારે બંધાતી જ નથી. આવા પ્રકારની આવેલી આ વિશુદ્ધિ અલ્પકાળમાં જ મિથ્યાત્વગુણસ્થાનકનો અંત કરાવીને “વેદ્યસંવેદ્યપદ” પ્રાપ્ત કરાવનાર બને છે. ગ્રંથિભેદ, અપૂર્વતત્ત્વશ્રવણ, સદ્ગુરુઓ દ્વારા ઉત્તમ ધર્મસિંચન અને નિર્મળ પરિણતિ ઇત્યાદિ ગુણો દ્વારા આ આત્મા એવો ઘડાઈ જાય છે કે જે આત્માને સંસારસુખ વિના નહી જ ચાલે એવું લાગતું હતું, તેના બદલે તેનુ દર્શન પણ દુ:ખદાયી જ માત્ર લાગે છે. સુખનુ દર્શન પણ ન જોઈએ એમ લાગે છે. અને જે ધર્મ અને ધર્મના ઉપાયોનું દર્શન પણ ન જોઈએ એમ લાગતું હતું તેને બદલે તેના વિના નહીં જ ચાલે એમ લાગે છે. આ પ્રમાણે આ આત્માની પરિસ્થિતિ બધી બદલાઈ જાય છે. આ બધો ચોથી દૃષ્ટિનો અને તેના અંતે પ્રાપ્ત થનારા સૂક્ષ્મબોધનો પ્રભાવ છે. આ ગાથામાં વેદ્યસંવેદ્યપદ સમજાવ્યું. III હવે અવેદ્યસંવેદ્યપદ સમજાવે છે એહ થકી વિપરીત છે જી, પદ તે અવેદ્યસંવેદ્યા ભવાભિનંદી જીવને જી, તે હોય વજ અભેદ્યા મનમોહન૦ ૮૫ ગાથાર્થ આ વેદ્યસંવેદ્યપદથી જે વિપરીત પદ તે અવેદ્યસંવેદ્ય પદ કહેવાય છે. આ પદ ભવાભિનંદી જીવને હોય છે. અને તે વજ્ર જેવું અભેદ્ય હોય છે. ૧૮૫ – Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ આઠ દૃષ્ટિની સઝાય વિવેચન- ઉપર વેદ્યસંવેદ્યપદનું સ્વરૂપ સમજાવ્યું છે. બંધ અને મુક્તિનાં કારણોનું આગમાનુસારી અપ્રવૃત્તિ અને પ્રવૃત્તિની બુદ્ધિપૂર્વકનું જે જ્ઞાન તે વેદ્યસંવેદ્યપદ છે. તેનાથી તદન વિપરીત જે પદ તે અવેદ્યસંવેદ્ય પદ છે. આ અવેદ્યસંવેદ્યપદમાં - સૂક્ષ્મબોધ હોતો નથી. ગ્રન્થિભેદ થતો નથી. પાપ ન કરવાની બુદ્ધિ થતી નથી અને સંસારના સુખ-દુ:ખ વિષયક તીવ્ર રાગવૈષની પરિણતિનો અભાવ થતો નથી. સંસારમાં જન્મ-મરણ-રોગ-શોક-ઈષ્ટવિયોગ અને અનિષ્ટ સંયોગનાં ભયંકર દુઃખો સાક્ષાત્ અનેકવાર અનુભવ્યાં છે. છતાં સંસારની ભયંકરતા આ જીવને સમજાતી નથી. આવા પ્રકારનું આ અવેદ્યસંવેદ્યપદ ભવાભિનંદી જીવોને હોય છે. આ અવેદ્યસંવેદ્યપદ અને પૂર્વે સમજાવેલું વેદ્યસંવેદ્ય પદ એમ બન્નેમાં કેટલી વિલક્ષણતા છે તે જાણવા જેવી છે કે - મુક્તિ અનંત સુખનું નિધાન છે અને મુક્તિના સુખનાં સાધનો કલ્યાણકારક છે. આ વાતનો એકવાર પણ અનુભવ આ આત્માએ કર્યો નથી તો પણ વેદ્યસંવેદ્યપદ પ્રાપ્ત થાય ત્યારે તેના અચિજ્ય પ્રભાવથી વિના અનુભવે પણ તે વિષય પરત્વે મજબૂત શ્રદ્ધા થઈ જાય છે. અને સંસારનાં દુઃખો તો દુઃખદાયી છે જ. પરંતુ સુખો પણ પરિણામે દુઃખદાયી જ થયાં છે એવો અનેકવાર ભૂતકાળમાં આ જીવે અનુભવ કર્યો છે. તો પણ અવેદ્યસંવેદ્યપદના પ્રભાવથી તેની વાસ્તવિક ભયંકરતાનો વિશ્વાસ બેસતો નથી. સાક્ષાત્ અનુભવ થવા છતાં પણ તે કામ આપતો નથી. આવા ઉંધા પાટા બંધાવાનું કામ જ આ પદ કરે છે. સંસારસુખની અત્યન્ત આસક્તિ જ આ કામ કરે છે. અને આ આસક્તિ ભવાભિનંદી જીવને હોય છે. તેથી આ અવેદ્યસંવેદ્યપદ ભવાભિનંદી જીવને સંભવે છે. સંસારના સુખમાં જ આનંદ પામવાના સ્વભાવવાળા જીવને ભવાભિનંદી કહેવાય છે. Page #120 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩ ચોથી દીપ્રા દૃષ્ટિ આવા જીવોનું આ અવેદ્યસંવેદ્યપદ ઘણુ મજબૂત હોય છે. વજની જેમ ન ભેદી શકાય તેવું કઠોર-અભેદ્ય હોય છે. યોગદષ્ટિ સમુચ્ચયમાં કહ્યું છે કે - अवेद्यसंवेद्यपदं विपरीतमतो मतम्। भवाभिनन्दिविषयं, समारोपसमाकूलम्॥५॥ ભવાભિનંદી જીવ ભવસુખમાં જ આનંદ માનનાર છે. વારંવાર દુઃખ અનુભવવા છતાં પણ સંસારસુખની પ્રીતિ વિષ્ટાના કીડાની જેમ જતી નથી. સાંસારિક સુખની અતિશય આસક્તિના કારણે ભવાભિનંદી જીવ અનેક પ્રકારના દોષોથી ભરેલો હોય છે. તે દોષો હવે પછીની ગાથામાં સમજાવે છે. ૮ લોભી કૃપણ દયામણોજી, માયી મચ્છર ઠાણ ! ભવાભિનંદી ભયભર્યોજી, અફલ આરંભ અયાણ || મનમોહન હો ગાથાર્થ - ભવાભિનંદી એવો જીવ લોભી, કૃપણ, દયાનું પાત્ર, માયાવી, માત્સર્યયુક્ત, ભયોથી ભરેલો, નિષ્ફળ આરંભ કરનાર, અને અજ્ઞાની હોય છે. વિવેચન - ભવાભિનંદી જીવ અવેદ્યસંવેદ્ય પદના પ્રભાવ નીચે દબાયેલો છે. તે પદના પ્રભાવે આવા પ્રકારના જીવમાં નીચે મુજબના આઠ દોષો પ્રધાનતાએ હોય છે. (૧) લોભી - માંગવાના સ્વભાવવાળો, યાચકવૃત્તિ યુક્ત. પોતાની પાસે અનેક વસ્તુ હોવા છતાં પણ કોઈની પાસેથી કોઈ વસ્તુ મળી શકે તેમ હોય તો લેવાનું નહી ભૂલનારો જીવ લોભી કહેવાય છે. પોતાને અનુકૂળ કોઈપણ વસ્તુ જો અન્ય પાસે દેખે અને મળી શકે તેમ લાગે તો અનેકવિધ ઉપાયો અજમાવીને પણ Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ આઠ દૃષ્ટિની સઝાય તે વસ્તુ મેળવવાની તીવ્ર ઇચ્છા તે લોભ કહેવાય છે. અન્યશાસ્ત્રમાં આ દોષનું નામ “લાભરતિ” કહ્યું છે. હંમેશાં વધારેને વધારેની ઇચ્છાવાળો, લાલચુવૃત્તિવાળો, પાંચ મળે તો પચીસની ઇચ્છાવાળો થાય, અને પચીસ મળે તો સોની ઇચ્છાવાળો થાય. આવા પ્રકારની લાભરતિ-લાલચુવૃત્તિ આ જીવમાં હોય છે. (૨) કૃપણ - સુદ્રતાવાળો, તુચ્છતાવાળો, થોડુક સંસારસુખ મળે તો પણ રાજા રાવણ જેટલું અભિમાન કરનારો, હર્ષાવેશમાં આવી નાચનારો, આ જીવ હોય છે. તથા બીજાની નાની ભૂલને પણ જતી ન કરનાર, અનુદાર, નાની વાતને મોટી કરીને ક્રોધાદિ કરનાર, તુચ્છ પ્રકૃતિવાળો આ જીવ હોય છે. પોતાને કોઈ અલ્પ પણ નુકશાન કરે તો મહાભારત જેવું યુદ્ધ કરનારો જે જીવ તે કૃપણ કહેવાય છે. (૩) દયામણો-દયાપાત્ર -દીન-આ આત્મા જ્યારે જુઓ ત્યારે જાણે ઘણા દુઃખથી દબાયેલો જ ન હોય, માથે જેમ દુઃખના પહાડ પડ્યા હોય તેમ દીનતાવાળો જ થઈને જીવે. આખી દુનીયાનું દુઃખ જાણે પોતાના માથે જ આવી પડ્યું હોય એમ ગ્લાનિવાળો, ઉદાસ થઈને જ ફરે છે. અલ્પ પણ દુઃખ સહન કરવાની સહનશીલતા હોતી નથી. સુખની અતિશય આસક્તિના કારણે જ્યાં ત્યાં પોતાનાં દુઃખો જ ગાતો ફરે જેથી કદાચ કોઈ દયા કરે. દુઃખ સહન કરવાની ટેવ પાડ્યા વિના આત્મસાધના થતી જ નથી. કોઈપણ દુઃખ ચિરસ્થાયી હોતું જ નથી. પછી કંઈક સમભાવે ભોગવે તો આ દીનતા દૂર કરી શકાય છે. અવેદ્યસંવેદ્યપદના પ્રતાપે આ દીનતા જીવમાંથી જતી જ નથી. (૪) માયાવીપણું -કપટવૃત્તિ-શઠતા-લુચ્ચાઈ-દંભસેવન. ભવાભિનંદી જીવો સાચે જ શઠ એટલે લુચ્ચાઈવાળા હોય છે. પોતાનો સ્વાર્થ સાધવા સામેની વ્યક્તિને ગમે તેમ આડું અવળું Page #122 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫ ચોથી દીપ્રા દૃષ્ટિ સમજાવીને પણ લુચ્ચાઈ આદરે છે. હૈયામાં જુદા ભાવ અને હોઠે જુદા ભાવ આ જીવોમાં હોય છે. માયાવી માણસોનો કોઈ વિશ્વાસ કરતું નથી. બોલવામાં મીઠાશ રાખે અને હૃદયમાં આકરી કાતર રાખે. આવો માયાવી જીવોનો સ્વભાવ હોય છે. મોક્ષમાર્ગની સાધના કરનારા જીવોએ આ માયા છોડવી જ જોઈએ. સંસારસુખના અર્થી આ ભવાભિનંદી જીવો તો માયા કરે. પરંતુ ઘણી વખત ધર્મક્રિયા આચરનારા, પોતાને ધર્મી માનતા અને કહેવરાવતા એવા પણ કેટલાક જીવો બગલાની જેમ બાહ્ય આચરણ શુદ્ધ રીતે પાળે પરંતુ અંતર પરિણામથી કષાયોની તીવ્ર માત્રાવાળા હોય છે. ઉત્તમ થવાની મનોવૃત્તિવાળાએ આ માયા દોષ દૂર કરવો જ જોઈએ. પાપનો કે પાપના વિપાકનો જેટલો આ જીવને ડર નથી, તેટલો ડર પાપની જાહેરાતનો છે. તે કારણે પાપને છાવરવા અને પોતાની જાતને શુદ્ધ અને મોટી બતાવવા આ જીવ માયા કરે છે. ભવાભિનંદી જીવો માયાથી ભરપૂર હોય છે. (૫) માત્સર્યયુક્ત - માયા દોષને લીધે જીવને મોટાભાગે પોતાની જાત સારી દેખાડવાની મનોવૃત્તિ સદા હોય છે. તેના માટે જ માયા કરે છે. એટલે મારા કરતાં બીજો સારો છે, આ વાત આ જીવથી સહન થતી નથી. આ ભવાભિનંદી જીવની ઇચ્છા એવી હોય છે કે હું જ સર્વથી સારો દેખાઉં. બીજા બધા મારાથી હીન દેખાય. પરંતુ સંસારમાં એવું બનતું નથી. બીજા જીવો પણ અનેકગુણે કરી સારા હોઈ શકે છે. ત્યારે તે જીવોનું સારાપણું આ જીવને ખટકે છે. દુઃખદાયી થાય છે. તેના ગુણોમાં પણ દોષો જ કાઢે છે. અન્ય આત્માના ગુણો સહન કરવાની પાત્રતા આ જીવમાં હોતી નથી. આ જ માત્સર્યભાવ છે. પરની ચઢતીમાં સદા દુઃખી થવું, પરના ગુણોમાં પણ દોષો દેખવા, આ સર્વ માત્સર્ય છે. આ જીવમાં ઘણી વખત એવા સ્વભાવો હોય છે કે બે જીવોએ સાથે Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ આઠ દૃષ્ટિની સજ્ઝાય જ જુદો જુદો ધંધો ચાલુ કર્યો હોય, બન્ને સારું કમાયા હોય, છતાં એક કરતાં બીજો વધુ કમાયો હોય તો પહેલા જીવને પોતાની થયેલી ઘણી કમાણીનો જેટલો આનંદ હોય છે તેના કરતાં બીજાને વધુ કમાણી થઈ હોય તેનું દુ:ખ વધારે હોય છે. આ જ માત્સર્ય દોષનો પ્રતાપ છે. (૬) ભયભીતાવસ્થા આ જીવો ભવાભિનંદી છે. એટલે સુખના અતિશય રસિક છે. અને દુઃખથી ડરનારા છે. આ કારણે જ ભયોથી ભરેલા છે. આવેલાં સુખો ચાલ્યાં તો નહી જાયને ? ભાવિકાળમાં કોઈપણ જાતનું દુ:ખ તો શું નહી આવેને ? સ્ત્રી-ધન ચાલ્યાં જશે તો એકલો હું શું કરીશ ? સરકારી લોકો રેડ પાડશે તો અથવા સગાં-વહાલાં કોઈ ધન માગશે તો શું જવાબ આપીશ ? આવા ભયોથી ભરેલો આ જીવ હોય છે. તથા અતિશય એવી સુખની ઘેલછાના કારણે ઘણાં ઘણાં ગુપ્ત પાપો પણ કર્યા હોય છે કે જે પોતે જ જાણતો હોય છે. તે બધાં પાપો જો ઉઘાડાં થશે તો હું શું કરીશ ? આ પ્રમાણે સંસાર-સુખનો અત્યન્ત રસિક જીવ સુખ ભોગવવાને ટેવાયેલો હોવાથી અને દુઃખ વેઠવાને ટેવાયેલો ન હોવાથી સદા ભયયુક્ત જ તેનું જીવન હોય છે. - આ (૭) અકળ આરંભ - આ ભવાભિનંદી જીવો સંસારસુખની રસિક્તાના કારણે અને તેમાં આવનારા વિઘ્નોથી ભયભીતતાના કારણે “સુખ સદા કેમ રહે ? અને દુઃખ કદાપિ ન આવે” એવા એક જ લક્ષ્યથી જુદાં જુદાં કાર્યો, ધંધાઓ – વ્યવસ્થાઓ અને ધર્માચરણ આદિ કરે છે. પરંતુ સંસારનું સુખ પુણ્યોદય હોય ત્યાં સુધી જ ટકે છે. પાપોદયકાળ આવે તો દુ:ખો આવે જ છે. એટલે ઉત્કટ કોટિનો પ્રયત્ન કરવા છતાં પણ સુખ જતું રહે અને દુ:ખ આવે એવા અનુભવો દેખાવા છતાં પણ આ જીવ સુખને ટકાવવા અને દુ:ખને રોકવા પ્રયત્નો આરંભે છે પરંતુ તે નિષ્ફળ જ જાય Page #124 -------------------------------------------------------------------------- ________________ ચોથી દીપ્રા દૃષ્ટિ ૧૦૭ છે. તેના માટે ઘણી પ્રવૃત્તિઓ કરે છે. પરંતુ પાપોદય તીવ્ર હોવાથી આરંભેલી એક પણ પ્રવૃત્તિ ફળદાયી થતી નથી. પરિણામે સંસાર-સુખને ટકાવવામાં જ અને દુઃખને રોકવામાં જ માનવજીવન પૂર્ણ થવા આવે છે. અચિન્ત ચિંતામણિતુલ્ય આ ભવ સમાપ્ત જ થઈ જાય છે. ધર્મગુરુઓ ધર્મદેશના દ્વારા ઘણું ઘણું સમજાવે તો પણ અસારમાં સારબુદ્ધિ, અતત્ત્વમાં તત્ત્વબુદ્ધિ વગેરે મિથ્યાજ્ઞાનના કારણે તે જીવની દૃષ્ટિ બદલાતી નથી. અતત્ત્વના અભિનિવેશના કારણે આદરેલી પ્રવૃત્તિઓ નિષ્ફળ જતી હોવા છતાં પણ આ જીવની તે તે પ્રવૃત્તિઓ અટકતી નથી. (૮) અજ્ઞાનતા - મોહની પારતંત્રતાના કારણે સંસારસુખની તીવ્ર ઝંખના હોય છે. સમર્થજ્ઞાનીઓ સમજાવે તો પણ આ જીવ સમજવા તૈયાર થતો નથી. જ્યાં ઉપાદેયભાવ બુદ્ધિમાં બેઠો છે. તે દુઃખદાયક અને વિવિધ વિડંબનાકારક હોવા છતાં અને ગીતાર્થ જ્ઞાનીઓ સમજાવનાર મળવા છતાં પણ પોતાના વિચારોથી આ જીવ અલ્પ પણ પરાવર્તન પામતો નથી. બલ્ક સમજાવનારા ગીતાર્થ જ્ઞાનીઓ પાસેથી પણ મંત્ર-તંત્ર-જડીબુટ્ટી કે કોઈપણ જાતના દોરાધાગાથી પોતાની સંસારસુખની રસિકતા પોષાતી હોય તો તે કરવા ઝંખે છે. ગીતાર્થ જ્ઞાનીઓ આ વિષયમાં પડતા નથી, એટલું પણ જ્ઞાન આ મૂર્ખમાં હોતું નથી. એટલે તત્ત્વથી આ જીવ સર્વથા અજ્ઞાન હોય છે. સંસારમાં પણ અર્થ-કામની સાધના કરવામાં જે આત્મા અજ્ઞાની - મૂર્ણ હોય છે તે અર્થ-ઉપાર્જનનું અને કામસુખની પ્રાપ્તિનું કાર્ય કરી શકતો નથી તો પછી આત્મસાધનાના કાર્યમાં જે જીવ અજ્ઞાની હોય છે, તેને સફળતા મળે જ ક્યાંથી ? પરંતુ ભવાભિનંદી જીવ અજ્ઞાની હોવાથી આવી વાતમાં તે મૂર્ખ જ છે. મૂર્ખ માણસ જેમ સંસારમાં ક્યાંય સ્થાન પામતો નથી, વિશ્વાસ પામતો નથી તેમ Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ ભવાભિનંદી જીવ પણ ધર્મજ્ઞાનથી અજ્ઞાની જ છે. આ પ્રમાણે ભવાભિનંદી જીવો અવેદ્યસંવેદ્યપદના પ્રતાપે ઉપર કહેલા આઠ દોષોથી ભરપૂર હોય છે. જ્યાં સુધી અવેઘસંવેદ્ય પદ જીતાતું નથી એટલે કે દૂર થતું નથી ત્યાં સુધી પણ જતા નથી. તેથી આત્માર્થી મુમુક્ષુ સાધકોએ આ જીતવું જ જોઈએ. [૯] આ આઠ દોષો અવેદ્યસંવેદ્યપદ અવેદ્યસંવેદ્યપદ જીતવાના ઉપાયો ગ્રંથકારશ્રી સમજાવે છે એવા અવગુણવંતનું જી, પદ છે અવેદ્ય કઠોર । સાધુસંગ આગમતણો જી, તે જીતે ધરી જોર ।। મનમોહન૦ ||૧૦| ગાથાર્થ આવા પ્રકારના અવગુણો(દોષો)વાળા જીવનું અવેદ્યસંવેદ્યપદ ઘણું કઠોર(દુર્ભેદ્ય) છે. પરંતુ સાધુપુરુષોનો સંગ કરવાથી અને આગમશાસ્ત્રોનું વારંવાર શ્રવણ-મનન કરવાથી આત્મબળ વિકસાવવા દ્વારા તે પદ જીતી શકાય છે. ।।૧૦। આઠ દૃષ્ટિની સજ્ઝાય - વિવેચન નવમી ગાથામાં જણાવેલા ક્ષુદ્રતા આદિ અવગુણો(દોષો)વાળા ભવાભિનંદી જીવો અનેક દુર્ગુણોની ખાણ છે. કારણ કે આ આઠ દુર્ગુણો તો પ્રધાનપણે જણાવ્યા છે. આવા બીજા પણ અનેક દોષો હોય જ છે. તથા આ આઠ દોષો બીજા અનેક દોષોને લાવે પણ છે. એટલે ઘણા દોષોથી ભરેલા આ જીવો છે. આવા દોષપ્રધાન જીવોનું અવેધસંવેદ્યપદ અતિશય કઠોર હોય છે. એટલે કે વજ્રની જેમ દુર્ભેદ્ય હોય છે. તેને જીતવાના ઉપાયો આ ગાથામાં જણાવે છે કે - કઠોર એવા અવેદ્યસંવેદ્યપદને જીતવાનો પ્રથમ ઉપાય સાધુસંગ છે. અને બીજો ઉપાય આગમ શ્રવણ-મનન છે. અથવા આગમશ્રવણ Page #126 -------------------------------------------------------------------------- ________________ ચોથી દીપ્રા દૃષ્ટિ માટે જ કરાતો સાધુસંગ, અથવા સાધુસંગ દ્વારા જ કરાતું આગમશ્રવણ એ ઉપાય છે. એવો અર્થ પણ થાય છે. ભાવાર્થ આ પ્રમાણે છે. આ અવેધસંવેદ્યપદ એટલે તાત્ત્વિક દૃષ્ટિએ ઘોર અજ્ઞાનદશા જ છે. તેથી આવા પ્રકારની અજ્ઞાનદશાને જીતવી હોય તો તેની સામે પ્રબળ એવી જ્ઞાનદશા આ જીવે મેળવવી જ જોઇએ. જ્ઞાનદશા વડે જ અજ્ઞાનદશા જીતાય છે. જ્ઞાનદશા પ્રાપ્ત કરવાના મુખ્યત્વે બે ઉપાય છે. એક ઉપાય એ છે, કે “સાધુસંગ” એટલે કે સાધુ મહાત્માઓ કે જે સંસારના ત્યાગી છે પાંચ મહાવ્રત અને પંચાચારના પાલક છે જિનેશ્વર પરમાત્માનાં આગમશાસ્ત્રો ભણેલા, જ્ઞાની અને ગીતાર્થ છે. પોતે વૈરાગી છે. વૈરાગ્યવાહિની દેશના આપવામાં દક્ષ છે. એવા ઉત્કટ ગુણોથી ભરપૂર એવા સાધુપુરુષોનો સમાગમ, સહવાસ, તેઓની પાસેથી જ્ઞાનપ્રાપ્તિ કરવી આ પ્રથમ ઉપાય છે. સાધુ પુરુષો જ આ વિષયના અનુભવી વૈદ્ય છે. તેઓની પાસેથી જેમ જેમ જ્ઞાનગંગા પ્રાપ્ત થતી જાય છે. તેમ તેમ અનાદિની અજ્ઞાનદશા સ્વરૂપ આ અવેદ્યસંવેદ્યપદ જીતાય છે. ૧૦૯ બીજો ઉપાય છે. આગમાભ્યાસ, જૈનશાસ્ત્રોમાં ભૂતકાળમાં થયેલા મહાન ગીતાર્થ આચાર્યોએ ભવ્યજીવોના કલ્યાણ માટે પરમાત્મા વીતરાગ દેવની વાણી વિવિધ પ્રકારે વર્ણવેલી છે. પોતપોતાની કક્ષા પ્રમાણે આ મહાત્માઓ પાસેથી આવાં શાસ્રો સાંભળવાથી, ભણવાથી, તેના ચિન્તન-મનનથી, જ્ઞાનદશા આ આત્મામાં જાગવાથી પણ અવેદ્યસંવેદ્યપદ જીતાય છે. મૂળ ગાથામાં “સાધુસંગ આગમતણો જી” જે પદ છે. તેમાંથી ગર્ભિત અર્થ એવો પણ થાય છે કે સાધુનો સંગ આગમ અભ્યાસ માટે જ કરવો. પરંતુ સાંસારિક પ્રલોભનો માટે કરવો ઉચિત નથી. તથા આગમતણો અભ્યાસ સાધુના સંગથી જ કરવો પરંતુ સ્વતંત્રમતિથી કે સ્વચ્છંદ રીતે ન કરવો. આ અર્થથી એવો પણ ભાવ નીકળે છે કે Page #127 -------------------------------------------------------------------------- ________________ આઠ દૃષ્ટિની સજ્ઝાય સાંસારિક વાસનાઓ ત્યજી આત્મકલ્યાણની પ્રાપ્તિ માટે સાધુનો અવશ્ય સંગ કરવો. તેઓનો સંગ જ આ જીવને સંસારથી તારનાર છે. આજકાલ ઘણા લોકો સાધુથી દૂર રહે છે. અને સ્વતંત્રપણે સ્વાધ્યાયની મંડળી જમાવે છે. અને તેને સત્સંગ માની લે છે. પરંતુ જૈનશાસનમાં સાધુપદની ઘણી પ્રધાનતા છે. સાધુની નિશ્રાએ સ્વાધ્યાય થવો જોઈએ. જ્યાં સાધુનો યોગ ન હોય ત્યાં પણ સાધુને અનુસરવાની બુદ્ધિ તો અવશ્ય હોવી જ જોઈએ. પરંતુ “આ કાલે ભગવાને કહ્યા તેવા સાધુ છે જ નહીં અને જે છે તે સાચા સાધુ નથી, સર્વે કોઈને કોઈ દોષોથી ભરેલા જ છે.” આવું કહીને સાધુથી વિમુખ થઈને જે મંડળી જમાવે છે, તે ભગવાનના ચતુર્વિધ સંઘરૂપ તીર્થના ઉચ્છેદક જાણવા. ભગવાનનું શાસન પાંચમા આરાના છેડા સુધી ચાલવાનું છે. તેથી તેમાં ચતુર્વિધ સંઘ અવશ્ય છે જ. માટે સાચા સાધુ પણ તે સંઘમાં જ છે. સંપૂર્ણપણે નિર્દોષ હોય તેને જ જો સાધુ કહીએ તો ૧૩-૧૪ ગુણસ્થાનકવાળા કેવળીને જ સાધુ કહેવાના રહે છે. છઠ્ઠા-સાતમા ગુણઠાણાવાળા જીવોમાં પોતાની ભૂમિકા પ્રમાણે ગુણો પણ હોવાના, અને કોઈક દોષો પણ હોવાના જ. માત્ર ગુણોની અધિકતા અને દોષોની હાનિ જ જોવાની હોય છે. આવા ઉત્તમ સાધુઓ આ કાળે પણ લભ્ય છે. સાધુઓની સાથે પરિચય કરીએ તો ખ્યાલ આવે કે આ કાળે પણ તેઓ કેવા તપસ્વી-જ્ઞાની-વૈરાગી-અને ઉત્તમ ભાવનાઓ વાળા હોય છે. બાકી સાધુપદ ગમતું જ ન હોય એટલા માટે જ જો ઉપરની દલીલ કરાતી હોય તો પોતાની આ મિથ્યા માન્યતા જ પોતાના વિકાસની વિઘાતક છે. સાર એ છે કે સાધુસંગ પણ આગમાભ્યાસ માટે જ કરવો. અન્ય પ્રલોભનો રાખવાં નહીં. અને આગમનો અભ્યાસ પણ સાધુસંતો પાસે જ કરવો. સ્વચ્છંદ મતિથી ન કરવો. ૧૧૦ Page #128 -------------------------------------------------------------------------- ________________ ચોથી દીપ્રા દૃષ્ટિ ૧૧૧ સાધુસંગ અને સન્શાસ્ત્રશ્રવણ આ બન્ને અવેદ્યસંવેદ્યપદને જીતવાના શ્રેષ્ઠ ઉપાયો છે. નિરન્તર ઉત્તમ શાસ્ત્રો વારંવાર સાંભળવાથી અને ગીતાર્થ ગુરુ ભગવંતોની અનુભવપૂર્વક વૈરાગ્યવાહિની દેશના સાંભળવાથી આ આત્માના અવેદ્યસંવેદ્ય પદનું બળ(જોર) ઘટે છે. મિથ્યાત્વની જે તીવ્રતા છે તે મંદ થાય છે. અજ્ઞાનદશામાંથી જ્ઞાનદશા આવે છે. આ રીતે જ્ઞાનદશાના બળથી અવેધસંવેદ્યપદ જીતાય છે. • યોગદષ્ટિ સમુચ્ચયમાં પૂ. આચાર્યદેવશ્રી હરિભદ્રસૂરિજી કહે છે કેअवेद्यसंवेद्यपदमान्ध्यं दुर्गतिपातकृद्। सत्संगागमयोगेन, जेयमेतन्महात्मभिरः ॥४५॥ અર્થ - બુદ્ધિની અંધતાને કરનારું અને દુર્ગતિમાં પતન કરાવનારું એવું આ અવેદ્યસંવેદ્યપદ મહાત્મા પુરુષોએ સત્સંગ અને આગમજ્ઞાનના યોગ વડે જીતવા યોગ્ય છે. આ અવેદ્યસંવેદ્ય પદ જો જીતાય તો જ આ આત્મા સરળ અને નમ્ર બને છે. જેમ તપેલું હેમ(સોનું) વાળીએ તેમ વળે, તેવી રીતે સાધુસંગ અને આગમશ્રવણથી આ આત્મા જેમ વાળીએ તેમ વળે છે. આ અવેદ્યસંવેદ્યપદ જો જીતાય તો જ અતીન્દ્રિય પદાર્થોના વિષયમાં આ જીવ કુતર્ક કરતો અટકે છે. આ જ વાત ગ્રંથકારશ્રી આગળ ઉપર સમજાવે છે. ૧૦ તે જીત્યે સહેજે ટળેજી, વિષમ કુતર્ક પ્રચાર | દૂર નિકટ હાથી હણે જી, જિમ એ બઠરવિચારો મનમોહન on ૧૧ ગાથાર્થ અવેદ્યસંવેદ્યપદ જીતાવાથી સ્વાભાવિકપણે જ ભયંકર એવા કુતર્કોનો પ્રચાર (મનમાંથી) ટળી જાય છે. કુતર્કનું એક ઉદાહરણ આ પ્રમાણે -જેમ આ હાથી શું દૂરને હણે છે ? કે નિકટનાને હણે છે? આવો બઠર(મૂર્ખ)નો જે વિચાર તે કુતર્ક જાણવો. ૧૧. Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ આઠ દૃષ્ટિની સજઝાય વિવેચન - મિથ્યાત્વદશાના જોરવાળું એવું આ અદ્યસંવેદ્યપદ જીતાવાથી સહજપણે જ આ આત્મામાંથી વિષમ (ભયંકર) એવા કુતર્કો દૂર થઈ જાય છે. પ્રશ્ન - કુતર્ક એટલે શું ? ઉત્તર - જે અર્થ પ્રત્યક્ષાદિ પ્રમાણોથી સિદ્ધ હોય, તેને યથાર્થ રીતે સમજવાને બદલે તેમાં દોષો જણાવવા માટે જે દલીલો કરાય તે કુતર્ક કહેવાય છે. આ કુતર્ક આત્માની શુદ્ધદશાની પ્રાપ્તિમાં ઘણો જ અવરોધક છે. આ કુતર્ક એ આત્માનો અનેક રીતે ભાવશત્રુ છે. કારણ કે કુતર્ક બોધરોગરૂપ, શમાપાયરૂપ, શ્રદ્ધાભંગરૂપ, અને અભિમાનકૃત્ છે. તેથી મનનો તે ભાવશત્રુ છે. (૧) બોધરોગ - જેમ શરીરમાં રોગ થવાથી ખાધેલો ખોરાક ટકતો નથી. અજીર્ણ-અપચો અને વમનાદિ થાય છે તેવા જીવને પરમાત્ર તો પચે જ કેમ ? તેવી રીતે કુતર્ક કરનારા જીવની વાસ્તવિક તત્ત્વ પ્રત્યેની ચિંતનશક્તિ જ ક્ષીણ થઈ જાય છે. જેથી બોધ થતો નથી. તો પછી ઉત્તમ શ્રેષ્ઠ શ્રુતરાગ તો થાય જ કેમ? (૨) શમાપાય - આ કુતર્ક મનની શમશાન્તિનો અપાયનાશ કરે છે. કારણ કે કુતર્ક કરવાથી યથાર્થ વસ્તુ ન સમજાવાથી ખોટો આગ્રહ-કદાગ્રહ બંધાઈ જાય છે. મનથી ને મનથી ખોટા-ખોટા તરંગો અને તુક્કાઓ દોડાવે છે. મન તેવા તુક્કાઓની કલ્પનાઓ કરવામાં ડોળાઈ જાય છે. આકુળ-વ્યાકુળતા અને વિહલતા વધે છે. જેથી મનની શાન્તિ જોખમાય છે. શાન્તિ નાશ પામી જાય છે. ' (૩) શ્રદ્ધાભંગ - જેમ પત્થરવાળી કઠણ પૃથ્વીમાં પાણી પ્રવેશ પામતું નથી અને અંકુરાને થવા દેતું નથી, તેવી જ રીતે હૃદયમાં કુતર્કો રમતા હોય તેવા કઠણ હૃદયમાં આગમના અર્થો અને તેના ઉપરની શ્રદ્ધા પ્રવેશ જ પામતી નથી. કારણ કે કુતર્કવાળી દૃષ્ટિ શ્રદ્ધાની નાશક જ છે. તેથી બોધ થવા રૂપ અંકુરા તો ઉગતા જ નથી. Page #130 -------------------------------------------------------------------------- ________________ ચોથી દીપ્રા દૃષ્ટિ ૧૧૩ (૪) અભિમાનકૃત્ - કુતર્કવાદીને પોતાના કુતર્કનું ઘણું અભિમાન હોય છે. મારા જેવી તર્કશક્તિ કોઈનામાં નથી એવું માને છે. આગમમાં કહેલી વાતને પણ કુતર્કના જોરે ઉડાવે છે. અને તેમાં પણ પોતાની હોંશિયારી આ જીવ માને છે. કુતર્કથી કદાગ્રહવાળો, પોતાની માન્યતાનો આગ્રહી બને છે. જેથી સાચું જ્ઞાન આવતું જ નથી. આ રીતે આ કુતર્ક આત્માને નુકશાન જ કરનાર હોવાથી ભાવશત્રુ છે. યોગદષ્ટિ સમુચ્ચયમાં કહ્યું છે કે - बोधरोग: शमापायः, श्रद्धाभङ्गोऽभिमानकृत् । कुतर्कश्चेतसो व्यक्तं, भावशत्रुरनेकधा ॥ ८७ ॥ ગ્રંથકારશ્રી પૂ. યશોવિજયજી મ. સાહેબ કુતર્ક કેવો હોય છે તેનું એક સુંદર ઉદાહરણ આપણને સમજાવે છે કે - કોઈ એક નગરમાં ન્યાયશાસ્ત્ર ભણેલો, એક વિદ્યાર્થી ક્યાંકથી આવતો હતો. તેની બરાબર સામી દિશાથી રાજમાર્ગ ઉપર ગાંડો થયેલો એક હાથી આવતો હતો. તેના ઉપર બેઠેલા મહાવતે લોકોને કહ્યું કે તે લોકો ! આજે આ હાથી ગાંડો થયો છે. તમે દૂર ખસી જાઓ, દૂર ખસી જાઓ. બધા જ લોકો ખસી ગયા. દૂર-દૂરના ઘરોમાં અને દુકાનોમાં ભરાઈ ગયા. પરંતુ પેલો ન્યાયશાસ્ત્ર ભણેલો વિદ્યાર્થી ન ખસ્યો. અને તેણે મહાવતને આ પ્રમાણે કહ્યું કે હે મહાવત ! આ હાથી શું દૂરના લોકોને મારે છે કે નિકટના લોકોને મારે છે ? બન્ને પક્ષે તારી વ્યાપ્તિ દોષિત છે. જો દૂર રહેલા(અપ્રાપ્ત) લોકોને મારતો હોય તો આ ઘરોમાં અને દુકાનોમાં ભરાયેલા લોકોને પણ તે હાથી મારનાર બનવો જોઈએ. હું પણ ગમે તેટલો દૂર આ. ૮ Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ આઠ દૃષ્ટિની સઝાય જઈશ તો પણ હાથી મને મારનાર બનવાનો જ છે. અને જો નિકટના લોકોને (પ્રાપ્તને) મારતો હોય તો સૌથી વધારે તું (મહાવત) જ નિકટવર્તી છો. આ હાથી સૌથી પ્રથમ તો તને મારનાર બનવો જોઈએ. માટે બન્ને પક્ષે તારી વ્યાપ્તિ ખોટી છે. આટલું જ્યાં બોલે છે ત્યાં મહાવતે ખસવાનું કહેવા છતાં ન ખસવાથી હાથીએ પકડ્યો. મહાવતે મહામુશ્કેલી એ છોડાવ્યો. સારાંશ કે મહાવતની અનુભવસિદ્ધ વાતમાં અને સર્વલોકમાન્ય વ્યવહારમાં પણ આવા કુતર્ક કરનારા તે વિદ્યાર્થીની જેવી દુર્દશા થઈ તેવી જ દુર્દશા શાસ્ત્રોમાં કુતર્ક કરનારાની થાય છે. ઉપરોક્ત કુતર્કનો ઉત્તર એ છે કે હાથી અપ્રાણને હણતો નથી. પરંતુ પ્રાણને જ હણે છે. પરંતુ પ્રાપ્ત બે જાતના હોય છે. એક હાથીને વશમાં રાખી શકે તેવા, જેમકે મહાવત, અને બીજો હાથીને વશમાં ન રાખી શકે તેવા, જેમ કે આ મૂર્ખ વિદ્યાર્થી. એમ પ્રાપ્તમાં વશમાં રાખવાની કલાવાનું અને કલારહિતના ભેદને આ મૂર્ખ વિદ્યાર્થીએ જાણ્યો નહીં. અને પ્રાપ્તત્વ ધર્મ માત્રથી સમાનતા જ માત્ર વિચારી. તેથી કુતર્ક આવી સૂક્ષ્મબુદ્ધિનો પ્રતિબંધક જ છે. મારી પાસે પણ વિદેશમાં લોકોએ આવા ઘણા કુતર્ક કર્યા હતા. જેમ કે “જો ગાયનું દૂધ પીવાય તો માંસ કેમ ન ખવાય? અને જો માંસ ન ખવાય તો દૂધ પણ કેમ પીવાય? આખરે આ બન્ને છે તો એક જ પ્રાણીના અંશો ને ? મારે આવો જવાબ આપવો પડ્યો કે હાથ અને પગ બન્ને એક જ પ્રાણીનાં અંગો છે છતાં માથા ઉપર કોઈ હાથ મુકે તો લોકો રાજી થાય છે. અને પગ મુકે તો રોષાયમાન થાય છે. આમ કેમ? અત્તે છે તો બન્ને એક પ્રાણીના જ અંગો. સારાંશ કે બન્ને અંગો એક પ્રાણીનાં હોવા છતાં એક શુભ નામકર્મના ઉદયવાળું હોવાથી શુભ છે અને બીજું અંગ અશુભ નામકર્મના Page #132 -------------------------------------------------------------------------- ________________ ચોથી દીપ્રા દૃષ્ટિ ૧૧૫ ઉદયવાળું હોવાથી અશુભ છે. તેમ દૂધ હિંસા વિના પ્રાપ્ય છે અને માંસ હિંસાથી જ પ્રાપ્ય છે. પરંતુ કુતર્કવાદી સમાનતા જ દેખે છે. બીજા ધર્મથી જે વિશેષતા છે તે દેખતો નથી. અનેકાન્તવાદી જૈનને સમાનતા અને અસમાનતા બન્ને દેખાય છે. આવા કુતર્કો અપાર છે. અવેદ્યસંવેદ્યપદ જીત્યા વિના આ કુતર્ક હૃદયમાંથી દૂર થતો જ નથી. માટે જ્ઞાનદશા પ્રાપ્ત કરીને તેને જીતવો જ જોઈએ. ||૧૧|| કુતર્કના બળથી કદાગ્રહી બનેલા લોકો કેવા હોય છે તે સમજાવે છે. હું પામ્યો સંશય નહી જી, મુરખ કરે એ વિચાર | આળસુઆ ગુરુ-શિષ્યનોજી, તે તો વચન પ્રકારો મનમોહન૦ ૧૨ા ગાથાર્થ - હું તો બધું પામી ગયો છું, મને હવે કોઈ સંશય છે જ નહીં એવો આ કુતર્કવાદી મનમાં વિચાર કરે છે. પરંતુ આળસુ ગુરુ અને આળસુ શિષ્યના વચનોના પ્રકારની જેમ તે વિચારો અજ્ઞાનમૂલક છે. ૧૨ વિવેચન - આ કુતર્કવાદી પુરુષો પોતાને પરિપૂર્ણ માને છે. અજ્ઞાની હોવા છતાં પોતાની જાતને પંડિત માને છે. પંડિતપણાની બુદ્ધિ હોવાથી “હું બધું જ જાણું છું મને કંઈ સંશય જ નથી” આવો વિચાર મૂર્ખ એવા તે કુતર્કવાદી જીવો સદા કરતા હોય છે. જ્ઞાનનો અંશ પણ ન હોય છતાં અભિમાનનો પાર હોતો નથી. “અજ્ઞાન અને અહંકાર” આ બે દોષોથી તેઓ ભરપૂર હોય છે. આ અભિમાનના કારણે તેઓ કોઈ જ્ઞાનીનો સમાગમ કરતા નથી અને કોઈ જ્ઞાનીને કંઈ Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ આઠ દૃષ્ટિની સજઝાય પૂછતા પણ નથી. પોતાની જાતને સર્વેસર્વા માનીને અહંકારપૂર્વક વર્તે છે. કુતર્કનો આવો પ્રભાવ જ છે કે જીવને મતિમાં અને માનમાં અંધ બનાવે છે. આળસુ એવા ગુરુ અને શિષ્યની અહીં એક વાર્તા છે. તેની જેવા આ કુતર્કવાદી લોકો હોય છે. તે વાર્તા આ પ્રમાણે છે – કોઈ એક ગામમાં ગુરુ અને શિષ્ય એક ઘરમાં ઉતર્યા હતા. આ બન્ને અતિશય આળસુ હતા. આ ઘરનો દરવાજો ઘણો મોટો હતો. ઠંડીના દિવસો હોવાથી રાત્રે ખૂબ જ ઠંડી પડે છે. તે વખતે સુતેલા આળસુ ગુરુએ શિષ્યને દરવાજો બંધ કરવાનું કહ્યું. પરંતુ તે આળસુ હોવાથી ન ઉઠ્યો. અને ગુરુજીને કહ્યું કે મને પણ ઘણી ઠંડી લાગે છે તમે જ ઉઠીને બંધ કરોને ? એમ ગુરુ-શિષ્ય વચ્ચે વિવાદ ચાલતો જ રહ્યો, કોઈ ઉડ્યું જ નહીં. ઠંડી વધતી જ ગઈ. ઠંડી વધવાથી નીચે પાથરવાનું હતું તે ખેંચીને ઓઢી લીધું. પરંતુ ઓઢવા માટેનું બીજું વસ્ત્ર લેવા માટે ઉઠવાનો પ્રયત્ન પણ ન કર્યો. અતિશય ઠંડીથી કંપતું એક કુતરું તેઓની સાથે આવીને સુઈ ગયું. તે કુતરાનો સ્પર્શ પણ આ બન્નેને થયો. તો પણ જાણવા પ્રયત્ન ન કર્યો. અને કપડાનો છેડો સ્પર્યો હશે એમ કહીને મન વાળી લીધું. આ રીતે કોઈપણ જાતનો કંઈ પણ પ્રયત્ન નહીં કરનારા અને અતિશય આળસુ આ બન્ને ગુરુ-શિષ્ય અતિશય ઠંડીના કારણે મૃત્યુ પામ્યા. આવી જ રીતે કુતર્કવાદી પુરુષ સત્ય સમજવામાં આવી જ આળસુ હોય છે. મારા તત્ત્વજ્ઞાન પ્રાપ્ત કરવાના ઉપાયો શું ? તે ગ્રંથકાર મહર્ષિ જણાવે છે - Page #134 -------------------------------------------------------------------------- ________________ ચોથી દીપ્રા દૃષ્ટિ ૧૧૭ જે ધી જે તે પ્રતિ આવવું જી, આપમતે અનુમાન આગમને અનુમાનથીજી, સાચું લહે સુશાન મનમોહન૦ ||૧૩॥ ગાથાર્થ - બુદ્ધિમાં જે જેમ બેઠું હોય, તે તેમ જ છે. એમ તે માન્યતા પ્રતિ કુતર્કવાદી જીવ આવી જાય છે. અને પોતાની ઇચ્છાનુસાર અનુમાન લગાવે છે. પરંતુ આગમને અનુસરનારા અનુમાનથી સમ્યગ્ એવું ઉત્તમજ્ઞાન મેળવી શકાય છે. ||૧૩ વિવેચન અવેદ્યસંવેદ્યપદથી દબાયેલા આત્માઓ કુતર્કવાદી જ હોય છે. અને કુતર્કનો એવો પ્રભાવ હોય છે કે પોતાની બુદ્ધિમાં જે વસ્તુ જેમ બેઠી તે વસ્તુ તેમ જ છે” આવા પ્રકારનું જ તે જીવ માને છે. અને તે માન્યતા તરફ જ ઢળે છે. તે પોતાની મનમાની માન્યતાને સિદ્ધ કરવા મન:કલ્પિત અનુમાનો કરે છે. પોતે અજ્ઞાની હોવા છતાં જ્ઞાનીપણાનો અહંકાર હોવાથી કોઈ જ્ઞાની પાસે આ જીવ જિજ્ઞાસુ ભાવે જતો નથી. વિનયપૂર્વક તત્ત્વ પૂછતો જ નથી. તેથી સાચું જ્ઞાન કયાંથી થાય? મનમાં ને મનમાં પોતાની માન્યતાને દૃઢ કરવા યુક્તિઓ અને ઉદાહરણો શોધતો હોય છે. મન તેવા વિચારોમાં ડોળાયેલું જ રહે છે. જેથી ચિત્તની શાન્તિનો પણ નાશ થાય છે. આવી પ્રવૃત્તિથી સાચું જ્ઞાન કોઈપણ દિવસ થતું નથી. અને આ સંસારમાં યુક્તિઓ અને ઉદાહરણોનો કંઈ તોટો છે જ નહીં (અહીં મૂળગાથાના શ્રી શબ્દનો અર્થ પોતાની બુદ્ધિ, ને-પોતાના બુદ્ધિજન્ય વિષયમાં તે પ્રતિ-તે તરફ આવવુંની-લાવનારૂ-વાળનારૂં એવું આપમતે-પોતાની જ બુદ્ધિ પ્રમાણે આ જીવ અનુમાન કલ્પે છે. એવો શબ્દાર્થ કરવો.) - પરંતુ સાચું જ્ઞાન-અને સુંદર જ્ઞાન વીતરાગપ્રણીત આગમોથી અને તદનુસા૨ી અનુમાનોથી જ થાય છે. સંસારી ભાવોમાં પણ જે Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ આઠ દૃષ્ટિની સઝાય જે વિષયનું સુંદર અને સાચું જ્ઞાન જો મેળવવું હોય તો તે તે વિષયનાં શાસ્ત્રોનું અને તે તે શાસ્ત્રો ભણાવનારા જ્ઞાતાઓનું આલંબન લેવું જ પડે છે. તેઓના વચનો ઉપર વિશ્વાસ રાખવો જ પડે છે. આ વાત સ્કૂલ અને કૉલેજોમાં અપાતા જ્ઞાનમાં જાણીતી છે. ઇતિહાસ-ભૂગોળ - ગણિત કે વિજ્ઞાનના સુંદર અને સાચા જ્ઞાન માટે તે વિષયનાં શાસ્ત્રોનો અને અધ્યાપકોનો આશ્રય લેવો જ પડે છે. તેઓ જે સમજાવે તે સ્વીકારી જ લેવાય છે. તેમાં પોતાના મનમાન્યા કુતર્કો ચાલતા નથી. તેવી જ રીતે આ તો લોકોત્તર માર્ગ જાણવાનો છે. આત્મા - મુક્તિ - આકાશ - કાલ આદિ અતીન્દ્રિય પદાર્થોનું જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે. તેથી આગમમૂલક જ હોવું જોઈએ. આગમાનુસારી અનુમાનો દ્વારા જ કરવું જોઈએ. જો સ્વતંત્ર કોઈ અનુમાન કરીએ અને તેના દ્વારા સિદ્ધ થતા અર્થનો આગમ સાથે વિરોધ આવે તો તે અનુમાનને પ્રમાણ મુદ્રામાં ગણાતું જ નથી. તેથી આગમાનુસારી અનુમાન જ સુંદર અને સાચા લોકોત્તર તત્ત્વજ્ઞાનનું પ્રબળ સાધન છે. કુતર્ક દ્વારા કરાયેલાં અનુમાનોનો શાસ્ત્રની સાથે તથા લોકપ્રસિદ્ધ અર્થની સાથે અવશ્ય વિરોધ આવે જ છે. તેથી આત્માર્થી મહાત્માઓએ આવા અજ્ઞાનપ્રેરક કુતર્કોથી ઘણા દૂર જ રહેવું. કુતર્કો ત્યજવાથી આગમનો સારી રીતે બોધ થાય છે. કારણ કે પોતાને સાચું તત્ત્વ જાણવાની જિજ્ઞાસા છે. અને સદ્ગુરુઓ પણ તેના વિનયાદિ ગુણો દ્વારા પાત્રતા જોઈને સચોટ જ્ઞાન પ્રસન્નતાપૂર્વક આપે છે. આગમનું પ્રાપ્ત થયેલું તે જ્ઞાન આગમાનુસારી તર્ક - અને દૃષ્ટાન્તરૂપ અનુમાન દ્વારા આ જીવ નિર્મળ કરે છે. બુદ્ધિમાં બરાબર ઠસાવે છે. અને ત્યારબાદ શાસ્ત્રવિહિત અનુષ્ઠાનોના વારંવાર અભ્યાસથી તે બોધ આત્મામાં ક્રિયાત્મકભાવે પરિણામ પમાડે છે. આ રીતે આગમ દ્વારા, અનુમાન દ્વારા, અને યોગાભ્યાસ દ્વારા આ Page #136 -------------------------------------------------------------------------- ________________ ચોથી દીપ્રા દૃષ્ટિ ૧૧૯ આત્માને ઉત્તમ તત્ત્વ પ્રાપ્ત થાય છે. અને મિથ્યાત્વમોહનીય નષ્ટ પ્રાય થઈ જાય છે. અને પરમાત્મા પ્રત્યે અપૂર્વ શ્રદ્ધા સ્થિર થઈ જાય છે. જે આત્માઓએ રાગ-દ્વેષાદિ મોહના દોષો સર્વથા ત્યજ્યા છે. વીતરાગ બન્યા છે. જગતના ત્રણે કાળના સર્વભાવો જાણવાથી સર્વજ્ઞ બન્યા છે. તેમના વચનોમાં કંઈ પ્રશ્ન કરવાનો કે કુતર્ક કરવાનો હોતો જ નથી. તેઓશ્રી જે કંઈ કહે તે સર્વે સો ટચના સોનાની જેવું સંપૂર્ણ સત્ય જ હોય છે. સર્વજ્ઞ પરમાત્માના વચનોમાં પરસ્પર ભેદ જેવું કે ન સમજાય તેવું, કે વિપરીત લાગે તેવું કંઈ હોતું જ નથી. ll૧૩ નહીં સર્વજ્ઞ જૂજુઆજી, તેહના જે વળી દાસ ! ભગતિ દેવની પણ કહીજી, ચિત્ર અચિત્ર પ્રકાશ || મનમોહન, ૧૪ો વિવેચન - વેદ્યસંવેદ્ય પદની અને સભ્યત્વગુણની પ્રાપ્તિ હવે અતિશય અલ્પ કાળમાં થવાની છે. મિથ્યાત્વના ભાવો નષ્ટ પ્રાયઃ થયા છે. તેના કારણે કુતર્ક કરવાની બુદ્ધિ પણ હણાઈ જ ગઈ છે. આજ સુધી કરેલા કુતર્કો, તેના કારણે જ્ઞાનીઓની સાથે થયેલો જે વિરોધ અને તેથી પોતાને સાચા જ્ઞાનની અપ્રાપ્તિ જ રહી તેનો પૂરેપૂરો પસ્તાવો સાધક એવા આ આત્માને થાય છે. જ્ઞાનીઓ પ્રત્યે વિનીત થઈને “સર્વજ્ઞ ભાષિત વચન” સમજવા અને સ્વીકારવા તૈયાર થઈ જાય છે. આજ સુધી “સર્વજ્ઞ કોઈ હોઈ જ ન શકે” એવું માનનારો આ જીવ આ સંસારમાં અનેક જીવો મોહસાગર તરીને જ્ઞાન ઉપરનાં આવરણો તોડીને “સર્વજ્ઞ સર્વદર્શી” બન્યા છે. એવું માનતો થઈ જાય છે. હું પણ મોહસાગર તરીને સર્વજ્ઞ બની શકું છું. આવી પાકી ખાત્રી થઈ જાય છે. એટલું જ નહીં પરંતુ તેના મનમાં બીજો પણ આવો પાકો નિર્ણય થાય છે કે - Page #137 -------------------------------------------------------------------------- ________________ આઠ દૃષ્ટિની સજ્ઝાય જે ત્રણે લોકના, ત્રણે કાળના સર્વ ભાવો જાણે તે જ સર્વજ્ઞ કહેવાય છે. તેથી તેવા સર્વજ્ઞ ૠષભદેવ - અજિતનાથ ઇત્યાદિ વ્યક્તિ સ્વરૂપે ભલે જુદા જુદા હોવાથી અનેક હોય, પરંતુ પૂર્ણ જ્ઞાનવાળા હોવાથી, મોહના વિકારો વિનાના હોવાથી અને અલ્પ પણ અજ્ઞાનતા ન હોવાથી, અભિપ્રાયમાં=જ્ઞાનની માત્રામાં સર્વે સર્વજ્ઞો સમાન છે. અર્થાત્ એક છે. પરંતુ જુજુઆ ભિન્ન ભિન્ન અભિપ્રાયવાળા નથી. વ્યક્તિસ્વરૂપે સર્વજ્ઞ ભલે અનેક હો. પરંતુ જ્ઞાનની માત્રામાં અભિપ્રાયમાં તે સર્વે એક જ છે, તેઓની ધર્મદેશના પણ સમાન જ હોય. જો ભિન્ન અભિપ્રાય ધરાવતા હોય તો તે સર્વજ્ઞ કહેવાય જ નહીં. પરિપૂર્ણ જ્ઞાનમાં અને તેઓની દેશનામાં પરસ્પર ભેદ કદાપિ સંભવતો નથી. ૧૨૦ અત્યાર સુધી મિથ્યાત્વમોહનીયના ઉદયનું અને અવેઘસંવેદ્યપદનું બહુ જ જોર હતું. તેથી પોતાના મનમાન્યા દેવને જ આ જીવ સાચા સર્વજ્ઞ માનતો હતો. અને બીજા દર્શનના માનેલા સર્વજ્ઞની સર્વજ્ઞતા ખામી ભરેલી માનતો હતો. આપણે છદ્મસ્થ લોકો ભિન્ન ભિન્ન છદ્મસ્થ એવા જ્ઞાનીઓને જ્ઞાની માનવા છતાં હીનાધિક જ્ઞાની માનીએ તેવી રીતે સર્વજ્ઞોમાં પણ હીનાધિકપણે સર્વજ્ઞતા માનીને સર્વજ્ઞોની સર્વજ્ઞતામાં પણ આ જીવ ભેદ સ્વીકારતો હતો. તેથી જ એક પ્રત્યે ભક્તિભાવ અને બીજા સર્વજ્ઞ પ્રત્યે દ્વેષભાવ દર્શનભેદના અનુયાયીમાં વર્તાતા હતા - તે બધું જ હવે નષ્ટપ્રાય થઈ જાય છે. બુદ્ધિ ઘણી જ નિર્મળ થઈ જાય છે. પોતપોતાના દર્શનોનો પક્ષપાત અને અન્ય દર્શનોનો દ્વેષ ટળી જાય છે. જો તેઓ સર્વને જાણતા હોય તો એક-સમાન જ હોય અને જો હીનાધિકપણે ભિન્ન ભિન્ન અભિપ્રાય ધરાવતા હોય તો તેઓ સર્વજ્ઞ ન હોઈ શકે. આવી સમજ બરાબર મજબૂત થઈ જાય છે. Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૨૧ જ સંસારી દેવા છે. અને તે , બ પ્રકારની વિચિત્ર ચોથી દીપ્રા દૃષ્ટિ તથા “સર્વજ્ઞ એક-સમાન જ છે” આ બાબતમાં બીજી પણ એક સુંદર યુક્તિ (દલીલ) તે જીવને સમજાય છે કે - જેમ સર્વજ્ઞ પરમાત્માની ભક્તિ કરવાનું શાસ્ત્રોમાં કહ્યું છે તેવી રીતે “તેહના જે વળી દાસ” તે વીતરાગ સર્વજ્ઞ પરમાત્માના જે દાસ - સેવક દેવો છે. એટલે કે વીતરાગ સર્વજ્ઞ પરમાત્માની સેવા કરનારા એવા જે લોકપાલાદિ (સંસારી-ચાર નિકાય)ના દેવો છે તેવા સંસારી દેવોની પણ ભક્તિ શાસ્ત્રોમાં વર્ણવેલી છે. અને તે બન્ને પ્રકારના દેવોની ભક્તિ પણ બે પ્રકારની કહી છે. સંસારી દેવોની ભક્તિ ચિત્રવિચિત્ર(અર્થાત્ ભિન્ન ભિન્ન પ્રકારની) કહી છે. અને વીતરાગ સર્વજ્ઞ ભગવંતની ભક્તિ અચિત્ર(ચિત્ર-વિચિત્રતા વિનાની) કહી છે. હવે જો વીતરાગ સર્વજ્ઞ દેવ પણ સંસારી દેવોની જેમ ભિન્ન ભિન્ન અભિપ્રાયવાળા હોત તો તેઓની ભક્તિ પણ લોકપાલાદિની જેમ ચિત્ર-વિચિત્ર શાસ્ત્રોમાં કહી હોત. પરંતુ અચિત્ર કહી છે. તેથી પણ સિદ્ધ થાય છે કે સર્વજ્ઞ એક-સમાન છે. સંસારી દેવાની ભક્તિમાં કોઈ દેવને લોકો સુખડી ધરાવે, કોઈ દેવને લોકો તેલ-સિન્દુર ચડાવે, કોઈ દેવોને લોકો શ્રીફળ ધરાવે, કોઈ દેવને લોકો ભિન્ન ભિન્ન રંગની ધજા ચડાવે. એમ સંસારી દેવોમાં ભક્તિ ચિત્ર-વિચિત્ર છે. પરંતુ વીતરાગ સર્વજ્ઞ દેવની ભક્તિ ફક્ત એક જ પ્રકારની છે. અને તે “શમપ્રધાના” વીતરાગ સર્વજ્ઞ પરમાત્માની ભક્તિ સમતા ગુણ મેળવવા વડે કહેલી છે. આપણા જીવનમાં જેટલો “સમતાગુણ” પ્રાપ્ત કરીએ એ જ વીતરાગ દેવની ભક્તિ છે. આ જ વાત ગ્રંથકાર મહર્ષિ આગળની ગાથામાં સ્પષ્ટ કરે છે. I૧૪ દેવ સંસારી અનેક છે જી, તેહની ભક્તિ વિચિત્ર ! એક રાગ પર દ્વેષથીજી, એક મુગતિની અચિત્રો - મનમોહનO I૧પો Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ આઠ દૃષ્ટિની સજઝાય ગાથાર્થ - સંસારી દેવો અનેક પ્રકારના છે. તેથી તેઓની ભક્તિ ચિત્ર-વિચિત્ર છે. એક દેવની ભક્તિ રાગથી અને બીજા દેવની ભક્તિ દ્વેષથી થાય છે. પરંતુ મુક્તિની (મુક્તગત દેવની) ભક્તિ અચિત્ર એવી એક પ્રકારની છે. ૧પ વિવેચન - લોકપાલાદિ સંસારી દેવો અનેક પ્રકારના છે. ભવનપતિ-વ્યંતર જ્યોતિષ્ક-વૈમાનિક તથા તેના અનેક પેટાભેદરૂપે દેવો અનેક પ્રકારના છે. તથા તે દરેકની અંદર ઈન્દ્ર-સામાનિક- ત્રાયશ્ચિંશત્ ઇત્યાદિ ભેદે પણ દેવો વિવિધ ભેટવાળા છે. અને તે દેવો પણ ભિન્ન ભિન્ન અભિપ્રાય વાળા છે. તેથી તેઓની ભક્તિ ચિત્ર-વિચિત્ર હોય છે. તથા ભક્તિ કરનારા ભક્ત લોકોમાં કોઈ દેવ ઉપર રાગ અને કોઈ દેવ ઉપર દ્વેષ હોય છે. તેથી કોઈ દેવની ભક્તિ રાગથી કરે છે. અને બીજા દેવની ભક્તિ દ્વેષથી કરે છે. જેમ કે સરસ્વતી અથવા લક્ષ્મી આદિ દેવીઓ પ્રત્યે લોકોને ઘણો પ્રેમ હોય છે. અને તેની ભક્તિ રાગથી(પ્રેમથી) કરતા હોય છે. અને પોતાના કોઈ કુટુંબીને ભૂત-પ્રેત આદિ દેવ વળગ્યા હોય તો તે જે માગે તે આપીને ભક્તિ કરે છે. પરંતુ તે શરીરમાંથી જલ્દી કેમ નીકળે(દૂર થાય)? એવા ભાવથી એટલે કે હૃદયગત અપ્રીતિથી કરે છે. આથી સંસારી દેવામાં અવશ્ય ભેદ છે. પરંતુ મુક્તિની ભક્તિ એટલે કે મુક્તગત વીતરાગ સર્વજ્ઞની ભક્તિ અચિત્ર –એક જ પ્રકારની હોય છે. સમતાગુણની પ્રાપ્તિ કરવી એ જ સિદ્ધ પરમાત્માની ભક્તિ છે. તેથી સર્વજ્ઞ એક જ છે. (વ્યક્તિરૂપે ભલે અનેક-અનંત છે. પરંતુ જ્ઞાનગુણે કરી સમાન છે.) તેથી સર્વજ્ઞના વચનમાં મતભેદ હોય નહીં, તે વચન ત્રણે કાળે સમાન જ હોય અર્થાત્ ત્રિકાલાબાધિત હોય છે. માટે મારે સર્વજ્ઞ ભગવાનનું વચન સ્વીકારી લેવું જોઈએ. તેમાં કોઈપણ પ્રકારના કુતર્ક કરવા ઉચિત નથી. કુતર્ક ત્યજીને સર્વજ્ઞનું વચન સ્વીકારું. એવા પરિણામો (અધ્યવસાયોવિચારો) આ સાધક આત્માને થાય છે. Page #140 -------------------------------------------------------------------------- ________________ ચોથી દીપ્રા દૃષ્ટિ ૧૨૩ શ્રી યોગદૃષ્ટિસમુચ્ચયમાં પૂ. આ. દેવશ્રી હરિભદ્રસૂરિજી મ. જણાવે છે કે चित्रा चाद्येषु तद्ाग - तदन्यद्वेषसङ्गता । अचित्रा चरमे त्वेषा, शमसाराखिलैव हि ॥ ११२ ॥ અર્થ - આદ્ય(સંસારી) દેવોને વિષે ભક્તિ તેઓના રાગપૂર્વક અને અન્ય દેવો ઉપર દ્વેષપૂર્વકની હોય છે. પરન્તુ ચરમ(સર્વજ્ઞ વીતરાગ) દેવોને વિષે ભક્તિ અચિત્ર હોય છે. અને તે પણ એક શમગુણના સારવાળી જ હોય છે. ભિન્ન ભિન્ન ભક્તિ કરાતી હોય તો ભિન્ન ભિન્ન ફળની પ્રાપ્તિ થાય છે. અને સમાન ભક્તિ કરાતી હોય છતાં કરનારાનો આશય ભેદ હોય તો પણ ભિન્ન ભિન્ન ફળની પ્રાપ્તિ થાય છે. જેમ કે સિંહ પોતાના બચ્ચાને પણ મુખથી પકડે છે અને સસલા આદિ શિકારને પણ મુખથી જ પકડે છે. પરંતુ પોતાના બચ્ચાને પકડવાના કાલે આશય વાત્સલ્યનો છે. તેથી બચ્ચાના શરીરની પુષ્ટિ થાય છે. અને સસલાને પકડવાના કાલે આશય હિંસાનો છે. તેથી સસલાના શરીરનો વિનાશ થાય છે. આ પ્રત્યક્ષસિદ્ધ છે. તેવી રીતે ધર્મક્રિયાઓ કરતી વખતે ક્રિયાઓ સરખી હોવા છતાં બુદ્ધિ જ્ઞાન અને અસંમોહનો જેવો આશય હોય છે. તેવી ફળની પ્રાપ્તિ થાય છે. ।।૧૫। - બુદ્ધિ-જ્ઞાન અને અસંમોહ એ શું વસ્તુ છે તે સમજાવે છે ઇન્દ્રિયાર્થગત બુદ્ધિ છે જી, જ્ઞાન છે આગમ હેત । અસંમોહ શુભકૃતિ ગુણેજી, તેણે ફળભેદ સંકેત મનમોહન૦ | ૧૬ || Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ આઠ દૃષ્ટિની સઝાય ગાથાર્થ - પાંચ ઇન્દ્રિયોના વિષયથી જે ધર્માનુષ્ઠાન કરાય તે બુદ્ધિપૂર્વકનું કહેવાય છે. આગમશાસ્ત્રોના વચનોને અનુસરીને જે કરાય તે જ્ઞાનપૂર્વકનું કહેવાય છે. અને સદનુષ્ઠાનવાળી જે ધર્મક્રિયા કરાય, તે અસંમોહ અનુષ્ઠાન કહેવાય છે. અનુષ્ઠાનના ત્રિવિધભેદથી ફળમાં પણ ત્રણ પ્રકારનો ભેદ છે. ૧૬/ વિવેચન - શ્રી સર્વજ્ઞ વીતરાગ પરમાત્માએ મોહાધીન એવા આ આત્માના કલ્યાણ માટે જ અનેક પ્રકારનાં ધર્માનુષ્ઠાનો જણાવ્યાં છે. અને કંઈક અંશે પણ ધર્મ તરફ વળેલા જીવો અથવા જૈનત્વના સંસ્કાર માત્રથી પણ આ અનુષ્ઠાનો જીવો આચરતા પણ હોય છે. તેમાં એક જ સરખું અનુષ્ઠાન આચરનારા જીવોમાં પણ હૃદયના આશયભેદના કારણે ભાવિમાં પ્રાપ્ત થનારા ફળમાં ભેદ પડે છે. જેમ કે કૃષ્ણ મહારાજા અને વીરો સાલવી આ બન્ને વ્યક્તિએ અનેક સાધુસંતોને વંદના કરી પરંતુ કૃષ્ણમહારાજાનો આશય પવિત્ર હતો, તેથી તેઓએ સાતમી નરકમાં જવાની યોગ્યતા કાપીને ત્રીજી નરકમાં જવાની યોગ્યતા બનાવી. અને વીરા સાલવીનો આશય કૃષ્ણને માત્ર રાજી રાખવાનો હતો. એટલે તેટલું જ ફળ પામ્યા. આવા પ્રકારના હૃદયના આશયભેદો ધર્માનુષ્ઠાન આચરનારા જીવે જીવે જુદા જુદા હોવાથી અસંખ્ય-અપાર છે. તો પણ મહાત્મા પુરુષોએ તે અસંખ્ય આશયભેદોનો ત્રણભેદમાં સમાવેશ કર્યો છે. તે ત્રણ ભેદનું વર્ણન આ ગાથામાં છે - (૧) ચક્ષુ આદિ પાંચ ઇન્દ્રિયો દ્વારા પ્રતીત થતા બોધને આશ્રયી ધર્મ ક્રિયામાં જે જોડાય તે બુદ્ધિપૂર્વકનું ધર્માનુષ્ઠાન અને બોધ કહેવાય છે. જેમ કે કોઈ લોકો તીર્થયાત્રાએ જતા હોય તે જોઈને જીવ તીર્થયાત્રાએ જવાનું મન કરે અને જાય. એવી રીતે લોકલજ્જાથી, માન-પ્રતિષ્ઠાના આશયથી, દેખાદેખીથી, યશ મેળવવાની Page #142 -------------------------------------------------------------------------- ________________ ચોથી દીપ્રા દૃષ્ટિ ૧૨૫ ઇચ્છાથી, લોકોને ધર્મકાર્ય કરતા દેખીને જે ધર્માનુષ્ઠાન કરવાં તે સર્વે બુદ્ધિપૂર્વકનાં ધર્માનુષ્ઠાનો છે. આ વિષય સમજાવવા માટે શાસ્ત્રમાં “રત્ન”નું એક સુંદર ઉદાહરણ છે. રત્નોથી સર્વથા અજાણ પુરુષ તેના વેપારીઓને ત્યાં જ્યારે રત્નોની બાબતનું જ્ઞાન મેળવવા શિખાઉ તરીકે બેસે અને રત્નોની પરખ-વિધિ શીખે તે પણ “રત્નદર્શન” જ કહેવાય, પરંતુ તેનું ફળ કંઈ પ્રાપ્ત થતું નથી. ઈન્દ્રિયો દ્વારા માત્ર રત્નોનું જ્ઞાન જ મેળવાય છે. તેવી રીતે દેખાદેખીથી કરાતાં ધર્માનુષ્ઠાનો ઇન્દ્રિયાર્થમાત્ર વિષયક હોવાથી આત્માર્થની સાધનાની કંઈપણ સિદ્ધિ તેનાથી થતી નથી. આ બધું બુદ્ધિપૂર્વકનું અનુષ્ઠાન કહેવાય છે. (૨) તે તે ધર્માનુષ્ઠાન કરવાનો બોધ જ્યારે આગમાનુસારી જ્ઞાનપૂર્વકનો હોય છે ત્યારે તેની વિધિ-અવિધિનો પૂરેપૂરો ખ્યાલ હોય છે. કર્તવ્યતાની બુદ્ધિપૂર્વક કરવાની ઈચ્છા થાય છે. ત્યારે તે જ્ઞાનપૂર્વકનું અનુષ્ઠાન કહેવાય છે. જેમ કે રત્નોને જોયા પછી તેના પારખવાની વિધિ રત્નના અનુભવીઓ પાસેથી અને પોતાના બુદ્ધિબળે જાણીને ત્યારબાદ રત્નોને રત્નો તરીકે ઓળખીને જે રત્નદર્શન કરાય છે. તે પૂર્વના બિનઅનુભવવાળા રત્નદર્શન કરતાં અનેકગણું ચડીયાતું છે. તેવી જ રીતે આગમશાસ્ત્રોના જ્ઞાનપૂર્વકનું ધર્માનુષ્ઠાન છે. જેમ કે તીર્થયાત્રાએ જતા લોકોને જોઈને તીર્થ એટલે શું ? તીર્થે જવાનું કારણ શું? તીર્થે જઈએ તો ત્યાં જઈને શું કરવાનું? પરમાત્માનો ઉપકાર શું? ઈત્યાદિ જ્ઞાન મેળવીને તીર્થે જવું. તેની જેમ અહીં સમજવું. નવા શિખાઉના રત્નદર્શનમાં અને શિક્ષિતના રત્નદર્શનમાં જેટલો તફાવત છે. તેટલો જ તફાવત બુદ્ધિપૂર્વકના અને જ્ઞાનપૂર્વકના ધર્માનુષ્ઠાનમાં છે. આજ કાલ બુદ્ધિપૂર્વકનાં (વિષય રસની પ્રધાનતાવાળાં) ધર્માનુષ્ઠાનો સવિશેષ થતાં જોવાય છે. પરંતુ Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ આઠ દૃષ્ટિની સજ્ઝાય જ્ઞાનપૂર્વકનાં થતાં ધર્માનુષ્ઠાનો બહુ જ ઓછાં દેખાય છે. વાસ્તવિકપણે તે જ્ઞાનપૂર્વકનાં અનુષ્ઠાનો જ વધુ ઉપકારક છે. (૩) સદનુષ્ઠાનપૂર્વકના બોધથી જે જે અનુષ્ઠાનો કરાય છે તે તે અસંમોહ અનુષ્ઠાન કહેવાય છે. જેમ રત્નના શિખાઉ કરતાં રત્નોનો શિક્ષિત પુરુષ જુદી રીતે રત્નદર્શન કરે છે. અને તે શિક્ષિત કરતાં પણ રત્નોનો વેપાર કરનારો (લેવડ-દેવડ કરનારો) પુરુષ રત્નોનું દર્શન (મને વધારે આર્થિક લાભ કેવી રીતે થશે ?) એમ સમજીને જુદી રીતે જ કરે છે. તેવી જ રીતે આ ત્રીજા પ્રકારનું અને તદનુગત અનુષ્ઠાન અસંમોહ અનુષ્ઠાન કહેવાય છે. વાસ્તવિક રીતે આ બોધના (જ્ઞાનના) ત્રણ પ્રકાર છે. પરંતુ જેવો બોધ હોય છે તેવું અનુષ્ઠાન કરાય છે. તેથી અનુષ્ઠાન પણ ત્રણ પ્રકારનું કહેવાય છે. “સદનુષ્ઠાન” કોને કહેવાય ? તે ગ્રન્થકારશ્રી પોતે જ આગળ ઉપર સમજાવે જ છે. ઉપરની વાતનો સારાંશ આ પ્રમાણે છે (૧) રત્નોના શિખાઉની જેમ પાંચ ઇન્દ્રિયોના વિષયથી આકર્ષાઈને ઊંડી સમજ વિના જે ધર્મબોધ થાય, અને તેનાથી જે ધર્માનુષ્ઠાન કરાય તે બુદ્ધિગત ધર્મ અનુષ્ઠાન કહેવાય છે. (૨) રત્નોના શિક્ષિત પુરુષની જેમ આગમશાસ્ત્રોના અભ્યાસપૂર્વક વિધિ-અવિધિના વિવેકપૂર્વકનો જે શાસ્ત્રીયબોધ, તેને અનુસારે કરાતું જે ધર્માનુષ્ઠાન તે જ્ઞાનપૂર્વકનું અનુષ્ઠાન કહેવાય છે. (૩) રત્નોનો વેપાર કરતા પુરુષની જેમ સદનુષ્ઠાન યુક્ત જે બોધ અને તેને અનુસારે કરાતું જે ધર્માનુષ્ઠાન તે અસંમોહાનુષ્ઠાન કહેવાય છે. ત્રણે પ્રકારના બોધમાં અને તદનુસારે થતા ધર્માનુષ્ઠાનોમાં કર્તાના આશયવિશેષનો ભેદ હોવાથી ફળની પ્રાપ્તિ પણ ભિન્ન-ભિન્ન થાય છે. ।।૧૬।। Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨૭ ચોથી દીપ્રા દૃષ્ટિ સદનુષ્ઠાન કોને કહેવાય ? તે સમજાવે છે - આદર ક્રિયા - રતિ ઘણીજી, વિઘન ટળે મીલે લચ્છી | જિજ્ઞાસા બુધસેવનાજી શુભકૃતિ ચિહ્ન પ્રત્યચ્છે છે મનમોહન૦ /૧૭ ગાથાર્થ - આદર, ક્રિયામાં ઘણો પ્રેમ, વિષ્નાભાવ, લક્ષ્મીની પ્રાપ્તિ, જિજ્ઞાસા, અને બુધ પુરુષોની સેવા, આ છે શુભકૃતિનાં (સદનુષ્ઠાનનાં) પ્રત્યક્ષ લક્ષણો છે. II૧ળા - વિવેચન - “સદનુષ્ઠાન” શબ્દ ઉપરની ગાથામાં આવ્યો છે. અસંમહાનુષ્ઠાન તેને કહેવાય કે જે સદનુષ્ઠાનયુક્ત હોય. એટલે સદનુષ્ઠાન સમજવું પણ જરૂરી છે. તેનાં કુલ ૬ લક્ષણો જૈનશાસ્ત્રોમાં કહ્યાં છે. (૧) આદર - અનુષ્ઠાન આચરવામાં પ્રયત્નાતિશય તે આદર કહેવાય છે. આપણી શક્તિ કરતાં વધારે કરવાનું મન થાય, ત્યારે સમજવું કે તે ક્રિયામાં આદર છે. આપણને જે ધર્માનુષ્ઠાન પ્રત્યે આદરભાવ હોય છે, ત્યાં કોઈપણ જાતની પ્રેરણા વિના પણ આપોઆપ જ તે કાર્ય સવિશેષ કરવા આ જીવ પ્રયત્ન કરે છે. જીવ પોતાની શક્તિનો વિચાર પણ ત્યાં કરતો નથી. મુમુક્ષુ આત્માએ ઉત્તમ અનુષ્ઠાન પ્રત્યે આદરભાવ રાખવો જોઈએ, અનાદરભાવ એ યોગમાર્ગમાં મહાપાપ સ્વરૂપ છે. કારણ કે અનાદરભાવના કારણે જ અવિધિ, બીન-ઉપયોગદશા, કાલાદિની અનિયમ અને ભાવરહિતતા ઇત્યાદિ દોષો ઉદ્ભવે છે. મહાપુણ્યોદયે પ્રાપ્ત થયેલું આ ઉત્તમ અનુષ્ઠાન અનાદરના કારણે અસદનુષ્ઠાન બની જાય છે. તેથી હૃદયના પ્રેમપૂર્વક તે તે ઉત્તમ અનુષ્ઠાન આચરવામાં ઘણો જ ઘણો ઉદ્યમ કરવો તે “આદરભાવ” આ પ્રથમ લક્ષણ છે. (૨) ક્રિયામાં રતિ - પ્રાપ્ત થયેલાં અનુષ્ઠાન આચરવામાં ઘણો જ રાગ તે સદનુષ્ઠાનનું બીજું લક્ષણ છે. જે વસ્તુ દુર્લભ હોય, Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ આઠ દૃષ્ટિની સઝાય અને અથાગ પ્રયત્નથી જ લભ્ય હોય તે વસ્તુ પ્રાપ્ત થયા પછી તેના ઉપર ઘણો જ રાગ હોય છે. જેમ કોઈ માણસે લોટરીની ટીકીટ લીધી હોય અને તે લાગવાથી ધનવાન થાય, અથવા શેરબજારાદિના સટ્ટાથી કે જુગારથી ધનવાન થાય તેને ધન ઉપર જેટલો રાગ હોય, તેના કરતાં ઘણી મહેનત-મજુરી કરીને કરીયાણાની સેંકડો વસ્તુઓ રાખી તેનો ધંધો કરતાં પાકી મજુરી કરવા દ્વારા જે ધનવાન થયો હોય તેને ધન ઉપર વધારે રાગ હોય છે. તેમ આ ઉત્તમ અનુષ્ઠાનો પુનઃ પુનઃ પ્રાપ્ત થવાં અતિશય દુષ્કર છે. તેથી આદર (અતિશય પ્રયત્ન) દ્વારા મળેલાં છે. માટે અતિશય રાગપૂર્વક – પ્રેમપૂર્વક તે અનુષ્ઠાનો આચરે આ ક્રિયામાં રતિ એ સદનુષ્ઠાનનું બીજું લક્ષણ છે. (૩) વિધ્યનો નાશ - જે જે ધર્માનુષ્ઠાનો સેવતાં આદર (પ્રયત્નવિશેષ) ઘણો હોય અને તે અનુષ્ઠાનો પ્રત્યે પ્રીતિ (પ્રેમ-રાગ) ઘણો હોય, તો તે તે અનુષ્ઠાનો આદરવાથી પૂર્વબદ્ધ કર્મો તુટી જાય છે. ઘણી નિર્જરા થાય છે. અને અપૂર્વ પુણ્ય ઉપાર્જન થાય છે. કર્મોના નાશના કારણે ધર્મકાર્યોમાં વિદ્ગો(ભયો) આપોઆપ ટળી જાય છે. પહેલાં ધર્મ કરવાના ભાવ થતા ન હતા અને કદાચ થાય તો પણ સંજોગો અનુકૂળ મળતા ન હતા. કંઈકને કંઈક ઉપાધિઓ આડી આવતી હતી. હવેથી આ દૃષ્ટિની નિર્મળતાના કારણે સંજોગો પણ સાનુકૂળ થાય છે. તકલીફો દૂર થાય છે. જે અનુષ્ઠાન આચરવાનું મન થાય તે અનુષ્ઠાનની સાધનાને અનુરૂપ સાધનસામગ્રી મળ્યા જ કરે છે. આવી સંપત્તિનો યોગ અને વિલનનો અભાવ એ આ સદનુષ્ઠાનનું ત્રીજું લક્ષણ છે. (૪) સમ્પત્તિની પ્રાપ્તિ - માય પાદર અને રાગથી કરાયેલા અનુષ્ઠાન દ્વારા પૂર્વબદ્ધ પાપકર્મના ના થિી જમ વિનાનો અભાવ થાય છે. તેવી જ રીતે પૂર્વબદ્ધ પુણ્યોદયના કારણે સંપત્તિની પ્રાપ્તિ પણ અવશ્ય થાય છે. તથા શુભભાવો દ્વારા એવા પુણ્યનું સર્જન પણ આ Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૨૯ ચોથી દીપ્રા દૃષ્ટિ જીવ કરે છે અને તે પુણ્ય દ્વારા પણ પરંપરાએ સંપત્તિનો જ યોગ વર્તે છે. આ સંપત્તિ બે પ્રકારની છે. અભ્યત્તર અને બાહ્ય, ઉદારતા, દાક્ષિણ્યતા, નમ્રતા, સરળતા અને પાપભય આદિ ગુણીયલ જીવન એ અભ્યત્તર સંપત્તિ અને ધન, પ્રતિષ્ઠા, નિરોગી દેહ ઇત્યાદિ બાહ્ય સંપત્તિ છે. વિદ્ધના અભાવની સાથે જ સંપત્તિની પ્રાપ્તિ થાય છે. તેથી ધર્માનુષ્ઠાન આચરવામાં સાધન-સામગ્રીની ન્યૂનતા જણાતી નથી. ગમે તેવા વિકટ સંજોગોમાં પણ સાધનનો પ્રતિબંધ જણાતો નથી. કારણ કે સાધક આત્માની સાધકતા વસ્તુતઃ સાધનની અપેક્ષા રાખવામાં નથી. પરંતુ જે વસ્તુ વર્તમાનમાં વિદ્યમાન છે, તેને જ સાધનાનું સાધન બનાવવાનું સામર્થ્ય તેનામાં હોય છે. જે જે કાળે જેવા જેવા સંજોગો ઉપસ્થિત થાય તેવા સંજોગોને પણ તે સાધનાનું અંગ બનાવી લે છે. આવા સાધકોને સિદ્ધિ સહજભાવે મળતી જ હોય છે. કોઈપણ ઇષ્ટસાધનની અપેક્ષાના કારણે સાધનામાં આ જીવ વિલંબ કરતો નથી. આવેલા સંજોગોને જ ઇષ્ટ સાધનાનું અંગ બનાવે છે. આ સંપત્તિની પ્રાપ્તિ તે સદનુષ્ઠાનનું ચોથું લક્ષણ છે. (૫) જિજ્ઞાસા - એટલે જાણવાની ઇચ્છા, આદર અને પ્રીતિના કારણે જે જે ધર્મ અનુષ્ઠાનો ઉપાદેય લાગ્યાં છે, આચરવાની ઇચ્છા થઈ છે, આનાથી જ આત્માનું હિત છે એવું સમજાયું છે, તે ધર્માનુષ્ઠાનોની વિધિ જાણવાની. તથા કયા કાળે કરાય ? કેવી રીતે કરાય ? તેમાં આવતાં સૂત્રો તથા તેના અર્થને જાણવાની, તથા આવા પ્રકારનાં અનુષ્ઠાનોથી આત્મામાં શું શું લાભ થાય ? કેવા કેવા ગુણો આવે ? ઇત્યાદિ જાણવાની તમન્ના પ્રગટે છે. કારણકે વિધિપૂર્વક અનુષ્ઠાન કરવાનો આશય છે. એટલે તેની વિધિ સંબંધી, સૂત્રસંબંધી, અર્થસંબંધી, અને કાલાદિના નિયમસંબંધી જિજ્ઞાસા આ આત્મામાં પ્રવર્તે છે. આ જિજ્ઞાસા એ સદનુષ્ઠાનનું પાંચમું લક્ષણ છે. (૬) બુધસેવના - આપણે આચરેલું ધર્મ અનુષ્ઠાન નિરતિચાર આ. ૯ Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ આઠ દૃષ્ટિની સજ્ઝાય એવું શુદ્ધ બને તેટલા માટે તે અનુષ્ઠાનની વિધિ અને સ્વરૂપને જાણનારા જ્ઞાનીઓની વિનયપૂર્વક સેવા કરે. અનુષ્ઠાન પ્રત્યે આદર અને પ્રીતિ છે તથા તેના સ્વરૂપને જાણવાની જિજ્ઞાસા છે. તો તે જિજ્ઞાસા તેના જ્ઞાતાઓ પાસેથી જ સંતોષાશે. તેમ સમજી આત્માર્થિભાવે વિનયપૂર્વક તે વિષયના જ્ઞાનીઓની સેવા કરે. આ બુધસેવના એ સદનુષ્ઠાનનું છઠ્ઠું લક્ષણ જાણવું. શ્રી યોગદૃષ્ટિસમુચ્ચયમાં કહ્યું છે કે आदर: करणे प्रीतिरविघ्नः सम्पदागमः । जिज्ञासा तज्ज्ञसेवा च सदनुष्ठानलक्षणम् ॥ १२३ ॥ આ પ્રમાણે અનુષ્ઠાન ત્રણ પ્રકારનું છે. અને તે રત્નના દૃષ્ટાન્તથી સમજવું. તેમાં સદનુષ્ઠાનવાળું જે અનુષ્ઠાન તે અસંમોહ અનુષ્ઠાન કહેવાય છે. ||૧૭|| આ ત્રણે પ્રકારનાં અનુષ્ઠાનો કેવા કેવા ફળને આપનારાં છે તે સમજાવે છે બુદ્ધિક્રિયા ભવફળ દીએજી, જ્ઞાનક્રિયા શિવ અંગ । અસંમોહક્રિયા દીએજી, શીઘ્ર મુગતિફળ ચંગ ॥ મનમોહન૦ ॥૧૮॥ ગાથાર્થ - બુદ્ધિ માત્રથી કરાતાં અનુષ્ઠાનો સંસારફળ આપનાર છે. શાસ્ત્રજ્ઞાનપૂર્વક કરાતાં અનુષ્ઠાનો દીર્ઘકાળે મુક્તિ આપનાર છે. અને અસંમોહપૂર્વક કરાતાં અનુષ્ઠાનો તત્કાળ મનોહર એવા મુક્તિફળને આપનારાં છે. ૧૮|| વિવેચન - પાંચ ઇન્દ્રિયોના વિષયને અનુસરનારી જે બુદ્ધિ છે, તે બુદ્ધિપૂર્વક જ માત્ર કરાતાં અનુષ્ઠાનો સંસારફળદાયી છે. અર્થાત્ શાસ્ત્રની અપેક્ષા રાખ્યા વિના માત્ર પોતાની બુદ્ધિ ચાલે તેમ કલ્પના માત્ર દ્વારા, પાંચ ઇન્દ્રિયો દ્વારા થનારા બોધથી જે અનુષ્ઠાનો કરાય Page #148 -------------------------------------------------------------------------- ________________ ચોથી દીપ્રા દૃષ્ટિ છે, તે ભવભ્રમણનું જ કારણ બને છે. કારણકે જ્યાં આગમશાસ્ત્રોનું આલંબન નથી પણ સ્વમતિની કલ્પના માત્ર જ છે તે અનુષ્ઠાનો ભવહેતુ જ થાય છે. શાસ્ત્રની ઉપેક્ષા એ કટુ ફળદાયી છે. આગમશાસ્ત્રનું આલંબન લઈને તેમાંથી પ્રાપ્ત કરેલા સમ્યજ્ઞાન પૂર્વક કરાતું વિધિયુક્ત જે અનુષ્ઠાન તે અવશ્ય મુક્તિદાયક બને છે. પરંતુ ત્રીજા અનુષ્ઠાન કરતાં દીર્ઘકાળે મુક્તિ આપનાર બને છે. કારણ કે ત્રીજા અનુષ્ઠાન જેટલી શુદ્ધિ આ અનુષ્ઠાનમાં નથી. પરંતુ આગમશાસ્ત્રોનું આલંબન હોવાથી શાસ્ત્રાનુસારી છે. તેથી ચિરકાળે પણ અવશ્ય મુક્તિહેતુ થાય છે. આ અનુષ્ઠાનમાં શાસ્ત્રનો સંબંધ હોવાથી વિધિ, કાલનિયમન, દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવાદિનું સમ્યગ્યુંજન વગેરે ભાવો હોવાથી દિન-પ્રતિદિન વધારે શુદ્ધ અને સાનુબંધ અનુષ્ઠાન થાય છે. અને ઉત્તરોત્તર ઉત્તમ ઉત્તમ અનુષ્ઠાનનું કારણ બને છે. ૧૩૧ ત્રીજું અસંમોહ અનુષ્ઠાન સદનુષ્ઠાનવાળું હોવાથી અને તે સદનુષ્ઠાન ઉપરોક્ત ૬ લક્ષણોવાળું હોવાથી અતિશય પરિશુદ્ધ હોવાના કારણે વિના વિલંબે મોક્ષફળ આપનાર બને છે. જે આત્માઓ સારી રીતે પરમતત્ત્વના (એટલે આત્માનું અત્યન્ત શ્રેષ્ઠ જે તત્ત્વ-સ્વરૂપ છે તેના) જાણકાર છે. તેઓને ભવાતીતાર્થયાયી કહેવાય છે. તેવા ભવાતીતાર્થયાયી આત્માઓને જ આ અસંમોહ અનુષ્ઠાન આવે છે. અને તે અનુષ્ઠાન સર્વશ્રેષ્ઠ હોવાથી સાધક આત્માને તુરત મુક્તિફળ આપે છે. આ જ વાત યોગદૃષ્ટિસમુચ્ચયમાં ૧૨૪૦૧૨૫ ૧૨૬ શ્લોકોમાં છે. ૧૮।। ભવાતીતાર્થયાયી જીવ કોને કહેવાય ? તે હવે સમજાવે છે - પુદ્ગલરચના કારમીજી, તિહાં જસ ચિત્ત ન લીન | એક માર્ગ તે શિવ તણોજી, ભેદ લહે જગ દીન ।। મનમોહન૦ ॥૧૯॥ Page #149 -------------------------------------------------------------------------- ________________ આઠ દૃષ્ટિની સજ્ઝાય ગાથાર્થ - પુદ્ગલદ્રવ્યોની રચના ભયંકર (દુ:ખદાયી) છે. જેઓનું ચિત્ત તે પૌદ્ગલિકભાવોમાં લેપાતું નથી. તે સર્વેનો મોક્ષમાર્ગ એક જ છે. તેના ભેદ જે કહે છે. તે આ સંસારમાં દીન(દયાપાત્ર અજ્ઞાની) છે. એમ જાણવું. ૧૯૫ ૧૩૨ પરતત્ત્વના વિવેચન - જે આત્માઓ જૈન શાસન પામેલા છે, તેના પ્રત્યે અનહદ ગુણાનુરાગી થયા છે. તેથી જ સમ્યક્ત્વી છે. (આત્મતત્ત્વના) સાચા જાણ બન્યા છે. તેવા જ્ઞાનીઓને આ સંસારની સારી અને નરસી સર્વે પણ પૌદ્ગલિક રચનાઓ કારમી (ભયંકર - દુ:ખદાયી) જ લાગે છે. કારણ કે બંગલા, ગાડી, અલંકાર, હીરામાણેક – મોતી- સુવર્ણાદિરૂપે જે જે સારી રચના છે તે આ જીવનમાં રાગ, આસક્તિ અને પ્રીતિ ઉત્પન્ન કરે છે. અને જે ઝુંપડાં, મલીન વસ્ત્ર, વધ્યું-ઘટ્યું ભોજન, આદિ હીન-વર્ણ-ગંધ-રસ અને સ્પર્શવાળી પુદ્ગલોની રચના છે. તે આ જીવનમાં દ્વેષ-અપ્રીતિ-આર્ટ-રૌદ્ર ધ્યાન કરાવવા દ્વારા મલીનતા ઉત્પન્ન કરે છે. આ રીતે સારી વસ્તુઓ રાગ કરાવવા દ્વારા અને તુચ્છ વસ્તુઓ દ્વેષ કરાવવા દ્વારા આ જીવને ચીકણાં કર્મો બંધાવે છે. અને ભવભ્રમણામાં રઝળાવે છે. માટે આ સર્વે પૌદ્ગલિક ભાવોની રચના આવા જ્ઞાની આત્માઓને કારમી લાગે છે. ભયંકર દેખાય છે. અનંત સંસારમાં રઝળાવનાર લાગે છે. તેથી તેવી રચનાઓમાં તેઓનું ચિત્ત આસક્ત બનતું નથી. આવા પ્રકારના આ મહાત્માઓ પૌદ્ગલિકભાવોથી નિરુત્સુક હોય છે. ભવના ભોગોથી વિરક્ત હોય છે. તેઓનું મન પ્રાકૃતભાવોમાં લીન-તન્મય થતું નથી. આવા મહાત્માઓને ભવાતીતાર્થયાયી કહેવાય છે. બાહ્યભાવોમાં ચિત્ત નિરુત્સાહી અને વિરક્ત હોવાથી આ આત્માઓ અતિશય નિર્મળ અને શુદ્ધ હોય છે. તેથી જ પાંચે ઇન્દ્રિયોના વિષયો, તજ્જન્ય વિકારો, મોહની વાસનાઓ અને કષાયોની માત્રાઓ ઘણી જ શાન્ત થઈ ગયેલી હોય છે. તેથી આ જીવ ઉપશમભાવને પામે છે. Page #150 -------------------------------------------------------------------------- ________________ ચોથી દીપ્રા દૃષ્ટિ ૧૩૩ ચિત્તને “સમભાવમાં” રાખવું, મનનું શમપ્રધાન થવું, મુક્તિનો એ જ એક માર્ગ છે. અનુષ્ઠાનો ગમે તે આચરો, ગમે તેટલાં આચરો, પરંતુ તે સર્વે અનુષ્ઠાનો દ્વારા “પ્રશમભાવ” જ પ્રાપ્તવ્ય છે. તે જ એક સાચો અને ઋજુ (સરળ) મુક્તિમાર્ગ છે. તથા મુક્તિના ઉપાયભૂત અનુષ્ઠાનો અનેક હોવા છતાં ત્યાં પહોંચવાનો માર્ગ આ “પ્રશમભાવ” એક જ છે. બીજો કોઈ જ નથી. તેથી જે જે જુદા જુદા મુક્તિમાર્ગ માને છે તે આ જગતમાં અજ્ઞાની છે. જ્ઞાની આત્માઓને તેનું અજ્ઞાન જોઈને દયા ઉપજે છે. અર્થાત્ તેઓ દીન છે. ચોથા ગુણઠાણાથી ૧૪ મા ગુણઠાણા સુધીના સર્વે જીવો એક જ મુક્તિમાર્ગ ઉપર દૂર - આસન્નભેદે આરૂઢ થયેલા છે. જેમ સમુદ્રના સામા કિનારે પહોંચવા માટે પ્રસ્તુત કિનારેથી તરવા માટે પડેલા પચીસ પચાસ જીવો સામા કિનારાની પ્રાપ્તિને અનુરૂપ એક સરખા સમાન માર્ગે જ તરે છે. પરંતુ જેની તરવાની ગતિ વેગવાળી છે તે સામા કિનારે પહોંચવા માટે અતિશય આસન્ન છે. અને જેની તરવાની ગતિ મંદ, મંદતર અને મંદતમ છે, તેવા જીવો પણ તરવા માટેના તે જ એક માર્ગ ઉપર તરે છે. પરંતુ તરવાની ગતિ મંદ હોવાથી પહોંચવાના કિનારાથી દૂર-દૂરતર અને દૂરતમ છે. તેવી જ રીતે ૪થી ૧૪ ગુણસ્થાનકવાળા જીવો “પ્રશમભાવ” રૂપ મુક્તિના એક જ માર્ગ ઉપર ચાલી રહ્યા છે. પરંતુ પ્રશમભાવની માત્રા તરતમતાવાળી-વિકાસ પામેલી હોવાથી ૧૪મા વાળા મુક્તિને આસન્નતમ કહેવાય છે. ૧૩મા વાળા આસન્નતર કહેવાય છે. ૧૨મા વાળા આસત્ર કહેવાય છે. એમ સર્વત્ર સમજવું. પરંતુ માર્ગભેદ હોતો નથી. યોગદૃષ્ટિસમુચ્ચયમાં કહ્યું છે કે - - एक एव तु मार्गोऽपि तेषां शमपरायणः । અવસ્થા ખેતમેતેપ, નથી તીરમાર્થવત્ ॥૨૮॥ Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ આઠ દૃષ્ટિની સઝાય આ પ્રમાણે ભવાતીતાર્થાયી સર્વે જીવોને મુક્તિ પણ એક જ છે. અને મુક્તિનો માર્ગ પણ એક જ છે. અને તેને જણાવનારા સર્વજ્ઞા ભગવન્તો પણ સર્વજ્ઞતા ગુણે કરીને એક જ છે. ll૧૯ પ્રશ્ન - જો સર્વકર્મક્ષય રૂપ મુક્તિ એક છે. પ્રશમભાવ રૂપ મુક્તિમાર્ગ એક છે. અને સર્વજ્ઞતા ગુણે કરી સર્વજ્ઞ એક છે. તો પછી ઋષભદેવ અને મહાવીર પ્રભુની દેશના પાંચ મહાવ્રતવાળી અને શેષ બાવીસ તીર્થકરોની દેશના ચાર મહાવ્રતવાળી તથા દશવિધ સામાચારીમાં પણ ભેદવાળી ચિરણા જણાવી . આમ કેમ? તેનો ઉત્તર આપતાં કહે છે કેશિષ્ય ભણી જિન દેશનાજી, કહે જનપરિણતિ ભિન્ન | કહે મુનિની નય દેશનાજી, પરમારથથી અભિન્ન છે મનમોહન૧૨૦ ગાથાર્થ - જિનેશ્વર ભગવંતોની દેશના શિષ્યો(ની પાત્રતા)ને આશ્રયી ભિન્ન છે. અને લોકોમાં પણ ભિન્ન રીતે પરિણામ પામે છે. તથા મુનિની દેશના પણ નય સાપેક્ષ હોવાથી ભિન્ન છે. પરંતુ પરમાર્થથી તો અભિન્ન જ છે. અર્થાત્ એક જ છે. ૨૦ વિવેચન - વીતરાગ પરમાત્માની દેશના પરમાર્થે એક રૂ૫ જ છે. ભિન્ન-ભિન્ન નથી. પરંતુ સાંભળનારા શ્રોતાગણમાં રહેલી પાત્રતા હીનાધિક હોવાથી તેઓનો ઉપકાર જે રીતે થાય તે રીતે ભગવાન દેશના આપે છે. તેથી ભિન્ન-ભિન્ન લાગે છે. જેમ કોઈ પણ ઉત્તમ વૈદ્ય રોગી આત્માને જેવો રોગ થયો હોય તેવું ઔષધ આપે છે. એક જ રોગના રોગી જીવોમાં પણ બાળ - યુવાન અને વૃદ્ધાદિ અવસ્થાને ધ્યાનમાં રાખીને હીનાધિક માત્રાએ ઔષધ આપે છે. કારણ કે તેમ કરવાથી જ તેનો રોગ દૂર થવા રૂપ ઉપકાર થાય છે. પરંતુ પરમાર્થથી રોગ દૂર કરવા માટે ઔષધ એક જ છે. સમાન જ છે. તેવી રીતે ઋષભદેવ અને મહાવીર પ્રભુના કાળના જીવો અનુક્રમે ઋજુ - જડ, Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૩૫ ચોથી દીપ્રા દૃષ્ટિ અને વક્ર-જડ હોવાથી પાંચ મહાવ્રતવાળી અને શેષ બાવીસ તીર્થંકર ભગવત્તના કાળમાં જીવો ઋજુ - પ્રાણ હોવાથી ચાર મહાવ્રતવાળી દેશના હતી. તે તે જીવોની તેવી તેવી યોગ્યતા હોવાથી તેઓને જે રીતે ઉપકાર થાય તે પ્રમાણે ભિન્ન-ભિન્ન દેશના વ્યવહારથી દેખાતી હોવા છતાં પરમાર્થથી તે દેશના એક જ છે. આ તીર્થકર ભગવન્તો સંસારી જીવોનો ભવરોગ દૂર કરવામાં મહાવૈદ્ય સમાન છે. પરમાત્માની દેશના સાંભળનારા જીવોમાં કેટલાક જીવો આત્મા આદિ સર્વ તત્ત્વોને નાશવંત - ક્ષણિક - અનિત્ય જ સમજતા હોય છે. (સ્વદર્શનના આગ્રહના કારણે તેમ જ માનતા હોય છે.) તેથી કાળાન્તરે આત્મા પુણ્ય આદિ તત્ત્વોના થનારા નાશથી ભીરૂ હોય છે. એટલે કે અમે અત્યારે ગમે તેટલું પુણ્ય - અથવા ધર્મ કરીશું તો પણ તે કાળાન્તરે (ક્ષણાન્તરે) નાશ જ પામવાનું છે. કારણ કે તે અનિત્ય જ છે. તેથી પુણ્ય કે ધર્મ કરીને પણ શું કરવાનું ? તેવી જ રીતે આત્મા પણ અનિત્ય જ છે. પુણ્યધર્મ કરનારો આત્મા તો વિપાકકાલે રહેવાનો જ નથી. તેથી આપણે પુણ્ય - ધર્મ કરીને પણ શું લાભ ? આવી વિચારસરણી ધરાવનારા જીવો પ્રત્યે જેમાં પર્યાયોવાળી ક્રમશઃ થતી અવસ્થાઓ ગૌણ છે. અને દ્રવ્ય મુખ્ય છે. એવી નિત્યત્વની દેશના પરમાત્મા આપે છે. એવી જ રીતે સંસારના ભોગોમાં જ આસક્તિવાળા અને આ ભોગો અને ભોગવનારો આત્મા સદા રહેવાનો જ છે. સુખ અને સુખી આત્મા નિત્ય જ છે. આવું માનનારા ભોગી જીવોને ભોગ પ્રત્યેની આસક્તિ છોડાવી ઉપકાર કરવા માટે, દ્રવ્ય જેમાં ગૌણ છે અને પર્યાય જેમાં મુખ્ય છે એવી અનિત્યત્વની દેશના પરમાત્મા આપે છે. પરંતુ પરમાર્થથી વસ્તુતત્ત્વ નિત્યાનિત્ય જ છે. એવી તે દેશના એક જ છે. તથા પરમાત્મા કોઈપણ વિષય ઉપરની એક જ પ્રકારની દેશના આપતા હોવા છતાં પણ તેઓના અચિજ્ય પુણ્ય પ્રભાવથી જે જે શ્રોતાઓની જે એક બાજુ દૃષ્ટિ ઢળી હોય તેનાથી બીજી બાજુની . Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ આઠ દૃષ્ટિની સઝાય જ દેશના તેને સંભળાય છે. તથા પરમાત્મા પોતાની એક ભાષામાં જ દેશના આપતા હોવા છતાં શ્રોતાવર્ગને સૌને પોતપોતાની ભાષામાં જ સંભળાય છે. આનું કારણ પણ સામાન્ય માનવીમાં ન ઘટે તેવો પરમાત્માના પુણ્યનો અચિન્ય પ્રભાવ જ કારણ છે. તથા સર્વે શ્રોતાઓને આશ્રયીને કહેતા હોવા છતાં પ્રત્યેક શ્રોતાઓને એમ જ લાગે છે કે જાણે આ ભગવાન મને ઉદેશીને જ કહે છે. ઇત્યાદિ રીતે પરમાત્માની દેશના જે સંભળાય છે, તેનું કારણ તેઓનું અસાધારણ અને અચિન્ય પુણ્યબળ જ સમજવું જોઈએ. તથા પરમાત્માના અનુયાયી એવા મુનિ મહાત્માઓ પણ શ્રોતા વર્ગને ઉપકાર કેમ થાય ? તેનું બરાબર ધ્યાન રાખીને જ કોઈ પણ એક નયની દેશના આપે છે. જેમકે- જ્ઞાનનયના પક્ષપાતી જીવો શ્રોતા હોય તો ક્રિયાયની દેશના આપે છે. અને ક્રિયાનયના પક્ષપાતી જીવો શ્રોતા હોય તો જ્ઞાનનયની દેશના આપે છે. વ્યવહારનયના પક્ષપાતીની સામે નિશ્ચયનયની અને નિશ્ચયનયના પક્ષપાતીની સામે વ્યવહારનયની દેશના આપે છે. સારાંશ કે સુવૈદ્યની જેમ શ્રોતાવર્ગની પાત્રતા જોઈને તેને ઉપકારક થાય તે રીતે પ્રતિપક્ષી એવા એક નયની દેશના તેઓ આપે છે જે દેશના પરમાર્થે અનેકાન્તવાદસ્યાદ્વાદ અર્થાત્ ઉભયનયનો સાપેક્ષપણે સમન્વય કરનારી જ હોય છે. અને તેથી તે દેશના એક છે. જે આત્મા અલ્પજ્ઞ હોય અને રાગાદિ દોષવાળા હોય તેની જ દેશના ભિન્ન-ભિન્ન હોય છે. પરંતુ આ પરમાત્માઓ તો સર્વજ્ઞ અને વીતરાગ હોવાથી તેઓની દેશનામાં ભેદ નથી. વળી મુનિ મહાત્માઓ પણ સર્વજ્ઞના સિદ્ધાન્તને અનુસરનારા હોવાથી તેઓની દેશનામાં પણ નયસાપેક્ષતા હોવાના કારણે ભેદ નથી. છતાં જે અજ્ઞાની આત્માઓ સર્વજ્ઞની દેશનામાં ભેદ સમજે છે તેઓ જ્ઞાનીઓની દૃષ્ટિએ આ જગતમાં દીનભાવવાળા છે. દયાનું પાત્ર છે. પાપ માત્ર બાંધનારા છે. Page #154 -------------------------------------------------------------------------- ________________ ચોથી દીપ્રા દૃષ્ટિ ૧૩૭ સર્વજ્ઞ પરમાત્માઓમાં દેશનાભેદ કલ્પીને તરતમતા કે હીનાધિકતા માનવી અને તેનાથી તેઓનો અવર્ણવાદ - કે નિંદા કરવી તે મહાપાપ છે. જિહ્વાચ્છેદથી પણ અધિક પાપ છે. આ જ વિષય આ.ભ. શ્રીહરિભદ્રસૂરીશ્વરજીએ શ્રી યોગદૃષ્ટિસમુચ્ચયમાં ગાથા ૧૩૪થી ૧૪૬માં સવિસ્તર સમજાવ્યો છે. વધારે ત્યાંથી જાણી લેવું. આ પ્રમાણે ભવાતીતાર્થયાયી મહાત્માઓને મુક્તિ પણ એક છે. મુક્તિમાર્ગ પણ એક છે. સર્વજ્ઞ પણ એક છે. અને સર્વજ્ઞની દેશના પણ એક છે. વસ્તુસ્થિતિ એક જ છે. માત્ર દર્શને દર્શને તેનાં નામોનો જ ભેદ છે. જ્યાં પદાર્થ એક જ હોય અને નામ માત્રનો જ ભેદ હોય તેવી બાબતમાં મહાત્મા પુરુષોને ઝઘડો-ટંટો હોતો નથી. આ જ વાત ગ્રંથકાર આગળ સમજાવે છે. ર૦ા શબ્દભેદ ઝઘડો કિસ્સોજી, પરમારથ જો એક । કહો ગંગા કહો સુરનદીજી, વસ્તુ ફરે નહી છેક II મનમોહન૦ ॥૨૧॥ ગાથાર્થ - જો પરમાર્થ(વસ્તુસ્થિતિ) એક જ હોય તો શબ્દભેદનો ઝઘડો શું કામનો ? ગંગા નદીને ગંગા કહો કે સુરનદી કહો, પરંતુ તેમ કહેવામાં કંઈ વસ્તુ ફરી જતી નથી. ॥૨૧॥ વિવેચન - જો પરમાર્થ એક જ હોય છે. વસ્તુસ્થિતિ જો એક જ છે. તો નામભેદનો ઝઘડો શું કામનો ? મહાત્મા પુરુષોને આવો ઝઘડો હોતો નથી. જેમ કે જે ગંગા નદી છે, તેને કોઈ ગંગાનદી કહે, કોઈ સુરનદી કહે, તો તેમ નામભેદ કહેવા માત્રથી કંઈ વસ્તુ બદલાઈ જતી નથી. સમજાવવાનો આશય એ છે કે જો મુક્તિ એક જ છે. તો તે મુક્તિનો દર્શનભેદે નામભેદ હોય તેનો મહાત્માઓને ઝઘડો હોતો નથી. જેમ આ જ મુક્તિને જુદા જુદા દર્શનકારો (૧) સદાશિવ, (૨) પરબ્રહ્મ, (૩) સિદ્ધાત્મા, (૪) તથાતા આવા પ્રકારનાં ભિન્ન-ભિન્ન નામો કહે છે. Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ આઠ દૃષ્ટિની સઝાય તેથી મુક્તિતત્ત્વમાં કંઈ તફાવત થતો નથી. તેવી જ રીતે મુક્તિમાર્ગમાં અને સર્વજ્ઞમાં, પણ એકત્વ હોવા છતાં દર્શનભેદે જે નામભેદ છે તેનો મહાત્મા પુરુષોને કોઈપણ જાતનો ઝઘડો હોતો નથી. આ દીપ્રાદષ્ટિનો અર્થ ચાલે છે. ૧ થી ૪ દૃષ્ટિ સુધી જીવ મિથ્યાત્વી હોય છે. ચોથી દીપ્રાદષ્ટિના અન્તિમ ભાગમાં અતિશય મંદ મિથ્યાત્વ હોય છે. પરંતુ સ્થિરાદિ પાંચમી દૃષ્ટિથી જે સમ્યકત્વ ગુણ આવે છે. તે આ ચોથી દૃષ્ટિમાં હોતો નથી. તેથી વેદ્યસંવેદ્યપદ પણ દીપ્રાદષ્ટિમાં હોતું નથી. તેના કારણે સમ્યગ્દષ્ટિ આત્મા જેવો સૂક્ષ્મબોધ પણ અહીં સંભવતો નથી. છતાં જે કંઈ વિશિષ્ટ જ્ઞાનભૂમિકા પ્રાપ્ત થઈ છે તે અવશ્ય વેદસંવેદ્યપદ, સમ્યકત્વ, અને સ્થિરાદિ દૃષ્ટિઓ પ્રાપ્ત કરાવે જ છે. આ દીપ્રાદષ્ટિના કાળે પણ સમ્યકત્વાદિ ગુણો ન હોવા છતાં તે તે ગુણોની પૂર્વભૂમિકા નક્કર બંધાઈ હોવાથી વીતરાગ પરમાત્માને સાચા દેવ, નિગ્રંથ મહાવ્રતધારક ગુરુને જ ગુરુ, અને સંસારથી તારે તે જ ધર્મ આવા પ્રકારનું યથાર્થ જ્ઞાન આ દૃષ્ટિકાળે વર્તે છે. તેથી કુદેવ - કુગુરુ અને કુધર્મને માનવાની વાત તો આ દૃષ્ટિકાળે હોતી નથી. સુદેવ-સુગુરુ અને સુધર્મને જ માનવાની વાત પાકી હોય છે. પરંતુ સુદેવત્વ કઈ વ્યક્તિમાં માનવું ? સુગુરુત્વ કઈ વ્યક્તિમાં માનવું ? ઈત્યાદિ વિષયનું સ્પષ્ટ જ્ઞાન આ દૃષ્ટિમાં હોતું નથી. કારણ કે હજુ સમ્યકત્વાદિ નથી. સુવાદિના સ્વરૂપમાં કોઈ વિવાદ નથી. પરંતુ આ સ્વરૂપ કોનામાં હોય ? એ ચોક્કસ જણાતું નથી. તેથી જેમ ઋષભદેવ અજિતનાથ - સંભવનાથ ઇત્યાદિ ભગવન્તો સાચા સર્વજ્ઞ છે. તેથી તેઓ જેમ સુદેવ કહેવાય છે. તેમ બુદ્ધ, કપિલ, અક્ષપાદ, કણાદ આદિ ઋષિમુનિઓમાં નામમાત્રના ભેદથી સર્વજ્ઞત્વનો અભાવ છે. એમ કહી શકાય નહી. અર્થાત્ તેઓ પણ સર્વજ્ઞ હોય એવું કાં ન બને ? તેથી બુદ્ધ-કપિલ-મહાવીર આદિ નામભેદ હોવા છતાં તે સર્વે પણ સર્વજ્ઞપણે Page #156 -------------------------------------------------------------------------- ________________ ચોથી દીપ્રા દૃષ્ટિ ૧૩૯ સમાન હોઈ શકે છે. એમ માનીને કોઈપણ પક્ષનો આગ્રહ રાખ્યા વિના સર્વ સ્થાને સુદેવાદિની બુદ્ધિ થાય છે. આટલું જ માત્ર મિથ્યાત્વનું બળ હવે શેષ હોય છે. આગ્રહ દશા ચાલી ગઈ છે. તેનું કારણ એ છે કે કુતર્ક કરવાની ભાવના નિવૃત્ત થઈ ગઈ છે. કુતર્ક વિનાની દશા જ મુમુક્ષુ આત્માઓને ઉપકારક બને છે. કદાગ્રહ એ એક પ્રકારનો ગ્રહ (ભૂત અથવા નુકશાન કરનારો ગ્રહ) છે. તેથી કુતર્ક, અને કુતર્કના કારણે થતો કદાગ્રહ આત્માર્થી મહાત્માઓએ ત્યજવો જ જોઈએ. પરના ધર્મક્ષમાદિક પણ મિટેજી, પ્રગટે ધર્મસત્યાસ . તો ઝઘડા ઝોંટાતણોજી, મુનિને કવણ અભ્યાસ | મનમોહન) રરો ગાથાર્થ - ધર્મસંન્યાસ યોગ પ્રગટે ત્યારે ક્ષમા - નમ્રતા આદિ લાયોપથમિક ભાવના ધર્મો પણ ટળી જાય છે. તો પછી મુનિને શબ્દભેદના ઝઘડા – ટંટા તણો અભ્યાસ ક્યાંથી હોય ? અર્થાત્ ન જ હોય. તેર રા/ - વિવેચન - મહાત્મા પુરુષોએ કુતર્ક અને તજન્ય કદાગ્રહ (અસદભિનિવેશ) અવશ્ય ત્યજવો જ જોઈએ. આ વિષય ઉપર યુક્તિપૂર્વક સમજણ આપે છે કે - ચારિત્ર મોહનીય કર્મના ક્ષયોપશમથી પ્રાપ્ત કરવા યોગ્ય અને ઘણા પુરુષાર્થથી પ્રાપ્ત કરેલ એવા ક્ષાયોપથમિક ભાવના ક્ષમા - મૃદુતા - આર્જવતા અને સંતોષ આદિ ગુણો પણ ક્ષપકશ્રેણી કાળે ધર્મસન્યાસ યોગ આવે ત્યારે ત્યજવાના હોય છે. સારાંશ કે જે ગુણોથી જીવનું ઊર્ધ્વરોહણ થયું છે, તેવા આ ગુણો પણ ક્ષાવિકભાવના ગુણો પ્રાપ્ત કરવાના અવસરે ત્યજવાના હોય છે. તો પછી મુક્તિના નામભેદનો, કે સર્વજ્ઞના નામ ભેદનો ઝઘડો-ટૅટો તો હોય જ શું ? તેવી હલકી Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ આઠ દૃષ્ટિની સજઝાય પ્રવૃત્તિ અને હલકી પરિણતિ આવા મહાત્માઓમાં શું હોય ? અર્થાત્ ન જ હોય. મિથ્યાત્વગુણસ્થાનકે કોઈપણ આહારાદિ એક સંજ્ઞાના જોરે બીજી સંજ્ઞાના પરાભવ રૂપ ગુણો હોય છે. તે ઔદયિકભાવના ગુણો કહેવાય છે કે જે વાસ્તવિક ગુણાભાસ રૂપ છે. જેમ કે પરિગ્રહ સંજ્ઞાને પરવશ થયેલો, સતત ધન કમાવવામાં લયલીન થયેલો જીવ સમયસર આહારાદિ લેતો નથી. ભુખ્યો પણ રહે છે. મૈથુન સંજ્ઞાને પરવશ થયેલો જીવ લોકલજ્જા આદિના ભયો વિનાનો હોય છે. પરંતુ આ ગુણો તે કંઈ તારકગુણો નથી. આવા ગુણાભાસો સમ્યકત્વાદિ પારમાર્થિક ગુણો આવતાં છુટી જાય છે. અને ચોથા ગુણઠાણાથી આઠમા ગુણસ્થાનક સુધી ચારિત્ર મોહનીય કર્મનો ક્ષયોપશમ થવાથી ક્ષાયોપથમિક ભાવના ક્ષમા, માર્દવતા આદિ ગુણો આવે છે. જે ગુણો આ આત્માને ઉપર-ઉપરના ગુણસ્થાનકે ચઢાવે છે. આ ગુણો મોહની મંદતાથી આવેલા છે. એટલે અવશ્ય ઉપકારક છે. તો પણ સર્વથા મોહના ક્ષયથી આવનારા ક્ષાવિકભાવના ગુણો આવવાનો જ્યારે અવસર આવે છે, ત્યારે એટલે કે ક્ષપકશ્રેણીમાં ૯/૧૦ ગુણસ્થાનકે ધર્મસન્યાસ યોગ પ્રગટ થાય ત્યારે આ ક્ષયોપશમભાવના ગુણો પણ ત્યજવાના છે. તો પછી નામભેદ – શબ્દભેદ જેવી તુચ્છ બાબતોનો દિલાવર દિલવાળા અને ઉદાર પ્રકૃતિવાળા મહાત્માઓને ઝઘડો કે ટંટો હોતો નથી. તેના માટેના કુતર્કો કરવાની બુદ્ધિ કે કદાગ્રહો હોતા નથી. પરિણામ એવા નિર્મળ થાય છે કે આવા મલીન ભાવો આવા ઉત્તમ જીવોમાં સંભવતા નથી. ઊંડા કૂવામાં પડેલા માણસને બહાર નીકળવા માટે લાંબી એક સાંકળ લટકાવેલી હોય. અને તે સાંકળ પડેલાના હાથમાં આવે અર્થાત્ તે પડેલો જીવ સાંકળ પકડે તો જરૂર બહાર આવી શકે. પરંતુ તે સાંકળને માત્ર પકડી જ રાખે તો કદાપિ ઉપર ન જ આવે. તેણે જેમ જેમ ઉપરનો સાંકળનો ભાગ પકડાતો જાય તેમ Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૪૧ ચોથી દીપ્રા દૃષ્ટિ ભ નીચેનો પકડેલો ભાગ છોડ પણ પડે. તો જ ઉપર આવે, અર્થાત્ નીચેનો ગમે તેવો મજબૂત પકડેલો ભાગ પણ ઉપરના ભાગના ગ્રહણ પછી છોડી જ દેવો જોઈએ. ગ્રહણ અને મોચન એમ ઉભય હોય તો જ ઉપર આવે છે. નીચેની પકડના કદાગ્રહથી ઉપર અવાતું નથી. એવી જ રીતે આ આત્મા જેમ જેમ અધ્યાત્મમાર્ગમાં વિકાસ કરે છે તેમ તેમ કુત્સિત આગ્રહો, તેના કારણભૂત તર્કો, મિથ્થામતિ, મિથ્યાપક્કડ છૂટતી જાય છે. તેથી મહાત્માઓને આવા કદાગ્રહો - ઝઘડા-ટંટા કે કુતર્કો હોતા નથી. . મિથ્યાત્વ ગુણસ્થાનકના અંતિમ કાળમાં મુક્તિના નામભેદનો કે સર્વજ્ઞના નામભેદનો વિવાદ - ઝઘડો વગેરે કુલેશવૃત્તિવાળું ચિત્ત હોતું નથી. પરંતુ ગુણીયલ ચિત્ત બની જાય છે કે જેનાથી આ જીવ તુરત જ સમ્યકત્વ, સ્થિરાદિ દષ્ટિ અને વેદસંવેદ્યપદ પ્રાપ્ત કરે છે. તે ચિત્તમાં નીચે મુજબ ગુણો પ્રગટ કરવાના હોય છે. (૧) પરને સૂક્ષ્મ પણ પીડા ન કરવી. કોઈ જીવને દુઃખ ન આપવું. (૨) પાપકર્મ કરનારા જીવો ઉપર પણ ભાવ અનુકંપા કરવી. પરંતુ માત્સર્ય કે દાઝ ન કરવી. (૩) વડીલો (માતા-પિતાદિ સર્વ પરિવાર) દેવો, બ્રાહ્મણો, યતિઓ, તપસ્વી મહાત્માઓની પૂજા કરવી, તેઓ તરફ પૂજ્યભાવ રાખવો, હૈયાનું બહુમાન રાખી વિનયાદિમાં પ્રવર્તવું આવા ગુણો ચિત્તમાં પ્રગટ કરવાના હોય છે. સર્વકર્મક્ષય રૂપ મુક્તિ એક છે. મુક્તિ પ્રાપ્ત કરવાના ઉપાય સ “પ્રશમભાવ” એ મુક્તિમાર્ગ પણ એક જ છે. સર્વજ્ઞ પણ સર્વજ્ઞતા ગુણથી સમાન છે. એક છે. તેનામાં હીનાધિકતા કે તરતમતા હોતી નથી. તેથી જ તેઓની દેશના પણ પરના ઉપકાર કરવા રૂપે મહાવૈદ્યની જેમ એક જ હોય છે. તેથી મુક્તિના કે સર્વજ્ઞના નામભેદ કે શબ્દભેદનો અને દેશના ભેદનો ઝઘડો-ટંટો ત્યજીને મહાત્મા પુરુષો અનુકંપા-અને ગુરુ આદિની સેવા કરનારા Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ આઠ દૃષ્ટિની સજ્ઝાય તથા પાપીઓ ઉપર પણ માત્સર્યરહિત એટલે કે માધ્યસ્થતાવાળા થાય છે. ગુણો પ્રાપ્ત કરવા તરફ જ તેઓની દૃષ્ટિ હોય છે. તુચ્છ બાબતોનો ઝઘડો હોતો નથી. ઉદાર ગંભીર સત્યના ગવેષક અને ક્ષમાશીલ બનતા જાય છે. કારણ કે હવે મિથ્યાત્વગુણસ્થાનકનો અંત થવાની તૈયારીમાં છે. ।।૨૨।। દીપાદૃષ્ટિનો ઉપસંહાર કરતાં જણાવે છે કે - અભિનિવેશ સઘળો ત્યજીજી, ચાર લહી જેણે દૃષ્ટિ | તે લેશે હવે પાંચમીજી, સુયશ અમૃતદ્દનવૃષ્ટિ ।। મનમોહન૦ ॥૨૩॥ – ગાથાર્થ જેણે પ્રથમની આ ચાર દૃષ્ટિ પ્રાપ્ત કરી છે તે જીવ સઘળો અભિનિવેશ (આગ્રહ) ત્યજીને હવે પાંચમી દૃષ્ટિ પ્રાપ્ત કરે છે કે જે દૃષ્ટિ સારા યશરૂપી અમૃતને આપવામાં મેઘ વર્ષા સમાન છે. ૨૩ા - વિવેચન મિથ્યાત્વની અતિશય મંદતા થવાથી આ જીવ આ ચોથી દીપ્રાદષ્ટિ પૂર્ણ કરીને પાંચમી સ્થિરા દૃષ્ટિમાં પ્રવેશવાની તૈયારી કરે છે. અનાદિ કાળની ઓષ દૃષ્ટિમાંથી ચરમાવર્તમાં આવ્યા પછી ભાભિનંદીપણાની જે દૃષ્ટિ હતી તે બદલાતાં બદલાતાં ધર્માભિમુખ દૃષ્ટિ થતાં થતાં મનના વિચારો, વાણી અને કાયાના આચારો બદલાતા જાય છે. તેના પ્રતાપે ક્રમશઃ મિત્રા-તારા-બલા અને દીપ્રા દૃષ્ટિઓ આવતાં આ જીવનો ચરમાવર્તનો પ્રથમ અર્ધભાગ સમાપ્ત થવા આવે છે. જેમાં ગાઢ મિથ્યાત્વમાંથી દ્વિબંધક સમૃદ્ધ્ધક, અપુનબંધક થયો, માર્ગાભિમુખ, માર્ગપતિત અને માર્ગાનુસારી થયો, અનેકવાર યથાપ્રવૃત્ત કરતાં કરતાં ચરમ યથાપ્રવૃત્તકરણ તથા અપૂર્વકરણ કરી ગ્રંથિભેદ કરી અનિવૃત્તિકરણ કરવા દ્વારા આ જીવ સમ્યક્ત્વની પ્રાપ્તિને અભિમુખ બન્યો. આ આત્માનો ભાવમલ ઘણો ઘણો હ્રાસ પામ્યો છે. તેના કારણે જ યથાર્થતત્ત્વો જાણવાની જિજ્ઞાસા Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૪૩ ચોથી દીપ્રા દૃષ્ટિ આદિ ભાવો પ્રગટ્યા છે. ખોટા તર્કો (કુતર્કો) કરી તત્ત્વ ઉડાડવાની વૃત્તિ નષ્ટ થઈ ચૂકી છે. આ આત્મા વડીલો પ્રત્યે નમ્રવૃત્તિવાળો, ગુરુઓ પાસેથી કંઈક સાચું તત્ત્વ મળવાનું છે એવી જિજ્ઞાસાવાળો અને પૂજ્ય બુદ્ધિવાળો બન્યો છે. આવા પ્રકારના આવેલા આ લૌકિક ગુણો લોકોત્તર એવા સમ્યકત્વ આદિ ગુણોની પ્રાપ્તિનું અવલ્થ કારણ બનવાના છે. કુતર્કો કરવાની બુદ્ધિ નષ્ટ થઈ હોવાથી “અસદભિનિવેશ” મિથ્યા આગ્રહ = કદાગ્રહ આ આત્માએ સઘળો ત્યજી દીધો છે. આ અસદભિનિવેશથી જ જીવ ભવોભવમાં ઘણો ભટક્યો છે. આ ભૂલ જીવને બરાબર સમજાયી છે. આ રીતે શ્રેષ્ઠ પરિણતિવાળો બનવાથી દીપા સુધીની ચાર દૃષ્ટિઓ આ જીવે પસાર કરી છે. હવે સ્થિરા નામની પાંચમી દૃષ્ટિ પ્રાપ્ત થશે, તેના પ્રતાપે વેદ્યસંવેદ્યપદ આવવાથી સંસારથી અવશ્ય કાલાન્તરે પણ તારે જ એવા સમ્યકત્વાદિ લોકોત્તર ગુણો ટુંક સમયમાં આવશે જ. હવે આવનારી સ્થિરા નામની પાંચમી દષ્ટિ કેવી છે ? તે જણાવે છે કે સુંદર કોટિના યશ સ્વરૂપ જે અમૃત છે તેની પ્રાપ્તિ કરાવવામાં મેઘની વર્ષાતુલ્ય આ દૃષ્ટિ છે. આ દૃષ્ટિની પ્રાપ્તિરૂપી મેઘ વરસે એટલે ઉત્તમ કોટિના યશ રૂપ અમૃતની પ્રાપ્તિ મુમુક્ષુ જીવને થાય જ. આ પ્રમાણે આ ચોથી દૃષ્ટિ સમજાવી. હે મનમોહન (મનને મોહ પમાડનાર જિનેશ્વર) પ્રભુ ! તમારી વાણી ઘણી મીઠી છે. અમને અત્યન્ત સાકર જેવી મધુર લાગે છે. “સુયશ” શબ્દથી ગ્રંથકારે પોતાનું નામ જણાવ્યું છે એમ સમજવું. ચોથી દીપ્રાદેષ્ટિ સમાપ્ત Page #161 -------------------------------------------------------------------------- ________________ પાંચમી સ્થિરા દૃષ્ટિ મિત્રા, તારા, બલા અને દીપ્રા આ ચાર દૃષ્ટિઓથી આ આત્માનો આધ્યાત્મિક વિકાસ ઘણો સારો થયો છે. મિથ્યાત્વ દશા ઓગળી ગઈ છે. મુક્તિ-મુક્તિમાર્ગ-સર્વજ્ઞ-અને સર્વજ્ઞની દેશના રુચિ ગઈ છે. સાંસારિક ભાવો તરફ તખ઼લોહપદન્યાસની જેમ અણગમો પ્રગટ થયો છે. સાંસારિક બધા જ સુખદાયક સંજોગો કાળાન્તરે અવશ્ય વિયોગવાળા જ છે. અને વિયોગકાળે અતિશય દુ:ખદાયી જ છે. તેથી મોક્ષની રુચિ લાગી ગઈ છે. મોક્ષે જવાની ભારે તાલાવેલી પ્રગટ થઈ છે. કુતર્ક કદાગ્રહ આદિ અનાદિની મોહની ચાલ ત્યજીને આ આત્મા સરળ સમજુ અને આત્મહિતનો સાચો અર્થી બન્યો છે. નિર્ધ્વસ પરિણામ ત્યજીને કોમળ, દયાળુ, દાક્ષિણ્યતા અને ઉદારતા આદિ ગુણોવાળો બન્યો છે. – સાચું તત્ત્વજ્ઞાન જાણવાની જિજ્ઞાસા, તત્ત્વ સાંભળવાની ઇચ્છારૂપ શુશ્રુષા અને સદ્ગુરુજી પાસે સાચા તત્ત્વનું શ્રવણ પ્રાપ્ત કર્યું છે. તેનાથી મોક્ષપ્રાપ્તિની રઢ લાગી છે. પરંતુ તેનો માર્ગ હજુ હાથમાં આવ્યો નથી. તત્ત્વશ્રવણ ચોથી દૃષ્ટિમાં આવ્યું હોવાથી આ જીવને એ ખ્યાલ આવ્યો છે કે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્રથી જ મુક્તિની પ્રાપ્તિ થાય છે. મુક્તિના ઉપાયભૂત તે સાધનસામગ્રી પ્રાપ્ત કરવાની તાલાવેલી લાગી છે. જે આત્માને જે સાધ્ય સાધવું હોય, તેના સાધનોનું પરિપૂર્ણ અને યથાર્થ જ્ઞાન હોય, પરંતુ તે સાધન, સામગ્રીની અપ્રાપ્તિ હોય તો તે આત્માને ઘણું જ દુઃખ હોય છે. આ વાત સ્વાભાવિક છે. તેવી જ રીતે આ મુમુક્ષુ આત્માને મુક્તિ સાધવા માટેના ઉપાયભૂત સમ્યગ્દર્શનાદિ સ્વરૂપ રત્નત્રયી પ્રાપ્ત ન થઇ હોવાથી અપાર દુઃખ વર્તે છે. આ દુ:ખ Page #162 -------------------------------------------------------------------------- ________________ પાંચમી સ્થિરા દૃષ્ટિ ૧૪૫ સ્થિરા દૃષ્ટિ આવતાં જ ચાલ્યું જાય છે. અને સમ્યગ્દર્શનાદિ રૂપ રત્નત્રયી કે જે મુક્તિના ઉપાયભૂત છે તેની ક્રમશઃ પ્રાપ્તિ શરૂ થવાથી આનંદનો કોઈ પાર જ રહેતો નથી. અહીંથી આત્માનો સાચો અભ્યુદય શરૂ થાય છે. હવે આ આત્માની આધ્યાત્મિક ભાવમાં એવી ચઢતી થાય છે કે જેનાથી મુક્તિની પ્રાપ્તિ અવશ્ય થાય જ છે તેવા પ્રભાવવાળી અને આત્માના યથાર્થ મહોદયને આપનારી આ પાંચમી સ્થિરા દૃષ્ટિ પ્રાપ્ત થાય છે. તે સ્થિરા દૃષ્ટિ હવે સમજાવવામાં આવે છે દૃષ્ટિ થિરા માંહે દર્શન, નિત્યે રતનપ્રભા સમ જાણો રે । ભ્રાન્તિ નહીં વળી બોધ તે, સૂક્ષ્મ પ્રત્યાહાર વખાણો રે ।।૧ ॥ એ ગુણ વીરતણો ન વિસારું, સંભારું દિન રાત રે । પશુ ટાળી સુર રૂપ કરે જે, સમકિતને અવદાત રે ॥૨॥ ગાથાર્થ - સ્થિરા નામની દૃષ્ટિમાં રત્નની પ્રભા સમાન નિત્ય બોધ હોય છે. ભ્રાન્તિ નામનો દોષ ટળે છે. સૂક્ષ્મબોધ નામનો ગુણ પ્રગટ થાય છે. પ્રત્યાહાર નામનું યોગનું અંગ ત્યાં હોય છે. આ રીતે પરમાત્મા મહાવીર પ્રભુનો ઉપકારકતાનો આ ગુણ કદાપિ ન વિસારૂં. પરંતુ દિન-રાત સંભાળું છું કે જે વાણીથી પશુ સમાન અજ્ઞાનદશા ટાળીને દૈવિકરૂપ સમાન જ્ઞાનદશા પ્રાપ્ત થઈ છે. આ તમામ સમ્યગ્દર્શનનો જ પ્રતાપ છે. ||૧-૨૫ - વિવેચન - સ્થિરા નામની આ પાંચમી દૃષ્ટિમાં (૧) રત્નની પ્રભા સમાન બોધ, (૨) ભ્રાન્તિ દોષનો ત્યાગ, (૩) સૂક્ષ્મબોધ નામના ગુણની પ્રાપ્તિ, અને (૪) પ્રત્યાહાર નામના યોગાંગની પ્રાપ્તિ થાય છે. આ ચારે ભાવોનું વર્ણન આ પ્રમાણે છે - (૧) રત્નની પ્રભા સમાન બોધ - ચોથી દીપ્રા દષ્ટિકાળે જે બોધ હતો તે દીપકની પ્રભાતુલ્ય હતો, અને આ દૃષ્ટિમાં જે બોધ છે તે રત્નની પ્રભાતુલ્ય છે. આ બન્નેમાં તફાવત આ પ્રમાણે છે. આ. ૧૦ Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ આઠ દૃષ્ટિની સઝાય દીપકની પ્રભા તેલ, વાટ, કોડીયું આદિ પરદ્રવ્યોની અપેક્ષા રાખે છે. વાયુના વેગથી બુઝાઈ જાય છે. અને સામાન્યથી ઉપર-નીચે આડીઅવળી આમ તેમ થયા કરે છે. અર્થાત્ અસ્થિર હોય છે. તેથી દશ્ય વસ્તુનું દર્શન પણ અસ્પષ્ટ અને અસ્થિર થાય છે. પરંતુ રત્નની પ્રભા પરદ્રવ્યાવલંબનવાળી હોતી નથી, સ્વાભાવિક હોય છે. વાયુ આદિ વડે હણાતી નથી અને સદાકાળ એકસરખી પ્રકાશે છે. તેથી સ્થિર અને સ્પષ્ટ હોય છે. દશ્ય વસ્તુનું દર્શન પણ સ્પષ્ટ અને સ્થિર થાય છે. એવી જ રીતે દીપ્રા દૃષ્ટિકાળે આત્મતત્ત્વ તરફની દૃષ્ટિ તથા તેના તરફનો બોધ (સ્વતઃ જીવ મિથ્યાત્વી હોવાથી) પરના આલંબનવાળો સવિશેષ હતો, સામાન્ય એવા પ્રતિબંધક નિમિત્તે આવતાં આ દૃષ્ટિ હણાઈ પણ જતી, અને મિથ્યાત્વનો ઉદય ચાલુ હોવાથી આ બોધ અસ્પષ્ટ અને અસ્થિર હતો, જ્યારે સ્થિરા દૃષ્ટિ આવતાં સમ્યકત્વ આવવાથી આત્મતત્ત્વ તરફનું લક્ષ્ય સ્વાવલંબી બને છે. નિર્ભય હોવાથી હણાતું નથી. અને સમ્યકત્વ ગુણ હોવાથી સ્પષ્ટ અને સ્થિર બોધ હોય છે, માટે રત્નપ્રભાની જેવો બોધ કહ્યો છે. આ આત્મા એ એક સનાતન ધ્રુવ દ્રવ્ય છે. પરમાત્માના જેવા અનંત જ્ઞાનાદિ ગુણવાળો છે. તે ગુણો કર્મોથી અવરાયેલા છે. સંસારનાં સુખો ભ્રામક છે. મોહદશાથી આ જીવ ભૂલો પડેલો છે. જેમ અગ્નિથી મેલ બળી જવાથી સુવર્ણ શુદ્ધ બને છે, તેમ હું જો રત્નત્રયીની આરાધના કરું, તો મારો કર્મમેલ બળી શકે છે. શુદ્ધ આત્મતત્ત્વ પ્રાપ્ત કરી શકું છું. અંતે એ જ સાચું પ્રાપ્ત કરવા જેવું તત્ત્વ છે. આવો અતિશય નિર્મળ બોધ આ દૃષ્ટિમાં વિકાસ પામે છે. પરંતુ ચારિત્રમોહનીયના ઉદયના કારણે અવિરતિ તે પ્રમાણે વર્તન કરવા દેતી નથી. સમ્યગ્દર્શન પ્રાપ્ત થવા છતાં જો અવિરતિને દૂર કરવામાં ન આવે અથવા તેને આધીન થઈને વર્તવામાં આવે તો પ્રાપ્ત થયેલા સમ્યગ્દર્શનને ટકાવવું દુષ્કર બને છે. સમ્યગ્દર્શનને ટકાવવા માટે અવિરતિથી ઘણું ઘણું દૂર રહેવું જોઈએ, પાંચ ઇન્દ્રિયોના Page #164 -------------------------------------------------------------------------- ________________ પાંચમી સ્થિરા દૃષ્ટિ ૧૪૭ વિષયોના ઉપભોગનું આકર્ષણ અનાદિનું ઘણું ગાઢ છે. આજસુધીના સંસારના પરિભ્રમણનું પણ આ જ કારણ છે. અવિરતિના સંસ્કાર અનાદિના છે અને તેને દૂર કરવા જ છે. તથા સમ્યકત્વના સંસ્કાર વર્તમાનભવવિષયક જ માત્ર છે. અને તેને સાચવવા છે. એટલે આ આત્મા વિષમ સ્થિતિમાં મુકાય છે. મહા-પુણ્યોદયે આવેલી સાધનામાં અવિરતિ વિક્ષેપો ઊભા કર્યા જ કરે છે. માટે મારે મહા-સાહસ કરવું જ જોઈએ. આત્મબળનો ઉપયોગ સવિશેષ કરવો જ જોઈએ એવી વિશેષ જાગૃતિ આ દૃષ્ટિમાં આવે છે. (૨) બ્રાન્તિ દોષનો ત્યાગ - આ દૃષ્ટિ રત્નપ્રભાસમ હોવાથી તત્ત્વવિષયક જ્ઞાન ઘણું નિર્મળ અને શુદ્ધ હોય છે. વેદ્યસંવેદ્યપદના પ્રતાપે બ્રમાત્મક જ્ઞાન હોતું નથી. મોક્ષનાં સાધક અંગો કયાં ? અને બાધક અંગો ક્યાં ? તેનું સમારોપ (બ્રમ) વિનાનું જ્ઞાન હોય છે. સમારોપ એટલે ભ્રમ, તે ત્રણ પ્રકારનો હોય છે. (૧) વિપર્યય, (૨) સંશય અને (૩) અનધ્યવસાય, જ્યાં વિવક્ષિત વસ્તુમાં તેનાથી ભિન્ન વસ્તુનો બોધ થાય, જેમ પિત્તળમાં સુવર્ણની બુદ્ધિ તે વિપર્યય, જ્યાં ઉભયકોટિના સ્પર્શવાળું અનિર્ણયાત્મક જ્ઞાન હોય, જેમ કે શું આ સર્પ છે કે રજુ તે સંશય, અને જ્યાં તદન અસ્પષ્ટ બોધ થાય તે અનધ્યવસાય. જેમકે માર્ગે જતાં રસ્તામાં થતો તૃણસ્પર્શ. આ ત્રણે પ્રકારના જ્ઞાનને ભ્રમાત્મકસમારોહાત્મક જ્ઞાન કહેવાય છે. આ દષ્ટિ નિર્મળ હોવાથી આવું બ્રાન્તિવાળું જ્ઞાન હોતું નથી. બ્રાન્તિ દોષનો અહીં સંભવ નથી. (૩) સૂમબોધની પ્રાપ્તિ - પૂર્વે આવી ગયેલી દષ્ટિઓના કાળે નિરંતર સદ્ગુરુઓ પાસે અને સત્સમાગમ દ્વારા સુંદર તત્ત્વશ્રવણ કરેલું હોવાથી અને અહીં સમ્યકત્વ પ્રાપ્ત થયેલું હોવાથી આ આત્માને હેય-ઉપાદેયનો અને ઉપકારક-અપકારક તત્ત્વનો અતિશય સૂક્ષ્મ બોધ પ્રવર્તે છે. સંસારના કારણભૂત વિષય-કષાયની પરિણતિને ખૂબ સ્પષ્ટપણે સમજવાનું બને છે. તેને દૂર કરવાનો યથાર્થ પ્રયત્ન પણ અહીં આદરે Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ આઠ દૃષ્ટિની સઝાય છે. એટલે જ સંસારમાં રહેવા છતાં સાંસારિક ભાવોમાં આસક્તિ હોતી નથી. સૂક્ષ્મબોધના કારણે પરિણતિ ઘણી જ નિર્મળ બને છે. (૪) પ્રત્યાહાર યોગાંગની પ્રાપ્તિ - અહીં સમ્યકત્વ ગુણ પ્રાપ્ત થયેલ હોવાથી ઇન્દ્રિયો દ્વારા પ્રાપ્ત થતાં વિષયસુખો અસાર અને તુચ્છ જણાયાં હોવાથી મન તેમાં પરોવાતું નથી. મન તેમાં ગોઠતું નથી. તેથી તે વિષયોને ત્યજીને મન આત્મગુણોમાં રમે છે. તેને જ પ્રત્યાહાર યોગાંગ કહેવાય છે. વિષયસુખો ક્ષણિક છે. નાશવંત છે. અંતે પણ વિરસ છે. કિંપાકના ફલતુલ્ય છે. આવું સમજાયેલ હોવાથી મન આત્મગુણોમાં જ ગોઠડી કરે છે. તે પ્રત્યાહાર અંગ જાણવું. શ્રી યોગદષ્ટિસમુચ્ચયમાં કહ્યું છે કે - स्थिरायां दर्शनं नित्यं, प्रत्याहारवदेव च । कृत्यमभ्रान्तमनघं, सूक्ष्मबोधसमन्वितम् ॥१५४॥ વીર પરમાત્માની ઉપરોક્ત ઉત્તમ વાણી ઘણા ઘણા ભવ્ય જીવોને ઉપકાર કરવાવાળી છે. ભવોભવમાંથી તારનારી છે. મહાન પુણ્યોદયે જ પ્રાપ્ય છે. તેથી તેને રાત-દિવસ સંભાળું છું. એક ક્ષણ પણ વિસારતો નથી. હું અનાદિકાળથી અજ્ઞાનબહુલ જ હતો. તેથી પશુ જેવી અવસ્થાવાળો જ હતો. પરમાત્માની આવી ઉત્તમ વાણીએ જ મને અજ્ઞાન દશામાંથી બહાર કાઢી સૂક્ષ્મબોધયુક્ત હેય-ઉપાદેયના વિવેકવાળી જ્ઞાનદશામાં લાવીને મુક્યો છે. એટલે પશુજીવન ટાળીને “સુરરૂપ” દૈવિક અવસ્થા પ્રાપ્ત કરાવી છે. આ તમામ પ્રતાપ પ્રાપ્ત એવા સમ્યકત્વનો જ છે. અજ્ઞાનદશાનું દુઃખ અનંતું છે. જે અનુભવે તે જ જાણે, અને સમ્યગ્દર્શનની કિંમત પણ તેને જ સમજાય. વીતરાગ પરમાત્મા જેટલા જ અનંત જ્ઞાનાદિ ગુણોનો આ જીવ સ્વામી હોવા છતાં પણ અજ્ઞાનદશા અને મોહના પાતંત્ર્યના કારણે જ પશુપ્રાયઃ જીવન જીવ્યો છે. સાચી પરિસ્થિતિનો અલ્પ પણ બોધ ન હતો. વિરપ્રભુની વાણીએ આ બોધ કરાવ્યો છે. તેણે જ દૈવિક અવસ્થા અપાવી છે. તેનો ઉપકાર એટલો બધો છે કે જે વચનોથી અગોચર છે. ." Page #166 -------------------------------------------------------------------------- ________________ પાંચમી સ્થિરા દૃષ્ટિ ૧૪૯ અજ્ઞાનદશા ટળે તો ક્રમશઃ કાળાન્તરે બધા દોષો ટળે, સાધક આત્માને જ્યાં સુધી પોતાના દોષો જણાય જ નહીં, ત્યાં સુધી તેની ચિકિત્સા કેમ શક્ય બને ? પાંચમી દૃષ્ટિના પ્રતાપે સૂક્ષ્મબોધ થવાથી સાધક આત્માને પોતાના દોષોનો ખ્યાલ આવી ગયો છે. વર્તમાનકાળે “વર્તતી ઉત્તમ સમજણ અને ભૂતકાળમાં અનુભવેલું દોષપૂર્ણ જીવન આ બન્નેનો તફાવત જોતાં ઘણી લજ્જા ઉપજે છે. અને બન્ને વચ્ચે મોટું અંતર દેખાય છે. આ પ્રમાણે પાંચમી દૃષ્ટિમાં સવિશેષ ઉઘાડ થાય છે. બાલધૂલિઘર લીલા સરખી, ભવચેષ્ટા ઇહાં ભાસે રે ! રિદ્ધિ સિદ્ધિ સવિ ઘટમાં પેસે, અષ્ટમહાસિદ્ધિ પાસે રે, એ ગુણo | ૩ | ગાથાર્થ - આ દૃષ્ટિમાં સંસારની તમામ ચેા વરસાદમાં બાળકોને રમવાનાં ધૂળનાં ઘરની લીલા સમાન જણાય છે. બાહ્ય સર્વે ઋદ્ધિ અને સિદ્ધિ શરીરમાં (અન્ય દ્રવ્યસંબંધી) લાગે છે. અને આઠ મહાસિદ્ધિઓ આત્મા પાસે જણાય છે. કા. વિવેચન - બાલ્યકાળમાં નાનાં નાનાં બાળકો ૧૦/૧૫ સાથે મળીને રમત રમતાં હોય, ત્યારે રેતીમાં અથવા ચોમાસાના વરસાદથી ભીની થયેલી માટીમાં ઘરો બનાવે, “ઘર-ઘર”ની રમત રમે, પોતે જ ઘરો બનાવે અને પોતે જ તે ઘર ભાંગે, ધૂળીયા થયેલા શરીરે ઘરે જાય, આ ક્રીડા બહુ રસપૂર્વક કરાતી હોય છે. પરંતુ યુવાવસ્થા આવતાં જ તે ભૂતકાળ યાદ આવે છે. અને તે ઘર બનાવવાની અને ઘર ભાંગવાની ક્રિીડા તુચ્છ, અર્થહીન, અસાર, મૂર્ખતાપૂર્ણ, અજ્ઞાનબહુલ અને નિરર્થક જણાય છે. તેવી જ રીતે મિથ્યાત્વ અને અજ્ઞાનને પરવશ બની આ જીવે ભૂતકાળમાં જે જે અનુચિત એવી દુષ્ટ પ્રવૃત્તિઓ કરી છે, એનું વર્ણન થાય તેમ નથી. Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ આઠ દૃષ્ટિની સજઝાય સમ્યકત્વ, સ્થિરાદષ્ટિ અને વેદ્યસંવેદ્યપદ આદિ ઉત્તમ ભાવોની પ્રાપ્તિ થવાથી આ આત્મામાં સૂક્ષ્મબોધ પ્રગટ થયો છે. નિર્મળ બોધના કારણે ભૂતકાળની બધી જ ચેષ્ટાઓ કેવી અજ્ઞાન મૂલક હતી ? તે આંખ સામે દેખાય છે. મહાત્મા પુરુષોએ જે અકૃત્ય કહ્યું છે તેને કૃત્ય માનીને રાચી-માચીને કર્યું છે અને જેને કૃત્ય કહ્યું છે તેને અકૃત્ય માનીને ત્યર્યું છે. કેવી અને કેટલી મૂર્ખતાભરી આ ચેષ્ટા હતી ? પોતાની જ કરેલી તે પાપકારી ચેષ્ટાઓ હવે અજ્ઞાનમૂલક અને તુચ્છ જણાય છે. પોતાનો સમસ્ત ભૂતકાળ બાળકોએ રમવા માટે રેતીમાં કરેલા ઘર સમાન કેવલ લજ્જાસ્પદ જણાય છે. ભૂતકાળમાં અજ્ઞાનતાથી રાચી-માચીને કરેલી સઘળી પ્રવૃત્તિઓ આજે ભૂલભરેલી દેખાય છે તેથી વર્તમાનકાળમાં કરાતી કોઈપણ સંસારસુખની પ્રવૃત્તિ, સિદ્ધિ કે સફળતા એ આત્મતત્ત્વને કંઈ જ ઉપકારક નથી, મોહમાત્રને જ કરનારી છે. આસક્તિ જ જન્માવનારી છે. ભવોભવમાં રખડાવનારી જ છે. એવો સ્પષ્ટ બોધ થાય છે. આવી માનસિક પરિસ્થિતિ થાય છે. બાહ્ય જે ઋદ્ધિ સિદ્ધિ છે. તે સર્વે “ઘટમાં પેસે” એટલે કે, શરીરસંબંધી છે. પૌગલિક છે. બાહ્યભાવને વધારનારી છે. વિભાવદશામાં ગણાય તેવી છે. તેથી મારે તે શું કામની ? નિરર્થક તેનાથી રાગ અને માનાદિ જ પોષાવાના છે. ધન, ઘર, રાજ્યસંપત્તિ વગેરે બાહ્ય ઐશ્વર્ય તે ઋદ્ધિ કહેવાય છે. અને તેની પ્રાપ્તિ માટેનું સામર્થ્ય - સફળતા તે સિદ્ધિ કહેવાય છે. આ બાહ્ય ઋદ્ધિ-સિદ્ધિ આત્માને ઉપકારક થતી નથી, પરંતુ મોહ- ઉત્પાદકતા દ્વારા રખડાવનારી છે. જ્ઞાનાવરણીય કર્મના ક્ષયજન્ય અનંતજ્ઞાન અને એ જ પ્રમાણે ક્રમશઃ એક એક કર્મના ક્ષયજન્ય અનંતદર્શન, અવ્યાબાધ સુખ, અનંતચારિત્ર, અક્ષયસ્થિતિ, અરૂપીપણું, અગુરુલઘુ અને અનંતવીર્ય આવા પ્રકારની આત્મિક ગુણની સંપત્તિ સ્વરૂપ અષ્ટમહાસિદ્ધિ આઠ ગુણાત્મક મહાન સિદ્ધિઓ આ આત્માની ઋદ્ધિ છે. સત્તાગત રૂપે Page #168 -------------------------------------------------------------------------- ________________ પાંચમી સ્થિરા દૃષ્ટિ ૧૫૧ છે જ, માત્ર મારે જ મારો પુરુષાર્થ કરીને તે સિદ્ધિ પ્રગટ જ કરવાની છે, આવા ઉમદા વિચારો જીવને આવે છે. પુણ્યોદયજન્ય ઋદ્ધિ અને સિદ્ધિ ઔદયિક ભાવની હોવાથી આત્મ સાધનામાં બાધક હોવાથી તેની પ્રાપ્તિની ઝંખના હોતી નથી. પરંતુ ક્ષાવિકભાવની આઠ સિદ્ધિની જ તમન્ના હોય છે. ઔદયિકભાવની (પુણ્યોદયજન્ય) આઠ મહા સિદ્ધિઓ આ પ્રમાણે છે. (૧) પોતાના શરીરાદિ કોઈપણ વસ્તુને અણુ જેવડી નાની કરવાની શક્તિ તે અણિમા. (૨) એવી જ રીતે શરીરાદિ કોઈપણ વસ્તુને વાયુની જેમ હળવી(લઘુ) કરવાની શક્તિ તે લધિમા. (૩) પોતાના શરીરાદિને મોટું, ભારે, ગુરુ અથવા વજનદાર કરવાની શક્તિ તે મહિમા. (૪) પોતાની આંગળીના ટેરવાથી ચંદ્ર-સૂર્યાદિ સ્પર્શવાની જે શક્તિ તે પ્રાપ્તિ. (૫) પોતાની ઇચ્છા પ્રમાણે ભૂમિની જેમ પાણી ઉપર ચાલવાની શક્તિ તે પ્રાકામ્ય. (૬) દૂર દૂર રહેલા ભૌતિક વિષયોને સ્વાધીન કરવાની જે શક્તિ તે વશિત્વ. (૭) તે તે વિષયોને પ્રગટ કરવાની જે શક્તિ તે ઈશિત્વ અને (૮) પોતાની ઇચ્છા મુજબ તે તે પદાર્થને સ્થિર કરવાની શક્તિ તે કામાવસાયિત્વ. આ પ્રમાણે આ આઠ ભૌતિક સંપત્તિ રૂપ ઋદ્ધિ-સિદ્ધિ પુણ્યોદયજન્ય છે. સૂક્ષ્મબોધના કારણે આ જીવને આવી સિદ્ધિઓમાં સ્વ-રસ હોતો નથી. ક્ષાયિકભાવની સિદ્ધિઓમાં જ સ્વ-રસ હોય છે. શ્રી યોગદષ્ટિસમુચ્ચયમાં કહ્યું છે કે - बालधूलीगृहक्रीडा-तुल्याऽस्यां भाति धीमताम् । तमोग्रन्थिविभेदेन, भवचेष्टाखिलैव हि ॥१५५॥ मायामरीचिगन्धर्वनगरस्वप्जसन्निभान् । बाह्यान् पश्यति तत्त्वेन, भावान् श्रुतविवेकतः ॥१५६॥ અર્થ - મહાત્મક અજ્ઞાનરૂપી ગ્રન્થિનો ભેદ થવાથી મહાત્માઓને આ સઘળી સંસારની ચેષ્ટા બાળકોને રમવાના ધૂળના ઘરની ક્રીડાતુલ્ય Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ આઠ દૃષ્ટિની સઝાય અસાર અને તુચ્છ લાગે છે. તથા શ્રુતજ્ઞાન દ્વારા પ્રગટ થયેલી વિવેકબુદ્ધિથી સર્વે બાહ્ય (પૌદ્ગલિક) ભાવોને માયામરીચિ-એટલે ઝાંઝવાનાં જળ, ગર્વનગર - આકાશમાં થતાં વાદળાનું નગર, અને રાત્રિમાં આવેલું સ્વપ્ન, તે ત્રણેયની તુલ્ય અવાસ્તવિક લાગે છે. lal વિષયવિકારે ન ઇન્દ્રિય જોડે, તે ઇહાં પ્રત્યાહારો રે | કેવળ જ્યોતિ તે તત્ત્વ પ્રકાશે, શેષ ઉપાય અસારો રે એ ગુણ૦ ૪ ગાથાર્થ - ઇન્દ્રિયોને વિષયવિકારોની સાથે ન જોડે એવું પ્રત્યાહાર નામનું યોગનું અંગ હોય છે. ફક્ત જ્ઞાનમાં વર્તવું એ જ તત્ત્વ-સાર છે અને શેષ સર્વે સાધન સામગ્રી અસાર જ છે. એમ આ જીવ સમજે છે. II વિવેચન - અહીં “પ્રત્યાહાર” નામનું પાંચમું યોગનું અંગ પ્રાપ્ત થાય છે. પ્રત્યાહાર એટલે ત્યાગ, દૂર રહેવું, પાંચે ઈન્દ્રિયોને વિષયવિકારોથી દૂર રાખે તે પ્રત્યાહાર કહેવાય છે. અનાદિની મોહની પરતંત્રતાથી આ જીવનું મન રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને શબ્દ એમ પાંચ ઈષ્ટ વિષયજન્ય સુખને જ સુખ માનતું હોવાથી તેવા સુખના ઉપાયોમાં જ રમતું હતું. તેમાં જ આસક્ત હતું. અને તેના કારણે ઈન્દ્રિયો પણ વિષયો તરફ જ આકર્ષાતી હતી. પરંતુ આ સ્થિરા દૃષ્ટિ આવવાથી વિષયો ભ્રામક લાગે છે. તેના કારણે જ હું બહુ દુઃખ પામ્યો છું એમ લાગે છે. વિષયોની આસક્તિએ અને વારંવાર કરાતા વિષયસેવનોએ જ મારું ઘણું અહિત કર્યું છે. આવો સૂક્ષ્મબોધ પ્રગટ થવાથી ઈન્દ્રિયોને વિષયોમાં જોડતો નથી. શરીરમાં ઈન્દ્રિયો છે અને સામે શબ્દશ્રવણ, રૂપદર્શન અને રસોનો આસ્વાદ વગેરે હોય જ છે. તેના વિના જીવન જીવવું શક્ય જ નથી. પરંતુ વિષયો એ વિકારક જ છે એમ સમજાયું હોવાથી, મન તેમાંથી ઉભગી ગયું હોવાથી ઇન્દ્રિયો તેમાં આસક્ત બનતી નથી. Page #170 -------------------------------------------------------------------------- ________________ પાંચમી સ્થિરા દૃષ્ટિ ૧૫૩ ઇન્દ્રિયોનું વિષયો તરફનું આકર્ષણ વાસ્તવિક તો મનની જ તેવા પ્રકારની વિષયાસક્તિના કારણે જ હતું. અહીં મન અનાસક્ત અને સ્થિર બને છે. આસક્તિ જ ચિત્તને અસ્થિર કરનાર છે. તેના ત્યાગથી ચિત્ત આત્મભાવમાં ઠરીઠામ થાય છે. તેના કારણે ઇન્દ્રિયો પણ ચંચળતા રહિત થાય છે. ભોગો મળ્યા અથવા ન મળ્યા તો પણ અરતિ કે નાખુશીભાવ થતો નથી. જે વિષયો ભોગવ્યા વિના ક્ષણવાર પણ ચાલતું ન હતું તેનું સ્મરણ પણ ન થાય, અને જે ધર્મમાર્ગનું સ્મરણ પણ ન હતું તેના વિના ક્ષણવાર પણ ન ચાલે, એવી મનની અને ઇન્દ્રિયોની સ્થિતિ ઘડાઈ જાય છે. સારાંશ કે હવે મન વિકારી ન હોવાથી ઇન્દ્રિયો વિષયોની સાથે સંપર્ક કરતી હોવા છતાં પણ વિષયજન્ય વિકારોને પામતી નથી. આ જ “પ્રત્યાહાર” નામનું યોગાંગ છે. વિષયોના વિકારોની ભયંકરતા બરાબર સમજાઈ ચૂકી છે. તેને આધીન બનીને, વિષયોને જ સુખપ્રાપ્તિનાં સાધન માનીને આ જીવ ઘણાં ઘણાં દુઃખો પામ્યો છે. અત્યાર સુધીનાં માનેલાં સુખનાં સાધનો અને દુઃખ દૂર કરવાનાં સાધનો તથા તેના સર્વે ઉપાયો આસક્તિ જ વધારનાર અને તેના કારણે જ પ્રાપ્તિ-અપ્રાપ્તિમાં હર્ષ-શોક અને રાગલેષાદિ રૂપ મનમાં ક્લેશ માત્રના જ જનક બન્યા છે. સંસારમાં ડગલે અને પગલે જે કલેશ - કંકાસ અને કડવાશ છે, તેનું કારણ આ વિષયોની આસક્તિ માત્ર જ છે. આવો પાકો ખ્યાલ આ સૂક્ષ્મબોધથી આવ્યો છે. તેથી તેમાંથી મન ખેંચી લઈને માત્ર આત્મતત્વના પરમજ્યોતિ સ્વરૂપ જ્ઞાનમાત્રમાં જ મન અને ઇન્દ્રિયોને જોડે છે. જ્ઞાનરમણતા વિના શેષ સર્વ હવે અસાર માત્ર જણાય છે. સંસારના સર્વ ભાવો અસાર-તુચ્છ છે. દુઃખદાયી માત્ર જ છે. ક્લિષ્ટ કર્મ બંધાવનાર છે. સૂક્ષ્મબોધથી આવેલી આવી ઊંડી સમજણ જ ઇન્દ્રિયોને અને મનને વિષયવિકારોથી દૂર રાખે છે એટલે પ્રત્યાહાર અંગ પ્રાપ્ત થાય છે. જો Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ આઠ દૃષ્ટિની સઝાય શીતળ ચંદનથી પણ ઉપન્યો, અગ્નિ દવે જિમ વનને રે ! ધર્મજનિત પણ ભોગ ઇહાંતિમ, લાગે અનિષ્ટ તે મનને રા. એ ગુણ૦ | પ . ગાથાર્થ - શીતળ એવા પણ ચંદનના કાષ્ઠમાંથી ઉત્પન્ન થયેલો અગ્નિ જેમ સમસ્ત વનને બાળે છે તેમ ધર્મથી ઉત્પન્ન થયેલો એવો પણ ભોગ આ દૃષ્ટિકાલે મનને અણગમતો લાગે છે. પપી વિવેચન - આ દૃષ્ટિમાં આવેલા જીવનું મન ભોગમાત્રમાંથી ઊડી જાય છે. તે વિષય સમજાવતાં કહે છે કે - ચોરી, જુગાર કે છેતરપિંડી વગેરે પાપોથી આવેલા ધન દ્વારા પ્રાપ્ત થતા ભોગી તો આ જીવને નથી જ ગમતા, કે જેની પાછળ દુઃખ જ દુઃખ રહેલું છે. પરંતુ પુણ્યોદયથી આવેલા ધન દ્વારા મળેલા ભોગો પણ હવે આ જીવને ગમતા નથી. ભલે પુણ્યોદયથી ભોગો મળ્યા હોય, પરંતુ ભોગો માત્ર પાપ કરાવનારા છે. ભોગો આસક્તિ કરાવનારા છે. ભોગો વધારેને વધારે ભોગતૃષ્ણા ઉત્પન્ન કરનારા છે. જેમ કે ચંદન ઘણું શીતળ છે, ઘણું સારું છે, પરંતુ ચંદન દ્વારા પ્રગટેલો અગ્નિ એ તો અગ્નિ હોવાથી બાળવાનું જ કામ કરે છે. તેમ પૂર્વબદ્ધ પુણ્યોદય (એ પાપરૂપ ન હોવાથી) સારો છે. પરંતુ તજન્ય ભોગવિસ્તાર તો આસક્તિ અને પાપ પ્રવૃત્તિ કરાવનાર હોવાથી અને સંસારમાં રખડાવનાર જ છે. તેથી પાપથી આવેલા ભોગો તો ગમતા નથી. પરંતુ પુણ્યોદયજન્ય ભોગો પણ આ જીવને ગમતા નથી. આત્મતત્ત્વની પ્રાપ્તિના ઉપાયભૂત મુક્તિ અને મુક્તિના ઉપાયભૂત તત્ત્વજ્ઞાનની રમણતા જ ચે છે. શીતળ ચંદનથી ઉત્પન્ન થતો એવો પણ વહ્નિ દાહક જ હોય છે. કોઈક વખત પ્રતિબંધક એવા ચંદ્રકાન્ત મણિ - મંત્રાદિ હોય અને તેના કારણે જો વહિં દાહ ન કરે તો તે મણિ-મંત્રાદિના અચિન્ય સામર્થ્યથી દાહનો પ્રતિબંધ થાય છે. પરંતુ વહ્નિમાં વર્તતો દાહક Page #172 -------------------------------------------------------------------------- ________________ પાંચમી સ્થિરા દૃષ્ટિ ૧૫૫ સ્વભાવ કંઈ નષ્ટ થતો નથી. તેવી જ રીતે કોઈક મુમુક્ષુ આત્માની આત્મપરિણતિ વિશિષ્ટ વૈરાગ્યયુક્ત હોય તો તેને પાંચ ઇન્દ્રિયોના વિષયો કદાચ વિકારો ન પણ કરે, પરંતુ વિકારો ન કરવામાં કારણ તે મહાત્માઓની વિશિષ્ટ આત્મપરિણતિ છે. પરંતુ વિષયોમાંથી કંઈ વિકારકશક્તિ નાશ પામતી નથી. આ દૃષ્ટિમાં મહાત્માને આ વાત બરાબર સ્પષ્ટ સમજાઈ જાય છે કે પ્રતિબંધકની હાજરીમાં કારણસામગ્રી કાર્ય ન કરે, તેટલા માત્રથી કારણ સામગ્રીમાંથી કાર્યશક્તિ નષ્ટ થઈ ગઈ છે એમ કહેવાતું નથી. તેવી જ રીતે વિશિષ્ટ આત્મપરિણતિના કારણે કદાચ ભોગો ભવહેતુ ન પણ થાય, પરંતુ તેથી ભોગો ભવહેતુ નથી એમ ન કહેવાય, ભોગો તો વિકારો અને વાસનાઓ વધારવા દ્વારા પ્રાપ્તિ-અપ્રાપ્તિકાલે અને સંયોગ-વિયોગકાલે અનેક પ્રકારના તીવ્ર કષાયો કરાવવા દ્વારા અનંત ભવભ્રમણનો હેતુ બને જ છે. ભોગોની ભયંકરતા ભાનમાં આવી ગઈ છે. તેથી યથાશક્તિ તેના વિરમણ તરફ જ લક્ષ્ય રાખીને તેનાથી થતી આકુળ-વ્યાકુળતાને ત્યજીને આ આત્મા આત્મતત્ત્વમાં - જ્ઞાનરમણતામાં સ્થિર થતો જાય છે. ઘણી વખત સંસારી જીવોને આવા વિચારો આવતા હોય છે કે જે કાળે જે ભોગની વાસના થઈ હોય તે કાળે તે ભોગ ભોગવી લેવાથી ભોગની ઇચ્છાની વિરતિ થઈ જાય છે. એકવાર મન તૃપ્ત થઈ જાય છે. માટે ભોગોથી દૂર જ રહેવું તે શ્રેયસ્કર નથી. પરંતુ ભોગો ભોગવી લેવા એ ચિત્તશાન્તિનો હેતુ છે. આ વિચાર યુક્તિયુક્ત નથી. ભોગો ભોગવી લેવાથી તત્કાલ ઇચ્છાની પૂર્તિ થતી લાગે છે. પરંતુ ભોગેચ્છાનો નાશ થતો નથી. થોડા કાળ પછી પુનઃ ભોગેચ્છા તીવ્રભાવે વધે છે. જેમ એક ખભા ઉપર ઉચકેલો ભાર થાક લાગવાથી બીજા ખભા ઉ૫૨ લઈ જઈએ તો થોડો કાલ શાન્તિનો અનુભવ થાય, પરંતુ થોડા જ કાળમાં બીજા ખભા ઉપર ભાર લાગવા જ માંડે છે. કારણ Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ આઠ દૃષ્ટિની સઝાય કે હકીકતથી ભાર નાશ પામ્યો નથી. તેવી રીતે ભોગનો ઉપભોગ કરવાથી અલ્પકાળ પૂરતો ઇચ્છાનો અભાવ થાય છે. પરંતુ ઈચ્છાનો નાશ થતો નથી. સાચી વાત એ છે કે ભોગોની ઇચ્છાના જ અંત (નાશ) માટે “ભોગો અસાર છે, તુચ્છ છે, અનર્થકારી છે અને પાપબંધહેતુ છે.” તેનું વાસ્તવિક જ્ઞાન મેળવવું જોઈએ. * સ્થિરા દૃષ્ટિમાં ઉપરની હકીકત આ જીવને બરાબર સમજાઈ જાય છે. તેથી પૌદ્ગલિક સુખનું આકર્ષણ રહેતું નથી અને આત્માના જ્ઞાન-દર્શન-ચારિત્રાદિ ગુણો પ્રત્યેનું આકર્ષણ વધતું જાય છે. તેથી મોક્ષ સુખ અને મોક્ષસુખના ઉપાયભૂત રત્નત્રયીની આરાધના સિવાય આ જીવને બીજા કોઈપણ સ્થાને આનંદ આવતો નથી. કે ચેન પડતું નથી. શ્રી યોગદષ્ટિસમુચ્ચયમાં કહ્યું છે કે - धर्मादपि भवन् भोगः, प्रायोऽनय देहिनाम् । चन्दनादपि सम्भूतो, दहत्येव हुताशनः ॥१६०॥ भोगात्तदिच्छाविरतिः, स्कन्धभारापनुत्तये। स्कन्धान्तरसमारोपस्तत्संस्कारविधानतः॥१६१॥ અર્થ - ધર્મથી (પુણ્યથી) મળેલા ભોગો પણ પ્રાણીઓને અનર્થ માટે જ થાય છે. ચંદનથી પ્રગટ થયેલો અગ્નિ પણ આ આત્માને બાળે જ છે. ભોગો ભોગવી લેવાથી જે ઈચ્છાનો અભાવ થાય છે, તે એક ખભા ઉપરના ભારને બીજા ખભા ઉપર નાખવા તુલ્ય જ છે. કારણ કે ભોગના સંસ્કાર વધારે દૃઢ જ થતા જાય છે. ll૧૬૦-૧૬ના હજુ ચોથું અવિરતિ ગુણસ્થાનક હોવાથી જોઈએ તેવી- સાધુ મહાત્મા આદિ જેવી જ્ઞાનાદિ ગુણોની રમણતા અહીં સંભવતી નથી. તો પણ અંશતઃ રમણતા સંભવે છે. તેવી રમણતાના કાળે જ્ઞાનના આનંદનો અનુભવ આ જીવ કરી લે છે. પI Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧પ૭ પાંચમી સ્થિરા દૃષ્ટિ અંશે હોય ઈહાં અવિનાશી, પુદગલ જાળ તમાસી રે ! ચિદાનંદઘન સુયશવિલાસી, કેમ હોય જગનો આશીરેના છે એ ગુણ૦ le! ગાથાર્થ – જે અંશાત્મક ગુણનો અનુભવ થયો છે. તે અવિનાશી રૂપે બને છે. અને પૌદ્ગલિક સુખોની જાળ એ તમાસો જ માત્ર લાગે છે. જ્ઞાનના આનંદના સમૂહરૂપ સારા યશનો જે આત્મા વિલાસી હોય તે જગતના સુખોની આશાવાળો કેમ બને ? ૬ વિવેચન - આ દૃષ્ટિમાં સમ્યકત્વ અને વેદ્યસંવેદ્યપદના પ્રભાવથી સાચું સુખ મુક્તિ જ છે અને રત્નત્રયીની આરાધના એ જ તેના ઉપાયભૂત છે. આવું સાચું સમજાયું હોવાથી સાધક આત્માનું મન નિરંતર મુક્તિના ધ્યાનમાં અને તેના ઉપાયોની સાધનામાં જ મગ્ન રહે છે. કાયાથી સાંસારિક પ્રવૃત્તિ હોવા છતાં પણ અંશતઃ (ચોથા ગુણસ્થાનકની ભૂમિકાને અનુરૂપ) અવિનાશી એવા આત્મસ્વરૂપનો અનુભવ થાય છે. સ્વગુણ-રમણતામાં તેને અનહદ આનંદ થાય છે. આ આનંદ વારંવાર અનુભવવાનું મન થઈ આવે છે. ક્ષણવાર અનુભવેલી અવિનાશી એવા ગુણોની અનુભૂતિથી અને તજ્જન્ય અપાર આનંદથી સાંસારિક પુદ્ગલજન્ય કોઈપણ પ્રકારનાં સુખો ભ્રમમાત્ર સ્વરૂપ લાગવાથી જાણે એક તમાસો જ હોય (એક પ્રકારનો ખેલનાટક જ હોય) એમ બરાબર સમજાઈ જાય છે. અવિરતિના ઉદયથી પૂર્વબદ્ધ પુણ્યોદયજન્ય પૌલિક સુખોમાં કાયા દ્વારા વર્તતો હોવા છતાં મન અનાસક્ત જ વર્તે છે. રાત-દિવસ સુખોની વચ્ચે હોવા છતાં મનથી નિર્લેપ રહે છે. આવી નિર્લેપાવસ્થા અહીં ચોથા ગુણઠાણાથી શરૂ થાય છે. આ સમ્યજ્ઞાનનું જ ફળ છે. જેમ એક વાર જેણે બંગલામાં રહેવાની સુખ-સામગ્રી માણી હોય છે તેને ઝુંપડામાં રહેવાનું આવે તો ગોઠતું નથી, તેમ જેણે એક Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ આઠ દૃષ્ટિની સઝાય વાર જ્ઞાનના આનંદનો અનુભવ કર્યો છે, તેને શબ્દાદિ સંબંધી પાંચ ઇન્દ્રિયોના વિષયસુખમાં પ્રીતિ થતી નથી. આ પ્રમાણે ચિદાનંદનો એટલે જ્ઞાનમય સુખના આનંદનો સમૂહ માણવાથી આ જીવ સદ્ગુણી બને છે, સદાચારી બને છે. સંસ્કારી જીવનયુક્ત બને છે. તેથી ચારે તરફ તેનો યશવિસ્તાર વધે છે. તે જીવ યશનો જ વિલાસી (માત્ર યશનો જ અનુભવ કરનાર) બને છે. સુંદર કોટિના યશને જ પ્રાપ્ત કરનાર બને છે - જે જીવને સાચા હીરા-માણેક-મોતી-પન્નાના અને સોનાના વિવિધ અલંકારો પહેરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હોય તે જીવને અલ્પ કિંમતવાળા ચાંદીના કે ખોટા હીરાના અલંકારો પહેરવાનું મન કેમ થાય ? તેવી જ રીતે જે મહાત્માઓને સૈકાલિક ધ્રુવ આત્મતત્ત્વના અવિનાશી અને પારમાર્થિક એવા જ્ઞાનાદિ ગુણોના આનંદનો એકવાર પણ અનુભવ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે તેવા આ મહાત્માને જગતના કોઈપણ ભૌતિક પદાર્થોની આશા હવે કેમ હોય ? આત્મા અને આત્માના ગુણો વિના આ જગતના સર્વે પદાર્થો આત્માના હિતને કરનારા નથી. મોહ માત્ર ઉત્પન્ન કરનારા છે. અને તેથી ભવની પરંપરા વધારનારા જ છે. આવું સમજાયા પછી તેવા કોઈપણ સુખની આશા આ જીવ કેમ કરે ? અર્થાત્ ન જ કરે. આ સ્થિરા દૃષ્ટિનો મુખ્ય પ્રભાવ છે કે અનાદિકાળથી આ જીવ વિષયસુખને જ આધીન હતો, તેના કારણે આત્માના સ્વરૂપનો કોઈપણ વિચાર જ આવતો ન હતો. તેના બદલે હવેથી આત્માના ગુણોના જ વિચારો આવે છે. એટલું જ નહીં. પરંતુ તેનો જ સાચો આનંદ લાગે છે. અત્યારસુધી રસપૂર્વક કરેલી પ્રવૃત્તિમાં હવે રસ નથી. અને જેમાં બીલકુલ રસ ન હતો, તેમાં હવે રસની કોઈ સીમા નથી. આત્માની આ એક અપૂર્વ સિદ્ધિ છે. અને તે વેદ્યસંવેદ્ય પદથી આવી છે. હજુ આ જીવ ચોથા ગુણઠાણે જ છે. તો પછી પાંચમા - છઠ્ઠા Page #176 -------------------------------------------------------------------------- ________________ પાંચમી સ્થિરા દૃષ્ટિ ૧૫૯ અને સાતમા આદિ ગુણઠાણાં આવશે ત્યારે તો આ આત્માની પરિણતિ કેવી સુંદર થશે ? આ ઢાળ ઉપરથી સમજાશે કે પુણ્યના ઉદયથી પ્રાપ્ત થયેલાં સુખો અને તેના ઉપાયો તરફનો રાગ દૂર ન થાય તો કોઈપણ રીતે મુક્તિની પ્રાપ્તિ શક્ય નથી. તેથી “ચિદાનંદધન સુયશવિલાસી' જ્ઞાનના આનંદમાં મગ્ન રહીને આત્માના યશસ્વી જીવન જીવનારા મહાત્માઓને આ જગતનો એક પણ પદાર્થ લલચાવી શકે તેમ નથી. તેથી તે મહાત્માઓને જગતના કોઈપણ પદાર્થની આશા હોતી નથી. ॥૬॥ પાંચમી દૃષ્ટિ સમાપ્ત Page #177 -------------------------------------------------------------------------- ________________ છઠ્ઠી કાન્તા દૃષ્ટિ સ્થિરા દૃષ્ટિ સમાપ્ત કરીને હવે આપણે છઠ્ઠી કાન્તા દૃષ્ટિનું વર્ણન શરૂ કરીએ છીએ. કાન્તા દૃષ્ટિ આવતાં પૂર્વે અને સ્થિરા દૃષ્ટિના અંતે આ મહાત્મામાં નીચે મુજબના ગુણો આવે છે. જે યોગાચાર્યોએ યોગના શાસ્ત્રોમાં વર્ણવ્યા છે. આવા ગુણોની પ્રાપ્તિ થવી એ આગળ ઉપરના વિશિષ્ટ યોગદશાની પૂર્વભૂમિકારૂપ છે. તે ગુણો આ પ્રમાણે છેઅચપલ રોગરહિત નિષ્ઠુર નહીં, અલ્પ હોય દોય નીતિ। ગંધ તે સારો રે કાન્તિ પ્રસન્નતા, સુસ્વર પ્રમુખ પ્રવૃત્તિ I ધન ધન શાસન શ્રી જિનવરતણું. ॥૧॥ ગાથાર્થ - (૧) અચપલતા, (૨) રોગરહિતતા, (૩) નિષ્ઠુરતાનો અભાવ, (૪) બે નીતિની અલ્પતા, (૫) સારી ગંધ, (૬) કાન્તિ, (૭) પ્રસન્નતા, (૮) સ્વરમાધુર્યતા વગેરે ઉત્તમ ગુણોની પ્રવૃત્તિ હોય છે. પરમાત્મા શ્રી મહાવીરદેવનું શાસન ખરેખર ધન્યથી પણ ધન્ય છે. ||૧|| વિવેચન – મનોજ્ઞ રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને શબ્દ આ પાંચે પાંચ ઇન્દ્રિયોનાં વિષયસુખો છે. ઇન્દ્રિયો સદા તે સુખો તરફ આકર્ષાયેલી જ રહેતી હતી. તેથી તે સુખોના અને સુખસાધનોના સંયોગ - વિયોગને લીધે આકુળતા-વ્યાકુળતા, હર્ષ-શોક, રાગ-રીસ અને તજ્જન્ય ચિત્તની અસ્થિરતા, વિષયોની પ્રાપ્તિ માટે આમ કરૂં કે તેમ કરૂં ? ઇત્યાદિ વિચારોમાં આ જીવ અથડાયા કરતો હતો, વેદ્યસંવેદ્ય પદના પ્રભાવથી અને સમ્યક્ત્વગુણની પ્રાપ્તિથી તથા તાત્ત્વિક સૂક્ષ્મબોધ થવાથી પરમાત્માના શાસન ઉપર પ્રીતિ શ્રદ્ધા અતિશય દૃઢ બની છે. યથાર્થ જ્ઞાન અને દૃઢ શ્રદ્ધાના બળે મુક્તિપ્રાપ્તિની ઇચ્છા ઉત્કટ બનતી જાય છે. વિષયો તરફની ઇચ્છા એ મુક્તિની ઇચ્છાની વિરોધિની છે. મુક્તિની - Page #178 -------------------------------------------------------------------------- ________________ છઠ્ઠી કાન્તા દૃષ્ટિ ૧૬૧ ઇચ્છા ઉત્કટ બનવાથી વિષયોની ઇચ્છા મંદ થઈ જાય છે. તેથી વિષયોના વિકારોથી ઉત્પન્ન થનારી ચિત્તની અસ્થિરતા આ મહાત્માઓને હોતી નથી. જેથી “અચપલતા” નામનો ગુણ (એટલે કે મનની સ્થિરતા) પ્રાપ્ત થાય છે. (૧) અચપલતા એટલે અલોલુપતા, લોલુપતાનો અભાવ, જો કે હજુ આ જીવો ચોથે ગુણઠાણે છે એટલે વિષયસુખોની ઇચ્છા કે વિષયસુખોનો ત્યાગ નથી. પરંતુ તે ઇચ્છા કે સુખો લોલુપતાભાવમાં પરિણામ પામતાં નથી. જ્યાં સુધી શરીરનો સંબંધ છે ત્યાં સુધી વિષયોનું સેવન તો અનિવાર્ય છે. પરંતુ લોલુપતા એ મોહજન્ય વિકાર વિશેષ હોવાથી અહીં સંભવતી નથી. વિષયોની ભયંકરતા અને પાપબંધ હેતુતા જાણ્યા પછી તે તરફ ઇન્દ્રિયો ઉદાસ બની જાય છે. વિષયોની પાછળ ઈન્દ્રિયોની દોડવાની જે વૃત્તિ છે તે ચપળતા (અસ્થિરતા) કહેવાય છે. યોગપ્રાપ્તિ કાળે આવી ચપળતા હોતી નથી. (૨) રોગરહિતતા - પાંચ ઇન્દ્રિયોના વિષયોનું જોઈતી માત્રા કરતાં હીન-અધિક સેવન થાય તો જ અંજીર્ણ આદિ થતાં શરીરમાં રોગો થાય છે. આ દૃષ્ટિકાળે ઉપર સમજાવ્યું તેમ વિષયો ઉપર અને ઇન્દ્રિયો ઉપર વિજય પ્રાપ્ત કરેલ હોવાથી અને લોલુપતા ન હોવાથી માત્રાને ઓળંગીને સેવન જ આ જીવ કરતો નથી. જેથી શરીરમાં રોગો થતા નથી. જ્ઞાનાદિ ગુણોની આરાધના, તપનું સેવન, માત્રા પ્રમાણે જ આહારાદિનું ગ્રહણ, ઇત્યાદિના કારણે પ્રાયઃ શરીરમાં રોગો જ ઉત્પન્ન થતા નથી. છતાં પૂર્વબદ્ધ અસાતાના ઉદયથી કદાચ રોગોત્પત્તિ થાય તો પણ આ મહાત્માઓ વૈરાગ્ય રંગે રંગાયેલા હોવાથી રોગને રોગ માનતા નથી. એટલે પૂર્વબદ્ધકર્મોને ખપાવવાનો આ એક ઉત્તમ અવસર છે. એમ માનીને રોગને સુ-અવસર સમજે છે. રોગનું અસ્તિત્વ એ યોગની સાધનામાં બાધક નથી. પરંતુ રોગકાળે થતી આર્ત-રૌદ્રધ્યાનમય અશુભ પરિણતિ એ જ યોગની સાધનામાં બાધક છે. શરીરમાં રોગનો અભાવ એ પુણ્યોદય છે. પરંતુ આ. ૧૧ Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ આઠ દૃષ્ટિની સઝાય તે કાળે જો મોહની તીવ્રતા હોય તો તે યોગસાધનામાં બાધક બને છે. પૂર્વબદ્ધ કર્મોદયથી કદાચ રોગ આવે તો પણ રોગને રોગ ન માનતાં, આર્ત-રૌદ્રધ્યાન ન કરતાં આ કર્મ ખપાવવાનો સુંદર અવસર છે. એમ માની યોગસાધનામાં સ્થિર રહેવું એજ યોગીઓનું કર્તવ્ય છે. જો કે આમ બનવું ઘણું દુષ્કર છે. પરંતુ યોગીઓમાં યોગના અચિજ્ય પ્રભાવથી આવી મનની કલ્પના બની શકે છે. (૩) નિષ્ફરતાનો અભાવ - આટલી ઊંચી દશામાં આવેલા તે યોગીઓની પ્રકૃતિ નિષ્ફરતા વિનાની એટલે ક્રૂરતા વિનાની હોય છે. સ્વભાવથી જ સર્વે જીવો ઉપર મૈત્રી ભાવનાવાળા બને છે. નિરંતર બીજાનું હિત જ ઇચ્છનારા અને પોતાના સુખની ખાતર બીજાનું અહિત ન થઈ જાય તે માટે સતત સજાગ હોય છે. સર્વે જીવો કર્મને પરવશ છે. એમ મનમાં સમજી પરજીવોનું અનુચિત આચરણ કે પાપિષ્ઠ પ્રવૃત્તિ જોઈને પણ માધ્યસ્થતામાં વર્તે છે. પરંતુ તેના પ્રત્યે રોષ, કે તેને નુકશાન કરવાનો અલ્પ પણ વિચાર મનમાં લાવતા નથી. આવો કોમળભાવ હૈયાનો કરી લે છે. શરીરમાં આવેલ કોઈપણ તકલીફ સહન ન થાય તો જ તે તકલીફ આપનારા પ્રત્યે સામાન્ય માનવીને ક્રૂરતા આવે છે. પોતાના જ સુખનો વિચાર કરનારાને આ ક્રૂરતા સવિશેષ આવે છે. પરંતુ યોગીઓમાં યોગપ્રભાવથી સહનશીલતા, ધીરજ, મૈત્રી અને માધ્યસ્થતા આદિ ગુણો આવવાથી પર પ્રત્યે પણ ભાવકરુણા જ હોય છે. પરંતુ ક્રૂરતા-નિર્દયતા કે કઠોરતા હોતી નથી. (૪) બે નીતિની અલ્પતા - અહીં લઘુનીતિ અને વડીનીતિ આ બે નીતિ કહેવાય છે. આ યોગીઓમાં તેની અલ્પતા હોય છે.. પેશાબ થવો, બાથરૂમ કરવું તે લઘુનીતિ કહેવાય છે. અને સંડાસ જવું, ઝાડો થવો તે વડીનીતિ કહેવાય છે. ઇન્દ્રિયો ઉપર વિજય પ્રાપ્ત કરેલ હોવાથી વિષયોનું સેવન અલ્પમાત્રાએ હોવાથી અને જ્ઞાનાદિ ગુણોની ઉપાસનામાં સતત ઓતપ્રોત હોવાથી, આહાર-પાણીમાં સંયમ હોવાથી Page #180 -------------------------------------------------------------------------- ________________ છઠ્ઠી કાન્તા દૃષ્ટિ ૧૬૩ અને તેનું પણ સવિશેષ પાચન થવાથી યોગીઓને આ લઘુનીતિ અને વડીનીતિ સહજપણે અલ્પ પ્રમાણમાં જ હોય છે. તથા આરોગતા હોવાથી પણ આ નીતિઓનું અલ્પત્વ હોય છે. જો વારંવાર આ નીતિઓ ચાલુ રહે તો યોગની સાધનામાં સતત વિક્ષેપ પડવાથી સાધનામાં સાતત્ય જળવાય જ નહીં. વિશેષ ઉંચી યોગસાધના જેણે કરી હોય તેવા જિનકલ્પાદિ સ્વીકારનારા મહામુનિઓમાં જો શુદ્ધભૂમિ ન મળે તો છ મહીના સુધી લઘુનીતિ-વડી નીતિ કર્યા વિના જીવન ચલાવી શકે એવી યોગદશાની સિદ્ધિ હોય છે. તેનો જ આ કંઈક અંશ અહીંથી શરૂ થાય છે. અધિક સ્થિરતાપૂર્વક યોગમાર્ગની સાધના થાય અને પ્રતિક્રમણાદિ આવશ્યક ક્રિયાના કાળે વારંવાર ઉઠવું ન પડે તે માટે સાધક આત્માઓએ આ બન્ને નીતિઓની અલ્પતા માટે દુર્લક્ષ્ય સેવ્યા વિના સતત જાગૃત બની આહારાદિમાં સવિશેષ સંયમવાળા બનવું જોઈએ. (૫) સારી ગંધ - (૬) કાન્તિ, અને (૭) પ્રસન્નતા. આ યોગીઓ પરિમિતતાયુક્ત અને સારી રીતે પચી જાય તેવા હિત, મિત આહારાદિનું સેવન કરનારા હોય છે. તેથી અજીરણ વગેરે કોઈ રોગો શરીરમાં થતા નથી અને સારી રીતે પાચનક્રિયા હોવાથી શરીરમાં દુર્ગધ હોતી નથી. પરંતુ સુગંધ હોય છે. તથા નિરોગી દેહ હોવાથી મુખાદિ ભાગો ઉપર કાન્તિ-તેજસ્વિતા અને સદા પ્રસન્નતા જ પ્રસન્નતા હોય છે. કદાપિ ગ્લાનિ કે ઉદાસીનતા સંભવતી નથી. ધર્માનુષ્ઠાનમાં ઓતપ્રોત રહેવાથી પ્રમાદ-આળસ-પરનિંદા આદિ કુત્સિત ભાવો અલ્પમાત્રાએ પણ ન હોવાથી શરીરનું સૌષ્ઠવ - સુંદરતા સદા જળવાયેલ રહે છે. સદા તેઓનો ચહેરો હસમુખો અને ખુશી મિજાજનો હોય છે. (૮) સુસ્વર - સારા સ્વરની પ્રાપ્તિ જન્મથી પ્રાયઃ હોય છે. જો કે તે પૂર્વબદ્ધ સુસ્વર નામકર્મના ઉદયથી જન્ય હોય છે. છતાં યોગ સાધનામાં વિકાસ પામેલા મહાત્માઓનું જીવન આહાર-પાણી ઉપર Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪. આઠ દૃષ્ટિની સાય સંયમવાળું હોય છે. તેના કારણે કંઠનો ભાગ સ્વચ્છ અને વાત પિત્ત તથા કફાદિથી રહિત હોય છે. વળી અજીર્ણ વગેરે શારીરિક રોગો ન હોવાથી કંઠનો ભાગ સ્પષ્ટ સ્વરવાળો હોય છે. આ રીતે કંઠમાં સ્વરની સુંદરતા - સૌમ્યતા અને મધુરતા હોય છે. યોગદશાની પ્રાપ્તિ જો કે જ્ઞાનાવરણીય અને મોહનીયના ક્ષયોપશમથી પ્રાપ્ય છે. અને શરીરમાં સુગંધ, કાન્તિ, પ્રસન્નતા તથા સુસ્વર ઇત્યાદિ શુભભાવો પુણ્યની ૪૨ પ્રકૃતિઓના ઉદયથી જન્ય (ઔદયિકભાવ) છે. આ રીતે જોતાં યોગસાધના અને ઔદયિકભાવના ગુણોને સીધો કોઈ સંબંધ નથી. પરંતુ વિશિષ્ટ યોગસાધના કરતાં કરતાં વિશિષ્ટ પુણ્યોદય પણ પ્રગટે છે. અને તેથી આવા શુભભાવો આવે છે. આવા શુભભાવો યોગની સાધનામાં સહાયક પણ બને છે. પાંચમી દૃષ્ટિના અન્ત આવા શુભ ભાવો યોગ પ્રભાવથી આવે છે. જેનાથી છઠ્ઠી કાન્તા દૃષ્ટિ પ્રગટ થાય છે. આવી ઉત્તમ પ્રકારની આત્મહિતની કથા સમજાવનારા વીર પરમાત્માના શાસનને ધન્ય છે. ધન્ય છે. |૧|| ધીર પ્રભાવી રે આગળ, યોગથી મિત્રાદિકયુત ચિત્તો લાભ ઇષ્ટનો રે ન્દુ-અધૃષ્યતા જનપ્રિયતા હોય નિત્ય ધનવે ! રા ગાથાર્થ - (૯) ધર્યતા, (૧૦) પ્રભાવવત્તા(સામર્થતા), (૧૧) મૈત્રી આદિ ચારે ભાવનાઓથી યુક્ત એવું ચિત્ત, (૧૨) ઈષ્ટનો લાભ, (૧૩) દ્વન્ડો(જોડકાંઓ)થી અપરાભવતા, અને (૧૪) જનપ્રિયત્ન ઇત્યાદિ ઉત્તમ ભાવો આ યોગથી જીવને પ્રાપ્ત થાય છે. - વિવેચન - છઠ્ઠી કાન્તા દષ્ટિ એ પૂર્વની સ્થિરા દષ્ટિ કરતાં ઘણી અધિક અને વિશિષ્ટ છે. પાંચમી સ્થિરા દૃષ્ટિ સમ્યકત્વવાળા કાળમાં હોવાથી ચોથા ગુણઠાણે છે. અને છઠ્ઠી કાન્તા દૃષ્ટિ વિરતિધરને હોવાથી WWW.jainelibrary.org Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧૬૫ છઠ્ઠી કાન્તા દૃષ્ટિ પ-૬-૭ એમ ત્રણ ગુણઠાણે આવે છે. આ ઢાળની પહેલી ગાથામાં કહેલા અચપળતાથી સુસ્વર સુધીના આઠ ગુણો કાન્તા દૃષ્ટિ આવતાં પહેલાં જેમ પૂર્વકાળમાં આવે છે. એવી જ રીતે આ ગાથામાં કહેલા ધીરતાથી પ્રારંભીને જનપ્રિયત્વ સુધીના છ ગુણો પણ કાન્તા દૃષ્ટિના પૂર્વકાળમાં જ આવે છે. જો કે પૂર્વદષ્ટિકાળે પણ ધીરતા અને પ્રભાવવત્તા(સામર્થ્યતા) ગુણો હતા, પરંતુ અહીં પાંચમી દૃષ્ટિના અંતે અતિશયપણે અધિક હોય છે. વિરતિવાળાં ગુણઠાણાઓમાં વિષયોની ભૂખ નથી, વિષયોની આસક્તિ અને તમન્ના નથી, ઇન્દ્રિયો ઉપર પરિપૂર્ણ સંયમ છે. રોગાદિજન્ય દુઃખો નથી, અને કદાચ પૂર્વબદ્ધ કર્મોદયથી દુઃખો આવે તો આ મહાત્માઓ એ દુઃખોને દુઃખો માનતા નથી. તેથી તેઓની યોગસાધનામાં કોઈ જ વિપ્નો આવતાં નથી. કારણ કે પોતે જ અતિશય ધર્યવાળા અને સામર્થ્યવાળા જ બનેલા છે. કદાચ પૂર્વે બાંધેલા નિકાચિત કર્મના ઉદયથી ઉપસર્ગો અને પરિષહો આવે. જેમ ગજસુકુમાલમુનિ, અંધક મુનિ, મહાવીર પ્રભુ, સુદર્શન શેઠ વગેરેને વિપ્નો આવ્યાં છે. પરંતુ યોગસાધનાની ઉત્કટતાના કારણે ઘેર્યબળ અને સામર્થ્યબળનું પ્રાકટ્ય સવિશેષ હોય છે. તેથી યોગસાધનામાં સ્મલના થતી નથી. આવા ઉપસર્ગો અને પરિષહ વખતે બીજા સામાન્ય જીવો ટકી શકતા નથી. આ દૃષ્ટિમાં આવેલા મહાત્માઓ જ યોગબળના સામર્થ્યથી આવેલાં વિઘ્નો જીતીને પોતાની સાધનામાં સ્થિર રહે છે. તેથી પૈર્યતા અને પ્રભાવવત્તા અહીં સવિશેષ હોય છે. ઉપરોક્ત બે ગુણોના કારણે જ પ્રતિકૂળતા આપનારા જીવો ઉપર પણ “તેઓનું પણ કલ્યાણ થજો” એવી મૈત્રીભાવના આ જીવોમાં હોય છે. તથા પ્રમોદ, કારુણ્ય અને માધ્યસ્થ ભાવનાઓ તેઓના જીવનમાં આત્મસાત્ થાય છે. સર્વ જીવોના હિતની ચિંતા, કલ્યાણની ભાવના તે મૈત્રી ગુણવાન મહાત્માઓને જોઈને પ્રસન્ન થવું તે પ્રમોદ Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ આઠ દૃષ્ટિની સક્ઝાય દુઃખીઓના દુઃખને દૂર કરવાની તીવ્ર ઇચ્છા તે કરુણા પાપી જીવોના જીવન ઉપર ઉપેક્ષા રાખવી તે માધ્યસ્થતા યોગ સાધનાના પ્રતાપે ઉપરોક્ત ચારે ભાવનાઓથી વાસિત ચિત્તવાળા આ જીવો હોય છે. દુઃખને સહન કર્યા વિના અને સુખની ઉપેક્ષા કર્યા વિના સ્વાર્થબુદ્ધિ માત્ર રાખવાથી મૈત્રી આદિ ભાવનાઓથી ભાવિત થવાતું નથી. જીવ પોતાના જ સુખનો જો વિચાર કરે અને બીજાના સુખની કલ્પના પણ ન રાખે તો મૈત્રી અને પ્રમોદ વગેરે ક્યાંથી આવે ? માત્ર સ્વાર્થવૃત્તિ જ પ્રધાન હોય તો દુઃખી જીવો ઉપર દયા કરવાના ભાવ આવે જ નહી? પૈર્યતા, પ્રભાવવત્તા અને મૈત્રાદિ ભાવનાઓથી વાસિતતા આવવાનું પ્રધાન કારણ આ દષ્ટિના પ્રતાપે વિષયોમાં ચિત્તની અનાસક્તિ જ છે. વિપ્નો આવે નહીં, આવે તો ગણકારે નહી, વિષયોમાં જોડાય નહી, જોડાય તો આસક્ત બને નહી, યોગસાધના વિના બીજા કોઈ ભાવોમાં પ્રીતિ કરે નહીં, સંસારી ભોગી તજવાની જ દિન-પ્રતિદિન વિશેષ ભાવના રાખે, જેનાથી દેશવિરતિ અને સર્વવિરતિ ધર્મ પ્રાપ્ત કરે, આવા ગુણોના કારણે ઈષ્ટ વસ્તુઓનો લાભ સહજપણે સરળતાથી જ થઈ જાય, જ્યાં જાય ત્યાં ઈષ્ટલાભ જ થાય, જાણે પગમાં પદમ હોય તેમ જ્યાં પગલાં કરે ત્યાં મનોવાંછિત ફળે, આત્માની નિર્મળદશાના કારણે આવો પુણ્યોદય પ્રગટે. અહીં સાંસારિક સુખોને ઈષ્ટલાભરૂપે ન સમજવાં, પરંતુ યોગસાધનામાં સાનુકૂળતા મળે એ જ ઈષ્ટલાભ જાણવો. યોગના બળે આ મહાત્માઓએ આત્મા એવો કેળવ્યો હોય છે કે સુખ-દુઃખ, હર્ષ-શોક, લાભ-અલાભ, પ્રીતિ-અપ્રીતિ, ઠંડી-ગરમી, માનઅપમાન, પશ-અપયશ, ઇત્યાદિ પરસ્પર વિરોધી તત્ત્વો(જોડકાં)ના પ્રસંગોમાં પણ આ યોગી મહાત્માઓ પરાભવ પામતા નથી, પુણ્યના ઉદયથી સુખ-લાભ-યશ આદિ મળે તો પણ અનાસક્તભાવ હોવાથી ચિત્તની બનાવવાનું પ્રધાન સભાવવત્તા અને એક Page #184 -------------------------------------------------------------------------- ________________ છઠ્ઠી કાન્તા દૃષ્ટિ ૧૬૭ રાજી થતા નથી. અને પાપના ઉદયથી દુ:ખ અલાભ-અપયશાદિ પ્રાપ્ત થાય તો પણ સર્વ દુઃખોને સહી લેવાની પૂર્ણ તૈયારી હોવાથી અને ધૈર્યતાદિ ગુણો હોવાથી ચિત્તમાં અલ્પ પણ ખેદ પામતા નથી. સારાંશ કે દ્વન્દ્વોથી અ-પરાહત હોય છે, આ રીતે આ મહાત્માઓ ગુણીયલ હોવાથી, ગુણપ્રિય હોવાથી, વિશિષ્ટ ઇજ્જત ધરાવતા હોવાથી, ખોટું કરવાનો અંશમાત્ર પણ આશય ન હોવાથી, નિર્દોષ જીવન હોવાથી, પરજીવો પ્રત્યે પણ મૈત્રી આદિ ઉત્તમ ભાવો હોવાથી તથા પરોપકારપરાયણ હોવાથી સર્વ જીવોને પ્રિય જ લાગે છે. અર્થાત્ “સર્વજનપ્રિયત્વ” ગુણ તેઓમાં હોય છે. જો કે લોકોમાં જનપ્રિય બનવાની મનોવૃત્તિ આ મહાત્માઓ ધરાવતા નથી. લોકો અમને સારા કહે માટે લોકો દેખે તો સારું વર્તન અને શેષકાળે અનુચિત વર્તન આ જીવો કરતા નથી. પરંતુ તેઓના જીવનની પવિત્રતાથી જ લોકો તેઓ તરફ વિશ્વાસ અને પ્રેમ વરસાવે છે. છઠ્ઠી કાન્તા દૃષ્ટિની પૂર્વભૂમિકામાં વર્તતા મહાત્માઓમાં આવા ઉત્તમોત્તમ ગુણો હોય છે. I॥૨॥ નાશ દોષનો રે તૃપ્તિ પરમ લહે, સમતા ઉચિત સંયોગ નાશ વૈયરનો રે બુદ્ધિ ઋતંભરા, એ નિષ્પન્નહ યોગ રે। ॥ ધન ધન૦ || ૩ || ગાથાર્થ - (૧૫) દોષોનો નાશ, (૧૬) પરમ તૃપ્તિ(સંતોષ), (૧૭) વિશિષ્ટ સમતા, (૧૮) ઔચિત્યનું આચરણ, (૧૯) વૈરનો નાશ, અને (૨૦) ઋતંભરા બુદ્ધિ ઇત્યાદિ ગુણો આવી યોગદશા આવે ત્યારે મહાપુરુષોને આવે છે. વિવેચન સ્થિરા નામની પાંચમી દૃષ્ટિ આવેલી હોવાથી વેદ્યસંવેદ્યપદ અને સમ્યક્ત્વાદિ ગુણો જીવનમાં પ્રાપ્ત થયા હોવાથી આ યોગીઓને મુક્તિ અને મુક્તિના ઉપાયભૂત યોગસાધના જ ગમતી હોય છે. જ્ઞાન અને ચારિત્ર સેવનમાં જ રસ વિશેષ હોય છે. સંસારી Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ આઠ દૃષ્ટિની સઝાય કોઈપણ પ્રલોભનોમાં આનંદ હોતો નથી. ભોગો એ રોગો છે. અને સુખ એ જ મહાદુઃખછે. કારણ કે અનેક ઉપાધિઓથી ઘેરાયેલું આ જીવન છે. આવું આ મહાત્માઓને લાગ્યું હોય છે. જેથી શુદ્ર એવા ભોગોની પ્રાપ્તિ માટે પૂર્વકાળમાં ચોથી દૃષ્ટિની ગાથા ૯માં અને શ્રી યોગદષ્ટિસમુચ્ચયની ગાથા ૭૬માં કહેલા આઠ દોષો જે હતા તે હવે આ મહાત્માઓમાં હોતા નથી. (૧) લોભ, (૨) કૃપણતા, (૩) દીનતાદયાપાત્રતા, (૪) માયાવીપણું, (૫) માત્સર્યતા, (૬) ભયભીતતા, (૭) નિષ્ફળારંભતા અને (૮) અજ્ઞાનદશા. આ આઠે દોષો ભવાનિન્દિતાથી હતા, તે ભવાભિનંદિતાનો દોષ જવાથી આ દોષો પણ સંભવતા નથી. તેથી નિર્દોષ અને પવિત્ર જીવન આ યોગીઓનું હોય છે. (૧૬) પરમતૃપ્તિ - ભૂતકાળના સંસારવર્ધક તે લોભ આદિ દોષોનો નાશ થવાથી આ યોગીઓને પરમ તૃપ્તિ થાય છે. પરમ આનંદ પ્રગટે છે. જેમ કોઈ રોગી જીવનો રોગ જ્યારે ચાલ્યો જાય છે ત્યારે તેને પરમ આનંદ થાય છે. તથા જેમ નિર્ધન પુરુષની નિર્ધનતા જવાથી તેને પરમ આનંદ પ્રગટે છે તેવી રીતે આ યોગીઓને લોભ આદિ દોષો ચાલ્યા જવાથી અતિશય હર્ષ વિશેષ થાય છે. સાધનામાં વિકાસ સાધેલા આત્માને પોતાની શુદ્ધ અવસ્થાની પ્રાપ્તિ આસન્ન હોવાથી સહેજે સહેજે હર્ષવિશેષ થાય છે. (૧૭) વિશિષ્ટ સમતા - આ પ્રમાણે લોભ આદિ દોષો નાશ પામવાથી, સાંસારિક સુખોની કોઈ અપેક્ષા ન હોવાથી અને દુઃખોની સામે વૈર્ય તથા સામર્થ્ય હોવાથી આ યોગીઓમાં ઘણી ઘણી સમતા હોય છે. સાચી વાત પણ એ જ છે કે યથાર્થ તત્ત્વવેત્તાઓ જ સમતાના સ્વામી હોય છે. વસ્તુઓનું સ્વરૂપ જાણ્યા પછી રાગ-દ્વેષ થતા નથી. વિષ સદા મારક છે. અમૃત સદા જીવન આપનાર છે. આ વસ્તુમાત્રનું સ્વરૂપ છે. તેમાં જીવન-મરણની અપેક્ષા વિનાના મહાત્માને હર્ષ-શોક શું હોય ? પ્રીતિ-અપ્રીતિ કેમ હોય? Page #186 -------------------------------------------------------------------------- ________________ છઠ્ઠી કાન્તા દૃષ્ટિ ૧૬૯ વસ્તુની પ્રાપ્તિ જ ન થવાની હોય ત્યારે સમતા રાખવી તે અજ્ઞાનમૂલક સમતા છે. કારણ કે વસ્તુની લાલસા નાશ પામી નથી, હૃદયમાં ઝંખના ચાલુ છે. ઉત્તમ પુરુષો વિષયોની હાજરીમાં પણ રાગદ્વેષ વિનાના હોય છે. અને અધમ પુરુષો વિષયોની ગેરહાજરીમાં પણ વિષયો માટે ઝુરતા હોય છે. બન્ને જીવોમાં આટલું મોટું અંતર છે. યોગી મહાત્માઓને દોષોના ક્ષયથી અને પરમ સંતોષ ગુણથી આ સમતા થયેલી છે. તેથી ભવ અને મોક્ષમાં કે જીવન-મરણમાં પણ ઉદાસીનતાવાળા હોય છે. (૧૮) ઔચિત્યાચરણ - જ્યાં જ્યાં જે ઉચિત આચરવા જેવું હોય છે તે ઉચિત આચરણ અવશ્ય આચરે જ છે. અને અનુચિત આચરણના સદા ત્યાગી હોય છે. સંસારી જીવોમાં ઘણી વખત પોતાની ઇચ્છા પ્રમાણે કાર્ય ન થાય, ત્યારે સંસારમાં કંઈ સાર નથી એમ મનમાં માની લઈ નિષ્ક્રિય થઈ ઉદાસીન થવાના અને ઉચિત આચરણથી પણ શૂન્ય બની જવાના સંસ્કારો હોય છે. એવું આ યોગીઓમાં સંભવતું નથી. સર્વ કાર્યોમાં, નાના-મોટાની સાથેના વ્યવહારોમાં ઉચિત આચરણ સેવે જ છે. છતાં મનથી નિર્લેપ પણ વર્તે છે. યોગીઓના જીવનની આ જ વિશેષતા છે. જો ઔચિત્ય-આચરણ જીવનમાં ન હોય તો યોગની સફળતા તો દૂર રહો, પરંતુ યોગદશાની યોગ્યતા પણ આવતી નથી. ' (૧૯) વૈરનો નાશ - ઉપરોક્ત અનેક ગુણોની પ્રાપ્તિથી, દોષોના અભાવથી અને યોગસિદ્ધિના પ્રભાવથી વિશિષ્ટ સિદ્ધિઓ પ્રાપ્ત થતી જાય છે. તે મહાત્માઓમાં તો મૈત્રી આદિ ભાવનાઓ હોવાથી વૈર હોતું નથી. પરંતુ તેઓમાં એવી સિદ્ધિ પ્રાપ્ત થાય છે કે તેઓના સાન્નિધ્યમાત્રથી જન્મજાત વૈરીઓનાં પણ વૈર નાશ પામે છે. તથા તેઓના પરિચયમાં આવનારા જીવોનાં પણ વૈર નાશ પામે છે. હિંસા, અસત્ય, ચૌર્ય, અબ્રહ્મ આદિ પાપ આચરણ કરવાના સ્વભાવવાળા જીવો પણ યોગીઓના સાન્નિધ્યમાત્રમાં પણ તેવું પાપ કરવાની Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ આઠ દૃષ્ટિની સજ્ઝાય ભાવનારહિત બની જાય છે. આ મોટી યોગસિદ્ધિ કહેવાય, આવી પ્રાપ્ત થયેલી સિદ્ધિનો ઉપયોગ આ મહાત્માઓ પોતાના માટે તો કરતા નથી. પરંતુ યોગના પ્રભાવમાત્રથી જ પરમાંથી પણ પાપની વૃત્તિઓ ચાલી જાય છે. (૨૧) ઋતંભરા બુદ્ધિ - ઋતં(સત્યં) વિર્તિ(ધારયતિ) કૃતિ ઋતમ્બરા - સત્યને ધારણ કરનારી, વિપર્યાસ વિનાની, સમાધિયુક્ત, તટસ્થભાવવાળી, વસ્તુના યથાર્થ સ્વરૂપને સમજનારી જે વિશિષ્ટ એવી પ્રજ્ઞા તે ઋતંભરા બુદ્ધિ કહેવાય છે. જૈનશાસ્ત્રોમાં કેવળજ્ઞાનની પ્રાપ્તિના પૂર્વકાળમાં ક્ષપકશ્રેણિના કાળે આવતું જે “પ્રાતિભશાન” કહેવાય છે તે પ્રાતિભજ્ઞાન કેવળજ્ઞાન રૂપી સૂર્યોદયની પૂર્વે “અરુણોદય” સમાન છે. જે પ્રાતિભજ્ઞાન શાસ્ત્રજ્ઞાનની પરાકાષ્ઠારૂપ અને શાસ્ત્રોના આલંબનથી નિરપેક્ષ સ્વ-અનુભવ સ્વરૂપ હોય છે, તેના પૂર્વકાળમાં ભૂમિકા સ્વરૂપે જે બુદ્ધિ પ્રગટે છે તેને સાંખ્યાદિ દર્શનશાસ્ત્રોને અનુસારે “ઋતંભરા” બુદ્ધિ કહેવાય છે. જૈનશાસ્ત્ર પ્રમાણે આ એક એવા પ્રકારની ‘વિશિષ્ટ બુદ્ધિ” કહેવાય છે કે જેનાથી લૌકિક અને લોકોત્તર પદાર્થોનું વાસ્તવિક સ્વરૂપ જાણવાની શાસ્ત્રમર્યાદા પૂર્ણ થાય છે. આત્મઅનુભવ જ વસ્તુના સ્વરૂપને જણાવે છે. આવી બુદ્ધિને ઋતંભરા પ્રજ્ઞા કહેવાય છે. તે આ ઋતંભરા બુદ્ધિ ગુણ આવિર્ભાવને પામે છે. આ ગાથામાં કહેલા દોષનાશ, પરમતૃપ્તિ, વિશિષ્ટસમતા, ઔચિત્યાચરણ, વૈરીઓના વૈરનો નાશ, અને ઋતંભરા પ્રજ્ઞા, આ ગુણો જો કે નિષ્પન્ન યોગીના છે. એટલે કે જેનામાં યોગદશા આવિર્ભૂત (પ્રગટ) થઈ છે તેના છે. અને આવી નિષ્પન્ન યોગી દશા ક્ષપકશ્રેણિમાં પ્રભાદૃષ્ટિકાળે આવે છે. તો પણ તે અવસ્થાના કારણસ્વરૂપ (પૂર્વભૂમિકા સ્વરૂપ) આ સ્થિરા અને કાન્તા દૃષ્ટિઓ છે. તેથી કારણ રૂપે આ ગુણો અહીંથી આંશિક રૂપે શરૂ થાય છે. સ્થિરા-કાન્તા દૃષ્ટિથી શરૂ થયેલા આ જ ગુણો પ્રભા દૃષ્ટિમાં ફાલ્યાફૂલ્યા થાય છે. સ્થિરા Page #188 -------------------------------------------------------------------------- ________________ છઠ્ઠી કાન્તા દૃષ્ટિ ૧૭૧ દૃષ્ટિના અંતે અને કાન્તા દૃષ્ટિના પ્રારંભે જે જે ગુણો આવે છે, તે તે અહીં સમજાવ્યા છે. તદુપરાંત સાંખ્યદર્શનાદિમાં પતંજલિ આદિ ઋષિકૃત શાસ્ત્રોમાં અન્ય યોગાચાર્ય પુરુષોએ યોગનાં જે જે ચિહ્નો કહ્યાં છે, તે પણ આ પાંચમી દૃષ્ટિના અંતે જાણવાં. આવા ચિહ્ન યોગનાં રે જે પરગ્રંથમાં, યોગાચારય દિટ્ટ | પંચમ દૃષ્ટિ થકી સવિ જોડીએ, એહવા નેહ (તેહ) ગરિટ્ટો || ધન ધનતુ જો ગાથાર્થ - પરદર્શનના ગ્રંથોમાં યોગાચાર્ય પુરુષોએ યોગનાં જે જે ચિહ્નો કહ્યાં છે તે તે પાંચમી દૃષ્ટિથી જાણવાં, આવા પ્રકારના ગુણોથી ગરિષ્ઠ (ગુણયુક્ત) તે યોગી મહાત્માઓ હોય છે. જો વિવેચન - ઉપરની ૧ થી ૩ ગાથામાં કહેલ ગુણો (લક્ષણો) તો યોગી મહાત્મામાં હોય જ છે. પરંતુ તે ઉપરાંત પણ સાંખ્યદર્શન આદિના અન્ય અન્ય યોગાચાર્ય ઋષિ મુનિઓએ યોગદશાની નિષ્પન્નતામાં જે જે લક્ષણો(ચિહ્નો) કહ્યાં છે તે તે લક્ષણો અંશરૂપે (કારણ સ્વરૂપે) પૂર્વભૂમિકાપણે આ પાંચમી દૃષ્ટિથી જાણી લેવાં, તેની શરૂઆત અહીંથી-પાંચમી દષ્ટિથી થાય છે. જો કે આ લક્ષણો નિષ્પન્ન યોગી મહાત્મામાં જેવાં પ્રગટ હોય છે તેવાં અહીં હોતાં નથી તો પણ વેદ્યસંવેદ્યપદના પ્રતાપે સૂક્ષ્મબોધ હોવાથી અહીંથી જ આ લક્ષણો શરૂ થવા માંડે છે. તે અન્યદર્શનકારોએ તેઓના શાસ્ત્રોમાં કહેલાં લક્ષણો અહીં ઉપાધ્યાયજી મહારાજશ્રીએ કહ્યાં નથી, ફક્ત ત્યાંથી જોઈ લેવા ભલામણ કરી છે. છતાં ઉપકારક હોવાથી તેઓના શાસ્ત્ર પ્રમાણે અહીં સમજાવાય છે, તે ૨૧ લક્ષણો છે. अलौल्यमारोग्यमनिष्ठुरत्वं, गन्धः शुभो मूत्रपुरीषमल्पम्। कान्तिः प्रसादः स्वरसौम्यता च, योगप्रवृत्तेः प्रथमं हि चिह्नम्॥१॥ मैत्र्यादियुक्तं विषयेष्वचेतः, प्रभाववद्धैर्यसमन्वितं च। द्वन्द्वैरधृष्यत्वमभीष्टलाभः, जनप्रियत्वं च तथा परं स्यात्॥२॥ Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ આઠ દૃષ્ટિની સજ્ઝાય दोषव्यपायः परमा च तृप्तिरौचित्ययोगः समता च गुर्वी । वैरादिनाशोऽथ ऋतम्भरा धी र्निष्पन्नयोगस्य तु चिह्नमेतत् ॥ ३ ॥ અર્થ - નીચે મુજબ કુલ ૨૧ લક્ષણો(ચિહ્નો) નિષ્પન્નયોગીનાં છે. (૧) અલોલુપતા - ઇન્દ્રિયોના વિષયોમાં લોલુપતા - તૃષ્ણા ન હોય. (૨) આરોગ્ય - હિત-મિત આહારાદિથી અને યોગપ્રભાવથી શારીરિક રોગો ન હોય. (૩) અનિષ્ઠુરતા - હૃદયમાં ક્રૂરતા-કઠોરતા ન હોય, દ્રવ્યદયા અને ભાવદયા હોય. (૪) શુભગંધ શરીરમાંથી ગુલાબાદિના પુષ્પોની જેમ ચોતરફ સુગંધ ફેલાય. (૫) મૂત્રવિષ્ઠા અલ્પ - સારી પાચનક્રિયાથી મૂત્ર અને વિષ્ઠાની અલ્પતા હોય છે. (૬) કાન્તિ - શરીરનું તેજ - લાવણ્ય વધારે હોય છે. (૭) પ્રસાદ યોગદશામાં જ ચિત્ત હોવાથી માનસિક ઘણી પ્રસન્નતા હોય છે. 1 (૮) સ્વરસૌમ્યતા કંઠનો સ્વર અત્યન્ત કોમળ, મધુર અને લોકપ્રિય હોય છે. યોગદશાનાં આ પ્રથમ આઠ ચિહ્નો છે. - (૯) મૈત્ર્યાદિવાસિતચિત્ત - મન મૈત્રી આદિ ચારે ભાવનાઓથી વાસિત હોય છે. (૧૦) વિષયોમાં અચિત્તવૃત્તિ આસક્ત બનતું નથી. (૧૧) પ્રભાવવાળું ચિત્ત હોય છે. - મન પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં મન પ્રભાવવાળું - તેજવાળું બલિષ્ઠ Page #190 -------------------------------------------------------------------------- ________________ છઠ્ઠી કાના દૃષ્ટિ ૧૭૩ (૧૨) ધૈર્યવાળું ચિત્ત - મન ધીરતાવાળું – સહનશીલ હોય છે. (૧૩) દ્વન્દ્રોથી અવૃષ્ય - સુખદુઃખ, લાભાલાભ આદિ જોડકાઓમાં પણ પરાભવ ન પામે તેવું મન હોય છે. (૧૪) અભીષ્ટલાભ-મનોવાંછિત ફળે, મનમાની સાધનામાં સફળતા મળે. (૧૫) જનપ્રિયત્વ યોગયુક્ત પવિત્ર જીવનના કારણે લોકોમાં પ્રિય બને. (૧૬) દોષવ્યપાય - રાગ-દ્વેષ આદિ દોષોનો હ્રાસ-નાશ થાય, ઘટી જાય. (૧૭) પરમતૃમિ - આત્મના ગુણો પામ્યાનો પરમ આનંદ હોય. (૧૮) ઔચિત્યયોગ - સર્વ વ્યવહારોમાં ઔચિત્ય પૂર્ણ આચરણ કરે. (૧૯) ગુર્વ સમતા - અતિશય સમતા રાખે. (૨૦) વૈરાદિનાશ - વૈર આદિ દુર્ગુણોનો નાશ થાય, વૈરીઓનાં પણ વૈર જાય. (૨૧) ઋતંભરા બુદ્ધિ-શાસ્ત્રાદિના આલંબન નિરપેક્ષ વિશિષ્ટ બુદ્ધિ પ્રગટે. ઉપરોક્ત ૨૧ લક્ષણો અન્ય શાસ્ત્રોમાં કહ્યાં છે તેમાંના ઘણાંખરાં પૂજ્ય ઉપાધ્યાયજી મ. શ્રીએ પણ આ ઢાળની આ ત્રણ-ચાર ગાથામાં કહ્યાં જ છે. આ જ વાત યોગદષ્ટિસમુચ્ચયની ગાથા ૧૬૧ની ટીકામાં જણાવી છે. આ પ્રમાણે પાંચમી દૃષ્ટિના અંતે અને છઠ્ઠીદષ્ટિના પ્રારંભે થતા ગુણ-લાભો જણાવીને હવે કાન્તા નામની છઠ્ઠીદષ્ટિનું વર્ણન પૂ. ઉપાધ્યાયજી મ. શ્રી જણાવે છે. જો છઠ્ઠી દિટ્ટી રે હવે કાન્તા કહું, તિહાં તારાભ પ્રકાશ | તત્વમીમાંસા રે દઢ હોયે, ધારણા નહી અન્યશ્રુતનો સંવાસ ! ધન - ધન છે ૫ | ગાથાર્થ – હવે છઠ્ઠી કાન્તા દૃષ્ટિનું વર્ણન કરું છું. ત્યાં તારાના પ્રકાશ સમાન જ્ઞાન છે. તત્ત્વમીમાંસા નામનો પ્રબળ ગુણ હોય છે. ધારણા નામનું યોગાંગ પ્રવર્તે છે. અને અન્યશ્રુતનો સહવાસ(અન્યમુદ્દ) નામનો દોષ આ દૃષ્ટિમાં સંભવતો નથી. પો. Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ આઠ દૃષ્ટિની સઝાય વિવેચન - કાન્તા નામની આ છઠ્ઠી દૃષ્ટિમાં નીચે મુજબ ભાવો હોય છે. (૧) જ્ઞાનદશા - તારાના પ્રકાશ જેવી દીર્ધકાળ અને દીર્થક્ષેત્રવર્તી જ્ઞાનદશા હોય છે. (૨) તત્ત્વમીમાંસા - આત્મહિતકારી તત્ત્વોની મીમાંસા (વિચારણા) પ્રવર્તે છે. (૩) ધારણા – જામેલા જ્ઞાનના વિષયોમાં મનની સ્થિરતા ઘણી હોય છે. (૪) અન્યમુદ્દોષત્યાગ - અન્ય શ્રુતના પરિચય ને સહવાસનો ત્યાગ હોય છે. પાંચમી સ્થિરા દૃષ્ટિમાં જે જ્ઞાનદશા છે, તેના કરતાં આ કાન્તા દૃષ્ટિમાં જ્ઞાનદશા સવિશેષ હોય છે. તે વાત એક ઉપમાથી સમજાવે છે. સ્થિરા દૃષ્ટિમાં જ્ઞાનદશા રત્નની કાન્તિતુલ્ય હોય છે. અને અહીં તે જ જ્ઞાનદશા તારાની કાન્તિ સમાન છે. રત્નની કાન્તિ અમુકક્ષેત્ર સુધી જ વ્યાપે છે. તારાની કાન્તિ સમસ્ત લોકમાં દૂર દૂર ક્ષેત્ર સુધી વ્યાપે છે. રત્ન જેની પાસે હોય તે જ રત્નની કાત્તિ જોઈ શકે છે. અથવા તેની આજુબાજુ ઉભેલા કેટલાક મનુષ્યો જ રત્નની કાન્તિ જોઈ શકે છે. જ્યારે તારાની કાન્તિ સમસ્ત વિશ્વના લોકો જોઈ શકે છે. આ રીતે બની કાન્તિમાં ઘણું મોટું અંતર છે. એથી આ દૃષ્ટિમાં જ્ઞાનદશા વધારે વિકસિત છે. તે જણાવવા માટે તારાની પ્રજાની ઉપમા આપી છે. જ્ઞાનદશા વિશેષ વિકાસ પામી હોવાથી, તત્ત્વોનો સૂક્ષ્મબોધ થયો હોવાથી તે સંબંધી ઊંડી મીમાંસા (ચિંતવાણા -વિચારણા) અહીં પ્રવર્તે છે. જેમ જેમ જ્ઞાન વધે તેમ તેમ વૈરાગ્ય વધે, સાંસારિક ભાવોનો રાગ ઘટ્યો છે. તેથી સંસારનો ઉચ્છેદ કેમ થાય ? ભવોની સમાપ્તિ કરી આ આત્મા શુદ્ધ-બુદ્ધ કેમ બને ? તેની વિચારણા સવિશેષ પ્રમાણમાં અહીં ખીલે છે. આવી વિચારણા કરતાં કરતાં Page #192 -------------------------------------------------------------------------- ________________ છઠ્ઠી કાન્તા દૃષ્ટિ ૧૭૫ સમ્યગ્નાન દ્વારા સર્વવિરતિભાવ તરફ જવા આ આત્મા પ્રેરાય છે. તત્ત્વજ્ઞાન મેળવ્યું હોય, પરંતુ તત્ત્વની મીમાંસા (વિચારણા) જો ન કરે તો નવપૂર્વી અભવ્યાદિની જેમ તે આત્માઓ તત્ત્વજ્ઞાનનું યથાર્થ ફળ પામતા નથી. કેવળ એકલું જ્ઞાનમાત્ર પાંડિત્ય આપવા દ્વારા અહંકારાદિનું જ કારણ બમ છે. જ્ઞાનપ્રાપ્તિની સાથે વિચારણાનો તાલ મળે તો જ સંસારની ભયંકરતા સમજાય, તેના ત્યાગની ભાવના જન્મે, મુમુક્ષુ એવો આ આત્મા સર્વવિરતિ માટેનો ઉત્કટ પ્રયત્ન ક૨વાનો આરંભ કરે. આવા પ્રકારની તત્ત્વમીમાંસા કરવાથી સંસારનો નિર્વેદ અને મુક્તિની તીવ્ર સ્પૃહા સ્વરૂપ સંવેગગુણ પ્રગટે છે. જ્ઞાનગુણ દ્વારા પ્રાપ્ત કરવા યોગ્ય નિર્વેદ અને સંવેગ ગુણ તથા સર્વવિરતિ આદિ ફળ જો પ્રાપ્ત ન થાય તો જ્ઞાનગુણ પણ શું કામનો ? જે વસ્તુ આપણી પાસે હોય છતાં તે વસ્તુ તેનું પોતાનું કાર્ય જો આપણામાં ન ઉત્પન્ન કરે તો તે વસ્તુની પણ શું કિંમત ? તેવી ઉત્તમ તત્ત્વમીમાંસા અહીં પ્રવર્તે છે. આ દૃષ્ટિમાં “ધારણા' નામનું યોગનું અંગ પ્રવર્તે છે. શાસ્ત્રમાં વેશનશ્ચિત્તસ્ય ધારા(પાતંજલ ૩-૧) ચિત્તને પોતાના નિયત એવા ધ્યેય સ્થાનમાં સ્થિર કરવું તે ધારણા કહેવાય છે. મન સ્થિર થવાથી વચન અને કાયા આપોઆપ સહજપણે સ્થિર થાય છે. તેથી તન્મયતા- એકાગ્રતા દૃઢ થાય છે. અહીં યોગી મહાત્માઓનાં ચિત્ત વિષયવિકારોથી અનાસક્ત છે. શૌચ-સંતોષાદિ ગુણો સારી રીતે અભ્યસ્ત કરેલ છે. ઇન્દ્રિયો જીતી લીધી છે. એટલે મનને બીજે ભટકવાનું ગમતું જ નથી. જ્ઞાનગંગામાં રક્ત રહેવાનું જ ગમે છે. તત્ત્વમીમાંસા ગુણ દ્વારા જેમ જેમ ભગવન્તે કહેલાં તત્ત્વો સુંદર રીતે યુક્તિપૂર્વક સમજાય છે તેમ તેમ મન તેમાં જામી જાય છે. મન ખૂબ જ સંતોષ અને હર્ષપૂર્વક આ જ્ઞાનગંગામાં સ્નાન કરતું થઈ જાય છે. Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ આઠ દૃષ્ટિની સઝાય મનને વીતરાગપ્રણીત જ્ઞાન ગમી ગયું હોવાથી, યુક્તિયુક્ત લાગવાથી અને ત્યાં જ રમણતા હોવાથી અન્ય એવાં મિથ્યાષ્ટિઓનાં શાસ્ત્રો વાંચવા-ભણવા કે જોવા ગમતાં નથી. તેનો પરિચય કરવો કે તે મિથ્યાજ્ઞાનવાળા જીવોની સાથે સહવાસ કરવો પણ ગમતો નથી. એટલે કે “મમુર” નામનો ચિત્તનો દોષ અહીં સંભવતો નથી. વીતરાગ પરમાત્મા પ્રણીત શાસ્ત્રથી અન્ય શાસ્ત્રોમાં મુદ્ એટલે હર્ષ-પ્રીતિ કરવી તે ગમતી નથી. તથા વિવલિત એવું કોઈપણ એક અનુષ્ઠાન કરતા હોઈએ ત્યારે બીજા અનુષ્ઠાનમાં મન પરોવવું તે પણ અન્યમુદ્ દોષ કહેવાય છે. જેમ કે ચૈત્યવંદન કરતા હોઈએ તે જ કાળે મૂળનાયક ભગવાનનો પ્રક્ષાલ થતો હોય તો તે વખતે પ્રક્ષાલ કરવામાં ચિત્ત મુકવું. તથા વૈયાવચ્ચ કરતા હોઈએ ત્યારે સ્વાધ્યાયના રાગથી તેની ચિંતા કરવી તે સર્વે અન્યમુદ્દ દોષ છે. આ દોષથી પ્રથમ આચરેલા અનુષ્ઠાનમાં ચિત્ત સ્થિર થતું નથી. આ દોષ કરેલા અનુષ્ઠાનમાં અંગારાની વર્ષાતુલ્ય છે. આપણે બધા ટુંકા સમયમાં બધું જ કરી લેવાની ઘેલછાવાળા હોઈએ છીએ અને તેથી જ જ્યાં ત્યાં દોડાદોડી કરનારા અને ઘણું કાર્ય કર્યું તેનો સંતોષ માનનારા થઈએ છીએ. પરંતુ વીતરાગ પરમાત્માએ જે કાળે અને જે વિધિથી ધર્માનુષ્ઠાન કરવાનાં કહ્યાં છે તે કાળે અને તે વિધિથી થાય તો જ નિર્જરાનું કારણ બને છે. આજ્ઞાયુક્ત ધર્માચરણ એ જ આરાધના છે. પરંતુ ઘણું કાર્ય કરી લેવું, જલ્દી જલ્દી કરી લેવું, વહેલું મોડું કરી લેવું, આવી આવી કુટેવોથી આપણા જીવો ટેવાયેલા છે. સૌથી શ્રેષ્ઠ માર્ગ તે છે કે ભગવાનની આજ્ઞા પાળવી. આજ્ઞાને અનુસારે ચાલવું. જો આટલું બરાબર સમજાઈ જાય તો આ અન્યમુદ્ દોષ અને આવી ખોટી ખોટી ઘેલછાઓ ઘણી ઘણી ઓછી થઈ જાય. અને આત્માનું કલ્યાણ થવાનો પ્રસંગ બહુ નજીક આવી જાય. પી Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧૭૭ છઠ્ઠી કાન્તા દૃષ્ટિ મન મહિલાનું રે વહાલા ઉપરે, બીજા કામ કરંત | તેમ કૃતધર્મે રે એહમાં મન ધરે, જ્ઞાનાક્ષેપકવંત || ધન ધન દા ગાથાર્થ - જેમ ઉત્તમ પતિવ્રતા સ્ત્રીનું મન બીજાં બીજાં કામો કરવા છતાં પોતાના વહાલા(પતિ) ઉપર જ હોય છે. તેવી જ રીતે જ્ઞાનમાં આકર્ષાયેલા ચિત્તવાળા મુનિનું મન શ્રુતધર્મમાં જ લીન હોય છે. ||૬| વિવેચન - છઠ્ઠી કાન્તા દૃષ્ટિમાં આવેલા આત્માઓ વેદ્યસંવેદ્યપદ તથા સમ્યગ્દર્શનાદિ ગુણો પામેલ છે. સૂક્ષ્મબોધ અને તત્ત્વમીમાંસા દ્વારા ઉત્તમ એવું શ્રુતજ્ઞાન - સમ્યજ્ઞાન પણ પામેલા છે. પરંતુ દેશવિરતિ તથા સર્વવિરતિ રૂપ ચારિત્ર આવ્યું પણ હોય અને ન પણ આવ્યું હોય. અહીં પ્રાપ્ત થયેલા સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનના પ્રભાવે સંસારના કોઈપણ ભોગ વિષયમાં આનંદ આવતો નથી. મન ગોઠતું નથી. માત્ર મુક્તિમાં અને પ્રાપ્ત થયેલાં મુક્તિનાં સાધનોમાં જ મન ચોંટેલું રહે છે. પૂર્વબદ્ધ ચારિત્ર મોહનીય કર્મના ઉદયથી ઘરસંસાર કદાચ છુટ્યો ન હોય તો તે ઘરસંસાર સંબંધી બધી જ કાર્યવાહી કરે છે. પરંતુ તેનું મન તો સતત કૃતધર્મની પ્રવૃત્તિ અને પરિણતિમાં જ લીન રહે છે. જેમ ઉત્તમ પતિવ્રતા કોઈ સ્ત્રી હોય તો તે તેના ઘરનાં સર્વ કાર્યો કાયાથી કરતી હોય છે. પરંતુ તેનું મન તો તેના વહાલા ઉપર એટલે પોતાના પતિ ઉપર જ વર્તતું હોય છે. તેમ કાન્તા દૃષ્ટિમાં વર્તતા યોગીનું મન ઘરનો ધંધો-વ્યવસાય કરતા હોય ત્યારે શ્રતધર્મની પ્રવૃત્તિ ન હોવા છતાં પણ તેમાં જ પ્રવર્તતું હોય છે. આ મહાત્માઓની જ્ઞાનમાં પ્રવૃત્તિ જ એવી હોય છે કે ચિત્ત તેમાં આકર્ષાયેલું જ રહે. એટલે કે ચિત્તાક્ષેપક - ચિત્તને બરાબર જકડી રાખે - પકડી રાખે, તેવા જ્ઞાનવાળા હોય છે. જ્ઞાન અને દર્શન આ બે ગુણોની પ્રાપ્તિ થઈ હોવા છતાં ચારિત્રની હજુ પ્રાપ્તિ આ. ૧૨ Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ આઠ દૃષ્ટિની સજ્ઝાય વિકલ્પવાળી હોવાથી તેની પ્રાપ્તિની ઘણી ઝંખના અને અપ્રાપ્તિનું ઘણું જ દુ:ખ વર્તતું હોય છે. સર્વત્યાગને પ્રાપ્ત કરવા માટે જ્ઞાનોપયોગમાં સદા મસ્ત રહે છે. પ્રાપ્ત થયેલાં મુક્તિનાં બે સાધનોનો સફળતાપૂર્વક પૂરેપૂરો પ્રયત્ન કરી અપ્રાપ્ત એવા ત્રીજા સાધનને મેળવી લેવા પૂરેપૂરી કોશિષ કરે છે. જે જ્ઞાન અને દર્શનાદિ ગુણો આત્માનું અવશ્ય કલ્યાણ કરનારા છે પરંતુ અપૂર્ણ સાધનસામગ્રી હોવાથી વિરતિ મેળવીને પરિપૂર્ણ સામગ્રીવાળા બનવા માટે અને અલ્પકાળમાં મુક્તિ પ્રાપ્ત કરવા તીવ્ર ઇચ્છા રાખે છે. કોઈપણ મનુષ્ય પૈસો કમાવવા દુકાન કરે, ફરનીચર કરે, સારો માલ લાવે અને વ્યવસ્થિત ગોઠવે, એટલે પૈસો કમાવવાની સર્વ સામગ્રી મેળવી. પરંતુ દુકાન - ફરનીચર અને માલ માત્ર જોઈ જોઈને જ જો રાજી થાય, ધંધો કરે નહી, માલ વેચવા પ્રયત્ન કરે નહી, અને સારો નફો બેસે તેનું ધ્યાન રાખે નહીં તો તે દુકાન આદિ સામગ્રી ધારેલું ફળ આપે નહીં. તેવી જ રીતે અહીં દર્શન-જ્ઞાનાદિ ગુણ સામગ્રી પામીને જો આ જીવ પ્રમાદ કરે, આળસુ થાય અને મળેલી સામગ્રીનો શેષગુણોની પ્રાપ્તિ માટે અપ્રમત્તભાવે જો ઉપયોગ ન કરે તો સાચી સફળતા મેળવે નહીં. તેથી આ મહાત્માઓ સંસારનું ગમે તે કામ કરતા હોય તો પણ તેઓનું મન પતિવ્રતા સ્ત્રીના ચિત્તની જેમ શ્રુતધર્મની આરાધનામાં જ, તત્ત્વજ્ઞાન મેળવવામાં જ, તેની વિચારણામાં જ વર્તતું હોય છે. અન્યત્ર નહીં. ।।૬।। પ્રશ્ન ચિત્ત જ્ઞાન-દર્શનમાં આકર્ષાયેલું જ રહે એવું ઉત્તમોત્તમ જ્ઞાન ભલે અહીં છે. એટલે કે ચિત્તાક્ષેપક જ્ઞાનવાળા આ મહાત્માઓ છે. તો પણ અવિરતિનો ઉદય સંભવિત હોવાથી સાંસારિક ભોગોમાં અને ઘરના વ્યવસાયમાં ગુંથાવાનું આવવાનું જ છે. તેથી યોગમાર્ગની સાધનામાં શું વિઘ્નો નહીં આવે ? અર્થાત્ વિઘ્નો આવશે જ. તેનો ઉત્તર આપતાં ગ્રંથકારશ્રી ઉપાધ્યાયજી મ. શ્રી જણાવે છે કે - Page #196 -------------------------------------------------------------------------- ________________ છઠ્ઠી કાન્તા દૃષ્ટિ ૧૭૯ એહવે જ્ઞાને રે વિઘન નિવારણે, ભોગ નહીં ભવહેત | નવિ ગુણ દોષ ન વિષયસ્વરૂપથી, મન ગુણ-અવગુણ ખેત |ધન ધન | ૭ | ગાથાર્થ - વિપ્નોનું નિવારણ કરે એવું જ્ઞાન હોવાથી ભોગો એ ભવહેતુ બનતા નથી. માત્ર વિષયોના સેવનથી ગુણ પણ થતો નથી અને દોષ પણ થતો નથી. કારણ કે મન જ માત્ર ગુણઅવગુણનું કારણ છે. I૭l વિવેચન - સાંસારિક ભાવો અસાર છે. તુચ્છ છે. ક્ષણમાત્ર જ સુખદાયી છે અને દીર્ધકાળ ચાલે તેટલા દુઃખોને આપનારા છે. અનેક પ્રકારના રાગ-દ્વેષને કરાવનારા છે. ક્લેશ-કંકાસ અને કડવાશ આપનારા છે. આત્મતત્ત્વનું સ્વરૂપ જુદી જ જાતનું છે. તે શુદ્ધ-બુદ્ધ-જ્ઞાનાદિ ગુણ સંપન્ન તત્ત્વ છે. ઇત્યાદિ આધ્યાત્મિક ભાવવાહી એવું શ્રેષ્ઠ જ્ઞાન આ મહાત્માઓને વર્તે છે. તેથી યોગના પ્રભાવથી આવા ઉત્તમ જીવોને વિપ્નો આવતાં જ નથી. અને કદાચ પૂર્વબદ્ધ કર્મોદયથી આવે તો પણ વિઘ્નોનું નિવારણ કરે તેવું ઉચ્ચકોટિનું જ્ઞાન વર્તે છે. તેથી વિઘ્નો એ વિઘ્નરૂપ આ મહાત્માઓને થતાં નથી. જ્ઞાનના બળે ભોગની અસારતા સમજે છે. તેથી મન તેમાં લગાવતા નથી. તેથી ભોગો તેઓને ભવહેતુ થતા નથી. આ મહાત્માઓને જે જ્ઞાનદશા વર્તે છે, તે સામાન્ય નથી. પરંતુ ચિત્તાક્ષેપકજ્ઞાનદશા છે. ચિત્ત તેમાં જ લીન રહે. આવું વિશિષ્ટ જ્ઞાન હોવાથી અવિરતિ લાવે એવા કર્મોના ઉદયથી થનારી વિષયોની ભોગપ્રવૃત્તિ સંસારનું કારણ બનતી નથી. કારણ કે કેવળ કાયિક વિષયપ્રવૃત્તિ વિશિષ્ટ બંધહેતુ થતી નથી. તેની સાથે મન ભળે તો જ ભવહેતુ થાય છે. મનની લીનતા વિના કેવળ કાયા દ્વારા ભાગોમાં કરેલી પ્રવૃત્તિથી આત્માને કોઈ ગુણ(ફાયદો) પણ થતો નથી. અને આત્માને કોઈ વિશિષ્ટ દોષ(નુકશાન) પણ થતું નથી. માત્ર વિષયની Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ આઠ દૃષ્ટિની સક્ઝાય પ્રવૃત્તિ કે નિવૃત્તિ ગુણ કે દોષને કરનારી નથી. પરંતુ જો તેમાં મન ભળે, મનની રસિકતા આવે, મનના શુભ-અશુભ અધ્યવસાય મળે, તો જ તે ભોગપ્રવૃત્તિ વ્યવહેતુ થાય છે. “મનની રસિકતા” એ જ મુખ્ય બંધહેતુ છે. ભોગપ્રવૃત્તિ ન હોય છતાં મનની રસિકતા હોય તો કર્મબંધ થાય જ છે. જેમ તંદુલીયો મસ્ય મોટા મલ્યની જેમ આહારપ્રવૃત્તિ કરતો નથી, ફક્ત મનથી જ ઇચ્છે છે. છતાં મૃત્યુ પામીને નરકે જાય છે. પ્રસન્નચંદ્ર મુનિ કાઉસ્સગ્ન મુદ્રામાં મનથી જ યુદ્ધ કરે છે છતાં નરયોગ્ય કર્મ બાંધે છે. અને તીર્થંકરાદિ મહાત્માઓ ઘરમાં વિવાહિત જીવનમાં વર્તે છે. ભરત મહારાજા આરીસાભુવનમાં છે. મરૂદેવા માતા હાથી ઉપર છે. પૃથ્વીચંદ્ર રાજા રાજગાદી ઉપર છે. ગુણસાગર લગ્નક્રિયામાં છે. છતાં મનથી અલિપ્ત છે. તેથી આ સર્વની આ પ્રવૃત્તિ વ્યવહેતુ થતી નથી. તેથી કર્મબંધ કે કર્મક્ષયનું પ્રધાનતર કારણ મનના પરિણામ જ છે. અન્ય શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે - तह कायपाठणो ण पुण, चित्तमहिकिच्च बोहिसत्त त्ति। હૉતિ તદ ભાવપIો, ગાયનો સુદ્ધાગો યોગશતક ગાથા ll૮૮ श्रुतधर्मे मनो नित्यं, कायस्त्वस्यान्यचेष्टिते। મતત્ત્વાક્ષેપનાન મોટા મવહેતવઃ | યોગદૃષ્ટિ છે ૨૬૪ આ પ્રમાણે શ્રતધર્મમાં જ મન લીન હોવાથી અને અન્ય ચેષ્ટાઓમાં માત્ર કાયાથી જ જોડાતા હોવાથી તથા ચિત્તને આકર્ષે રાખે એવું વિશિષ્ટ જ્ઞાન હોવાથી આ મહાત્માઓને ભોગસેવન એ ભવહેતુ બનતું નથી. | ૭ માયાપાણી રે જાણી તેહને, બંધી જાય અડોલ ! સાચું જાણી રે તે બીતો રહે, ન ચળે ડામાડોળ | | | ધન ધનO . Page #198 -------------------------------------------------------------------------- ________________ છઠ્ઠી કાન્તા દૃષ્ટિ ૧૮૧ ગાથાર્થ - માયામય પાણીને (ઝાંઝવાના જળને) આ આભાસ માત્ર છે. એમ જે સમજે છે તેઓ તે પાણીને અડોલપણે ઓળંગી જાય છે અને જેઓ તેને સાચું પાણી માને છે, તેઓ બીતા ફરે છે. અને ડામાડોળ થયા છતા આગળ ચાલતા નથી. ૮ . વિવેચન - “સંસારનું સુખ સાચે જ ઝાંઝવાના જળ જેવું (માયામય પાણી જેવું) છે.” આવું અનંત જ્ઞાનીઓનું વચન છે. પરંતુ જેઓનું ચિત્ત વૈરાગ્યરંગથી રંગાએલું છે. જેઓના જીવનમાં અધ્યાત્મ વસ્યું છે, તેઓને જ આ સત્ય સમજાય છે. જે ભોગસુખો છે. તે પ્રાપ્ત કરવામાં પણ ઘણાં દુઃખો જ સહન કરવો પડે છે. કેટલાય માણસોની સીપાસ કરવી પડે છે. તથા (પરાધીનતા - દીનતા) વહોરવી પડે છે. પ્રાપ્ત થયા પછી તેને સાચવવાની અને કોઈ ભાગ ન પડાવી જાય તેની ચિંતાઓનો કોઈ પાર નથી. અને છતાં પણ પાપોદાય જાગતાં નાશ પામી જાય ત્યારે તો વિયોગનું દુઃખ તો અવર્ણનીય જ છે. એટલે યોગી-અધ્યાત્મી-વૈરાગી મહાત્માઓ આ સુખને સુખાભાસ સમજે છે. તેની લાલચમાં ફસાતા નથી. તેના તરફ નજર પણ નાખતા નથી. અને સડસડાટ આ સંસારમાંથી પ્રયાણ કરી પાર ઉતરી જાય છે. આ વાત એક ઉદાહરણથી સમજાવે છે કે ઝાંઝવાના જળને જેઓ આ માયાજળ છે એમ સમજે છે. તેઓ તે જળથી કે જળ ઉપર આભાસ થતા તરંગોથી ભય પામ્યા વિના અડોલપણે (ગભરાયા વિના – ભયભીત થયા વિના) શીધ્ર તે જળને ઓળંઘી જાય છે. તેમ આ મહાત્માઓ સંસારનાં સુખોને સુખાભાસ માત્ર છે એમ સમજી ભય પામ્યા વિના, તેના તરફ દૃષ્ટિપાત(અલ્પ પણ આસક્તિ) કર્યા વિના વેગે વેગે સંસાર પાર કરી જાય છે. પરંતુ જે જીવો ભોગી છે. ભોગમાં આસક્ત છે. ભોગના જ રસિક છે તેઓ આ જ સાચું સુખ છે એમ માની એની પાછળ દોડે છે. અને અનેક ઉપાધિઓ તથા ભયો પામ્યા છતા, ડામાડોળ ચિત્તવાળા થયા છતા, પ્રાપ્તિમાં અલ્પસુખ અને અપ્રાપ્તિ તથા Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ આઠ દૃષ્ટિની સજઝાય વિયોગમાં અપાર દુઃખ પામ્યા છતા, અસ્થિર ચિત્તવાળા બને છે. અને શું કરવું ? તેનો કંઈ રસ્તો સૂઝતો નથી. આગળ વિકાસ પામતા નથી. જેમ તે જ ઝાંઝવાના જળને જે માયામય જળ નથી જાણતા અને સાચું જ પાણી છે. એમ માની બેસે છે તે ઘણું પાણી અને પાણીના તરંગોના ભ્રમ દેખતો છતો બીતો રહે છે. ભય પામતો જ રહે છે. જો હું આગળ જઈશ તો આ પાણીનું પૂર અને મોજાં હમણાં ઝપાટાભેર આવશે અને મને ખેંચી જશે એમ માનતો છતો ડામાડોળ - અસ્થિર ચિત્તવાળો બને છે. અલ્પ પણ આગળ પગ માંડતો નથી, ચાલતો નથી. “હાય બાપ, હવે મારું શું થશે.” એવા વિચારોથી ડર્યા જ કરે છે. તેમ ભોગી જીવો આ સંસારનાં સુખો તે સુખાભાસ હોવા છતાં પણ તેને સાચાં સુખો માની તેમાં ખુંચ્યા છતા ત્યાં જ રહે છે. આટા ભોગતત્ત્વને રે એ ભય નવિ ટળે જૂઠા જાણે રે ભોગા તે એ દૃષ્ટિ રે ભવસાગર તરે લહે વળી સુયશ સંયોગા | ધન ધનO | ૯ | ગાથાર્થ - ભાગોને જ તત્ત્વ માનનારા જીવોને ભય ટળતો નથી, યોગીઓ આ ભોગને જૂઠા સમજે છે. તેથી આ દૃષ્ટિના બળે ભવસાગર તરી જાય છે. અને ઉત્તમયશના સંયોગને પામે છે. હા વિવેચન - ઉપરની ગાથામાં કહેલી વાત જ આ ગાથામાં વધારે સ્પષ્ટ કરે છે - જે લોકો પુણ્યના ઉદયજન્ય સાંસારિક સુખોને સાચાં સુખો જ માને છે તેઓની તે તરફની લાલસા ઓછી થતી નથી. તેથી તેની જ પ્રાપ્તિ માટે મહા આરંભ-સમારંભ આદિ અઢારે પાપસ્થાનકો સેવીને ચીકણાં કર્મો બાંધીને સંસારમાં જ રહે છે અને તે સુખોની પ્રાપ્તિમાં આવતા ભયો ઓછા થતા નથી. બલ્ક ભયો અને ઉપાધિઓ વધે જ છે. કારણ કે સંસારની સર્વ પરિસ્થિતિઓ ઉપાધિઓથી અને ભયોથી ભરેલી જ છે. Page #200 -------------------------------------------------------------------------- ________________ છઠ્ઠી કાન્તા દૃષ્ટિ ૧૮૩ પરંતુ તે સુખો એ કિપાકના ફળની જેમ પરિણામે અનંત દુઃખદાયી જ છે, જેમ દુર્જનની મીઠી વાણી પણ દુઃખદાયી જ હોય છે, તેમ સમજી આ સંસારનાં સર્વે સુખોને યોગી મહાત્માઓ જુઠાં જાણે છે. તેથી ડરતા નથી, તેની લાલચમાં ફસાતા નથી. તેની પ્રાપ્તિ માટે અન્યાય- અનીતિ કે મહાપાપ કરતા નથી. તેથી ચીકણાં કર્મો બાંધતા નથી. જે આત્માઓ આ વિષયભોગોને અપારમાર્થિક સમજે છે, તેઓ તેની આસક્તિ કરતા નથી. છઠ્ઠી દૃષ્ટિનો આવો પ્રભાવ હોવાથી વિષયભોગોને અતત્ત્વ સમજવાના કારણે ભોગોના સમૂહમાંથી પણ (એટલે રાજ્યઋદ્ધિ જેવા સુખમાંથી પણ) કોઈપણ જાતના વિપ્નો વિના મોક્ષમાર્ગ તરફ જ વેગે વેગે ચાલવા માંડે છે. પૂર્વબદ્ધ પુણ્યોદયજન્ય ભોગસંપત્તિ પણ પારમાર્થિકપણે પ્રાપ્ત થયેલી ધર્મપ્રવૃત્તિનો પ્રતિબંધ કરી શકતી નથી. જે વાયુ દીપકનો નાશ કરે છે તે જ વાયુ મહાદાવાનળનો નાશ કરી શકતો નથી. તેની જેમ ભોગ પ્રવૃત્તિ સામાન્ય ધર્મપ્રવૃત્તિનો પ્રતિબંધ કરી શકે છે. પરંતુ આ દૃષ્ટિકાળે આવેલી જે ધર્મપ્રવૃત્તિ છે. તે કર્મને બાળવામાં મહાદાવાનળ સમાન છે. તે ધર્મ પ્રવૃત્તિનો નાશ ભોગપ્રવૃત્તિ કરી શકતી નથી. અહીં ધર્મપ્રવૃત્તિ ઘણી પ્રબળ બની ચૂકી છે. અને ભોગપ્રવૃત્તિ અત્યન્ત દુર્બળ બની ચૂકી છે. મોહનીયકર્મનો વધારે વધારે ક્ષય થવા માંડ્યો છે. જો કે ચોથા ગુણઠાણાથી જ મોહનીયકર્મ મંદ થતું જાય છે. તો પણ સ્થિરાદષ્ટિકાળે સૂક્ષ્મબોધ અને તત્ત્વજ્ઞાન હોવા છતાં પણ મોહનીયની કંઈક પ્રબળતા હોવાથી પ્રમાદ–બહુલતા હતી. જ્યારે આ કાન્તા દૃષ્ટિમાં ધારણા અને તત્ત્વમીમાંસાના બળથી મોહનીયકર્મનો તીવ્ર ક્ષયોપશમ વૃદ્ધિ પામતાં અપ્રમત્તતા અને દેશવિરતિ - સર્વવિરતિ આદિ ચારિત્રના ગુણો આવે છે. તીવ્ર વૈરાગ્ય અને ભરપૂર જ્ઞાનોત્કર્ષના કારણે પ્રમત્તતા સર્વથા દુર્બળ બની જાય છે. આત્મા ખૂબ જ જાગૃત બની જાય છે. ભોગોને Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ આઠ દૃષ્ટિની સઝાય રોગો ગણીને અતિશય અલિપ્ત જ રહે છે. આ દૃષ્ટિમાં આવેલા જીવો જો સર્વવિરતિધર થાય તો સર્વવિરતિની ઉલ્લાસ અને પૂર્ણ ભાવપૂર્વક આરાધના કરીને ભવસાગર તરી જાય છે. અને જો દેશવિરતિધર શ્રાવક-શ્રાવિકા હોય તો પણ સર્વવિરતિની પ્રાપ્તિની ઝંખનાવાળા તથા ઉત્તમ પરિણામો યુક્ત જીવન જીવવાથી ભાવથી સાધુતાના પરિણામવાળા હોવાથી આ દૃષ્ટિના પ્રતાપે ભવસાગર તરી જાય છે. હવે ભવસાગરનો કિનારો અતિશય આસન્ન જ થયો જાણવો. આવા પ્રકારનું ઉત્તમોત્તમ અને ગુણમય જીવન જીવતાં જગતમાં પણ તે સારા યશસ્વી બને છે. અને સારામાં સારા યશવાળું જે મુક્તિસ્થાન છે. તેનો સંયોગ અત્યન્ત અલ્પકાળમાં જ પામે છે. શીધ્ર મોક્ષગામી થાય છે. આ પછીની સાતમી દૃષ્ટિમાં આ જીવ શ્રેષ્ઠતમ અપ્રમત્ત ગુણસ્થાનક પામી શ્રેણીની પૂર્વભૂમિકારૂપ અપૂર્વકરણાદિ ગુણસ્થાનક પામશે. અને આઠમી દૃષ્ટિમાં ક્ષપક શ્રેણીની સમાપ્તિ કરીને કેવળજ્ઞાનાદિ પામશે. એટલે ભવ સમુદ્રનો કિનારો જ આવ્યો જાણવો. શ્રી યોગદષ્ટિસમુચ્ચયમાં આ બન્ને ગાથાના અર્થને અનુસરતા ભાવને કહેનારી ગાથા આ પ્રમાણે છે मायाम्भस्तत्त्वतः पश्यन्ननुद्विग्नस्ततो द्रुतम् । तन्मध्येन प्रयात्येव, यथा व्याघातवर्जितः ॥ १६५॥ भोगान्स्वरूपतः पश्यंस्तथा मायोदकोपमान् । भुञ्जानोऽपि ह्यसङ्गः सन्, प्रयात्येव परं पदम् ॥ १६६॥ भोगतत्त्वस्य तु पुनर्न, भवोदधिलङ्घनम् । માયોદટાવેશસ્તન, યાતી : પથા | ૨૬૭ અર્થ - સંસારનાં સુખોને માયામય પાણી સમજતો જીવ ઉદ્ગ(ભય) પામ્યા વિના તે પાણીના મધ્યમાં થઈને જરા પણ વ્યાઘાત પામ્યા વિના જલ્દી જલ્દી ચાલ્યો જાય છે. ૧૬પા Page #202 -------------------------------------------------------------------------- ________________ છઠ્ઠી કાન્તા દૃષ્ટિ ૧૮૫ ભોગોને સ્વરૂપથી માયામય પાણીની ઉપમાવાળા સમજતો આત્મા તેને ભોગવતો છતો પણ તેમાં આસક્તિ ન પામતો હોવાથી જલ્દી પરમપદને પામે છે. I૧૬૬ ભોગને જ તત્ત્વ માનનારો પુરુષ ભવોદધિને ઓળંગી શકતો નથી. કારણ કે માયામય પાણીમાં સાચા પાણીની બુદ્ધિના આગ્રહવાળો કયો પુરુષ તે પાણીના માર્ગે જવા પ્રયત્ન કરે ? અર્થાત્ કોઈ તે માર્ગે આગળ ન વધે. ll૧૬૭ll આ પ્રમાણે આ છઠ્ઠી કાન્તાદષ્ટિનું વર્ણન અહીં સમાપ્ત થાય છે. આ દૃષ્ટિમાં આત્માનું વૈરાગ્યપૂર્ણ જ્ઞાન અને દર્શન તીવ્ર છે. સર્વવિરતિ ચારિત્ર હોય અથવા દેશવિરતિ ચારિત્ર હોય, પરંતુ તીવ્રશુદ્ધિ અવશ્ય છે. તથા ઘણી જ નિર્મળતા છે. અલ્પકાળમાં જ શ્રેણીમાં આરોહણ કરે તેવા ઉંચા ભાવ છે. આવી ઉચ્ચકોટિની પરિણતિના બળે જ ઈલાચી-ચિલાતી પુત્ર-ભરત મહારાજા આદિ ગૃહસ્થો પણ ભવસાગર તર્યા છે. સાધુપણાનો માર્ગ એ રાજમાર્ગ છે. આવી ઉંચી પરિણતિની પ્રાપ્તિ થવી એ જ ભાવ પુણ્યોદય સમજવો. કા. છઠ્ઠી કાન્તા દૃષ્ટિ સમાપ્ત. Page #203 -------------------------------------------------------------------------- ________________ સાતમી પ્રભા દૃષ્ટિ) ઢાળ - સાતમી અર્કપ્રભા સમ બોધ પ્રભામાં, ધ્યાનપ્રિયા એ દિટ્ટી તત્ત્વતણી પ્રતિપત્તિ ઇહાં, વળી રોગ નહીં સુખપુટ્ટી રે ભવિકા, વીર વચન ચિત્ત ધરીઓના ગાથાર્થ – આ પ્રભાષ્ટિમાં બોધ(જ્ઞાનદશા) સૂર્યની પ્રભા સમાન હોય છે. અને ધ્યાન નામનું યોગાગ અતિપ્રિય હોય છે. તત્ત્વને સ્વીકાર કરવો એ પ્રતિપત્તિ નામનો ગુણ પ્રાપ્ત થાય છે. અને રોગદોષ સંભવતો નથી. જેથી આત્મિક સુખની પુષ્ટિ થાય છે. તેના વિવેચન - છઠ્ઠી કાન્તા દૃષ્ટિનું વર્ણન સમાપ્ત થયું. સાતમી પ્રભા દૃષ્ટિ વિશિષ્ટ એવા અપ્રમત્ત ગુણસ્થાનકે અને ક્ષપકશ્રેણીના પ્રારંભ કાલે અપૂર્વકરણાદિમાં આવે છે. આ દૃષ્ટિમાં રહ્યો સહ્યો પણ મોહ અને અજ્ઞાન સર્વથા નાશ પામવા માંડે છે. ક્ષયોપશમભાવને બદલે ક્ષાયિકભાવની પ્રગટતા તરફ જીવ જાય છે. . સાયિકભાવ તે તે કર્મના ઉદયરહિત હોવાથી અત્યન્ત નિર્મળ અને શુદ્ધ હોય છે. અહીં આત્માની કેવળ ચઢતી જ હોય છે અને તે ચઢતી પણ એવી થાય છે કે ભાવિમાં કદાપિ પડતી થાય જ નહીં. (૧) જ્ઞાનદશા - આ દૃષ્ટિમાં સૂર્યની પ્રભા સમાન જ્ઞાન અત્યન્ત સ્પષ્ટ હોય છે. ચોથીમાં દીપકની પ્રભા, પાંચમીમાં રત્નની પ્રભા, અને છઠ્ઠીમાં તારાની પ્રભા જેવું જ્ઞાન હતું. તે ત્રણે કરતાં સૂર્યની પ્રભા તેજસ્વી, સર્વત્ર વ્યાપ્ત, કોઈથી પરાભવ ન પામે તેવી હોય છે. આ વાત સર્વલોકમાં પ્રસિદ્ધ છે. તેવી રીતે અહીં જ્ઞાનદશા મોહરહિત બનવાથી નિર્મળ-શુદ્ધ બનતી જાય છે. અને ક્ષાયિકભાવ Page #204 -------------------------------------------------------------------------- ________________ સાતમી પ્રભા દૃષ્ટિ ૧૮૭ તરફ ગતિ વધવાથી પરિપૂર્ણ અને અપરાભવનીય એવી જ્ઞાનદશા નજીક આવતી જાય છે. અહીં આત્મતત્ત્વની એવી ઉચ્ચકોટિની સમજણ વિકસે છે કે તે સમજણ આત્માને ઉપર જ લઈ જાય છે. કોઈપણ દિવસ હવે મલીનતા આવવાનો અવસર જ ન આવે તેવો આત્મા નિર્મળ-શુદ્ધ બનતો જ જાય છે. (૨) ધ્યાનયોગાગ - આ સાતમી પ્રભા દૃષ્ટિ સવિશેષ ધ્યાનપ્રિય હોય છે. “કોઈપણ એક વિષયમાં ચિત્તની સ્થિરતા તે ધ્યાન કહેવાય છે.” પૂર્વે છઠ્ઠી દૃષ્ટિમાં આવેલી ધારણા એ પણ સ્થિરતા સ્વરૂપ જ છે. પરંતુ ધારણા અને ધ્યાનમાં એટલો તફાવત છે કે કોઈપણ મૂળભૂત એક ધ્યેયતત્ત્વમાં મનની સ્થિતિ(મનને પરોવવું) તે ધારણા છે. અને તે જ મૂળભૂત ધ્યેયતત્ત્વના ઉત્તરભેદ રૂપ કોઈ પણ વિવક્ષિત એક તત્ત્વમાં ચિત્તની સ્થિરતા-તન્મયતા એ ધ્યાન છે. ધારણા દ્વારા ધ્યાનની અને ધ્યાન દ્વારા સમાધિની પ્રાપ્તિ થાય છે. આત્માના કલ્યાણને કરનારા કોઈપણ મૂળભૂત કે ઉત્તરભેદ રૂપ વિષયોમાં ચિત્તને તન્મય કરવાથી રહ્યું સહ્યું શેષ પણ મોહનીયકર્મ બળીને ભસ્મ થઈ જાય છે. આ છઠ્ઠી-સાતમી દૃષ્ટિઓમાં આવેલા આત્માઓનો જ્ઞાનપ્રકર્ષ, વૈરાગ્ય અને અધ્યાત્મતાનો વિકાસ એટલો બધો ખીલ્યો હોય છે કે વાસનાઓ અને વિકારો બળીને ખાખ થઈ ગયા હોય છે. અને આત્મહત્ત્વના ઉપકારક ભાવોની ચિંતવાણામાં એકલીન થઈને ધારણા અને ધ્યાનનો પ્રકર્ષ સાધે છે. જેના દ્વારા ઘનઘાતી કર્મો નિરંતર તુટતાં જ જાય છે. અને આત્માની શુદ્ધિ પ્રગટ થતી જ જાય છે. આ દશામાં આ મહાત્માઓની દૃષ્ટિ અતિશય ધ્યાનપ્રિય એવી બની જાય છે કે તેઓ આ જીવનકાલે જ્યારે જુઓ ત્યારે સવિશેષ ધ્યાનયુક્ત અવસ્થામાં જ મગ્ન હોય છે. (૩) તત્ત્વપત્તિપત્તિ - “જે વસ્તુ જેમ છે તે વસ્તુને તેમ જ છે. એમ જાણીને સ્વીકાર કરવો તે તત્ત્વપત્તિપત્તિ કહેવાય છે. Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ આઠ દૃષ્ટિની સઝાય સતત ધારણા અને ધ્યાનના બળે તત્ત્વ સમજાતું પણ જાય છે. અને યથાર્થપણે સ્વીકારાતું પણ જાય છે. પૂર્વની દૃષ્ટિમાં તત્ત્વની મીમાંસા આ જીવને પ્રાપ્ત થઈ હતી. મીમાંસા એટલે ચિંતવણા, વિચારણા, વસ્તુસ્થિતિ પ્રત્યે જેમ જેમ વિચારણા કરાય છે. તેમ તેમ તેમાંથી હાર્દ-સાર, યથાર્થસ્થિતિ, હેયોપાદેય ભાવ સમજાય પણ છે અને આત્મહિતને લક્ષ્યમાં રાખીને સ્વીકારાય પણ છે. તત્ત્વપત્તિપત્તિ થવાથી યથાર્થ તત્ત્વશ્રદ્ધા, યથાર્થતત્ત્વજ્ઞાન અને તદનુસાર યથાર્થતત્ત્વભૂતાચરણ એમ ત્રણેનો એકાકાર રૂપ સંગમ થાય છે. યથાર્થપણે તત્ત્વની પ્રતિપત્તિ થવાથી ધાર્મિક અનુષ્ઠાનો પ્રત્યે અંતરંગ અતિશય પ્રીતિ અને બહુમાન થાય છે. સવિશેષ આદરભાવ પ્રગટે છે. સંપૂર્ણ અપ્રમત્તભાવે આ જીવ તેનું આચરણ કરે છે. આ કાલે આ જીવ જ્ઞાનગુણ અને શ્રદ્ધાગુણની રમણતા પૂર્વક ધર્માનુષ્ઠાનની આચરણામય બની જાય છે. કોઈપણ જાતનો બાહ્યભાવ સ્મરણમાત્રમાં પણ આવે તેવો વિક્ષેપ પડતો નથી. નિરંતર અધ્યવસાયસ્થાનોની નિર્મળતામાં વૃદ્ધિ જ થાય છે. કામદેવની સર્વ પ્રક્રિયાને જીતીને વિવેકબળ પૂર્વકના સમતાસારયુક્ત આત્મિક સુખની પ્રાપ્તિ આ દશામાં થાય છે. શ્રી યોગદષ્ટિસમુચ્ચયમાં કહ્યું છે કે - ध्यानजं सुखमस्यां तु, जितमन्मथसाधनम् । विवेकबलनिर्जातं, शमसारं सदैव हि ॥१७१॥ અર્થ - આ દૃષ્ટિમાં કામદેવનાં સર્વ સાધનોને જીતનારું વિવેકબળથી ભરપૂર, અને હંમેશાં સમતાસારવાળું એવું ધ્યાનજન્ય સુખ હોય છે. ૪) રોગ દોષનો નાશ - હિત-મિત આહારયુક્ત હોવાથી અને તત્ત્વચિંતનાદિ ગુણોના પ્રતાપે પાચનક્રિયા બરાબર થવાથી શારીરિક રોગો તો પ્રાય: આ દૃષ્ટિકાલે. હોતા જ નથી. તેથી શારીરિક રોગજન્ય વેદના - પીડા આ મહાત્માઓને સંભવતી નથી. Page #206 -------------------------------------------------------------------------- ________________ સાતમી પ્રભા દૃષ્ટિ ૧૮૯ આ પ્રમાણે દ્રવ્યરોગ અને દ્રવ્યરોગજન્ય વેદના સંભવતી નથી. તથા સાચી સમજણ, અને તેની સ્વીકૃતિ વિશેષવૃદ્ધિ પામી હોવાથી રાગદ્વેષ અને અજ્ઞાનરૂપ ત્રણ પ્રકારના દોષારૂપી ભાવરોગ પણ આ મહાત્માઓને હોતા નથી. જ્ઞાનદશામાં સ્થિરતા અને આત્મભાવમાં જ રમણતા હોવાથી તેમાં વિક્ષેપાત્મક પરભાવપરિણતિમાં ગમન કરવા સ્વરૂપ ભાવરોગ નામનો દોષ નાશ પામે છે તેથી તજ્જન્ય પીડા પણ સંભવતી નથી. આવો યોગદશાનો ઉત્તમ પ્રભાવ છે. આ પ્રમાણે સૂર્યપ્રભાસમાન બોધ, ધ્યાન નામનું યોગાંગ, તત્ત્વની પ્રતિપત્તિરૂપ ગુણપ્રાપ્તિ અને રોગદોષનો નાશ - ઈત્યાદિ ભાવોની પ્રાપ્તિ થાય છે. [૧] પ્રભા નામની આ સાતમી દૃષ્ટિમાં વર્તતા યોગી મહાત્માઓને સુખ જ સુખ-અર્થાત્ અત્યન્ત આનંદ માત્ર હોય છે. દુઃખનો લેશ પણ હોતો નથી. અહીં સુખ અને દુઃખનું લક્ષણ ગ્રંથકારશ્રી જણાવે છેસઘળું પરવશ તે દુઃખલક્ષણ, નિજવશ તે સુખ લહીઓ એ દષ્ટ આતમગુણ પ્રગટે, કહો સુખ તે કુણ લહીએ રે ! ભવિoારા અર્થ - જે કોઈ પરાધીનતા છે. તે દુઃખનું લક્ષણ છે. અને જે કંઈ સ્વાધીનતા છે તે સુખનું લક્ષણ છે. આવો આત્મગુણ આ દૃષ્ટિમાં જ પ્રવર્તે છે. કહો તો ખરા કે આ સુખને (તેના અનુભવી વિના) કોણ કહી શકે છે ? પર વિવેચન - “પરાધીનતા” એ દુઃખનું લક્ષણ છે. અને “સ્વાધીનતા” એ સુખનું લક્ષણ છે. નોકરી કરનારાને પણ પરાધીનતા એ દુઃખરૂપ જણાય જ છે. કોઈ આપે ત્યારે જ ભોજન કરવાનું હોય, જે આપે તેનું જ ભોજન કરવાનું હોય તો કેવું દુઃખ લાગે છે? તે જેણે અનુભવ્યું હોય તેને જ ખબર પડે, પશુ-પક્ષીઓના Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ આઠ દૃષ્ટિની સજ્ઝાય - ભવમાં ખાવાનું - પીવાનું અને રહેવાનું આ સર્વે માલિકને આધીન હોય છે. તેથી દુ:ખીયું જીવન છે. આ જો બરાબર સમજાય છે, તો આ સંસારમાં જે કોઈ શારીરિક રોગોનું દુઃખ, માન-અપમાનનું દુઃખ, ધન-સ્ત્રી-પુત્રાદિના વિરહનું દુ:ખ, ઇષ્ટવિરહ અને અનિષ્ટ વસ્તુના સંયોગનું દુખ, આ સર્વે દુઃખો એ દુઃખો જ છે. કારણ કે પૂર્વબદ્ધ પાપના ઉદય રૂપ કર્મને આધીન છે. શરીર અને સાધનભૂત એવા પુદ્ગલોને આધીન છે. જો શરીર છે, તો જ રોગો થાય છે. આહારાદિનું સેવન છે, તો જ અજીર્ણ આદિ થાય છે. પુત્ર-પુત્રી-પતિ અને પત્ની આદિ પરદ્રવ્યના સંજોગો છે, તો દરેકનાં મન સચવાયાં કે ન સચવાયાં, તેનાં દુ:ખો છે. મનમેળ રહ્યા ન રહ્યા ઇત્યાદિ ક્લેશ-કંકાસ-કડવાશ-વેરઝેર ઇત્યાદિ દુઃખો છે. આ બધી બાહ્ય પરવશતા છે. અને પૂર્વબદ્ધ પાપનો ઉદય તે અભ્યન્તર પરવશતા છે. આ રીતે પરદ્રવ્યની પરવશતા બાહ્ય રીતે અને અભ્યન્તર રીતે એમ બન્ને રીતે હોવાથી જેમ દુ:ખોને દુઃખો કહેવાય છે. તેવી જ રીતે સાંસારિક સર્વે સુખો પણ પરદ્રવ્યની પરાધીનતાવાળાં જ છે. પૂર્વબદ્ધ પુણ્યનો ઉદય એ અભ્યન્તર પરાધીનતા છે. અને પાંચ ઇન્દ્રિયોને અનુકૂલ પૌલિક સુખ સાધનો એ બાહ્ય પરાધીનતા છે. જેમ કે ગરમીમાં પંખાની હવાથી અથવા એરકંડીશનથી સુખ, ઠંડીમાં હીટથી સુખ, તૃષામાં જલપાનથી સુખ, ભૂખમાં આહાર-સેવનથી સુખ, વાસનાદિમાં સ્રી આદિ પરદ્રવ્યથી સુખ, રહેવા માટે મકાનથી સુખ. એમ સર્વત્ર પરદ્રવ્યની પરાધીનતા રહેલી જ છે. દુઃખ જેમ પરાધીન હોવાથી દુ:ખ છે. તેમ સાંસારિક સુખ પણ પરાધીન હોવાથી દુઃખ જ છે. “પરાધીનતા” આવા પ્રકારનું દુઃખનું લક્ષણ છે. એ લક્ષણ દુ:ખમાં જેમ હોય છે. તેમ સુખમાં પણ આ લક્ષણ બરાબર જ સંભવે છે. સંસારનું એકે એક સુખ પરાધીન માત્ર Page #208 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧ સાતમી પ્રભા દૃષ્ટિ જ છે. એટલું જ નહીં, પરંતુ પરાધીનતાની પરંપરા સ્વરૂપ છે. જેમ એક-કે મનમાન્યું પરસભોજન કરીને સુખ માણવું છે. તો તે સુખ માણવા માટે પર્ફોરસ ભોજન તૈયાર કરવું પડે, તે ભોજન તૈયાર કરવા માટે તેની સર્વે સામગ્રી વસાવવી પડે, તે સામગ્રી વસાવવા પૈસા હોવા જોઇએ, તે પૈસા કમાવવા ધનોપાર્જનના વ્યવસાયો ખેલવા જ પડે, વ્યવસાયો કરવામાં સ્વામિની, શરીરની, અને અનુભવની આવશ્યકતા જોઈએ, એમ પાછળ-પાછળ પરાધીનતા જ દેખાશે. વાસનાના ઉદયથી ધારો કે એક-કામસુખ માણવાની ઇચ્છા થઈ. તે માણવા અન્ય પાત્ર મેળવવું જ પડે, તેનું મન સંપાદન કરવા અનેક જાતની વેઠ કરવી જ પડે. બન્ને પાત્રોને રહેવા માટે અને ઘરસંસાર ચલાવવા માટે ધન જોઈએ, એટલે ધનના વ્યવસાયો કરવા જ પડે. તે તે વ્યવસાયો કરવામાં પણ અનેકની સાથેની લાચારી અનુભવવી પડે. આ રીતે સર્વે સુખો પરાધીન તો છે જ. પરંતુ પરાધીનતાની પણ પરંપરાવાળાં છે. માટે દુઃખોની જેમ સુખો પણ પરાધીનતાના લક્ષણ યુક્ત હોવાથી દુઃખ જ છે. ગાડી(મોટર-કાર આદિ), વાડી(બંગલા આદિ) અને લાડી(સ્ત્રી આદિ પરિવારજન્ય સાંસારિક સુખો તે તે ઉપાયોને(સાધનોને) આધીન હોવાથી અને તે તે ઉપાયોની પ્રાપ્તિ પૂર્વબદ્ધ પુણ્યના ઉદયને આધીન હોવાથી સર્વત્ર પરવશતા જ માત્ર રહેલી છે. તેથી જ અનંતજ્ઞાનીઓએ કર્મજન્ય વૈષયિક સુખો તથા તેના સઘળાં સાધનો આત્માથી અન્યદ્રવ્યની (શરીરાદિની) પરાધીનતાવાળાં જણાવ્યાં છે. ચક્રવર્તીનું રાજ્ય હોય તો પણ પુણ્યોદયને આધીન હોવાથી પરવશ છે. સંસારના સર્વે સુખો પુણ્યોદય હોય ત્યાં સુધી જ રહેનાર છે. જેથી વિજળીના ચમકારા જેવાં છે અને પરાધીન છે. આ કારણથી દુ:ખરૂપ જ છે. એમ સમજીને જ અનાથીમુનિએ રાજવૈભવ અને શાલિભદ્ર અઢળક સંપત્તિ ત્યજી દઈને દીક્ષા લીધેલી છે. Page #209 -------------------------------------------------------------------------- ________________ આઠ દૃષ્ટિની સજ્ઝાય જે સ્વાધીન છે તે જ સાચું સુખ છે. જેમાં શરીરની, ઇન્દ્રિયોની, વિષયોની, તજ્જન્ય વિકારોની અને પૌદ્ગલિક કોઈપણ સાધનોની જરૂર જ ન પડે, એવું ગુણોની રમણતાના આનંદનું જે સુખ છે તે જ સુખ વાસ્તવિક સુખ છે. સાતમી દૃષ્ટિમાં પ્રાપ્ત થયેલા સૂર્યની પ્રભા સમાન ઉચ્ચકોટિના જ્ઞાન દ્વારા મહાત્માઓના હૃદયમાં આ વાત ટંકારાઈ ગઈ છે કે ગુણરમણતા એ જ પરમસુખ છે. તેથી જ તેઓ સુખની પૌદ્ગલિક સાધન-સામગ્રીથી દૂર રહે છે. પોતાના મન-વચન અને કાયાને જ્ઞાનાદિ ગુણોની રમણતામાં જ મગ્ન રાખે છે. સાધુ મહાત્માઓનું જીવન આ સ્વાધીનતાના સુખને લક્ષ્યમાં રાખીને જ ગોઠવાયેલું છે. કે જ્યાં દરજીની જરૂર નહીં, સોનીની જરૂર નહીં, મોચીની જરૂર નહીં, ઘરઘાટીની જરૂર નહીં, હજામની જરૂર નહીં, ધોબીની જરૂર નહીં, ડ્રાયવરની જરૂર નહીં, મુમુક્ષુ આત્માઓનો આવો જ સદા ભાવ હોય છે કે પરાધીનતાવાળું એવું પૌદ્ગલિક સુખ પણ દુઃખ જ છે. સ્વાધીનતાનું સુખ એ જ સાચું સુખ છે. ૧૯૨ અન્ય શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે सर्व परवशं दुःखं, सर्वमात्मवशं सुखम् । પતતુવત સમાક્ષેન, નમળ મુતુયો: " શ્રી યોગ. દ.સ.૧૭૨ ॥ परस्पृहा महादुःखं, निःस्पृहत्वं महासुखम् । તનુવાં સમામેન, નફળ મુલપુરાયોઃ । જ્ઞાનસાર અષ્ટકઃ ૯૬૫ આત્માના જ્ઞાનાદિ ગુણો અને તેના ઉપાયો એ જ સ્વાધીન હોવાથી સુખ છે. તેનાથી અન્ય જે કોઈ છે તે શરીરાદિ સર્વે પણ પર જ છે. તેમાં થનારી સ્પૃહા એ જ મહાદુ:ખ છે. આ વાત સાતમી દૃષ્ટિમાં પાકા પાયે જચી જાય છે. આ જ કારણથી પોતાના શરીર પ્રત્યે પણ મમતા વિનાના મુમુક્ષુ યોગી મહાત્માઓને આ લોક કે Page #210 -------------------------------------------------------------------------- ________________ ૧૯૩ સાતમી પ્રભા દૃષ્ટિ પરલોકના સુખની લાલસા હોતી નથી, આવી લાલસાઓ તેઓને વિચલિત કરી શકતી નથી. પ્રાણાન્ત કષ્ટો પણ તેઓને અવરોધક બનતાં નથી. આ દૃષ્ટિમાં આત્માના ગુણો સવિશેષ પ્રગટે છે. તે મહાત્માઓ પણ ગુણોના આનંદને જ સુખ માનતા હોવાથી તેની પ્રાપ્તિમાં જ પ્રયત્ન કરવાવાળા હોય છે. આત્મામાં ગુણો તો સ્વતઃ છે જ, કારણ કે ગુણો વિનાનું દ્રવ્ય હોતું જ નથી. દ્રવ્યથી ભિન્ન ગુણો હોતા નથી. માટે આત્મા પોતે જ જ્ઞાનાદિ ગુણમય તો છે જ. ફક્ત તેના ઉપર કર્મમલનાં આવરણો છે. આવરણોને દૂર કરવાથી ગુણો તો અંદર રહેલા સ્વયં પ્રગટે છે. જે કંઈ ધર્મપુરુષાર્થ કરવાનો છે તે સર્વે કર્મોનાં આવરણોને દૂર કરવા માટેનો જ છે. પોતાની જ ખોવાયેલી વસ્તુ પાછી મેળવવાનો આ પ્રયત્ન છે. જેમ ખોવાયેલી પોતાની વસ્તુ મળી આવે તો આનંદ-આનંદ થાય, તેમ યોગીઓને પોતાના ગુણોની પ્રાપ્તિમાં આનંદ-આનંદ થાય છે. અંધકારમાંથી દીપક, ચંદ્ર કે સૂર્યના પ્રકાશમાં આવનારને જે આનંદ થાય છે. તે તો તેનો અનુભવ કરનાર જ જાણે, બીજો કોણ કહી શકે ? તેમ આત્મગુણોની રમણતાના સુખને અનુભવી જ જાણે, તેના વિના કહો તો ખરા, કે બીજા કોણ આ સુખને સમજી શકે અને કહી શકે ? અર્થાત્ બીજા કોઈ જ ન કહી શકે. પર નાગરસુખ પામર નવિ જાણે, વલ્લભસુખ ન કુમારી અનુભવવિણ તેમ ધ્યાનતણું સુખ,કોણ જાણે નરનારીરે ભવિકા ગોરા ગાથાર્થ - જેમ નગરસંબંધી સુખને ગામડઓ પુરુષ જાણતો નથી. પતિની સાથેના સુખને કુમારિકા જાણતી નથી. તેવી જ રીતે અનુભવ વિના ધ્યાનના સુખને પણ કોણ નર-નારી જાણે ? અર્થાત્ કોઈ જ ન જાણે 13 આ. ૧૩ Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ આઠ દૃષ્ટિની સઝાય વિવેચન - નગર એટલે અમદાવાદ-સુરત-મુંબઈ જેવું મોટું શહેર. તેમાં રહેનારા સુખની સર્વ સાધનસામગ્રીવાળા ધનાઢ્ય પુરુષો તે નાગરજન. સંસારની સુખસગવડતાના અભાવવાળું જે ગામ તે ગામડું, તેમાં રહેનારા અત્યન્ત ગરીબાઈવાળા પુરુષો તે ગ્રામ્ય એટલે પામરજન. નગરમાં રહેનારા નાગરજનનું સુખસગવડતાવાળું જે સુખ છે જેમ કે ફ્રીજ, ટીવી, ઘરઘંટી, ચોવીસ કલાક પાણી, સુંદર બાથરૂમ, એરકંડીશન રૂમ, મોટર, સ્વચ્છ વસ્ત્રો, ટાઈલ્સ અને મારબલવાળાં મકાનો, આ બધું નાગરજનનું સુખ. ગામડામાં રહેતો પામરજન કેવી રીતે જાણે ? કારણ કે તેણે તે અનુભવ્યું નથી. જો આવા પામરજનને કરોડપતિના બંગલામાં કે વિશિષ્ટ ફલેટમાં જોવા માટે જ માત્ર મુક્યો હોય તો પણ જેમ જેમ જુએ તેમ તેમ તે આશ્ચર્ય પામે, નવાઈ પામે. મુખ ઉપર માત્ર આશ્ચર્ય જ વ્યાપે. કારણ કે તે પામરને નાગરજનના સુખનો અનુભવ નથી. આ એક ઉદાહરણ છે. તથા જે કન્યા છે, કુમારિકા છે. અવિવાહિતાવસ્થાવાળી છે. તેણી પતિની સાથેના સમાગમનું સુખ કેવી રીતે જાણે ? કારણ કે તે સુખ શબ્દોથી સમજાવી શકાતું નથી. અનુભવ કરે તે જ જાણી શકે છે. માત્ર અનુભવગમ્ય જ છે. આ બીજું ઉદાહરણ છે. આ બન્ને ઉદાહરણોની જેમ છઠ્ઠા - સાતમા ગુણઠાણે વર્તતા સાતમી દષ્ટિવાળા યોગી મહાત્માઓને પોતાના ગુણોની રમણતા સ્વરૂપ ધ્યાનદશાનું જે સુખ છે. તે સુખ શબ્દોથી સમજાવી શકાતું નથી, તેનું વર્ણન કરી શકાતું નથી. પોતાના જાત અનુભવ વિના કોઈપણ નર-નારી આ સુખને જાણી શક્તા નથી. નાગરજનના સુખને જાણવું હોય તો પામરજનને નગરમાં વસવાટ કરવો પડે, તેવું વિશિષ્ટ ધન કમાવું પડે, સુખસામગ્રી મેળવવી પડે અને પોતે જાતે જ આ સુખનો અનુભવ કરવો પડે. તો જ Page #212 -------------------------------------------------------------------------- ________________ સાતમી પ્રભા દૃષ્ટિ ૧૯૫ સમજાય કે નાગરજનનું સુખ કેવું છે ? તથા કુમારિકાએ વિવાહિત થઈ પતિ સાથે સમાગમ કરવો પડે, તો જ તે સુખ સમજાય, પરંતુ શબ્દોથી વર્ણવી શકાતું નથી. તેવી જ રીતે ગુણોની રમણતા સ્વરૂપ ધ્યાનના સુખનો આનંદ માણવો હોય તો છઠ્ઠા-સાતમાં ગુણઠાણે જવું પડે, ત્યારબાદ શ્રેણી ઉપર આરોહિત થવું પડે. સંસારના સર્વસુખોનો મોહનલાલસા) ત્યજવી જ પડે. પ્રાણાન્ત કષ્ટો પણ વેઠવાં પડે. શરીરની પણ સ્પૃહા છોડવી પડે. જો કે આ પંચમકાળમાં આવી દશા આવવી એ એક સ્વપ્નવત્ છે તો પણ માર્ગ આ જ છે. ખંધકમુનિના શિષ્યો, ગજસુકુમાલ મુનિ, મહાવીર પ્રભુની છાબસ્થિક અવસ્થા આ સર્વે ધ્યાનસુખના અનુભવનાં દૃષ્ટાન્તો છે. ધ્યાનદશાથી થનારા સુખનો અનુભવ તો દૂર રહો, પરંતુ તે સુખ અનુભવવાની જો ઇચ્છામાત્ર થાય તો પણ ધનભાગ્ય સમજવું, પ્રભા દૃષ્ટિની પ્રભા આપણા ઉપર પડી છે એમ સમજવું. ૩ છઠ્ઠા-સાતમા ગુણસ્થાનકવર્તી અને શ્રેણીગત મહાત્માઓને આવા પ્રકારના ધ્યાનજન્ય સુખનો અનુભવ સદા હોય છે. તો ધ્યાન પણ સદા હોવું જોઈએ. તે સમજાવતાં ગ્રંથકાર કહે છે કે - એહ દૃષ્ટિમાં નિર્મળ બોધે, ધ્યાન સદા હોયે સાચું ! દૂષણ રહિત નિરંતર જ્યોતિ, રતન તે દીપે જાચું રે ભવિકાoll૪ll ગાથાર્થ - આ દૃષ્ટિમાં નિર્મળ બોધના કારણે હંમેશાં સાચું ધ્યાન પ્રવર્તે છે. જેમ જાતિમાન રત્નની જ્યોતિ ચમકે છે તેમ દૂષણરહિત જ્ઞાનની જ્યોતિ પણ સદા ચમકે છે. જો વિવેચન - આ દૃષ્ટિમાં આવેલા મહાત્માને અત્યન્ત સુંદર “નિર્મળબોધ” પ્રવર્તે છે. સ્વચ્છ જ્ઞાનદશા નિરંતર જાગૃત હોવાના કારણે જ ધ્યાનદશાના સુખનો આનંદ નિરંતર વહ્યા જ કરે છે. Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ આઠ દૃષ્ટિની સજઝાય જાતિમાન રત્ન હોય, તેમાં કોઈપણ જાતનો જો દોષ ન હોય તો તેની કાતિ (જયોતિ) નિરંતર ચમકતી જ રહે છે. ચમકાવવી પડતી નથી. સુવર્ણમાંથી એકવાર મલનો જો ક્ષય થાય છે. તો તે સુવર્ણનું તેજ સદા તેવુંને તેવું જ રહે છે. તેવી જ રીતે આ આત્માઓમાં નિર્મળબોધ પ્રવર્તે છે. કારણકે બોધને મલીન કરનારી મોહની તમામ વાસનાઓ ક્ષીયમાણ દશાવાળી બની રહી છે. અને જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ પણ તીવ્રતમ થતો જતો હોવાથી અજ્ઞાનતા પણ તુટી જવાની અણી ઉપર છે. એટલે મોહદશાજન્ય વિકારો અને આંશિક અજ્ઞાનતારૂપ મેલ સર્વથા ક્ષીયમાણ થતો જતો હોવાથી બોધ અતિશય નિર્મળ છે. તેથી જ આત્માના શુદ્ધ સ્વરૂપની કંઈક આછી-પાતળી અનુભૂતિ થવાથી તેના પૂર્ણ આવિર્ભાવ માટે આ મહાત્માઓનું મન મુક્તિ માત્રમાં જ લાગેલું રહે છે. આ ભવમાં પ્રાપ્ત થયેલી સર્વ સામગ્રી મુક્તિની પ્રાપ્તિના કારણરૂપે જ યુજે છે. તેથી આવા પ્રકારના નિર્મળબોધના કારણે ધ્યાનદશા વિરામ પામતી નથી. આ મહાત્માઓ જે તે કોઈપણ કાર્યમાં પ્રવૃત્ત હોય આહાર-વિહાર ભલે કરતા હોય તો પણ તેઓની ધ્યાનદશા અને તજ્જન્ય સુખનો(આત્મગુણોનો) આનંદ નિર્મળબોધના પ્રતાપે નિરંતર ચાલુ જ રહે છે. દૂષણરહિત જાતિમાન રત્નની પ્રભા અને મેલ રહિત સુવર્ણની પ્રભા જેમ નિરંતર ચમકે જ છે. તેવી જ રીતે દૂષણરહિત એવા આ નિર્મળબોધ દ્વારા આ મહાત્માઓની ધ્યાનદશાની જયોતિ સદા ઝળહળતી જ રહે છે. આ દષ્ટિકાળે આ મહાત્માઓમાં એવું સામર્થ્ય પ્રગટ થયું હોય છે કે પોતાની સુખી-દુઃખ, રોગી-નિરોગી, સાનુકૂળ-પ્રતિકૂળ એમ જે Page #214 -------------------------------------------------------------------------- ________________ સાતમી પ્રભા દૃષ્ટિ ૧૯૭ કોઈ અવસ્થા પ્રાપ્ત થઈ હોય તેને કર્મોના ક્ષયનું જ (નિર્જરાનું જ) કારણ બનાવી શકે છે. આશ્રવને પણ સંવર-નિર્જરારૂપ કરી લે છે. જેમ યુદ્ધમાં શસ્ત્ર ચલાવતાં જ માત્ર આવડે તો વિજય થવો શંકાશીલ છે. કારણ કે હાથમાંનું શસ્ત્ર જ છીનવાઈ જાય અથવા કપાઈ જાય તો ચલાવવાની કળા આવડતી હોવા છતાં વિજય થવો દુષ્કર બને, પરંતુ હાથમાં જે આવે તેને હથીયાર કરી શકે અને સૈન્ય સામે લડી શકે તે જ સૈનિકો નિઃસંદેહ વિજય પામે. તેવી રીતે આ મહાત્માઓ તપ કરતા હોય તો તપગુણની સાધનાથી જેમ કર્મો ખપાવે. તેમ આહાર વાપરતા હોય તો પણ આહાર ઉપરની આસક્તિના ત્યાગથી અને જ્ઞાનાદિ ગુણોમાં માત્ર સહાયક તરીકે જ તેનો ઉપયોગ કરતા હોવાથી આહાર વાપરતાં પણ નિર્જરા જ સાધે છે. યોદ્ધામાં જેમ કૌશલ્ય જરૂરી છે તેવી જ રીતે મોહરાજાની સામે યોદ્ધા સમાન આ સાતમી દૃષ્ટિમાં વર્તતા મહાત્મા યોગી પુરુષોને પણ આવી કુશળતા હોવી આવશ્યક છે. અને તે કુશળતા નિર્મળબોધ સહચરિત એવા ધ્યાનને આધીન છે. તેથી ધ્યાનમાં સ્થિરતા, ધ્યાનની રમણતાનો આનંદ, નિર્મળબોધ, પૌદ્ગલિક ભાવોથી સર્વથા નિઃસ્પૃહતા ઇત્યાદિ મહારત્નભૂત ગુણોથી યુક્ત આ આત્માઓ હોય છે. તે તે ગુણોની કાન્તિ જાતિમાન્ રત્નની જેમ દૂષણરહિતપણે આ મહાત્માઓમાં નિરંતર ઝળહળતી જ રહે છે. ૪૫ આ સાતમી દૃષ્ટિ છે. તેનો જેમ જેમ પ્રકર્ષ પ્રાપ્ત થાય છે તેમ તેમ શું શું ફળ આવે છે ? તથા અન્ય અન્ય દર્શનકારો આ અવસ્થાને નામાન્તરથી શું શું માને છે ? તે ગ્રન્થકાર સમજાવે છે વિસભાગક્ષય શાન્તવાહિતા, શિવમારગ ધ્રુવનામ । કહે અસંગક્રિયા ઇહાં યોગી, વિમળ સુયશ પરિણામ રે ભવિકાળ પ Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ આઠ દૃષ્ટિની સઝાય ગાથાર્થ -પૂર્વના યોગાચાર્યો આ દૃષ્ટિમાં આવેલી દશાને વિસભાગક્ષય, પ્રશાન્તવાહિતા, શિવમાર્ગ, ધ્રુવનામ, અને અસંગક્રિયા કહે છે. કે જે નિર્મળ સારા યશના પરિણામસ્વરૂપ છે. પણ વિવેચન - જૈન શાસ્ત્રોમાં અનુષ્ઠાનના ચાર પ્રકાર કહ્યા છે. પ્રીતિ, ભક્તિ, વચન, અને અસંગ. ધર્મ આરાધનામાં પ્રથમ પ્રવેશ પામેલ જીવો જે જે ધર્માનુષ્ઠાન આચરે છે તે પ્રીતિથી આચરે છે. તેનો અભ્યાસ થતાં અને કંઈક તેનો અર્થ સમજાતાં, ઉપયોગિતા દેખાતાં, આદરભાવ વધતાં, ભક્તિ અનુષ્ઠાન બને છે. તેનાથી પણ વધુ અભ્યાસ થતાં, પરમાત્માનાં શાસ્ત્ર - વચનોનો સુંદર અર્થબોધ થતાં, તેનો આશ્રય લઈને પાંચમા- છઠ્ઠા-સાતમા આદિ ગુણસ્થાનકોમાં જે વિધિપૂર્વક અનુષ્ઠાનો કરાય છે તે વચનાનુષ્ઠાન કહેવાય છે. આ વચનાનુષ્ઠાનોમાં પરમાત્માનાં વચનોનો આશ્રય હોવાથી તે અવશ્ય મુક્તિનું કારણ બને છે. પરંતુ આ અનુષ્ઠાનો આત્માનું કલ્યાણ કરનારાં હોવાથી અને કલ્યાણ કરવાની તીવ્ર ઝંખના હોવાથી તેમાં રાગ- સંગ દશા હોય છે. જ્ઞાન ઉપરનો ઘણો પ્રેમ હોય છે. શુદ્ધ આચરણ ઉપર પણ ઘણો પ્રેમ હોય છે. એ પ્રમાણે જ્ઞાનાદિ ગુણો અને ગુણી પુરુષો આત્માના હિતને કરનારા છે. તેથી ઉપકારકભાવને લક્ષ્યમાં રાખીને તેઓ તરફ રાગદશા હોય જ છે. જેમ ગૌતમસ્વામીને મહાવીર પ્રભુ ઉપર રાગ હતો, તેમ અહીં રાગ દશાવાળું આ વચનાનુષ્ઠાન હોય છે. તેથી તે મુક્તિનું કારણ તો બને છે, પરંતુ દીર્ધકાળ બને છે. વિલંબે મુક્તિકારણ થાય છે. ઉપકારી એવા ગુણો ઉપર, ઉપકારી એવી વ્યક્તિઓ ઉપર, અને અનુષ્ઠાનો ઉપરનો પણ જ્યારે “રાગ” છૂટી જાય છે તેના ઉપરની પણ “સંગદશા” જ્યારે ચાલી જાય છે ત્યારે જે અનુષ્ઠાનો થાય છે. તે “અસંગ અનુષ્ઠાન” કહેવાય છે. પાંચમા ગુણસ્થાનકથી Page #216 -------------------------------------------------------------------------- ________________ ૧૯ સાતમી પ્રભા દૃષ્ટિ સાતમા ગુણસ્થાનક સુધી રાગદશા હોવાથી સરાગસંયમ કહેવાય છે. તે જ વચનાનુષ્ઠાન છે. જો કે આ સર્વે અનુષ્ઠાનો ઉપકારક છે. મુક્તિદાયક પણ છે જ. પરંતુ પ્રશસ્ત એવો પણ આંશિક રાગ હોવાથી અને તો તે રાગ છોડવા જેવો જ છે. પગમાં વાગેલા કાંટાને કાઢવા માટે ભલે સોય નાખી, પરંતુ અંતે તો સોય એ પણ કાઢી નાખવા જેવી જ છે. એમ સમજીને વિશિષ્ટ કોટિના અપ્રમત્ત ગુણઠાણે તથા ક્ષપકશ્રેણીકાલે ધર્માનુષ્ઠાનો ઉપરનો અને ઉપકારી પુરુષોની ઉપરનો રાગ પણ ત્યજવો જ પડે છે. તેથી અહીં સાતમી દૃષ્ટિમાં જે જે ધર્માનુષ્ઠાનો સેવે છે તે સને શાસ્ત્રોમાં “અસંગ અનુષ્ઠાન” કહેવાય છે. આ અસંગાનુષ્ઠાનના પ્રતાપે જ શાસ્ત્રયોગમાંથી સામર્થ્ય યોગ તરફ આ આત્મા જાય છે. - વચનાનુષ્ઠાન દ્વારા નિરંતર અભ્યાસ રૂપે કરાયેલાં ધર્માનુષ્ઠાનોમાંથી રાગાદિની પરવશતાને દૂર કરીને મુમુક્ષુ મહાત્માઓ તે જ કરણીને અસંગાનુષ્ઠાન સ્વરૂપ બનાવે છે. પ્રવૃત્તિ ગમે તેટલી સારી અને ઉચ્ચકોટિની હોય, પરંતુ રાગાદિયુક્ત જો હોય તો તે અસંગાનુષ્ઠાનમાં ગણાય નહીં. અહીં એક વાત ખાસ સમજવા જેવી છે કે ભોગી આત્માને જેમ જેમ સારી સારી વસ્તુ (ખાવાની - પીવાની - પહેરવાની) મળતી જાય તેમ તેમ તે તે વસ્તુ ઉપર રાગ વધારે જ થાય. જેમ ચાંદીના દાગીનાને બદલે સોનાના દાગીના પહેરવા મળે અને સોનાના દાગીનાને બદલે હીરાના દાગીના પહેરવા મળે, તો તે તેના ઉપર અત્યન્ત રાગવાળો થાય છે. જ્યારે આ યોગી મહાત્માઓને જેમ જેમ ઉચ્ચ ઉચ્ચ કોટિનાં ધર્માનુષ્ઠાનો પ્રાપ્ત થતાં જાય છે તેમ તેમ તેઓનું ચિત્ત શુભના પણ રાગને છોડીને વૈરાગ્યવાળું-મધ્યસ્થ ભાવવાળું આકુળતા-વ્યાકુળતા વિનાનું અને એકાન્ત “પ્રશમસારયુક્ત” જ બને છે. આ કંઈ નાની સિદ્ધિ ન કહેવાય. Page #217 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ આઠ દૃષ્ટિની સજઝાય આપણે ભોગી હોઈએ તો ભોગનાં કાર્યોમાં રાગપૂર્વક પ્રવૃત્તિ કરીએ છીએ, અને યોગી હોઈએ તો યોગસાધનાનાં કાર્યોમાં પણ રાગપૂર્વક પ્રવૃત્તિ કરતા હોઇએ છીએ. તેથી જ પૂજાના કાર્યમાં પ્રવર્તેલા આત્માને પૂજાના સ્થાને બીજું અનુષ્ઠાન કરવાનું આવે તો મુખ રોષિત થઈ જાય છે. સ્વાધ્યાયપ્રિય આત્માને સ્વાધ્યાયને બદલે તે જ સમયે વૈયાવચ્ચાદિનાં કાર્યો કરવામાં આવે તો અંતરમાં અપ્રીતિભાવ જન્મે છે. વૈયાવચ્ચપ્રિય જીવને તે કાર્યના સ્થાને વ્યાખ્યાન વાંચવા આદિનું કાર્ય આવે તો થોડો પણ નાખુશીભાવ ઉપજે છે. કારણ એક જ છે કે ઈષ્ટ એવા ધર્મકાર્યમાં રાગનો અંશ છે. પરંતુ આ મહાત્માઓ આવા રાગથી પર બનીને અનુષ્ઠાન સેવે છે. રાગ વિના પ્રશમભાવ પૂર્વક અનુષ્ઠાનોનું આચરણ કેવી રીતે થતું હશે? તે તો તે જ મહાત્માઓ જાણે. કારણકે આપણે રાગી હોવાથી આવો અનુભવ આપણને હોતો નથી. આપણે જેને અસંગાનુષ્ઠાન કહીએ છીએ, તેને જ અન્ય દર્શનકાર જુદા જુદા નામે કહે છે. પરંતુ અર્થભેદ ન હોવાથી તાત્ત્વિક ભેદ થતો નથી. તે નામો આ પ્રમાણે છે. (૧) વિસભાગક્ષય - બૌદ્ધદર્શનકારો આ નામ કહે છે. બૌદ્ધના મતે આત્માના પરિણામની ધારા બે પ્રકારની હોય છે. એક સભાગસંતતિ અને બીજી વિભાગ સંતતિ. સજાતીય એવી પરિણામની જે ધારા, અર્થાત્ સરખે સરખા પરિણામોની જે ધારા તે સભાગ સંતતિ. ક્ષણવારમાં રાગ, તો ક્ષણવારમાં વૈરાગ, ક્ષણવારમાં ક્રોધ, તો ક્ષણવારમાં ક્ષમા, ક્ષણવારમાં રાગ, તો ક્ષણવારમાં રીસ એમ ભિન્ન-ભિન્ન જાતના પરિણામની જે ધારા તે વિભાગ સંતતિ કહેવાય છે. એમ વિજાતીયપણે બદલાતી પરિણામની જે ધારા તે વિસભાગ સંતતિ કહેવાય છે. અને સદાકાળ એકસરખી સમતાવાળી પરિણામની જે ધારા તે સભાગ સંતતિ કહેવાય છે. સંસારમાં Page #218 -------------------------------------------------------------------------- ________________ સાતમી પ્રભા દૃષ્ટિ ૨૦૧ અનાદિકાલીન મોહના પારતંત્રતાના કારણે વિભાગ સંતતિ પ્રવર્તે છે તેનો જ્યારે પરિક્ષય થાય, સમાપ્તિ થાય, ત્યારે વિસભાગ સંતતિ પરિક્ષય કહેવાય છે. તે જ આ અસંગાનુષ્ઠાન છે. કારણ કે જ્યારે આ આત્મા અસંગ બને ત્યારે જ વિજાતીય પરિણામની ધારા ક્ષય પામે છે. તેથી અસંગાનુષ્ઠાનને બૌદ્ધો વિભાગ સંતતિ પરિક્ષય કહે છે. ત્યાર પછી સભાગસંતતિ ચાલુ થાય છે. (ર) પ્રશાન્તવાહિતા - અત્યન્ત શાન્તરસનો વહેતો પ્રવાહ. આ નામ સાંખ્યદર્શનમાં પ્રસિદ્ધ છે. જ્યારે રાગદશા આ આત્મામાંથી નષ્ટ થઈ જાય છે. ત્યારે આકુળ-વ્યાકુળતા કે ચિત્તની અસમાધિ હોતી નથી તેથી અતિશય શાન્તરસ જ વહ્યા કરે છે. આ પણ અસંગ અનુષ્ઠાનવાળી જ દશા છે. જે સાંખ્યદર્શનમાં પ્રસિદ્ધ છે. (૩) શિવવ - કલ્યાણકારી માર્ગ. આ નામ શૈવધર્મીઓમાં પ્રસિદ્ધ છે. શિવ એટલે કલ્યાણ અથવા મુક્તિ, તેનો અસાધારણ - માર્ગ. આ પણ અસંગાનુષ્ઠાન દશામાં જ શબ્દ વપરાય છે. (૪) ધ્રુવાધ્યા - ધ્રુવ એટલે સ્થિર એવો જે માર્ગ તે ધ્રુવાધ્વા. જ્યાં આત્મા પહોંચે ત્યારે સ્થિર થાય છે. પતનના બધા ભયો ચાલ્યા જાય છે. હવે અવશ્ય ધ્રુવપદ પામવાનો જ છે. તેનો સ્થિરમાર્ગ આવી ગયો છે તે ધ્રુવાધ્વા. આ નામ મહાવ્રતિકો માને છે. આ પણ અસંગાનુષ્ઠાનનું જ નામ છે. આ પ્રમાણે આ અસંગાનુષ્ઠાનયુક્ત ચિત્ત આ દૃષ્ટિમાં આવે છે. જૈન શાસ્ત્રોમાં વિષ, ગર, અનનુષ્ઠાન, તદ્ધતુ અને અમૃત એમ અનુષ્ઠાનના જે પાંચ પ્રકારો આવે છે તેમાંનું છેલ્લું જે અમૃતાનુષ્ઠાન છે તે જ આ અસંગાનુષ્ઠાન છે. અનુષ્ઠાનોનો નિરન્તર અભ્યાસ થવાથી અને દોષરહિત નિર્મળ જ્ઞાનદશા વિકાસ પામેલી હોવાથી દઢતર સંસ્કારોના કારણે આત્મસાત્ થયેલું જે અનુષ્ઠાન તે અસંગાનુષ્ઠાન જાણવું. Page #219 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ આઠ દૃષ્ટિની સઝાય શ્રી યોગદષ્ટિસમુચ્ચયમાં કહ્યું છે કે - सत्प्रवृत्तिपदं, चेहासङ्गानुष्ठानसंज्ञितम् । महापथप्रयाणं य-दनागामिपदावहम् ॥१७५ ॥ प्रशान्तवाहितासंज्ञं, विसभागपरिक्षयः । शिववर्त्म ध्रुवाध्वेति, योगिभिर्गीयते ह्यदः ॥१७६ ॥ આ પ્રમાણે આ સાતમી પ્રભાષ્ટિમાં ધ્યાનદશા, તેનું અનુપમ સુખ, નિર્મળબોધ, અને અસંગાનુષ્ઠાનની પ્રાપ્તિ જીવને થાય છે. જે અલ્પકાળમાં જ કેવળજ્ઞાનાદિ ગુણોને આપે છે. વિશિષ્ટ કોટિના અપ્રમત્ત ગુણસ્થાનકે તથા ક્ષપકશ્રેણિના કાલમાં વર્તતા આત્માઓને આ દૃષ્ટિ પ્રવર્તે છે. જેનાથી ધર્મસયાસ નામનો સામર્થ્યયોગ પ્રગટે છે. પા. સાતમી પ્રભા દ્રષ્ટિ સમાપ્ત Page #220 -------------------------------------------------------------------------- ________________ આઠમી પરા દૃષ્ટિ ઢાળ આઠમી દૃષ્ટિ આઠમી સાર સમાધિ, નામ પરા તસ જાણું જી આપસ્વભાવે પ્રવૃત્તિ પૂરણ, શશિયમ બોધ વખાણું જી નિરતિચાર પદ એહમાં, યોગી કહીએ નહી અતિચારી જી આરોહે આરૂઢે ગિરિને, તેમ એહની ગતિ ન્યારી જી।।૧। અર્થ આ આઠમી દૃષ્ટિમાં શ્રેષ્ઠ એવી સમાધિ પ્રાપ્ત થાય છે. અને તે દૃષ્ટિનું “પરા” એવું નામ જાણવું. પોતાના આત્મસ્વભાવમાં જ વર્તવાની પ્રવૃત્તિથી ભરપૂર આ દૃષ્ટિ છે. તથા ચંદ્રની જેમ નિર્મળ બોધદશા પ્રવર્તે છે. અહીં વર્તતા યોગી મહાત્માઓ નિરતિચાર પદવાળા હોય છે. તેથી અતિચા૨ સેવનારા હોતા નથી. પર્વત ઉપર ચડેલાને ચડવાની ક્રિયા જેમ હોતી નથી તેમ આ મહાત્માઓની પ્રવૃત્તિ કોઈ અલૌકિક અર્થાત્ લોકોત્તર હોય છે. ||૧|| - - વિવેચન - યોગદશાની આ છેલ્લી દૃષ્ટિ છે. આ દૃષ્ટિનું નામ પરાષ્ટિ છે. આ આઠમી દૃષ્ટિ છે. યમ-નિયમ આદિ યોગનાં આઠ અંગોમાંનું છેલ્લું અંગ શ્રેષ્ઠ એવી સમાધિ અહીં હોય છે. આત્મસ્વભાવમાં સહજપણે જ પ્રવર્તવારૂપ પ્રવૃત્તિ હોય છે. પરંતુ બુદ્ધિપૂર્વક પ્રવૃત્તિ કરવાની હોતી નથી. પ્રવૃત્તિ એ આઠમો ગુણ છે. તેની પ્રાપ્તિ અહીં થાય છે. અતિચારો સંભવતા ન હોવાથી નિરતિચાર એવું આ સ્થાન છે. સાધવા જેવું જે હતું તે સર્વે સાધી લીધું હોવાથી કર્તવ્યબુદ્ધિએ હવે કંઈ કરવાનું સંભવતું નથી. ભાવાર્થ આ પ્રમાણે છે આ છેલ્લી આઠમી દૃષ્ટિ છે. ક્ષપકશ્રેણીમાં અન્ને આ - Page #221 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ આઠ દૃષ્ટિની સઝાય દૃષ્ટિ પ્રારંભાય છે. જે ચૌદમા ગુણસ્થાનક સુધી હોય છે. ક્રમશઃ વધુ નિર્જરાવાળી અને વધુ સંવરભાવવાળી હોવાથી ચૌદમા ગુણઠાણાના કાળે પૂર્વબદ્ધ સર્વકર્મોની નિર્જરા અને સર્વસંવરભાવને આપનારી આ દૃષ્ટિ છે. આ દૃષ્ટિના અનંતરપણે જ મુક્તિની પ્રાપ્તિ થાય છે. આ દૃષ્ટિમાં શ્રેષ્ઠ એવી “સમાધિ” નામનું છેલ્લું યોગનું અંગ પ્રવર્તે છે. ધારણા અને ધ્યાન દ્વારા આત્મા નિર્મળ બોધ વડે મોહનીય કર્મનો એવો ક્ષય કરે છે કે સત્તામાંથી અને ઉદયમાંથી સંપૂર્ણતયા મોહનીયનો નાશ થાય છે. તેના કારણે રાગ-રીસ, હર્ષશોક, પ્રીતિ-અપ્રીતિ આ સર્વે મોહના વિકારો થતા જ નથી. વાયુ વિનાનું સમુદ્રનું પાણી જેમ સ્થિર હોય છે તેમ આ આત્મા અત્યન્ત સમતાભાવયુક્ત, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ એવા પ્રશમભાવને પામે છે. જ્યાં અલ્પ પણ આકુળ-વ્યાકુળતા સંભવતી નથી. પરભાવદશામાં જવાના યોગો નથી. સ્વભાવદશામાં જ અત્યન્ત સ્થિર થાય છે. એટલે પરમસમાધિગુણ પ્રગટ થાય છે. અંતે જે ગુણ સાધવો હતો તે યથાર્થરૂપે અહીં પ્રાપ્ત થાય છે. આ દૃષ્ટિનું નામ “પરાદૃષ્ટિ” છે. પરા એટલે શ્રેષ્ઠમાં પણ અતિશય શ્રેષ્ઠ, અથવા પરા એટલે અત્તિમદષ્ટિ આવા પ્રકારનો આ પદનો અર્થ છે. પ્રવૃત્તિ” નામના આઠમા ગુણની અહીં પ્રાપ્તિ થાય છે. અષ, જિજ્ઞાસા, શુશ્રુષા, શ્રવણ, બોધ, મીમાંસા અને પરિશુદ્ધ એવી તત્ત્વની પ્રતિપત્તિ આદિ ગુણો પ્રાપ્ત થતાં થતાં અહીં મોહના વિકારો ન હોવાથી જે તત્ત્વ જે રીતે જાણ્યું છે, સ્વીકાર્યું છે, તે તત્ત્વમાં તે જ સ્વરૂપે આ આત્માની સહજભાવે પ્રવૃત્તિ થાય છે. “હું આવું આવું આચરણ કરું” એમ પ્રવૃત્તિ કરવાની બુદ્ધિપૂર્વક પ્રવૃત્તિ થતી નથી. પરંતુ સહજભાવે આપસ્વભાવમાં જ પ્રવર્તન થયા કરે છે. પરભાવ દશામાં પ્રવૃત્તિ કરાવે Page #222 -------------------------------------------------------------------------- ________________ આઠમી પર દૃષ્ટિ ૨૦૫ એવા રાગાદિ સર્વથા ક્ષય થયેલા હોવાથી, ક્ષયોપશમભાવ સમાપ્ત થતો હોવાથી આ પ્રવર્તન સહજભાવે જ હોય છે. ઉત્કટ કોટિના જ્ઞાનાદિ ગુણો, તેમાં આ આત્માનું સહજભાવે જે પ્રવર્તન, તે પ્રવૃત્તિ નામનો ગુણ અહીં પ્રગટ થાય છે. જેમ ચંદન સહજભાવે સુગંધ આપે છે તેમ અહીં આશય વિના સહજપણે પ્રવૃત્તિ હોય છે. બોધ(જ્ઞાન દશા) અહીં ચંદ્રના પ્રકાશ તુલ્ય હોય છે. પૂર્વે સાતમી દૃષ્ટિમાં બોધ સૂર્યની પ્રભાતુલ્ય હતો. જો કે સૂર્યની પ્રભા અને ચંદ્રની પ્રભા જગદ્રવ્યાપી હોવાથી અને ચિરકાળસ્થાયી હોવાથી ખાસ કંઈ વિશેષતા નથી. તો પણ સૌમ્યતા ગુણ અને શીતળતાગુણ વડે ચંદ્રની પ્રજાને અધિક તરીકે ગણાવી છે. ચંદ્રની ચાંદની જગતને સુખ ઉપજાવનારી છે. લોકપ્રિય છે. તેમ આ મહાત્માઓનો બોધ સંસારના તાપથી તપેલા જીવોને શીતળતા અને સૌમ્યતા આપનારો છે. આ દૃષ્ટિમાં આવનારો બોધ ક્ષયોપશમભાવની પરાકાષ્ઠાવાળો થઈને તેમાંથી સાયિકભાવવાળો હોય છે. આઠમા ગુણસ્થાનકથી બારમા ગુણસ્થાનક સુધી લયોપશમભાવ અને તેર-ચૌદમે ક્ષાયિકભાવનો બોધ પ્રવર્તે છે. ક્ષયોપશમભાવ ઉદયસાપેક્ષ છે. અને ક્ષાયિકભાવ ઉદયરહિત હોય છે. શાસયોગ દ્વારા પરમાત્માએ કહેલાં તત્ત્વો એવાં તો આત્મસાત્ થઈ જાય છે કે હવે અહીં તેના આલંબનની પણ આવશ્યકતા રહેતી નથી. જેથી સામર્થ્યયોગ અહીં પ્રગટ થાય છે. સામર્મયોગના બે ભેદ છે. (૧) ધર્મસળ્યાસયોગ અને (૨) યોગ સભ્યાસયોગ. ક્ષયોપશમભાવના ક્ષમા - નમ્રતા - સરળતા આદિ જે જે ધર્મો(ગુણો) આજ સુધી આવ્યા હતા. તેનો પણ ત્યાગ. અર્થાત્ સાયિકભાવના ધર્મોની(ગુણોની) જે પ્રાપ્તિ તે ધર્મસચ્યાસ યોગ આઠમાથી બારમા ગુણઠાણાની અંદર હોય છે. અને મન, વચન તથા કાયાના યોગોનો ત્યાગ તે યોગસગ્યાસ યોગ નામનો બીજો સામર્થયાગ છે. જે તેરમા ગુણઠાણાના અને આવે છે. Page #223 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ આઠ દૃષ્ટિની સઝાય અહીં “પરતત્ત્વ"ને જોવાની ઉત્કટ ઇચ્છા કે જેને દિદક્ષા કહેવાય છે. તે દિક્ષાના બળે મોહનીયાદિ ઘાતી કર્મોનો ક્ષય કરવાની પ્રવૃત્તિ જ અલ્પ પણ આસંગ વિના પરિણામોની ધારાની નિર્મળતા રૂપે અહીં સહજપણે હોય છે. આથી જ આ પ્રવૃત્તિ સ્વભાવસ્થ હોય છે. પરંતુ આસંગપૂર્વક (આશયપૂર્વક-ઇચ્છાપૂર્વક) હોતી નથી. “આ જ અનુષ્ઠાન સારૂં છે, આમાં જ બહુ આનંદ આવે છે” ઇત્યાદિ ભાવવાહી બુદ્ધિને જ આસંગ (આશય-ઇચ્છા) કહેવાય છે. તે આસંગ જીવને ત્યાં જ પકડી રાખનાર બને છે. ઉત્તરોત્તર વિશુદ્ધિમાં આગળ વધવામાં પ્રતિબંધક બને છે. માટે મહાત્માઓ આવા આસંગનો પણ ત્યાગ કરીને જે દ્રવ્ય-ક્ષેત્ર-કાળભાવે જે યોગ ઉપકારી હોય તેને આસંગરહિતભાવે સ્વભાવસ્થપણે જ આચરે છે. આસંગરહિતપણે જ આચરતા હોવાથી એક પણ દોષ કે અતિચાર લગાડવા દેતા નથી. અતિચાર લાગવામાં કારણભૂત મોહના અંશો જ છે. હાસ્ય-રતિ-અરતિ-શોક-ભય-દુર્ગછા આદિ નવ નોકષાય અને સંજ્વલન ક્રોધાદિ ચાર કષાયો એ જ અતિચારના જનક છે. અહીં આઠમા ગુણઠાણાના અંતે હાસ્યાદિ નોકષાયોનો અને નવમા ગુણઠાણે સંજ્વલન કષાયોનો તથા ત્રણ વેદોનો ઉદય અને સત્તા સંપૂર્ણતયા નાશ પામતી હોવાથી કોઈપણ જાતનો દોષ કે અતિચાર લાગતો નથી. તેથી જ ગાથામાં કહ્યું છે કે આ નિરતિચારવાળું પદ(સ્થાન) છે. અહીં યોગી મહાત્માને અતિચારો લાગતા નથી. જ્ઞાનાવરણીયાદિ ચાર ઘનઘાતી કર્મોને તોડવા માટે જૈનશાસ્ત્રોમાં જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વર્યાચાર એમ પાંચ પ્રકારના આચારો જણાવ્યા છે. કર્મોને તોડવા માટે તેને વિ, વધુમા ઇત્યાદિ ગાથામાં કહ્યા પ્રમાણે આચરણ આચરે તો તે પંચાચાર કહેવાય, અને કહ્યા પ્રમાણેથી વિરૂદ્ધ આચરણ કરે તો Page #224 -------------------------------------------------------------------------- ________________ આઠમી પરા દૃષ્ટિ ૨૦૭ અતિચાર કહેવાય છે. એટલે જ “નાણુંમિ”ની આઠ ગાથાને અતિચારની આઠ ગાથા પણ કહેવાય છે. અને પંચાચારની આઠ ગાથા એમ પણ કહેવાય છે. આ યોગી મહાત્માઓને ક્ષાયિકભાવ પ્રગટ થતો હોવાથી કર્મો તોડવા માટે ઉપરોક્ત વિધિયુક્ત પંચાચારનું સેવન પણ સંભવતું નથી. કારણ કે દોષ લાગે તેને પ્રતિક્રમણાદિ હોય, આ દશામાં અતિચારાદિ દોષો જ સંભવતા નથી, તેથી પંચાચારનું સેવન પણ સંભવતું નથી. તેથી નિરતિચારપદ વાળા આ મુનિઓ જેમ હોય છે તેમ નિરાચારપદ વાળા પણ આ મુનિઓ હોય છે. પર્વત ઉપર ચઢી ગયેલાને જેમ ચઢવાની ક્રિયા કરવાનો અભાવ હોય છે. તેમ આ મહાયોગીઓ મોહસાગર તરી ગયા હોવાથી હવે આચારસેવનરહિત છે. સહજપણે જ પોતાના શુદ્ધસ્વરૂપમાં પ્રવર્તનગુણ યુક્ત હોય છે. જેને ક્રોધ-માન-રાગ-રીસ ઇત્યાદિ વિષમતા આવતી હોય તેને તે વિષમતા ટાળવા સામાયિક કરવી આવશ્યક છે. પરંતુ જેઓ સદા સમતામય જ બની ચૂક્યા છે તેઓને સામાયિકકરણ સંભવતું નથી. તેમ આ મહાત્મા યોગીઓનું જીવન સંસારના લોકોની દૃષ્ટિથી ન્યારું (ન સમજાય તેવું) અલૌકિક હોય છે. શ્રી યોગદૃષ્ટિસમુચ્ચયમાં કહ્યું છે કે - निराचारपदो हास्यामतिचारविवर्जितः । आरूढारोहणाभावगतिवत्त्वस्य चेष्टितम् ॥ १७९ ॥ અર્થ આ દૃષ્ટિમાં નિરાચાર સ્થાનવાળા, અતિચારાદિ દોષોથી રહિત આ આત્મા હોય છે. અને પર્વત ઉપર ચઢેલાને ચઢવાની ક્રિયાના અભાવની સ્થિતિ જેવી ચેષ્ટા હોય છે. - આ પ્રમાણે પરાષ્ટિમાં સમાધિનામના યોગાંગની પ્રાપ્તિ, પ્રવૃત્તિ નામના ગુણની પ્રાપ્તિ, આસંગ નામના દોષનો ત્યાગ, ચંદ્રના પ્રકાશતુલ્ય નિર્મળ બોધ, નિરતિચાર(અને નિરાચાર વાળા) સ્થાનની Page #225 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ આઠ દૃષ્ટિની સઝાય પ્રાપ્તિ થાય છે. આરૂઢારોહણની જેમ હવે પ્રાપ્તભાવમાં સહજપણે સ્થિરતાયુક્ત સ્વભાવમગ્ન થઈને વર્તવાનું જ માત્ર હોય છે. ll૧. ચંદન ગંધ સમાન ક્ષમા ઇહાં, વાસકને ન ગવેષે છા આસંગે વર્જિત વળી એહમાં, ક્રિયા નિજગુણ લેખે જીતા શિક્ષાથી જેમ રતનનિયોજન, દૃષ્ટિભિન્ન તેમ એહોળી તાસ નિયોગે કરણ અપૂર્વે, લહે મુનિ કેવલ ગેહોજી મારા ગાથાર્થ - આ દૃષ્ટિમાં સમાગુણ ચંદનની ગન્ધતુલ્ય હોય છે. પરંતુ વાસક દ્રવ્યની અપેક્ષા હોતી નથી. વળી આસંગદોષથી વર્જિતપણે પોતાના ગુણસ્વરૂપે ક્રિયા હોય છે. રત્નોના શિક્ષાકાળ અને નિયોજન (વેપાર) કાળમાં જેમ તફાવત છે, તેમ આ દૃષ્ટિ અને પૂર્વની દૃષ્ટિમાં તફાવત છે. આવી સહજસ્વભાવી ઉત્તમ ક્રિયા અને જ્ઞાનના નિયોગથી(પ્રયોગથી) અપૂર્વકરણ ગુણઠાણું પ્રાપ્ત કરીને મુનિ કેવળજ્ઞાન રૂપ સ્વઘરને પ્રાપ્ત કરે છે..!! વિવેચન ચંદન નામનું કાષ્ઠ સ્વયં પોતે સહજસ્વભાવે જ સુગંધ આપનારું છે. પરંતુ વસ્ત્રાદિને સુગંધિત કરવા માટે જેમ વાસક(સુગંધ ઉત્પન્ન કરનાર) અત્તર આદિ અન્ય દ્રવ્યો જોઈએ, તેવી રીતે ચંદનને સુગંધિત કરવા માટે વાસક એવા અન્ય દ્રવ્યની જરૂરિયાત રહેતી નથી. તે તો પોતે પોતાના સ્વભાવથી જ સુગંધ આપે છે. આ પ્રમાણે આ દૃષ્ટિમાં આવેલા મુનિ મહાત્માઓને ગુણાન્તરોની પ્રાપ્તિમાં પ્રતિબંધ કરનારા આસંગ દોષના અભાવથી આત્માના સ્વભાવભૂત ક્ષાવિકભાવના સમા(આદિ) ગુણ સ્વતઃ પ્રગટે છે. અને આજ સુધી પ્રાપ્ત કરેલા ક્ષયોપશમભાવના ક્ષમા(આદિ) ગુણ ચાલ્યા જાય છે. ક્ષયોપશમભાવવાળા ગુણો કર્મના ઉદયની અપેક્ષાવાળા હોવાથી સાતિચાર હોય છે. અને ક્ષાવિકભાવના ગુણો કર્મના ઉદય અને સત્તા એમ બન્નેથી રહિત હોવાથી નિરતિચાર હોય Page #226 -------------------------------------------------------------------------- ________________ આઠમી પરા દૃષ્ટિ ૨૦૯ છે. તથા આ ક્ષમા આદિ ગુણો જીવના સહજ સ્વભાવભૂત હોય છે. મનમાં ક્ષમા આદિ ગુણો લાવવા માટે અન્ય કોઈ ઉપદેશકની (વાસકની) જરૂરિયાત રહેતી નથી. કારણકે હવે આ આત્મા સ્વયં પોતે જ પોતાના ભાવથી ધર્મમય બન્યો છે. નિરાલંબન અવસ્થાને પામ્યો છે. માટે સ્વયં પોતે જ ક્ષમા આદિ ગુણમય જ હોય છે. આ પ્રમાણે ક્ષયોપશમ ભાવના ગુણો ચાલ્યા જવાથી “ધર્મસન્યાસ” નામનો સામર્થ્યયોગનો પ્રથમભેદ પ્રવર્તે છે. આ પરિસ્થિતિમાં આત્મગુણમાં પરિણામ પામેલી સર્વે પણ ધર્મમય ક્રિયાઓ આત્માના સ્વભાવભૂત બની જાય છે. આશયપૂર્વક ક્રિયા કરવાની રહેતી નથી. નિરુપાધિક સ્વભાવસિદ્ધ ક્રિયા હોય છે. વિશિષ્ટ જ્ઞાનદશા જાગૃત હોવાથી અને હાસ્યાદિ તથા સંજવલન આદિ દોષોનો ક્ષય થતો જતો હોવાથી આપણે જેમ દોષોને દૂર કરવાના આશયથી પ્રતિક્રમણાદિ કરીએ તેવા આશયવાળી ધર્મકરણી આ દૃષ્ટિમાં સંભવતી નથી. પરંતુ સહજસ્વભાવે જ નિરતિચાર જીવનપ્રવૃત્તિ રૂપ ક્રિયા હોય છે. - કાન્તા દૃષ્ટિ કાળે પાંચમા છઠ્ઠા અને સાતમા ગુણઠાણે, પ્રભાદૃષ્ટિ કાળે સાતમા-આઠમા ગુણઠાણે, અને આ પરા દષ્ટિકાળે ૯ થી ૧૨ આદિ ગુણસ્થાનકોમાં ધર્મમય ક્રિયા સમાન હોવા છતાં તરતમતા યુક્ત હોવાથી ભિન્ન ભિન્ન છે. તે વાત એક ઉદાહરણથી સમજાવે છે. રત્નોને પારખવાનું શિક્ષણ લેતા હોઈએ ત્યારે જે રત્નદર્શન થાય છે. શિક્ષિત આત્માઓ બિનપ્રયોજને જે રત્નદર્શન કરે છે અને તે જ શિક્ષિત આત્માઓ રત્નોની લે-વેચ (ખરીદવેચાણ) કરવા માટે જે રત્નદર્શન કરે છે. તે જેમ અધિક-અધિક સૂક્ષ્મતાવાળું હોવાથી ભિન્ન ભિન્ન છે, તેમ આ દૃષ્ટિઓમાં સમાન ક્રિયા વ્યવહારમાં પણ સૂક્ષ્મ રીતિએ ભિન્નતા હોય છે. જે માત્ર અનુભવગમ્ય જ હોય છે. આ. ૧૪ - Page #227 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ આઠ દૃષ્ટિની સઝાય કાન્તા અને પ્રભાદષ્ટિકાળની ધર્મકરણી મોહનીયાદિ ઘનઘાતી કર્મના ક્ષયનું મુખ્યત્વે કારણ બને છે. જ્યારે પરાદષ્ટિ કાળની ધર્મ કરણી ઘનઘાતી કર્મોના તથા ભવોપગ્રાહી કર્મોના એમ બન્ને પ્રકારના કર્મોના ક્ષયનું કારણ બને છે. આવા પ્રકારની આસંગદોષ વિનાની, અને પ્રશમભાવની પ્રધાનતા વાળી આત્માના સહજસ્વભાવભૂત ગુણ રમણતા સ્વરૂપ ધર્મકરણીનો નિયોગ કરતાં તેમાં ઓતપ્રોત અને તન્મય થતાં) ક્ષપકશ્રેણીમાં આરોહણ કરી અપૂર્વકરણ આદિ ગુણસ્થાનકો ઉપર આરૂઢ થઈને “કેવલજ્ઞાનની લક્ષ્મી” સ્વરૂપ સ્વઘરને એટલે કેવળજ્ઞાન રૂપ શુદ્ધ-નિર્મળ આત્મદશાને પ્રાપ્ત કરે છે. આ જ હકિકત પૂ. હરિભદ્રસૂરિજીએ યોગદષ્ટિસમુચ્ચય નામના ગ્રંથમાં ગાથા ૧૮૦ થી ૧૮૪માં વર્ણવેલી છે. घातिकर्माभ्रकल्पं त-दुक्तयोगानिलाहतेः । यदाऽपैति तदा श्रीमान्, जायते ज्ञानकेवली ॥१८४॥ અર્થ - ઘાતિ કર્મો વાદળતુલ્ય છે. ઉપર કહેલ યોગની દૃષ્ટિ સ્વરૂપ પવન વડે હણાવાથી તે વાદળ જ્યારે દૂર થાય છે ત્યારે આ જ ભાવલક્ષ્મીવાળો આત્મા જ્ઞાનથી કેવળજ્ઞાની બને છે. ૧૮૪ ક્ષીણદોષ સર્વજ્ઞ મહામુનિ, સર્વલબ્ધિ ફળ ભોગીજી ! પર ઉપકાર કરી શિવસુખ તે, પામે યોગી અયોગીજી છે. સર્વ શત્રુક્ષય સર્વવ્યાધિલય, પૂરણ સર્વ સમીહાજી | સર્વ અરથયોગે સુખ તેહથી, અનંતગુણ નિરીહાજી કા ગાથાર્થ - ક્ષીણ થયા છે. સર્વે દોષો જેના એવા સર્વજ્ઞ બનેલા આ મહામુનિ સર્વલબ્ધિઓના ફળને ભોગવનારા બને છે. પરનો ઉપકાર કરતાં કરતાં તે યોગી મહાત્મા અયોગી બનીને શિવસુખને પ્રાપ્ત કરનારા બને છે. સર્વ શત્રુઓનો ક્ષય કરીને, સર્વવ્યાધિઓનો વિનાશ કરીને, પૂર્ણ થઈ છે સર્વ ઇચ્છાઓ જેની Page #228 -------------------------------------------------------------------------- ________________ આઠમી પરા દૃષ્ટિ ૨૧૧ એવા તે યોગીપુરૂષ સર્વ પદાર્થોના સંયોગજન્ય સુખ કરતાં પણ અનંતગુણા સુખને ભોગવે છે છતાં સર્વથા નિઃસ્પૃહ છે.lal વિવેચન - આ મહાત્મા યોગી પુરુષ ક્ષપકશ્રેણી આરોહી અપૂર્વકરણ-અનિવૃત્તિકરણ અને સૂક્ષ્મસંપરાય એમ ત્રણ ગુણસ્થાનકો ઉપર ચડી પ્રતિ સમયે અનંતગુણી વિશુદ્ધિ દ્વારા ઘનઘાતી કર્મોને ખપાવતાં ખપાવતાં તેમાંનું રાજાસમાન પ્રધાન એવું મોહનીયકર્મ બંધઉદય અને સત્તામાંથી સર્વથા ક્ષય કરીને, તેના ઉદયજન્ય દોષોનો પણ સર્વથા નાશ કરીને બારમા ક્ષીણમોહ ગુણસ્થાનકે આવે છે. ત્યાં જ્ઞાનાવરણીય-દર્શનાવરણીય- અને અંતરાય કર્મોનો ક્ષય કરીને આ પરાષ્ટિવાળા યોગી મહાત્મા સર્વજ્ઞ કેવલી પરમાત્મા બને છે. ઘનઘાતી કર્મો ક્ષય થવાથી અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંત ચારિત્ર અને અનંતવીર્ય આદિ સર્વે આન્તરિક (આત્મગુણ સ્વરૂપ) લબ્ધિઓના ફળને ભોગવનારા આ યોગીઓ થાય છે. કાન્તા દૃષ્ટિ અને પ્રભાષ્ટિકાળે શાસ્ત્રયોગનું બળ અધિક હતું. તેનાથી વીતરાગપ્રણીત શાસ્ત્રોના આધારે આ આત્માનું પરમસ્વરૂપ (સર્વકર્મરહિત-શુદ્ધ-બુદ્ધ-નિરંજનાત્મક સ્વરૂપ) જાણ્યું હતું. ત્યારથી જ તે પરમસ્વરૂપને સાક્ષાત્ જોવાની અને માણવાની દિક્ષા આ યોગી આત્માઓમાં તીવ્ર-તીવ્રતર બની હતી. તે દિક્ષાથી આ આત્મા સામર્થ્યયોગ વડે ઘનઘાતી કર્મો ખપાવીને સર્વજ્ઞ, સર્વદર્શી એવો કેવળજ્ઞાની બને છે. અનંતજ્ઞાન - અનંતદર્શન વગેરે આ આત્મામાં રહેલી અને આવિર્ભત થયેલી સર્વ લબ્ધિઓના ફળને સાક્ષાત્ અનુભવનારો આ આત્મા થાય છે. આત્માના અનંતજ્ઞાનાદિની પ્રાપ્તિ માટે આરંભેલી આ સાધના અહીં સમાપ્ત થાય છે. આ જ ભવમાં હવે મુક્તિ-પ્રાપ્તિ નિશ્ચિત છે. શેષ બાકી રહેલું માનવભવનું જીવન ધર્મદેશના આપવા વડે Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ આઠ દૃષ્ટિની સઝાય અને વિહાર કરવા વડે માત્ર પરોપકાર જ કરવા દ્વારા પસાર કરે છે. અને ભવોપગ્રાહી એવાં વેદનીયાદિ ચાર અઘાતી કર્મોને ખપાવે છે. તેરમા સયોગી કેવલી ગુણસ્થાનકમાં જ રહ્યા છતા ઘણાં ઘણાં અઘાતી કર્મો ખપાવે છે. તેરમા ગુણસ્થાનકનો એક અંતર્મુહૂર્તકાળ માત્ર બાકી રહે ત્યારે આયોજિકાકરણ કરીને જો આયુષ્યકર્મ કરતાં વેદનીયાદિ ત્રણ કર્મો વધારે હોય, તો કેવલી સમુદ્દઘાત કરીને મનવચન અને કાયાના યોગોનો વિરોધ કરે છે. કારણ કે યોગ હોવાથી સાતાવેદનીયનો આશ્રવ થાય છે. તેથી યોગ નિરોધ કરી અયોગી અવસ્થાને (ચૌદમા ગુણસ્થાનકને) પામેલા એવા આ મહાયોગી પુરુષ અતિશય અલ્પકાળમાં જ શિવસુખ (મુક્તિ સુખ) ને પામે છે. ઘાતી અને અઘાતી એમ બન્ને પ્રકારનાં કર્મો આત્માના ગુણોનાં અવરોધક હોવાથી અભ્યન્તર શત્રુ છે. અને તે તે કર્મોના ઉદયથી લોકોની સાથે થયેલ વૈમનસ્યોથી તે લોકો બાહ્યશત્રુ છે. પરંતુ કર્મોનો નાશ થવાથી અભ્યત્તર અને બાહ્ય એમ બન્ને પ્રકારના સર્વ શત્રુઓનો અહીં ક્ષય થાય છે. તથા શારીરિક રોગો તે દ્રવ્યરોગો છે. અને કામ-ક્રોધાદિ વિકારો અને સર્વ વાસનાઓ એ ભાવરોગો છે. વેદનીય અને મોહનીયકર્મનો નાશ થયો હોવાથી આ યોગીમહાત્માઓ સર્વ દ્રવ્યરોગોના અને સર્વ ભાવરોગોના સર્વથા ક્ષયવાળા બન્યા છતા આત્માના શુદ્ધ-બુદ્ધ-નિરંજન-નિરાકાર એવા સ્વસ્વરૂપના અનંતસુખને અનુભવનાર બને છે. આત્મસ્વરૂપને પ્રાપ્ત કરવાની સર્વ સમીહા (સર્વ ઇચ્છાઓ) અહીં પૂર્ણ થાય છે. મુક્તિનું સુખ કેવું છે ? તે શબ્દોથી અવર્ણનીય છે. માત્ર અનુભવથી જ ગમ્ય છે. તેથી કહે છે કે આ સંસારમાં સુખના સાધનભૂત જે જે પદાર્થો છે, તે સર્વે પદાર્થોનો ધારો કે સંયોગ થઈ જાય અને તેનાથી જે સુખ થાય, તે સુખ કરતાં પણ મુક્તદશામાં Page #230 -------------------------------------------------------------------------- ________________ ૨૧૩ આઠમી પરા દૃષ્ટિ અનંતગણું સુખ છે. આશ્ચર્યની વાત તો એ છે કે આટલું વિશાળ, અમાપ, શાશ્વત સુખ હોવા છતાં પણ આ આત્મા નિરીહ ( નિસ્પૃહ)ઇચ્છાઓથી સર્વથા રહિત છે. સંસારી લોક ઇચ્છાઓથી ભરપૂર હોય છે. તેને ખ્યાલ આવે કે આ વસ્તુ મળવાની નથી જ, છતાં પણ તેની ઇચ્છા વિરામ પામતી નથી. જ્યારે આ મહાત્માઓને આત્મિક સર્વ સંપત્તિ મળી હોવા છતાં સર્વથા નિરીહ હોય છે. આ જ આ મહાત્માઓની મોટી સિદ્ધિ છે. “ઇચ્છા” એ જ પાપનું મૂળ છે એવું સમજનારા આ મહાત્માઓએ સ્થિરા દૃષ્ટિમાં આવ્યા પછીથી સમ્યક્ત્વ અને વેદ્યસંવેદ્યપદના પ્રતાપે ઇચ્છાનો જ નાશ કરવાની આરંભેલી યાત્રા અહીં સમાપ્ત થાય છે. અને જાણ કરવા લાયક સર્વ સાધના સાધી લીધી છે એમ કૃતકૃત્ય થયેલા આ યોગીઓ સર્વત્ર નિઃસ્પૃહદશાવાળા હોય છે. શ્રી યોગદષ્ટિસમુચ્ચયમાં કહ્યું છે કે - क्षीणदोषोऽथ सर्वज्ञः, सर्वलब्धिफलान्वितः । परं परार्थं सम्पाद्य, ततो योगान्तमश्रुते ॥१८५॥ तत्र द्रागेव भगवानयोगाद् योगसत्तमात् । भवव्याधिक्षयं कृत्वा, निर्वाणं लभते परम् ॥१८६॥ અર્થ - ક્ષીણ થયા છે સર્વ દોષો જેના એવા અને સર્વ લબ્ધિઓના ફળથી સંયુક્ત એવા સર્વજ્ઞ ભગવાન્ શ્રેષ્ઠ એવો પરોપકાર કરીને ત્યારબાદ યોગનિરોધવાળી અવસ્થાને પામે છે. ત્યાં જલ્દી જલ્દી શ્રેષ્ઠ એવી યોગદશાના પ્રતાપે અયોગી ગુણસ્થાનકને પામીને ભવરૂપ વ્યાધિનો ક્ષય કરીને સર્વોત્તમ એવું નિર્વાણપદ પ્રાપ્ત કરે છે. ll૧૮૬) અનાદિકાળની મોહની તીવ્રતા રૂપ “ઓઘદૃષ્ટિમાંથી Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ આઠ દૃષ્ટિની સઝાય નિકળીને શુદ્ધ આત્મસ્વરૂપની પ્રાપ્તિ રૂપ મુક્તિ સુખ તરફની બદલાયેલી યોગદૃષ્ટિનો મિત્રાદષ્ટિથી કરાયેલો પ્રારંભ અહીં પરાદષ્ટિએ સમાપ્ત થાય છે. સિદ્ધિ માટેની પ્રારંભેલી યાત્રા પૂર્ણ થાય છે. સાધક એવો આ આત્મા હવે સાધક રહેતો નથી પરંતુ સિદ્ધ થાય છે. અનાદિકાળનાં બંધાયેલા કર્મો, અને તેનાથી પુનઃ પુનઃ પ્રાપ્ત થતા જન્મ-જરા-મરણાદિ દુ:ખો રૂપ આ સંસાર એ જ આ જીવનો મહારોગ - મહાવ્યાધિ હતો, લોકમાં જેમ શારીરિક વ્યાધિઓથી ગ્રસ્ત થયેલો જીવ પ્રસિદ્ધ એવા સુવૈદ્યની સૂચના મુજબ ચિકિત્સા કરતો છતો વ્યાધિમુક્ત બને છે. તેવી જ રીતે કર્યો અને જન્મ-મરણાદિ વ્યાધિઓથી ગ્રસ્ત એવો આ સંસારી આત્મા પણ અનંતજ્ઞાનીઓએ જણાવેલી ધર્મ ચિકિત્સા કરવા દ્વારા ભવવ્યાધિનો ક્ષય કરીને ભવમુક્ત તથા સર્વથા ભયમુક્ત પણ) બને છે. અનાદિથી કર્મોના અને સંસારના પાંજરામાં પૂરાયેલો આ આત્મા આ બંધનોનો ક્ષય કરીને એવો મુક્ત થાય છે કે ફરીથી કદાપિ આ બંધનોમાં તે બંધાતો નથી. શાસ્ત્રોમાં કહ્યું છે કે – क्षीणव्याधिर्यथा लोके, व्याधिमुक्त इति स्थितः। મ ળેવ તુ તથા, મુવતતપુ તક્ષયાતુII શ્રી યો. દ.સ. ૨૦૬ ! આ પદથી કેટલીક વાત જાણવા જેવી છે કે - (૧) ક્ષીણ વ્યાધિવાળો આત્મા જેમ વ્યાધિમુક્ત થાય છે. તેમ ભવના રોગવાળો આત્મા જ ભવરોગ ક્ષીણ થતાં જ ભવવ્યાધિથી મુક્ત થઈને જ રહે છે. (૨) જે જીવ સદા વ્યાધિયુક્ત જ છે. તે વ્યાધિમુક્ત કહેવાતો નથી. જે જે સંસારી જીવો છે તે સર્વે વ્યાધિયુક્ત છે. તથા જેઓના મતે ભગવાન થયેલો આત્મા ફરીથી જન્મ ધારણ કરે Page #232 -------------------------------------------------------------------------- ________________ આઠમી પરા દૃષ્ટિ ૨૧૫ છે. ધર્મની હાનિ દેખી પુનર્જન્મ ગ્રહણ કરે છે તે પણ ભવવ્યાધિવાળા જ છે તેથી સાચા મુક્ત નથી. (૩) બૌદ્ધાદિ કોઈ દર્શનકારો એમ માને છે કે જેમ દીપક બુઝાઈ જાય ત્યારે તે સમાપ્ત જ થઈ જાય છે. તેમ આત્મા ભવવ્યાધિથી મુક્ત થાય ત્યારે સમાપ્ત જ થાય છે. તે અભાવાત્મક - શૂન્યાત્મક બને છે. આ વાત પણ બરાબર નથી. પોતાનું અસ્તિત્વ જ મીટાવી દેવા કોણ પ્રયત્ન કરે ? તેથી અહીં ખાસ ઉલ્લેખ કર્યો છે કે ભવવ્યાધિયુક્ત એવો આ આત્મા ભવવ્યાધિ મુક્ત થયો છતો રહે છે. તેનું અસ્તિત્વ સદા રહે જ છે. (૪) સાંખ્ય દર્શન આદિ કેટલાક દર્શનકારો એમ માને છે કે આ આત્મા શુદ્ધ-બુદ્ધ-કર્મોનો અકર્તા અને અભોક્તા છે. અર્થાત્ ભવવ્યાધિવાળો છે જ નહી, વ્યાધિમુક્ત જ છે. આ વાત પણ બરાબર નથી. જો પ્રથમથી જ વ્યાધિરહિત જ હોય તો તેને ધર્મસાધન કરવાની આવશ્યકતા જ રહેતી નથી, તથા જો પ્રથમથી શુદ્ધ જ હોય તો તે અશુદ્ધ કદાપિ બને જ નહીં. કારણ કે શુદ્ધ આત્મામાં અશુદ્ધતા લાવનારા હેતુઓ છે જ નહીં. માટે અનાદિથી આ આત્મા વ્યાધિગ્રસ્ત છે જ, અને તે જ ધર્મસાધનતાથી વ્યાધિમુક્ત બને છે. આ પ્રમાણે જે દિક્ષા હતી, શુદ્ધતત્ત્વ પ્રાપ્ત કરવાનું લક્ષ્ય હતું. જે સાધ્ય સિદ્ધ કરવું હતું તે યોગની ક્રમશઃ આઠ દૃષ્ટિઓ વડે અહીં પૂર્ણ થાય છે. કૃતકૃત્ય થયેલો, સિદ્ધ દશા પામેલો આ આત્મા સ્વગુણની રમણતાના અનંત આનંદમાં સદા મગ્ન જ રહે છે. ફા એ અડદિદ્ધિ કહી સંક્ષેપે, યોગશાસ્ત્ર સંકેતે જી કુળયોગી ને પ્રવૃત્તચક્ર છે, તેહ તણે હિત તેજી Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ આઠ દૃષ્ટિની સઝાય યોગીકુળે જાયા તસ ધર્મે અનુગત તે કુળયોગીજી અદ્વેષી ગુરુ-દેવ-દ્વિજપ્રિય, દયાવંત ઉપયોગીજી જા ગાથાર્થ - આ પ્રમાણે યોગસંબંધી શાસ્ત્રો અનુસારે અતિશય સંક્ષેપથી અમે અહીં આઠ દૃષ્ટિ સમજાવી છે. જે કુલયોગી અને પ્રવૃત્તચયોગી છે. તેઓના હિતના પ્રયોજનથી આ દૃષ્ટિઓ સમજાવી છે. જેઓ યોગીઓના કુળમાં જન્મ્યા છે. અને તેઓના ધર્મને અનુસરવાની બુદ્ધિવાળા છે. તથા ગુરુ પ્રત્યે, દેવ પ્રત્યે અને દ્વિજ પ્રત્યે અઢષી છે. દયાળુ છે અને અતિશય ઉપયોગવાળા છે તે કુળયોગી કહેવાય છે. I૪ વિવેચન - પાતંજલ ઋષિ, ગોપેન્દ્ર મુનિ, ઇત્યાદિ અદર્શનમાં થયેલા યોગાચાર્યોએ યોગના સ્વરૂપનું વર્ણન જે રીતે કર્યું છે. તેઓની પરિભાષા (સંકેતો પ્રમાણે અતિશય સંક્ષેપથી આ સક્ઝાયમાં યોગની આઠ દૃષ્ટિઓ રૂપે યોગનું વર્ણન સમજાવવામાં આવ્યું છે. જૈનદર્શનમાં ૧૪૪૪ ગ્રંથોના રચયિતા અને યાકિનીસૂનુના હુલામણા નામથી સુપ્રસિદ્ધ એવા યોગાચાર્ય પૂજ્યશ્રી હરિભદ્રસૂરિજી મ. શ્રીએ આ જ આઠ દૃષ્ટિઓનું સવિસ્તર વર્ણન પોતાના બનાવેલા “શ્રી યોગદૃષ્ટિસમુચ્ચય” નામના ગ્રંથમાં કર્યું છે. તેના ઉપર સ્વયં પોતે જ સંસ્કૃત ભાષામાં વૃત્તિ(ટીકા) પણ બનાવી છે. પરંતુ આ મૂળ ગ્રંથ તથા તેની ટીકા સંસ્કૃત ભાષામાં હોઈ વિશેષ કરીને વિદ્વદ્ભોગ્ય છે. સામાન્યપણે આબાલ-ગોપાલ જીવોને આવા ગ્રંથોનો કંઈક અંશે પણ ભાવ જાણવા મળે અને તેઓનું પણ કલ્યાણ થાય એવા આશયથી ગુજરાતી ભાષામાં પદ્યરૂપે મેં (ઉ. યશોવિજયજીએ) આ આઠ દૃષ્ટિની સજઝાયની રચના કરી છે. આ સઝાય કુલયોગી અને પ્રવૃત્ત ચયોગી એમ બે પ્રકારના યોગીઓના હિત(કલ્યાણ)ને કરનારી છે. તેઓના હિતના Page #234 -------------------------------------------------------------------------- ________________ આઠમી પરા દૃષ્ટિ ૨૧૭ હેતુથી આ રચના કરી છે. જૈનશાસ્ત્રોમાં યોગીઓના કુલ ચાર પ્રકાર છે. (૧) ગોત્રાયોગી, (૨) કુલયોગી, (૩) પ્રવૃત્તચકયોગી અને (૪) નિષ્પન્નયોગી તેમાંના મધ્યવર્તી બે પ્રકારના યોગીઓના હિત માટે આ સક્ઝાય રચી છે. જે યોગીઓના કુલમાં જન્મ્યા છે પરંતુ યોગધર્મની અલ્પ પણ પ્રીતિ જેઓને નથી, યોગધર્મની યોગ્યતા જેઓ ધરાવતા નથી તે તરફ જવાની જેઓની મનોવૃત્તિ નથી. યોગીઓના ગોત્રમાં જન્મ્યા હોવાથી જેઓ નામમાત્રથી જ યોગી છે તે ગોત્રયોગી કહેવાય છે. તેઓ યોગ પ્રત્યે પ્રીતિ વિનાના હોવાથી આ સક્ઝાય કે આવા આવા યોગગ્રંથો ભણવા માટે અનધિકારી છે. તથા જેઓ યોગદશા સિદ્ધ કરી ચૂક્યા છે. તેરમા - ચૌદમાં ગુણસ્થાનકે આરૂઢ થયેલા છે. જેઓને હવે સાધવાનું કંઈ પણ બાકી નથી તેવા યોગીઓને નિષ્પન્નયોગી કહેવાય છે. તેઓ યોગદશા પામી ચૂક્યા હોવાથી આ સઝાય અથવા આવા યોગગ્રંથો ભણવા માટે અધિકારી નથી. બાકીના મધ્યવર્તી બે યોગીઓ આ ગ્રંથ અથવા આવા યોગના ગ્રંથો ભણવાના અધિકારી છે. કુલયોગીનું સ્વરૂપ આ પ્રમાણે છે. જેઓ યોગીઓના કુલમાં જન્મ્યા છે. યોગીઓના ધર્મને અનુસરવાની જેઓની ઇચ્છા છે. યોગ ધર્મ ઉપર જેઓને અતિશય પ્રેમ - બહુમાન છે. ધર્મની આરાધના કરવાની ઇચ્છાવાળા જે આત્માઓ છે તે કુલયોગી કહેવાય છે. તેઓનાં લક્ષણો આ પ્રમાણે છે. (૧) અદ્દેષ - આ યોગીઓ યથાર્થ તત્ત્વ જાણવાની જિજ્ઞાસાવાળા છે. અથવા કંઈક અંશે યથાર્થ તત્ત્વ જાણનારા છે. તેથી તે તે યથાર્થ તત્ત્વ અમને કેમ પ્રાપ્ત થાય ? ક્યાંથી પ્રાપ્ત થાય ? તેની જ સાચી વિચારણા કરવાવાળા હોય છે. તેઓને કોઈ છે Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ આઠ દૃષ્ટિની સજ્ઝાય સ્થાનનો, કોઈ વ્યક્તિનો, કે કોઈ સિદ્ધાન્તનો આગ્રહ હોતો નથી. કોઈપણ જાતના બદ્ધ આગ્રહવાળાને તેનું ધાર્યું ન થાય ત્યારે આપોઆપ દ્વેષ જન્મે છે. કદાગ્રહ એ દ્વેષનું મૂળ કારણ છે. જેઓ નિરાગ્રહી છે. સત્ય તત્ત્વ માત્રના શોધક છે. તેઓને કોઈના પણ ઉપર દ્વેષ હોતો નથી. અને થતો પણ નથી. (૨) ગુરુપ્રિય - આ કુલયોગી મહાત્માઓ યોગપ્રિય હોવાથી આવી ઉત્તમ યોગદશા સમજેલા અને ઉપકારકભાવે ૫૨ને સમજાવનારા ધર્મગુરુઓ ઉપર આપોઆપ કુદરતી રીતે અનુપમ પ્રેમવાળા હોય છે. પ્રેમ કરવાનું કહેવું પડતું નથી. (૩) દેવપ્રિય - તેવી જ રીતે આ યોગનું સ્વરૂપ મૂળથી બતાવનારા પરમાત્માઓ પ્રત્યે પણ યોગની પ્રિયતાથી જ અપાર પ્રેમવાળા હોય છે. (૪) દ્વિજપ્રિય જાણનારા જ્ઞાનીઓ, આ કારણે પ્રીતિવાળા આ મહાત્માઓ હોય છે. - જે વ્યક્તિને જે વસ્તુ પ્રત્યે પ્રેમ હોય છે. તે વ્યક્તિને તે વસ્તુ જણાવનારા પ્રત્યે, તે વસ્તુના મૂળ માલિક એવા દેવ પ્રત્યે, અને તે વસ્તુ પ્રાપ્ત કરી ચૂકેલા મહાત્માઓ પ્રત્યે કુદરતી રીતે જ પ્રેમ થતો હોય છે. તેમ અહીં પણ ગુરુ-દેવ અને દ્વિજ ઉપર પ્રેમવાળાપણું એ કુલયોગીઓનું લક્ષણ છે. દ્વિજ એટલે બ્રાહ્મણ, મુનિ અને બ્રહ્મતત્ત્વને વ્યક્તિઓ ઉપર પણ યોગધર્મની પ્રીતિના (૫) દયાળુતા યોગધર્મમાં જેઓને આગળ વધવું છે. યોગની સાધના જેને કરવી છે. તેવા મહાત્માઓ સંક્લિષ્ટ પરિણામવાળા કદાપિ હોતા નથી. તીવ્ર પાપ કદાપિ આચરતા નથી. તેથી નાના-મોટા કોઈ જીવોની હિંસા ન થઈ જાય. કોઈને અલ્પ પણ દુ:ખ આપણાથી ન થઈ જાય. તેની પૂરેપૂરી સાવધાની રાખવા - Page #236 -------------------------------------------------------------------------- ________________ આઠમી પરા દૃષ્ટિ ૨૧૯ પૂર્વક દયાળુ હોય છે. દુઃખી જીવો ઉપર કરુણા કરનારા હોય છે. પોતાની શક્તિ પ્રમાણે પણ લોકોનાં દુઃખોને દૂર કરનારા હોય છે. (૬) ઉપયોગયુક્ત - કુલયોગીઓ યોગધર્મ આરાધવાની ઇચ્છાવાળા છે. તેથી જીવોની જયણા પાળવામાં ઉપયોગવાળા, સાચું બોલવાની મનોવૃત્તિવાળા, એ જ પ્રમાણે સદાચાર, સત્સંગ, સ્વાધ્યાય, અને દાન-શીયળ-તપ તથા ભાવ એમ ધર્મનાં જે જે અનુષ્ઠાનો આચરવાનો સમય આવે ત્યારે શક્તિને ઓળંગ્યા વિના અને શક્તિને ગોપવ્યા વિના તે તે સાધી લેવા સતત ઉપયોગવાળા હોય છે. ક્યાંય ક્યારેય ગલત કરતા નથી. પૂરેપૂરી સાવધાની રાખીને આવેલી તકને ઝડપી લેનારા હોય છે. ઉપરોક્ત લક્ષણોવાળા બીજા નંબરના કુલયોગી આત્માઓ આ ગ્રંથ તથા આવા અન્ય પણ યોગના ગ્રંથો ભણવા માટે અધિકારી છે. શ્રી યોગદષ્ટિસમુચ્ચયમાં કુલયોગીનું સ્વરૂપ આ પ્રમાણે કહ્યું છે. ये योगिनां कुले जातास्तद्धर्मानुगताश्च ये । कुलयोगिन उच्यन्ते, गोत्रवन्तोऽपि नापरे ॥ २१०॥ सर्वत्राद्वेषिणश्चैते, गुरुदेवद्विजप्रियाः ।। दयालवो विनीताश्च, बोधवन्तो यतेन्द्रियाः ॥ २११॥ અર્થ - જે યોગીઓના કુળમાં જન્મ્યા છે. યોગીઓના ધર્મને અનુસરવાની ઇચ્છાવાળા છે. તે કુલયોગી કહેવાય છે. પરંતુ બીજા, તે કલમાં જન્મ્યા હોવા છતાં ગોત્રવાળા છે. પરંતુ કુલયોગી નથી. ૨૧૦ આ કુલયોગી આત્માઓ સર્વ ઠેકાણે અષવાળા, ગુરુ, દેવ અને દ્વિજ પ્રત્યે પ્રીતિવાળા, દયાળુ, વિનીત, બોધવાળા અને જિતેન્દ્રિય હોય છે. ૨૧૧ આ પ્રમાણે કુલયોગીનું સ્વરૂપ સમજાવ્યું. જો Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ આઠ દૃષ્ટિની સઝાય હવે પ્રવૃત્તચક્રયોગનું વર્ણન સમજાવે છે. શુશ્રુષાદિક અડગુણસંપૂરણ, પ્રવૃત્તચક્ર તે કહીએજી | યમદ્રયલાભી પરદુગઅર્થી, આદ્ય અવંચક લહીએજી ચાર અહિંસાદિક યમ ઇચ્છા, પ્રવૃત્તિ થિર સિદ્ધિ નામેજી શુદ્ધ રુચે, પાળે, અતિચારહ ટાળે, ફળ પરિણામે જી પા ગાથાર્થ - શુશ્રુષા અદિ બુદ્ધિના આઠ ગુણોથી જે પૂર્ણ છે. તથા અહિંસાદિ પાંચ યમોના ચાર ચાર ભેદોમાંથી પ્રથમના બે ભેદને પામેલા, અને પાછળના બે ભેદના જેઓ અર્થી છે. અને ત્રણ અવંચકમાંથી પ્રથમ અવંચકને જે પામેલા છે. તે પ્રવૃત્તચક્રયોગી કહેવાય છે. અહિંસાદિ પાંચે યમના ઇચ્છા, પ્રવૃત્તિ, સ્થિરતા અને સિદ્ધિ એમ ચાર ભેદો છે. શુદ્ધ રુચિ તે ઇચ્છા, પાળવું તે પ્રવૃત્તિ, અતિચારોનું વર્જન તે સ્થિરતા, અને ફળસ્વરૂપ આત્મપરિણતિ તે સિદ્ધિ કહેવાય છે. આપણે વિવેચન - આ ગાથામાં પ્રવૃત્તચયોગી નામના ત્રીજા યોગીનું સ્વરૂપ સમજાવે છે. શુશ્રુષા આદિ બુદ્ધિના આઠ ગુણો છે તે આઠે ગુણોથી યુક્ત એવા આ યોગીઓ હોય છે. તે આઠ ગુણો આ પ્રમાણે છે - ૧ શુશ્રુષા - સાચું તત્ત્વ જાણવાની અને સાંભળવાની તમન્ના. ૨ શ્રવણ - ગુરુ મુખે સાચું તત્ત્વ સાંભળવું. ૩. ગ્રહણ - - ગુરુ પાસેથી સાંભળેલી વાણી અને તેના અર્થને ગ્રહણ કરવો. ૪. ધારણા - સાંભળેલી વાણી અને અર્થને બરાબર ધારી રાખવો, ભુલી ન જવો, તેની અવિસ્મૃતિ. ૫ વિજ્ઞાન - ગ્રહણ કરેલા અર્થબોધમાંથી સંશય, વિપર્યય અને અનધ્યવસાય દૂર કરી સ્પષ્ટ બોધ કરવો તે. Page #238 -------------------------------------------------------------------------- ________________ આઠમી પરા દૃષ્ટિ ૬ ઊહ - ૭ અપોહ ૨૨૧ જાણેલા અર્થમાં પૂર્વે જાણેલા અર્થની સાથે પૂર્વાપર રીતે અનુસંધાનથી વિચારણા કરવી તે. વિચારણા કરતાં કરતાં તે તે અર્થમાં જે જે અઘટિત અને અનુચિત અર્થ હોય, અર્થાત્ જેની અનુપપત્તિ હોય, તેનો ત્યાગ કરવો તે. ૮ તત્ત્વાભિનિવેશ - ઘણી ઘણી ચર્ચા વિચારણાના અંતે જે સાચું તત્ત્વ લાગે, યુક્તિયુક્ત હોય તેનો આદર કરવો, સ્વીકાર કરવો તે. ઉપરોક્ત બુદ્ધિના (જ્ઞાનપ્રાપ્તિના કારણરૂપે) આઠ ગુણો છે. અનાદિકાળથી સર્વે આત્માઓ આ આઠે ગુણો પૂર્વકની બુદ્ધિને અર્થની અને કામની પ્રાપ્તિમાં લગાડે જ છે. પરંતુ તત્ત્વપ્રાપ્તિમાં તેનો નિયોગ કરવાનું કામ આ પ્રવૃત્તચક્રયોગીઓ જ કરે છે. શુશ્રૂષાથી શરૂ થયેલી તત્ત્વપ્રાપ્તિની કામના તત્ત્વાભિનિવેશમાં સમાપ્ત થાય છે. ગીતાર્થ ગુરુઓ પાસેથી પ્રવૃત્તચક્રયોગીઓ આ આઠે ગુણો પૂર્વક યોગદશાનું સ્વરૂપ પ્રથમ બરાબર જાણે છે. જાણીને તેના ઉપર બરાબર રુચિ કરીને તેને આદરવાનો પ્રયત્ન કરે છે. તેમાં સૌથી પ્રથમ યોગના આઠ અંગોમાંનું પહેલું અંગ જે “યમ” તેને આદરે છે. યમ એટલે અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ. પાંચ પ્રકારનાં હિંસાદિ પાપોનો પરિહાર તે યમ કહેવાય છે. તે પાંચે યમોના ચાર ચાર ભેદો છે. (૧) ઇચ્છા, (૨) પ્રવૃત્તિ, (૩) સ્થિરતા, (૪) સિદ્ધિ, આ ચાર ચાર ભેદોમાંથી યમદ્રયલાભી પ્રથમના બે ભેદ કે જે ઇચ્છા અને પ્રવૃત્તિ કહેવાય છે તેને પ્રાપ્ત કરનારા આ યોગીઓ હોય છે અને પરદુગઅર્થી - પાછળના જે બે ભેદ છે સ્થિરતા અને સિદ્ધિ તે બે મેળવવાની આતુરતા વાળા હોય છે. - ઇચ્છા આદિ ચાર ભેદોમાંથી જેમ પ્રથમના બે ભેદની પ્રાપ્તિ અને શેષ બે ભેદની અભિલાષા હોય છે. તેમ યોગાવંચક, ક્રિયાવંચક Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ આઠ દૃષ્ટિની સજઝાય અને ફલાવંચક એમ ત્રણમાંથી પ્રથમ યોગાવંચકને આ આત્માઓ પામેલા છે. અને શેષ બે અવંચક્યોગને પામવાની ઇચ્છાવાળા છે. આ રીતે અહિંસાદિ યોગનાં અંગો, ઇચ્છા આદિ તેના ભેદો, અને અવંચકત્રય ઇત્યાદિ યોગોનું ચક્ર (સમુહ) તેઓમાં પ્રવર્તવા માંડે છે. તેથી તેઓને પ્રવૃત્તચક્રયોગી કહેવાય છે. જો કે આ પદોના અર્થ પહેલી ઢાળમાં આવ્યા છે. તો પણ ગ્રંથકારશ્રી અતિશય સંક્ષિપ્ત પણે માર્મિક રીતે આ જ ગાથાની છેલ્લી પંક્તિમાં ઈચ્છા આદિ ચારેના અર્થો સમજાવે છે. (૧) ઇચ્છાયમ-શુદ્ધ રુચે શુદ્ધ એવી રુચિ, પ્રીતિ, અર્થાત્ અહિંસાદિ પાંચ પ્રકારના યમધર્મો ઉપર, તથા તે પાંચ પ્રકારના યમધર્મોનું પાલન કરનારા મહાત્માઓ ઉપર હાર્દિક પ્રીતિ, તેઓની કથાઓ ઉપર પણ પ્રેમ, અને તેવા ગુણો મેળવવાની નિરાશસભાવે તીવ્ર ઇચ્છા તે ઇચ્છાયમ. (૨) પ્રવૃત્તિયમ - પાળે - અહિંસા આદિ પાંચે ય ધર્મોનું યથાર્થ પાલન, વિષય અને કષાયોની વાસનાને છોડીને આત્માના ઉપકાર અર્થે જે પાલન તે પ્રવૃત્તિમ. (૩) સ્થિરતાયમ - અતિચાર ટાળે - પ્રતિદિન અહિંસાદિ યમધર્મોનું આચરણ કરતાં કરતાં અભ્યસ્ત વિષય થઈ જવાથી અતિચારાદિ દોષોને ટાળીને નિર્દોષ રીતે કરાતી તે પ્રવૃત્તિને સ્થિરતાયમ કહેવાય છે. (૪) સિદ્ધિયમ - ફળ પરિણામેજી - નિર્દોષ પ્રવૃત્તિ નિરંતર કરતાં કરતાં તે પ્રવૃત્તિના ફળનું પોતાનામાં પરિણામ આવવું. પોતે તે પ્રવૃત્તિમાંથી યથાર્થ પરિપક્વ થઈને બહાર આવે તેને સિદ્ધિયમ કહેવાય છે. પ્રાપ્ત થયેલી આ સિદ્ધિ બીજામાં પણ સંપાદન કરી શકાય એવી નક્કર ગુણની જે પ્રાપ્તિ તે સિદ્ધિયમ કહેવાય છે. Page #240 -------------------------------------------------------------------------- ________________ આઠમી પરા દૃષ્ટિ ૨૨૩ આ ચાર પ્રકારના યોગીઓમાંથી ગોત્રયોગી નામમાત્રથી જ યોગી છે. અને નિષ્પન્ન યોગીમાં યોગદશા સિદ્ધ થઈ ચૂકી છે. તેથી તે બેને વર્જીને કુલયોગી અને પ્રવૃત્તચયોગી આવા ગ્રંથો ભણવાના અધિકારી છે. અને આવા ગ્રંથોથી તેઓનું હિત થાય છે. કુલયોગીઓ અહિંસાદિ યમધર્મની ઈચ્છાવાળા છે. અને પ્રવૃત્તચયોગીઓ અહિંસાદિ યમધર્મની ઇચ્છા પૂર્વક પ્રવૃત્તિવાળા છે. સ્થિરતા અને સિદ્ધિના તેઓ અભિલાષી છે. શ્રી યોગદષ્ટિસમુચ્ચયમાં આ જ વિષય ગાથા ૨૧૨થી ૨૨૧માં જણાવેલો છે. વિશેષ અર્થ ત્યાંથી જાણી લેવા વિનંતિ છે. એપી/ કુલયોગી ને પ્રવૃત્તચક્રને, શ્રવણશુદ્ધિ પક્ષપાતજી | યોગદષ્ટિ ગ્રન્થ હિત હોવે, તેણે કહી એ વાતજી શુદ્ધભાવ ને સૂની ક્રિયા, બહુમાં અંતર કેતોજી ઝળહળતો સૂરજ ને ખજુઓ, તાસ તેજમાં જેતો જાદા ગાથાર્થ - કુલયોગી અને પ્રવૃત્તચક્રયોગી આત્માઓને યોગવિષયક યથાર્થ તત્ત્વ સાંભળવાનો, અને તેના દ્વારા ઇચ્છા, પ્રવૃત્તિ આદિરૂપ શુદ્ધિ પ્રાપ્તિનો પક્ષપાત છે. તેથી યોગની દૃષ્ટિઓના ગ્રંથો ભણવાથી હિત થશે એમ સમજી આ આઠ દૃષ્ટિની સઝાયની રચના રૂપ વાર્તા કરી છે. ક્રિયા વિનાનો માત્ર શુદ્ધભાવ, અને શુદ્ધ ભાવ વિનાનીસૂની એવી ક્રિયા, આ બેમાં અંતર કેટલું ? એમ જો કોઈ પૂછે તો કહે છે કે આકાશમાં ઝળહળતો સૂરજ અને ખજુઓ(આગીઓ), આ બેના તેજમાં જેટલું અંતર છે તેટલું અંતર ઉપરના બન્નેમાં સમજવું. ||૬| વિવેચન - કુલયોગી આત્માઓ યોગધર્મના અભિલાષક છે અને પ્રવૃત્તચક્રયોગી આત્માઓ યોગધર્મના અભિલાષક અને પ્રવર્તનશીલ છે. એટલે આ બન્ને યોગીઓને યોગધર્મનું સ્વરૂપ Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ આઠ દૃષ્ટિની સઝાય જાણવાનો, સાંભળવાનો, અને શક્ય તેટલા આચરણનો પક્ષપાત છે. તેઓના હૈયામાં આ યોગધર્મની પ્રીતિ જામી ગઈ છે. તેથી યોગના ગ્રંથો સાંભળવાથી અને સંભળાવવાથી અવશ્ય તેઓનું હિત (કલ્યાણ) થવું સંભવિત છે. તથા પોતાના કલ્યાણની અપેક્ષા હોવાથી અવિધિ દોષ દૂર કરી વિધિ પ્રાપ્ત કરવા પૂર્વક શુદ્ધિ મેળવવાનો પણ પક્ષપાત છે. તેથી તેઓમાં શ્રવણ અને શુદ્ધિનો પક્ષપાત હોવાથી યોગની દૃષ્ટિઓના વર્ણનને સમજાવતા આવા આવા ગ્રંથોથી તેઓનું અવશ્ય હિત થશે જ. એમ સમજીને અમે આ યોગની આઠદષ્ટિની સઝાયની રચના કરી છે. પ્રશ્ન - તત્ત્વશ્રવણનો પક્ષપાત માત્ર જ હોય અને તેવા પ્રકારનું આચરણ ન હોય તો શું કલ્યાણ થાય ? ઉત્તર - હા. ક્રિયા રહિત કેવળ શુદ્ધભાવ, અને શુદ્ધભાવથી શૂન્ય એવી ક્રિયા માત્ર, આ બન્નેમાં કેટલું અંતર છે ? તેની ખબર છે ? તે સમજવા માટે એક ઉદાહરણ સમજાવે છે કે આકાશમાં ઝળહળતો સૂર્ય અને માત્ર રાત્રિમાં અને તે પણ અંધકારમાં નહીવત્ ચમક્તો એવો ખજુઓ, આ બન્નેમાં જેટલું અંતર છે. એટલું જ અંતર ઉપરોક્ત બન્નેમાં છે. સૂર્યના પ્રકાશની સામે આગીયાના પ્રકાશની કોઈ કિંમત નથી. તેવી રીતે ક્રિયા રહિત શુદ્ધભાવની સામે ભાવશૂન્ય ક્રિયાની કોઈ કિંમત નથી. ક્રિયાશૂન્ય ભાવ અને ભાવશૂન્ય ક્રિયા આ બન્નેમાં આટલું મોટું અંતર છે. તે મુમુક્ષુ સાધકે બરાબર લક્ષ્યમાં લેવું જોઈએ. * સૂર્યના તેજ જેવા તાત્વિક પક્ષપાતવાળા જીવો જ આવા ગ્રંથો ભણવાના અને - સાંભળવાના અધિકારી છે. પરંતુ ભાવશૂન્ય ક્રિયામાત્રના આગ્રહી, અતત્ત્વમાં તત્ત્વબુદ્ધિ કરી કદાગ્રહી અને અહંકારી બની કલેશ કરનારા જીવો આવા ગ્રંથો ભણવાના અનધિકારી છે. શ્રી યોગદષ્ટિસમુચ્ચયમાં પણ કહ્યું છે કે - Jain Education. International Page #242 -------------------------------------------------------------------------- ________________ ૨ ૨૫ આઠમી પરા દૃષ્ટિ तात्त्विकः पक्षपातश्च, भावशून्या च या क्रिया । अनयोरन्तरं ज्ञेयं, भानुखद्योतयोरिव ॥ २२३॥ खद्योतकस्य यत्तेजस्तदल्पं च विनाशि च । विपरीतमिदं भानोरिति, भाव्यमिदं बुधैः ॥ २२४॥ અર્થ - તાત્વિક એવો પક્ષપાત અને ભાવશૂન્ય એવી જે ક્રિયા આ બન્નેની વચ્ચે સૂર્ય અને આગીયાની જેમ અંતર જાણવું. ર૨૩/ આગીયાનું જે તેજ છે. તે અલ્પ છે અને વિનાશી છે. પરંતુ સૂર્યનું તેજ તેનાથી વિપરીત છે. આ હકીકત પંડિત પુરુષોએ વિચારવી. |ર ૨૪ો આ પ્રમાણે કુલયોગી અને પ્રવૃત્તચોગી આત્માઓ જ તાત્ત્વિક પક્ષપાતવાળા હોવાથી આવા ગ્રંથો ભણવાના અધિકારી છે. તેથી તેવા આત્માઓને જ આવા ગ્રંથોનું શ્રવણ કરાવજો. પરંતુ કદાગ્રહી, અજ્ઞાની અને અહંકારી આત્માઓને અમૃતના પાનતુલ્ય આવા યોગના મહાગ્રંથો આપવા યોગ્ય નથી. કારણકે તેથી તેઓનું અહિત થવાનો સંભવ છે. ૬ ગુહ્યભાવ એ તેહને કહીએ, જેહશું અંતર ભાંજે છા જેહશું ચિત્ત પટંતર હોવે, તેહશું ગુહ્ય ન છાજે છા યોગ્ય અયોગ્ય વિભાગ અલહતો કરશે મોટી વાતો છી ખમશે તે પંડિત પરિષદમાં, મુષ્ટિપ્રહારને લાતો જાકા ગાથાર્થ - આ યોગ શાસ્ત્રોના ભાવો અતિશય ગૂઢ છે. ગુહ્ય ભાવો છે. તેથી તેઓને જ કહેજો કે જેઓના હૃદયનું ઉપદેશકથી જે અંતર હતું. તે ભાંગી ગયું હોય, જેઓના ચિત્ત ઉપર મોહનાં પડળો (આવરણો) હોય છે. તેઓની સામે ગુહ્યભાવ કહેવા તે શોભતા નથી, જે ઉપદેશક યોગ્ય-અયોગ્ય જીવોનો વિભાગ કરવાનો વિવેક રાખતો નથી અને યોગના આ. ૧૫ Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ આઠ દૃષ્ટિની સજ્ઝાય ગ્રંથોની મોટી વાતો કરે છે તેઓને પંડિતોની પર્ષદામાં મુષ્ટિપ્રહાર અને લાતો જ ખમવાનો સમય આવે છે. વિવેચન - યોગના ગ્રંથોમાં સમજાવેલા ભાવો ગુહ્યભાવો છે. ગુહ્ય એટલે છુપાવી રાખવા યોગ્ય, અર્થાત્ જેને તેને ન અપાય તેવી વસ્તુ, જેમ હીરા, માણેક અને સાચા મોતીના દાગીના જેને તેને અપાતા નથી, જેને તેને બતાવાતા નથી, અને પોતાના જ ઘરનાં પાત્રોમાં પણ જેને તેને પહેરાવાતા નથી. કારણ કે તે દાગીના બહુ કિંમતી છે. જેઓ તેનું મૂલ્ય ન સમજે તેવા બાળક, અજ્ઞાની અને ચોરીની બુદ્ધિવાલાને અપાતા નથી. જો આપવામાં આવે તો લાખનો માલ હજારમાં વેચી આવે, અથવા દાગીનાની સાથે બાળક પણ ગુમાવવું પડે, ઇત્યાદિ ઘણા અનર્થો થાય. આ વાત સમગ્ર જગત જાણે છે. તે જ પ્રમાણે યોગના આ ગ્રંથમાં તથા અન્ય ગ્રંથોમાં લખેલા ભાવો પણ હીરા-માણેક અને સાચા મોતીના દાગીનાની તુલ્ય છે. એટલે કે અતિશય ગુહ્ય ભાવો છે. આ ભાવો તેઓને જ આપવા યોગ્ય છે કે જેઓનું “ગુરુ શિષ્ય વચ્ચેનું અંતર” ભાંગી ગયું હોય. યોગશાસ્ત્રોના ગૂઢાર્થને સમજાવનારા ગુરુભગવન્તો અને સાંભળનારા શ્રોતા વર્ગો, આ બન્નેની વચ્ચે અંતર ભાંગી ગયું હોય એટલે કે આ બન્નેની વચ્ચે અંતર ન હોય તો જ ઉપદેશકોએ આ ભાવો સમજાવવા. ઉપદેશક ગુરુભગવંત પણ યોગશાસ્ત્રના અભ્યાસી પ્રેમી, વૈરાગી, અને તેવા તેવા ભાવોમાં સતત લીન હોવા જોઈએ અને તેઓની પાસે આવી ઉચ્ચકોટિની વાતો સાંભળવા આવનારો શ્રોતાવર્ગ પણ તે ઉપદેશક પ્રત્યે, યોગધર્મની કથા પ્રત્યે, તે કથા સમજાવનારા શાસ્ત્રો પ્રત્યે અત્યન્ત પ્રેમવાળો, બહુમાનવાળો, પૂજ્યભાવવાળો અને સદ્ભાવયુક્ત હોવો જોઈએ. તો જ કહેનાર - સાંભળનારનો તાલ મળે. Page #244 -------------------------------------------------------------------------- ________________ આઠમી પરા દૃષ્ટિ ૨૨૭ જો શ્રોતાવર્ગ ભવાભિનંદી જ હોય, મોહને પરતંત્ર જ હોય, યોગકથા ઉપરના પ્રેમ-બહુમાનાદિથી રહિત હોય તેવા આત્માઓ કે જેઓના ચિત્ત ઉપર મોહરાજાનાં ઘણાં ઘણાં પડલો પડેલાં છે. તેના જ કારણે ઉપદેશક ગુરુ વૈરાગી અને શ્રોતા રાગી, ઉપદેશક યોગથાપ્રિય અને શ્રોતા યોગકથા પ્રત્યે અપ્રિય, ઉપદેશક યોગી અને શ્રોતા ભોગી, ઉપદેશક મુમુક્ષુ અને શ્રોતા ભવસુખરાગી, ઈત્યાદિ રીતે ઉપદેશક અને શ્રોતાવર્ગ વચ્ચે જો અંતર હોય તો ઉપદેશક એવા ગુરુ ભગવન્તોએ કહેલી યોગધર્મની વાતો શ્રોતાના હૈયા સુધી પહોંચતી નથી. ઉપદેશક ઉપદેશ આપવાનું કામ કરે અને શ્રોતા તે વિષય ઉપર પ્રેમ ન હોવાથી અન્ય કોઈ વિષયમાં જ લીન હોય. ત્યાં વાત કરવાની મઝા ન આવે. લોકમાં પણ આ વાત પ્રસિદ્ધ છે કે “જ્યાં મનમેળ હોય ત્યાં જ કોઈ પણ વાત કરવાની મઝા આવે.” જ્યાં મનમેળ ન હોય ત્યાં વાતે વાતે વાંધા ઊભા થાય. તેવા શ્રોતાઓ કુતર્કો લગાવે, પોતાના મનમાન્યા અર્થો કલ્પીને ગુરુજીની વાતને ઉડાવવાના પ્રયત્નો કરે. ગુરુજીને પણ તત્ત્વ સમજાવવું એ માથાના દુખાવા રૂપ થઈ જાય. આવું મિથ્યાત્વમોહાદિ કર્મોનું પાલ જ્યારે શ્રોતાના ચિત્ત ઉપર હોય અને તેના કારણે ગુરુ અને શિષ્યની વચ્ચે અંતર ભાંગ્યું ન હોય, પરંતુ સાચે જ અંતર હોય તો આવા રત્નચિંતામણિ તુલ્ય ગ્રંથો તેવા આત્માઓને ન ભણાવવા. ૧. દૂધ પુષ્ટિકારક છે. શક્તિવર્ધક છે. તેનું સેવન કરવાથી શરીર બલિષ્ઠ બને. પરંતુ જેની હોજરી કામ ન કરતી હોય, સંઘયણી આદિનો રોગ થયો હોય, તો પેય અને પુષ્ટિકારક એવું પણ દૂધ અપાતું નથી. તથા આવા આત્માને જે દૂધ નથી અપાતું તે પણ તેના હિતની બુદ્ધિથી જ, નહીં કે દ્વેષબુદ્ધિથી. ૨. પરમાન ઘણું શ્રેષ્ઠ અન્ન છે. પુષ્ટિકારક છે. પરંતુ તે આહારને પચાવવા અસમર્થ પુરુષને પરમાન અપાતું નથી. | બને. પરંતુ જો પય અને ૫ અપાતું Jah Education International Page #245 -------------------------------------------------------------------------- ________________ આઠ દૃષ્ટિની સજ્ઝાય કોઈપણ વસ્તુ સારી છે. લાભદાયી છે. એટલે ચાલો, દરેકને આપીએ, ગમે તેને આપીએ, એમ વિચાર કરીને યોગ્ય-અયોગ્યનો વિભાગ કર્યા વિના ગમે તેને ગમે તે વસ્તુ જે આપે છે, તે અવશ્ય દુ:ખ જ પામે છે. કારણ કે અયોગ્યના હાથમાં કિંમતી વસ્તુ આવવાથી પાણીના મૂલ્યમાં તે વેચાઈ જાય છે. અથવા તે વસ્તુથી તે અહંકારી બને છે. અથવા કિંમતી તે વસ્તુની સાથે તે વ્યકિતનું જ અપહરણ થઈ જાય છે. ઇત્યાદિ રીતે ઘણું નુકશાન થાય છે. ૨૨૮ તે જ પ્રમાણે યોગ્ય-અયોગ્ય શ્રોતાનો વિચાર કર્યા વિના યોગશાસ્ત્રો સંબંધી ગુહ્યભાવોની મોટી મોટી વાતો જે ઉપદેશક જ્યાં ત્યાં જો કરશે તો તે ઉપદેશક પંડિતોની પર્ષદામાં મુષ્ટિપ્રહાર અને પગની લાતોનો માર ખાશે. તેને પ્રહાર અને લાતો ખમવી પડશે. ગ્રંથકારશ્રીએ વ્યંગમાં ઘણું ઘણું કહી દીધું છે કે આત્માની પરિણતિને સુધારનારા જ આ મહાગ્રંથો છે એટલે કંઈક અંશે નિશ્ચયનયની પ્રધાનતા સમજાવનારા છે. તેથી જે જીવો કેવળ એકલા વ્યવહારનયના જ પક્ષપાતી હોય છે અને બાહ્ય અનુષ્ઠાનમાત્રને જ ધર્મ સમજતા હોય છે. પછી ભલે તે ક્રિયા અનુષ્ઠાનની પાછળ દંભ, માન, અને અર્થાદિની લાલસા પોષાતી હોય, પરંતુ લોકોમાં તો તે ધર્મી કહેવાય. માન મળે, પૂજા-પ્રતિષ્ઠા પામે, તેવા જીવો વચ્ચે મનની પરિણતિને સુધારનારી નિશ્ચયનયની દૃષ્ટિ સમજાવતાં જ તે જીવો કોપાયમાન થાય, જેમ જેમ વાત આગળ વધે તેમ તેમ બોલાચાલી, ઝઘડા અને મારામારી પણ થાય, એવી જ રીતે એકલા નિશ્ચયનયની જ દૃષ્ટિવાળા જે જીવો હોય છે અધ્યાત્મનાં માત્ર ગાણાં ગાનાર હોય છે. આચરણમાં રાત્રિભોજનના ત્યાગ જેવું પણ જ્યાં નથી હોતું, ત્યાં વ્યવહારનયની વાત સમજાવતાં તેઓ પણ આ રીતે જ કોપાયમાન થાય છે. આ રીતે એક નયમાં આગ્રહયુક્ત દૃષ્ટિવાળા જીવો વચ્ચે ઊંચી વાતો કરવાથી અતિશય અલગ પડી જવાના અને ઘણી અપ્રીતિ વહોરવાના પણ પ્રસંગો આવે છે. સત્ય વાત ન સમજી શકવાના Page #246 -------------------------------------------------------------------------- ________________ આઠમી પરા દૃષ્ટિ ૨૨૯ કારણે અપયશ અને નિંદા પણ વહોરવી પડે. ઘણી વખત “ખોટી વસ્તુ એટલી બધી વ્યાપ્ત બની જાય છે કે સાચી વસ્તુ હવે ખોટી લાગતી હોય છે.” તેથી જ અયોગ્યને આવા પ્રકારની ઉંચી વાતો વાળા ગ્રંથો આપવાથી આપનારને જ ગચ્છ બહાર મુકવા રૂપ મુષ્ટિપ્રહાર, અને અપયશ તથા આલોચના આપવા રૂપી લાતોના પ્રહાર સહન કરવાના દિવસો આવે છે માટે યોગ્ય-અયોગ્યનો ભેદ કરીને યોગ્યને જ આવા ગ્રંથો આપવા, અને અયોગ્યને ન આપવા. જેથી આપનારને મુષ્ટિપ્રહાર અને લાત ન ખાવી પડે. તથા અયોગ્ય એવા તે આત્માનું પણ વધારે અહિત ન થાય. Iછી સભા ત્રણ શ્રોતા ગુણ અવગુણ નંદીસૂત્રે દીસે છા તે જાણી એ ગ્રંથ યોગ્યને, દેજો સુગુણ જગશેજી લોક પૂરજો નિજ નિજ ઇચ્છા, યોગભાવ ગુણ રયજી શ્રી નયવિજય વિબુધપયસેવક, વાચક યશને વયણેજીટા ગાથાર્થ-શ્રોતાઓની સભા ત્રણ પ્રકારની હોય છે, તેના ગુણઅવગુણનું વર્ણન શ્રી નંદીસૂત્રમાં કર્યું છે. તે બરાબર જોઈને યોગ્ય આત્માઓને જ ઉત્તમ એવા ગુણગરિષ્ઠ પુરુષોએ આવા ગ્રંથો આપવા. પંડિત શ્રીનવિજયજી મહારાજ સાહેબના ચરણકમલના ઉપાસક શ્રી યશોવિજયજી મહારાજાનાં વચનો રૂપે લખાયેલા આ જે જે યોગ સંબંધી પદાર્થો છે તે રૂપી ગુણરત્નોને પ્રાપ્ત કરીને ઉત્તમ આત્માઓ પોતપોતાની (આત્મકલ્યાણ સાધવાની) ઇચ્છાને પૂર્ણ કરનારા થાઓ..ટો. વિવેચન “યોગ્ય આત્માને જ આવા ગ્રંથો ભણાવવા પરંતુ અયોગ્યને ન ભણાવવા.” આ વિષય ઉપર ગ્રંથકારશ્રી યશોવિજયજી મ. સા. નંદીસૂત્રની સાક્ષી આપે છે. નંદીસૂત્રમાં તત્ત્વ સાંભળનારા શ્રોતાઓની સભા ત્રણ પ્રકારની કહી છે. (૧) જ્ઞાયક, (૨) અજ્ઞાયક, અને (૩) દુર્વિદગ્ધ. Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૩) આઠ દૃષ્ટિની સઝાય જ્ઞાયક - દૂધ અને પાણી મિશ્ર થયાં હોય તો જેમ તેને રાજહંસ જુદાં પાડે છે, તેમ જે શ્રોતાઓ ગુણ-અવગુણનો વિવેક કરી શકે, વક્તાએ કહેલી વાતમાંથી ગુણકારી તત્ત્વને ગ્રહણ કરે, અને જે તત્ત્વ પોતાને લાભકારી નથી એમ સમજાયું છે. તેને અલાભદાયી સમજીને ત્યજી શકે. એમ ગુણ-અવગુણનો ભેદ કરી શકે તે જ્ઞાયક શ્રોતા કહેવાય છે. અજ્ઞાયક - હરણીયાંઓના બચ્ચાની જેમ જે શ્રોતાઓ અતિશય મુગ્ધ છે. ભોળા છે. ભદ્રિક છે. સાચા-ખોટાનો વિવેક કરવામાં અસમર્થ છે. તેવા અજ્ઞાનીઓની જે સભા તે અજ્ઞાયક શ્રોતા કહેવાય છે. દુર્વિદગ્ધ - વસ્તુસ્થિતિ ન સમજાઈ હોય, તે પણ સમજાઈ ગઈ છે. એમ માને, અને અડધું જ ભણ્યા હોય તો પણ બધું જ આવડે છે એમ માનીને ડંફાસ ઘણી કરે, અહંકાર ઘણો કરે, ઉપદેશકની વાત સામે ખોટા તર્કો - કુતર્કો કરે, ઉપદેશકની આ વાત બરાબર નથી. હું તમને બરાબર આ અર્થો સમજાવીશ. એવું જે કહે તે દુર્વિદગ્ધ શ્રોતા કહેવાય છે. નંદીસૂત્રમાં આ પ્રમાણે ત્રણ પ્રકારની સભા કહી છે. તેથી જો યોગ્ય અને અયોગ્ય એમ બન્નેને બધા ગ્રંથો ભણાવાતા હોત તો આ ત્રણ ભેદોનું કથન વ્યર્થ જ થાય. તેથી નંદીસૂત્રના પાઠની સાક્ષી સમજીને ગુણ-અવગુણોનો ભેદ કરે એવા જ્ઞાયક સભાઓના શ્રોતાઓને જ આવા ગ્રંથો આપજો. અને અજ્ઞાયક તથા દુર્વિદગ્ધ નામની બીજી અને ત્રીજી સભાના શ્રોતાઓને આવા ગ્રંથો ન ભણાવજો. અયોગ્યને જો ગુરુ ભણાવે તો તે ગ્રંથ ભણાવનારને આવા ગ્રંથોની અવજ્ઞા કર્યાનું મહાપાપ લાગે. શ્રી યોગદષ્ટિસમુચ્ચયમાં કહ્યું છે કે अवज्ञह कृताल्पापि, यदनाय जायते । अतस्तत्परिहारार्थं, न पुनर्भावदोषतः ॥ २२७॥ Page #248 -------------------------------------------------------------------------- ________________ આઠમી પરા દૃષ્ટિ ૨૩૧ અર્થ - આવા મહાગ્રંથો ઉપર કરેલી અલ્પ પણ અવજ્ઞા મહા-અનર્થ માટે થાય છે. આ કારણથી તે અવજ્ઞાના પરિવાર માટે જ અમે અયોગ્યને સૂત્રદાનનો નિષેધ કહીએ છીએ. પરંતુ હૃદયમાં કોઈ પણ પ્રકારના શ્રેષભાવના દોષથી નિષેધ કરતા નથી. આ આઠદષ્ટિની સજઝાય પૂજ્યપાદ મહામહોપાધ્યાય ન્યાયાચાર્ય ન્યાયવિશારદ શ્રી યશોવિજયજી મહારાજશ્રીએ બનાવી છે. તેઓ પૂજ્યપાદ પંડિતવર્ય શ્રી વિજયજી મહારાજશ્રીના ચરણકમળના ઉપાસક (શિષ્યો હતા. તેઓ અન્તમાં જણાવે છે કે આ સજઝાયમાં લખેલા યોગના ભાવોને અતિશય સુંદર રીતે જાણીને તેના દ્વારા ગુણો રૂપી રત્નો મેળવીને આ સંસારના જીવો પોતપોતાના મનોવાંછિતોને પામજો. અનેક ગ્રંથોના રચયિતા યાકિનીમહારાસૂનુ એવા હુલામણા નામથી પ્રસિદ્ધિ પામેલા શ્રીહરિભદ્રસૂરીશ્વરજી મહારાજશ્રીએ યોગના વિષયને સમજાવતા ચાર ગ્રંથો બનાવ્યા છે. તેમાંના “શ્રી યોગદૃષ્ટિસમુચ્ચય” નામના ૨૨૮ ગાથાવાળા ત્રીજા ગ્રંથમાં આ આઠે દષ્ટિઓનું વર્ણન અતિશય વિસ્તારથી આપેલું છે. તેનું અવલંબન લઈને સંસ્કૃત - પ્રાકૃત ભાષાના અનભિજ્ઞ જીવોના ઉપકાર માટે મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજશ્રીએ યોગદષ્ટિની આઠ સજઝાયો સરળ રીતે ગુજરાતી ભાષામાં કાવ્યરૂપે બનાવી છે. ગુજરાતી ભાષામાં યોગના મહાન વિષયોને આવરી લેતી આ સક્ઝાય બનાવીને તેઓશ્રીએ આપણા ઉપર અનહદ ઉપકાર કર્યો છે. તેઓશ્રીને લાખો લાખો વંદન. આ પ્રમાણે આઠદૃષ્ટિની સજઝાય ઉપર લખાયેલું આ ગુજરાતી વિવેચન જ...મા....૪ Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ આઠ દૃષ્ટિની સઝાય પ્રથમ મિત્રા દૃષ્ટિની સઝાય ઢાળ પહેલી શિવ સુખ કારણ ઉપદિશી, યોગ તણી અડદિઠ્ઠી રે ! તે ગુણ થણી જિન વીરનો, કરશું ધર્મની પટ્ટી રે ૧/l. વીર જિનેસર દેશના. સઘન અઘન દિન રયણીમાં, બાળ વિકલ ને અનેરા રે | અર્થ જુએ જિમ જુજુઆ, તિમ ઓઘ નજરના ફેરા રે. વર૦ રા દર્શન જે હુઆ જુજુઆ, તે ઓઘ નજરને ફેરે રે | ભેદ સ્થિરાદિક દૃષ્ટિમાં, સમકિત દૃષ્ટિને હેરે રે. વીર૦ lal દર્શન સકળના નય ગ્રહે, આપ રહે નિજ ભાવે રે | હિતકારી જનને સંજીવની, ચારો તેહ ચરાવે રે. વિર૦ ૪. દૃષ્ટિ થિરાદિક ચારમાં, મુગતિપ્રયાણ ન ભાંજે રે | રયણીશયન જિમ શ્રમ હરે, સુરનર સુખ તિમ છાજેરે. વીરવાપા એહ પ્રસંગથી મેં કહ્યું, પ્રથમ દૃષ્ટિ હવે કહીએ રે | જિહાં મિત્રા તિહાં બોધ જે, તૃણ અગ્નિશ્યો લહીએરે.વીરા વ્રત પણ યમ ઇહાં સંપજે, ખેદ નહીં શુભ કાજે રે | દ્વેષ નહીં વળી અવરશું, એહ ગુણ અંગ વિરાજે રે. વર૦ ૭ll યોગનાં બીજ ઇહાં લહે, જિનવર શુદ્ધ પ્રણામો રે.. ભાવાચારજ સેવના, ભવ ઉદ્વેગ સુઠામો રે. વર૦ ટો દ્રવ્ય અભિગ્રહ પાળવા, ઔષધ પ્રમુખને દાને રે ! આદર આગમ આસરી, લિખનાદિક બહુમાને રે. વીર૦ હા લેખન પૂજન આપવું, કૃતવચન ઉચ્ચાહો રે | ભાવવિસ્તાર સજઝાયથી, ચિંતન ભાવન ચાહો રે. વર૦ ૧૦. Page #250 -------------------------------------------------------------------------- ________________ બીજી તારા દૃષ્ટિની સજઝાય ૨૩૩ બીજ કથા ભલી સાંભળી, રોમાંચિત હુએ દેહ રે ! એહ અવંચક યોગથી, લહીએ ધરમ સનેહ રે. વર૦ ૧૧. સદગુરુયોગ વંદન ક્રિયા, તેહથી ફલ હોએ જેહો રે | યોગ-ક્રિયા-ફલ ભેદથી, ત્રિવિધ અવંચક એહો રે | વીરdi૧૨/ ચાહે ચકોર તે ચંદ્રને, મધુકર માલતી ભોગી રે | તિમ ભવિ સહજ ગુણે હોયે, ઉત્તમનિમિત્ત સંયોગીરે. વિરo૧૭ll એહ અવંચક યોગ તે, પ્રગટે ચરમાવર્તી રે ! સાધુને સિદ્ધ દશા સમું, બીજનું ચિત્ત પ્રવર્તે રે. વિર૦ ૧૪. કરણ અપૂર્વના નિકટથી, જે પહેલું ગુણઠાણું રે ! મુખ્યપણે તે ઈહાં હોએ, સુજસ વિલાસનું ટાણું રે. વીર૦ ૧પા બીજી તારા દૃષ્ટિની સઝાય - ઢાળ - બીજી - દર્શન તારા દૃષ્ટિમાં મનમોહન મેરે, ગોમય અગ્નિ સમાન / મન, શૌચ સંતોષને તપ ભલું, મન9, સઝાય ઈશ્વરધ્યાન | મન ના નિયમ પંચ ઇહાં સંપજે, મન, નહી કિરિયા ઉદ્વેગ. મનવા જિજ્ઞાસા ગુણતત્ત્વની, મનજી પણ નહી નિજ હઠ ટેગ. મન રા એહ દૃષ્ટિ હોય વરતતાં, મન, યોગકથા બહુ પ્રેમ | મનો અનુચિત તેહન આચરે, મન વાળ્યો વળે જિમ હેમ / મન૦ ૩ વિનય અધિક ગુણીનો કરે, મન દેખે નિજ ગુણ હાણ, મનવી ત્રાસ ધરે ભવ ભય થકી, મન ભવ માને દુઃખખાણ માનવ જા. શાસ્ત્ર ઘણાં મતિ થોડલી, મન શિષ્ટ કહે તે પ્રમાણ I મનેol સુયશ લહે એ ભાવથી, મન, ન કરે જુઠ ડફાણ, મન૦ પી Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ ત્રીજી બલા દૃષ્ટિની સજ્ઝાય ત્રીજી દૃષ્ટિ બલા કહી જી, કાષ્ઠ અગ્નિસમ બોધ ક્ષેપ નહી આસન સધે જી, શ્રવણ સમીહા શોધ રે જિનજી, ધન ધન તુજ ઉપદેશ. ||૧|| તરુણ સુખી સ્ત્રી પરિવર્યો જી, જેમ ચાહે સુરગીત । સાંભળવા તેમ તત્ત્વનેજી, એ દૃષ્ટિ સુવિનીતરે । જિનજી૦ ॥૨॥ સરી એ બોધ પ્રવાહની જી, એ વિણ શ્રુત થલકૂપ | શ્રવણસમીહા તે કિસીજી, શયિત સુણે જિમ ભૂપરે । જિનજી૦ IIS II મન રીઝે તન ઉલ્લસેજી, રીઝે બુઝે એકતાન । તે ઇચ્છા વિણ ગુણકથાજી, બહેરા આગળ ગાન રે । જિનજી૦ I૪॥ વિઘન ઇંહાં પ્રાયે નહીં જી, ધર્મ હેતુમાં કોય । અનાચાર પરિહારથીજી, સુયશ મહોદય હોયરે જિનજી૦ IN સજ્ઝાય ચોથી દીપ્રા દૃષ્ટિની યોગદૃષ્ટિ ચોથી કહી જી, દીપ્રા તિહાં ન ઉત્થાન | પ્રાણાયામ તે ભાવથીજી, દીપ પ્રભાસમ જ્ઞાન 1 મનમોહન જિનજી, મીઠી તાહરી વાણ ॥૧॥ બાહ્યભાવ રેચક ઈહાં જી, પૂરક અંતર ભાવ I કુંભક થિરતા ગુણે કરીજી, પ્રાણાયામ સ્વભાવ.મનમોહન૦ ॥૨॥ ધર્મ અર્થે ઈહાં પ્રાણનેજી, છાંડે પણ નહીં ધર્મ । પ્રાણ અર્થે સંકટ પડેજી, જુઓ એ દૃષ્ટિનો મર્મ. મનમોહનO IIII તત્ત્વશ્રવણ મધુરોદકેજી, ઇહાં હોયે બીજ પ્રરોહ । ખાર ઉદક સમ ભવ ત્યજેજી, ગુરુ ભગતિ અદ્રોહ. મનમોહન૦ [૪] આઠ દૃષ્ટિની સજ્ઝાય Page #252 -------------------------------------------------------------------------- ________________ ચોથી દીપ્રા દૃષ્ટિની સઝાય ૨૩૫ સુમબોધ તો પણ ઇહાં જી, સમકિત વિણ નવિ હોય | વેદ્યસંવેદ્યપદે કહ્યો છે. તે ન અવેદ્ય જોય. મનમોહનપા વેદ્ય બંધ શિવ હેત છે જી, સંવેદન તસ નાણ | નય નિક્ષેપે અતિભલું જી, વેદ્ય સંવેદ્ય પ્રમાણ. મનમોહનIII તે પદ ગ્રન્વિવિભેદથી જી, છેહલી પાપપ્રવૃત્તિ / તસલાહ પદ ધૃતિ સમીજી, તિહાં હોય અન્ને નિવૃત્તિ મનમોહનcil એહ થકી વિપરીત છે જ, પદ તે અવેદ્યસંવેદ્ય | ભવાભિનંદી જીવને જી, તે હોય વજ અભેદ્ય. મનમોહન) મેટા લોભી કૃપણ દયામણોજી, માયી મચ્છર ઠાણ ભવાભિનંદી ભયભજી, અફલ આરંભ અયાણ. મનમોહનolle એવા અવગુણવંતનું જી, પદ છે અવેદ્ય કઠોર | સાધુસંગ આગમતણો છે, તે જીતે ધરી જોર. મનમોહન) I/૧૦ તે જીત્યે સહે જે ટળજી, વિષમ કુતર્ક પ્રચાર | દૂર નિકટ હાથી હણે જી, જિમ એ બઠરવિચાર મનમોહન on ૧૧ . હું પામ્યો સંશય નહી જી, મૂરખ કરે એ વિચાર / આળસુઆ ગુરુ-શિષ્યનોજી, તે તો વચન પ્રકાર.મનમોહન ll૧૨ા ધી જે તે પ્રતિ આવવું જી, આપમતે અનુમાન ! આગમને અનુમાનથીજી, સાચું લહે સુજ્ઞાન. મનમોહન૧૩ નહીં સર્વજ્ઞ જૂજુઆજી, તેહના જે વળી દાસ / ભગતિ દેવની પણ કહીજી, ચિત્ર અચિત્ર પ્રકાશ મનમોહન૦ ૧૪ દેવ સંસારી અનેક છે જ, તેહની ભક્તિ વિચિત્ર | એક રાગ પર દ્વેષથીજી, એક મુગતિની અચિત્ર. મનમોહન, ૧પ Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ આઠ દૃષ્ટિની સઝાય ઇન્દ્રિયાર્થગત બુદ્ધિ છે જી, જ્ઞાન છે આગમ હેત | અસંમોહ શુભકૃતિ ગુણેજી, તેણે ફળભેદ સંકેત. મનમોહનI/૧૬ આદર ક્રિયા - રતિ ઘણીજી, વિઘન ટળે મીલે લચ્છી | જિજ્ઞાસા બુધસેવનાજી શુભકૃતિ ચિહ્ન પ્રત્યચ્છ. મનમોહન૦ /૧૭ બુદ્ધિક્રિયા વિફળ દીએ જી, જ્ઞાનક્રિયા શિવ અંગ | અસંમોહક્રિયા દીએજી, શીધ્ર મુગતિફળ ચંગ. મનમોહન, ૧૮ પુદ્ગલરચના કારમીજી, તિહાં જસ ચિત્ત ન લીન | એક માર્ગ તે શિવ તણોજી, ભેદ લહે જગ દીન. મનમોહન, ૧૯ શિષ્ય ભણી જિન દેશનાજી, કહે જનપરિણતિ ભિન્ન | કહે મુનિની નય દેશનાજી,પરમારથથી અભિન્ન.મનમોહન શબ્દભેદ ઝઘડો કિસ્યો, પરમારથ જો એક | કહો ગંગા કહો સુરનદીજી, વસ્તુ ફરે નહી છેક. મનમોહન ાિરના ધર્મક્ષમાદિક પણ મિટે છે, પ્રગટે ધર્મસશ્યાસ | તો ઝઘડા ઝોંટાતણોજી, મુનિને કવણ અભ્યાસ. મનમોહન, રિરી અભિનિવેશ સઘળો ત્યજીજી, ચાર લહી જેણે દૃષ્ટિ | તે લેશે હવે પાંચમીજી, સુયશ અમૃતઘનવૃષ્ટિ. મનમોહનર૩ પાંચમી સ્થિર દૃષ્ટિની સજઝાય દૃષ્ટિ થિરા માંહે દર્શન, નિત્ય રતનપ્રભા સમ જાણો રે | ભ્રાન્તિ નહીં વળી બોધ તે, સૂક્ષ્મ પ્રત્યાહાર વખાણો રે I/૧ એ ગુણ વિરતણો ન વિસારું, સંભારું દિન રાત રે | પશુ ટાળી સુર રૂપ કરે જે, સમકિતને અવદાત રે મેરા Page #254 -------------------------------------------------------------------------- ________________ છઠ્ઠી કાન્તા દૃષ્ટિની સજઝાય ર૩૭ બાલધૂલિઘર લીલા સરખી, ભવચેષ્ટા ઇહાં ભાસે રે | રિદ્ધિ સિદ્ધિ સવિ ઘટમાં પેસે, અષ્ટમહાસિદ્ધિ પાસે રે.એ ગુણo ૩ વિષયવિકારે ન ઇન્દ્રિય જોડે, તે છતાં પ્રત્યાહારો રે | કેવળ જ્યોતિ તે તત્ત્વ પ્રકાશ, શેષ ઉપાય અસારો રે. એ ગુણ શીતળ ચંદનથી પણ ઉપન્યો, અગ્નિ દવે જિમ વનને રે ! ધર્મજનિત પણ ભોગઈહાંતિમ,લાગે અનિષ્ટતેમનરે એગુણollપી. અંશે હોય ઈહાં અવિનાશી, પુદ્ગલ જાળ તમારી રે ! ચિદાનંદઘન સુયશવિલાસી, કેમ હોય જગનો આશીરે. એ ગુણolોદ્દા છઠ્ઠી કાન્તા દૃષ્ટિની સઝાય અચપલ રોગરહિત નિષ્ફર નહીં, અલ્પ હોય દોય નીતિ ગંધ તે સારો રે કાન્તિ પ્રસન્નતા, સુરવર પ્રમુખ પ્રવૃત્તિ | ધન ધન શાસન શ્રી જિનવરતણું. |૧|| ધીર પ્રભાવી રે આગળ, યોગથી મિત્રાદિકયુત ચિત્ત | લાભ ઈષ્ટનો રે દ્વન્દ્ર-અસ્પૃષ્યતા જનપ્રિયતા હોય નિત્ય | ! ધન | ૨ || નાશ દોષનો રે વૃદ્ધિ પરમ લહે, સમતા ઉચિત સંયોગ | નાશ વયરનો રે બુદ્ધિ ત્રઢતંભરા, એ નિષ્પશાહ યોગ | || ધન ધન૦ ૩ / ચિહ્ન યોગનાં રે જે પરગ્રંથમાં, યોગાચારય દિટ્ટ | પંચમ દૃષ્ટિ થકી સવિ જોડીએ, એહવા નેહ (તેહ) ગરિ . ધન ધન) ૪ Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ આઠ દૃષ્ટિની સઝાય છઠ્ઠી દિટ્ટી રે હવે કાન્તા કહું, તિહાં તારાભ પ્રકાશ | તત્ત્વમીમાંસા રે દઢ હોય, ધારણા નહી અન્યશ્રુતનો સંવાસ / ધન - ધન/ ૫ | મન મહિલાનું રે વ્હાલા ઉપરે, બીજાં કામ કરંત | તેમ શ્રતધર્મે રે એહમાં મન ધરે, જ્ઞાનાક્ષેપકવંત છે ! ધન ધન) |૬ એહવે જ્ઞાને રે વિઘન નિવારણે, ભોગ નહીં ભવહેત ! નવિ ગુણ દોષ ન વિષયસ્વરૂપથી, મન ગુણ-અવગુણ ખેત છે ધન ધન) | ૭ ||. માયાપાણી રે જાણી તેહને, બંધી જાય અડોલ ! સાચું જાણી રે તે બીતો રહે, ન ચળે ડામાડોળ | ભોગતત્ત્વને રે એ ભય નવિ ટળે, જૂઠા જાણે રે ભોગ | તે એ દૃષ્ટિ રે ભવસાગર તરે લહે વળી સુયશ સંયોગ // _ધન ધન/ ૯ / સાતમી પ્રભા દૃષ્ટિની સઝાય અર્કપ્રભા સમ બોધ પ્રભામાં, ધ્યાનપ્રિયા એ દિટ્ટી | તત્ત્વતણી પ્રતિપત્તિ ઈહાં, વળી રોગ નહીં સુખપુટ્ટી રે ભવિકા, વીર વચન ચિત્ત ધરીએ ૧il. સઘળું પરવશ તે દુઃખલક્ષણ, નિજવશ તે સુખ લહીએ ! એ દૃષ્ટ આતમગુણ પ્રગટે, કહો સુખ તે કુણ લહીએ રે ! ભવિoારા Page #256 -------------------------------------------------------------------------- ________________ આઠમી પરા દૃષ્ટિની સઝાય ૨૩૯ નાગરસુખ પામર નવિ જાણે, વલ્લભસુખ ન કુમારી . અનુભવ વિણ તેમ ધ્યાનતણું સુખ, કોણ જાણે નરનારી રે ! ભવિકાdla એહ દૃષ્ટિમાં નિર્મળ બોધે, ધ્યાન સદા હોયે સાચું / દૂષણ રહિત નિરંતર જ્યોતિ, રતન તે દીપે જાચું રે ભવિકા જ વિસભાગક્ષય શાતવાહિતા, શિવમારગ ધ્રુવનામ | કહે અસંગક્રિયા ઈહાં યોગી, વિમળ સુયશ પરિણામ રે ભવિકા, આપા આઠમી પરા દૃષ્ટિની સઝાય દૃષ્ટિ આઠમી સાર સમાધિ, નામ પર તસ જાણું છા. આપસ્વભાવે પ્રવૃત્તિ પૂરણ, શશિસમ બોધ વખાણું છા નિરતિચાર પદ એહમાં, યોગી કહીએ નહી અતિચારી છી આરોહે આરૂઢ ગિરિને, તેમ એહની ગતિ ન્યારી જોવા ચંદન ગંધ સમાન ક્ષમા ઇહાં, વાસકને ન ગવષે જી. આસંગે વર્જિત વળી એહમાં, ક્રિયા નિજ ગુણ લેખે જી શિક્ષાથી જેમ રતનનિયોજન, દૃષ્ટિભિન્ન તેમ એ હોજી તાસ નિયોગે કરણ અપૂર્વે, લહે મુનિ કેવલ ગેહોજી રા ક્ષીણદોષ સર્વ મહામુનિ, સર્વલબ્ધિ ફળ ભોગીજી | પર ઉપકાર કરી શિવસુખ તે, પામે યોગી અયોગીજી છે સર્વ શત્રુક્ષય સર્વવ્યાધિલય, પૂરણ સર્વ સમીતાજી | સર્વ અરથયોગે સુખ તેહથી, અનંતગુણ નિરીહાજી ll૩ Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ આઠ દૃષ્ટિની સક્ઝાય એ અડદિદ્ધિ કહી સંક્ષેપે, યોગશાસા સંકેતે જી | કુળયોગી ને પ્રવૃત્તચક્ર જે, તેહ તણે હિત હેતે જી. યોગીકળે જાયા તસ ધર્મે અનુગત તે કુળયોગીજી અદ્દે થી ગુરુ-દેવ-દ્વિજપ્રિય, દયાવંત ઉપયોગીજી શુશ્રુષાદિક અડગુણસંપૂરણ, પ્રવૃત્તચક્ર તે કહીએજી | યમયલાભી પરદુગઅર્થી, આદ્ય અવંચક લહીએ છી ચાર અહિંસાદિક યમ ઈચ્છા, પ્રવૃત્તિ થિર સિદ્ધિ નામેજા શુદ્ધ રુચે, પાળે, અતિચારહ ટાળે, ફળ પરિણામે જી /પા કુલયોગી ને પ્રવૃત્તચક્રને, શ્રવણશુદ્ધિ પક્ષપાતજી | યોગદૃષ્ટિ ગ્રન્થ હિત હોવે, તેણે કહી એ વાતો શુદ્ધભાવ ને સૂની ક્રિયા, બહુમાં અંતર કેતોજી ઝળહળતો સૂરજ ને ખજુઓ, તાસ તેજમાં જેતોજી૬I ગુહ્યભાવ એ તેહને કહીએ, જેહશું અંતર ભાંજે જી. જેહશું ચિત્ત પટંતર હોવે, તેહશું ગુહ્ય ન છાજે છી યોગ્ય અયોગ્ય વિભાગ અલહતો કરશે મોટી વાતો જા ખમશે તે પંડિત પરિષદમાં, મુષ્ટિપ્રહાર ને લાતો જાણો સભા ત્રણ શ્રોતા ગુણ અવગુણ નંદીસૂત્રે દીસે જી તે જાણી એ ગ્રંથ યોગ્યને, દેજો સુગુણ જગીશે જી. લોક પૂરજો નિજ નિજ ઇચ્છા, યોગભાવ ગુણ રયણેજી શ્રીનયવિજય વિબુધપયસેવક, વાચક યશને વયણેજીટ • સમાપ્ત ... Page #258 -------------------------------------------------------------------------- ________________ અમારાં લખાયેલાં પ્રકાશિત થયેલાં પુસ્તકો : (1) યોગવિંશિકા યોગશતક (3) શ્રી જૈન ધર્મના મૌલિક સિદ્ધાન્ત શ્રી જૈન તત્વ પ્રકાશ શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર (6) જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ (7) જૈન ધાર્મિક પ્રશ્નોત્તર માળા (8) કર્મવિપાક (પ્રથમ કર્મગ્રંથ) (9) કર્મરાવ (દ્વિતીય કર્મગ્રંથ) (10) બંધિરવામિત્વ (તૃતીય કર્મગ્રંથ) (11) ષડશીતિ (ચતુર્થ કર્મગ્રંથ) (12) પૂજા સંગ્રહ સાથે (13) નાગપૂજા સાથે (14) સામ્યક્ત્વની સઝાય (15) નવરમરણ સાથે (ઈંગ્લીશ સાથે) (16) ર૯નાકરાવતારિકા ભાગ - 1 (17) ર૯નાકરાવતારિકા ભાગ - 2 (18) શ્રી યોગવૃષ્ટિ સમુચ્ચય શ્રી આઠ દૃષ્ટિની સઝાય Bharat Graphics, Ahmd. Ph.: 2134176, 2124723 E dicion international www.jainelibrary.com