________________
૧૦૬
આઠ દૃષ્ટિની સજ્ઝાય
જ જુદો જુદો ધંધો ચાલુ કર્યો હોય, બન્ને સારું કમાયા હોય, છતાં એક કરતાં બીજો વધુ કમાયો હોય તો પહેલા જીવને પોતાની થયેલી ઘણી કમાણીનો જેટલો આનંદ હોય છે તેના કરતાં બીજાને વધુ કમાણી થઈ હોય તેનું દુ:ખ વધારે હોય છે. આ જ માત્સર્ય દોષનો પ્રતાપ છે.
(૬) ભયભીતાવસ્થા આ જીવો ભવાભિનંદી છે. એટલે સુખના અતિશય રસિક છે. અને દુઃખથી ડરનારા છે. આ કારણે જ ભયોથી ભરેલા છે. આવેલાં સુખો ચાલ્યાં તો નહી જાયને ? ભાવિકાળમાં કોઈપણ જાતનું દુ:ખ તો શું નહી આવેને ? સ્ત્રી-ધન ચાલ્યાં જશે તો એકલો હું શું કરીશ ? સરકારી લોકો રેડ પાડશે તો અથવા સગાં-વહાલાં કોઈ ધન માગશે તો શું જવાબ આપીશ ? આવા ભયોથી ભરેલો આ જીવ હોય છે. તથા અતિશય એવી સુખની ઘેલછાના કારણે ઘણાં ઘણાં ગુપ્ત પાપો પણ કર્યા હોય છે કે જે પોતે જ જાણતો હોય છે. તે બધાં પાપો જો ઉઘાડાં થશે તો હું શું કરીશ ? આ પ્રમાણે સંસાર-સુખનો અત્યન્ત રસિક જીવ સુખ ભોગવવાને ટેવાયેલો હોવાથી અને દુઃખ વેઠવાને ટેવાયેલો ન હોવાથી સદા ભયયુક્ત જ તેનું જીવન હોય છે.
-
આ
(૭) અકળ આરંભ - આ ભવાભિનંદી જીવો સંસારસુખની રસિક્તાના કારણે અને તેમાં આવનારા વિઘ્નોથી ભયભીતતાના કારણે “સુખ સદા કેમ રહે ? અને દુઃખ કદાપિ ન આવે” એવા એક જ લક્ષ્યથી જુદાં જુદાં કાર્યો, ધંધાઓ – વ્યવસ્થાઓ અને ધર્માચરણ આદિ કરે છે. પરંતુ સંસારનું સુખ પુણ્યોદય હોય ત્યાં સુધી જ ટકે છે. પાપોદયકાળ આવે તો દુ:ખો આવે જ છે. એટલે ઉત્કટ કોટિનો પ્રયત્ન કરવા છતાં પણ સુખ જતું રહે અને દુ:ખ આવે એવા અનુભવો દેખાવા છતાં પણ આ જીવ સુખને ટકાવવા અને દુ:ખને રોકવા પ્રયત્નો આરંભે છે પરંતુ તે નિષ્ફળ જ જાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org