________________
આઠમી પરા દૃષ્ટિ
૨૦૭
અતિચાર કહેવાય છે. એટલે જ “નાણુંમિ”ની આઠ ગાથાને અતિચારની આઠ ગાથા પણ કહેવાય છે. અને પંચાચારની આઠ ગાથા એમ પણ કહેવાય છે. આ યોગી મહાત્માઓને ક્ષાયિકભાવ પ્રગટ થતો હોવાથી કર્મો તોડવા માટે ઉપરોક્ત વિધિયુક્ત પંચાચારનું સેવન પણ સંભવતું નથી. કારણ કે દોષ લાગે તેને પ્રતિક્રમણાદિ હોય, આ દશામાં અતિચારાદિ દોષો જ સંભવતા નથી, તેથી પંચાચારનું સેવન પણ સંભવતું નથી. તેથી નિરતિચારપદ વાળા આ મુનિઓ જેમ હોય છે તેમ નિરાચારપદ વાળા પણ આ મુનિઓ હોય છે. પર્વત ઉપર ચઢી ગયેલાને જેમ ચઢવાની ક્રિયા કરવાનો અભાવ હોય છે. તેમ આ મહાયોગીઓ મોહસાગર તરી ગયા હોવાથી હવે આચારસેવનરહિત છે. સહજપણે જ પોતાના શુદ્ધસ્વરૂપમાં પ્રવર્તનગુણ યુક્ત હોય છે. જેને ક્રોધ-માન-રાગ-રીસ ઇત્યાદિ વિષમતા આવતી હોય તેને તે વિષમતા ટાળવા સામાયિક કરવી આવશ્યક છે. પરંતુ જેઓ સદા સમતામય જ બની ચૂક્યા છે તેઓને સામાયિકકરણ સંભવતું નથી. તેમ આ મહાત્મા યોગીઓનું જીવન સંસારના લોકોની દૃષ્ટિથી ન્યારું (ન સમજાય તેવું) અલૌકિક હોય છે. શ્રી યોગદૃષ્ટિસમુચ્ચયમાં કહ્યું છે કે -
निराचारपदो हास्यामतिचारविवर्जितः । आरूढारोहणाभावगतिवत्त्वस्य चेष्टितम् ॥ १७९ ॥
અર્થ આ દૃષ્ટિમાં નિરાચાર સ્થાનવાળા, અતિચારાદિ દોષોથી રહિત આ આત્મા હોય છે. અને પર્વત ઉપર ચઢેલાને ચઢવાની ક્રિયાના અભાવની સ્થિતિ જેવી ચેષ્ટા હોય છે.
-
આ પ્રમાણે પરાષ્ટિમાં સમાધિનામના યોગાંગની પ્રાપ્તિ, પ્રવૃત્તિ નામના ગુણની પ્રાપ્તિ, આસંગ નામના દોષનો ત્યાગ, ચંદ્રના પ્રકાશતુલ્ય નિર્મળ બોધ, નિરતિચાર(અને નિરાચાર વાળા) સ્થાનની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org