________________
૨૦૬
આઠ દૃષ્ટિની સઝાય અહીં “પરતત્ત્વ"ને જોવાની ઉત્કટ ઇચ્છા કે જેને દિદક્ષા કહેવાય છે. તે દિક્ષાના બળે મોહનીયાદિ ઘાતી કર્મોનો ક્ષય કરવાની પ્રવૃત્તિ જ અલ્પ પણ આસંગ વિના પરિણામોની ધારાની નિર્મળતા રૂપે અહીં સહજપણે હોય છે. આથી જ આ પ્રવૃત્તિ સ્વભાવસ્થ હોય છે. પરંતુ આસંગપૂર્વક (આશયપૂર્વક-ઇચ્છાપૂર્વક) હોતી નથી. “આ જ અનુષ્ઠાન સારૂં છે, આમાં જ બહુ આનંદ આવે છે” ઇત્યાદિ ભાવવાહી બુદ્ધિને જ આસંગ (આશય-ઇચ્છા) કહેવાય છે. તે આસંગ જીવને ત્યાં જ પકડી રાખનાર બને છે. ઉત્તરોત્તર વિશુદ્ધિમાં આગળ વધવામાં પ્રતિબંધક બને છે. માટે મહાત્માઓ આવા આસંગનો પણ ત્યાગ કરીને જે દ્રવ્ય-ક્ષેત્ર-કાળભાવે જે યોગ ઉપકારી હોય તેને આસંગરહિતભાવે સ્વભાવસ્થપણે જ આચરે છે.
આસંગરહિતપણે જ આચરતા હોવાથી એક પણ દોષ કે અતિચાર લગાડવા દેતા નથી. અતિચાર લાગવામાં કારણભૂત મોહના અંશો જ છે. હાસ્ય-રતિ-અરતિ-શોક-ભય-દુર્ગછા આદિ નવ નોકષાય અને સંજ્વલન ક્રોધાદિ ચાર કષાયો એ જ અતિચારના જનક છે. અહીં આઠમા ગુણઠાણાના અંતે હાસ્યાદિ નોકષાયોનો અને નવમા ગુણઠાણે સંજ્વલન કષાયોનો તથા ત્રણ વેદોનો ઉદય અને સત્તા સંપૂર્ણતયા નાશ પામતી હોવાથી કોઈપણ જાતનો દોષ કે અતિચાર લાગતો નથી. તેથી જ ગાથામાં કહ્યું છે કે આ નિરતિચારવાળું પદ(સ્થાન) છે. અહીં યોગી મહાત્માને અતિચારો લાગતા નથી.
જ્ઞાનાવરણીયાદિ ચાર ઘનઘાતી કર્મોને તોડવા માટે જૈનશાસ્ત્રોમાં જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વર્યાચાર એમ પાંચ પ્રકારના આચારો જણાવ્યા છે. કર્મોને તોડવા માટે તેને વિ, વધુમા ઇત્યાદિ ગાથામાં કહ્યા પ્રમાણે આચરણ આચરે તો તે પંચાચાર કહેવાય, અને કહ્યા પ્રમાણેથી વિરૂદ્ધ આચરણ કરે તો
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org