________________
સાતમી પ્રભા દૃષ્ટિ
૧૮૭ તરફ ગતિ વધવાથી પરિપૂર્ણ અને અપરાભવનીય એવી જ્ઞાનદશા નજીક આવતી જાય છે. અહીં આત્મતત્ત્વની એવી ઉચ્ચકોટિની સમજણ વિકસે છે કે તે સમજણ આત્માને ઉપર જ લઈ જાય છે. કોઈપણ દિવસ હવે મલીનતા આવવાનો અવસર જ ન આવે તેવો આત્મા નિર્મળ-શુદ્ધ બનતો જ જાય છે.
(૨) ધ્યાનયોગાગ - આ સાતમી પ્રભા દૃષ્ટિ સવિશેષ ધ્યાનપ્રિય હોય છે. “કોઈપણ એક વિષયમાં ચિત્તની સ્થિરતા તે ધ્યાન કહેવાય છે.” પૂર્વે છઠ્ઠી દૃષ્ટિમાં આવેલી ધારણા એ પણ સ્થિરતા સ્વરૂપ જ છે. પરંતુ ધારણા અને ધ્યાનમાં એટલો તફાવત છે કે કોઈપણ મૂળભૂત એક ધ્યેયતત્ત્વમાં મનની સ્થિતિ(મનને પરોવવું) તે ધારણા છે. અને તે જ મૂળભૂત ધ્યેયતત્ત્વના ઉત્તરભેદ રૂપ કોઈ પણ વિવક્ષિત એક તત્ત્વમાં ચિત્તની સ્થિરતા-તન્મયતા એ ધ્યાન છે. ધારણા દ્વારા ધ્યાનની અને ધ્યાન દ્વારા સમાધિની પ્રાપ્તિ થાય છે.
આત્માના કલ્યાણને કરનારા કોઈપણ મૂળભૂત કે ઉત્તરભેદ રૂપ વિષયોમાં ચિત્તને તન્મય કરવાથી રહ્યું સહ્યું શેષ પણ મોહનીયકર્મ બળીને ભસ્મ થઈ જાય છે. આ છઠ્ઠી-સાતમી દૃષ્ટિઓમાં આવેલા આત્માઓનો જ્ઞાનપ્રકર્ષ, વૈરાગ્ય અને અધ્યાત્મતાનો વિકાસ એટલો બધો ખીલ્યો હોય છે કે વાસનાઓ અને વિકારો બળીને ખાખ થઈ ગયા હોય છે. અને આત્મહત્ત્વના ઉપકારક ભાવોની ચિંતવાણામાં એકલીન થઈને ધારણા અને ધ્યાનનો પ્રકર્ષ સાધે છે. જેના દ્વારા ઘનઘાતી કર્મો નિરંતર તુટતાં જ જાય છે. અને આત્માની શુદ્ધિ પ્રગટ થતી જ જાય છે. આ દશામાં આ મહાત્માઓની દૃષ્ટિ અતિશય ધ્યાનપ્રિય એવી બની જાય છે કે તેઓ આ જીવનકાલે જ્યારે જુઓ ત્યારે સવિશેષ ધ્યાનયુક્ત અવસ્થામાં જ મગ્ન હોય છે.
(૩) તત્ત્વપત્તિપત્તિ - “જે વસ્તુ જેમ છે તે વસ્તુને તેમ જ છે. એમ જાણીને સ્વીકાર કરવો તે તત્ત્વપત્તિપત્તિ કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org