________________
સાતમી પ્રભા દૃષ્ટિ)
ઢાળ - સાતમી અર્કપ્રભા સમ બોધ પ્રભામાં, ધ્યાનપ્રિયા એ દિટ્ટી તત્ત્વતણી પ્રતિપત્તિ ઇહાં, વળી રોગ નહીં સુખપુટ્ટી રે
ભવિકા, વીર વચન ચિત્ત ધરીઓના ગાથાર્થ – આ પ્રભાષ્ટિમાં બોધ(જ્ઞાનદશા) સૂર્યની પ્રભા સમાન હોય છે. અને ધ્યાન નામનું યોગાગ અતિપ્રિય હોય છે. તત્ત્વને સ્વીકાર કરવો એ પ્રતિપત્તિ નામનો ગુણ પ્રાપ્ત થાય છે. અને રોગદોષ સંભવતો નથી. જેથી આત્મિક સુખની પુષ્ટિ થાય છે. તેના
વિવેચન - છઠ્ઠી કાન્તા દૃષ્ટિનું વર્ણન સમાપ્ત થયું. સાતમી પ્રભા દૃષ્ટિ વિશિષ્ટ એવા અપ્રમત્ત ગુણસ્થાનકે અને ક્ષપકશ્રેણીના પ્રારંભ કાલે અપૂર્વકરણાદિમાં આવે છે. આ દૃષ્ટિમાં રહ્યો સહ્યો પણ મોહ અને અજ્ઞાન સર્વથા નાશ પામવા માંડે છે. ક્ષયોપશમભાવને બદલે ક્ષાયિકભાવની પ્રગટતા તરફ જીવ જાય છે. .
સાયિકભાવ તે તે કર્મના ઉદયરહિત હોવાથી અત્યન્ત નિર્મળ અને શુદ્ધ હોય છે. અહીં આત્માની કેવળ ચઢતી જ હોય છે અને તે ચઢતી પણ એવી થાય છે કે ભાવિમાં કદાપિ પડતી થાય જ નહીં.
(૧) જ્ઞાનદશા - આ દૃષ્ટિમાં સૂર્યની પ્રભા સમાન જ્ઞાન અત્યન્ત સ્પષ્ટ હોય છે. ચોથીમાં દીપકની પ્રભા, પાંચમીમાં રત્નની પ્રભા, અને છઠ્ઠીમાં તારાની પ્રભા જેવું જ્ઞાન હતું. તે ત્રણે કરતાં સૂર્યની પ્રભા તેજસ્વી, સર્વત્ર વ્યાપ્ત, કોઈથી પરાભવ ન પામે તેવી હોય છે. આ વાત સર્વલોકમાં પ્રસિદ્ધ છે. તેવી રીતે અહીં જ્ઞાનદશા મોહરહિત બનવાથી નિર્મળ-શુદ્ધ બનતી જાય છે. અને ક્ષાયિકભાવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org