________________
તે બીજો ક્રિયાવંચકયોગ અને તેથી શુદ્ધધર્મની પ્રાપ્તિ થવા રૂપ અવંચક ફળની પ્રાપ્તિ એટલે ફલાવંચકયોગ પ્રાપ્ત થાય છે. આ જીવની આ દશા જે દૃષ્ટિકાળે થાય છે. તે પ્રથમ મિત્રાદૃષ્ટિ છે. આ દૃષ્ટિના પ્રભાવે કંઈક અંશે તત્ત્વજ્ઞાન પ્રાપ્ત થાય છે કે જે તૃણના પ્રકાશ સમાન હોય છે. તથા પાંચ યમ ધર્મની પ્રાપ્તિ, મુક્તિ તરફ અદ્વેષ, અને ધર્મક્રિયામાં ખેદ(થાકપરિશ્રમ) નો અભાવ થાય છે. ચરમાવર્તમાં જીવ આવે ત્યારે જ આવી દૃષ્ટિ આવે છે. ગાઢ મિથ્યાત્વકાલે આવતી નથી. ચ૨માવર્તમાં પણ બહુ બહુ ભાવમલક્ષય થાય છે અને મિથ્યાત્વનું જોર મંદ પડે છે ત્યારે જ આ દૃષ્ટિ આવે છે.
૫
(૨) તારાદૃષ્ટિ :- મિત્રા દૃષ્ટિના સતત અભ્યાસથી ધર્મ તરફની સવિશેષ જે દૃષ્ટિ તે આ બીજી તારાદૃષ્ટિ છે. અહીં મુક્તિ પ્રત્યેનો પ્રેમ વધે છે. ધર્મ આચરણ કરવાની વિશેષ ભાવના થાય છે. તત્ત્વજ્ઞાન પણ કંઈક વધારે વધે છે. અહીં છાણાંના અગ્નિના પ્રકાશ સમાન બોધ હોય છે. જૈનદર્શન પ્રમાણે સાધુને આશ્રયી પિંડ વિશુદ્ધિ આદિ અને શ્રાવકને આશ્રયી ગુણવ્રત શિક્ષાવ્રત રૂપ નિયમો આવે છે. જ્યારે અન્યદર્શનો પ્રમાણે શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઇશ્વરધ્યાન એવા પાંચ નિયમો આ જીવમાં આવે છે. પરમાત્માએ પ્રકાશેલા તત્ત્વને જાણવાની જિજ્ઞાસા ગુણ પ્રગટ થાય છે. ધર્મ અનુષ્ઠાન આચરતાં આચરતાં ઉદ્વેગ - કંટાળો લાગતો નથી. ફરી ફરી તે તે ક્રિયા કરવાનું મન થાય છે. પોતે વાસ્તવિક તત્ત્વનો હજુ અજાણ છે. એમ સમજાતાં કોઈ પણ જાતનો આગ્રહ-કદાગ્રહ આ જીવ રાખતો નથી. સાચું અને હિતકારી તત્ત્વ જાણવા ઝંખે છે.
-
Jain Education International
યોગની અને યોગીઓની કથા ઉપર ઘણો ઘણો પ્રેમ વધે છે. તેની વાત સાંભળતાં દેહ રોમાંચિત થાય છે. પોતાના આત્માનું અહિત થાય તેવું અને ન શોભે તેવું અનુચિત આચરણ આચરતો નથી. આ આત્માના એવા સુંદર પરિણામ થાય છે કે તપેલું સોનું જેમ વાળીએ તેમ વળે છે. તેની જેમ આ આત્માને જેમ સમજાવીએ તેમ સમજવા અને સ્વીકારવા તૈયાર થઈ જાય છે. વાળ્યો વળે જિમ હેમ” પોતાનામાં ગુણોની હાનિ દેખતો છતો ગુણવાન મહાત્માઓનો ઘણો વિનય કરે, ભવ(સંસાર) સંબંધી ભયોથી
For Private & Personal Use Only
www.jainelibrary.org