________________
૨૦૦
આઠ દૃષ્ટિની સજઝાય આપણે ભોગી હોઈએ તો ભોગનાં કાર્યોમાં રાગપૂર્વક પ્રવૃત્તિ કરીએ છીએ, અને યોગી હોઈએ તો યોગસાધનાનાં કાર્યોમાં પણ રાગપૂર્વક પ્રવૃત્તિ કરતા હોઇએ છીએ. તેથી જ પૂજાના કાર્યમાં પ્રવર્તેલા આત્માને પૂજાના સ્થાને બીજું અનુષ્ઠાન કરવાનું આવે તો મુખ રોષિત થઈ જાય છે. સ્વાધ્યાયપ્રિય આત્માને સ્વાધ્યાયને બદલે તે જ સમયે વૈયાવચ્ચાદિનાં કાર્યો કરવામાં આવે તો અંતરમાં અપ્રીતિભાવ જન્મે છે. વૈયાવચ્ચપ્રિય જીવને તે કાર્યના સ્થાને વ્યાખ્યાન વાંચવા આદિનું કાર્ય આવે તો થોડો પણ નાખુશીભાવ ઉપજે છે. કારણ એક જ છે કે ઈષ્ટ એવા ધર્મકાર્યમાં રાગનો અંશ છે. પરંતુ આ મહાત્માઓ આવા રાગથી પર બનીને અનુષ્ઠાન સેવે છે. રાગ વિના પ્રશમભાવ પૂર્વક અનુષ્ઠાનોનું આચરણ કેવી રીતે થતું હશે? તે તો તે જ મહાત્માઓ જાણે. કારણકે આપણે રાગી હોવાથી આવો અનુભવ આપણને હોતો નથી.
આપણે જેને અસંગાનુષ્ઠાન કહીએ છીએ, તેને જ અન્ય દર્શનકાર જુદા જુદા નામે કહે છે. પરંતુ અર્થભેદ ન હોવાથી તાત્ત્વિક ભેદ થતો નથી. તે નામો આ પ્રમાણે છે.
(૧) વિસભાગક્ષય - બૌદ્ધદર્શનકારો આ નામ કહે છે. બૌદ્ધના મતે આત્માના પરિણામની ધારા બે પ્રકારની હોય છે. એક સભાગસંતતિ અને બીજી વિભાગ સંતતિ. સજાતીય એવી પરિણામની જે ધારા, અર્થાત્ સરખે સરખા પરિણામોની જે ધારા તે સભાગ સંતતિ. ક્ષણવારમાં રાગ, તો ક્ષણવારમાં વૈરાગ, ક્ષણવારમાં ક્રોધ, તો ક્ષણવારમાં ક્ષમા, ક્ષણવારમાં રાગ, તો ક્ષણવારમાં રીસ એમ ભિન્ન-ભિન્ન જાતના પરિણામની જે ધારા તે વિભાગ સંતતિ કહેવાય છે. એમ વિજાતીયપણે બદલાતી પરિણામની જે ધારા તે વિસભાગ સંતતિ કહેવાય છે. અને સદાકાળ એકસરખી સમતાવાળી પરિણામની જે ધારા તે સભાગ સંતતિ કહેવાય છે. સંસારમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org