________________
સાતમી પ્રભા દૃષ્ટિ
૨૦૧ અનાદિકાલીન મોહના પારતંત્રતાના કારણે વિભાગ સંતતિ પ્રવર્તે છે તેનો જ્યારે પરિક્ષય થાય, સમાપ્તિ થાય, ત્યારે વિસભાગ સંતતિ પરિક્ષય કહેવાય છે. તે જ આ અસંગાનુષ્ઠાન છે. કારણ કે જ્યારે આ આત્મા અસંગ બને ત્યારે જ વિજાતીય પરિણામની ધારા ક્ષય પામે છે. તેથી અસંગાનુષ્ઠાનને બૌદ્ધો વિભાગ સંતતિ પરિક્ષય કહે છે. ત્યાર પછી સભાગસંતતિ ચાલુ થાય છે.
(ર) પ્રશાન્તવાહિતા - અત્યન્ત શાન્તરસનો વહેતો પ્રવાહ. આ નામ સાંખ્યદર્શનમાં પ્રસિદ્ધ છે. જ્યારે રાગદશા આ આત્મામાંથી નષ્ટ થઈ જાય છે. ત્યારે આકુળ-વ્યાકુળતા કે ચિત્તની અસમાધિ હોતી નથી તેથી અતિશય શાન્તરસ જ વહ્યા કરે છે. આ પણ અસંગ અનુષ્ઠાનવાળી જ દશા છે. જે સાંખ્યદર્શનમાં પ્રસિદ્ધ છે.
(૩) શિવવ - કલ્યાણકારી માર્ગ. આ નામ શૈવધર્મીઓમાં પ્રસિદ્ધ છે. શિવ એટલે કલ્યાણ અથવા મુક્તિ, તેનો અસાધારણ - માર્ગ. આ પણ અસંગાનુષ્ઠાન દશામાં જ શબ્દ વપરાય છે.
(૪) ધ્રુવાધ્યા - ધ્રુવ એટલે સ્થિર એવો જે માર્ગ તે ધ્રુવાધ્વા. જ્યાં આત્મા પહોંચે ત્યારે સ્થિર થાય છે. પતનના બધા ભયો ચાલ્યા જાય છે. હવે અવશ્ય ધ્રુવપદ પામવાનો જ છે. તેનો સ્થિરમાર્ગ આવી ગયો છે તે ધ્રુવાધ્વા. આ નામ મહાવ્રતિકો માને છે. આ પણ અસંગાનુષ્ઠાનનું જ નામ છે.
આ પ્રમાણે આ અસંગાનુષ્ઠાનયુક્ત ચિત્ત આ દૃષ્ટિમાં આવે છે. જૈન શાસ્ત્રોમાં વિષ, ગર, અનનુષ્ઠાન, તદ્ધતુ અને અમૃત એમ અનુષ્ઠાનના જે પાંચ પ્રકારો આવે છે તેમાંનું છેલ્લું જે અમૃતાનુષ્ઠાન છે તે જ આ અસંગાનુષ્ઠાન છે. અનુષ્ઠાનોનો નિરન્તર અભ્યાસ થવાથી અને દોષરહિત નિર્મળ જ્ઞાનદશા વિકાસ પામેલી હોવાથી દઢતર સંસ્કારોના કારણે આત્મસાત્ થયેલું જે અનુષ્ઠાન તે અસંગાનુષ્ઠાન જાણવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org