________________
આઠ દૃષ્ટિની સજ્ઝાય
લઘુહરિભદ્રસૂરિજી આદિ હુલામણા ઉપનામોથી વિશ્વવિખ્યાત પૂજ્ય શ્રી યશોવિજયજી મહારાજશ્રીએ સંસ્કૃત પ્રાકૃત ભાષાના સર્વથા અજાણ એવા ગ્રામ્ય જીવો અને નાગરિક જીવોના ઉપકાર માટે સરળ ગુજરાતી ભાષામાં “સજ્ઝાયના રાગ રૂપે” ગાથાચ્છન્દ પણે આ જ આઠ દૃષ્ટિઓના સારને જણાવતી યોગદૃષ્ટિ સમુચ્ચય ગ્રન્થના આધારે એક સુંદર સજ્ઝાય”ની રચના કરી છે. આ સજ્ઝાય ગુજરાતીમાં હોવાથી અને યોગની આઠે દૃષ્ટિઓને સુંદર શૈલીમાં સમજાવતી હોવાથી જૈન સમાજમાં અતિશય પ્રિય બની છે. આ સાયની ઉપર સત્સંગ, સ્વાધ્યાય અને વ્યાખ્યાન શ્રેણીઓ ચાલે છે તેથી તેના અર્થો સરળ ભાષામાં લખવાની અને યથાશક્તિ તેના ગૂઢાર્થ સમજાવવાની હૈયામાં ભાવના જાગી.
-
“યોગદૃષ્ટિ સમુચ્ચય" નામના મૂળ ગ્રંથનું અને તેની ટીકાનું વિવેચન આ વર્ષે લખાતું હોવાથી તેની સાથે સાથે આ સજ્ઝાયના અર્થ પણ એક સરખો સમાન વિષય હોવાથી લખવા સરળ પડે એમ સમજીને સજ્ઝાયના અર્થ પણ લખીએ છીએ. આત્મિક વિકાસક્રમને અનુલક્ષીને ચૌદ ગુણસ્થાનકોનો જે ક્રમ શાસ્ત્રોમાં વર્ણવેલો છે, તેને જ ધ્યાનમાં રાખીને આ દૃષ્ટિઓ વર્ણવેલી છે. આ આઠ દૃષ્ટિઓ સમજાવવા દ્વારા અલ્પજ્ઞ આત્માઓને સન્માર્ગની સન્મુખ વાળવાનો સાચો માર્ગ બતાવેલ છે. આ સજ્ઝાયનું નિરંતર પરિશીલન કરવાથી મુમુક્ષુ આત્માઓમાં સંવેગ-નિર્વેદ, અનુકંપા આદિ ગુણોની વૃદ્ધિ થતાં મુમુક્ષુભાવની પુષ્ટિમાં સુંદર એક આલંબન રૂપ બને છે. સાંસારિક કોઈ પણ કાર્ય કરતી વખતે હૃદયમાં આ સજ્ઝાયની ગાથાઓનો ગુંજારવ જો ચાલુ હોય તો અતિશય અલિપ્તતા આપે છે. આવા પ્રકારના ઉપકારક મહાગ્રન્થોની રચના કરનાર ઉપકારી મહાપુરુષોને હૃદયના ભાવપૂર્વક વંદના કરીને આપણે હવે આ સજ્ઝાયના અર્થ વિચારીએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org