________________
૧૭૦
આઠ દૃષ્ટિની સજ્ઝાય
ભાવનારહિત બની જાય છે. આ મોટી યોગસિદ્ધિ કહેવાય, આવી પ્રાપ્ત થયેલી સિદ્ધિનો ઉપયોગ આ મહાત્માઓ પોતાના માટે તો કરતા નથી. પરંતુ યોગના પ્રભાવમાત્રથી જ પરમાંથી પણ પાપની વૃત્તિઓ ચાલી જાય છે.
(૨૧) ઋતંભરા બુદ્ધિ - ઋતં(સત્યં) વિર્તિ(ધારયતિ) કૃતિ ઋતમ્બરા - સત્યને ધારણ કરનારી, વિપર્યાસ વિનાની, સમાધિયુક્ત, તટસ્થભાવવાળી, વસ્તુના યથાર્થ સ્વરૂપને સમજનારી જે વિશિષ્ટ એવી પ્રજ્ઞા તે ઋતંભરા બુદ્ધિ કહેવાય છે. જૈનશાસ્ત્રોમાં કેવળજ્ઞાનની પ્રાપ્તિના પૂર્વકાળમાં ક્ષપકશ્રેણિના કાળે આવતું જે “પ્રાતિભશાન” કહેવાય છે તે પ્રાતિભજ્ઞાન કેવળજ્ઞાન રૂપી સૂર્યોદયની પૂર્વે “અરુણોદય” સમાન છે. જે પ્રાતિભજ્ઞાન શાસ્ત્રજ્ઞાનની પરાકાષ્ઠારૂપ અને શાસ્ત્રોના આલંબનથી નિરપેક્ષ સ્વ-અનુભવ સ્વરૂપ હોય છે, તેના પૂર્વકાળમાં ભૂમિકા સ્વરૂપે જે બુદ્ધિ પ્રગટે છે તેને સાંખ્યાદિ દર્શનશાસ્ત્રોને અનુસારે “ઋતંભરા” બુદ્ધિ કહેવાય છે. જૈનશાસ્ત્ર પ્રમાણે આ એક એવા પ્રકારની ‘વિશિષ્ટ બુદ્ધિ” કહેવાય છે કે જેનાથી લૌકિક અને લોકોત્તર પદાર્થોનું વાસ્તવિક સ્વરૂપ જાણવાની શાસ્ત્રમર્યાદા પૂર્ણ થાય છે. આત્મઅનુભવ જ વસ્તુના સ્વરૂપને જણાવે છે. આવી બુદ્ધિને ઋતંભરા પ્રજ્ઞા કહેવાય છે. તે આ ઋતંભરા બુદ્ધિ ગુણ આવિર્ભાવને પામે છે.
આ ગાથામાં કહેલા દોષનાશ, પરમતૃપ્તિ, વિશિષ્ટસમતા, ઔચિત્યાચરણ, વૈરીઓના વૈરનો નાશ, અને ઋતંભરા પ્રજ્ઞા, આ ગુણો જો કે નિષ્પન્ન યોગીના છે. એટલે કે જેનામાં યોગદશા આવિર્ભૂત (પ્રગટ) થઈ છે તેના છે. અને આવી નિષ્પન્ન યોગી દશા ક્ષપકશ્રેણિમાં પ્રભાદૃષ્ટિકાળે આવે છે. તો પણ તે અવસ્થાના કારણસ્વરૂપ (પૂર્વભૂમિકા સ્વરૂપ) આ સ્થિરા અને કાન્તા દૃષ્ટિઓ છે. તેથી કારણ રૂપે આ ગુણો અહીંથી આંશિક રૂપે શરૂ થાય છે. સ્થિરા-કાન્તા દૃષ્ટિથી શરૂ થયેલા આ જ ગુણો પ્રભા દૃષ્ટિમાં ફાલ્યાફૂલ્યા થાય છે. સ્થિરા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org