________________
છઠ્ઠી કાન્તા દૃષ્ટિ
૧૭૧ દૃષ્ટિના અંતે અને કાન્તા દૃષ્ટિના પ્રારંભે જે જે ગુણો આવે છે, તે તે અહીં સમજાવ્યા છે. તદુપરાંત સાંખ્યદર્શનાદિમાં પતંજલિ આદિ ઋષિકૃત શાસ્ત્રોમાં અન્ય યોગાચાર્ય પુરુષોએ યોગનાં જે જે ચિહ્નો કહ્યાં છે, તે પણ આ પાંચમી દૃષ્ટિના અંતે જાણવાં. આવા ચિહ્ન યોગનાં રે જે પરગ્રંથમાં, યોગાચારય દિટ્ટ | પંચમ દૃષ્ટિ થકી સવિ જોડીએ, એહવા નેહ (તેહ) ગરિટ્ટો
|| ધન ધનતુ જો ગાથાર્થ - પરદર્શનના ગ્રંથોમાં યોગાચાર્ય પુરુષોએ યોગનાં જે જે ચિહ્નો કહ્યાં છે તે તે પાંચમી દૃષ્ટિથી જાણવાં, આવા પ્રકારના ગુણોથી ગરિષ્ઠ (ગુણયુક્ત) તે યોગી મહાત્માઓ હોય છે. જો
વિવેચન - ઉપરની ૧ થી ૩ ગાથામાં કહેલ ગુણો (લક્ષણો) તો યોગી મહાત્મામાં હોય જ છે. પરંતુ તે ઉપરાંત પણ સાંખ્યદર્શન આદિના અન્ય અન્ય યોગાચાર્ય ઋષિ મુનિઓએ યોગદશાની નિષ્પન્નતામાં જે જે લક્ષણો(ચિહ્નો) કહ્યાં છે તે તે લક્ષણો અંશરૂપે (કારણ સ્વરૂપે) પૂર્વભૂમિકાપણે આ પાંચમી દૃષ્ટિથી જાણી લેવાં, તેની શરૂઆત અહીંથી-પાંચમી દષ્ટિથી થાય છે. જો કે આ લક્ષણો નિષ્પન્ન યોગી મહાત્મામાં જેવાં પ્રગટ હોય છે તેવાં અહીં હોતાં નથી તો પણ વેદ્યસંવેદ્યપદના પ્રતાપે સૂક્ષ્મબોધ હોવાથી અહીંથી જ આ લક્ષણો શરૂ થવા માંડે છે. તે અન્યદર્શનકારોએ તેઓના શાસ્ત્રોમાં કહેલાં લક્ષણો અહીં ઉપાધ્યાયજી મહારાજશ્રીએ કહ્યાં નથી, ફક્ત ત્યાંથી જોઈ લેવા ભલામણ કરી છે. છતાં ઉપકારક હોવાથી તેઓના શાસ્ત્ર પ્રમાણે અહીં સમજાવાય છે, તે ૨૧ લક્ષણો છે. अलौल्यमारोग्यमनिष्ठुरत्वं, गन्धः शुभो मूत्रपुरीषमल्पम्। कान्तिः प्रसादः स्वरसौम्यता च, योगप्रवृत्तेः प्रथमं हि चिह्नम्॥१॥ मैत्र्यादियुक्तं विषयेष्वचेतः, प्रभाववद्धैर्यसमन्वितं च। द्वन्द्वैरधृष्यत्वमभीष्टलाभः, जनप्रियत्वं च तथा परं स्यात्॥२॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org