________________
૧૧૮
આઠ દૃષ્ટિની સઝાય જે વિષયનું સુંદર અને સાચું જ્ઞાન જો મેળવવું હોય તો તે તે વિષયનાં શાસ્ત્રોનું અને તે તે શાસ્ત્રો ભણાવનારા જ્ઞાતાઓનું આલંબન લેવું જ પડે છે. તેઓના વચનો ઉપર વિશ્વાસ રાખવો જ પડે છે. આ વાત સ્કૂલ અને કૉલેજોમાં અપાતા જ્ઞાનમાં જાણીતી છે. ઇતિહાસ-ભૂગોળ - ગણિત કે વિજ્ઞાનના સુંદર અને સાચા જ્ઞાન માટે તે વિષયનાં શાસ્ત્રોનો અને અધ્યાપકોનો આશ્રય લેવો જ પડે છે. તેઓ જે સમજાવે તે સ્વીકારી જ લેવાય છે. તેમાં પોતાના મનમાન્યા કુતર્કો ચાલતા નથી. તેવી જ રીતે આ તો લોકોત્તર માર્ગ જાણવાનો છે. આત્મા - મુક્તિ - આકાશ - કાલ આદિ અતીન્દ્રિય પદાર્થોનું જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે. તેથી આગમમૂલક જ હોવું જોઈએ. આગમાનુસારી અનુમાનો દ્વારા જ કરવું જોઈએ. જો સ્વતંત્ર કોઈ અનુમાન કરીએ અને તેના દ્વારા સિદ્ધ થતા અર્થનો આગમ સાથે વિરોધ આવે તો તે અનુમાનને પ્રમાણ મુદ્રામાં ગણાતું જ નથી. તેથી આગમાનુસારી અનુમાન જ સુંદર અને સાચા લોકોત્તર તત્ત્વજ્ઞાનનું પ્રબળ સાધન છે.
કુતર્ક દ્વારા કરાયેલાં અનુમાનોનો શાસ્ત્રની સાથે તથા લોકપ્રસિદ્ધ અર્થની સાથે અવશ્ય વિરોધ આવે જ છે. તેથી આત્માર્થી મહાત્માઓએ આવા અજ્ઞાનપ્રેરક કુતર્કોથી ઘણા દૂર જ રહેવું. કુતર્કો ત્યજવાથી આગમનો સારી રીતે બોધ થાય છે. કારણ કે પોતાને સાચું તત્ત્વ જાણવાની જિજ્ઞાસા છે. અને સદ્ગુરુઓ પણ તેના વિનયાદિ ગુણો દ્વારા પાત્રતા જોઈને સચોટ જ્ઞાન પ્રસન્નતાપૂર્વક આપે છે. આગમનું પ્રાપ્ત થયેલું તે જ્ઞાન આગમાનુસારી તર્ક - અને દૃષ્ટાન્તરૂપ અનુમાન દ્વારા આ જીવ નિર્મળ કરે છે. બુદ્ધિમાં બરાબર ઠસાવે છે. અને ત્યારબાદ શાસ્ત્રવિહિત અનુષ્ઠાનોના વારંવાર અભ્યાસથી તે બોધ આત્મામાં ક્રિયાત્મકભાવે પરિણામ પમાડે છે. આ રીતે આગમ દ્વારા, અનુમાન દ્વારા, અને યોગાભ્યાસ દ્વારા આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org