________________
ચોથી દીપ્રા દૃષ્ટિ
૧૧૭
જે
ધી જે તે પ્રતિ આવવું જી, આપમતે અનુમાન આગમને અનુમાનથીજી, સાચું લહે સુશાન
મનમોહન૦ ||૧૩॥
ગાથાર્થ - બુદ્ધિમાં જે જેમ બેઠું હોય, તે તેમ જ છે. એમ તે માન્યતા પ્રતિ કુતર્કવાદી જીવ આવી જાય છે. અને પોતાની ઇચ્છાનુસાર અનુમાન લગાવે છે. પરંતુ આગમને અનુસરનારા અનુમાનથી સમ્યગ્ એવું ઉત્તમજ્ઞાન મેળવી શકાય છે. ||૧૩
વિવેચન અવેદ્યસંવેદ્યપદથી દબાયેલા આત્માઓ કુતર્કવાદી
જ હોય છે. અને કુતર્કનો એવો પ્રભાવ હોય છે કે પોતાની બુદ્ધિમાં જે વસ્તુ જેમ બેઠી તે વસ્તુ તેમ જ છે” આવા પ્રકારનું જ તે જીવ માને છે. અને તે માન્યતા તરફ જ ઢળે છે. તે પોતાની મનમાની માન્યતાને સિદ્ધ કરવા મન:કલ્પિત અનુમાનો કરે છે. પોતે અજ્ઞાની હોવા છતાં જ્ઞાનીપણાનો અહંકાર હોવાથી કોઈ જ્ઞાની પાસે આ જીવ જિજ્ઞાસુ ભાવે જતો નથી. વિનયપૂર્વક તત્ત્વ પૂછતો જ નથી. તેથી સાચું જ્ઞાન કયાંથી થાય? મનમાં ને મનમાં પોતાની માન્યતાને દૃઢ કરવા યુક્તિઓ અને ઉદાહરણો શોધતો હોય છે. મન તેવા વિચારોમાં ડોળાયેલું જ રહે છે. જેથી ચિત્તની શાન્તિનો પણ નાશ થાય છે. આવી પ્રવૃત્તિથી સાચું જ્ઞાન કોઈપણ દિવસ થતું નથી. અને આ સંસારમાં યુક્તિઓ અને ઉદાહરણોનો કંઈ તોટો છે જ નહીં (અહીં મૂળગાથાના શ્રી શબ્દનો અર્થ પોતાની બુદ્ધિ, ને-પોતાના બુદ્ધિજન્ય વિષયમાં તે પ્રતિ-તે તરફ આવવુંની-લાવનારૂ-વાળનારૂં એવું આપમતે-પોતાની જ બુદ્ધિ પ્રમાણે આ જીવ અનુમાન કલ્પે છે. એવો શબ્દાર્થ કરવો.)
-
પરંતુ સાચું જ્ઞાન-અને સુંદર જ્ઞાન વીતરાગપ્રણીત આગમોથી અને તદનુસા૨ી અનુમાનોથી જ થાય છે. સંસારી ભાવોમાં પણ જે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org