________________
૧૧૬
આઠ દૃષ્ટિની સજઝાય પૂછતા પણ નથી. પોતાની જાતને સર્વેસર્વા માનીને અહંકારપૂર્વક વર્તે છે. કુતર્કનો આવો પ્રભાવ જ છે કે જીવને મતિમાં અને માનમાં અંધ બનાવે છે.
આળસુ એવા ગુરુ અને શિષ્યની અહીં એક વાર્તા છે. તેની જેવા આ કુતર્કવાદી લોકો હોય છે. તે વાર્તા આ પ્રમાણે છે –
કોઈ એક ગામમાં ગુરુ અને શિષ્ય એક ઘરમાં ઉતર્યા હતા. આ બન્ને અતિશય આળસુ હતા. આ ઘરનો દરવાજો ઘણો મોટો હતો. ઠંડીના દિવસો હોવાથી રાત્રે ખૂબ જ ઠંડી પડે છે. તે વખતે સુતેલા આળસુ ગુરુએ શિષ્યને દરવાજો બંધ કરવાનું કહ્યું. પરંતુ તે આળસુ હોવાથી ન ઉઠ્યો. અને ગુરુજીને કહ્યું કે મને પણ ઘણી ઠંડી લાગે છે તમે જ ઉઠીને બંધ કરોને ? એમ ગુરુ-શિષ્ય વચ્ચે વિવાદ ચાલતો જ રહ્યો, કોઈ ઉડ્યું જ નહીં. ઠંડી વધતી જ ગઈ.
ઠંડી વધવાથી નીચે પાથરવાનું હતું તે ખેંચીને ઓઢી લીધું. પરંતુ ઓઢવા માટેનું બીજું વસ્ત્ર લેવા માટે ઉઠવાનો પ્રયત્ન પણ ન કર્યો. અતિશય ઠંડીથી કંપતું એક કુતરું તેઓની સાથે આવીને સુઈ ગયું. તે કુતરાનો સ્પર્શ પણ આ બન્નેને થયો. તો પણ જાણવા પ્રયત્ન ન કર્યો. અને કપડાનો છેડો સ્પર્યો હશે એમ કહીને મન વાળી લીધું. આ રીતે કોઈપણ જાતનો કંઈ પણ પ્રયત્ન નહીં કરનારા અને અતિશય આળસુ આ બન્ને ગુરુ-શિષ્ય અતિશય ઠંડીના કારણે મૃત્યુ પામ્યા.
આવી જ રીતે કુતર્કવાદી પુરુષ સત્ય સમજવામાં આવી જ આળસુ હોય છે. મારા
તત્ત્વજ્ઞાન પ્રાપ્ત કરવાના ઉપાયો શું ? તે ગ્રંથકાર મહર્ષિ જણાવે છે -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org