SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ ચોથી દીપ્રા દૃષ્ટિ ૧૧૫ ઉદયવાળું હોવાથી અશુભ છે. તેમ દૂધ હિંસા વિના પ્રાપ્ય છે અને માંસ હિંસાથી જ પ્રાપ્ય છે. પરંતુ કુતર્કવાદી સમાનતા જ દેખે છે. બીજા ધર્મથી જે વિશેષતા છે તે દેખતો નથી. અનેકાન્તવાદી જૈનને સમાનતા અને અસમાનતા બન્ને દેખાય છે. આવા કુતર્કો અપાર છે. અવેદ્યસંવેદ્યપદ જીત્યા વિના આ કુતર્ક હૃદયમાંથી દૂર થતો જ નથી. માટે જ્ઞાનદશા પ્રાપ્ત કરીને તેને જીતવો જ જોઈએ. ||૧૧|| કુતર્કના બળથી કદાગ્રહી બનેલા લોકો કેવા હોય છે તે સમજાવે છે. હું પામ્યો સંશય નહી જી, મુરખ કરે એ વિચાર | આળસુઆ ગુરુ-શિષ્યનોજી, તે તો વચન પ્રકારો મનમોહન૦ ૧૨ા ગાથાર્થ - હું તો બધું પામી ગયો છું, મને હવે કોઈ સંશય છે જ નહીં એવો આ કુતર્કવાદી મનમાં વિચાર કરે છે. પરંતુ આળસુ ગુરુ અને આળસુ શિષ્યના વચનોના પ્રકારની જેમ તે વિચારો અજ્ઞાનમૂલક છે. ૧૨ વિવેચન - આ કુતર્કવાદી પુરુષો પોતાને પરિપૂર્ણ માને છે. અજ્ઞાની હોવા છતાં પોતાની જાતને પંડિત માને છે. પંડિતપણાની બુદ્ધિ હોવાથી “હું બધું જ જાણું છું મને કંઈ સંશય જ નથી” આવો વિચાર મૂર્ખ એવા તે કુતર્કવાદી જીવો સદા કરતા હોય છે. જ્ઞાનનો અંશ પણ ન હોય છતાં અભિમાનનો પાર હોતો નથી. “અજ્ઞાન અને અહંકાર” આ બે દોષોથી તેઓ ભરપૂર હોય છે. આ અભિમાનના કારણે તેઓ કોઈ જ્ઞાનીનો સમાગમ કરતા નથી અને કોઈ જ્ઞાનીને કંઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001188
Book TitleAth Drushtini Sazzay
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2003
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati, Yoga, & Philosophy
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy