________________
પાંચમી સ્થિરા દૃષ્ટિ
૧૫૧ છે જ, માત્ર મારે જ મારો પુરુષાર્થ કરીને તે સિદ્ધિ પ્રગટ જ કરવાની છે, આવા ઉમદા વિચારો જીવને આવે છે. પુણ્યોદયજન્ય ઋદ્ધિ અને સિદ્ધિ ઔદયિક ભાવની હોવાથી આત્મ સાધનામાં બાધક હોવાથી તેની પ્રાપ્તિની ઝંખના હોતી નથી. પરંતુ ક્ષાવિકભાવની આઠ સિદ્ધિની જ તમન્ના હોય છે.
ઔદયિકભાવની (પુણ્યોદયજન્ય) આઠ મહા સિદ્ધિઓ આ પ્રમાણે છે. (૧) પોતાના શરીરાદિ કોઈપણ વસ્તુને અણુ જેવડી નાની કરવાની શક્તિ તે અણિમા. (૨) એવી જ રીતે શરીરાદિ કોઈપણ વસ્તુને વાયુની જેમ હળવી(લઘુ) કરવાની શક્તિ તે લધિમા. (૩) પોતાના શરીરાદિને મોટું, ભારે, ગુરુ અથવા વજનદાર કરવાની શક્તિ તે મહિમા. (૪) પોતાની આંગળીના ટેરવાથી ચંદ્ર-સૂર્યાદિ સ્પર્શવાની જે શક્તિ તે પ્રાપ્તિ. (૫) પોતાની ઇચ્છા પ્રમાણે ભૂમિની જેમ પાણી ઉપર ચાલવાની શક્તિ તે પ્રાકામ્ય. (૬) દૂર દૂર રહેલા ભૌતિક વિષયોને સ્વાધીન કરવાની જે શક્તિ તે વશિત્વ. (૭) તે તે વિષયોને પ્રગટ કરવાની જે શક્તિ તે ઈશિત્વ અને (૮) પોતાની ઇચ્છા મુજબ તે તે પદાર્થને સ્થિર કરવાની શક્તિ તે કામાવસાયિત્વ. આ પ્રમાણે આ આઠ ભૌતિક સંપત્તિ રૂપ ઋદ્ધિ-સિદ્ધિ પુણ્યોદયજન્ય છે. સૂક્ષ્મબોધના કારણે આ જીવને આવી સિદ્ધિઓમાં સ્વ-રસ હોતો નથી. ક્ષાયિકભાવની સિદ્ધિઓમાં જ સ્વ-રસ હોય છે. શ્રી યોગદષ્ટિસમુચ્ચયમાં કહ્યું છે કે -
बालधूलीगृहक्रीडा-तुल्याऽस्यां भाति धीमताम् । तमोग्रन्थिविभेदेन, भवचेष्टाखिलैव हि ॥१५५॥ मायामरीचिगन्धर्वनगरस्वप्जसन्निभान् । बाह्यान् पश्यति तत्त्वेन, भावान् श्रुतविवेकतः ॥१५६॥
અર્થ - મહાત્મક અજ્ઞાનરૂપી ગ્રન્થિનો ભેદ થવાથી મહાત્માઓને આ સઘળી સંસારની ચેષ્ટા બાળકોને રમવાના ધૂળના ઘરની ક્રીડાતુલ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org