________________
૧૫૨
આઠ દૃષ્ટિની સઝાય અસાર અને તુચ્છ લાગે છે. તથા શ્રુતજ્ઞાન દ્વારા પ્રગટ થયેલી વિવેકબુદ્ધિથી સર્વે બાહ્ય (પૌદ્ગલિક) ભાવોને માયામરીચિ-એટલે ઝાંઝવાનાં જળ, ગર્વનગર - આકાશમાં થતાં વાદળાનું નગર, અને રાત્રિમાં આવેલું સ્વપ્ન, તે ત્રણેયની તુલ્ય અવાસ્તવિક લાગે છે. lal
વિષયવિકારે ન ઇન્દ્રિય જોડે, તે ઇહાં પ્રત્યાહારો રે | કેવળ જ્યોતિ તે તત્ત્વ પ્રકાશે, શેષ ઉપાય અસારો રે
એ ગુણ૦ ૪ ગાથાર્થ - ઇન્દ્રિયોને વિષયવિકારોની સાથે ન જોડે એવું પ્રત્યાહાર નામનું યોગનું અંગ હોય છે. ફક્ત જ્ઞાનમાં વર્તવું એ જ તત્ત્વ-સાર છે અને શેષ સર્વે સાધન સામગ્રી અસાર જ છે. એમ આ જીવ સમજે છે. II
વિવેચન - અહીં “પ્રત્યાહાર” નામનું પાંચમું યોગનું અંગ પ્રાપ્ત થાય છે. પ્રત્યાહાર એટલે ત્યાગ, દૂર રહેવું, પાંચે ઈન્દ્રિયોને વિષયવિકારોથી દૂર રાખે તે પ્રત્યાહાર કહેવાય છે. અનાદિની મોહની પરતંત્રતાથી આ જીવનું મન રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને શબ્દ એમ પાંચ ઈષ્ટ વિષયજન્ય સુખને જ સુખ માનતું હોવાથી તેવા સુખના ઉપાયોમાં જ રમતું હતું. તેમાં જ આસક્ત હતું. અને તેના કારણે ઈન્દ્રિયો પણ વિષયો તરફ જ આકર્ષાતી હતી. પરંતુ આ સ્થિરા દૃષ્ટિ આવવાથી વિષયો ભ્રામક લાગે છે. તેના કારણે જ હું બહુ દુઃખ પામ્યો છું એમ લાગે છે. વિષયોની આસક્તિએ અને વારંવાર કરાતા વિષયસેવનોએ જ મારું ઘણું અહિત કર્યું છે. આવો સૂક્ષ્મબોધ પ્રગટ થવાથી ઈન્દ્રિયોને વિષયોમાં જોડતો નથી. શરીરમાં ઈન્દ્રિયો છે અને સામે શબ્દશ્રવણ, રૂપદર્શન અને રસોનો આસ્વાદ વગેરે હોય જ છે. તેના વિના જીવન જીવવું શક્ય જ નથી. પરંતુ વિષયો એ વિકારક જ છે એમ સમજાયું હોવાથી, મન તેમાંથી ઉભગી ગયું હોવાથી ઇન્દ્રિયો તેમાં આસક્ત બનતી નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org