SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ પાંચમી સ્થિરા દૃષ્ટિ ૧૫૩ ઇન્દ્રિયોનું વિષયો તરફનું આકર્ષણ વાસ્તવિક તો મનની જ તેવા પ્રકારની વિષયાસક્તિના કારણે જ હતું. અહીં મન અનાસક્ત અને સ્થિર બને છે. આસક્તિ જ ચિત્તને અસ્થિર કરનાર છે. તેના ત્યાગથી ચિત્ત આત્મભાવમાં ઠરીઠામ થાય છે. તેના કારણે ઇન્દ્રિયો પણ ચંચળતા રહિત થાય છે. ભોગો મળ્યા અથવા ન મળ્યા તો પણ અરતિ કે નાખુશીભાવ થતો નથી. જે વિષયો ભોગવ્યા વિના ક્ષણવાર પણ ચાલતું ન હતું તેનું સ્મરણ પણ ન થાય, અને જે ધર્મમાર્ગનું સ્મરણ પણ ન હતું તેના વિના ક્ષણવાર પણ ન ચાલે, એવી મનની અને ઇન્દ્રિયોની સ્થિતિ ઘડાઈ જાય છે. સારાંશ કે હવે મન વિકારી ન હોવાથી ઇન્દ્રિયો વિષયોની સાથે સંપર્ક કરતી હોવા છતાં પણ વિષયજન્ય વિકારોને પામતી નથી. આ જ “પ્રત્યાહાર” નામનું યોગાંગ છે. વિષયોના વિકારોની ભયંકરતા બરાબર સમજાઈ ચૂકી છે. તેને આધીન બનીને, વિષયોને જ સુખપ્રાપ્તિનાં સાધન માનીને આ જીવ ઘણાં ઘણાં દુઃખો પામ્યો છે. અત્યાર સુધીનાં માનેલાં સુખનાં સાધનો અને દુઃખ દૂર કરવાનાં સાધનો તથા તેના સર્વે ઉપાયો આસક્તિ જ વધારનાર અને તેના કારણે જ પ્રાપ્તિ-અપ્રાપ્તિમાં હર્ષ-શોક અને રાગલેષાદિ રૂપ મનમાં ક્લેશ માત્રના જ જનક બન્યા છે. સંસારમાં ડગલે અને પગલે જે કલેશ - કંકાસ અને કડવાશ છે, તેનું કારણ આ વિષયોની આસક્તિ માત્ર જ છે. આવો પાકો ખ્યાલ આ સૂક્ષ્મબોધથી આવ્યો છે. તેથી તેમાંથી મન ખેંચી લઈને માત્ર આત્મતત્વના પરમજ્યોતિ સ્વરૂપ જ્ઞાનમાત્રમાં જ મન અને ઇન્દ્રિયોને જોડે છે. જ્ઞાનરમણતા વિના શેષ સર્વ હવે અસાર માત્ર જણાય છે. સંસારના સર્વ ભાવો અસાર-તુચ્છ છે. દુઃખદાયી માત્ર જ છે. ક્લિષ્ટ કર્મ બંધાવનાર છે. સૂક્ષ્મબોધથી આવેલી આવી ઊંડી સમજણ જ ઇન્દ્રિયોને અને મનને વિષયવિકારોથી દૂર રાખે છે એટલે પ્રત્યાહાર અંગ પ્રાપ્ત થાય છે. જો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001188
Book TitleAth Drushtini Sazzay
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2003
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati, Yoga, & Philosophy
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy